નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનું ચલણ વધી રહ્યું છે. જેમાં હવે ચોંકવનારા કિસ્સા સામે આવી રહ્યા છે. આ વચ્ચે માત્ર 18 વર્ષની યુવતીનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની વિગતો સામે આવી રહી છે. જેમાં સૌથી નોંધનીય બાબત છેકે, ખેતરમાં ખેતીનું કામ કરતી યુવતીનું અચાનક મોત થઈ જતાં સૌ કોઈ સ્તબ્ધ છે.
વધુ વાંચોઃ સુરતમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટનામાં 1 શ્રમિકનું મોત, 2 ઘાયલ
સુરતમાં વધુ એક દુર્ઘટના બની છે જેમાં અલથાણ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર એક દુ:ખદ ઘટના બની છે, જેમાં એક શ્રમિકે જીવ ગુમાવ્યો છે. જ્યારે બે શ્રમિકો પર લોખંડની પ્લેટ પડતાં ઈજાગ્રસ્ત થયા છે. આ પછી ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વધુ વાંચોઃ પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયી મુદ્દે સાપરાધ મનુષ્યવધની કલમ સાથે ફરિયાદ
પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયી મુદ્દે દિયોદર DYSP ડી.ટી.ગોહિલને તપાસ સોંપાઈ છે. જેમાં જીપીસી કન્સ્ટ્રકશનના 7 ડાયરેક્ટર સામે ફરિયાદ કરવામાં આવી છે. કંપનીના 7 ડિરેકટરો અને 4 એન્જિનીયર સામે ફરિયાદ થઇ છે. પોલીસે 11 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
વધુ વાંચોઃ અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, જમીન-વિવાદમાં વકીલનું અપહરણ કરી માર માર્યો
અમદાવાદમાં અસામાજિક તત્વો જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે. દિવસે દિવસે આ તત્વોની હિંમત વધુને વધુ ખુલી રહી છે. આ વખતે નરોડામાંથી જમીનની લે-વેચ કરતા એક વકીલના અપહરણની ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જેમાં અપહરણકારોએ વકીલને કિડનેપ કરી તેને ઢોર માર મારી સિવિલ પાસે ઉતારી ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાઈ છે.
વધુ વાંચોઃ ઝડપથી વધી રહ્યુ છે ચક્રવાતી તોફાન હમૂન, IMDએ આપ્યુ એલર્ટ
ચક્રવાત તેજ બાદ હવે ચક્રવાત હામૂનને લઇને ચિંતામાં વધારો થયો છે. ચક્રવાતી તોફાન 'હેમૂન' ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. ઓડિશામાં તેની ખાસ અસર જોવા મળી રહી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ વરસાદને લઇને ખેડૂતો મહામૂલો પાક યોગ્ય સાથે મૂકે તેવી અપીલ કરવામાં આવી છે.
વધુ વાંચોઃ "શાંતિની થશે પુનઃસ્થાપના, લોકો રાજી થશે," મણિપુરના સીએમ એન બિરેન સિંહે કહ્યું
ઈઝરાયેલ-હમાસ યુદ્ધને લઈ વિશ્વનાં અનેક દેશોમાં તણાવ જોવા મળી રહ્યો છે. આ યુદ્ધનાં આરંભ પૂર્વે ભારતનાં મણિપુરમાં હિંસાનું વાતાવરણ ફેલાયું હતું. જેના પડઘા દેશમાં જ નહીં પરંતુ ભારતની બહાર અનેક ક્ષેત્રોમાં પડ્યા હતાં. હાલ આ પ્રદેશમાં સ્થિતિ નિયંત્રણમાં આવી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. આ મુદ્દે મણિપુરનાં મુખ્યપ્રધાન બિરેન સિંહે પત્રકારો સાથે વાતચીત કરી હતી.
વધુ વાંચોઃ દેશમાં માત્ર બે સેના, એક સરહદ પર, બીજી શિવસેના: સંજય રાઉત
શિવસેન નેતા સંજય રાઉતે જણાવ્યું છે કે શિવાજી પાર્કમાં જે રેલી યોજાઇ રહી છે તે રેલી જ શિવસેનાની છે. તેમણે કહ્યું છે છે કે દેશમાં એક જ શિવસેના છે. તો સાથે સાથે તેમણે બાળાસાહેબ ઠાકરે દ્વારા કહેવામાં આવેલ વાત પુનઃઉચ્ચારી હતી કે શિવસેનાની સ્થાપના બાદ 220 જેટલી સેનાઓ ફૂટી નીકળી છે. પરંતુ ભારતમાં માત્ર બે જ સેનાઓ છે. એક ભારતની સેના છે જે સરહદ પર છે અને બીજી સેના શિવસેના છે. બાકીની સેનાઓ આવી અને ગઈ.
વધુ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં થશે અસત્ય પર સત્યનો વિજય, દહન માટે રાવણ તૈયાર
અનિષ્ટ પર ઈસ્ટની જીત માટે જમ્મુ કાશ્મીરમાં રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાવણ દહન માટે રાવણના પૂતળા શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા છે. અહી દશેરાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
વધુ વાંચોઃ હમાસે 50 બંધકોની મુક્તિના બદલામાં કરી આ માંગ, ઈઝરાયલે ફગાવી દીધી
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 18 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધની વચ્ચે હમાસ હવે સોદાબાજી પર ઉતરી આવ્યું છે. તેણે બેવડી નાગરિકતા ધરાવતા 50 બંધકોને મુક્ત કરવાના બદલામાં ઇઝરાયેલ પાસેથી ઇંધણ પુરવઠાની માંગ કરી છે. જોકે, ઈઝરાયલે આ માંગને ફગાવી દીધી છે. ઈઝરાયેલનું કહેવું છે કે જ્યારે તમામ 220 બંધકોને મુક્ત કરવામાં આવશે ત્યારે જ તે ઈંધણના પુરવઠાને મંજૂરી આપશે.
વધુ વાંચોઃ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ તેલ અવીવ પહોંચ્યા,મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મંગળવારે એટલે કે આજે ઈઝરાયેલ પહોંચ્યા હતા. તેઓ ઈઝરાયેલ સાથે એકતા વ્યક્ત કરવા તેલ અવીવ પહોંચ્યા છે. અહેવાલ મુજબ, મેક્રોન ઇઝરાયેલ પ્રત્યે એકતા દર્શાવશે અને આતંકવાદી જૂથો સામેની પ્રતિબદ્ધતાઓને સ્પષ્ટ કરશે. મેક્રોનના કાર્યાલયે 22 ઓક્ટોબરે જાહેરાત કરી હતી કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે વાતચીત માટે તેલ અવીવની મુલાકાત લેશે.