શિયાળાની ઋતુ શરૂ થતાં જ ઘણા લોકોની ભૂખમાં વધારો થવા લાગે છે.ઉનાળાની સરખામણીએ ઠંડીની ઋતુમાં વારંવાર કંઈક ખાવાની ઇચ્છા થાય છે.
શિયાળામાં ભૂખ વધવા પાછળ શરીરની કુદરતી પ્રક્રિયાઓ જવાબદાર હોઈ શકે છે. ઠંડા વાતાવરણમાં શરીરને પોતાનું તાપમાન જાળવી રાખવા માટે વધુ ઊર્જાની જરૂર પડી શકે છે.
આ કારણે શરીરમાં કેલરીની જરૂરિયાત વધી શકે છે અને ભૂખનો અનુભવ થાય છે.ઠંડીમાં ગરમાગરમ ચા, કોફી, સૂપ અને નાસ્તો ખાવાનું મન વધારે થાય છે.
આ ઋતુમાં ગાજરનો હલવો, ગોળ, તલની ચીક્કી અને વિવિધ મીઠાઈઓનું સેવન પણ વધી જાય છે.
જોકે, વારંવાર ભૂખ લાગવી એટલે હંમેશાં શરીરને વધુ ખોરાકની જરૂર છે એવું નથી.ક્યારેક ઓછું પાણી પીવાને કારણે પણ ભૂખ લાગતી હોય તેવી લાગણી થઈ શકે છે.
શિયાળામાં લોકો ઘણીવાર પાણી પીવાનું પ્રમાણ ઘટાડી દે છે.શરીરમાં પાણીની અછત ન સર્જાય તે માટે નિયમિત પાણી પીવું જરૂરી છે.