ભારત અને નામિબિયા વચ્ચે T20 વર્લ્ડકપ 2026ની ગ્રુપ A મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. નામિબિયાના કેપ્ટન ગેરાર્ડ ઈરાસ્મસે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયાએ નામિબિયા સામેની મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં બે મોટા ફેરફારો કર્યા છે.
આ ફેરફારમાં ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માના સ્થાને સંજુ સેમસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જે છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતો. વધુમાં છેલ્લી મેચમાં શાનદાર બોલિંગ કરનાર મોહમ્મદ સિરાજ જસપ્રીત બુમરાહના પરત ફરવાથી બહાર થઈ ગયો છે.
સંજુ સેમસનને વર્લ્ડકપમાં રમવાની મળી પહેલી તક
T20 વર્લ્ડકપ શરૂ થતાં પહેલાં ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે પાંચ મેચની T20 સિરીઝ રમી હતી, જેમાં સંજુ સેમસનને બધી મેચોમાં અભિષેક શર્મા સાથે ઈનિંગ ઓપન કરવાની તક મળી હતી. પરંતુ સંજુ એક પણ મેચમાં પોતાની બેટિંગ કુશળતા દર્શાવી શક્યો ન હતો, જેના કારણે ઈશાન કિશનને તેની જગ્યાએ વર્લ્ડકપમાં ઈનિંગ ઓપન કરવાની તક મળી હતી.
આ દરમિયાન નામિબિયા સામેની મેચ માટે અભિષેક શર્મા સંપૂર્ણપણે ફિટ ન હોવાને કારણે સંજુ સેમસનને કરિયરમાં પહેલીવાર મેદાનમાં પરત ફરવા અને વર્લ્ડકપમાં મેચ રમવાની તક મળી. સંજુ સેમસન માટે પોતાને સાબિત કરવાની આ એક મોટી તક હશે અને બધા તેના પ્રદર્શન પર નજર રાખશે.
BCCIએ અભિષેકની ફિટનેસ અંગે અપડેટ આપ્યું
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા નામિબિયા સામેની મેચમાંથી બહાર થયા ગયા બાદ BCCIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેની ફિટનેસને લઈને અપડેટ પોસ્ટ કર્યું. BCCI એ જણાવ્યું કે અભિષેક શર્મા હજુ પણ તેની બીમારીમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે અને પસંદગી માટે ઉપલબ્ધ નથી. BCCIની મેડિકલ ટીમ તેની ફિટનેસ પર સતત નજર રાખી રહી છે.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
સંજુ સેમસન, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.
નામિબિયાની પ્લેઈંગ ઈલેવન
લોરેન સ્ટીનકેમ્પ, જાન ફ્રાયલિંક, જાન નિકોલ લોફ્ટી-ઈટન, ગેરહાર્ડ ઈરાસ્મસ (કેપ્ટન), જેજે સ્મિટ, ઝેન ગ્રીન (વિકેટકીપર), રુબેન ટ્રમ્પેલમેન, માલન ક્રૂગર, બર્નાર્ડ શોલ્ટ્ઝ, બેન શિકોંગો, મેક્સ હીંગો.
આ પણ વાંચો: Team Indiaનું વધ્યું ટેન્શન, જસપ્રીત બુમરાહના યોર્કર બોલથી ઈશાન કિશન થયો ઈજાગ્રસ્ત