આજના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બનાસકાંઠાના વિભાજનને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇને ધાનેરામાં જન આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ રાજ્યમાં ઠંડીમાં રાહત જોવા મળી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાન ઉંચુ જતા ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. તો સૈફઅલી ખાન પર હુમલા કેસમાં આરોપીને સૈફના ઘર લઇ જવાયો હતો. જ્યાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. વિદેશના મોટા ન્યૂઝની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ પદનું સુકાન સંભાળ્યુ છે. ભારતીય સમય 10.30 કલાક મુજબ શપથ સમારોહ યોજાયો હતો.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Junagadh News: બગીચાઓમાં કેસર કેરી ઉતારવાની કામગીરી લગભગ પૂર્ણતાને આરે









