રિપોર્ટ પ્રમાણે, અમેરિકા દ્વારા કરવામાં આવેલા યુદ્ધવિરામ છતા ઇઝરાયલ અત્યાર સુધી ગાઝામાં 394 હુમલો કરી ચૂક્યો છે, જેમાં 300થી વધારે લોકો માર્યા ગયા અને આશરે 700થી વધારે લોકો ઘાયલ થયા છે.ઇઝરાયલી ડિફેન્સ ફોર્સે શનિવારે હમાસ ઠેકાણામાં હવાઇ હુમલા કરવામાં આવ્યા છે. જેમાં 24 લોકોના મોત નીપજ્યા છે અને 54 લોકો ઘાયલ થયેલા.ગાઝા સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યુ કે મૃતકોએ અનેક મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.
હમાસનો ઇઝરાયલ પર આરોપ
ઇઝરાયલી સેનાએ દાવો કર્યો કે આ હુમલાઓ તેનો જવાબ છે જે હમાસ લડવૈયાઓએ યુદ્ધવિરામ છતાં ઇઝરાઇલ–નિયંત્રિત વિસ્તારમાં ઘુસીને સૈનિકો પર ગોળીબારી કરીને કર્યો હતો. સેનાએ આ ઘટનાને સીઝફાયરની ગંભીર ઉલ્લંઘના તરીકે વર્ણવી. પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે કહ્યું કે કાર્યવાહી દરમિયાન હમાસના પાંચ વરિષ્ઠ સભ્યો માર્યા ગયા, જ્યારે હમાસે આરોપ લગાવ્યો છે કે ઇઝરાયલ બહાનાં બનાવીને યુદ્ધ ફરી શરૂ કરવા માંગે છે.
અત્યાર સુધીમાં ગાઝામાં કરી ચૂક્યુ છે 394 હુમલા
અહેવાલ મુજબ, અમેરિકા દ્વારા કરાયેલા યુદ્ધવિરામ છતાં ઇઝરાયલ અત્યાર સુધીમાં ગાઝામાં 394 હુમલા કરી ચૂક્યું છે, જેમાં 300થી વધુ લોકો માર્યા ગયા અને અંદાજે 700થી વધુ ઘાયલ થયા. તે પહેલાં બુધવારે પણ આઈડીએફે ગાઝામાં હુમલા કરીને 25 લોકોની હત્યા કરી હતી, જ્યારે ઇઝરાયલે દાવો કર્યો હતો કે હમાસે યુદ્ધવિરામનો ભંગ કર્યો છે.
અનેક હુમલા, ઘણા વિસ્તારો તબાહ
ગાઝાના અનેક વિસ્તારો પર સતત થતા હુમલાઓએ આખા વાતાવરણમાં દહેશત ફેલાવી દીધી છે. ગાઝા સિટીના રિમાલ વિસ્તારમાં એક વાહનને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલામાં 11 લોકોના મોત થયા, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. શિફા હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ઘાયલોમાં મોટી સંખ્યામાં બાળકો સામેલ છે. સાથે જ, અલ-અવદા હોસ્પિટલની નજીક એક મકાન પર કરવામાં આવેલા હુમલામાં 3 લોકોનાં મોત થયા અને 11 ઘાયલ થયા. નુસેરાત કેમ્પમાં એક ઘર પર થયેલા હુમલામાં સાત લોકોનાં મોત થયા, જેમાં એક બાળક પણ સામેલ હતું. ડેર અલ-બલાહમાં એક અન્ય રહેણાંક મકાનને નિશાન બનાવવાથી ત્રણ લોકોનાં મોત થયા, જેમાં એક મહિલા પણ હતી.
આ પણ વાંચો ઃ રવિન્દ્રનને 1.07 અબજ ડોલર ચૂકવવા US કોર્ટનો ડિફોલ્ટ ચુકાદો