
Gujarat: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓનું મહા-ઓપરેશન ડેલ્ટા હન્ટ, રાજ્યભરમાંથી 424 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા

Nov 15, 2025 11:35 pm
ભારતના પાડોશી દેશને મળી 1,000 ટન સોનાની વિશાળ ખાણ, એક વર્ષમાં ત્રીજી મોટી સોનાની શોધ
ભારતના પાડોશી દેશ ચીને તેના શિનજિયાંગ પ્રાંતના કુનલુન પહાડોમાં સોનાનો વિશાળ ભંડાર શોધી કાઢ્યો છે. પ્રારંભિક અનુમાન મુજબ, આ ક્ષેત્રમાં સોનાનો કુલ ભંડાર 1,000 ટનથી પણ વધુ હોઈ શકે છે. છેલ્લા 1 વર્ષમાં ચીનમાં આ ત્રીજી મોટી સોનાની શોધ છે. આ પહેલા લિયાઓનિંગ અને હુનાન પ્રાંતોમાં પણ 1,000 ટનથી વધુ સોનાની ખાણો મળી હતી. ભૂસ્તરશાસ્ત્રીઓએ કુનલુન પહાડોમાં 6 મુખ્ય સોનાના વિસ્તારોની ઓળખ કરી છે, જેમાં ઉપરના 300 મીટરમાં સોનાના સ્તરો ખાણકામ માટે યોગ્ય છે.
Nov 15, 2025 11:00 pm
રાજપથ-રંગોળી રોડ પર MBA સ્ટુડન્ટે 5 લોકોને કચડ્યા, 1 હોમગાર્ડ ગંભીર
અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજપથ-રંગોળી રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મિત પ્રવીણ જાની નામના MBAનો અભ્યાસ કરતા કોલેજીયન કાર ચાલકે ફરજ પર હાજર બે હોમગાર્ડ જવાનોને પોતાની બ્રેઝા કારથી અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે કાર ચાલકે હોમગાર્ડને ટક્કર મારી 45 મીટર સુધી ઘસડ્યા હતા અને એક જવાનને ઉછાળ્યા બાદ તેના પરથી ગાડી ચલાવી દીધી હતી, જેના કારણે એક હોમગાર્ડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જીને કાર ચાલક મિત જાની ત્યાંથી ભાગવા ગયો હતો, પરંતુ SP રિંગ રોડ પર તેણે અન્ય ત્રણ શ્રમિકોને પણ અડફેટે લીધા હતા. સરખેજ પોલીસે આરોપી મિત જાનીની ધરપકડ કરી લીધી છે અને તેણે નશો કર્યો છે કે નહીં તે જાણવા માટે મેડિકલ રિપોર્ટ કરાવ્યો છે. પ્રાથમિક તપાસમાં તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાયો નથી, અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Nov 15, 2025 10:33 pm
પાકિસ્તાનના હૈદરાબાદમાં ગેરકાયદે આતિશબાજી ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 6 ના મોત, 23 લોકો ઘાયલ
પાકિસ્તાનના હૈદરાબાદમાં એક ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા જોરદાર વિસ્ફોટના કારણે ઓછામાં ઓછા 6 લોકોના કરૂણ મોત થયા છે અને અન્ય 23 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, લતિફાબાદ પોલીસ સ્ટેશનની બી-સેક્શનની હદમાં લઘારી ગોથ નદી કિનારે આવેલી આ ફેક્ટરીમાં આ વિસ્ફોટ થયો હતો, જેના પગલે ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ ફેક્ટરી એક ઘરમાં કોઈપણ પ્રકારના લાયસન્સ વિના ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી હતી.
Nov 15, 2025 09:56 pm
કિડની આપનાર બહેનને જ તેજસ્વીએ ઘર બહારનો રસ્તો બતાવ્યો!, સંજય-રમીઝથી સવાલ પૂછ્યો તો ચપ્પલથી મારવાની ધમકી
બિહાર વિધાનસભા ચૂંટણીમાં RJD ની હાર બાદ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની પુત્રી અને પૂર્વ લોકસભા ઉમેદવાર રોહિણી આચાર્યએ શનિવારે રાજકારણ છોડવાની અને પરિવાર સાથેનો નાતો તોડવાની જાહેરાત કરી છે. રાબડી દેવીના નિવાસસ્થાનમાંથી બહાર નીકળતી વખતે રોહિણીએ મીડિયાને જણાવ્યું કે તેમને તેમના ભાઈ તેજસ્વી યાદવ દ્વારા ઘરથી બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે તેજસ્વીના સલાહકાર સંજય યાદવ અને રમીઝ પર સીધો પ્રહાર કરતા કહ્યું કે જો તેમને સવાલ પૂછવામાં આવશે તો 'ગાળો આપીને ચપ્પલથી મારવામાં આવશે'.
Nov 15, 2025 09:21 pm
Vadodaraના ગોરવા મધુનગર ચાર રસ્તા પર VMC દ્વારા 40થી વધુ કાચા-પાકા દબાણો દૂર કરાયા
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મધુનગર ચાર રસ્તાથી શરૂ કરીને 24 મીટરના રોડ પર વર્ષોથી થયેલા 40થી વધુ કાચા-પાકા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનની આ કાર્યવાહીના કારણે વર્ષોથી માર્ગ પરની અવરજવરને અડચણરૂપ બનતા દબાણોનો અંત આવ્યો છે. ગોરવા વિસ્તારમાં મધુનગર ચાર રસ્તાથી 24 મીટરના રોડની બંને બાજુએ આવેલા 40 જેટલા કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
Nov 15, 2025 09:10 pm
સુરેન્દ્રનગરના મુળીમાં ગેરકાયદે ખનીજ ચોરી ઝડપાઇ
Nov 15, 2025 07:49 pm
પંજાબ કિંગ્સે આ ખેલાડીઓ પર ફરી બતાવ્યો વિશ્વાસ,જાણો કોને-કોને રિટેન કરવામાં આવ્યા?
IPLઇતિહાસની સૌથી જૂની ટીમોમાંની એક અને ગઈ સીઝનની રનર-અપ પંજાબ કિંગ્સે IPL2026માટે મીની-ઓક્શન પહેલા તેના રિલીઝ કરેલા અને રિટેન કરેલા ખેલાડીઓના નામ જાહેર કર્યા છે.પંજાબ કિંગ્સે ગત સીઝનમાં શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી હતી. પંજાબની ટીમ સૌથી સંતુલિત દેખાતી હતી, જેના કારણે તે ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી. પરિણામે, ટીમે આગામી સીઝન માટે ટીમમાં કોઈ મોટા ફેરફાર કર્યા નથી. ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા),જોશ ઇંગ્લિસ,એરોન હાર્ડી (ઓસ્ટ્રેલિયા),કુલદીપ સેન (ભારત),પ્રવીણ દુબે (ભારત). પહેલા એવું માનવામાં આવતું હતું કે પંજાબ કિંગ્સ ગ્લેન મેક્સવેલને રિલીઝ કરશે,અને તે જ થયું.વધુમાં,તેઓએ જોશ ઇંગ્લિસ,એરોન હાર્ડી,કુલદીપ સેન અને પ્રવીણ દુબેને રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.મીની-ઓક્શનમાં પંજાબ કિંગ્સ કયા ખેલાડીઓને ખરીદે છે તે જોવું રસપ્રદ રહેશે. પંજાબ કિંગ્સ ટીમ રૂપિયા 11.5 કરોડના ભંડોળ સાથે હરાજીમાં ઉતરશે.
Nov 15, 2025 07:00 pm
ગુજરાત ટાઇટન્સે 5 ખેલાડીઓને રિલીઝ કરીને IPL 2026ની હરાજી માટે કરી તૈયારી
IPL 2026ની સીઝન પહેલાં ગુજરાત ટાઇટન્સે (GT) પોતાનું રિટેન્શન લિસ્ટ જાહેર કર્યું છે. ફ્રેન્ચાઇઝીએ આગામી હરાજી માટે જગ્યા બનાવવા અને નવા કોમ્બિનેશન માટે પાંચ ખેલાડીઓને ટીમમાંથી રિલીઝ કર્યા છે. રિલીઝ કરાયેલા ખેલાડીઓમાં ગેરાલ્ડ કોએત્ઝી, કરીમ જનાત, મહિપાલ લોમરોર, કુલવંત ખેજરોલિયા અને દાસુન શનાકાનો સમાવેશ થાય છે. આ ફેરફાર બાદ ગુજરાત ટાઇટન્સ રૂપિયા 12.9 કરોડની પર્સ સાથે હરાજીમાં ભાગ લેશે, જે તેમને પાંચ ખેલાડીઓ ખરીદવાની તક પૂરી પાડશે. આ રકમનો ઉપયોગ કરીને ટીમ આગામી સિઝન માટે પોતાનો મજબૂત કોર તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
Nov 15, 2025 07:00 pm
નિરમા યુનિવર્સિટીમાં રૂપિયા 5 કરોડની ઉચાપત, કર્મચારી સહિત 7 વિરુદ્ધ ફરિયાદ
અમદાવાદ સ્થિત નિરમા યુનિવર્સિટીના એક કર્મચારી વિરુદ્ધ યુનિવર્સિટીના ભંડોળમાં મોટી ઉચાપત કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. કર્મચારીએ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી ડિપોઝિટના પૈસા પરત ન આપીને, છેલ્લા બે વર્ષના સમયગાળામાં કુલ રૂ. 5 કરોડની રકમ પોતાના પરિવારજનો અને મિત્રોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી. આ કૌભાંડમાં મુખ્ય આરોપી પ્રકાશ રાઠોડ સહિત કુલ 7 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સોલા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Nov 15, 2025 06:59 pm
મૂળીમાંથી રૂપિયા 3.20 કરોડની ગેરકાયદે ખનીજ ચોરી ઝડપાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના લીમલી ગામે મોટા પાયે ચાલી રહેલી રેતી અને માટીની ગેરકાયદે ખનીજ ચોરી ઝડપાઈ છે. આ કાર્યવાહી દરમિયાન તંત્રએ ઘટનાસ્થળેથી 2 જેસીબી (JCB), 6 ડમ્પર સહિત કુલ રૂ. 3.20 કરોડનો જંગી મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લા કલેક્ટરે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવનારા બે ભૂ-માફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેના પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Nov 15, 2025 06:15 pm
ગાંધીનગર બાળકી હત્યા કેસ, આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર
ગાંધીનગરના રાયપુર વિસ્તારમાં બાળકીની હત્યાના કેસમાં તપાસ આગળ ધપાવતા પોલીસે આરોપી અનિલને ઘટનાસ્થળે લઈ જઈને હત્યા અને લાશને સગેવગે કરવા બાબતે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આરોપી અનિલે બાળકીને પોતાના ઘરે બોલાવી હત્યાને અંજામ આપ્યો હતો. રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેનાથી પોલીસને વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવાનો અવકાશ મળશે.
Nov 15, 2025 06:15 pm
પાલનપુર એરોમા સર્કલ પર લુખ્ખા તત્વોનો આતંક, કોમ્પ્લેક્સમાં કાર ઘુસાડી તોડફોડ
બનાસકાંઠાના પાલનપુર શહેરના એરોમા સર્કલ નજીક અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. દિવસે-દિવસે લુખ્ખા તત્વોએ એક કોમ્પ્લેક્સમાં કાર ઘુસાડીને ભારે તોડફોડ કરી હતી, જેમાં ખાસ કરીને એક સલૂનની દુકાનમાં કાર ઘુસાડી દેવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. આ ઘટના શહેરના લોકોમાં ભય ફેલાવી રહી છે અને સવાલ ઉઠાવી રહી છે કે શું અસામાજિક તત્વોને હવે પોલીસનો ડર રહ્યો નથી? સ્થાનિક લોકોએ ભય ફેલાવતા આવા તત્વો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
Nov 15, 2025 05:52 pm
રાજકોટમાં ચીલઝડપનો રીઢો આરોપી ઝડપાયો
રાજકોટ શહેરમાં થયેલી ચીલઝડપની ઘટનામાં પોલીસે રીઢા આરોપી હરેશ ગિરી ગોસ્વામીની ધરપકડ કરી છે. આરોપીએ ત્યારે ગુનો આચર્યો હતો જ્યારે એક મહિલા ખરીદી કરી રહી હતી, તે સમયે તે મહિલા પાસેથી રોકડ રકમની ચીલઝડપ કરીને ભાગી ગયો હતો. પોલીસે આરોપી પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલું બાઇક અને રોકડ રૂપિયા 48,000 કબજે કર્યા છે, અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Nov 15, 2025 05:52 pm
ભાવનગર GIDC માં બેફામ ટ્રકે યુવકનો જીવ લીધો
ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી GIDC વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં એક બેફામ ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓ પણ ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Nov 15, 2025 05:52 pm
જસદણ: ભાજપ પ્રમુખના કારખાનાનો ચોકીદાર જ લાખોની ચોરીમાં ઝડપાયો
જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજય રાઠોડના માલિકીના જયંત એનજી વર્કસ નામના કારખાનામાં લાંબા સમયથી ચાલી રહેલી ચોરીનો પર્દાફાશ થયો છે. આ ચોરી કરનાર બીજું કોઈ નહીં પણ કારખાનાનો જ ચોકીદાર નીકળ્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ, ચોકીદાર અને તેના પરિવારે છેલ્લા સાત વર્ષથી તક મળ્યે રાતના સમયે લોખંડની ચોરી કરી હતી, જે લાખો રૂપિયાની થવા જાય છે. કારખાનાના માલિકે શંકા જતાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, ત્યારે આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. હવે ચોકીદાર અને તેના પરિવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Nov 15, 2025 05:52 pm
કડીમાંથી રૂપિયા 1.38 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો
મહેસાણા જિલ્લાના કડી વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલો રૂ. 1.38 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. SMCની આ કાર્યવાહીમાં રાજસ્થાનના એક યુવક, જેનું નામ હરિક સુથાર છે, તેને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી દારૂનો જંગી જથ્થો કબજે કર્યો છે અને હવે આ દારૂ મંગાવનાર અન્ય આરોપીઓની શોધખોળ માટે કાર્યવાહી હાથ ધરી છે.
Nov 15, 2025 05:51 pm
છાપીની ફેક્ટરીમાં એર બ્લાસ્ટ, યુવકનું કરૂણ મૃત્યુ
બનાસકાંઠાના છાપી નજીક આવેલી એક ફેક્ટરીના ટેસ્ટિંગ એરિયામાં ભયાનક એર બ્લાસ્ટ થતાં એક યુવકનું કરૂણ મૃત્યુ થયું છે. હવાના અતિશય પ્રેશરને કારણે ટેન્કનું ઢાંકણું ઉડ્યું હતું અને તેના બ્લાસ્ટના જોરથી યુવક હવામાં ફંગોળાઈને ફેંકાયો હતો. આ સમગ્ર ઘટના ફેક્ટરીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં છાપી પોલીસે ઘટનાની તપાસ હાથ ધરીને અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
Nov 15, 2025 05:51 pm
સુરત એરપોર્ટ પર બિહારની જીતનું અભિવાદન
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરત એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમનો ભવ્ય અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. સુરતમાં વસતા બિહારના હજારો લોકોએ હાથમાં ગમછો (બિહારનું પરંપરાગત વસ્ત્ર) લઈને PM મોદીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે PM મોદીએ જણાવ્યું હતું કે, "બિહારના સામર્થ્યનો સ્વીકાર કરવો એ એક સ્વાભાવિક વાત છે," અને તેમણે ભારતના વિકાસ માટે ગુજરાતના વિકાસના મંત્ર પર પણ ભાર મૂક્યો હતો. વધુમાં, તેમણે જણાવ્યું કે બિહારના જુદા જુદા ક્ષેત્રના 100 જેટલા લોકોને સુરત બોલાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
Nov 15, 2025 05:19 pm
સુરત એરપોર્ટ પર PM મોદીનું ગમછા સાથે અભિવાદન
સુરત એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન નિમિત્તે ભવ્ય અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં હજારો લોકોએ તેમના હાથમાં ગમછો (બિહારનું પરંપરાગત વસ્ત્ર) લઈને તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને આ પ્રસંગે જણાવ્યું હતું કે "બિહારના સામર્થ્યનો સ્વીકાર કરવો એક સ્વાભાવિક વાત છે," અને ભારપૂર્વક કહ્યું કે તેમનો મુખ્ય નારો "રાષ્ટ્ર પ્રથમ" છે. તેમણે ગુજરાતમાં બિહારના સો વર્ષની ઉજવણી ખૂબ જ જોરદાર રીતે કર્યાનો ઉલ્લેખ પણ કર્યો હતો.
Nov 15, 2025 05:06 pm
બિહારની જીત બાદ સુરત એરપોર્ટ પર PM મોદીનું ભવ્ય અભિવાદન
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે સુરત એરપોર્ટ પર પહોંચ્યા, ત્યારે તેમનો ભવ્ય અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ ખાસ કાર્યક્રમ સુરતમાં વસતા બિહારના હજારો લોકો દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. લોકોએ વડાપ્રધાનનું હાથમાં ગમછો લઈને સ્વાગત કર્યું હતું, જે બિહારની જીત બદલ વડાપ્રધાન પ્રત્યેનો તેમનો ઉત્સાહ અને આદર દર્શાવતો હતો.
Nov 15, 2025 05:06 pm
પાલજમાં પશુઓના મારણ બાદ તપાસ, દીપડાની વાત ખોટી
ગાંધીનગરના પાલજ વિસ્તારમાં જંગલી જાનવર દ્વારા પશુઓના મારણ થવાની ઘટનાથી ફફડાટ ફેલાયો હતો, જેની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે મારણ સ્થળની તપાસ કરતાં અને ફૂટપ્રિન્ટ્સ (પગના નિશાન)ના આધારે દીપડો હોવાની વાતને ખોટી ગણાવી છે. તપાસમાં સામે આવ્યું છે કે મારણ કરનાર જાનવર કૂતરાનો પગ માર્ક ધરાવતો હતો. વન વિભાગની ટીમે 7-8 ખેતરોમાં તપાસ કરી હતી અને સાવચેતીના ભાગરૂપે મારણ સ્થળ નજીક પાંજરું પણ મૂક્યું હતું.
Nov 15, 2025 04:31 pm
સેવન્થ ડે સ્કૂલ પર AMCનો સકંજો, ભાડાપટ્ટો રદ્દ થવાનો ખતરો
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એસ્ટેટ વિભાગ તરફથી ગંભીર શો કોઝ નોટિસ પાઠવવામાં આવી છે, જેના કારણે સ્કૂલની મુશ્કેલીઓ વધી છે. આ નોટિસ ગેરકાયદેસર બાંધકામની મંજૂરી અને પ્લોટના હેતુફેર કરવાના મુદ્દે આપવામાં આવી છે. સ્કૂલ મેનેજમેન્ટે 21 નવેમ્બર સુધીમાં આ નોટિસનો સંતોષકારક જવાબ આપવો પડશે, અન્યથા સ્કૂલ સાથે થયેલો ભાડા પટ્ટાનો કરાર રદ કરવામાં આવશે.
Nov 15, 2025 04:31 pm
ગાંધીનગર બાળકી હત્યા કેસ, આરોપી સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન
ગાંધીનગરના રાયપુર વિસ્તારમાં બાળકીની હત્યાના ગંભીર કેસની તપાસના ભાગરૂપે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી અનિલને ઘટનાસ્થળે સાથે રાખીને હત્યાના સમગ્ર કૃત્યનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આરોપીએ બાળકીને પોતાના ઘરે બોલાવીને કઈ રીતે હત્યાને અંજામ આપ્યો અને ત્યારબાદ લાશને સગેવગે કરવા માટે શું કર્યું, તે તમામ બાબતોની ખરાઈ કરવા માટે આ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
Nov 15, 2025 04:31 pm
આંકલવ ગ્રામસભામાં ગટરના પ્રશ્ને ભારે ધમાલ
આણંદ જિલ્લાના આંકલવ ખાતે આવેલ જોષીકુવા ગામમાં યોજાયેલી ગ્રામસભામાં ગટરના પ્રશ્નને લઈને ભારે હોબાળો થયો હતો. ગટરની સમસ્યાના મુદ્દે ગામના બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી, જેણે જોતજોતામાં ઝપાઝપીનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પરિસ્થિતિ વણસતા તંત્ર દ્વારા તાત્કાલિક ગ્રામસભાને મોકૂફ રાખવાની ફરજ પડી હતી. સમગ્ર મામલો હવે શાંતિ જાળવવા માટે આંકલાવ પોલીસ મથકે પહોંચ્યો છે.
Nov 15, 2025 04:31 pm
સાયબર સ્લેવરી રેકેટનો પર્દાફાશ
સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે સાયબર સ્લેવરી કેસમાં જૂનાગઢના પતિ-પત્ની સહિત વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ પાકિસ્તાનના બે ભાઈઓ સાથે મળીને એક ગેંગ ચલાવતા હતા, જે ભારતીય યુવક-યુવતીઓને ડેટા એન્ટ્રીના કામના બહાને વિદેશ લઈ જઈને છેતરપિંડી કરાવતી હતી. અત્યાર સુધીમાં 41 જેટલા નાગરિકોને દુબઈના રસ્તે થાઈલેન્ડ અને મ્યાનમાર જેવા દક્ષિણ એશિયાઈ દેશોમાં મોકલી આપવામાં આવ્યા હતા, જ્યાં AI એપ્સનો ઉપયોગ કરીને રોકાણના નામે છેતરપિંડી કરાવવામાં આવતી હતી. એજન્ટો વિદેશ જવા ઈચ્છતા લોકો પાસેથી રૂપિયા 80,000 લેતા હતા અને બદલામાં તેમને $2,000 (બે હજાર ડોલર)નું કમિશન મળતું હતું.
Nov 15, 2025 04:01 pm
સબકા સાથ સબકા વિકાસની શપથ લેવાની છે : PM નરેન્દ્ર મોદી
વિકસિત ભારતનો સંકલ્પ લેવાનો છે, જનજાતીય ગૌરવ દિવસની તમામને શુભકામના, આજે, આદિવાસી ગૌરવ દિવસ આપણને આપણા લાખો આદિવાસી ભાઈ-બહેનો સાથે થયેલા અન્યાયને યાદ કરવાનો અવસર પણ આપે છે. છ દાયકા સુધી દેશ પર શાસન કરનાર કોંગ્રેસ પાર્ટીએ આદિવાસીઓને તેમના ભાગ્ય પર છોડી દીધા.
Nov 15, 2025 03:59 pm
અરૂણાચલ પ્રદેશ, છતીસગઢ, નાગાલેન્ડમાં આદિવાસી મુખ્યમંત્રી છે : PM નરેન્દ્ર મોદી
આદિવાસી સ્પીકર પણ ઘણા છે અલગ-અલગ વિધાનસભામાં, દેશની પાસે સબકા સાથ સબકા વિકાસની તાકાત છે અને આ મંત્રએ દેશની એકતાને મજબૂતી આપી છે.
Nov 15, 2025 03:57 pm
એક દિકરી મારા માટે પેન્ટિંગ લાવી છે, એસપીજી તેને લઈ લો : PM નરેન્દ્ર મોદી
કલા, ચિત્ર અહીયા સહજ છે, પરેશ રાઠવા જેવા ચિત્રકાર અલગ જ છે, કોઈ પણ સમાજની પ્રગતિ માટે લોકતંત્રમાં ભાગીદારી જરૂરી હોવી જોઈએ, દેશના રાષ્ટ્રપતિ એક આદિવાસી મહિલા છે.
Nov 15, 2025 03:54 pm
ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી છે : PM નરેન્દ્ર મોદી
વનબંધુ યોજનાથી આદિવાસી લોકો મને સન્માનિત કરવા આવતા હતા, ભૂપેન્દ્ર પટેલ વનબંધુ કલ્યાણનો વિસ્તાર કરી રહ્યાં છે, આદિવાસી સમુદાયમાં સીકરસેલ બિમારી મોટો ખતરો હતી માટે આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલ વધારી અને 6 કરોડ આદિવાસીઓની સીકરસેલનને લઈ સ્કીનીંગ પણ કરાયું છે.
Nov 15, 2025 03:52 pm
રમતગમતમાં પણ આદિવાસી ખેલાડીઓ પણ ઉભરી રહ્યાં છે : PM નરેન્દ્ર મોદી
હમણાં વુમન ટીમ વર્લ્ડકપ જીતી તેમાં પણ એક આદિવાસી ખેલાડીનું યોગદાન રહ્યું છે, 2018 આયુષ્યમાન યોજના શરૂ થઈ, હુ દેશનો પહેલો પ્રધાનમંત્રી છુ કે જે બિરસા મુંડાના પરિવારને મળ્યો હતો. હજારો ગામો એવા છે જયાં પાણીની લાઈનથી પાણી પહોંચ્યું છે, ગામમાં શિક્ષા, પોષણ અને કૃષિને લઈ યોજનાઓ ચાલુ છે.
Nov 15, 2025 03:47 pm
અંબાજીથી ઉમરગામ સુધી વિજ્ઞાનની શાળા ન હતી અમે લાયા સ્કૂલો : PM નરેન્દ્ર મોદી
આદિવાસી પટ્ટામાં 10 હજારથી વધુ શાળાઓ છે, આદિવાસી વિસ્તારમાં સાયન્સ કોલેજ, આર્ટસ કોલેજ અને કોમર્સ કોલેજ બની છે, વિધાર્થીઓ માટે સ્કૂલમાં સુવિધા ઉભી કરાઈ.
Nov 15, 2025 03:45 pm
આદિવાસી સમાજ ભગવાન રામ સાથે પણ જોડાયેલો છે : PM નરેન્દ્ર મોદી
પહેલી વાર અટલ બિહારી પ્રધાનમંત્રી બન્યા ત્યારે આદિવાસીને લઈ અલગ મંત્રાલય પણ ઉભુ કર્યુ અને ત્યારબાદ કોંગ્રેસની સરકારે તેને ભૂલાવી દીધુ હતુ, અમારી સરકારે મંત્રાલયના બજેટને વધાર્યુ છે, જન જાતીય ક્ષેત્રનો વિકાસ અમે કર્યો છે, એક સમયે ગુજરાતમાં આદિવાસી વિસ્તારની સ્થિતિ સારી ન હતી. ઉમરગામથી લઈ અંબાજી સુધી એક પણ વિજ્ઞાનની સ્કૂલ ન હતી.
Nov 15, 2025 03:42 pm
31 ઓક્ટોબરના રોજ, આપણે અહીં સરદાર પટેલની 150મી જન્મજયંતિ ઉજવી : PM નરેન્દ્ર મોદી
માતા નર્મદાની આ પવિત્ર ભૂમિ આજે બીજી એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બની રહી છે. દેશમાં લાંબા સમય સુધી રાજ કરવા વાળી કોંગ્રેસે આદિવાસીઓને તેમના હાલ પણ છોડી દીધા, કોંગ્રેસ સરકારે હાથ પર હાથ રાખીને બેઠી પણ આદિવાસી કલ્યાણ ભાજપની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. આદિવાસી સાથે થયેલા અન્યાયને સમાપ્ત કરીશું.
Nov 15, 2025 03:40 pm
બિરસા મુંડાને અમે યાદ કર્યા છે, આદિવાસી ભાઈ બહેનોએ આઝાદી અપાઈ છે : PM નરેન્દ્ર મોદી
દેશમાં ટ્રાયબલ મ્યુઝિયમ બનાયા છે, આગામી પેઢીને યાદ રહે માટે ટ્રાયબલ મ્યુઝિયમ બનાયા છે, ગુજરાતમાં 25 એકરમાં ટ્રાયબલ મ્યુઝિયમ બનાવ્યું છે, ભીલ, ગામીત, વસાવા, ગરાસિયા, કોંકણી, સંથાલ ,નાયક, ચૌધરી, કુંભી, દોડિયા આવી તમામ જાતિ લોકોની બોલી પર અધ્યન થશે, જન જાતીય સમાજની પાસે જ્ઞાનનો અપાર ભંડાર છે.
Nov 15, 2025 03:37 pm
2003માં દેવમોગરા માતાના દર્શને આવ્યો હતો, આજે આ જગ્યાનો ખુબ વિકાસ થયો છે : PM નરેન્દ્ર મોદી
દેશમાં જયારે પણ જરૂર પડી આદિવાસી સમાજ હંમેશા આગળ રહ્યો. સ્વતંત્રતા સંગ્રામ તેનું ઉદાહરણ છે. એક લાખ પરિવારને પાકા મકાન મળ્યા છે, આદિવાસી સમાજે આઝાદી માટે તેમનું લોહી વહેડાવ્યું છે, ગોવિદ ગુરૂએ ભગત આંદોલનનું નેતૃત્વ કર્યુ, મોતીવાલ તેજાવતે એક આંદોલન ચલાવ્યું છે. દશરીબેન ચૌધરીએ ગાંધીજીના સિદ્ધાંતો આદિવાસી લોકો સુધી પહોંચાડયા છે.
Nov 15, 2025 03:35 pm
આજે ઘણા પ્રોજેકટના લોકાર્પણ કર્યા છે : PM નરેન્દ્ર મોદી
ગોવિંદ ગુરૂના આશીર્વાદ આપણી પર છે, સંત કબીરને પણ મારા પ્રણામ છે, 2021માં બિરસા મુંડાની જયંતિને જન જાતીય ગૌરવની ઉજવણી શરૂ કરી છે, આદિવાસી સમાજ સ્વમાનની વાત હતી તે વખતે આગળ હતો, આદિવાસી સમાજથી નીકળેલા લોકોએ આઝાદીની મશાલને આગળ વધારી છે.
Nov 15, 2025 03:32 pm
બિરસા મુંડાને મારા પ્રણામ, આઝાદીની લડતમાં ગુરુ ગોવિંદનો મોટો ફાળો : PM નરેન્દ્ર મોદી
દેવમોરામાં માતાજીના આશીર્વાદ લીધા, અયોધ્યા રામ મંદિર, કેદારનાથ, ઉજજૈનની વાતો થાય છે, કાશિ વિશ્વનાથના કોરિડોરની ચર્ચા થાય છે, આજે જયારે દેવમોરા ગયો તો મને આનંદ થયો, સંતકબીરનું સ્થાન મારા જીવનમાં અલગ છે અને તેમને પ્રણામ કરૂ છું.
Nov 15, 2025 03:28 pm
રાજ્યમાં શિયાળાની ઋતુ વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી
યુરોપ અને એશિયા ખંડ માંથી આવતા ઠંડા પવનના કારણે પડી રહી છે ઠંડી. 18 નવેમ્બર થી 20 નવેમ્બર તાપમાનમાં થશે વધારો, હાલમાં લગભગ વાતારવરણ શુષ્ક રહેવાની શક્યતા, 19 નવેમ્બર આસપાસ અરબ સાગરમાં લો પ્રેશર બનશે, 24 નવેમ્બર આસપાસ બંગાળ ની ખાડીમાં ડીપ ડિપ્રેશન અથવા સાયક્લોન બનવાની શક્યતા, દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી.
Nov 15, 2025 03:00 pm
ચૂંટણી પંચની SIR કામગીરીનો વિરોધ
BLOની કામગીરીને લઇ શિક્ષકોનો વિરોધ, શિક્ષણ પર અસર પડતી હોવાની રજૂઆત, શૈક્ષિક સંઘ દ્વારા રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ વિરોધ, 8 માંગણીઓ સાથે CM ભૂપેન્દ્ર પટેલને રજૂઆત, શિક્ષકો માટે અલગ BLO કેડરની રચનાની રજૂઆત, SIRની ડેટા એન્ટ્રી માટે સાધનો આપવાની માંગણી.
Nov 15, 2025 02:54 pm
વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં લઘુતમ તાપમાન યથાવત રહેશે, ઉત્તર પૂર્વ- પૂર્વના પવન ફૂંકાતા ઠંડી વધી, રાજ્યમાં સૌથી ઠંડુ શહેર દાહોદ રહ્યું, દાહોદનું લઘુતમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.5 નોંધાયું.
Nov 15, 2025 02:48 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
09 - Rajkot : જસદણ મામલતદાર ઓફિસનું સર્વર 2 દિવસથી બંધ, સાતબારનો ઉતારો મેળવવા ખેડૂતોને ધરમધક્કા
10 - Delhi Blast: શું લાલ કિલ્લાની સામે તૈયાર કર્યો હતો બોમ્બ? ફોરેન્સિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા
Nov 15, 2025 02:27 pm
હીરાના ઉદ્યોગોમાં આવેલી મંદીને કારણે હીરા નગરી પાલનપુરમાંથી હીરાનો ઉદ્યોગ લુપ્ત થવા લાગ્યો
પરંતુ છેલ્લા કેટલાક સમયથી હીરાના ઉદ્યોગોમાં આવેલી મંદીને કારણે હીરા નગરી પાલનપુરમાંથી હીરાનો ઉદ્યોગ લુપ્ત થવા લાગ્યો. જેમ જેમ દિવસો વીતી રહ્યા છે તેમ તેમ એક બાદ એક હીરાના કારખાનાઓને તાળા લાગી રહ્યા છે. એક સમયે 800થી વધુ કારખાનાઓ ધરાવતું હીરા નગરી પાલનપુર શહેરમાં આજે માત્ર નામસેસ 100 થી 120 જેટલા કારખાનાઓ વધ્યા છૅ. જેમાં 10 થી 12 હજાર જેટલાં રત્ન કલાકારો રહ્યા છૅ. પરંતુ આ વર્ષની દિવાળી પાલનપુરના હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા રત્ન કલાકારો માટે ચિંતાની દિવાળી બની છે.
Nov 15, 2025 02:27 pm
પશુપાલન અને હીરાનો ઉદ્યોગ જ લોકોની આવકનો સ્ત્રોત હતો
બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર એક સમયે સમગ્ર રાજ્ય સહિત દેશમાં "હીરા નગરી" તરીકે ઓળખાતું શહેર હતું. એક સમયે પાલનપુર શહેરમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર હીરાના કારખાના ધમધમતા જોવા મળતા. પાલનપુર શહેરમાં એક સમયે હીરા ઘસવાના 800થી વધુ કારખાનાઓ ધમધમતા જેમાં 50 થી 60 હજાર રત્ન કલાકરો હીરા ઘસવાનો વ્યવસાય કરી પોતાની આવક ઊભી કરતા. જોકે સરહદીય બનાસકાંઠા જિલ્લામાં મુખ્ય ખેતી, પશુપાલન અને હીરાનો ઉદ્યોગ જ લોકોની આવકનો સ્ત્રોત હતો.
Nov 15, 2025 02:27 pm
ગુજરાતમાં "હીરા નગરી" તરીકેની ખ્યાતિ ધારાવતા પાલનપુરમાં હીરાનો ઉદ્યોગ મૃતપાય અવસ્થામાં, હવે નામસેસ 100 થી 120 જેટલા કારખાનાઓ વધ્યા
એક સમયે માત્ર બનાસકાંઠા નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં "હીરા નગરી" તરીકેની ખ્યાતિ ધારાવતા આજે પાલનપુરમાં હીરાનો ઉદ્યોગ મૃતપાય અવસ્થામાં આવી ઉભો છે. જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ પાલનપુરમાં એક બાદ એક હીરાના કારખાનાઓને તાળા લાગી રહ્યા છે. અને પરિસ્થિતિની જોતા વર્ષોથી રત્ન કલાકારના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોના જીવ તાળવે ચોંટ્યા છે.
Nov 15, 2025 02:19 pm
PM મોદી નર્મદાના ડેડિયાપાડાની મુલાકાતે
PM મોદીની ડેડિયાપાડામાં જાહેરસભા, સભા પહેલા PM નરેન્દ્ર મોદીનો રોડ શો, PMને આવકારવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, PM મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું.
Nov 15, 2025 01:52 pm
PM મોદી ગુજરાતની મુલાકાતે, PM મોદી નર્મદાના ડેડિયાપાડા પહોંચ્યા
PM મોદીની ડેડિયાપાડામાં જાહેરસભા, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિતે કાર્યક્રમ, 9700 કરોડથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, PM મોદી 250 નવીન બસોને લીલીઝંડી આપશે, જનજાતિ ઉત્કર્ષ અભિયાન હેઠળના મકાનોમં પ્રવેશ કરાવશે.
Nov 15, 2025 01:51 pm
ગાંધીનગર યુનિવર્સિટીમાં કોન્વોકેશન કાર્યક્રમ
કેન્દ્રીય ઔદ્યોગિક મંત્રી એચ ડી. કુમારસ્વામી રહ્યા હાજર, 500 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી, 10 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા, 7 વિદ્યાર્થીઓને ડોકટરેટની પદવી એનાયત કરાઇ.
Nov 15, 2025 01:43 pm
ડેડિયાપાડામાં PM મોદીના રોડ શોમાં આદિવાસીઓ પોતાની આગવી શૈલીમાં નૃત્ય કરીને આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવશે
ડેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન અને રોડ શો માટેની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ છવાયો છે. વડાપ્રધાનને આવકારવા માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા છે. રોડ શો દરમિયાન, રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા આદિવાસી સમુદાયના લોકો પોતાની આગવી શૈલીમાં નૃત્ય કરીને આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવશે.
Nov 15, 2025 01:41 pm
GTUની ગંભીર બેદરકારી આવી સામે, પરિક્ષામાં ગયા વર્ષનું બેઠુ પેપર આપી દેવાતા પ્રોફેસર સામે વિધાર્થીઓનો રોષ
GTUની ગંભીર બેદરકારી આવી સામે જેમાં પરિક્ષામાં ગયા વર્ષનું બેઠુ પેપર આપી દેવામાં આવ્યું છે, સિવિલ એન્જિનિયરિંગ સેમ-7નું પેપર બેઠુ છપાયું છે. ગત વર્ષના પેપરમાં માત્ર તારીખ બદલી છાપી દેવાયું છે અને પેપર સેટ કરનાર પ્રોફેસર દ્વારા ગંભીર છબરડા સામે આવ્યા છે, પેપરમાં પૂછાયેલા સવાલ એસાઈમેન્ટમાં પણ અપાયા હતા તેવો આક્ષેપ વિધાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે, GTUના રજિસ્ટ્રાર કે.એન.ખેરનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે, કમિટી બનાવી તપાસ કરવામાં આવી રહી છે.
Nov 15, 2025 01:33 pm
ગાંધીનગરના રાયપુરમાં બાળકીની હત્યામાં ખુલાસો
પોલીસના ખુલાસા મુજબ, આરોપી અનિલ દેવીપૂજકે પહેલા બાળકીનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેણે માસૂમ બાળકીને ગળેફાંસો આપીને તેની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા પછી, કોઈને જરાય શંકા ન જાય તે માટે આરોપીએ બાળકીના મૃતદેહને એક કોથળીમાં ભર્યો હતો. આટલેથી ન અટકતાં, અનિલે વધુ નૃશંસતા દાખવતા, યોગ્ય તક જોઈને તે લાશ ભરેલી કોથળીને અન્ય એક પાડોશીના મકાનમાં મૂકી દીધી હતી, જેથી પોલીસ તપાસની દિશા બદલાઈ જાય અને તેના પર કોઈ આંગળી ચીંધી ન શકે.
Nov 15, 2025 01:33 pm
ગાંધીનગરના રાયપુરમાં 10 વર્ષની બાળકીની ઘાતકી હત્યા કરનાર પાડોશી ધરપકડ, 24 કલાક કરતા વધુ સમયથી મૃતદેહ છૂપાવીને રાખ્યો
ગાંધીનગરના રાયપુરમાં બાળકીની હત્યાનો આરોપી ઝડપાયો છે, આરોપીએ અંગત અદાવત રાખીને હત્યા કરી છે, અને ગાંધીનગરના રાયપુર ગામે આ બનાવ બન્યો હતો. ગાંધીનગરના રાયપુરમાં પોલીસે પાડોશી આરોપી અનિલ દેવીપૂજકની ધરપકડ કરી છે, આ હત્યારાએ અગાઉના ઝઘડાની દાઝ રાખી બાળકીની હત્યા કરી હતી અને અનિલે બાળકીનું અપહરણ કરી ફાંસો આપી હત્યા કરી છે, આરોપીએ હત્યા બાદ લાશને કોથળામાં ભરી મુકી હતી અને આરોપી બાળકીની લાશને અન્યના ઘરે મુકી આવ્યો હતો.
Nov 15, 2025 01:19 pm
અમદાવાદમાં બે યુવકોનું યુવતી સાથે દુષ્કર્મ
યુવકના મિત્રએ બ્લેકમેલ કરી યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ, એઝાજ અને આરજૂ વિરુદ્ધ યુવતીએ નોંધાવી ફરિયાદ, દાણીલીમડા પોલીસે એઝાજની ધરપકડ કરી, ફરાર મિત્ર આરજૂની પોલીસે શોધખોળ હાથ ધરી.
Nov 15, 2025 12:53 pm
ટ્રાન્સપોર્ટરને પિસ્તોલનો ધાક બતાવી 5 લાખની માંગણી કરતો ટ્રક ચાલક ઝડપાયો
ટ્રાન્સપોર્ટર દિપક તરસેમલાલ શર્માએ તેના જ ટ્રક ચાલક વિક્રમસિંહ બલવીરસિંહ ઉપર આક્ષેપ લગાવ્યા હતા અને ડુંગરી પોલીસને ફરિયાદ કરી હતી કે તેમના ટ્રકના ડ્રાઈવરે તેમને પિસ્તોલ બતાવીને ખંડણી માગી છે, જે ગંભીર બાબતે પોલીસને જાણ કરતા ડુંગરી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો છે. ટ્રક ચાલકે ટ્રાન્સપોર્ટર દિપક શર્માની છાતી પર પિસ્તોલ મૂકી ₹5 લાખની માંગણી કરી ધમકાવ્યો હતો.
Nov 15, 2025 12:53 pm
વલસાડમાં ટ્રક ચાલકે પિસ્તોલ બતાવીને ટ્રાન્સપોર્ટર પાસે માગી 5 લાખની ખંડણી, ડુંગરી પોલીસે આરોપીની કરી ધરપકડ
વલસાડમાં ટ્રાન્સપોર્ટર પાસે રૂપિયા 5 લાખની ખંડણી માગનાર ટ્રક ચાલક ઝડપાયો છે, ટ્રાન્સપોર્ટરને બંદૂક બતાવી 5 લાખની માગ કરી હતી. વલસાડમાં ટ્રાન્સપોર્ટરે તેના જ ટ્રક ચાલક વિરુદ્ધ આક્ષેપ કર્યા છે અને કહ્યું હતુ કે મને પિસ્તોલ બતાવીને પાંચ લાખ રૂપિયાની ખંડણી માગી હતી, પોલીસે પૈસાની માગ કરનાર ટ્રક ચાલકને ઝડપી પાડ્યો છે અને જેલ હવાલે કર્યો છે.
Nov 15, 2025 12:27 pm
હસ્તકલાની પરંપરાગત ઉત્પાદનોની ખરીદી
જેના થકી કુલ રૂા. ૧૭.૫૨ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ અને હસ્તકલાની ચીજવસ્તુઓનું વેચાણ કરીને ‘આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત’ની દિશામાં મહત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ વેચાણમાં નિગમ દ્વારા વિવિધ સરકારી કચેરીઓમાં આપવામાં આવેલ ગિફ્ટ હેમ્પર તથા સરકારી કચેરીઓમાં કરેલ સુશોભનની કામગીરીનો પણ સમાવેશ થાય છે. કુટિર ઉદ્યોગ મંત્રી નરેશ પટેલ તેમજ રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરના નેતૃત્વમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીથી દેશના ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન મળે અને સ્વદેશી હાથશાળ - હસ્તકલાની પરંપરાગત ઉત્પાદનોની ખરીદી કરીને આપણા વારસાનું જતન કરવામાં આવી રહ્યું છે.
Nov 15, 2025 12:27 pm
ગુજરાતમાં હાથશાળ–હસ્તકલા નિગમ દ્વારા 34 મેળા-પ્રદર્શનનું આયોજન કરાયું
ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂ.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ થયું. વડાપ્રધાનના ‘હર ઘર સ્વદેશી,ઘર ઘર સ્વદેશી’ અભિયાનને વધુ ગતિમય અને તેજોમય બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યના હાથશાળ અને હસ્તકલાની સ્વદેશી બનાવટો-સ્થાનિક કલાકારોને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.રાજ્ય સરકારના હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ અંતર્ગત એપ્રિલથી ઓક્ટોબર-૨૦૨૫ એટલે કે છેલ્લા ૦૭ મહિનામાં ગરવી ગુર્જરી એમ્પોરિયમ ઉપરાંત રાજ્ય તથા રાજ્ય બહાર કુલ ૩૪ મેળા-પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Nov 15, 2025 12:17 pm
આ કામગીરી સમયસર પૂર્ણ થાય તે જરૂરી છે
આ માટે શહેર-જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં મતદાર યાદી સુધારણા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ કેમ્પના ચાર દિવસ દરમિયાન મતદારો પોતાના સંબંધિત મતદાન મથક પર જઈને BLO એટલે કે બૂથ લેવલ ઑફિસરની મદદથી વર્ષ-૨૦૦૨ની મતદાર યાદીમાં પોતાનું નામ શોધી શકશે તેમજ જો નામ ન હોય અથવા તેમનાં માતા/પિતા/દાદા/દાદીનું નામ પણ વર્ષ-૨૦૦૨ની મતદાર યાદીમાં ન હોય, તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગેનું માર્ગદર્શન પણ BLO પાસેથી મેળવી શકાશે.
Nov 15, 2025 12:16 pm
કલેક્ટર સુજીત કુમારના માર્ગદર્શનમાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે
ભારતીય ચૂંટણી પંચ દ્વારા તા. ૦૧-૦૧-૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે Special Intensive Revision(SIR) શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત, હાલ મતદારોની ગણતરીનો તબક્કો (Enumeration Phase) ચાલી રહ્યો છે, ત્યારે શહેર-જિલ્લાના ૨૧ વિધાનસભા મત વિસ્તારમાંથી એક પણ લાયક મતદારનું નામ મતદારયાદીમાંથી બાકાત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારના માર્ગદર્શનમાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
Nov 15, 2025 12:16 pm
અમદાવાદ શહેર-જિલ્લાના તમામ 21 વિધાનસભા મત વિસ્તારોમાં એન્યુમરેશન ફોર્મ મેળવવા અને પરત આપવા માટે વિશેષ કેમ્પ યોજાશે
અમદાવાદ શહેર-જિલ્લાના તમામ 21 વિધાનસભા મત વિસ્તારોમાં એન્યુમરેશન ફોર્મ મેળવવા અને પરત આપવા માટે વિશેષ કેમ્પ, જિલ્લાના તમામ 5524 મતદાન મથકો પર BLO હાજર રહી મતદારોને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડશે, અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR)ની કામગીરી પ્રગતિમાં છે, ત્યારે શહેર-જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રિડેવલપમેન્ટ, ડિમોલિશન અથવા અન્ય કોઈ કારણસર સ્થળાંતર કરનારા તેમજ એ સિવાયના તમામ મતદારો માટે જિલ્લાના તમામ ૫૫૨૪ મતદાન મથકો ખાતે તા. ૧૫, ૧૬ અને ૨૨, ૨૩ નવેમ્બરના રોજ સવારે ૯ થી ૧ વાગ્યા સુધી વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો તમામ મતદારો લાભ લઈ શકશે.
Nov 15, 2025 12:00 pm
17 થી 24 નવેમ્બર સુધી રેલવે ક્રોસિંગ નં. 29 (ખોડા રેલવે ફાટક) બંધ રહેશે
પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના સાણંદ–છરોડી સ્ટેશનો વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નં. 29 (કિ.મી. 533/2-4) જરૂરી સમારકામ કાર્ય માટે 17 નવેમ્બર 2025ના રોજ સવારે 08.00 વાગ્યાથી 24 નવેમ્બર 2025ના સાંજે 20.00 વાગ્યા સુધી બંધ રહેશે. રસ્તા ઉપયોગકર્તાઓ આ અવધિ દરમિયાન રેલવે ક્રોસિંગ નં. 37 (સચાણા રેલવે ફાટક) અને રેલવે ક્રોસિંગ નં. 22 (સાણંદ જોગણી માતા રેલવે ફાટક) નો ઉપયોગ કરી શકે છે.
Nov 15, 2025 11:59 am
યુવાનો માટે સ્પર્ધાઓ અને નેતૃત્વ વર્કશોપ્સનું પણ આયોજન કરવામાં આવ્યું
આ મહોત્સવ પહેલા 14 જાન્યુઆરી 2026 થી શરૂ થનારી 21 દિવસની ભારતભ્રમણ યાત્રા 9999 કિમીનો માર્ગ કાપશે. આ યાત્રા દેશના મુખ્ય તીર્થસ્થાનો અને સાંસ્કૃતિક સ્થળોને સ્પર્શશે અને દરેક સ્થાને આ યજ્ઞનો “ધર્મથી રાષ્ટ્ર નિર્માણ”નો સંદેશ આપશે. અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવના વિશેષ આકર્ષણોની વાત કરીએ તો, શ્રીમદ્ ભાગવત કથા અને ધર્મસભા — વિખ્યાત કથાકારો અને સંતો દ્વારા રોજનું વેદાંત પ્રવચન થશે. કૃષિ મેળો – આધુનિક ખેતી અને કાર્બનિક તકનીકોનું માર્ગદર્શન આપવામાં આવશે. આ સાથે MSME અને વેપાર મેળો–સ્થાનિક ઉદ્યોગસાહસિકો માટે તક ઉભી થશે.લોક સંગીત અને લોક નાટ્ય કાર્યક્રમો પણ યોજાશે. આ ઉપરાંત ફૂડ ફેસ્ટિવલ, કલા-હસ્તકલા મેળો, આરોગ્ય શિબિરો તેમજ બાળકો અને યુવાનો માટે સ્પર્ધાઓ અને નેતૃત્વ વર્કશોપ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Nov 15, 2025 11:59 am
જામનગરમાં ફેબ્રુઆરી મહિનામાં વિશ્વ કક્ષાનો અશ્વમેઘ મહાયજ્ઞ કરાશે, 5555 યજ્ઞકુંડ સાથેનું ઐતિહાસિક આયોજન
ભારતની પ્રાચીન વેદિક પરંપરાને ફરીથી જીવંત બનાવવા ' અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ 2026' આગામી 12 થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન જામનગરના ખંભાળીયા બાયપાસ રોડ, એરપોર્ટ રોડ સામે વિશાળ સ્તરે આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય યજ્ઞનું આયોજન રિધમસ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે છેલ્લા કેટલાય વર્ષોથી સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાયાકલ્પ માટે કાર્યરત અગ્રણી સંસ્થા તરીકે ઓળખાય છે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ 5555 યજ્ઞકુંડ સાથેનું અશ્વમેઘ યજ્ઞ છે, જે 5555 વર્ષ પછી તે જ તિથિ અને નક્ષત્રના સંયોગમાં યોજાશે જે મહાભારત કાળ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને કરાવ્યો હતો.
Nov 15, 2025 11:47 am
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
08 - J&K: નૌગામની ઘટના એક અકસ્માત, ફોરેન્સિક તપાસ દરમિયાન થયો બ્લાસ્ટ, જમ્મુના DGPએ કરી સ્પષ્ટતા
10 - Bihar Election Results: રાજનીતિમાં સ્ટારડમ થયુ ફ્લોપ! માત્ર મૈથિલી ઠાકુરનો સિતારો ચમક્યો
Nov 15, 2025 11:36 am
ભાવનગરમાં હત્યાનો બન્યો બનાવ
ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ પાસે આવેલ મફતનગર વિસ્તારમાં ભાવિ પતિએ ભાવિ પત્નીની હત્યા કરી નાખી છે અને હત્યા કરી ભાવિ પતિ ફરાર થયો છે, પહેલા ઝઘડો થયો અને ત્યારબાદ હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી છે, તો પોલીસે ઘટના સ્થળે જઈને પંચનામું કર્યુ છે અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
Nov 15, 2025 11:36 am
ભાવનગરમાં ભાવિ પત્નીની હત્યાથી ચકચાર, જેમની સાથે સાત ફેરા ફરવાના હતા તેવા ભાવિ પતિએ જ કરી હત્યા
ભાવનગરમાં હત્યાનો બનાવ બન્યો છે, જેમાં ભાવિ પતિએ ભાવિ પત્નીની હત્યા કરી દીધી છે, અને હત્યાબાદ ભાવિ પતિ ફરાર થઈ ગયો છે, પોલીસે સમગ્ર ઘટનામાં ગુનો નોંધ્યો છે, ભાવનગરમાં ભાવિ પત્નીની હત્યાથી ચકચાર મચી છે, ભાવિ પતિએ કરી ભાવિ પત્નીની હત્યા અને શહેરના મફ્તનગર વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે, ભાવિ પત્નીની હત્યાને લઇ પોલીસે તપાસ હાથ ધરી છે, તો હત્યા થવા પાછળનું કારણ અકબંધ છે, ઘટના સ્થળે પડેલા વાહનોને પણ નુકસાન થયું હોવાની વાત સામે આવી છે.
Nov 15, 2025 11:35 am
રાજકોટમાં પત્નીને ગોળી મારી પતિનો આપઘાત
સમગ્ર મામલે ACP રાધિકા ભરાઇનું નિવેદન, ‘પતિ-પત્ની વચ્ચે પારિવારિક ઝઘડો ચાલતો હતો’, ઝઘડો ઉગ્ર બનતા પતિએ પત્ની પર ફાયરિંગ કર્યુ, પત્ની પર ફાયરિંગ કર્યા બાદ પતિએ આપઘાત કર્યો, પતિએ ફાયરિંગ કરી આપઘાત કર્યોઃ ACP, ઘટનાસ્થળે 4 રાઉન્ડ ફાયરીંગ થયાનું સામે આવ્યું: ACP, ઇજાગ્રસ્ત તૃષાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળઃ ACP, પત્ની તૃષાની હાલત અતિગંભીરઃ ACP.
Nov 15, 2025 11:34 am
બનાસકાંઠાના ભાભરમાં વહીવટી તંત્રની નવી પહેલ
જીલ્લાના અધિકારીઓ બાળકો સાથે ભોજન લીધો, અઠવાડિયામાં એક દિવસ બાળકો સાથે મધ્યાહન ભોજન લેશે, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ કરાવ્યો પ્રારંભ, સાંસદ ગેનીબેન ઠાકોર, કલેક્ટર, ડીડીઓ પણ હાજર રહ્યા.
Nov 15, 2025 11:02 am
પાટણના સરસ્વતીમાં ખાતર માટે લાંબી કતારો
મેલુસણ સેન્ટર પર ખાતર માટે ખેડૂતોની કતારો, લાઇનમાં ઉભા રહેવા છતાં ખેડૂતોને નથી મળતુ ખાતર.
Nov 15, 2025 10:40 am
અમરેલીના બગસરામાં ST બસને લઇ વિદ્યાર્થીઓ પરેશાન
ST ડેપોના કથળેલા વહીવટને લઇ વિદ્યાર્થીઓ પરેશાન, 10 કિમીમાં બે કલાક બસ લેટ થતા વિદ્યાર્થીઓ પરેશાન, સ્કૂલથી છૂટ્યા બાદ રફાળા ગામના વિદ્યાર્થીઓ હેરાન, રોજે રોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ-મુસાફરોને હાલાકી.
Nov 15, 2025 10:38 am
પરિજનોની પોલીસે પૂછપરછ શરૂ કરી
આ ઘટના વહેલી સવારે બની છે અને ફલેટના સ્થાનિકોએ પોલીસને જાણ કરી છે, પતિના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, તો પોલીસે મૃતકનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે, સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી પતિ અને પત્ની વચ્ચે ઘરકંકાસ ચાલતો હતો અને તેના કારણે આ ઘટના બની છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.
Nov 15, 2025 10:37 am
રાજકોટમાં પતિએ પત્નીને ગોળી મારી કર્યો આપઘાત
રાજકોટમાં ખૂની ખેલ ખેલાયો છે જેમાં પતિએ પત્નીને ગોળી મારી અને ત્યારબાદ તેણે પણ આપઘાત કરી લીધો છે, પતિનું ઘટના સ્થળે મોત નિપજયું છે, ફલેટના પરિસરમાંથી પોલીસને એક ફૂટેલી કારતૂસ મળી આવી છે, હત્યા કેમ કરી તેનું કારણ અકબંધ છે, તો પોલીસે હાલ પરિજનોની પૂછપરછ શરૂ કરી છે, ફાયરિંગ કરતા આસપાસના લોકો પણ બહાર દોડી આવ્યા હતા, ઈજાગ્રસ્ત પત્નીનું પોલીસે નિવેદન લીધુ છે.
Nov 15, 2025 10:37 am
રાજકોટમાં ઘાતકી ઘરકંકાસ, પતિએ પત્નીને ગોળી મારી કર્યો આપઘાત, પત્નીને સારવાર હેઠળ ખસેડાઈ
રાજકોટમાં ઘરકંકાસમાં પતિએ પત્નીને ગોળી મારી છે અને ત્યારબાદ પતિએ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, તો રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં આ ઘટના બની છે. રાજકોટમાં પત્નીને ગોળી માર્યા બાદ પતિએ આપઘાત કર્યો છે અને પત્નીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ છે, જામનગર રોડ પર શિખર એપાર્ટમેન્ટમાં આ ઘટના બની છે, પત્નીને ગોળી મારી પતિએ આપઘાત કરતા ચકચાર મચી છે, જે પિસ્તલથી ગોળી મારી છે તે પિસ્તલનું લાયસન્સ છે કે નહી તેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે, ઘટનાની જાણ થતાની સાથે પરિજનો હોસ્પિટલ પહોંચ્યા છે.
Nov 15, 2025 10:20 am
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ
બ્લાસ્ટમાં 9 લોકોના મોત અને 30 ઇજાગ્રસ્ત, નૌગામ બ્લાસ્ટ પર JKના DGPનો મોટો ખુલાસો, નૌગામ બ્લાસ્ટ ષડ્યંત્ર નહિ, દુર્ઘટનાઃ DGP, ‘FSLની ટીમ સમગ્ર મામલે તપાસ કરી રહી છે’, અમોનિયમ નાઇટ્રેટ ખુલ્લામાં રાખ્યો હતોઃ DGP, કોની ભૂલથી બ્લાસ્ટ થયો તેની તપાસ ચાલુઃ DGP, સેંપલ લેતા સમયે બ્લાસ્ટ થયોઃ DGP.
Nov 15, 2025 10:06 am
સાબરમતી રેલવે સ્ટેશન પર “વંદે માતરમ્” પ્રદર્શનનું આયોજન
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા સાબરમતી રેલવે સ્ટેશન પર “વંદે માતરમ્” પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનો ઉદ્દેશ ભારતના સ્વતંત્રતા સંગ્રામ,વીર સ્વતંત્રતા સેનાનીઓ તથા રાષ્ટ્રભક્તિની ગૌરવશાળી પરંપરાને જન-જન સુધી પહોંચાડવાનો છે. પ્રદર્શનમાં સ્વતંત્રતા સંગ્રામથી જોડાયેલા દુર્લભ દસ્તાવેજ, ઐતિહાસિક ચિત્ર, વીર સેનાનીઓના પ્રેરક જીવન પ્રસંગ, દેશભક્તિ સાહિત્ય તથા વિવિધ કલા-કૃતિઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું છે. વિશેષ આકર્ષણના રૂપે “વંદે માતરમ્”ગીતની રચના, તેનું ઐતિહાસિક મહત્વ તથા તેનાથી જોડાયેલા મુખ્ય પ્રસંગોને સુંદર, પ્રભાવક અને દર્શનીય રૂપમાં રજૂ કરવામાં આવ્યા છે.
Nov 15, 2025 10:05 am
રિશિડ્યુલ ટ્રેનો :
01-તારીખ 16.11.2025 ની ટ્રેન નંબર 20485 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ જોધપુરથી 2 કલાક રિશિડ્યુલ થશે.
02-તારીખ16.11.2025 ની ટ્રેન નંબર 69207 ગાંધીનગર કેપિટલ-વરેઠા મેમૂ ગાંધીનગર કેપિટલથી 01 કલાક રિશિડ્યુલ થશે.
Nov 15, 2025 10:05 am
આંશિક રદ ટ્રેનો :
01-તારીખ 16.11.2025 ની ટ્રેન નંબર 20959/20960 વલસાડ-વડનગર-વલસાડ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ અને વડનગર વચ્ચે આંશિક રદ રહેશે.
02-તારીખ16.11.2025 ની ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ સાબરમતી-આબૂરોડ વચ્ચે અને તારીખ 17.11.2025 ની ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આબૂરોડ-સાબરમતી વચ્ચે આંશિક રદ રહેશે.
Nov 15, 2025 10:05 am
જગુદણ રેલવે સ્ટેશન પર એન્જિનિયરીંગ બ્લોકના કારણે કેટલીક ટ્રેનો રદ અને પ્રભાવિત રહેશે
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવતા જગુદણ સ્ટેશન ખાતે બ્રિજ નંબર 982ના રિનોવેશન કામને લઈને 16 નવેમ્બરના રોજ રવિવારે મેગા બ્લોક લેવામાં આવશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના જગુદણ સ્ટેશન યાર્ડમાં 16.11.2025 (રવિવાર) ના રોજ બ્રિજ નંબર 982 ના પુનઃનિર્માણ કામના સંબંધમાં બ્લૉક લેવામાં આવી રહ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે.
Nov 15, 2025 09:50 am
હજારો ભકતોએ દાદાના કર્યા દર્શન
આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી અને શણગાર આરતી શાસ્ત્રી હરિપ્રકાશસ્વામીએ કરી હતી. આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડના વૃંદાવનમાં 7 દિવસની મહેનતે જરદોશી વર્કવાળા ફુલની થીમના વાઘા અને સિંહાસને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. દાદાના આ દર્શનનો લ્હાવો લઈને દરેક ભક્તો ધન્યતા અનૂભવી રહ્યા છે.આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે કારતક વદ એકાદશીને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને વૃંદાવનમાં 7 દિવસની મહેનતે 7 કારીગરો દ્વારા બનાવવામાં આવેલા પ્યોર સિલ્કના ફુલની ડિઝાઈનવાળા બ્લૂ કલરના વાઘા પહેરાવ્યા છે. આ સાથે વડોદરાથી મંગાવેલા 100 કિલો સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. આ સાથે હનુમાનજીનું રાજોપચાર પૂજનનું કરવામાં આવશે.

Nov 15, 2025 09:50 am
એકાદશી નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરાયો, સિંહાસને 100 કિલો ફૂલનો શણગાર
સાળંગપુર હનુમાનજી મંદિરે એકાદશી નિમિત્તે 7 દિવસે વૃંદાવનમાં બનેલા વાઘા હનુમાનજીને પહેરાવ્યા, સિંહાસને 100 કિલો ફુલો શણગાર સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીવિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા. 15-11-2025, શનિવાર અને એકાદશીના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

Nov 15, 2025 09:49 am
PM નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે
નર્મદામાં આદિવાસી ગૌરવ દિવસ કાર્યક્રમમાં હાજર રહેશે, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિતે કાર્યક્રમ, 9700 કરોડથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, આદિવાસી આસ્થાના કેન્દ્ર દેવમોગરા મંદિરમાં દર્શન કરશે, જનજાતિ ઉત્કર્ષ અભિયાન હેઠળના મકાનોમં પ્રવેશ કરાવશે, PM મોદી 250 નવીન બસોને લીલીઝંડી આપશે.
Nov 15, 2025 09:26 am
સુરતના કામરેજમાં મહારાષ્ટ્રના યુવકનો આપઘાત
મંદિરના અતિથિ ગૃહના રુમમાં યુવકનો આપઘાત, ચાદરથી ગળેફાંસો ખાઇ યુવકે જીવન ટૂંકાવ્યું, યુવકના રુમમાંઠી મરાઠીમાં લખેલી ચિઠ્ઠી મળી, કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Nov 15, 2025 09:16 am
SIRની કામગીરી આવી પડતા કર્મચારીઓ તેમાં જોડાતા ચકાસણીની કામગીરી હાલ પડતી મુકવામાં આવી
પૂરવઠા વિભાગે આ યાદીના આધારે ચકાસણી કરી હતી તેમાં રાજકોટ જિલ્લામાં સરકારનું મફત અનાજ ૧,૬૮,૧૧૫ લોકો મેળવતા હોવાની વિગત પ્રકાશમાં આવી છે. આ તમામ લોકોને મામલતદાર કક્ષાએથી નોટિસ ફટકારવામાં આવી હતી. અત્યાર સુધીમાં વિછીયા તાલુકામાં આ કામગીરી પુર્ણતાના આરે છે. જ્યારે કોટડાસાંગાણી, ગોંડલ, જામકંડોરણા, પડધરી તાલુકામાં સરેરાશ ૫૦ ટકા કામગીરી બાકી છે. આ કામગીરી પુરી થાય ત્યાં SIRની કામગીરી આવી પડતા કર્મચારીઓ તેમાં જોડાતા ચકાસણીની કામગીરી હાલ પડતી મુકવામાં આવી છે.
Nov 15, 2025 09:16 am
બે મહિના પહેલા કેન્દ્ર સરકારે ગુજરાતને 55 લાખ જેટલા રેશનકાર્ડ ધારોકોનું લીસ્ટ સોંપવામાં આવ્યું હતું
તેના આધારે ગુજરાત સરકારે તમામ જિલ્લા પુરવઠા અધિકારીને યાદી સોંપી ચકાસણી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. સરકારે આપેલી યાદી મુજબ રાજકોટ શહેર-જિલ્લામાં ૧,૦૨,૪૬૮ લોકો પી.એમ.કિશાન સન્માનનીધીમાં સહાય લઈ રહ્યા છે. સાથોસાથ આ લાભાર્થીઓ પાસે પાંચ વિધાથી વધુ જમીન અને ઈન્કમટેક્ષમાં ૬ લાખથી વધુના રિટર્ન ફાઈલ કરે છે જ્યારે અમુક લાભાર્થીઓ જીએસટી વિભાગમાં ૨૫ લાખથી વધુનું ટર્ન ઓવર ધરાવતા હોવાનો ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો.
Nov 15, 2025 09:15 am
રાજકોટના 1.02 લાખ શ્રીમંત રેશનકાર્ડ ધારકોમાંથી 75 ટકાની ચકાસણી પૂર્ણ
નેશનલ ફૂડ સિક્યુરીટી એકટ(NFSA) હેઠળ ગરીબ પરિવારોને સરકાર દ્વારા આપવામાં આવતા મફત અનાજમાં રાજકોટ શહેરના ૧૯ હજાર સહિત જિલ્લાના ૧,૦૨,૪૬૮ શંકાસ્પદ શ્રીમંત લોકો સરકારી અનાજ લેતા હોવાના સરકારના રિપોર્ટ બાદ શરૂ કરવામાં આવેલી ચકાસણીની કામગીરી ૭૫ ટકા પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન ૫,૦૦૦થી વધુ રેશનકાર્ડ ધારકોના લાભ બંધ કરી દેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
Nov 15, 2025 09:15 am
રાજકોટમાં ગેરલાભ લેતા રેશનકાર્ડ ધારકોની ચકાસણી, કેટલાક લાભાર્થીઓ 25 લાખથી વધુ GST ટર્ન ઓવરવાળા
રાજકોટમાં ગેરલાભ લેતા રેશનકાર્ડ ધારકોની ચકાસણી કરવામાં આવી છે, NFSAનો લાભ લેતા 5 હજારથી વધુ કાર્ડ ધારકોની તપાસ પુરવઠા વિભાગે કરી છે. શંકાસ્પદ રીતે ગેરલાભ લેતા રેશનકાર્ડ ધારકોની ચકાસણી કરવામાં આવી છે અને 1 લાખથી વધુ રેશનકાર્ડ ધારકો કિશનનિધિ સહાય લેનારા 1.2 લાખ રેશનકાર્ડ ધારકોમાંથી 75 ટકાની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે, કેટલાક લાભાર્થીઓ 25 લાખથી વધુ GST ટર્ન ઓવરવાળા છે.
Nov 15, 2025 09:05 am
બોટાદના રાણપુરમાં લૂંટ કરનાર આરોપીની ધરપકડ
અળવ ગામે છરીની અણીએ 10 હજારની લૂંટ કરી હતી, પોલીસે લૂંટ કરનાર આરોપી પ્રકાશ રાજગોરને ઝડપ્યો, પોલીસે આરોપી પ્રકાશ રાજગોરનું રિકન્સ્ટ્રક્શન કર્યુ.
Nov 15, 2025 08:54 am
દેવમોગરા ધામ: આદિજાતિ સમાજની આસ્થા, પરંપરા અને સંસ્કૃતિનું જીવંત પ્રતીક
આદિજાતિ સમુદાય હજારો વર્ષોથી તેમની અનોખી પરંપરાનું પાલન કરે છે, જેમાં તેઓ સંપૂર્ણ શ્રદ્ધા સાથે નવા પાકને વાંસની ટોપલીમાં મૂકે છે અને શાકભાજી, પૂજાનાં સામાનની હિરી (હિજારી) બાંધી માથા પર મૂકીને રંગબેરંગી વસ્ત્રો અને મહિલાઓ સોના-ચાંદીના ઘરેણામાં સજ્જ વાજતેગાજતે હોબ યાત્રા પર નીકળે છે. સવા મહિનાના વ્રત-ઉપાસના કરીને યાહા પાંડોરી દેવમોગરાનાં ચરણોમાં ધાન્ય-અન્નને શ્રદ્ધા સાથે સમર્પણ કરે છે અને ત્યાર પછી નવા ધાન્યને આરોગવામાં આવે છે. આમ, દેવમોગરા ધામ એ ફક્ત એક સ્થાનક જ નથી, પરંતુ આદિજાતિ સમાજની આસ્થા, પરંપરા અને સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે અને સ્થાનિક પ્રદેશના ઘેરીયાઓ હોળી-ધૂળેટીના તહેવાર દરમ્યાન સવા મહિનો ઘરની બહાર નિકળી જઈને ઘરે-ઘરે ફરી ઘેરીયા બને છે અને નવ રસના શ્રૃગાંર સાથે મન મૂકીને નાચગાન કરે છે અને હોળીના આગલા દિવસે હોળી ચોક ખાતે હોળી પ્રગટાવીને નાચ-ગાન વાજિંત્રો સાથે પરંપરાગત વેશભૂષામાં સજ્જ બની મહિલાઓ પણ હોળીના લોલે (ગીત) ગાઈને આનંદ ઉત્સવ મનાવે છે.
Nov 15, 2025 08:54 am
આમ એકજ મંદિરમાં બે માતાજી બિરાજમાન છે
હજારો શ્રદ્ધાળુઓ આ મુજબ તેમની ખેતીવાડીનું આગોતરું આયોજન કરે છે. મેળા દરમિયાન માતાનાં આંગણામાં આવેલ કાકળનાં વૃક્ષ પર એક જ રાતમાં ફૂલો આવી જાય છે. સવારે ભક્તો તેના દર્શન કરે છે અને જે દિશામાં સૌથી વધુ ફૂલો હોય એ દિશામાં વર્ષ દરમ્યાન ખેતીવાડીનું કામ સારું થશે તેવું માને છે. દર વર્ષે મહા વદ અમાસ અને મહાશિવરાત્રીનાં આગલા દિવસથી સળંગ પાંચ દિવસ સુધી ભરાતો આ મેળો આદિવાસી લોકસંસ્કૃતિના અનોખા દર્શન કરાવે છે. આ મેળામાં લાખો ભક્તો માતાજીના દર્શન માટે ભેગા થાય છે, જે ખરેખર આહ્લાદક દ્રશ્ય હોય છે. આ મંદિરમાં ડાબી બાજું શ્યામવર્ણી મહાકાલી માતાની મૂર્તિના પણ લોકો ભાવથી દર્શન કરે છે. આમ એકજ મંદિરમાં બે માતાજી બિરાજમાન છે.
Nov 15, 2025 08:54 am
આદિવાસી લોકસંસ્કૃતિના અનોખા દર્શન કરાવે છે મહાશિવરાત્રિનો મેળો
દેવમોગરા ખાતે જ્યાં રાજા પાંઠા-વિનાદેવનું સ્થાનક છે, ત્યાં દર વર્ષે મહાશિવરાત્રિ પર એક ભવ્ય ગઢ યાત્રા યોજવામાં આવે છે. આ યાત્રામાં પરંપરાગત વાજિંત્રો અને નૃત્ય સાથે માતાજીને ગઢમાં જંગલો-પર્વતોની વચ્ચે આવેલા કુદરતી ઝરણામાં સ્નાન કરાવવામાં આવે છે. એટલું જ નહીં, માતાજીની પૂજા કરીને આગામી વર્ષ માટે ખેતીવાડી તથા વરસાદ, હવામાનનો (હોલકો ઠોકીને) વરતારો લેવામાં આવે છે.
Nov 15, 2025 08:54 am
સાગબારા તાલુકાના દેવમોગરા ગામે આવેલ આ મંદિર
આવા સંકટના કપરા કાળમાં આ વિસ્તારના પ્રજા પાલક ગોર્યા કોઠારે આવશ્યક અન્નનું વિતરણ કરવાનું શરૂ કર્યું. પરંતુ, સમય જતાં ગોર્યા કોઠારના અન્ન ભંડાર પણ ખાલી થવા લાગ્યા ત્યારે તેમની પાલક પુત્રી, યાહા પાંડોરીએ કણી-કંસરીનું રૂપ ધારણ કરીને અન્ન વિતરણનું કાર્ય સંભાળ્યું હતું. ત્યારથી આજ પર્યંત અનાજના ભંડારો ક્યારેય ખૂટ્યા નથી. એટલે કે, આદિ-અનાદિ કાળથી લઈને આજ સુધી માતાજીના અન્ન ભંડારો સમગ્ર માનવજાત માટે હંમેશા ભરેલા રહ્યા છે. સાગબારા તાલુકાના દેવમોગરા ગામે આવેલ આ મંદિરમાં અનેક પેઢીઓથી લાખો ભક્તો માતાજીના ચરણોમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે તેમની સમસ્યાઓ અને દુઃખોના ઉકેલ મેળવવા માટે આવે છે. મંદિરના પુજારી દ્વારા માતાજીને આહ્વાન કરવામાં આવે છે અને આશીર્વાદ આપીને દરેક વ્યક્તિના કલ્યાણની મંગળકામના કરવામાં આવે છે. માતાજીના ચરણોમાં જે પણ વ્યક્તિ રડતો આવે છે, દુઃખી માણસ તે હસતાં હસતાં પાછો ફરે છે.
Nov 15, 2025 08:53 am
માતાજીએ દેવમોગરા ધામ પર સ્વયં વાસ કર્યો હતો
સાતપુડાની ગીરીકંદરાઓમાં પ્રકૃતિના ખોળે વસેલા આ ધામમાં સ્વયંભૂ યાહા પાંડોરી દેવમોગરા માતા આદિ-અનાદિ કાળથી સ્વયં કણી-કંસરી બિરાજમાન છે. અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનાં આદિજાતિ સમુદાયના લોકો યાહામોગી પાંડોરીની કુળદેવી તરીકે અપાર શ્રદ્ધા-આસ્થા અને ભક્તિ સાથે પૂજા અર્ચના કરે છે. આ પવિત્ર હેલાદાબની આદિ-અનાદિ કાળથી ખૂબ અનેરો મહિમા રહ્યો છે. હજારો વર્ષો પૂર્વે જ્યારે આ પ્રદેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, ત્યારે માતાજીએ દેવમોગરા ધામ પર સ્વયં વાસ કર્યો હતો. ભયંકર દુષ્કાળને કારણે, અન્ન-જળ ખૂટી પડ્યા હતા અને પશુ-પક્ષી, અને માનવી બધા જ દુઃખી થઈ ગયા હતા.
Nov 15, 2025 08:53 am
આદિજાતિઓના કુળદેવી પાંડોરી માતા (યાહમોગી)નું મંદિર આવેલું છે
નર્મદા જિલ્લાની મુલાકાત દરમ્યાન વડાપ્રધાન પ્રસિદ્ધ યાહા મોગી દેવમોગરા ધામ ખાતે માતાજીના દર્શન કરશે. સાતપુડાની ગિરિમાળામાં આવેલું પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મનમોહક આ ધામ આદિજાતિ સમાજના લોકોની આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર છે, જેનો મહિમા અનેરો છે. સાતપુડાની ગિરિમાળાની વચ્ચે આવેલું પૌરાણિક મંદિર દેવમોગરા ધામ-નેપાળના પશુપતિનાથ જેવું બહારથી દેખાય છે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિજાતિઓના કુળદેવી પાંડોરી માતા (યાહમોગી)નું મંદિર આવેલું છે.
Nov 15, 2025 08:53 am
સાતપુડાની ગિરિમાળામાં આવેલા પ્રખ્યાત યાહા મોગી માતા દેવમોગરા ધામના દર્શન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં આદિજાતિ સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આદિજાતિ સમુદાયના પરાક્રમ, બલિદાન અને સાંસ્કૃતિક વારસાને જન-જન સુધી પહોંચાડવા માટે વડાપ્રધાને 15 નવેમ્બરને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. આ વર્ષે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી વડાપ્રધાનની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે થશે.

Nov 15, 2025 08:47 am
અમદાવાદના ઇસનપુરમાં મહિલા સાથે છેતરપિંડી
ઘરે બેઠા કામ કરવાની લિંક મોકલી પૈસા પડાવ્યા, મહિલાના ખાતામાંથી 3.45 લાખ રકમ પડાવી, હોટેલના રિવ્યૂનું કામ કહી મહિલા સાથે છેતરપિંડી, મહિલાએ ઇસનપુર પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ.
Nov 15, 2025 08:35 am
સુરતના સરથાણામાં લુખ્ખા તત્વોનો આંતક
લુખ્ખાઓની લારી-ગલ્લાવાળા સાથે બબાલ, મફ્તમાં જમવાનું ન આપતા બબાલ કર્યાનો આરોપ, લુખ્ખાઓના આતંકની ઘટના CCTVમાં કેદ, સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Nov 15, 2025 08:30 am
અમદાવાદના સિંધુભવન રોડ પર વારંવાર સર્જાય છે અકસ્માત
અમદાવાદનો સિંધુભવન રોડ પોશ વિસ્તાર છે અને આ રોડ પર વારંવાર નબીરાઓ અકસ્માત સર્જતા હોય છે અને બેફામ કાર હંકારી સ્ટંટ પણ કરતા હોય છે, પોલીસને આ વાતની ખબર જ નથી કે શું ! ઘટના બને પછી પોલીસ દોડી જાય છે, સિંધુભવન રોડ પર મોડી રાત્રે આ અકસ્માતની ઘટના બની હતી, અને પોલીસે પણ આસપાસના સીસીટીવી તપાસ માટે લીધા છે, કાર ચાલકે દારૂનો નશો કર્યો છે કે નહી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
Nov 15, 2025 08:30 am
કાર ચાલકે 2 હોમગાર્ડ સહિત 5 લોકોને લીધા અડફેટે
સિંધુભવન નજીક અર્બન ચોક સામે 2 હોમગાર્ડને કાર ચાલકે મારી ટક્કર અને અકસ્માત કરી ભાગવા જતા 3 શ્રમિકોને પણ મારી ટક્કર, ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસના કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી અને મહત્વની વાત તો એ છે કે, આ ઘટનામાં 2 શખ્સોની પોલીસે અટકાયત પણ કરી છે અને કાર ચાલક કોન છે તેની માહિતી હાલમાં સામે આવી નથી, ઈજાગ્રસ્તોને તાત્કાલિક સોલા સિવિલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.
Nov 15, 2025 08:30 am
અમદાવાદ શહેરમાં નબીરાઓ ફરી બેફામ
અમદાવાદ શહેરના પોશ વિસ્તાર સિંધુભવન નજીક અકસ્માતની ઘટના બની હતી જેમાં ફુલ સ્પીડમાં આવેલા કાર ચાલકે 5 લોકોને અડફેટે લીધા છે, 2 હોમગાર્ડ ત્યાં ફરજ બજાવતા હતા તેમને પણ અડફેટે લીધા છે, તો અકસ્માત કરીને ભાગવા જતા કાર ચાલકે 3 શ્રમિકોને પણ અડફેટે લીધા છે, અને ઘટનામાં કોઈના મોત નથી અને લોકોના ટોળા એકઠા થયા હતા.
Nov 15, 2025 08:30 am
અમદાવાદના એસ.જી.હાઈવે પર નબીરાઓ બેફામ, કાર ચાલકે 2 હોમગાર્ડ સહિત 5 લોકોને લીધા અડફેટે
અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માતની ઘટના બની છે, જેમાં કાર ચાલકે 2 હોમગાર્ડ સહિત 5 લોકોને અડફેટે લીધા છે, અને પોલીસે તપાસ શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં મોટી જાનહાની થતા રહી ગઈ છે, શહેરમાં નબીરાઓ ફરી બેફામ બન્યા છે અને ફુલ સ્પીડમાં કાર હંકારીને 5 લોકોને અડફેટે લીધા છે, સિંધુભવન રોડ પર આવેલ અર્બન ચોક પાસે આ ઘટના બની છે અને ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
Nov 15, 2025 08:16 am
નવસારીમાં ટ્રક ડ્રાઇવર અભિષેક બચ્ચન ઝડપાયો
દારુ ભરેલી ટ્રક સાથે અભિષેક બચ્ચન ઝડપાયો, યુપીનો ટ્રક ડ્રાઇવર વાપીથી અમદાવાદ જઇ રહ્યો હતો, બોડી લોશનની આડમાં ટ્રકમાં દારૂ ભરીને જતો હતો, LCBએ બોરિયાચ ગામ નજીકથી દારુ ભરેલી ટ્રક ઝડપી, ટ્રકમાંથી બોડી લોશન સાથે 25 લાખથી વધુનો દારૂ મળ્યો, દારુ સહિત દોઢ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો.
Nov 15, 2025 07:58 am
રાજ્ય સરકાર તરફથી લોકાર્પણ થનારા વિકાસકાર્યો
•માર્ગ અને મકાન વિભાગ : ડાંગમાં વઘઇ-સાપુતારા રોડ, તાપીમાં રિસર્ફેસ થયેલ ઉચ્છલ-નિઝર રોડ.
•પાણી પુરવઠા વિભાગ: છોટાઉદેપુરમાં હાંદોડ અને રોઝકુવા ખાતે પાણી પુરવઠા યોજનાઓ અંતર્ગતના કાર્યો.
•ગ્રામ વિકાસ વિભાગ: પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત સમગ્ર રાજ્યમાં 61,125 આવાસોનું લોકાર્પણ.
•શહેરી વિકાસ વિભાગ: નવસારી મહાનગરપાલિકામાં મોડર્ન ટાઉનહોલ.
•રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ: નર્મદામાં સ્માર્ટ ગ્રીન તાલુકા લાઇબ્રેરી.
Nov 15, 2025 07:58 am
રાજ્ય સરકાર તરફથી ખાતમુહૂર્ત થનારા વિકાસકાર્યો
•માર્ગ અને મકાન વિભાગ : મોવી-ડેડિયાપાડા રોડ, અવધા-તુતરખેડ રોડ, બારડોલી-મહુઆ રોડનું ફોર લેનિંગ, વડોદરા-ડભોઇ રોડ પર R.O.B.L.C (રોડ ઓવરબ્રિજ કમ લેવલ ક્રોસિંગ), હાંસપોર અબ્રામા અમલસાડ રોડ પર એરુ ચાર રસ્તા પાસે મેજર બ્રિજનું પુન:નિર્માણ, નેનપુર હલધરવાસ બાર મુવાડા રોડને પહોળો અને મજબૂત કરવાની કામગીરી, સુરખાય-અનાવલ- ભીનાર રોડ અને સિંધરોટ - શેરખી – કોયલી રોડને ફોર લેન કરવાની કામગીરી.
•શહેરી વિકાસ વિભાગ: વડોદરાના ખાનપુર ખાતે મલ્ટિએક્ટિવિટી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનું નિર્માણ, કોયલી ટીપી સ્કિમ ખાતે ભૂગર્ભ ડ્રેનેજ નેટવર્ક, આણંદના ખંભાતમાં પાણી પુરવઠા યોજના અને સુરતમાં મહારાણા પ્રતાપ જંક્શન (લિંબાયત ઝોન) ખાતે ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણ.
•સ્વાસ્થ્ય વિભાગ: પંચમહાલના હાલોલમાં 100 બેડની ક્ષમતા ધરાવતી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ.
•જળ સંસાધન વિભાગ: વડોદરામાં વાઘોડિયા ખાતે આજવા સરોવર પર બાંધનું નિર્માણ.
Nov 15, 2025 07:58 am
₹9700 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ
ગુજરાતની વિકાસયાત્રાને મજબૂત બનાવવા માટે આ ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર તરફથી ₹7667 કરોડ અને રાજ્ય સરકાર તરફથી ₹2112 કરોડના વિકાસકાર્યોની ભેટ આપવામાં આવશે. આ દિવસે સાંજના સમયે ધરતી આબા ભગવાન બિરસા મુંડાના જીવન પર આધારિત એક વિશેષ નાટ્ય પ્રસ્તૂતિનું આયોજન એકતાનગર ખાતે કરવામાં આવ્યું છે. આ ઉજવણીનું જીવંત પ્રસારણ રાજ્યના આદિજાતિ જિલ્લાના 23 તાલુકાઓમાં કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન સભાને સંબોધિત પણ કરશે.
Nov 15, 2025 07:58 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવમોગરા ધામમાં માતાજીની પૂજા અર્ચના કરશે
આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવમોગરા ધામમાં માતાજીની પૂજા અર્ચના કરીને આશીર્વાદ લેશે. સાતપુડાની ગિરિમાળામાં આવેલું આ ધામ આદિજાતિ સમાજના લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિજાતિ કલાકારો પરંપરાગત પરિવેશમાં તેમનું સ્વાગત કરશે. નર્મદાના ડેડિયાપાડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કેન્દ્ર તથા રાજ્ય સરકારના ₹9700 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપવામાં આવશે.
Nov 15, 2025 07:57 am
દેશ સહિત ગુજરાતમાં ઉત્સાહભેર થઇ રહી છે જનજાતીય ગૌરવ વર્ષ 2025ની ઉજવણી
જનજાતીય નાયકોના શૌર્ય અને અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા માટે સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી થઇ રહી છે. આગામી 15 નવેમ્બર 2025ના દિવસે કેન્દ્ર સરકાર દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાતના નર્મદા જિલ્લા ખાતે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
Nov 15, 2025 07:57 am
ડેડિયાપાડા ખાતે વડાપ્રધાનના હસ્તે કેન્દ્ર અને રાજય સરકારના રૂ.9700 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે નર્મદા જિલ્લામાં જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરાઈ. ડેડિયાપાડા ખાતે આયોજન, વડાપ્રધાનના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારના ₹9700 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, પ્રસિદ્ધ દેવમોગરા ધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાજીના દર્શન કરશે, એકતાનગર ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુંડાના જીવન પર આધારિત નાટ્ય પ્રસ્તૂતિનું આયોજન કરવામાં આવ્યું છે.
Nov 15, 2025 07:48 am
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ
પોલીસ સ્ટેશન પર કરાયો ઘાતકી હુમલો, બ્લાસ્ટમાં 7 લોકોના મોત અને 30 ઇજાગ્રસ્ત, બ્લાસ્ટની જવાબદારી PAFF એ સ્વીકારી, પ્રચંડ બ્લાસ્ટના કારણે માનવ અંગ 300 ફૂટ દૂર પડ્યા, બ્લાસ્ટને લઇ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ, મોડી રાતે 11.22 વાગ્યે બ્લાસ્ટની ઘટના, પોલીસ સ્ટેશનની અંદર વિસ્ફોટક સામગ્રી રખાઇ હતી, 360 કિલો એમોનિયમ નાઈટ્રેટ વિસ્ફોટક રખાયો હતો, બ્લાસ્ટની ઘટનાના કનેક્શનની તપાસ શરુ કરાઇ, ઇજાગ્રસ્તોમાં કેટલાકની હાલત ગંભીર, બ્લાસ્ટમાં મૃત્યાઆંક વધવાની શક્યતા, હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં ફસાયાની આશંકા, વિસ્ફોટ તીવ્ર હોવાથી આગના ગોટા ઉંચા ઉછળ્યા, મોટા બ્લાસ્ટ બાદ સતત નાના વિસ્ફોટો થયા, બચાવ ટીમને 1 કલાક સુધી પ્રવેશવામાં મુશ્કેલી પડી.
Nov 15, 2025 07:35 am
GTUની ગંભીર બેદરકારી આવી સામે
પરિક્ષામાં ગયા વર્ષનું બેઠુ પેપર આપી દીધુ, સિવિલ એન્જિનિયરિંગ સેમ-7નું પેપર બેઠુ છપાયુ, ગત વર્ષના પેપરમાં માત્ર તારીખ બદલી છાપી દેવાયુ, પેપર સેટ કરનાર પ્રોફેસર દ્વારા ગંભીર છબરડા, પેપરમાં પૂછાયેલા સવાલ એસાઈમેન્ટમાં પણ અપાયા હતા.
Nov 15, 2025 07:27 am
ગુજરાતમાં 18 નવેમ્બર પછી કડકડતી ઠંડી પડશે
સૌરાષ્ટ્રમાં આજે સૌથી ઠંડુ શહેર અમરેલીમાં લઘુતમ તાપમાનનો પારો 14 ડિગ્રીએ સ્થિર થયો હતો. શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેતા લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રોથી સહારો લઈ રહ્યા છે. રાજકોટમાં ગઈકાલ કરતા આજે ઠંડીમાં વધારો થયો છે સવારમાં ધૂમ્મસના આવરણ વચ્ચે તાપમાન નીચે સરકી જતા હિલસ્ટેશન જેવો માહોલ બની ગયો હતો. શહેરનું લઘુતમ તાપમાન ૧૪.૮ ડિગ્રીએ પહોચી ગયું હતું જે આ સિઝનનું સૌથી નીચુ તાપમાન નોંધાયું છે.
Nov 15, 2025 07:27 am
સૌરાષ્ટ્રમાં મામૂલી તફાવતે ઠંડીમાં સામાન્ય વધારો-ઘટાડો નોંધાયો છે
અમરેલીમાં ગઈકાલ કરતા આજે ઠંડીની માત્રામાં વધારો થયો છે. જ્યારે રાજકોટ અને રાજ્યના સૌથી ઠંડા શહેર ગણાતા નલીયામાં એક સમાન લઘુતમ તાપમાન નોંધાયું છે. સવાર અને સાંજે ભેજનું પ્રમાણ ઘટી જતા વાતાવરણ ટાઢુબોળ થઈ ગયું હતું. સૌરાષ્ટ્રમાં ધીમેધીમે શિયાળો રફતાર પકડી રહ્યો છે.
Nov 15, 2025 07:27 am
પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં શીતલહેર જોવા મળી
પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણાના કેટલાક ભાગોમાં રાત્રિના તાપમાનમાં સામાન્ય કરતાં લગભગ ૪-૭ ડિગ્રીનો ઘટાડો, જ્યારે મધ્યપ્રદેશ અને ઉત્તરમધ્ય મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં લગભગ બેથી ૪ ડિગ્રીના ઘટાડાની સંભાવના છે. આગામી છથી સાત દિવસમાં ઉત્તરપશ્ચિમ અને આસપાસના મધ્ય ભારતમાં તાપમાન સામાન્ય કરતાં બેથી પાંચ ડિગ્રી ઓછું રહેવાની સંભાવના છે. ત્રણ દિવસ દરમિયાન પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં શીતલહેરથી લઈને ગંભીર શીતલહેર જોવા મળશે. પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણાના કેટલાક ભાગોમાં રાતનું તાપમાન ૧૦ ડિગ્રીથી ઓછું અને સામાન્ય કરતાં ૪-૭ ડિગ્રી ઓછું રહેશે.
Nov 15, 2025 07:27 am
ઉત્તર ભારત માટે તીવ્ર ઠંડીની IMDની ચેતવણી
ઘણા રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, રાજસ્થાનમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે અને રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે, મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઇન્દોરમાં ઠંડીની શરૂઆત થઈ છે, મધ્યપ્રદેશના રાજગઢમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, છત્તીસગઢના સુરગુજા ક્ષેત્રમાં પણ ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે અને પેંડરામાં તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
Nov 15, 2025 07:26 am
રાજ્યમાં ઠંડીનો ચમકારો ધીરેધીરે વધશે
હવામાન વિભાગના આંકડા અનુસાર, રાજ્યના લગભગ 20 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે, જે શિયાળાની ઋતુનું આગમન સૂચવે છે.હવામાન નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં આ ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતા છે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે અને રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધશે. લોકોએ સ્વાસ્થ્ય જાળવવા માટે સાવચેતી રાખવી જરૂરી છે.
Nov 15, 2025 07:26 am
ગુજરાતમાં ઠંડીનો વધ્યો ચમકારો, ઉત્તર તરફથી ફૂંકાતા પવનના કારણે ઠંડી વધી
રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે, ઉત્તર તરફથી ફૂંકાતા પવનના કારણે ઠંડીમાં વધારો થયો છે અને હજી પણ આગામી સમયમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. ગુજરાતના 19 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું છે, અમરેલીમાં સૌથી ઓછું 13.2 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 16.5,ગાંધીનગરમાં 14.5 ડિગ્રી તાપમાન, વડોદરામાં 15,ડીસામાં 15.8 ડિગ્રી તાપમાન, કંડલામાં 15, રાજકોટમાં 14.6 ડિગ્રી, કેશોદમાં 13.9 અને સુરેન્દ્રનગરમાં 17.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Nov 15, 2025 07:07 am
વડોદરામાં શહેર પોલીસ દ્વારા ચેકિંગ કરાયું
DCP ઝોન 3 ની ટીમ દ્વારા હોટેલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ, માંજલપુર અને મકરપુરા વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ, રોકાણ કરનારની રજીસ્ટરમાં એન્ટ્રી,આધાર કાર્ડ ચેક કરાયા.
Nov 15, 2025 06:59 am
ગાંધીનગરના રાયપુરમાં બાળકીની હત્યામાં ખુલાસો
અગાઉ થયેલા ઝગડામાં પાડોશીએ હત્યા કર્યાનું ખુલ્યું, પોલીસે આરોપી પાડોશી અનિલ દેવીપૂજકની કરી ધરપકડ, અનિલે અપહરણ કરી ગળેફાંસો આપી કરી હતી હત્યા, હત્યા બાદ લાશ કોથળીમાં ભરીને મૂકી હોવાનો ખુલાસો, કોઈને શંકા ન જાય તે માટે અન્યના ઘરે લાશ મૂકી હતી, તક જોઈને આરોપીએ લાશ અન્યના ઘરે મૂકી હતી.
Nov 15, 2025 06:59 am
દિલ્હીમાં કાર બ્લાસ્ટને લઈ મહત્વના સમાચાર
NMCએ 4 ડોક્ટરના નામ IMR રજિસ્ટરમાંથી હટાવ્યા, UAPA હેઠળ FIR થતા કરાઈ કાર્યવાહી, ડો.મુઝફ્ફર અહમદ, અદીલ રાથેર સામે કાર્યવાહી, મુઝામિલ શકીલ, શાહીન સઈદ સામે કાર્યવાહી.
Nov 15, 2025 06:58 am
મહેસાણામાં નાયબ કાર્યપાલક ડી.આર.પટેલ સામે ફરિયાદ
માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક સામે ગુનો, અપ્રમાણસર મિલકતને લઈ ડી.આર.પટેલ સામે ACBમાં ગુનો, 31/12/2022ના સમયગાળાની અરજીની હતી તપાસ, તપાસ બાદ રૂ. 37.05 લાખની અપ્રમાણસર મિલકત મળી, ACB પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.ચાવડાએ નોંધાવી ફરિયાદ.
Nov 15, 2025 06:58 am
PM નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે
સુરત અને દેવ મોગરાની લેશે મુલાકાત, સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કરશે નિરીક્ષણ, દેવ મોગરામાં મંદિરે PM કરશે દર્શન, ડેડીયાપાડા ખાતે જાહેરસભાને સંબોધશે, બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીમાં લેશે ભાગ.
Nov 15, 2025 06:57 am
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ
પોલીસ સ્ટેશન પર કરાયો ઘાતકી હુમલો, બ્લાસ્ટમાં 7 લોકોના મોત અને 30 ઇજાગ્રસ્ત, બ્લાસ્ટની જવાબદારી PAFFએ સ્વીકારી, પ્રચંડ બ્લાસ્ટના કારણે માનવ અંગ 300 ફૂટ દૂર પડ્યા, બ્લાસ્ટને લઇ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ.

Gujarat: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓનું મહા-ઓપરેશન ડેલ્ટા હન્ટ, રાજ્યભરમાંથી 424 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા

Weather Forecast : ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આજે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધબધબાટી બોલશે

Gujarat Latest News live : રાજ્યમાં વરસાદની આગાહી

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Dabhoi: ડભોઇ સેવા સદન પાસે જ રોડ પર ખાડાથી હાલાકી

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

મને વિદ્યા આપો તો તમારું કામ કરી આપું

મૈસૂરનું દૈવી અને સાંસ્કૃતિક ગૌરવ શ્રી ચામુંડેશ્વરી દેવીનું મંદિર

કર્મના સોફ્ટવેરને સમજવું

Gujarat: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓનું મહા-ઓપરેશન ડેલ્ટા હન્ટ, રાજ્યભરમાંથી 424 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા