ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી સંભવિત ડીલની ચર્ચાઓ વચ્ચે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક ખૂબ જ મહત્વનું અને મોટું નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે પશ્ચિમ એશિયાની સ્થિતિ અને અમેરિકાની વિદેશ નીતિને લઈને ખુલ્લીને વાત કરી છે, જેણે વૈશ્વિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.


નેતન્યાહૂથી નારાજ નથી, પણ બેરૂત હુમલો પસંદ ન આવ્યો

ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂથી બિલકુલ નિરાશ નથી. જોકે, તેમણે ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહી પર ટિપ્પણી કરતા કહ્યું કે, મેં ઇઝરાયેલને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે મને લેબનોનની રાજધાની બેરૂત પર તેમનો હુમલો જરાય પસંદ આવ્યો નથી.

"મારા વિના ઇઝરાયેલ ન હોત"

ઇઝરાયેલ પ્રત્યે પોતાનું સમર્થન દર્શાવતા ટ્રમ્પે મોટો દાવો કર્યો હતો કે, "જો હું ન હોત તો આજે ઇઝરાયેલનું કોઈ અસ્તિત્વ જ ન હોત." પોતાના કાર્યકાળ દરમિયાન ઇઝરાયેલના પક્ષમાં લીધેલા નિર્ણયોને યાદ કરતા તેમણે આ વાત કહી હતી.

રેજીમ ચેન્જ (સત્તા પલટો) પર ટ્રમ્પનો મોટો કટાક્ષ

વિદેશી દેશોમાં સત્તા પલટો કરવાના અમેરિકાના જૂના વલણ પર પ્રહાર કરતા ટ્રમ્પે કહ્યું કે, "હું કોઈ પણ દેશમાં સત્તા બદલવા (રેજીમ ચેન્જ)ની નીતિમાં વિશ્વાસ નથી રાખતો. મેં વર્ષોથી દુનિયાભરમાં સત્તા બદલાતી જોઈ છે, અને આવા પ્રયાસો ક્યારેય સફળ થતા નથી." તેમણે ઉમેર્યું કે, કોઈપણ દેશમાં પરિવર્તન કુદરતી રીતે, પોતાની મેળે જ આવવું જોઈએ, બહારના દબાણથી નહીં.

ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મધ્ય-પૂર્વમાં તણાવ ચરમસીમા પર છે અને અમેરિકાની આગામી વિદેશ નીતિ પર આખી દુનિયાની નજર ટકેલી છે.

આ પણ વાંચો:Iran US Deal: ઐતિહાસિક કરારના પ્રસ્તાવમાં 14 આકરી શરત, જાણો શેનો છે ઉલ્લેખ?

  • Follow us on: