2025ના ઉનાળામાં અમેરિકા ખાતે આવેલા ફોર્ટ બ્રેગ (હવે ફોર્ટ લિબર્ટી) ખાતે એક વિશેષ સૈન્ય કવાયત યોજાઈ હતી, જે અંગે હવે મોટા ખુલાસા થવા લાગ્યા છે. વિવિધ અહેવાલો અનુસાર, આ કવાયતનો હેતુ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડવા માટેની સંભવિત ખાસ કામગીરીની રિહર્સલ કરવાનો હતો.
એલિટ યુનિટ્સ સામેલ
દાવા મુજબ, આ કવાયત દરમિયાન યુએસ સ્પેશિયલ ઓપરેશન્સ કમાન્ડ (SOCOM) અને ડેલ્ટા ફોર્સ (CAG) જેવી એલિટ યુનિટ્સ સામેલ હતી. બે MH-47G ચિનૂક હેલિકોપ્ટર દ્વારા કમાન્ડોને છત પર ઉતારવામાં આવ્યા હતા, જ્યારે AH-64 અપાચે ગનશીપ હેલિકોપ્ટરોએ હવાઈ સુરક્ષા પૂરી પાડી હતી. સમગ્ર ઓપરેશન રાત્રિના અંધકારમાં કરવામાં આવ્યું હતું, જેથી વાસ્તવિક યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જી શકાય.
MH-47Gની ખાસિયત
MH-47G ચિનૂક હેલિકોપ્ટર ખાસ દળો માટે બનાવવામાં આવ્યા છે. તેઓ લો-લેવલ ફ્લાઇટ, નાઇટ વિઝન અને લાંબી રેન્જ ક્ષમતાઓ ધરાવે છે. અપાચે ગનશીપ્સ દુશ્મનના સંભવિત હુમલાને દબાવવા માટે હેલફાયર મિસાઇલ અને 30 મિમી ગનથી સજ્જ હોય છે. ગ્રાઉન્ડ સપોર્ટ માટે GMV (Ground Mobility Vehicle) નો ઉપયોગ થયો હોવાનું પણ કહેવામાં આવે છે. આ હળવા પરંતુ ઝડપી વાહનો શહેરી તેમજ ઑફ-રોડ ઓપરેશન્સ માટે ખાસ દળોને મોટી મદદ પૂરી પાડે છે.
“ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ”
કેટલાક દાવાઓ મુજબ, અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ કવાયત જાતે આંખોની સામે નિહાળી હતી. ઉદ્દેશ માત્ર તાલીમનો જ નહોતો, પરંતુ સૈન્યની ક્ષમતાઓનું પ્રદર્શન કરીને ભવિષ્યના ઓપરેશન માટે રાજકીય મંજૂરી મેળવવાનો પણ હતો. આ અહેવાલોમાં એવું પણ કહેવામાં આવે છે કે જાન્યુઆરી 2026માં થયેલ કહેવાતા “ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ” માટે આ કવાયત આધાર બની. જોકે, આ બાબતે કોઈ સત્તાવાર આંતરરાષ્ટ્રીય પુષ્ટિ ઉપલબ્ધ નથી.
આ પણ વાંચો : World News : ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો 'નવા ટેરિફથી અમેરિકાને 600 બિલિયન ડૉલરની આવક થઈ'.