જાપાનના હોન્શૂ ટાપુ પર ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ફુડાઈથી આશરે 50 કિમી દૂર નોંધાયું હતું, જેના કારણે જાપાનના પૂર્વ કિનારાના વિસ્તારોમાં ધરા ધ્રૂજી ઉઠી હતી. આ કુદરતી આપત્તિને પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે, સત્તાવાળાઓ દ્વારા હાલ પૂરતી સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.


જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી

જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકાઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો.રવિવારે વહેલી સવારે ઉત્તર જાપાનના ઈવાતે પ્રાંતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 6.1ની તીવ્રતાનો વધુ એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. રાહતની વાત એ છે કે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી અને કોઈ સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી નથી.પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં જાપાનના વિવિધ ભાગોમાં એક પછી એક આવેલા ભૂકંપોએ લોકો અને સરકાર બંનેની ચિંતા વધારી દીધી છે.

4 દિવસમાં 3 મોટા અને શક્તિશાળી ભૂકંપ

જાપાનની હવામાન એજન્સી (JMA) અનુસાર, રવિવારે આવેલા આ ભૂકંપના આંચકા સ્થાનિક સમય મુજબ સવારે 5:21 વાગ્યે અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમીનથી લગભગ 40 કિમીની ઊંડાઈએ હતું.જાપાનના પેમાના પર તેની તીવ્રતા આમોરી પ્રાંતના હાચિનોહે શહેરમાં 5 નોંધાઈ હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો છેલ્લા 3-4 દિવસમાં 3 મોટા અને શક્તિશાળી ભૂકંપ આવી ચૂક્યા છે. પ્રથમ મોટો ભૂકંપ 7.2ની તીવ્રતા સાથે ગુરુવારે (25 જૂન) ઉત્તર જાપાનના ઈવાતે પ્રાંત પાસે આવ્યો હતો. બીજો મોટો ભૂકંપ 5.6ની તીવ્રતા સાથે શુક્રવારે (26 જૂન) રાત્રે ટોક્યો અને માઉન્ટ ફૂજી પાસેના યામાનાશી પ્રાંતમાં આવ્યો હતો, જેના કારણે ઘણી જગ્યાએ નુકસાન પણ થયું હતું. 

ટોક્યોમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો

ત્રીજો મોટો ભૂકંપ 6.1ની તીવ્રતા સાથે રવિવારે (28 જૂન) વહેલી સવારે ફરી એકવાર ઈવાતે પ્રાંતના દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળ્યો હતો.થોડા દિવસો પહેલા ઉત્તર જાપાનમાં 7.2ની તીવ્રતાનો એક મોટો ભૂકંપ આવ્યો હતો. JMA એ અગાઉ જ ચેતવણી આપી હતી કે આગામી ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી 6ની તીવ્રતા સુધીના આફ્ટરશોક્સ (ભૂકંપ પછીના આંચકા) આવી શકે છે. અધિકારીઓએ લોકોને સતત અધિકૃત અપડેટ્સ પર નજર રાખવા અને સતર્ક રહેવાની અપીલ કરી છે. આ પહેલા શુક્રવારે રાત્રે પણ યામાનાશી અને તેની આસપાસના વિસ્તારો સહિત ટોક્યોમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

આ પણ વાંચોઃ Pakistan : કરાચીમાં રેન્જર્સ હેડક્વાર્ટરની પાસે થયો બ્લાસ્ટ, ગોળીબારી પણ કરાઈ



  • Follow us on: