સાળંગપુર ભીંતચિત્રોના વિવાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વડતાલ ટ્રસ્ટના પ્રતિનિધિઓને CMOનું તેડું આવ્યું છે, જ્યારે બીજી તરફ આ મામલે વધુ એક સ્વામીનું નિવેદન સામે આવ્યું છે. વડોદરા ગુરુકુળના દર્શન સ્વામીનું સ્ફોટક નિવેદન સામે આવતા માહોલ ગરમાયો છે. દર્શન સ્વામીએ સાળંગપુરમાં હનુમાનજીના અપમાનના વિવાદ વચ્ચે જણાવ્યું છે કે ચલમ પીનારા પોતાને સનાતની ગણાવે છે.
વધુ વાંચો: સાળંગપુરના વિવાદ મામલે વડતાલ ટ્રસ્ટના પ્રતિનિધિઓને CMOનું તેડું
સાળંગપુર ભીંતચિત્રોના વિવાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વડતાલ ટ્રસ્ટના પ્રતિનિધિઓને CMOનું તેડું આવ્યું છે. તેમાં CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક થશે. જેમાં 3 વાગ્યા બાદ સ્વામિનારાયણના સંતો સાથે બેઠક થશે.
વધુ વાંચો: સાળંગપુર વિવાદમાં વડોદરાના દર્શન સ્વામીનું ઉશ્કેરણીજનક નિવેદન
સાળંગપુર વિવાદ વચ્ચે વધુ એક સ્વામીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં વડોદરા ગુરુકુળના દર્શન સ્વામીનું સ્ફોટક નિવેદન સામે આવતા માહોલ ગરમાયો છે. દર્શન સ્વામીએ સાળંગપુરમાં હનુમાનજીના અપમાનના વિવાદ વચ્ચે જણાવ્યું છે કે ચલમ પીનારા પોતાને સનાતની ગણાવે છે.
વધુ વાંચો: અમદાવાદના બોપલમાં ગાંજાની હાઈડ્રોપોનિક્સ ખેતી કરતી લેબ ઝડપાઇ
વધુ વાંચો: અમદાવાદના બોપલમાંથી ગાંજાની લેબ ઝડપાઈ છે. જેમાં ઓર્ચિડ લેજેંસીના 1501-1504 મકાનમાં ગાંજાની લેબ શરૂ કરવામાં આવી હતી. તેમજ મકાનમાંથી ગાંજાના 96 છોડ મળ્યા છે. પોલીસે FSLના અધિકારીની હાજરીમાં રેડ કરી હતી.
વધુ વાંચો: G20 સમિટ: વિશ્વના નેતાઓનું સ્વાગત કરવા દિલ્હી ખડેપગે
દિલ્હીમાં નવમી અને દશમી સપ્ટેમ્બરે G20 સંમેલન યોજાવાનું છે. તેમાં ભાગ લેવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સહિત વિશ્વભરના નેતાઓ ભારત આવશે. જેને ધ્યાનમાં રાખીને ખાસ તૈયારીઓ થઈ રહી છે. તૈયારીઓ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા મહેમાનોની ખાણી-પીણીનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે.
વધુ વાંચો: દેશના સૌથી મોટા વકીલ હરીશ સાલ્વે ત્રીજી વખત વરરાજા બન્યા
વધુ વાંચો: કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી 'વન નેશન વન ઈલેક્શન' કમિટીના સભ્ય અને દેશના પૂર્વ વકીલ હરીશ સાલ્વે ફરી એકવાર વરરાજા બન્યા છે. તેમણે 68 વર્ષની ઉંમરે ત્રીજા લગ્ન કર્યા છે. હરીશ સાલ્વેની ત્રીજી પત્નીનું નામ ટ્રીના છે. ટ્રીના મૂળ બ્રિટિશ છે.
વધુ વાંચો: વિવેક રામાસ્વામીએ કહ્યું-જો હું રાષ્ટ્રપતિ બનીશ તો ટ્રમ્પને માફ કરીશ કારણ કે...
ભારતીય અમેરિકન વિવેક રામાસ્વામીએ રવિવારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે જો ટ્રમ્પ તેમના સ્થાને રિપબ્લિકન ઉમેદવાર બનશે તો તેઓ તેમનું સમર્થન કરશે. રવિવારે એક ટોક શો દરમિયાન રામાસ્વામીએ એમ પણ કહ્યું હતું કે જો તેઓ અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ બનશે તો તેઓ ટ્રમ્પને માફ કરી દેશે.
વધુ વાંચો: ભારતમાં પુતિનની ગેરહાજરી અંગે રશિયાના રાજદૂતે આપ્યું વિચિત્ર નિવેદન...થયો હંગામો
ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. હકીકતમાં તેમણે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ વિશે કહ્યું હતું કે તે એક વુમનાઇઝર (સ્ત્રીઓમાં વધુ રસ ધરાવતી વ્યક્તિ) છે ત્યાર બાદ તેમની ઘણી ટીકા કરવામાં આવી હતી.
વધુ વાંચો: સુકેશને ફરીવાર જેકલીન પર ઉભરાયો પ્રેમ, હવે કર્યું કંઇક આવું
કરોડોની છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરે બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને પત્ર લખ્યો છે. સુકેશ જેકલીનનું સપનું પૂરું કરવા જઈ રહ્યો છે. તેણે પોતાના પત્રમાં દાવો કર્યો છે કે તે બેંગલુરુમાં કૂતરા, બિલાડી અને ઘોડાઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા જઈ રહ્યો છે. જણાવવામાં આવ્યું છે કે આ હોસ્પિટલ 25 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલી છે અને તેનું બજેટ 25 કરોડ રૂપિયા છે.
વધુ વાંચો: નકલી મુસલમાન...લો બોલો,શર્લિન-રાખી થયા એક,અભિનેત્રીઓએ આપ્યા નિવેદન
કોન્ટ્રોવર્સી ક્લીન રાખી સાવંત છેલ્લા કેટલાક દિવસોથી ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે. અને તેનું કારણ તેમનું ઉમરાહ કરવા માટે સાઉદી અરેબિયા જવાનું છે. પહેલા તે સાઉદી અરેબિયાના મક્કા અને મદીના શહેરમાં ગઈ. તેણે મક્કામાં ઉમરાહ કરી હતી. આ સમય દરમિયાન, તે ઇન્સ્ટાગ્રામ પર તેની મુસાફરી વિશે અપડેટ્સ આપતી રહી. હવે ભારત પરત આવ્યા બાદ પણ તે ચુપ બેસી રહી નથી. હવે તે શર્લિન ચોપરા સાથે જોવા મળી છે.
વધુ વાંચો: IND VS NEP: ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
એશિયા કપમાં ભારત અને નેપાળ વચ્ચેની મેચનો ટોસ થયો છે. આ ટોસ ભારતે જીત્યો છે. ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ શ્રીલંકાના પલ્લેકેલે આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ પહેલાં ભારત પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમ્યું હતું. જો કે, મેચમાં વરસાદ વિઘ્ન બનતાં મેચ રદ કરાઈ હતી.










