IPL 2026ની  14 મેના રોજ ધર્મશાળામાં મુંબઇ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ ખૂબ રોમાંચક રહી. મુંબઈ ઈન્ડિયન્સે આ મેચમાં જબરજસ્ત પ્રદર્શન કરી પંજાબ કિંગ્સને હરાવ્યું. જેના બાદ આઈપીએલનો પોઈન્ટ ટેબલમાં પણ મોટો ઉલટફેર થયો. આ મેચમાં ભલે મુંબઇ ટીમની જીત થઈ હોય પરંતુ બેટિંગ કોચના કારણે ટીમ અત્યારે વિવાદમાં ફસાવી ગઈ છે. આઈપીએલમાં આ વખતે વિવાદનું કારણ કોઈ ખેલાડી નહીં, પરંતુ કોચ હતો, જેની સામે BCCI એ કડક પગલા લીધા. મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચ કિરોન પોલાર્ડને ચોથા અમ્પાયર પ્રત્યે અપશબ્દોનો ઉપયોગ કરવા પર  BCCIએ મોટો દંડ ફટકાર્યો.


મુંબઈ ઈન્ડિયન્સનું આઈપીએલમાં ખરાબ પ્રદર્શન

2026ની આઈપીએલ સિઝન મુંબઈ ઈન્ડિયન્સ માટે ખૂબ ખરાબ રહી. ટીમ તેના પ્રદર્શન અને અન્ય અનેક વિવાદોને કારણે સમાચારમાં રહી હતી. હવે, આ વિવાદમાં વધુ એક વિવાદ ઉમેરાયો છે, જેમાં ટીમના એક કોચ અમ્પાયર સાથે દુર્વ્યવહાર કરતા પકડાયા છે. આ ઘટના ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ દરમિયાન બની હતી, જેમાં મુંબઈએ છ વિકેટથી જીત મેળવી હતી. જોકે, મેચના ઉત્સાહ વચ્ચે, પોલાર્ડનો ગુસ્સે ભરાયેલો ક્ષણ હવે ચર્ચાનો વિષય બન્યો છે.

કિરોન પોલાર્ડનો દુર્વ્યવહાર, બીસીઆઈનો દંડ

પંજાબ કિગ્સ સાથેની મેચ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચ કિરોન પોલાર્ડ ચોથા અમ્પાયર પ્રત્યે અપશબ્દોનો ઉપયોગ કર્યો. કિરોન પોલાર્ડને ચોથા અમ્પાયર સામેના દુર્વ્યવહાર બદલ બીસીસીઆઈએ તેમને મેચ ફીના 15 ટકા દંડ ફટકાર્યો છે. શુક્રવારે સવારે જારી કરાયેલા એક નિવેદનમાં, IPL એ જણાવ્યું હતું કે પોલાર્ડને ખેલાડીઓ અને ટીમ અધિકારીઓ માટે આચારસંહિતાના લેવલ 1 ભંગ બદલ દોષિત ઠેરવવામાં આવ્યો છે, અને તેને દંડ અને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે.

બેટિંગ કોચે પોતાની ભૂલ સ્વીકારી

લીગે સ્પષ્ટતા કરી હતી કે પોલાર્ડે કલમ 2.3નું ઉલ્લંઘન કર્યું છે, જે મેચ દરમિયાન અપશબ્દોના ઉપયોગથી સંબંધિત છે. આ ઘટના બીજી ઇનિંગની 19મી ઓવરમાં બની હતી જ્યારે ચોથા અમ્પાયર સાથેનો તેમનો ઝઘડો રેખા ઓળંગી ગયો હતો. રાહતની વાત એ હતી કે પોલાર્ડે પોતાની ભૂલ સ્વીકારી અને મેચ રેફરી પંકજ ધર્માણી દ્વારા આપવામાં આવેલી સજા સ્વીકારી. પોલાર્ડનો આ પહેલો કેસ નથી - તે અગાઉ IPL આચારસંહિતા હેઠળ પકડાઈ ચૂક્યો છે.


આ પણ વાંચો : Manish Pandeyના શાનદાર કેચે દુનિયાને કર્યા સ્તબ્ધ, વિરાટ કોહલી પણ રહી ગયો દંગ

  • Follow us on: