જમવાનું બનાવ્યા પછી કેટલા કલાકમાં ફ્રિજમાં રાખવું જોઈએ?

credits: meta ai

આજકાલ મોટાભાગના ઘરોમાં વધેલું જમવાનું ફ્રિજમાં રાખવાની આદત હોય છે. પરંતુ જમવાનું બનાવ્યા પછી તેને કેટલા સમય બાદ ફ્રિજમાં રાખવું જોઈએ તે જાણવું ખૂબ જરૂરી છે

ખોરાકને લાંબા સમય સુધી બહાર રાખવાથી તેમાં હાનિકારક બેક્ટેરિયા ઝડપથી વધી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, રાંધેલા ખોરાકને રૂમના તાપમાને વધુ સમય સુધી રાખવો જોઈએ નહીં.

સામાન્ય રીતે જમવાનું બનાવ્યાના બે કલાકની અંદર તેને ફ્રિજમાં મૂકી દેવું જોઈએ. જો બહારનું તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસથી વધારે હોય તો એક કલાકની અંદર ખોરાક ફ્રિજમાં રાખવો જોઈએ.

ખાસ કરીને ઉનાળામાં આ બાબતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જમવાનું સંપૂર્ણ ઠંડું થાય ત્યાં સુધી કલાકો સુધી બહાર રાખવાની ભૂલ ન કરવી.

ગરમ ખોરાકને પણ યોગ્ય રીતે નાના અને છીછરા વાસણોમાં ભરીને ફ્રિજમાં મૂકી શકાય છે.મોટા વાસણમાં ગરમ ખોરાક રાખવાથી તેને ઠંડો થવામાં વધુ સમય લાગી શકે છે.

ફ્રિજનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી ઓછું રાખવું જોઈએ.દાળ, શાક, ભાત અને અન્ય રાંધેલી વાનગીઓને ઢાંકણવાળા વાસણમાં રાખવી જોઈએ.

More Web Stories

આખરે કેસર આટલું મોંઘું કેમ? જાણો કેમ સોનાના ભાવે વેચાયશિયાળામાં કયા પાણીથી સ્નાન કરવું જોઈએ ઠંડુ કે ગરમશિયાળામાં કાકડીનું સેવન કરો છો? તો ખાસ જાણો આ વાતદિવસમાં 1 લાખ વાર ધબકતું હૃદય એટેક પહેલા આપે છે 1 ખાસ સંકેતView All