અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો. રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ઉત્તરથી ઉત્તર પૂર્વ પવન ફૂંકાતા ઠંડી વધી, મોટાભાગના જિલ્લાઓનું તાપમાન ગગડ્યું. નલિયા 6.5 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર. ડીસામાં 9.6, ભુજમાં 10.8 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 10.6, અમદાવાદમાં13.7 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી, કેશોદમાં 12.4 ડિગ્રી, સુરેન્દ્રનગર અને કંડલામાં 13 ડિગ્રી તાપમાન, વલ્લભ વિદ્યાનગર, પોરબંદરમાં 14.6 ડિગ્રી, અમરેલી 14.2 ડિગ્રી, ભાવનગર 15.5 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં 31 ડિસેમ્બરની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ઉજવણીને લઇ પોલીસ સતર્ક થઈ છે. શહેરમાં 5 JCP, 13 DCP સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત રહેશે. 24 ACP, 115 PI, 225 PSI બંદોબસ્તમાં તૈનાત રહેશે. 4500 પોલીસકર્મી, 3000 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. રાત્રે 11.55 થી 12.30 સુધી ફટાકડા ફોડવાની મંજૂરી.




  • Follow us on: