આજના બપોરના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલને મોટી રાહત મળી છે. તેમના પર બે વોટર આઈડી કાર્ડ હોવાનો આરોપ છે. આ સિવાય મુકેશ અંબાણીને ધમકી આપવાના કિસ્સામાં ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. તો સાથે જ વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ મુશ્કેલીમાં જોવા મળી રહ્યું છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.



વધુ વાંચોઃ  જમ્મુમાં આર્મી કેમ્પ હુમલાના માસ્ટરમાઇન્ડનો મળી આવ્યો મૃતદેહ

મળતી માહિતી મુજબ 2018માં જમ્મુમાં આર્મી કેમ્પ પર થયેલા હુમલાનો માસ્ટર માઇન્ડ પીઓકેમાં તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. મૃતકની ઓળખ ખ્વાજા શાહિદ તરીકે થઈ છે.

વધુ વાંચોઃ કેજરીવાલના પત્નીને દિલ્હી હાઇકોર્ટથી મોટી રાહત, બે Voter ID રાખવાનો છે મામલો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલને મોટી રાહત મળી છે. તેમના પર બે વોટર આઈડી કાર્ડ હોવાનો આરોપ છે. આ કેસમાં ટ્રાયલ કોર્ટે સુનીતાને સમન્સ જારી કર્યા હતા. 

વધુ વાંચોઃ વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ મુશ્કેલીમાં, સરકારે કરી મોટી કાર્યવાહી

વર્લ્ડકપ 2023માં ભારતના હાથે શ્રીલંકાની 302 રને હાર બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં ખળભળાટ મચી ગયો હતો. એક અહેવાલ મુજબ મામલો એટલો વધી ગયો કે સરકારે સોમવારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડને બરતરફ કરી દીધું છે. 

વધુ વાંચોઃ પૂરુ નહીં થાય વર્લ્ડકપનું સપનું?લીગ સ્ટેજમાં ટોપ પર રહેવું ભારત માટે અશુભ

ટીમ ઈન્ડિયાએ 2023 ODI વર્લ્ડ કપમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. ભારતે તેની તમામ મેચ એકતરફી જીતી છે. 

વધુ વાંચોઃ ભ્રષ્ટાચારની હદ, દુકાન માટે રાતો રાત બની ગયુ ગુમસ્તા ધારા સર્ટીફિકેટ

વડોદરાની ડભોઇ નગરપાલિકામાં કૌભાંડ સામે આવ્યું છે. જેમાં દુકાન માટે ગુમસ્તા ધારા સર્ટીફિકેટ રાતો રાત બનાવ્યું હતુ. શનિવારે શીલ કરાયેલ દુકાનનું સર્ટીફિકેટ બની ગયું છે. 

વધુ વાંચોઃ અમદાવાદની આ રેસ્ટોરન્ટ આપે છે વેજ ઓર્ડરમાં નોનવેજ ખાવાનું

અમદાવાદની જાણીતી રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી છે. જેમાં વેજ ખાવાના ઓર્ડરમાં નોનવેજ ખાવાનું આપ્યું છે. તેમાં ટોમેટોસ રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી સામે આવતા ગ્રાહકોમાં આક્રોસ જોવા મળ્યો છે. 

વધુ વાંચોઃ વાહ તાજ ! નહી ક્યાં છે તાજ? તાજમહેલની ઝાંખી પણ જોવી મુશ્કેલ

શિયાળાના આગમન પહેલા વાયુ પ્રદૂષણનો વ્યાપ માત્ર દિલ્હી એનસીઆર પૂરતો મર્યાદિત નથી. મુંબઈ કે હવે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં પણ પ્રદૂષણે પોતાનો આતંક બતાવવાનું શરૂ કરી દીધું છે.

વધુ વાંચોઃ વિરાટ કોહલી અને જાડેજાને મળી ખાસ ભેટ, ડ્રેસિંગ રૂમનો વીડિયો થયો વાયરલ

વર્લ્ડકપ 2023ની 37મી મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 5 ઓક્ટોબરે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 243 રનથી શાનદાર જીત મેળવી હતી. 

વધુ વાંચોઃ કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ 'સ્વસ્તિક' પર વિવાદ છેડ્યો,હિંદુઓના પ્રતીક સામે ષડયંત્ર કેમ?

જસ્ટિન ટ્રુડો ફરી એકવાર ચર્ચામાં છે અને હવે નવો વિવાદ 'સ્વસ્તિક' પર છેડ્યો છે. સામાજિક પ્લેટફોર્મ પર કેનેડાની સરકાર લાખો હિન્દુઓના આસ્થાના પ્રતીક પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહી છે

વધુ વાંચોઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી કેસમાં ગુજરાત કનેક્શન

મુકેશ અંબાણીને ધમકી કેસમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. જેમાં કલોલમાંથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તેમાં પોલીસ કર્મચારીના પુત્રની પોલીસે ધરપકડ કરી છે.


  • Follow us on: