આજના બપોરના 3 વાગ્યા સુધીના તમામ મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઈરાને ગયા અઠવાડિયે ઈઝરાયેલ પર સેંકડો મિસાઈલો અને ડ્રોન વડે હુમલો કર્યો હતો. આ સિવાયના સમાચારમા IPL 2024માં ભારતીય ખેલાડીઓ આ દિવસોમાં તરખાટ મચાવી રહ્યા છે. અન્ય સમાચારમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. સાત તબક્કાની સામાન્ય ચૂંટણી માટે 19 એપ્રિલથી મતદાન શરૂ થશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર પર એક નજર.
Iran Israel Clash: ઈરાનના હુમલા સામે સાઉદી-જૉર્ડન આવ્યા ઇઝરાયલની મદદે
ઈરાને ગયા અઠવાડિયે ઈઝરાયેલ પર સેંકડો મિસાઈલો અને ડ્રોન વડે હુમલો કર્યો હતો. ઈઝરાયેલ આ મિસાઈલોને રોકવામાં સફળ રહ્યું હતું, પરંતુ હવે આ અંગે એક મોટો ખુલાસો થયો છે. વાસ્તવમાં 13 એપ્રિલે ઈરાને પહેલીવાર ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો કર્યો હતો, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે પાડોશી દેશો સાઉદી અરેબિયા અને જોર્ડને પણ ઈરાનની મિસાઈલોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
T20 WC 2024: ટીમ ઈન્ડિયાની પરફેક્ટ ઓપનિંગ જોડી નક્કી,સિલેક્ટર્સની મહોર બાકી
IPL 2024માં ભારતીય ખેલાડીઓ આ દિવસોમાં તરંગો મચાવી રહ્યા છે, આ સિઝનમાં તમામ ખેલાડીઓ માટે સારું પ્રદર્શન કરવું ખૂબ જ જરૂરી છે. IPL 2024 દરમિયાન જ T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે અને કેટલાક ખેલાડીઓનું એક જૂથ આ ટૂર્નામેન્ટ દરમિયાન જ વર્લ્ડ કપ માટે રવાના થશે.
Loksabha Election 2024: કટોકટીમાં બંધારણને રદ,તોડવા મરોડવાનું કામ કર્યુ,વિપક્ષ પર વરસ્યા PM
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. સાત તબક્કાની સામાન્ય ચૂંટણી માટે 19 એપ્રિલથી મતદાન શરૂ થશે. જેને જોતા રાજકીય પક્ષોએ તૈયારીઓ કરી લીધી છે. નેતાઓના પક્ષ બદલવાથી લઈને રાજકીય નિવેદનો સુધીનો સિલસિલો ચાલુ રહે છે.
Breaking news : શ્રીનગરમાં જેલમ નદીમાં શાળાના બાળકોને લઈ જતી હોડી પલટી
જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં જેલમ નદીમાં બોટ પલટી જતાં મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કેટલાક લોકો ગુમ થયાના સમાચાર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે શહેરની બહારની બાજુમાં આવેલી જેલમ નદીમાં એક હોડી પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ગુમ થયાની આશંકા છે.
Bihar News: પટનામાં ગમખ્વાર અકસ્માત, રિક્ષાએ JCBને ટક્કર મારતા 7ના મોત
દેશમાં રોજબરોજ અકસ્માતની ઘટનાઓ વધતી જાય છે. ક્યારેક ઓવર સ્પીડના ચક્કરમાં તો ક્યારેક તેજ રફતારને કારણે અકસ્માતના બનાવો બને છે. ત્યારે બિહારના પટનામાં ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.
ટોચના ડેટા સાયન્ટિસ્ટ મેળવે છે વાર્ષિક દોઢ કરોડ રૂપિયા સુધીનો પગાર
ડેટા સાયન્સમાં કરિયર ખૂબ જ લોભામણી અને સાર્થક ભલે લાગતી હોય પણ ડેટા સાયન્સ કે પછી એનાલિટિક્સની કરિયરનો માર્ગ એટલો સરળ નથી. અન્ય નોકરીઓથી વિપરીતપણે ડેટા સાયન્સ પ્રોફેશનલ બનવા માટે તમારે તેમાં ટેક્નીકલ બેચલર નોકરી કે માસ્ટર્સ ડિગ્રી મેળવવાની હોતી નથી. તમારામાં તે માટેની સ્કીલ હોય અને અનુભવ હોય તો એટલું પૂરતું છે.
Loksabha Election: ભાજપે અહંકારથી સમાજમાં ભાગલા પાડવાનું કામ કર્યું: શકિતસિંહ ગોહિલ
પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજની નારાજગી પર શકિતસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમાં ગુનો કર્યા પછી અહંકારથી માફીનું નાટક કરે તો કોઈપણ સમાજ માફ ન કરે, કોઈપણ રાજા મહારાજાએ રોટી બેટીનો વ્યવહાર નહોતો કર્યો, પહેલા ક્ષત્રિય સમાજનું અને પછી દલિત સમાજનું અપમાન કર્યું છે.
Baba Ramdev:ભ્રામક જાહેરાત મામલે બાબા રામદેવને રાહત નહી,પતંજલિએ SCમાં ફરી માંગી માફી
ભ્રામક જાહેરાત મામલે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. બાબા રામદેવ અને બાલકૃષ્ણ ત્રીજી વખત જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમાનતુલ્લાની બેંચ સમક્ષ હાજર થયા હતા.
'અમારો પરિવાર ઊંડા આઘાતમાં...', સલમાન ખાનના ઘરે ફાયરિંગને લઈ ભાઈ અરબાઝનું નિવેદન
સલમાન ખાનના ઘરની બહાર ગોળીઓ ચલાવવામાં આવી અને ત્યાર બાદ ફરી ધમકી મળી હતી. આ ઘટનાએ જ્યાં ખાન પરિવાર અને ફેન્સને ચોંકાવી દીધા હતા ત્યાં ઘણા લોકોને વાત કરવાનો મોકો મળ્યો હતો.
Ayodhya Ram Mandir: રામલલ્લાના જન્મદિવસની તડામાર તૈયારીઓ, ઝગમગી ઉઠ્યુ મંદિર પરિસર,જુઓ VIDEO
અયોધ્યા રામમંદિરમાં આ વર્ષે પહેલીવાર ભગવાન રામ પોતાનો જન્મ દિવસ મંદિરમાં ઉજવશે. આ દરમિયાન પ્રભુ શ્રીરામના કપાળમાં સૂર્ય તિલક થશે. ત્યારે આ અનેરા અવસર પર અયોધ્યાવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રી રામના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે.










