કોથમીર અને ફુદીનો કેવી રીતે રાખશો તાજો?

credits: Meta AI

કોથમીર અને ફુદીનો ખરીદ્યાના થોડા જ દિવસોમાં મુરઝાઈ કે બગડી જાય છે. તે ભારતીય રસોઈનો મહત્વનો ભાગ છે, જે વાનગીઓનો સ્વાદ અને સુગંધ વધારે છે.

વધુ પડતો ભેજ, ખોટી સ્ટોરેજ રીત અને હવાના સંપર્કથી તે જલ્દી બગડે છે.

સ્ટોર કરતા પહેલાં ખરાબ, સડેલા કે પીળા પાનને તરત જ અલગ કરી લો.

જો પાનને ધોવો છો, તો પહેલાં તેને પંખા નીચે બરાબર અને સારી રીતે સૂકવી લો.

પાનને પેપર ટૉવેલમાં હળવા હાથે લપેટીને એરટાઈટ ડબ્બા કે ઝિપ-લોક બેગમાં રાખો.

ડાળીઓને થોડા પાણી ભરેલા ગ્લાસમાં રાખીને ઉપરથી પ્લાસ્ટિક બેગ ઢીલી ઢાંકી દો.

ડબ્બાની અંદર ભેજ જમા ન થાય તે માટે સમયાંતરે પેપર ટૉવેલ બદલતા રહો.

કોથમીર-ફુદીનાને ક્યારેય ભીના ડાયરેક્ટ ફ્રિજમાં કે બંધ પ્લાસ્ટિક બેગમાં ન મૂકો.

જો પાન કાળા, પીળા, ચીકણા પડી જાય કે દુર્ગંધ આવે તો સમજો કે તે ખરાબ થઈ ગયા છે.

More Web Stories

કિંમત લાખો રૂપિયા! આ છે વિશ્વની સૌથી મોંઘી ચોકલેટબાળકોના પેટની સમસ્યાનો રામબાણ ઇલાજ, આ 7 ફાઈબરયુક્ત ખોરાકહાથ-પગ અને પેટ પર ઝડપથી વધી રહી છે ચરબી, 'સ્લીપ ડેબ્ટ' સહિત આ નવા કારણોએ વધારી મુશ્કેલીપંપકીન સિડ્સ કેટલા ખાવા અને ક્યારે ખાવા? જાણો ફાયદાView All