આજના સાંજના 6 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચારની વાત કરીએ બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને આ સાથે રાજ્યમાં 17 મહિના જૂની મહાગઠબંધન સરકારનો અંત આવ્યો છે. નીતીશ કુમાર સાંજે 5 વાગ્યે 9મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. અન્ય સમાચારમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો પડ્યો છે. જેમાં અમદાવાદ જિલ્લાના 2 હોદ્દેદારોએ રાજીનામું આપ્યું છે. આ સિવાયના સમાચારમાં
બિહારમાં 9મી વખત નીતીશ કુમારની સરકાર સાથે બે ડેપ્યુટી સીએમએ લીધા
બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને આ સાથે રાજ્યમાં 17 મહિના જૂની મહાગઠબંધન સરકારનો અંત આવ્યો છે. રાજીનામું આપ્યા બાદ તેમણે NDA ધારાસભ્ય દળની બેઠકમાં હાજરી આપી હતી જ્યાં તેઓ નેતા તરીકે ચૂંટાયા હતાં. આ પછી નીતિશ કુમાર ફરી રાજ્યપાલ પાસે પહોંચ્યાં અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. નીતીશ કુમાર સાંજે 5 વાગ્યે 9મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ ચૂક્યાં છે. દ્વારકામાં ગોમતી નદી અંદર ઉંટ સવારી કરતા નજરે પડ્યા છે. જેમાં જોખમી ઉંટ સવારી કરતા સહલાણીનો વીડિયો વાયરલ થયો છે.
જાણો કોણ છે નીતીશ કેબિનેટમાં ડે.સીએમ બનનાર સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા
બિહારમાં નવી એનડીએ ગઠબંધન સરકારનો શપથ ગ્રહણ સમારોહ આજે એટલે કે રવિવારે સાંજે યોજાશે. આ દરમિયાન ભાજપના નેતા સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. હવે રાજ્યમાં ભાજપ પાસે બે નાયબ મુખ્યમંત્રી હશે. બિહાર ભાજપના પ્રમુખ સમ્રાટ ચૌધરી અને બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય સિન્હાના નામ ફાઈનલ થઈ ગયા છે.
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, અમદાવાદ જિલ્લાના 2 હોદ્દેદારોએ આપ્યું રાજીનામું
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો પડ્યો છે. જેમાં અમદાવાદ જિલ્લાના 2 હોદ્દેદારોએ રાજીનામું આપ્યું છે. તેમા બાવળા APMC ચેરમેન બળવંત ગઢવીએ રાજીનામું આપ્યુ છે. OBC સેલના ચેરમેન ઘનશ્યામ ગઢવીએ રાજીનામું આપ્યું છે.
મહિલાએ વિદેશી ફ્રુટ અને શાકભાજી ઉગાડી લાખો રૂપિયાની કમાણી કરી
આજના સમયમાં લોકો કમાવવા માટે વિદેશ જઈ રહ્યા છે. ત્યારે ભુજ તાલુકાના બળદિયા ગામના રમીલાબેન વેકરીયા લંડન છોડી ગામડે ખેતી કરી રહ્યા છે. મહિલાએ પોતાની વાડીમાં વિદેશી ફ્રુટસ અને શાકભાજી ઉગાડી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
દ્વારકામાં ગોમતી નદી અંદર જોખમી ઉંટ સવારી કરતા લોકો નજરે પડ્યા
દ્વારકામાં ગોમતી નદી અંદર ઉંટ સવારી કરતા નજરે પડ્યા છે. જેમાં જોખમી ઉંટ સવારી કરતા સહલાણીનો વીડિયો વાયરલ થયો છે. ગોમતી નદીનાં ઉંડા પાણીમાં ઉંટ સવારીનો વીડિયો વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉંટ માલીકો પૈસાની લાલચે લોકોના જીવ જોખમમાં મુકે છે.
તાઈવાન પર ચીનનું દબાણ,24 કલાકમાં 33 ફાઈટર પ્લેન અને યુદ્ધ જહાજ મોકલ્યા
ચીન તાઈવાન પર સતત દબાણ વધારી રહ્યું છે. તેણે આ ટાપુ પ્રદેશને જોખમમાં મૂકવા માટે 33 ફાઇટર પ્લેન અને 6 યુદ્ધ જહાજો મોકલ્યા છે. તાઈવાનના રક્ષા મંત્રાલયે શનિવારે આ જાણકારી આપી હતી. ચીને એવા સમયે સૈન્ય દબાણ વધાર્યું છે જ્યારે અમેરિકા અને ચીનના પ્રતિનિધિઓ થાઈલેન્ડમાં એકસાથે મળવા જઈ રહ્યા છે.
ફેબ્રુઆરીમાં બદલાશે આ 6 નિયમો, સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે મોટી અસર
જાન્યુઆરી મહિનો થોડા દિવસોમાં પૂરો થવા જઈ રહ્યો છે અને ટૂંક સમયમાં ફેબ્રુઆરી શરૂ થશે. નવા મહિનાની સાથે જ એવા ઘણા નિયમો છે જેના બદલાવની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. આવતા મહિનાથી NPSથી SBI સ્પેશિયલ હોમ લોન કેમ્પેઈન, સોવરીન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે. અમે તમને તે નિયમો વિશે માહિતી આપી રહ્યા છીએ.
વેસ્ટ ઈન્ડિઝે તોડ્યો ગાબાનો ઘમંડ, વિશ્વ ચેમ્પિયનને તેમના જ ઘરમાં હરાવ્યું
વેસ્ટ ઈન્ડિઝની ટીમે ઈતિહાસ રચ્યો છે. વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાનું ઘમંડ તોડ્યું છે. તેના હોમ ગ્રાઉન્ડ ગાબા પર કાંગારૂ ટીમનો રેકોર્ડ શાનદાર છે. ઓસ્ટ્રેલિયાની ટીમને આ મેદાન પર સૌથી મજબૂત ટીમ માનવામાં આવે છે, પરંતુ હવે વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાના આ ઘમંડને ચકનાચૂર કરી દીધું છે. વેસ્ટ ઈન્ડિઝે વિશ્વની નંબર વન ટેસ્ટ ટીમને તેના જ ઘરઆંગણે હરાવ્યું છે. આ જીત વેસ્ટ ઈન્ડિઝ માટે ઐતિહાસિક જીત છે. ક્રેગ બ્રાથવેટની સેના વર્ષો પછી આ ઇતિહાસ લખવામાં સફળ રહી છે.
શું શુભમન ગિલનું ટેસ્ટ ટીમમાંથી પત્તુ કપાશે? આંકડાઓએ વધાર્યું ટેન્શન
હૈદરાબાદમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના બે દિવસ પહેલા BCCI દ્વારા શુભમન ગિલને 'ક્રિકેટર ઓફ ધ યર'નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 2023 ગિલ માટે સપનાથી ઓછું ન હતું. આ વર્ષે, ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમાયેલી 48 મેચોમાં, ગીલે 46.82ની એવરેજ અને 101.22ની સ્ટ્રાઈક રેટથી 2154 રન બનાવ્યા. આ દરમિયાન ગિલે 7 સદી અને 10 ફિફટી પણ ફટકારી હતી.
69માં ફિલ્મફેર એવોર્ડને લઈને ફિલ્મ સ્ટાર અમદાવાદ પહોંચ્યા, જાણો કેવી છે વ્યવસ્થા
ફિલ્મ ફેર એવોર્ડ આ વખતે પહેલીવાર ગુજરાતના ગાંધીનગરમાં યોજાયો છે. 69મા ફિલ્મ ફેર એવોર્ડને લઈને ફિલ્મ સ્ટાર હવે અમદાવાદ પહોંચ્યા છે. આ અતિથિઓના સ્વાગતની પણ એરપોર્ટ પર ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. એટલું જ નહીં તેઓ તમામ ચાર્ટડ પ્લેનથી આવવાના છે અને તેને માટે પહેલાથી ખાસ બુકિંગ કરી દેવામાં આવ્યું છે. આ સમયે એરપોર્ટ પર સેલેબ્સની હાજરીને લઈને પણ ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તો જાણો શું છે અમદાવાદ એરપોર્ટ પરની વ્યવસ્થા.










