સ્વાદમાં જબરદસ્ત અને ગરમીનું બેસ્ટ નેચરલ ડ્રિંક

credits: Meta AI

આ કાળઝાળ ગરમીમાં લૂ અને પેટની ગરમીથી બચવા માટે ફાલસાનું શરબત એક ઉત્તમ નેચરલ ડ્રિંક છે.

વિટામિન C અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર આ શરબત શરીરને અંદરથી ઠંડક આપે છે અને ઇમ્યુનિટી વધારે છે.

ફાલસામાં રહેલા પોષક તત્વો પેટની ગરમી શાંત કરે છે અને એસિડિટી, અપચો કે ગેસ જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.

ઉનાળામાં થતા થાક અને સુસ્તીને દૂર કરીને આ નેચરલ ડ્રિંક શરીરને તરત જ હાઇડ્રેટ અને એક્ટિવ રાખે છે.

આ શરબત બનાવવા માટે 500 ગ્રામ તાજા ફાલસા, 100 ગ્રામ ખાંડ અથવા સાકર, અને ઠંડું પાણી જોઈશે.

સ્વાદ વધારવા માટે સંચળ (કાળું મીઠું), સાદું મીઠું, અડધી ચમચી શેકેલું જીરું પાવડર અને ફુદીનાના પાન જોઈશે.

એક વાસણમાં ફાલસા, ખાંડ અને બંને પ્રકારના મીઠા ઉમેરીને હાથથી બરાબર મસળી લો.

હવે આ મિશ્રણને ગરણીમાં લઈને મસળતા રહો અને વચ્ચે-વચ્ચે ઠંડું પાણી ઉમેરીને આખો રસ કાઢી લો.

એક ગ્લાસમાં બરફના ટુકડા નાખો, તેમાં તૈયાર કરેલું ફાલસાનું શરબત રેડો અને ફુદીનાથી સજાવીને ઠંડું-ઠંડું સર્વ કરો.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ શરબત શરીરને અંદરથી ઠંડક આપે છે અને લૂ (Heatstroke) લાગવાથી બચાવે છે.

More Web Stories

જમ્યા પછી તરત જ ચા પીવાની આદત સારી કે ખરાબ, શું કહે છે નિષ્ણાત૩૫ વર્ષ બાદ મહિલાઓમાં હાડકાં નબળા થવાનું આ છે કારણચોમાસામાં રાયતુ ખાવુ કેટલુ યોગ્ય?ભૂખ્યા પેટે વર્ક આઉટ કરવુ જોઇએ કે નહી ?View All