બાંગ્લાદેશી ક્રિકેટરો પર BCB ડિરેક્ટર નઝમુલ ઇસ્લામે વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી. જેના બાદ ક્રિકેટરો રોષે ભરાયા હતા અને બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)નો બહિષ્કાર કર્યો હતો. 15 જાન્યુઆરીના રોજ બાંગ્લાદેશી ક્રિકેટરોએ આક્રમક દેખાવ કરતા BCB ડિરેક્ટર નઝમુલ ઇસ્લામ સામે કાર્યવાહીની માગ કરી હતી. ક્રિકેટરો હડતાળ પર ઉતરી જતા આખરે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ઝૂકયું. અને મહત્વનો નિર્ણય લીધો હતો. જો કે BPL બોયકોટમાં આજે ફરી નવો ટ્વીસ્ટ આવ્યો છે.
BPL બોયકોટમાં નવો ટ્વીસ્ટ
બાંગ્લાદેશી ક્રિકેટરોએ BPL ના બહિષ્કાર અંગે નવી માંગણીઓ કરી છે. ક્રિકેટરોએ BPL બોયકોટ કર્યા બાદ BCBએ નઝમુલ ઇસ્લામને બોર્ડની ફાઇનાન્સ કમિટીના ચેરમેન પદ પરથી દૂર કર્યા હતા. આમ, છતાં ક્રિકેટરો હાલમાં મક્કમ છે અને BCB ડિરેક્ટર નઝમુલ ઇસ્લામ ખેલાડીઓ વિરુદ્ધ તેમની અપમાનજનક ટિપ્પણી બદલ જાહેરમાં માફી માંગશે તો જ તેમનો બહિષ્કાર સમાપ્ત કરશે. અને નઝમુલ ઇસ્લામને બોર્ડ ડિરેક્ટર તરીકે પણ દૂર કરવામાં આવી તેવી બોર્ડ સામે શરતો મૂકી છે. BCB તેમની આ શરતો મંજૂર રાખશે તો જ BPL બોયકોટનો અંત આવશે તેવી ખેલાડીઓએ શાબ્દિક ધમકી ઉચ્ચારી.
શું બાંગ્લાદેશ પ્રીમિયર લીગ ફરી શરૂ થશે
નઝમુલ ઇસ્લામની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ગુરુવારે સાંજે ક્રિકેટરોએ એક નિવેદન બહાર પાડ્યું હતું. જેના કારણે BPL અને ઢાકા ક્રિકેટ લીગની મેચો રદ થઈ હતી. ક્રિકેટર્સ વેલ્ફેર એસોસિએશન ઓફ બાંગ્લાદેશ (CWAB) ના વડા મોહમ્મદ મિથુન ખેલાડીઓ વતી વાટાઘાટોનું સંચાલન કરી રહ્યા છે. બાંગ્લાદેશી ખેલાડીઓની આ શરતો અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરી નથી. નઝમુલ ઇસ્લામ અને બાંગ્લાદેશી ખેલાડીઓ વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થતો નથી. ત્યારે આવી સ્થિતિમાં શું બાંગ્લાદેશ પ્રીમિયર લીગ ફરી શરૂ થશે.
BPL ફરી શરુ થશે, બોર્ડ આપી ખાતરી
ખેલાડીઓના નિર્ણય બાદ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટર્સ વેલ્ફેર એસોસિએશન ઓફ બાંગ્લાદેશ વચ્ચે ગુરુવારે મોડી રાત્રે એક બેઠક યોજાઈ હતી, જેમાં ખેલાડીઓ હડતાળ સમાપ્ત કરવા સંમત થયા હતા. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે નઝમુલ ઇસ્લામને ડિરેક્ટર પદેથી દૂર કર્યા અને માફી માંગવા માટે કહેવામાં આવ્યું છે, પરંતુ તેઓ અડગ રહ્યા છે. આ બાદ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ શુક્રવારે ફરી શરૂ થવાની ધારણા છે. CWAB પ્રમુખ મોહમ્મદ મિથુને કહ્યું, "ક્રિકેટના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને, અમે આવતીકાલે, શુક્રવારે ફરી શરૂ કરીશું.
આ પણ વાંચો : Team Indiaની વધી મુશ્કેલી, T20 વર્લ્ડકપ ટીમમાં થઈ શકે છે મોટો ફેરફાર