- ટ્રેન શરૂ થાય અને ઝડપ પકડે ત્યારે તેમાં બેઠેલા યાત્રીઓને વિરુદ્ધ દિશામાં ધક્કો લાગે છે. તેથી યોગ્ય બેઠકવ્યવસ્થા રાખવી પડે છે
પેન્ટોગ્રાફ અને ઇલેક્ટ્રિક વાયર વચ્ચેનું ઘર્ષણ ખૂબ જ ઓછું થઈ ગયું. આ બધા ફેરફાર કરવાને લીધે ટ્રેનની સ્પીડ 15 ટકા જેટલી વધી ગઈ અને 10 ટકા જેટલી ઇલેક્ટ્રિક સિટીમાં બચત થઈ. પક્ષીશાસ્ત્રીને તો હવે મજા પડી ગઈ. તેમણે પેંગ્વિનનું પણ નિરીક્ષણ કરીને જાણવા મળ્યું કે તેના મોઢાથી પેટનો ભાગ છે તે પણ ટ્રેનના પેન્ટોગ્રાફના વચ્ચેના ભાગ માટે યોગ્ય એરો ડાયનેમિક ધરાવે છે. તેમણે પેન્ટોગ્રાફની પણ સંપૂર્ણ નવી ડિઝાઈન બનાવી જે આકૃતિમાં બતાવેલી છે. આમ કરવાથી પેન્ટોગ્રાફનું હવા સાથેનું ઘર્ષણ ખૂબ જ ઓછું થઈ ગયું. તેનાથી ઉત્પન્ન થતો અવાજ પણ ઓછો થઈ ગયો. આમ, કિંગફિશર, પેંગ્વિન અને ઘુવડમાંથી પ્રેરણા લઈને બની શિન્કાસેન બુલેટ ટ્રેન. આ રીતે પ્રકૃતિમાં જોવા મળતી વ્યૂહરચનામાંથી શીખીને તેની નકલ કરીને બુલેટ ટ્રેનની ડિઝાઇન કરવામાં આવી.
આ બુલેટ ટ્રેનના એન્જિનમાં એક જ પાવરફુલ મોટરને બદલે ઘણીબધી નાની નાની મોટર સમગ્ર ટ્રેનના જુદા જુદા ડબ્બાઓમાં ગોઠવેલી છે. તેમાં 56 ઇલેક્ટ્રિક મોટર અને 75 ટેસ્લા રોડસ્ટરનો ઉપયોગ કરેલો છે. તમને જણાવી દઈએ કે ટેસ્લાની રોડસ્ટર ઇલેક્ટ્રિક કાર એ દુનિયાની સૌથી ઝડપથી દોડતી કાર છે. તેનું પિકઅપ અને પરફોર્મન્સ ખૂબ જ જોરદાર છે. બે સ્પ્રિંગ લોડેડ આર્મ છે, જેને પેન્ટોગ્રાફ કહે છે. તે ઈલેક્ટ્રિક થાંભલાઓ સાથે જોડાયેલા વાયરમાંથી 25,000 વૉટ આ ઈલેક્ટ્રિક મોટરને આપે છે. તેના કારણે આ બધી મોટર 1800 આર.પી.એમ.ની ઝડપથી ફરે છે. તે 700 ટન જેટલું વજન ખેંચી શકે છે.
1300 પેસેન્જર ધરાવતી આ બુલેટ ટ્રેન જ્યારે પોતાની યાત્રા પૂરી કરે અને બીજી યાત્રા શરૂ કરે તેની વચ્ચે 12 મિનિટનો સમયગાળો હોય છે. આમાં સાત મિનિટમાં ટ્રેનની સફાઈ થઈ જાય છે. આ સાત મિનિટમાં ટ્રેનની દરેક બેઠકની દિશા બદલવાની, સફાઈ કરવાની, નૅપ્કિન બદલવાનું કામ 60 કર્મચારીઓ કરે છે. ટ્રેન જે દિશામાં જવાની હોય એ દિશામાં બેઠકવ્યવસ્થા રાખવી પડે છે, કારણ કે જ્યારે ટ્રેન શરૂ થાય અને ઝડપ પકડે ત્યારે તેમાં બેઠેલા યાત્રીઓને વિરુદ્ધ દિશામાં ધક્કો લાગે છે. જો યોગ્ય બેઠકવ્યવસ્થા ન રાખેલી હોય તો પડી જવાની શક્યતાઓ હોય છે. નવી યાત્રા કરવા માટે યાત્રીઓને બેસવા માટે ત્રણ મિનિટનો સમય આપવામાં આવે છે. ટોકિયો સ્ટેશન પરથી આવી એંસી બુલેટ ટ્રેન દરરોજ પસાર થાય છે.
જાપાનની દરેક વસ્તુઓની જેમ તેને ખૂબ જ નામના મળી. દેશવિદેશના લોકો તેમાં સફર કરવાનાં સપનાં સેવવા માંડ્યા. ઘણાબધા દેશોએ પણ બુલેટ ટ્રેનના ઓર્ડર પણ આપવા માંડ્યા. તેમાંનો એક દેશ ભારત પણ છે. નજીકના ભવિષ્યમાં આપણે પણ તેની મજા માણી શકીશું.