
Gujarat: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓનું મહા-ઓપરેશન ડેલ્ટા હન્ટ, રાજ્યભરમાંથી 424 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા

Nov 18, 2025 10:56 pm
રાજ્ય કક્ષાનો સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ગુરૂવારે યોજાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત નવેમ્બર મહિનાનો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા. 20 નવેમ્બર, 2025ના રોજ યોજાશે.વડાપ્રધાન મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિને આ રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નવેમ્બર 2025નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 20 નવેમ્બરને ગુરૂવારે યોજાવાનો છે.નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવારે, તા.20 નવેમ્બરના રોજ સવારે 8-30 થી 11-30 દરમિયાન મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.
Nov 18, 2025 10:23 pm
કોંગ્રેસે સરદાર પટેલની અવગણના કરી: રીવાબા જાડેજા
બોટાદના ભીમદાડ ખાતે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે દેશના પ્રથમ ગૃહમંત્રી અને વિરલ વ્યક્તિત્વ ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલની અવગણના કરી છે. રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા સરદાર પટેલને જીવતા જીવત ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો ન હતો, જેનાથી દેશના આ મહાન નેતાને તેમના યોગ્ય સન્માનથી વંચિત રાખવામાં આવ્યા હતા.
Nov 18, 2025 09:58 pm
સુરતમાં બાળક અને પિતા પર હુમલા કેસમાં 3 આરોપી ઝડપાયા: ACP
સુરતમાં બાળક અને તેના પિતા પર થયેલા હુમલા કેસમાં ACP એન.પી. ગોહિલે ખુલાસો કરતા જણાવ્યું કે, નવાગામમાં રહેતા શરદ પાટીલના 10 વર્ષના પુત્ર પર 15મી તારીખે શાળાએથી ઘરે આવતી વખતે એક કિશોરે ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ ઘટના મોતી એસ્ટેટ 1, નવાગામ પટેલ ફળિયામાં બની હતી. બાળકના માતાએ હુમલાખોરના પરિવારને ફરિયાદ કરતાં બીજા દિવસે હુમલાખોરે માતાને ધમકી આપી હતી અને ત્રીજા દિવસે અન્ય બાળક પર પણ હુમલો કર્યો હતો. આ કેસમાં હુમલાખોર કિશોર અને તેના મામા સિદ્ધાર્થ ભામરે સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
Nov 18, 2025 09:07 pm
નવસારી બાદ સુરતમાં પણ વારી સોલાર પર ITના દરોડા
નવસારીમાં દરોડા પાડ્યા બાદ હવે સુરતમાં પણ વારી સોલાર (Waaree Solar) કંપની પર આવકવેરા (IT) વિભાગે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી અંતર્ગત સુરતમાં આવેલી સચિન SEZ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન) માં આવેલી સોલાર પેનલ બનાવતી વારી કંપનીની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે. ગુજરાતભરમાં વારી સોલારની અનેક ઓફિસો પર કાર્યવાહી ચાલી રહી છે, જેમાં IT વિભાગને કંપનીના વ્યવહારો અંગેના મહત્ત્વના દસ્તાવેજો મળી આવ્યા છે. આ દરોડાને પગલે મોટો ખુલાસો થવાની અને કરચોરીના આંકડા સામે આવવાની શક્યતા છે.
Nov 18, 2025 08:03 pm
સાયબર સ્લેવરીના 'ધ ઘોસ્ટ' નીલ પુરોહિતની ધરપકડ, 500થી વધુ યુવાનોને માફિયાઓને સોંપ્યા
ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે એક મોટી સફળતામાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરીને આણંદ જિલ્લાના વતની નીલ પુરોહિત ઉર્ફે 'ધ ઘોસ્ટ'ની એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર, મ્યાનમારના માફિયાઓ સાથે કામ કરતા નીલે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા સહિતના 500થી વધુ યુવાનોને સાયબર ગુલામીમાં ધકેલ્યા હતા. નીલ પુરોહિત 30થી વધુ પાકિસ્તાની હેન્ડલર્સ અને 100થી વધુ કંપનીઓના HR નેટવર્ક સાથે સંકળાયેલો હતો અને યુવાનોને જાતે જ ટિકિટ, રહેવા-જમવાનો ખર્ચ આપીને માઉ નદી ક્રોસ કરાવીને માફિયાઓને સોંપતો હતો, જેના બદલામાં તેને 3.5 લાખનું કમિશન મળતું હતું. પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.
Nov 18, 2025 07:55 pm
RFO ફાયરિંગ કેસમાં તપાસ તેજ, મહારાષ્ટ્રથી બાઇક કબજે, આરોપીઓ રિમાન્ડ પર
સુરતના કામરેજમાં મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગ કેસની તપાસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. આ હુમલામાં વપરાયેલું બાઇક પોલીસે મહારાષ્ટ્રમાંથી કબજે કર્યું છે. વધુમાં, RFO સોલંકીની કારમાં લગાવેલું GPS ટ્રેકર અને બે મોબાઇલ ફોન પણ પોલીસે જપ્ત કર્યા છે, જે કેસના કાવતરામાં મહત્ત્વના પુરાવા બની શકે છે. મુખ્ય આરોપીઓ નિકુંજ ગોસ્વામી અને ઇશ્વરપુરી હાલમાં પોલીસ રિમાન્ડ હેઠળ છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે, જેનાથી સમગ્ર કાવતરાનો પર્દાફાશ થવાની સંભાવના છે.
Nov 18, 2025 07:54 pm
બિહારના શપથવિધિમાં ગુજરાતના CM અને DyCMની હાજરી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બિહારમાં યોજાનાર મુખ્યમંત્રીની શપથવિધિમાં હાજરી આપવા માટે જશે. બિહારમાં નવી સરકારની રચના બાદ 20મી નવેમ્બરના રોજ શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના આ બંને ટોચના નેતાઓ શાસક પક્ષના પ્રતિનિધિ તરીકે હાજર રહેશે. આ હાજરી રાષ્ટ્રીય રાજકારણમાં ગુજરાતના નેતૃત્વની ભૂમિકા અને NDA ગઠબંધનની એકતા દર્શાવે છે.
Nov 18, 2025 07:54 pm
ઉનામાં પોલીસ-રાજકીય સાંઠગાંઠથી દારૂના ધંધાનો ગંભીર આક્ષેપ
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂજા વંશે ગીર સોમનાથના ઉનામાં પોલીસ અધિકારીઓ અને શાસક પક્ષના લોકોની કથિત ભાગીદારીથી ગેરકાયદેસર દારૂના ધંધા ચાલતા હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. તેમણે સીધા જ ઉનાના PI અને DySP પર પણ આ ધંધામાં ભાગ મળતો હોવાનો આક્ષેપ કર્યો હતો. વંશે મહિલા બુટલેગરે ઉલ્લેખ કરેલા પોલીસકર્મીને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની અને બુટલેગરના નામે વાયરલ થયેલા લેટરની સત્યતા ચકાસવા માટે SIT (ખાસ તપાસ ટુકડી) ની રચના કરવાની માગણી કરી છે. આ સાથે તેમણે ગીર સોમનાથના પૂર્વ SP મનોહરસિંહ જાડેજા પર પણ તેમની દેખરેખ હેઠળ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો ગંભીર આરોપ મૂક્યો છે.
Nov 18, 2025 07:54 pm
આવતીકાલે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નીતિગત કેબિનેટ બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે સવારે 10 વાગ્યે મહત્ત્વની કેબિનેટ બેઠક મળશે. આ બેઠકમાં મગફળીની ખરીદી અને કૃષિ રાહત પેકેજની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત, બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહના આગામી કાર્યક્રમો, એકતા યાત્રા સહિતના સંગઠનાત્મક કાર્યક્રમો અને રાજ્ય સરકારની આગામી ચિંતન શિબિરની તૈયારીઓ અંગે ચર્ચા થશે, સાથે જ રાજ્ય સરકારના અન્ય નીતિગત વિષયો પર પણ મહત્ત્વના નિર્ણયો લેવાશે.
Nov 18, 2025 07:09 pm
કલોલમાં સરકારી કામગીરીમાં અડચણ કરનારા 6 આરોપીઓની ધરપકડ
કલોલમાં ખાણ-ખનીજ વિભાગના મહિલા અધિકારીની સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવા બદલ પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે. આ બનાવ ત્યારે બન્યો જ્યારે અધિકારીની ટીમ દ્વારા વાહનો ડિટેઇન કરીને લઈ જવામાં આવી રહ્યા હતા, તે દરમિયાન આરોપીઓએ અધિકારીને પરેશાન કર્યા હતા અને ખાણ-ખનીજ વિભાગે જપ્ત કરેલા તે વાહનોને બળજબરીથી છોડાવીને નાસી છૂટ્યા હતા. સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવા બદલ કલોલ પોલીસે તમામ 6 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને તેમની ધરપકડ કરી છે.
Nov 18, 2025 07:09 pm
સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ નાગેશ્વર મંદિર ટ્રસ્ટને SDMની નોટિસ
દ્વારકામાં આવેલા નાગેશ્વર મંદિર ખાતે કથિત ભ્રષ્ટાચાર અને અનિયમિતતાના મુદ્દે સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ રજૂ કરાયા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. SDM (સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ) દ્વારા મંદિર ટ્રસ્ટને BNS (ભારતીય ન્યાય સંહિતા) ની કલમ-152 હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં મંદિરમાં નિયમોને નેવે મૂકીને ગેરકાયદેસર રીતે ચલાવાતી દુકાનો અને મોટી રકમ ઉઘરાવીને થાળ ધરાવતા હોવાના અહેવાલો અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે. SDMએ મંદિર ટ્રસ્ટ અને પૂજારીને નોટિસ આપીને સમગ્ર મામલે સ્પષ્ટતા રજૂ કરવા આદેશ આપ્યો છે.
Nov 18, 2025 06:44 pm
રાજુલામાં નકલી સોનું પધરાવી છેતરપિંડી કરનારા ત્રણ ઝડપાયા
રાજુલા શહેરમાં એક વેપારી સાથે ચાર લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ અસલી સોનાના નામે વેપારીને નકલી સોનું પધરાવીને છેતરપિંડી કરતા હતા. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી અને તેના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રીક્ષા, મોબાઇલ સહિત કુલ 4.52 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
Nov 18, 2025 06:32 pm
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો 'માફિયા' સુરત એરપોર્ટ પર ઝડપાયો, રૂપિયા 1.41 કરોડનો હાઈબ્રીડ ગાંજો જપ્ત
સુરત ક્રાઈમ બ્રાંચને એક મોટી સફળતા મળી છે, જેમાં સુરત એરપોર્ટ પરથી રૂ. 1.41 કરોડથી વધુ કિંમતનો હાઈડ્રોપોનિક વીડ (હાઈબ્રીડ ગાંજો) જપ્ત કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચે કસ્ટમ્સ અને CISFની મદદથી બેંગકોકથી સુરત આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ IX-263ના એક મુસાફર જાફર અકબર ખાનની ધરપકડ કરી છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે જાફર ખાનને અટકાયતમાં લીધો હતો અને તેના સામાનની તલાશી લેતા, લેડીઝ પર્સ, બાળકોના ગેમના ખોખા અને બ્લેન્કેટમાંથી 4 કિલોથી વધુ (4035.97 ગ્રામ) હાઈબ્રીડ ગાંજાના 8 પેકેટ મળી આવ્યા હતા.
Nov 18, 2025 05:59 pm
વાંચો બપોરના 3 થી સાંજના 6 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર
01. Ahmedabad જેલમાં કેદીઓ વચ્ચે મારામારી, ATS પકડાયેલા આતંકીઓને માર મરાયો
03. Bharuchમાં ભયાનક અકસ્માત, બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
06. Bihar New CM: કોણ હશે બિહારના નવા મુખ્યમંત્રી? 19 નવેમ્બરે ધારાસભ્ય દળની યોજાશે બેઠક
07. અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત સાસણમાં, જિપ્સીમાં જંગલ સફારીનો માણ્યો આનંદ, જુઓ ફોટોસ
09. Ahmedabad માં હાઈ-વોલ્ટેજ ડ્રામા, મહિલા બુટલેગરોએ પોલીસ પર બિયરના ટીન ફેંક્યા, 2 ની ધરપકડ
Nov 18, 2025 05:48 pm
Ahmedabad જેલમાં કેદીઓ વચ્ચે મારામારી, ATS પકડાયેલા આતંકીઓને માર મરાયો
અમદાવાદની મધ્યસ્થ જેલમાં આજે કેદીઓ વચ્ચે મારામારીનો ગંભીર બનાવ સામે આવ્યો છે, જેના કારણે જેલ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત ATS દ્વારા પકડવામાં આવેલા કેટલાક આતંકી કેદીઓને જેલમાં રહેલા અન્ય કેદીઓએ માર માર્યો હતો.
Nov 18, 2025 05:15 pm
ગુજરાતને 'રાષ્ટ્રીય જળ પુરસ્કાર-2025'માં બીજો ક્રમ
જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાતને વધુ એક મહત્ત્વની સિદ્ધિ મળી છે. વર્ષ 2025 માટેના 'રાષ્ટ્રીય જળ પુરસ્કાર' માં ગુજરાતને બીજો ક્રમ એનાયત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ગુજરાતને આ ગૌરવશાળી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે અગાઉ વર્ષ 2024માં ગુજરાત જળ સંચય ક્ષેત્રે ત્રીજા ક્રમે રહ્યું હતું, ત્યારે આ વર્ષે એક ક્રમનો સુધારો કરીને બીજું સ્થાન મેળવવું એ રાજ્યના જળ વ્યવસ્થાપન પ્રયાસોની સફળતા દર્શાવે છે.
Nov 18, 2025 05:15 pm
વલ્લભીપુર APMCમાં ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ
વલ્લભીપુર APMC (એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી) માં ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. આ ખરીદી શરૂ થતાં જ ખેડૂતોને કપાસના ભાવને લઈને આંશિક રાહત મળી છે. માર્કેટિંગ યાર્ડમાં હાલમાં કપાસની ખરીદી મણ (20 કિલો) ના 1612 રૂપિયા ના ભાવે કરવામાં આવી રહી છે, જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો કપાસનો પાક વેચવા માટે યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે.
Nov 18, 2025 05:15 pm
ગુજરાતમાં ઠંડીનો વર્તારો અને આગામી આગાહી
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં પારો ગગડ્યો છે, જેમાં દાહોદ 9.9 ડિગ્રી સાથે સૌથી ઓછું તાપમાન નોંધાયું છે, જ્યારે નલિયામાં 10.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાક હવામાન શુષ્ક રહેશે અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના ભાગોમાં રાત્રે ઠંડી યથાવત રહેશે. જોકે, રાહતની વાત એ છે કે આગામી 48 કલાક લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ 48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે, જેનાથી ઠંડીમાં થોડીક રાહત મળવાની શક્યતા છે.
Nov 18, 2025 04:51 pm
ભરૂચમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત
પૂર ઝડપે દોડતી બાઇક કાર સાથે અથડાઈ, ઇજાગ્રસ્ત બાઇક ચાલકને હોસ્પિટલ ખસેડાયો, કારમાં સવાર મહિલાને પણ ઇજા પહોંચી
Nov 18, 2025 04:50 pm
સુરતવાસીઓએ હવે ગોવા જવાની જરૂર નહીં પડે
ડુમસ બીચ ગોવા અને મુંબઈનો કરાવશે અનુભવ, ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પૂર્ણતાના આરે, પ્રોજેક્ટના ફેઝ 1, 2ની મોટાભાગની કામગીરી પૂર્ણ
બીચ પર સાયકલ ટ્રેક, સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકાશે, બીચ પર મલ્ટી લેવલ પાર્કિંગ, ફૂડ કોર્ટની વ્યવસ્થા, 15 ડિસેમ્બરે ડુમસ સી ફેસનું લોકાર્પણ કરવાની તૈયારી
Nov 18, 2025 04:49 pm
લક્ઝરી બસમાં ખોટી નંબર પ્લેટ લગાડનાર ઝડપાયો
ટેક્સ ચોરી માટે ચેસિસ નંબર સાથે ચેડાં કર્યા હતા, વાહન વ્યવહાર ટેક્સ ન ભરવા માટે આરોપીએ કર્યા ચેડાં, છેલ્લા 5 માસથી ફરાર આરોપીને ડાંગ પોલીસે ઝડપ્યો, વોન્ટેડ આરોપી અનવર અગવાનની સુરતથી ધરપકડ
Nov 18, 2025 04:48 pm
સુરતમાં ચપ્પુની અણીએ લૂંટ ચલાવનાર 2 ઝડપાયા
આરોપી સંતોષ વસાવા અને અજય નીસાદની ધરપકડ, પુઠાના ગોડાઉનમાં યુવક પાસેથી રૂ.500ની લૂંટ કરી, લૂંટના CCTV સોશિયલ મીડિયામાં થયા હતા વાયરલ, પુણા પોલીસે બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા
Nov 18, 2025 04:26 pm
પાટણના સિદ્ધપુરમાં ગોકુલ યુનિ.ના HRનો આપઘાત
ભાઈકાકા સોસાયટીમાં HR મેનેજરે જીવન ટૂંકાવ્યું, અલ્કેશ રાજપુતે ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત, HR મેનેજરના આપઘાત પાછળનું કારણ અકબંધ, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા
Nov 18, 2025 04:06 pm
નવસારીના ચીખલીમાં IT વિભાગના દરોડા
સોલાર પેનલ બનાવાતી વારી સોલાર કંપનીમાં દરોડા મુંબઈ IT વિભાગની 30થી વધુ ટીમના દરોડા
Nov 18, 2025 04:05 pm
નવસારીમાં વિદેશ મોકલવાની લાલચે ઠગાઈમાં કાર્યવાહી
ઠગાઈ કરનાર દંપતી પૈકી મહિલા આરોપી ઝડપાઈ, કરોડો રૂપિયાની ઠગાઈ કરી દંપતી દુબઈ ભાગ્યુ હતું, ખોટા કોલ લેટર બનાવી દંપતીએ કરી હતી છેતરપિંડી, પટેલ દંપતી પૈકી પત્ની નાવિકા પટેલની કરી ધરપકડ, દુબઇથી મુંબઈ એરપોર્ટ આવતા પોલીસે કરી ધરપકડ, નાવિકાનો ઠગ પતિ વિવેક પટેલ પોલીસ પકડથી દૂર
Nov 18, 2025 04:03 pm
અમદાવાદમાં મહિલા બુટલેગરો અને પોલીસ વચ્ચે બબાલ
નાના ચિલોડા સર્કલ પાસે બુટલેગરો અને પોલીસ વચ્ચે રકઝક, 2 મહિલાઓ બિયરના ટીન ભરેલા થેલા સાથે ઝડપાઈ, મહિલાઓએ પોલીસ પર બિયરના ટીનના ઘા કર્યા, નરોડા પોલીસે થેલાઓ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી
Nov 18, 2025 04:03 pm
ગુજરાતમાં SIR પર મુખ્ય ચૂંટણી અધિકારીનું નિવેદન
અત્યાર સુધી 99 ટકા મતદારોને ફોર્મ વહેંચાયા, 4 ડિસેમ્બર સુધી ફોર્મ પરત લેવામાં આવશે , 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાશે, ત્યાર બાદ પણ મતદાર યાદીમાં નોંધણી થઇ શકે છે, 2002ની યાદીમાં નામ હોય તો અન્ય પુરાવાની જરૂર નહીં, 50%થી વધુના પોતાનું કે પરિવારના સભ્યોનું લિંકેજ થયું
BLOના નામ અને નંબર પર લોકો સંપર્ક કરી શકે છે , BLO એપમાં પણ તમામ સુવિધા ઉપલબ્ધ , આખરી મતદાર યાદી ફેબ્રુઆરીમાં જાહેર થશે, 8 જાન્યુઆરી સુધી મતદાર નોંધણી કરાવી શકાશે, ધરપકડ વોરંટમાં કોઈ પગલા લેવાયા નથી
Nov 18, 2025 04:01 pm
અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત સાસણમાં
સાસણ સફારી પાર્કમાં કર્યા સિંહ દર્શન , ગુજરાતનું ઘરેણું સિંહ જોઈ થયા અભિભૂત, જિપ્સીમાં બે કલાક જંગલ સફારી કરી
Nov 18, 2025 03:30 pm
સુરત મહાનગરપાલિકાને વધુ એક એવોર્ડ મળ્યો
વોટર હાર્વેસ્ટિંગ બાબતે સુરત મનપા દેશમાં છઠ્ઠા ક્રમે, સુરત મનપા મ્યુનિ.કોર્પોરેશન કેટેગરીમાં છઠ્ઠા ક્રમે , મનપા કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેને સ્વીકાર્યો એવોર્ડ, સમગ્ર ગુજરાતમાંથી માત્ર સુરત મનપાને એવોર્ડ , નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એવોર્ડ વિતરણ સમારોહ
Nov 18, 2025 03:29 pm
નવસારીમાં અકસ્માતમાં પિતા પુત્રનું મોત
જલાલપોરના સાગરા ગામ નજીક અકસ્માત, કાર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત, મિસ્ત્રી પરિવારના પિતા પુત્રના મોત
Nov 18, 2025 03:28 pm
ખંભાળિયામાંથી સીરિયાનો નાગરિક ઝડપાયો
અલી કામેલ મહેબોબની પોલીસે કરી ધરપકડ, સ્ટુડન્ટ વિઝાની મુદ્દત પૂર્ણ થયા બાદ પણ રહેતો હતો, ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં છુપાઈને રહેતો હતો , પ્રેસિડેન્ટ સ્કૂલના સંચાલક માહી કંઝારીયાની પણ સંડોવણી, બન્નેની ઓળખ ટિન્ડર એપ મારફતે થઈ હતી, સ્કૂલ સંચાલકને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો
Nov 18, 2025 03:05 pm
દાંતીવાડા ડેમમાંથી સિંચાઈ માટે છોડાયું પાણી
કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી, બનાસકાંઠાના 61, પાટણના 49 ગામને લાભ મળશે, શિયાળુ સીઝન સમયે પાણી છોડાતા ખેડૂતોને ફાયદો
Nov 18, 2025 02:47 pm
વેરાવળમાં 2 કાશ્મીરી દંપતીની પોલીસે કરી પૂછપરછ
કૂપવાડાના દંપતી વેરાવળ મુસાફર ખાનામાં આવ્યા હતા, પતિ-પત્ની, બે સંતાનો સાથે 3 મહિનાથી ગુજરાતમાં હતા, ભરૂચ, ગોધરા, માંગરોળ બાદ વેરાવળ આવ્યા હતા.ગુજરાતમાં ફાળો ઉઘરાવવા આવતા હોવાની કબૂલાત
Nov 18, 2025 02:46 pm
સુરતની નવી સિવિલમાં માતાએ નવજાત બાળકીને ત્યજી
NICU વિભાગમાં માતા બાળકીને ત્યજીને જતી રહી, બાળકીના જન્મ બાદ તેેને NICU વોર્ડમાં રખાઇ હતી, પોલીસે એડ્રેસના આધારે માતાની હાથ ધરી શોધખોળ
Nov 18, 2025 02:46 pm
ગોધરા તાલુકા સેવા સદનમાં ATVTની કામગીરી બંધ
ગ્રામ્યમાંથી દાખલો લેવા આવેલા અરજદારો અટવાયા, ATVTના કોમ્પ્યુટર ઓપરેટરોને SIRમાં મુકાતા હાલાકી, સેવાસદનમાં વહેલી સવારથી આવેલા અરજદારો પરેશાન
Nov 18, 2025 02:27 pm
દાહોદના મુવાલીયા ક્રોસિંગ નજીક અકસ્માત
દાહોદમાં અકસ્માત બાદ ડીઝલની લૂંટ, દાહોદના મુવાલીયા ક્રોસિંગ નજીક અકસ્માત, અકસ્માત બાદ ટ્રકની ટાંકીમાંથી ડીઝલ ઢોળાયું, ડીઝલ ઢોળાતા લોકો બોટલમાં ભરવા લાગ્યા, અકસ્માતમાં 4 લોકો ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા.
Nov 18, 2025 02:21 pm
ACF શૈલેષ સામે કડક સજાની માગ
ભાવનગરમાં હત્યારા ACF શૈલેષ સામે કડક સજાની માગ, આરોપી સામે દાખલારૂપ કાર્યવાહી કરવા માટે માંગણી, પત્ની, પુત્રી અને પુત્રની હત્યા બાદ મૃતદેહ દાટ્યા હતા, મૃતકના પિયર મોટા સુરકા ગામે યોજાઈ પ્રાર્થના સભા.
Nov 18, 2025 02:14 pm
જંબુસરમાં થયેલી ચોરીના CCTV
જંબુસરમાં થયેલી ચોરીના CCTV આવ્યા સામે, 8 લાખથી વધુની ચોરી CCTVમાં થઇ કેદ, સોના-ચાંદી લઈ જતો ચોર થયો CCTVમાં કેદ, ભરૂચ અને જંબુસર પોલીસે તપાસ હાથ ધરી.
Nov 18, 2025 02:05 pm
પાલનપુર કલેક્ટરને ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર
ટેકાના ભાવે 30 કિલોની ભરતી કરવાની માગણી, 35 કિલોની ભરતીમાં મગફળી રિજેક્ટનો આક્ષેપ, 35 કિલોની જગ્યાએ 30 કિલો કરવા આવેદન આપ્યું
30 કિલોની ભરતીનો નિર્ણય ન થાય તો ઉચ્ચારી ચીમકી, કલેક્ટર કચેરીમાં મગફળીના ઢગલા કરવાની ચીમકી, ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ કલેકટરને રજૂઆત
Nov 18, 2025 01:57 pm
બનાસ ડેરીની જળસંચય ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ
દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ વોટર એવોર્ડ મેળવ્યો, જળસ્તર ઊંચા લાવવા કરી રહી છે જળસંચયનું કામ, ડેરીએ જળસંચય અંતર્ગત 325 વધુ તળાવોનું કર્યું નિર્માણ
Nov 18, 2025 01:18 pm
રફતારના રાક્ષસ તથ્ય અને તેના પિતા સામે ચાર્જફ્રેમ
ગ્રામ્ય કોર્ટમાં તથ્ય પટેલ, પ્રજ્ઞેશ પટેલ સામે ચાર્જફ્રેમ, ઘટનાના 3 વર્ષ બાદ આરોપી સામે ચાર્જફ્રેમ થઈ, હવે તથ્ય અને પ્રજ્ઞેશ પટેલ પર ચાલશે કેસની ટ્રાયલ
10થી વધુ ચાર્જફ્રેમની મુદત બાદ આખરે ચાર્જફ્રેમ, 3 અઠવાડિયામાં ચાર્જફ્રેમ કરવા SCનો હતો આદેશ, ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે કર્યો હતો અકસ્માત, ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોના થયા હતા મોત
Nov 18, 2025 01:16 pm
પરિવારના હત્યારા ACFના 7 દિવસના રિમાંડ મંજૂર
ભાવનગર કોર્ટે શૈલેષ ખાંભલાના 7 રિમાંડ મંજૂર કર્યા, હત્યા કરવા પાછળનું મૂળ કારણ જાણવા થશે પૂછપરછ
Nov 18, 2025 01:15 pm
વ઼ડોદરાના કારેલીબાગમાં એમ.ડી. ડ્રગ્સનો ઝડપાયો જથ્થો
કારેલીબાગ મચ્છીપીઠ નાકા પાસે એસ.ઓ.જી.ની ટીમે કરી કાર્યવાહી, મોદી હાઉસના ત્રીજા માળેથી 58.700 ગ્રામ મેફેડ્રોન (MD)નો જથ્થો પાડ્યો ઝડપી, રોકડ,મોબાઇલ,વજન કાંટો સહિત કુલ 1.96 લાખનો મુદ્દામાલ કર્યો કબજે, મહંમદરફીક ઇકબાલ મલેકની ધરપકડ
Nov 18, 2025 01:06 pm
સુરતના અરેઠના કરંજ GIDCની કંપનીમાં બબાલ
કર્મચારી મોડા આવતા એન્ટ્રી ન આપતા હોબાળો, કંપનીના માલિકનો ઘેરાવ કરે તે પહેલા ભાગવાનો પ્રયાસ, મહિલા કામદાર ગાડીની અડફેટે આવતા કરી તોડફોડ, ઉશ્કેરાયેલા કામદારોએ ગાડીમાં કરી તોડફોડ, તોડફોડ કરતા CCTV ફૂટેજ સામે આવ્યા, તડકેશ્વર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Nov 18, 2025 01:04 pm
પરિવારના હત્યારા ACFને કોર્ટમાં રજૂ કરાયો
શૈલેષ ખાંભલાને ભાવનગર કોર્ટમાં રજૂ કરાયો, લોકોએ આરોપીને ફાંસી આપો તેવા લગાવ્યા નારા, પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડ માંગશે
પત્ની, 2 સંતાનોની હત્યા કરીને દાટી દીધા હતા, હત્યા કરવા પાછળનું કારણ જાણવા પોલીસ તપાસ, કપડાંની બેગ, ચપ્પલ ક્યાં નાખ્યા તે અંગે તપાસ અન્ય કોઈ સાથે પ્રેમ સંબંધ છે કે કેમ તે તપાસ, 5 તારીખની વહેલી સવારે હત્યા બાદ તળાજા ગયો, હત્યા બાદ તળાજા શા માટે ગયો હતો તે તપાસ
Nov 18, 2025 12:45 pm
વડોદરાના દેણા ચોકડી પાસે ST બસનો અકસ્માત
વહેલી સવારે પાર્ક કરેલી ટ્રકની પાછળ ST બસ ઘૂસી, બસમાં 37 મુસાફરો હતા, 20થી વધુને પહોંચી ઈજા, વાપીથી મહેસાણા તરફ જતી હતી ST બસ , રોડ પર પાર્ક ટ્રક પાછળ સૂચક બોર્ડ નહોતું
Nov 18, 2025 12:12 pm
કચ્છના અંજારમાં બેફામ ટેમ્પોચાલકનો આતંક
બેફામ ટેમ્પોચાલકે 6-7 વાહનોને લીધા અડફેટે, ટેમ્પોચાલકે પાર્ક કરેલા વાહનોને અડફેટે લીધા, દુકાન પાસે પાર્ક કરેલા વાહનોનો કચ્ચરઘાણ
Nov 18, 2025 12:01 pm
કુખ્યાત નક્સલી કમાન્ડર હિડમા સહિત 6 ઠાર મરાયા
આંધ્રપ્રદેશમાં સુરક્ષાદળના ઓપરેશનમાં નક્સલી ઠાર , નક્સલી કમાન્ડર હિડમા પાછળ રૂ. 1 કરોડનું ઈનામ હતું, દરભા ખીણ હત્યાકાંડ સહિત 26 મોટા હુમલાનો આરોપ , 26 મોટા હુમલાઓનો માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ હતો, હિડમા PLGA બટાલિયન નંબર-1નો વડા, CPIનો સભ્ય
Nov 18, 2025 11:39 am
સુરતના લિંબાયતમાં હત્યા કરનાર 2 આરોપી ઝડપાયા
બીપીન દેવરે અને રાજેશ પદાણેને પોલીસે ઝડપી પાડ્યા , લિંબાયતના સંજયનગરમાં સુદામા પાટીલની હત્યા કરી, શા માટે હત્યા કરવામાં આવી તે દિશામાં પોલીસ તપાસ
Nov 18, 2025 11:38 am
ગાંધીનગરના 7 ગામના ખેડૂતો અને સ્થાનિકોનો હોબાળો
ગાંધીનગર કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્ચાર, બેનરો સાથે વિરોધ, ગાંધીનગરમાં ગયેલી જમીન સામે યોગ્ય વળતર માટે માંગ , પ્લોટ, હયાત વધારાના બાંધકામને મંજૂરી આપવાની માંગ , માંગ ન સ્વીકારાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી, ધોળાકુવા, ઈન્દ્રોડા સહિત 7 ગામના સ્થાનિકોનો વિરોધ
Nov 18, 2025 11:38 am
સુરતના મહિધરપુરા હીરા બજારમાં ગેસ બ્લાસ્ટ
ઘરમાં આગ લાગતા ફ્રીજના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ , બિલ્ડિંગના ચોથા માળે ગેસ બ્લાસ્ટનો લાઈવ વીડિયો, ગ્રાઉન્ડ પ્લસના ચોથા માળના મકાનમાં થયો બ્લાસ્ટ, બ્લાસ્ટ થતા આખી બિલ્ડીંગ ધ્રુજી ઉઠી હતી
Nov 18, 2025 11:36 am
સુરતના મહુવામાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો
વિધર્મીએ ખોટું નામ ધારણ કરી યુવતીને ફસાવી, વિધર્મી ફયાઝે જૈનિશ નામથી ઓળખ આપી હતી, શારીરિક સંબંધ બાંધી યુવતીને ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવી જાનથી મારી નાખવાની પણ ધમકી, મૌલવી પાસે લઈ જઈ લગ્ન કર્યા હોવાનું ખુલ્યું, ફયાઝે યુવતી સાથે 9 વર્ષથી બાંધ્યા હતા શરીર સંબંધ
આરોપી ફયાઝની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી, મદદગાર દાઢીવાળા મૌલવીને પણ પોલીસે ઝડપ્યો
Nov 18, 2025 11:35 am
રાજ્યમાં એકસાથે ત્રણેય ખૂંખાર પ્રાણીઓનો વસવાટ
દીપડા અને સિંહ બાદ હવે વાઘ પણ ગુજરાતમાં, દાહોદના રતનમહાલના જંગલોમાં વાઘ સ્થાયી થયો, રતનમહાલના જંગલોમાં 9 મહિનાથી વાઘ સ્થાયી
MPથી રતનમહાલના જંગલમાં આવ્યો છે વાઘ, વન વિભાગ વાઘનું કરી રહ્યું છે સતત મોનિટરિંગ, ખોરાક માટે અભયારણ્યમાં 35 હરણ, સાંભર છોડ્યા, નર વાઘ માટે માદા વાઘ NTCA પાસેથી મેળવાશે
Nov 18, 2025 11:34 am
સુરતમાં શાકભાજી ફેરિયાઓ પાસે ઉઘરાણામાં કાર્યવાહી
અરવિંદ રબારી, કરુણા રબારી, કલ્પેશ રબારીની ધરપકડ , ત્રણેય આરોપીઓને સાથે પોલીસે કર્યું રિ-કન્સ્ટ્રક્શન, આરોપીઓએ શાકભાજી વેચતા ફેરિયાઓની માફી માંગી, ફેરિયાઓ પાસેથી રૂ. 50થી 100ની ઉઘરાણી કરતા હતા
Nov 18, 2025 10:35 am
સુરતમાં નોકરીમાંથી હટાવવાની દાઝમાં આગ ચાંપી
સારોલીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ચાંપી દીધી આગ, નોકરીમાંથી હટાવવાની દાઝ રાખી ડ્રાઈવરે બદલો લીધો , ટ્રાન્સપોર્ટ માલિકે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
Nov 18, 2025 10:34 am
ગાંધીનગરના સેક્ટર 11માં ઝૂંપડાઓમાં આગ લાગી
ઝૂંપડાઓમાં અચાનક આગ લાગતા દોડધામ મચી, ફાયર વિભાગે તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો, ઝૂંપડામાં આગ કેવી રીતે લાગી તે મોટો પ્રશ્ન, સદનસીબે કોઈ પ્રકારની જાનહાનિ નહીં
Nov 18, 2025 10:33 am
ભાવનગરમાં ત્રિપલ મર્ડર કેસમાં નવો ખુલાસો
ACF શૈલેષે પત્નીના મોબાઇલમાંથી મળ્યો મેસેજ, ડ્રાફ્ટમાં પડેલા મેસેજથી હત્યાનો ખુલાસો થયો, હત્યા પહેલા શૈલેષ ખાંભલાએ મેસેજ ટાઇપ કર્યો હતો
પત્ની ઘર છોડીને જતી રહી તેવું બતાવવા કર્યો હતો મેસેજ, મોબાઇલ એરોપ્લેન મોડમાં હોવાથી મેસેજ સેન્ડ ન થયો, પોલીસે મોબાઇલમાં મેસેજ સહિત ચેટની કરી તપાસ, અગાઉના અને ડ્રાફ્ટ મેસેજના લખાણની સ્ટાઇલ અલગ, શૈલેષે શંકાસ્પદ હિલચાલને લઈ પોતાની જાળમાં ફસાયો
Nov 18, 2025 10:32 am
કચ્છના મુન્દ્રા બંદરે DRI વિભાગની કાર્યવાહી
કરોડોના પ્રતિબંધિત ચાઈનીઝ ફટાકડા ઝડપાયા, વોટર ગ્લાસની આડમાં પ્રતિબંધિત ફટાકડા છુપાવ્યા , ચીનથી આવેલા કન્ટેનરમાં અંદાજે 5 કરોડના ફટાકડા , આરોપી માસ્ટર માઈન્ડ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
Nov 18, 2025 10:31 am
અમદાવાદના ચંડોળા તળાવ પાસે અકસ્માત
BRTS રૂટમાં AMTS અને બાઈક વચ્ચે અકસ્માત, અકસ્માતમાં બાઈક ચાલકને પહોંચી ગંભીર ઈજાઓ, બાઇકચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો, સ્થાનિક ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી
Nov 18, 2025 10:30 am
કચ્છના વાગડમાં નદીની કોતરમાં મળી પૌરાણિક ગુફા
ધોરેશ્વર જાગીર પાસે નદીની કોતરમાં પૌરાણિક ગુફા, ગ્રામજનોએ ખોદકામ કરી પ્રૌરાણિક ગુફા શોધી કાઢી, ગુફામાં અલગ અલગ કોતરેલા પથ્થર ભીંતચિત્રો મળ્યા, લોકવાયકા મુજબ આ ગુફામાં પાંડવો રહેતા હતા
Nov 18, 2025 09:55 am
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ રોષ
સેવન્થ ડે સ્કૂલના દસ્તાવેજ વાલીઓને આપવાની માંગ , 30 વધુ જનાક્રોશ વાલી મંડળની સંચાલકોને રજૂઆત , 2 દિવસમાં સ્કૂલના પુરાવા આપવા માટે કરી રજૂઆત , લીઝ, BU, મનપાની શો કોઝની માહિતી આપવા માંગ, તમામ માહિતી સરકાર અને વાલીઓને આપવાની માંગ , DEOએ પણ 12 દસ્તાવેજો શાળા પાસે માંગ્યા હતા , શાળા પ્રશાસને AMC કે DEOને દસ્તાવેજ ન આપ્યા
Nov 18, 2025 09:53 am
રાજકોટ શહેર અને જિલ્લામાં કૂતરાઓનો આતંક
રાજકોટમાં 10 મહિનામાં 14106ને બચકા ભર્યા, જિલ્લામાં 10 મહિનામાં 8242ને બચકા ભર્યા, 6 મહિનામાં 3 બાળકોને કૂતરાઓએ ફાડી ખાધા , મનપાનો કૂતરા પકડવા માટે કોન્ટ્રાક્ટ છતાં આતંક, 2.70 કરોડનો કોન્ટ્રાક્ટ છતાં કૂતરાઓનો આતંક
Nov 18, 2025 09:29 am
દિલ્હીમાં કાર બ્લાસ્ટમાં NIAએ કર્યો મોટો ખુલાસો
NIAનો આતંકવાદી મોડ્યુલ હુમલા મામલે ખુલાસો , હમાસ, ISISની તર્જ પર ડ્રોન હુમલાનું કાવતરું હતું, ડ્રોનને હથિયાર બનાવી ભીડમાં વિસ્ફોટનું કાવતરું, ડ્રોન કાવતરું હમાસના હુમલાઓથી પ્રેરિત હતું
Nov 18, 2025 09:09 am
બિહારમાં સરકાર રચવા માટે તૈયારીઓ તેજ
આજે ભાજપ અને JDUના નેતાઓની બેઠક, બેઠકમાં સરકારની રૂપરેખા તૈયાર કરાશે , મંત્રીમંડળમાં સમાવેશ અંગે રૂપરેખા નક્કી કરાશે, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અંગે ચર્ચા કરાશે, 20 નવેમ્બરે શપથવિધિ યોજવાની સંભાવના
Nov 18, 2025 09:09 am
હિલ સ્ટેશન માઉન્ટ આબુ ઠંડીથી ઠુંઠવાયુ
માઉન્ટ આબુમાં ઝીરો ડિગ્રી તાપમાન નોંધાયું, ગાડીઓ ઉપર બરફની ચાદર જામી , લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં લોકો ઠુંઠવાયા, કડકડતી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત
Nov 18, 2025 09:07 am
ભાવનગરમાં હત્યારા ફોરેસ્ટ અધિકારી સામે કાર્યવાહી
આરોપી પતિ શૈલેષ ખાંભલાને કોર્ટમાં રજૂ કરાશે, પત્ની, 2 સંતાનોની હત્યા કરીને દાટી દીધા હતા, હત્યા કરવા પાછળનું કારણ જાણવા પોલીસ તપાસ
પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડ માંગશે, કપડાંની બેગ, ચપ્પલ ક્યાં નાખ્યા તે અંગે તપાસ, અન્ય કોઈ સાથે પ્રેમ સંબંધ છે કે કેમ તે તપાસ , 5 તારીખની વહેલી સવારે હત્યા બાદ તળાજા ગયો, હત્યા બાદ તળાજા શા માટે ગયો હતો તે તપાસ, આરોપી શૈલેષના પિતાની કડક સજા માટે માંગ
Nov 18, 2025 09:06 am
દિલ્હી બ્લાસ્ટને લઈ મોટા સમાચાર
અલ ફલાહ ટ્રસ્ટ પર તપાસ એજન્સીઓની કાર્યવાહી, તપાસ એજન્સીઓના દિલ્હીથી ફરીદાબાદ સુધી દરોડા, અલ-ફલાહ ટ્રસ્ટ યુનિ. સાથે સંકળાયેલા સ્થળોએ દરોડા , મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં પાડયા દરોડા, યુનિવર્સિટી અને સંચાલકો પર ગેરરીતિનો આરોપ , સંચાલકો સામે નાણાંકીય ગેરરીતિઓ કર્યાનો આરોપ
Nov 18, 2025 09:05 am
સુરતના કાપોદ્રામાં ડેન્ગ્યુથી મહિલાનું મોત
45 વર્ષીય મહિલાને 2 દિવસથી તાવ હતો , મહિલાનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ટૂંકી સારવાર બાદ મહિલાનું નિપજ્યું મોત
Nov 18, 2025 09:04 am
જસદણમાં તરછોડાયેલું નવજાત શિશુ મળ્યું
અવાવરૂ જગ્યાએથી તાજુ જન્મેલું શિશુ મળ્યું, જસદણના ગંગા ભુવન પાસે પ્રમુખ પાર્કનો બનાવ, આસપાસના લોકોએ પોલીસ, 108ને બોલાવી, નવજાત શિશુ જસદણ સિવિલ હોસ્પિટલ લઈ જવાયું , પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
Nov 18, 2025 09:03 am
વડોદરામાં જાહેરમાં માતાએ દીકરીને માર માર્યો
આડા સબંધોની જાણ થતા માર માર્યાની માહિતી , વાસણા જકાત નાકા વિસ્તારનો વીડિયો વાયરલ, સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Nov 18, 2025 09:02 am
સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં ત્રીજી હત્યા
પુણામાં રૂપિયાની લેતીદેતીમાં યુવકની હત્યા, માથા પર ટાઈલ્સ મારી મોતને ઘાટ ઉતાર્યો, વિકીએ બિહારના લાલુ યાદવની હત્યા કરી, ગઈકાલે રાંદેર અને લીંબાયતમાં થઈ હતી હત્યા
Nov 18, 2025 08:36 am
સુરતમાં ઝડપાયેલા કોલ સેન્ટરમાં મોટા સમાચાર
દેશના 1221 લોકો સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ, ગ્લોબલ ટેકના અલગ અલગ ખાતામાં ટ્રાન્જેક્શન, ખાતામાંથી રૂ. 9.92 કરોડના ટ્રાન્જેક્શન મળ્યા
લોન અને જોબ નામે ઠગાઈ આચરતા હતા, ગોવા, પુણે, મુંબઈમાં કોલ સેન્ટર હોવાનો ઘટસ્ફોટ, શાતીર નિમેષ ખવાણીના 27 બેન્ક ખાતા મળ્યા, ઠગબાજો આધાર ઈ-સાઈનનો દૂરુપયોગ કરતા હતા
Nov 18, 2025 08:10 am
અમરેલીના બગસરામાં સિંહ ગામમાં આવી ચઢ્યો
મોડી રાતે ભલગામે ખેતરના રસ્તે સિંહ આવી ચડ્યો, બગસરા પંથકમાં ફરી સિંહની લટારના દ્રશ્યો આવ્યા સામે , રસ્તા પરથી પસાર થતા સિંહનો વીડિયો વાયરલ, ખેડૂત ખેતરે જતા હતા તે સમયે સામે આવ્યો સિંહ
Nov 18, 2025 08:10 am
ગીરસોમનાથના ઉનામાં દારુબંધીના ઉડ્યા લીરેલીરા
બુટલેગરો સાથે પોલીસની સંડોવણી ફરી ચર્ચામાં , પોલીસ પર આક્ષેપ કરતી મહિલાનો વીડ઼િયો વાયરલ , વાંસોજ ગામની મહિલાએ પોલીસને હપ્તા આપવાનો કર્યો આક્ષેપ , ઉના,નવાબંદર મરીન પોલીસ પર હપ્તાખોરીનો કર્યો આક્ષેપ , દર મહિને પોલીસ હપ્તો લેવા આવતી હોવાનો કર્યો આક્ષેપ , જમાદાર જગદીશ ડોડિયા સહિત પોલીસકર્મીનું નામ ઉછળ્યું
Nov 18, 2025 08:08 am
તથ્ય પટેલ સામે આજે કોર્ટમાં ચાર્જફ્રેમ થશે
SCના આદેશ બાદ કાયદાનો ગાળિયો કસાશે, રફતારના રાક્ષસ સામે કોર્ટ કાર્યવાહી થશે ઝડપી, 10થી વધુ ચાર્જફ્રેમની મુદત બાદ આખરે થશે ચાર્જફ્રેમ
3 અઠવાડિયામાં ચાર્જફ્રેમ કરવા SCનો છે આદેશ, આજે ગ્રામ્ય કોર્ટમાં તથ્ય પટેલને કરાશે રજૂ, ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે કર્યો હતો અકસ્માત, ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોના થયા હતા મોત
Nov 18, 2025 08:03 am
અરવલ્લીના મોડાસામાં આગમાં 4ના મોત
રાણાસૈયદ ચોકડી પાસે 4 લોકો આગમાં ભડથું , એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડોક્ટર,નર્સ,બાળકનું મોત , રસ્તા પર ચાલતી એમ્બ્યુલન્સમાં અચાનક લાગી આગ , ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં લાગી ભીષણ આગ , આગળ બેઠેલા ચાલક અને બાળકના સબંધીનો બચાવ , પાછળના ભાગે બેઠેલા ઉતરી ન શકતા થયા ભડથુ, 1 દિવસના બાળકને સારવાર માટે લઇ જઈ રહ્યા અમદાવાદ , આગ લાગવાની ઘટનાના CCTV આવ્યા સામે
Nov 18, 2025 08:03 am
અમદાવાદના બાવળા રોડ પર અકસ્માત
રજોડા જવાના માર્ગ પર કાર તળાવમાં ખાબકી , કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત , સ્થાનિકોએ ડૂબતા કાર ચાલકને બચાવી લીધો , યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
Nov 18, 2025 08:00 am
રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાયો
ઉત્તર તરફના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો , 21 શહેરમાં તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું , નલિયામાં સૌથી ઓછુ 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું
અમદાવાદમાં 14.8,ગાંધીનગરમાં 12.8 ડિગ્રી તાપમાન, વડોદરામાં 12.4,ડીસામાં 13.6 ડિગ્રી તાપમાન, સુરતમાં 19.4,દમણમાં 18.2 ડિગ્રી તાપમાન
ભુજમાં 15.2,કંડલામાં 12.2 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 11.4,રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન, દીવમાં 15.6,મહુવામાં 15.6 ડિગ્રી તાપમાન, કેશોદમાં 14.3,પોરબંદરમાં 14 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું

Gujarat: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓનું મહા-ઓપરેશન ડેલ્ટા હન્ટ, રાજ્યભરમાંથી 424 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા

Weather Forecast : ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આજે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધબધબાટી બોલશે

Gujarat Latest News live : રાજ્યમાં વરસાદની આગાહી

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Dabhoi: ડભોઇ સેવા સદન પાસે જ રોડ પર ખાડાથી હાલાકી

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

મને વિદ્યા આપો તો તમારું કામ કરી આપું

મૈસૂરનું દૈવી અને સાંસ્કૃતિક ગૌરવ શ્રી ચામુંડેશ્વરી દેવીનું મંદિર

કર્મના સોફ્ટવેરને સમજવું

Gujarat: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓનું મહા-ઓપરેશન ડેલ્ટા હન્ટ, રાજ્યભરમાંથી 424 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા