અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો. રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો. પોરબંદર અને નલિયામાં કોલ્ડવેવની આગાહી. 20 જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું નોંધાયુ. નલિયા 5.7 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર. અમદાવાદ 14.9 ડિગ્રી, ગાંધીનગર 14.1 ડિગ્રી સાથે ઠંડુ શહેર. BZ ગ્રૂપના 6000 કરોડના કૌભાંડમાં મોટા સમાચાર, સાબરકાંઠામાં સીઆઈડી ક્રાઈમે બીઝેડ મામલે હિંમતનગરથી પ્રાંતિજના પ્રાથમિક શિક્ષકને ઉઠાવ્યો. મોડી સાંજે સીઆઈડીની ટીમે બે શખ્શોને ઉઠાવ્યા. સરકારી પ્રાથમિક શિક્ષકની ફરજ પર હોવા છતાં બીઝેડ ગ્રુપની ઓફિસમાં કામ કરતો હતો. 




  • Follow us on: