ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વૈશ્વિક તણાવની વચ્ચે લોકો આ મુસ્લિમ બહુલ રાષ્ટ્રની સામાજિક અને સાંસ્કૃતિક સ્થિતિ વિશે જાણવા ઉત્સુક બન્યા છે. ઈરાનની ઓળખ અને સંસ્કૃતિનો મુખ્ય આધાર ઈસ્લામ છે, પરંતુ શું તમે જાણો છો કે આ કટ્ટર ઇસ્લામિક દેશમાં કેટલા હિન્દુઓ રહે છે અને તેમની સ્થિતિ કેવી છે? તાજેતરના જનસાंख्यિકીય અંદાજો અને સંશોધન અહેવાલોમાં ઈરાનની કુલ વસ્તી અને ત્યાં વસતા લઘુમતી હિન્દુ સમુદાય અંગે રસપ્રદ વિગતો સામે આવી છે.


ઈરાનમાં હિન્દુઓનો વસવાટ

રિપોર્ટ અનુસાર, ઈરાનમાં અંદાજે 20,000 થી 40,000 જેટલા હિન્દુઓ વસવાટ કરે છે. જો કે આ આંકડો સાંભળવામાં મોટો લાગી શકે છે, પરંતુ ઈરાનની અંદાજે 9.5 કરોડ (95 મિલિયન)ની કુલ વસ્તીની સરખામણીમાં હિન્દુઓની વસ્તી માત્ર 0.01 ટકા કરતાં પણ ઓછી છે. ઈરાનની લગભગ 99 ટકા વસ્તી ઇસ્લામ ધર્મ પાળે છે, જેમાં 89 ટકા શિયા મુસ્લિમો અને 10 ટકા સુન્ની મુસ્લિમો છે. આ વિશાળ વસ્તી વચ્ચે હિન્દુ, ખ્રિસ્તી, યહૂદી અને પારસી જેવા ધાર્મિક લઘુમતીઓ ખૂબ જ નાનો હિસ્સો ધરાવે છે.

દરેક હિન્દુ પરિવાર છે આર્થિક રીતે સદ્ધર

ઈરાનમાં વસતા મોટાભાગના હિન્દુઓ મૂળ ભારતમાંથી ગયેલા સ્થળાંતરિતો (પ્રવાસીઓ) છે. આ સમુદાયમાં મુખ્યત્વે મોટા વેપારીઓ, બિઝનેસ ઓનર્સ, એન્જિનિયરો અને વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા વ્યાવસાયિકો (પ્રોફેશનલ્સ) સામેલ છે. ભારતીય સમુદાયના આ લોકો મોટે ભાગે ઈરાનના મોટા શહેરી કેન્દ્રો જેવા કે પાટનગર તેહરાન, બંદર અબ્બાસ અને ઇસ્ફહાનમાં સ્થાયી થયા છે અને ત્યાં આર્થિક રીતે સદ્ધર જીવન જીવી રહ્યા છે.

ઈરાનમાં હિન્દુઓનો ઈતિહાસ 

ઈરાનમાં હિન્દુઓની હાજરી પાછળ એક સમૃદ્ધ ઈતિહાસ છુપાયેલો છે, જે પ્રાચીન ભારત અને ઈરાન વચ્ચેના વ્યાપારી સંબંધોને જોડે છે. 19મી અને 20મી સદીની શરૂઆતમાં, ગુજરાત અને સિંધ પ્રાંતના અનેક વેપારીઓ વેપાર અર્થે ઈરાનના દરિયાકાંઠાના શહેરોમાં આવ્યા હતા અને ખાસ કરીને 'બંદર અબ્બાસ' શહેરમાં સ્થાયી થયા હતા. વસ્તી ઓછી હોવા છતાં, ઈરાન કેટલાક મોટા અને ઐતિહાસિક હિન્દુ ધાર્મિક સ્થળોનું ઘર છે. બંદર અબ્બાસમાં 1892માં બનેલું ઐતિહાસિક વિષ્ણુ મંદિર સમગ્ર દેશમાં ભારતીય સમુદાયની સદીઓ જૂની ઉપસ્થિતિનું પ્રતીક છે. આ સિવાય તેહરાનમાં શ્રી વેંકટેશ્વર મંદિર પણ આવેલું છે.

ઈરાનમાં વસતો હિન્દુ સમુદાય પોતાની સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓ સાથે મજબૂતીથી જોડાયેલો છે. અહીંના હિન્દુઓ દિવાળી, હોળી જેવા પરંપરાગત તહેવારો ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. સુરક્ષા અને નિયમોને ધ્યાનમાં રાખીને, આ તહેવારો મોટે ભાગે ખાનગી ઘરોમાં, સામુદાયિક હોલમાં અથવા ભારતીય રાજદ્વારી મિશન (એમ્બેસી)ના સહયોગ અને સમર્થનથી મનાવવામાં આવે છે, જે ભારત અને ઈરાન વચ્ચેના સાંસ્કૃતિક સેતુને જીવંત રાખે છે.

આ પણ વાંચો:Chinaના સીતાફળ પ્રેમે વધારી તાઇવાનની ટેન્શન, જાણો શું છે ડર


  • Follow us on: