કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મોદી સરકારના બીજા કાર્યકાળના છેલ્લી અને પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી તરીકે છઠ્ઠું બજેટ રજૂ કર્યું છે. આ સાથે તેઓએ ખાસ કરીને મિડલ ક્લાસને રાહત આપી છે. તો સાથે જ શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ટર, રેલવે અને મહિલાઓને માટે અનેક મોટા ફેરફાર કર્યા છે. તો જાણો શું મહત્ત્વની જાહેરાતો કયા ક્ષેત્રમાં કરવામાં આવી તે વિશે.
બજેટમાં સૌથી વધુ ચર્ચા 1 કરોડ પરિવારને મફત વીજળી અંગે થઈ રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું. લગભગ એક કલાક સુધી ચાલેલા તેમના ભાષણમાં નિર્મલા સીતારમણે એવી કોઈ જાહેરાત કરી ન હતી. જો કે, સરકારે 1 કરોડ પરિવારોને દર મહિને 300 મફત યુનિટ વીજળી આપવાની જાહેરાત કરી છે.
બજેટ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની પ્રતિક્રિયા સામે આવી છે. ચેમ્બર ઓફ કોમર્સે જણાવ્યું છે કે આજનું બજેટ નહિ નફો, નહિ નુકસાન. બજેટમાં ટેક્ષ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
વધુ વાંચો : બજેટમાં ભારતના મજૂબત ભવિષ્યની ગેરેંટી : PM મોદી
બજેટ 2024 ની નાણામંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટને વધાવી લીધું છે. જેમાં વચગાળાના બજેટ મુદ્દે PM મોદીનું સંબોધન કરતાં કહ્યું કે, બજેટ ચાર સ્તંભોને મજબૂત કરશે. તેમજ આજનું બજેટ ઇનોવેટિવ બજેટ છે.
આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે. જેમાં આરોગ્ય, શિક્ષણ, કૃષિ સહિતના વિવિધ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું વચગાળાનું બજેટ રજૂ કર્યું.
આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે. જેમાં આરોગ્ય, શિક્ષણ, કૃષિ સહિતના વિવિધ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું વચગાળાનું બજેટ રજૂ કર્યું.
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે ચૂંટણી વર્ષમાં દેશનું વચગાળાનું બજેટ સંસદમાં રજૂ કર્યું છે. મોદી સરકારના વર્તમાન કાર્યકાળનું આ છેલ્લું વચગાળાનું બજેટ છે. જેમાં મહિલાઓ માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યું કે લખપતિ દીદીને પ્રમોટ કરવામાં આવશે.
નાણામંત્રીએ તેમનું છઠ્ઠું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટ પીએમ મોદીના જણાવ્યા અનુસાર લોકોના હિતમાં તૈયાર કરવામાં આવ્યું છે. જો સામાન્ય લોકોની વાત કરીએ તો તેમને માટે ટ્રાન્સપોર્ટેશનમાં અનેક વ્યવસ્થા કરવાનું અને તેમની સુવિધાઓને ધ્યાનમાં રાખવાનું આયોજન કરાયું છે.
દરેક બજેટ દરમિયાન આવકવેરામાં છૂટને લઈને અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવે છે, આ વખતે પણ લોકોને આશા હતી, પરંતુ સરકારે વચગાળાના બજેટમાં તેમાં કોઈ ફેરફાર કરવાનો ઈન્કાર કરી દીધો છે.
દેશમાં સૌથી મહત્વનું એવું બજેટ 2024-25 આજે રજુ કરવામાં આવી રહ્યું છે. આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણ વાદળી રંગની સાડી પહેરીને સંસદ ભવન પહોંચ્યા છે. વર્ષ-2024 લોકસભાની ચૂંટણીનું વર્ષ છે.
બજેટ પહેલા પીએમ મોદીે બજેટને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમાં તેઓએ કહ્યું તે દેશ માટે અને મિડલ ક્લાસ માટે આ બજેટ સારું રહેશે. સંસદમાં બજેટની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને નાણામંત્રીએ તેમનું વક્તવ્ય શરૂ કર્યું છે.










