આજનું સંદેશમાં વાંચો દેશ-વિદેશ-ગુજરાતના મહત્ત્વના સમાચાર

વધુ વાંચો: શહેરના 48 વોર્ડમાં વેજિટેબલ માર્કેટ અને હોર્ડિંગ્સ વધારવા એસ્ટેટ-TDOને આદેશ

અમદાવાદ મ્યુનિ. કમિશનરે કોઈ પણ સંજોગોમાં 48 વોર્ડમાં વેજિટેબલ માર્કેટ ઊભા કરી દેવા સૂચના આપી હતી, જેની સામે અત્યાર સુધીમાં માત્ર 8થી 10 વેજિટેબલ માર્કેટ ઊભા થાય છે.

વધુ વાંચો: રાજ્યમાં અકસ્માતના જુદા જુદા ત્રણ બનાવમાં 9નાં મોત, 12ને ગંભીર ઈજા

રાજ્યમાં આજે અકસ્માતના જુદા જુદા ત્રણ બનાવમાં 9 વ્યક્તિના મોત નીપજ્યા હતા. જ્યારે 12 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. વટામણ ભાવનગર હાઈવે પર ધોળકા તાલુકાના ભોળાદ ગામના પાટીયા નજીક આજે વહેલી સવારે છ વાગ્યાના સુમારે વટામણ બાજુથી પીપળી તરફ્ જતી ટ્રક મારુતિ સુઝુકી આર્ટિગા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 

વધુ વાંચો: ભાજપનું 5 વર્ષ વિનામૂલ્યે રાશન-વીજળી, ખેડૂતોને પેન્શનનું વચન

લોકસભા ચૂંટણી અનુસંધાને ભાજપે આજે પોતાનું સંકલ્પપત્ર જારી કર્યું હતું. સંકલ્પપત્ર જારી કરવા માટે ભાજપે બાબાસાહેબ આંબેડકરના જન્મ દિવસ પર પસંદગી ઉતારી હતી. દિલ્હીના ભાજપ મુખ્યાલયે સંકલ્પપત્ર જારી થયું ત્યારે સંકલ્પપત્ર તૈયાર કરવા રચાયેલી સમિતિના અધ્યક્ષ રાજનાથસિંહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે વિરોધપક્ષે કહ્યું છે કે કેન્દ્ર સરકારની વિદાયનું આ ઘોષણાપત્ર છે. સંકલ્પપત્રને 'ભાજપકા સંકલ્પ- મોદીકી ગેરંટી' જેવુંનામ આપવામાં આવ્યું છે.

વધુ વાંચો: ભારત-સિંગાપોર જ્યુડિ. કોન્ફરન્સમાં CJI ચંદ્રચૂડે AIના લાભાલાભ જણાવ્યા

ભારતના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે ભારત અને સિંગાપુર જ્યુડિશિયલ કોન્ફરન્સમાં ટેક્નોલોજીના ઉપયોગ અંગેનો પોતાનો મત પ્રકટ કર્યો હતો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને જરૂરી ગણાવી હતી.

વધુ વાંચો: ગરમ પ્રદેશોમાં રહેતા દર્દીઓની કિડની ઝડપથી નબળી થઇ રહી છે

ગરમ પ્રદેશોમાં વસવાટ કરતાં દર્દીઓની કીડની ઝડપથી ખરાબ થઇ રહી છે. ક્રોનિક કીડની ડિઝીઝ(સીકેડી)થી પિડીત દર્દી કે જે અન્ય પ્રદેશોની સરખામણીએ ખુબ જ ગરમ પ્રદેશમાં રહેવા મજબૂર હોય છે તેવા દર્દીની કીડનીની કાર્યક્ષમતામાં આઠ ટકાનો વધારાનો ઘટાડો નોંધાયો હતો. 

વધુ વાંચો: શાહી પરિવારની ધમકી, મોદી ફરી PM બનશે તો આગ લાગશે : વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મધ્યપ્રદેશ ચૂંટણી પ્રચાર અર્થે પહોંચ્યા હતા. હોશંગાબાદ લોકસભા મતવિસ્તારના પિપરિયા ખાતે ચૂંટણી રેલીને સંબોધતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દેશના ઇતિહાસનો આજે ખૂબ મોટો દિવસ છે. 

વધુ વાંચો: રેકોર્ડ પ્રેક્ષકોની હાજરીમાં મેસ્સીના ગોલના જોરે ઇન્ટર મિયામીની સ્પોર્ટિંગ કેન્સાસઃસિટી સામે જીત

એરોહેડ સ્ટેડિયમમાં 72,610 ખેલપ્રેમીઓની હાજરીમાં રમાયેલી મેચમાં ઇન્ટર મિયામીએ સ્પોર્ટિંગ કેન્સાસ સિટીને 3-2થી પરાજય આપીને આગેકૂચ કરી હતી. મેચમાં લિયોનેલ મેસ્સીએ શાનદાર પ્રદર્શન કર્યુ હતું. 

વધુ વાંચો: બંધ મિલો સહિતના એકમો જૂની ફોર્મ્યુલા હેઠળ હોવાથી 900 કરોડનો ટેક્સ વસૂલી શકાતો

મ્યુનિ. દ્વારા 2001થી પ્રોપર્ટી ટેક્સ માટે નવી ફોર્મ્યુલા અમલમાં મૂકાઈ હતી. આ ફોર્મ્યુલા હેઠળ અંદાજે રૂ. 900 કરોડથી વધુ રકમનો પ્રોપર્ટી ટેક્સ વિવિધ કારણોસર વસૂલ કરાતો નથી અને જૂની ટેક્સ ફોર્મ્યુલા હેઠળ બંધ મિલો સહિત એકમો, પક્ષકારોનો કરોડોના ટેક્સની રકમ પણ વસૂલ થઈ શકતી નથી. 

 

  • Follow us on: