મધ્યપૂર્વમાં વધતા તણાવ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે વિશ્વના અનેક દેશો પર ગંભીર અસર પડી રહી છે. તેથી પ્રભાવિત દેશોએ આ મહત્વપૂર્ણ જળમાર્ગને ફરીથી ખુલ્લો કરાવવા માટે પોતાના જહાજ મોકલવા જોઈએ.
ટ્રમ્પે જણાવ્યું કે જો આ જળમાર્ગ લાંબા સમય સુધી બંધ રહેશે તો વૈશ્વિક વેપાર અને ઊર્જા સપ્લાય પર મોટો પ્રભાવ પડશે. ખાસ કરીને તેલ અને ગેસની અવર-જવર માટે હોર્મુઝ સ્ટ્રેટ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.













