કિંમત લાખો રૂપિયા! આ છે વિશ્વની સૌથી મોંઘી ચોકલેટ
જો તમે ચોકલેટના શોખીન છો, તો લાખોની કિમંતની આ લક્ઝરી ચોકલેટ્સ વિશે જાણવું રસપ્રદ રહેશે.
ડેબૌવ અને ગેલેઇસ લે લિવ્રે તેની પ્રીમિયમ ગુણવત્તા અને ભવ્ય પેકેજિંગ માટે જાણીતું છે
ફ્રોઝન હૌટ ચોકલેટને વિશ્વની સૌથી મોંઘી ચોકલેટ માનવામાં આવે છે, જેની કિંમત લાખો રૂપિયા છે.
લા મેડલાઇન ઓ ટ્રુફની એક ચોકલેટની કિંમત પણ હજારો રૂપિયા છે.
તોઆક ચોકલેટ દુર્લભ કોકો બીન્સમાંથી બનાવવામાં આવે છે અને તેનો સ્વાદ ખૂબ જ ખાસ માનવામાં આવે છે.
અમેદેઈ પોર્સેલાના અને ગોડિવા જી કલેક્શનને પણ વિશ્વની સૌથી વૈભવી ચોકલેટમાં ગણવામાં આવે છે.
પેચી, નોકા વિન્ટેજ કલેક્શન અને ડેલાફી ગોલ્ડ ચોકલેટ્સની કિંમત પણ નિયમિત ચોકલેટ કરતા અનેક ગણી વધારે છે.