વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ બાદ મોડી રાત્રે જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા થઈ હતી. આ સંદર્ભે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વ્યાસ ભોંયરામાં મોડી રાત્રે પૂજા કરતાં હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
હેમંત સોરેન પર સકંજો કસાયો, આજે જેલમાં રાત વિતાવશે કોર્ટે
હેમંત સોરેનની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સોરનેની જમીન કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. હેમંત સોરેને તેમની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા ચંપાઈ સોરેનને રાજ્યના નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે. ચંપાઈ રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો. તેમણે 43 ધારાસભ્યોના સમર્થનનો પત્ર રાજ્યપાલને સુપરત કર્યો છે.
બજેટ-2024 માં ક્યાં મંત્રાલયને કેટલી ફાળવણી કરવામાં આવી?
નાણાકીય વર્ષ-2024 નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વચગાળાનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ મંત્રાલયો માટે વિવિધ જોગવાઈ કરવામાં આવી છે. આ બજેટમાં આવકવેરામાં કોઈ રાહત આપવામાં આવી નથી પરંતુ અન્ય ક્ષેત્રોમાં કેટલીક જાહેરાતો કરવામાં આવી છે. જેની સાથે જ વડાપ્રધાને વિકસિત ભારતનું બજેટ ગણાવ્યું છે.
બજેટમાં PM કિસાન યોજનાની રકમ નથી વધી, ખેડૂતો માટે બજેટમાં શું?
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 01લી ફેબ્રુઆરી, ગુરુવારેના રોજ મોદી સરકારના બીજા કાર્યકાળના છેલ્લા અને પૂર્ણ સમયના મહિલા નાણાં પ્રધાન તરીકે તેમનું છઠ્ઠું બજેટ રજૂ કર્યું. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં તેમના બજેટ ભાષણની શરૂઆત મોદી સરકારની છેલ્લા 10 વર્ષની ઉપલબ્ધિઓની યાદ કરાવીને કરી હતી.
CSKના માલિક એન શ્રીનિવાસનના ઘરે EDના દરોડા, સર્ચ ચાલુ
ભારતીય ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCCI)ના પૂર્વ પ્રમુખ એન શ્રીનિવાસનની મુશ્કેલીઓ હવે વધી રહી છે. ગુરુવારે EDએ એન શ્રીનિવાસનની અનેક કંપનીઓ પર દરોડા પાડ્યા હતા. EDએ એન શ્રીનિવાસનની ચેન્નાઈ સ્થિત ઈન્ડિયા સિમેન્ટ કંપનીના પરિસરમાં દરોડા પાડ્યા. ભ્રષ્ટાચારના આરોપોને કારણે EDએ ઈન્ડિયા સિમેન્ટ કંપની પર દરોડા પાડ્યા હતા. BCCIના પૂર્વ પ્રમુખ એન શ્રીનિવાસન ઈન્ડિયા સિમેન્ટ કંપનીના એમડી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટને વધાવ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટને વધાવ્યું છે. જેમાં જણાવ્યું છે કે નાગરિકોની આશા-આકાંક્ષાની પૂર્તિ કરનારૂ બજેટ છે. સમાજના દરેક વર્ગ માટેનું બજેટ છે. વિકસિત ભારતના વિઝનને વેગ મળશે. રૂરલ હાઉસિંગમાં 2 કરોડ ઘરનો નિર્ણય આવકારદાયક છે. સોલર રૂપટોપ યોજનાથી ગુજરાતને ફાયદો થશે.
રાજકોટ માટે અમદાવાદ એરપોર્ટથી GSRTCની વોલ્વો બસ શરૂ થશે
રાજકોટવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદ એરપોર્ટથી GSRTCની વોલ્વો બસ શરૂ થશે. રાજકોટના મુસાફરો ઓછી કિંમતે મુસાફરી કરી શકશે. 5 ફેબ્રુઆરીથી GSRTCની વોલ્વો બસની સુવિધા શરુ થશે.
રાજ્યમાં ફરી એકવાર લસણ અને લીંબુના ભાવ આસમાને
રાજ્યમાં ફરી એકવાર લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. જેમાં લસણના ભાવમાં કમરતોડ વધારો થયો છે. અચાનક અમદાવાદમાં પ્રતિ કિલો લસણનો ભાવ રૂ. 400 થયો છે. લસણનો જૂનો ભાવ કિલોએ 100 હતો. ત્યારે વેપારીએ જણાવ્યું છે કે 15થી 20 દિવસ સુધી લસણના ભાવમાં રાહત નહી.
રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર, સરકાર ટેકાના ભાવે તુવેર-ચણા-રાયડો ખરીદશે
રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં સરકાર ટેકાના ભાવે તુવેર, ચણા, રાયડો ખરીદશે. તેમાં 5થી 29 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન નોંધણી કરાશે. ઈ-ગ્રામ કેન્દ્રોથી ઓનલાઈન નોંધણી થશે. તુવેર પ્રતિ ક્વિન્ટલના 7000, ચણાના રૂ. 5540 મળશે. રાયડો પ્રતિ ક્વિન્ટલ રુ. 5650ના ભાવે ખરીદાશે. વર્ષ 2023-24 માટે રાજય સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે.
અમેરિકાએ H-1B, EB-5 અને L-1 વિઝા ફીમાં આટલો કર્યો વધારો, જાણો
જગત જમાદાર અમેરિકાએ નોન-ઇમિગ્રન્ટ વિઝાની વિવિધ શ્રેણીઓમાં ભારે ફી વધારાની જાહેરાત કરી છે. તેમાં ભારતીયોમાં લોકપ્રિય H-1B, EB-5 અને L-1 વિઝાનો સમાવેશ થાય છે. ફી વધારો 1 એપ્રિલથી લાગુ થશે. ગુરુવારે પ્રસિદ્ધ કરેલ નોટિફિકેશન પ્રમાણે ફેડરલ નોટિફિકેશન મુજબ, H-1B વિઝા એપ્લિકેશન ફી હવે $460 ને બદલે $780 ખર્ચશે. એ જ રીતે, H-1B નોંધણી ફી $10 થી વધારીને $215 કરવામાં આવી છે, પરંતુ આ આવતા વર્ષથી લાગુ થશે.