આજના મહત્તવના સમાચાર વિશે વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં દિગ્ગજ આદિવાસી નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાયા છે. UPA સરકારમાં નારણ રાઠવા કેન્દ્રીય મંત્રી રહી ચૂકયા છે. અન્ય સમાચારમાં અનુરાગ ઠાકુરે યુવાઓ મતદાન કરવા પ્રેરાય તે માટે મેરા પહેલા વોટ દેશ કે લિયે ટાઇટલ થાય થીમ સોન્ગ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય પીએમ મોદીએ ગગનયાન મિશનના ચાર અવકાશયાત્રીઓને એસ્ટ્રોનોટ વિંગ પહેરાવીને દુનિયા સમક્ષ જાહેર કર્યા છે.
ગગનયાન મિશનના 4 અવકાશયાત્રીના નામ જાહેર, PM મોદીએ આ રીતે કર્યુ સન્માન
પીએમ મોદીએ ગગનયાન મિશનના ચાર અવકાશયાત્રીઓને એસ્ટ્રોનોટ વિંગ પહેરાવીને દુનિયા સમક્ષ જાહેર કર્યા છે. તેમના નામ ગ્રુપ કેપ્ટન પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા છે. પીએમ મોદીએ આ ચારને દુનિયા સમક્ષ રજૂ કર્યા. તેઓ ભારતીય વાયુસેનાના ટેસ્ટ પાઈલટ છે.
હુ કોઇના અંતરઆત્મા અંગે જાણતો નથી: અખિલેશ યાદવ
રાજ્યસભાની ચૂંટણી વચ્ચે ઉત્તર પ્રદેશમાં વિવાદ ગરમાયો છે. સમાજવાદી પાર્ટીમાં ધારાસભ્યોના પક્ષ બદલવાનો તબક્કો ચાલુ છે. ભારતીય જનતા પાર્ટીના આઠમા ઉમેદવાર સંજય સેઠ અને સમાજવાદી પાર્ટીના ત્રીજા ઉમેદવાર આલોક રંજન વચ્ચે રાજ્યસભાની દસમી બેઠક માટે મતદાન થઈ રહ્યું છે.
'મેરા પહેલા વોટ દેશ કે લિયે' અનુરાગ ઠાકુરે શેર કર્યુ થીમ સૉન્ગ
લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદીએ યુવાઓ ઉત્સાહપૂર્વક ભાગીદાર બને તે માટે મન કી બાત કાર્યક્રમમાં આહ્વાન કર્યુ હતું. જે બાદ યુવાઓ મતદાન કરવા પ્રેરાય તે માટે મેરા પહેલા વોટ દેશ કે લિયે ટાઇટલ થાય થીમ સોન્ગ જાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટમાં ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટના 30 સ્થળોએ દરોડા, ટોચના બિલ્ડર ગ્રુપ પર નિશાનો
રાજકોટ આવકવેરા ઈન્કમટેકસ વિંગ દ્વારા આજે સવારથી ટોચના બિલ્ડર ગ્રુપોને નિશાન બનાવીને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ-સૌરાષ્ટ્રનો સૌપ્રથમ 40 માળનો બિલ્ડીંગ પ્રોજેકટ જાહેર કરનારા અને ટુંકા ગાળામાં 3 મોટા પ્રોજેકટ બનાવનારા લાડાણી એસોસીએટસના દિલીપ લાડાણી ઝપટે ચડી ગયા હતા.
2047માં ભારત આવવા વિઝા લેવાની લાઇન લાગશે: અમિત શાહ
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જેમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યુ છે. તેમાં કલોલમાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું લોકાપર્ણ કર્યું છે. આઘુનિક સુવિધાથી સજ્જ મેડિકલ કોલેજનું 150 કરોડના ખર્ચે નિર્માણ થયું છે. આ મેડિકલ કોલેજનું ખાતમૂહુર્ત પણ અમિત શાહે જ કર્યું હતું. 30 વર્ષ પહેલાં સ્વામિનારાયણ વિશ્વમંગલ ગરુકુળની સ્થાપના થઇ હતી.
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, દિગ્ગજ આદિવાસી નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાયા
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં દિગ્ગજ આદિવાસી નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાયા છે. નારણ રાઠવા અને સંગ્રામ રાઠવા ભાજપમાં જોડાયા છે. UPA સરકારમાં નારણ રાઠવા કેન્દ્રીય મંત્રી રહી ચૂકયા છે.
માલદીવ સાથે ચાલી રહેલા રાજદ્વારી તણાવ વચ્ચે ભારતને મોટી રાજદ્વારી જીત
માલદીવના સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સ્વાસ્થ્ય સુવિધાઓના હેતુ માટે ભારત દ્વારા માલદીવને આપવામાં આવેલા હેલિકોપ્ટરને ચલાવવા માટે ભારતીય નાગરિકોનું એક જૂથ માલદીવ આવી રહ્યું છે. માલદીવમાં ભારતીય નાગરિકોની હાજરી મહત્વપૂર્ણ છે, કારણકે હિંદ મહાસાગરમાં સ્થિત માલદીવ ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે.
પાકિસ્તાનના પહેલા મહિલા મુખ્યમંત્રી મરિયમ નવાઝે લીધા શપથ
પાકિસ્તાનના પંજાબ વિધાનસભાગૃહમાં વોટિંગ થયું, જેમાં મરિયમ નવાઝનો વિજય થયો.મરિયમને 220 ધારાસભ્યોનું સમર્થન મળ્યું,જ્યારે SIC ઉમેદવાર રાણા આફતાબ, જેમણે ગૃહનો બહિષ્કાર કર્યો હતો, તેમને એક પણ મત મળ્યો ન હતો.શપથ સમારોહ પછી લગભગ દોઢ કલાકના ભાષણ દરમિયાન મરિયમે કહ્યું- હું ઈચ્છું છું કે વિપક્ષ પણ આ લોકતાંત્રિક પ્રક્રિયાનો ભાગ બને.
WFIનો મોટો નિર્ણય, બજરંગ, વિનેશ અને સાક્ષીને ઓલિમ્પિક ક્વોલિફાયર ટ્રાયલ્સ માટે બોલાવ્યા
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)એ વિરોધ કરી રહેલા કુસ્તીબાજો બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને નિવૃત્ત ઓલિમ્પિક મેડલિસ્ટ સાક્ષી મલિકને કિર્ગિસ્તાનમાં યોજાનારી એશિયાની બે ટોચની ટુર્નામેન્ટ અને પેરિસ ઓલિમ્પિક ક્વોલિફાયર માટે માર્ચમાં યોજાનારી રાષ્ટ્રીય ટ્રાયલ્સમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું. અગાઉ, જ્યારે વિશ્વ કુસ્તીની સર્વોચ્ચ સંસ્થા યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે WFI પરથી સસ્પેન્શન હટાવી લીધું હતું, ત્યારે પણ પૂર્વ રાષ્ટ્રીય મહાસંઘના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સામે ભેદભાવપૂર્ણ વલણ ન અપનાવવાની શરત મૂકી હતી.
અનુષ્કા-અકાયને છોડીને વામિકા સાથે લંચ પર પહોંચ્યો કોહલી, ફોટો થયો વાયરલ
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 15 ફેબ્રુઆરીએ પોતાના બીજા બાળક અકાયનું વેલકમ કર્યું. તેઓએ તેમના ઈન્સ્ટાગ્રામ પર તેની જાણકારી આપી અને સાથે લિટલ ચેમ્પિયનનું નામ અકાય રાખ્યું હોવાનું પણ જણાવ્યું છે. ત્યારથી કપલ લંડનમાં જ સમય વીતાવી રહ્યું છે. હાલમાં સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી અને તેની દીકરી વામિકાનો લંડનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. તેમાં વામિકા પિતા સાથે લંચ કરતી જોવા મળી રહી છે.










