ભારત અને શ્રીલંકાની મહિલા ટીમો વચ્ચે હાલમાં પાંચ મેચની T20 સિરીઝ ચાલી રહી છે. ટીમ ઈન્ડિયા હાલમાં સિરીઝમાં 4-0થી આગળ છે. આ પરિસ્થિતિમાં ટીમ ઈન્ડિયા અંતિમ મેચ જીતીને શ્રીલંકાને ક્લીન સ્વીપ કરવાનો ટાર્ગેટ રાખશે.


આ દરમિયાન શેફાલી વર્મા પાસે આ અંતિમ T20 મેચમાં એક ખાસ રેકોર્ડ બનાવવાની તક હશે. તે આ વર્ષે મહિલા T20 ઈન્ટરનેશનલ મેચોમાં પૂર્ણ-સભ્ય ટીમોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની શકે છે.

શેફાલી વર્માએ આ વર્ષે મહિલા T20માં 400થી વધુ રન બનાવ્યા

આ વર્ષે મહિલા T20 ઈન્ટરનેશનલ મેચોમાં ભારતની ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્માએ 9 મેચમાં 58.85ની એવરેજથી 412 રન બનાવ્યા છે. આ વર્ષે T20 ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ આયર્લેન્ડની ગેબી લુઈસના નામે છે. તેણે 13 મેચની 11 ઈનિંગમાં 50.44ની એવરેજથી 454 રન બનાવ્યા છે.

શેફાલીને તેને પાછળ છોડી દેવા માટે 43 રનની જરૂર છે. લિસ્ટમાં વેસ્ટ ઈન્ડીઝની હેલી મેથ્યુઝ બીજા નંબરે છે. તે 8 મેચમાં 411 રન બનાવવામાં સફળ રહી છે. આયર્લેન્ડની વિકેટકીપર-બેટ્સમેન એમી હન્ટર 14 મેચમાં 397 રન સાથે લિસ્ટમાં ચોથા નંબરે છે.

શેફાલી વર્માએ શ્રીલંકા સિરીઝમાં પણ કરી શાનદાર બેટિંગ

શ્રીલંકા સામે ચાલી રહેલી T20 સિરીઝમાં શેફાલી વર્માએ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. તે આ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. શેફાલી અત્યાર સુધી 4 મેચમાં 118 ની એવરેજ અને 185.83ના સ્ટ્રાઈક રેટથી 236 રન બનાવી શકી છે. આ સિરીઝમાં 200થી વધુ રન બનાવનારી તે એકમાત્ર મહિલા બેટ્સમેન છે. સ્મૃતિ મંધાના આ લિસ્ટમાં બીજા નંબરે છે, તેણે 4 મેચમાં 120 રન બનાવ્યા છે. બંને ખેલાડીઓ વચ્ચે 116 રનનો તફાવત છે.

ટીમ ઈન્ડિયાને બધી મેચોમાં એકતરફી જીત

ટીમ ઈન્ડિયાએ સિરીઝની ચારેય મેચમાં એકતરફી જીત નોંધાવી છે. પહેલી 2ે મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ પહેલી મેચ 8 વિકેટથી જીતી હતી, જ્યારે બીજી મેચમાં ભારતે શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું હતું. તિરુવનંતપુરમમાં રમાયેલી બે મેચની વાત કરીએ તો, ત્રીજી મેચમાં ભારતે શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું હતું, જ્યારે ચોથી મેચમાં ટીમ ઈન્ડિયાએ 30 રનથી જીત મેળવી હતી. ભારતીય ટીમ આ ગતિ જાળવી રાખવા અને અંતિમ મેચમાં જીત સાથે વર્ષનો અંત કરવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો: Shan Masoodએ બેવડી સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, તોડ્યો ઈન્ઝમામ ઉલ હકનો 33 વર્ષ જૂનો રેકોર્ડ



  • Follow us on: