દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન આશુતોષ શર્મા પણ વિજય હજારે ટુર્નામેન્ટમાં પોતાની શાનદાર બેટિંગથી ધૂમ મચાવી રહ્યો છે. રેલવે તરફથી રમતા આશુતોષે બેટિંગમાં ધમાલ મચાવી. સર્વિસિસ સામેની અંતિમ ઓવરમાં બેટિંગ કરવા આવતા આશુતોષે માત્ર 24 બોલમાં અડધી સદી ફટકારી હતી.
આશુતોષ ચોગ્ગા કરતાં વધુ છગ્ગા ફટકારતો હોય તેવું લાગ્યું, કુલ 5 મોટા છગ્ગા ફટકાર્યા. દિલ્હીએ ઓક્શન પહેલા આશુતોષને રિટેન કરવાનો નિર્ણય લીધો હતો. રેલ્વેએ એકતરફી મેચમાં સર્વિસિસને 84 રનથી હરાવ્યું.
આશુતોષે બેટથી ધૂમ મચાવી
4 વિકેટ પડ્યા પછી બેટિંગ કરવા આવતા આશુતોષ શર્માએ સર્વિસિસના બોલર્સને હેરાન કર્યા હતા. રાઈટ હેન્ડના બેટ્સમેને શરૂઆતથી જ ઝડપથી રન બનાવ્યા, માત્ર 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. 208 ના સ્ટ્રાઈક રેટથી રમતા આશુતોષે 50 રન બનાવ્યા. પોતાની ઈનિંગ દરમિયાન તેને 2 ચોગ્ગા ફટકાર્યા અને 5 વખત સિક્સ ફટકારી. અંતિમ ઓવરોમાં આશુતોષની વિસ્ફોટક બેટિંગથી રેલ્વેને કુલ 365 રન સુધી પહોંચવામાં મદદ મળી.
રવિ સિંહે પણ મચાવી ધૂમ
આશુતોષ સિવાય રવિ સિંહે પણ બેટિંગથી ધમાકેદાર પ્રદર્શન કર્યું. તેને 46 બોલમાં 88 રનની ધમાકેદાર ઈનિંગ રમી. આ ઈનિંગ દરમિયાન રવિએ 191ના સ્ટ્રાઈક રેટથી 6 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. પ્રથમ સિંહે પણ 81 બોલમાં 73 રન બનાવ્યા. રાજ ચૌધરીએ બોલિંગમાં માત્ર 27 રન આપીને 3 વિકેટ લીધી.
આ દરમિયાન ઝુબૈર અલી ખાને 2 વિકેટ લીધી. રેલવે તરફથી મળેલા 366 રનના ટાર્ગેટનો પીછો કરતા સર્વિસિસ 281 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. સર્વિસિસ તરફથી સાગર દહિયાએ 95 રનની ઈનિંગ રમી, પરંતુ તેને અન્ય બેટ્સમેનોનો સપોર્ટ મળ્યો નહીં.
આ પણ વાંચો: KKRના સ્ટાર બેટરે હોસ્પિટલમાંથી રજા મળતાની સાથે જ મેદાનમાં મચાવી ધૂમ, ટીમને અપાવી જીત