લીલા ધાણા રસોઈમાં સ્વાદ અને સુગંધ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે.દાળ, શાક, કઢી અને ચટણીમાં ધાણાનો ઉપયોગ કરવામાં આવે છે.
જોકે, ઘણીવાર ફ્રિજમાં રાખેલા લીલા ધાણા થોડા જ દિવસોમાં પીળા પડી જાય છે.વધુ પડતા ભેજને કારણે ધાણા ઝડપથી સડી જાય છે અને તેમની તાજગી પણ ઓછી થઈ જાય છે.
સૌથી પહેલાં બજારમાંથી લાવેલા ધાણામાંથી પીળાં અને સડેલાં પાન અલગ કરી લો.ધાણાના મૂળમાં રહેલી વધારાની માટી અને ગંદકી પણ દૂર કરો.
હવે એક સ્વચ્છ અને સૂકા કાગળમાં ધાણાને હળવેથી લપેટી દો.ત્યારબાદ તેને હવાચુસ્ત ડબ્બામાં મૂકી ફ્રિજમાં રાખો.
આ રીતે ધાણા લાંબા સમય સુધી લીલા અને તાજા રહેવામાં મદદ મળે છે. ધાણા રાખવા માટે હંમેશાં સૂકો અને સાફ ડબ્બો પસંદ કરો.
ધાણાને ફ્રિજના શાકભાજી રાખવાના ખાનામાં મૂકવા વધુ અનુકૂળ રહે છે.
આ નાની-નાની ટિપ્સ અપનાવીને તમે ધાણાની તાજગી જાળવી શકો છો અને વારંવાર ધાણા ખરીદવાની ઝંઝટ પણ ઘટાડી શકો છો.