આજનું સંદેશમાં વાંચો દેશ-વિદેશ-ગુજરાતના મહત્ત્વના સમાચાર

વધુ વાંચો: UN મહેતા દ્વારા ગાંધીનગર સિવિલમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરાશે

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ હવે યુ. એન. મહેતા જેવી જ હ્યદય રોગની સારવાર મળી રહેશે. યુ. એન. મહેતા કાર્ડિયાક ઈન્સ્ટિટયુટ દ્વારા જ ગાંધીનગરમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરુ કરવામાં આવશે. 

વધુ વાંચો: હોળી-ધુળેટીમાં જોવા મળશે IPL જેવી ટક્કર!ખેલાડીના ફોટાવાળી પિચકારીઓનું આકર્ષણ

હોળી-ધૂળેટીના તહેવારને લઈને શહેરના બજારો હાલ રંગબેરંગી પિચકારીઓ અને અવનવા કલર્સનું વેચાણ શરૂ થઈ ગયું છે. જેમાં કાર્ટૂન કેરેક્ટર વાળી પિકચારીઓ, સ્કૂલ બેગની જેમ પહેરી શકાય તેવી ટેન્કવાળી પિચકારીઓએ આકર્ષણ જમાવ્યું છે.

વધુ વાંચો: સરકારની જાદુગરી:19 જ દિવસમાં ગૃહવિભાગની ખાલી જગ્યાઓ 27 હજારમાંથી 12 હજાર થઈ

કોમી તોફનો દરમ્યાન જાહેર મિલકત અને જાનમાલને થતા નુકસાનને અટકાવવા પોલીસની ભૂમિકા સહિતના મુદ્દે થયેલી સુઓ મોટો પીઆઇએલમાં રાજય સરકાર દ્વારા પોલીસ તંત્રમાં ખાલી જગ્યાઓ પૈકી 12 હજાર જગ્યાઓ ભરવા સહિતના મુદ્દે રજૂ કરાયેલા સોગંદનામાંને લઇ ગુજરાત હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસની ખંડપીઠે બહુ ગંભીર નારાજગી વ્યકત કરી હતી.

વધુ વાંચો: સાયન્સ સિટીમાં 25 કરોડના ખર્ચે બની રહેલો રોડ ચાર વર્ષે પણ તૈયાર

સોલા સાયન્સ સિટીમાં 25 કરોડના ખર્ચે બની રહેલો રોડ ચાર વર્ષે પણ પૂરો ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડનું કામ 2020માં શરૂ થયા પછી મ્યુનિ.કોર્પોરેશનના પ્રોજેક્ટ ખાતાને રોડની નીચે સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરી બાકી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

વધુ વાંચો: 2050 સુધીમાં ભારતમાં વસતી ઘટવા લાગશે!

દેશમાં હવે હમ દો હમારે દોનું ચલણ પણ ઝડપથી ઘટી રહ્યું છે. તેની જગ્યાએ એક મોટી સંખ્યા એવા લોકોની છે જેઓ એક જ સંતાન ઇચ્છે છે. તેના કારણે ભારતમાં 2050 સુધીમાં જન્મદરમાં પડતી જોવા મળશે. 

વધુ વાંચો: ભારતમાં જાતીય અસમાનતાના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો જોવાયો

વર્લ્ડ ઈકોનોમિક ફેરમ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરાયેલા ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્સ રિપોર્ટમાં ભારતની જાતીય સમાનતાની ખાસ ચર્ચા કરવામાં આવી છે. ભારતમાં મહિલાઓ સામેના ભેદભાવમાં ઘટાડો થયો છે. 

વધુ વાંચો: MP : હાઇકોર્ટના આદેશથી ધારમાં આજે ભોજશાળાનો ASI સર્વે કરાશે

મધ્યપ્રદેશના ધાર સ્થિત ભોજશાળા મુદ્દે મધ્યપ્રદેશ હાઇકોર્ટની ઇન્દૌર બેંચના નિર્ણય બાદ ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (એએસઆઇ)ની ટીમ શુક્રવારે ભોજશાળાનો સર્વે કરશે. હાઇકોર્ટની ઇન્દૌર બેન્ચે ગત સપ્તાહે જ આદેશ આપ્યો હતો કે ભોજશાળાનો એએસઆઇ દ્વારા સર્વે કરાવવામાં આવે.

વધુ વાંચો: ઓસ્ટ્રેલિયાએ સ્ટુડન્ટ વિઝાના નિયમો કડક બનાવ્યા, અંગ્રેજી પર વધુ ભાર

ઓસ્ટ્રેલિયા આ સપ્તાહે વિદેશી વિદ્યાર્થીઓ માટે કડક વિઝા નિયમો લાગુ કરવાનું શરૂ કરશે કારણ કે સત્તાવાર ડેટા દર્શાવે છે કે સ્થળાંતર રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યું છે, કે જે પહેલેથી જ ટાઇટ રેન્ટલ માર્કેટને વધારે ભડકાવી શકે છે. 

વધુ વાંચો: દિલ્હીમાંં હાઇવોલ્ટેજ ડ્રામા પછી લિકર પોલિસી કેસમાં કેજરીવાલની ધરપકડ

દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો છે .જેમાં હાઈકોર્ટથી ધરપકડના બચાવવાનો ઈન્કાર કર્યાના બે કલાક પછી જ ED ની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

 

  • Follow us on: