કયા ફૂડ કોલેજન વધારશે, વધતી ઉંમરે ત્વચામાં આવશે યુવાની
વધતી ઉંમરે ત્વચામાં પડતી કરચલી દૂર કરવા રોજિંદા આહારમાં તમે આ બેસ્ટ કોલેજન ફૂડ સામેલ કરો
સંતરા, મોસંબી, લીંબુ, આમળા જેવા ખાટા ફળોમાં ભરપૂર માત્રામાં વિટામિન C હોય છે, જે કોલેજન બનાવવા માટે સૌથી મહત્વપૂર્ણ ઘટક છે.
પાલક, બ્રોકોલી જેવા લીલા શાકભાજીમાં વિટામિન C, એન્ટીઑક્સિડન્ટ્સ અને ક્લોરોફિલથી સમૃદ્ધ છે, જે ત્વચામાં કોલેજનનું પ્રમાણ વધારે છે.
ચણા, મગ, રાજમા જેવા પ્રોટીન અને પ્રોલાઇન (Proline) નામના એમિનો એસિડથી ભરપૂર હોય છે, જે કોલેજન ઉત્પાદન માટે જરૂરી બિલ્ડિંગ બ્લોક છે.
ટમેટાં અને શિમલા મરચાંમાં લાયકોપીન અને વિટામિન C હોય છે, જે કોલેજનને તૂટતું અટકાવે છે અને ત્વચાને સુરક્ષિત રાખે છે.
ચિયા સીડ્સ, સૂરજમુખીના બીજમાં ઝીંક અને ક copper (કોપર) જેવા મિનરલ્સ હોય છે, જે શરીરમાં કોલેજન સંશ્લેષણને ઉત્તેજિત કરે છે.
રોજિંદા આહારમાં બેલન્સ ડાયટ અને પૂરતું પાણી પણ જરૂરી છે, જે શરીરમાં કોલેજન પ્રોસેસ ઝડપી બને છે અને ત્વચાની લવચીકતા જળવાઈ રહે છે.