વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ UAEના બે દિવસના પ્રવાસે છે જેમાં આજે તેઓ અબુધાબીના BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. તો બીજી બાજુ, ચાર ધામમાંના એક જ્યોતિર્લિંગ બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. તો, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને EDનું વધુ એક સમન્સ પાઠવવામા આવ્યું છે. તો, દિલ્હીની સરહદોએ ખેડૂત આંદોલન વધુને વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે. ત્યારે, દિલ્હી પોલીસ સિંધુ બોર્ડર પર NHAIનું 'વેલકમ ટુ દિલ્હી'ના બોર્ડ ઉતારી લીધા છે....ની સાથે સાથે વાંચો દેશ દુનિયાના 6 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં...
ટૂંક સમયમાં વડાપ્રધાન મોદી કરશે અબુધાબીના BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ UAEના બે દિવસના પ્રવાસે છે. જેના ભાગ રૂપે ગઇકાલે તેમણે અબુધાબીના શેખ ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમ ખાત અહલાન મોદી કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ પહેલા એરપોર્ટ પર પીએમ મોદીનું ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે વડાપ્રધાન મોદીએ વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટને સંબોધન કર્યું હતું. જેમાં, તેમણે ભારત ગ્લોબલ ઈકોનોમીનું કેન્દ્ર હોવાની વાત પર ભાર મૂક્યો હતો. હવે ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબીના વિશાળ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.
બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તારીખ જાહેર, જાણો ક્યારે ભક્તો કરી શકશે દર્શન?
શ્રી બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. શ્રી બદ્રી નારાયણના કપાટ 12 મે 2024ના રોજ સવારે 6 વાગ્યે ખોલવામાં આવશે, જ્યારે 25 એપ્રિલ 2024ના રોજ મહેલમાં તેલનો જાડો વાસણ રેડવામાં આવશે.
અરવિંદ કેજરીવાલને EDએ મોકલ્યું છઠ્ઠું સમન્સ, 19 ફેબ્રુઆરીએ થશે પૂછપરછ
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને EDએ ફરી એકવાર સમન્સ મોકલ્યું છે. તપાસ એજન્સી દ્વારા મોકલવામાં આવેલ આ છઠ્ઠું સમન્સ છે. આ પહેલા EDએ કેજરીવાલને પાંચ સમન્સ મોકલ્યા છે. તાજેતરમાં જ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે પણ અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા હતા.
દિલ્હીમાં હવે સ્વાગત નહીં..! સિંધુ બોર્ડર પરથી હટાવાયું NHAIનું બોર્ડ
NHAI દ્વારા 'વેલકમ ટુ દિલ્હી' લખેલું બોર્ડ હટાવી લેવામાં આવ્યું છે. સિંઘુ બોર્ડર પરથી NHAI સ્વાગત બોર્ડ હટાવી દેવામાં આવ્યું છે. ગેસ કટર વડે કાપીને ક્રેનમાંથી ભારે બોર્ડને દૂર કરવામાં આવ્યું હતું. હરિયાણા સરકારે 7 જિલ્લા અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ, સિરસા અને ડબવાલીમાં 15 ફેબ્રુઆરી સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો આદેશ જારી કર્યો છે.
પ.બંગાળ: BJP અધ્યક્ષ મજુમદાર પર લાઠીચાર્જ, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ
સંદેશખાલી હિંસા વિરુદ્ધ ઉત્તર 24 પરગણાના બસીરહાટમાં SP ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કાર્યકરો પર લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન પશ્ચિમ બંગાળ બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. વિરોધ દરમિયાન ભાજપના કાર્યકરોએ પહેલા બેરિકેડ તોડી નાખ્યા હતા. ત્યારબાદ જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે બંને પક્ષો વચ્ચે ખતરનાક અથડામણ થઈ હતી. આ દરમિયાન સુકાંત મજમુદારને પણ ઈજા થઈ હતી.
મણિપુરમાં અંધાધૂધ ફાયરિંગ..! BSFએ સંભાળ્યો ચાર્જ, ટોળાએ હથિયારોની કરી લૂંટ
મણિપુરમાં ફરી હિંસા ભડકી છે. આ દરમિયાન ઘણી જગ્યાએ ભીષણ ફાયરિંગના સમાચાર આવ્યા હતા. તત્વોએ 5મી IRB પોસ્ટના શસ્ત્રો અને વિસ્ફોટક સામગ્રની લૂંટ ચલાવી હતી. સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોએ રાત્રે જ ઘેરાબંધી કરી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
કાલાવાડમાં વસંત પંચમીની અનોખી ઉજવણી કરવામાં આવી
જામનગરમાં આજે વેલેન્ટાઈન ડે અને વસંત પંચમીના દિવસે એક અનોખી ઉજવણી કરવામાં આવી છે. જામનગરના કાલાવાડ વિસ્તારમાં વસંત પંચમીની અનોખી ઉજણી કરાઈ છે. અત્યારે યુવાનો વેલેન્ટાઈન ડે ઊજવવામાં પડ્યાં છે ત્યારે રાજકોટની સરસ્વતી શિશુ મંદિરમાં બાળકોએ માતા-પિતાનું પૂજન કર્યુ હતું.
અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતાં ચાર લોકો દટાયા
અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટી દુર્ઘટના બની છે. જેમાં મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ કોલોનીમાં નવી કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી જવાના કારણે ચાર લોકો દટ્યા હતા. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર છે.
ડૉ.જશવંતસિંહ પરમાર ભાજપના સામાન્ય કાર્યકર્તા પહોંચશે રાજ્યસભા
ભાજપ રાજ્યસભા માટે ઉમેદવારાનો નામની જાહેરાત સાથે ઘણાં નવા નામો ચર્ચામાં આવ્યા છે. જેમાં સુરતથી ઉદ્યોગકારની પસંદગી કરવામાં આવી તો ઉત્તર ગુજરાતથી મયંક નાયક જેવા સામાન્ય કાર્યકર્તાને રાજ્યસભા મોકલવામાં આવ્યા છે. આ વચ્ચે ગોધરામાં પોતાની હોસ્પિટલ ચલાવતા તબીબ ડૉ. જશવંત સિંહ પરમારને રાજ્યસભા મોકલવામાં આવી રહ્યા છે.
પરિવારના ભરણપોષણ માટે રીક્ષા ચલાવનાર મયંક નાયકની રાજ્યસભા સુધીની ગાથા
રાજ્યસભા માટે ભાજપ દ્વારા ગુજરાતમાં તમામ જાતિગત અને ભૌગલિક સમીકરણોને ધ્યાનામાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભા લડશે. લેઉવા પટેલ સમાજના લીડર અને સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા તેમજ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયકને પણ રાજ્યસભા મોકલવામાં આવી રહ્યા છે. મધ્ય ગુજરાતમાંથી ભાજપના અગ્રણી જશવંતસિંહ પરમાર પણ રાજ્યસભાના સાંસદ બનશે.
રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર સૌથી અમીર ઉદ્યોગકાર ગોવિંદ ધોળકીયા કોણ છે?
રાજ્યસભા માટે ભાજપ તરફથી પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતે ભાજપમાંથી રાષ્ટ્રીય પક્ષ પ્રમુખ જે.પી.નડ્ડા, જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા, મયંકભાઈ નાયક અને જશવંતસિંહ સલમસિંહ પરમારને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે. આ સાથે જ ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોમાં સૌથી વધુ ચર્ચા સુરતના હીરા ઉદ્યોગપતિના નામે જગાવી છે.
ગુજરાતે લીડરશીપમાં કર્યો બદલાવ, આ ખેલાડીને મળી કેપ્ટનની જવાબદારી
ઓસ્ટ્રેલિયાની બેથ મૂની 23 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી મહિલા પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝનમાં ગુજરાત જાયન્ટ્સનું નેતૃત્વ કરશે. ફ્રેન્ચાઇઝીએ બુધવારે આની જાહેરાત કરી હતી. મૂનીને પ્રથમ સિઝન માટે પણ કેપ્ટન બનાવવામાં આવી હતી પરંતુ તે પ્રથમ મેચ બાદ ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી અને ટૂર્નામેન્ટની બાકીની મેચોમાં તે રમી શકી નહોતી. ભારતીય ઓલરાઉન્ડર સ્નેહ રાણાએ તેની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું.










