કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં પોતાના સંબંધોનમાં વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલા કામોની વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાને 50 વર્ષે એક થાય એવા 4 કામ 3મહિનામાં કર્યા છે. આ તરફ  રાજકોટમાં 24 કલાકમાં 9 જેટલા લોકોને શ્વાને બચકાં ભર્યાની ઘટના સામે આવી છે. તો ચંદ્ર પર વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર 2જી સપ્ટેમ્બરથી સ્લીપ મોડમાં છે. હજી સુધી બંનેને એક્ટિવ કરવામાં ઇસરોને સફળતા મળી નથી. જ્યારે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ લોકસભાની ચૂંટણીને લઇને એક મોટું નિવેદન આપતાં કહ્યું કે, હું પૈસા ખાઇશ નહી ખાવા દઇશ નહી. આ ઉપરાંતના મહત્વના સમાચાર પર એક નજર કરીએ. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ કામોની ભેટ આપી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ત્રાગડમાં ગાર્ડનનું લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા

એક તરફ રાજ્ય સરકારે રખડતાં ઢોર માટે તમામ શહેર અને નગરપાલિકાઓને સૂચના આપી છે ત્યારે હજી પણ રખડતા શ્વાનથી લઈ વિવિધ ઢોરના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં રાજકોટમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં છેલ્લા 24 કલાકમાં 9 જેટલા લોકોને શ્વાને બચકાં ભર્યા હોવાનું સામે આવ્યું છે.

ચંદ્ર પર વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર 2જી સપ્ટેમ્બરથી સ્લીપ મોડમાં છે. હજી સુધી બંનેને એક્ટિવ કરવામાં ઇસરોને સફળતા મળી નથી. ઇસરો દ્વારા સિગ્નલ તો મોકલવામાં આવે છે પરંતુ ત્યાંથી કોઇ સિગ્નલ રિટર્ન નથી આવી રહ્યા 22 સપ્ટેમ્બરથી વિક્રમ અને પ્રજ્ઞાનને ફરીથી એક્ટિવ કરવાની આશા ઠગારી નીવડી છે ત્યારે હવે ચંદ્રમા પર સૂર્ય અસ્ત થવા જઇ રહ્યો છે.

વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. તે અગાઉ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. રાજકીય પાર્ટીઓ દ્વારા લોકસભાની ચૂંટણીને લઇને અત્યારથી જ તખ્તો તૈયાર કરવામાં લાગી ગયા છે. ત્યારે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ લોકસભાની ચૂંટણીને લઇને એક મોટું નિવેદન આપ્યું છે.

ભારત અને કેનેડા વચ્ચેના તણાવને લઈને અમેરિકાનું નિવેદન સામે આવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે ભારત અને કેનેડાએ સંયુક્ત રીતે તપાસ કરવી જોઈએ. તેમણે કહ્યું હતું કે અમે ભારત સરકાર સાથે વાત કરી છે અને તેમને તપાસમાં કેનેડા સાથે કામ કરવા વિનંતી કરી છે.

ઉત્તરી સ્કોટલેન્ડમાં બે ટ્રેનો વચ્ચેની અથડામણ થઈ હતી અને જેમાંથી 2 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, કેરનગોર્મ્સના એવિમોર રેલવે સ્ટેશન પર શુક્રવારે સાંજે 7:10 વાગ્યે આ અકસ્માત થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, શુક્રવારે સ્કોટલેન્ડમાં હાઇલેન્ડ્સમાં એવિમોર રેલ્વે સ્ટેશન પર બે ટ્રેનો અથડાયા બાદ ઘણા લોકો ઘાયલ થયા હતા.

જે લોકોએ હજુ સુધી 2000 રૂપિયાની નોટ પરત નથી કરી તેમના માટે રાહતના સમાચાર હોઈ શકે છે. RBI નોટ પરત કરવાની કે જમા કરાવવાની છેલ્લી તારીખ ઓક્ટોબરના અંત સુધી લંબાવી શકે છે. મનીકંટ્રોલ દ્વારા પ્રકાશિત અહેવાલમાં સૂત્રોને ટાંકીને આ દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ ઔપચારિક સૂચના જારી કરવામાં આવી નથી.

એશિયન ગેમ્સમાં ભારત માટે સાતમો દિવસ ઘણો મહત્વનો છે. આજે આપણા બોક્સર, ટેનિસ ખેલાડીઓ, શટલર્સ તેમજ સ્કેટર એક્શનમાં જોવા મળશે. અગાઉ છઠ્ઠા દિવસે ભારતે બે ગોલ્ડ, ચાર સિલ્વર અને બે બ્રોન્ઝ સહિત કુલ આઠ મેડલ જીત્યા હતા. હાલમાં, ભારત 34 મેડલ સાથે પોઈન્ટ ટેલીમાં ચોથા સ્થાને છે અને આ સાથે જ 8 ગોલ્ડ, 14 બ્રોન્ઝ અને 12 સિલ્વર છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી ચાહકોનું મનોરંજન કરી રહી છે. આવા વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે કલાકારોને ભાગ્યે જ બ્રેક મળે છે અને આ વખતે જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ તેમના શેડ્યૂલમાંથી થોડો બ્રેક લીધો છે. દરેક જગ્યાએ ચર્ચા ચાલી રહી છે કે તે શો છોડશે કે નહીં, તો તેની પાછળનું સાચું કારણ શું છે તેના વિશે એક ખાસ માહિતી સામે આવી છે.

એશિયન ગેમ્સમાં ભારતના ખાતામાં વઘુ એક ગોલ્ડ મેડલ આવ્યો છે. આ વખતે રોહન બોપન્ના અને રુતુઝા ભોસલેની જોડીએ ટેનિસ મિક્સ ડલબ્સ ઈવેન્ડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

  • Follow us on: