
Mehsana News: SPએ એકસાથે 252 પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ જાહેર

Apr 22, 2026 11:53 pm
અર્બન ચેલેન્જ ફંડ માટે PIU બનાવશે , પ્રોજેક્ટમા 25% કેન્દ્ર સરકારનો સહયોગ, 25% રાજ્ય સરકારના હશે, બીજા 50% PPP મોડલ રહેશે , DyCMની દેખરેખ હેઠળ કામ કરશે PIU , શહેરી વિકાસના કામોના સંકલન માટે કામ કરશે PIU
Apr 22, 2026 11:51 pm
ફરિયાદ નિકાલની કામગીરીથી લોકો અસંતુષ્ટ , ઈ ગવર્નન્સ હેઠળ કમિશનરે કરેલા સર્વેમાં ખુલાસો , દક્ષિણ ઝોનમાં સૌથી વધુ લોકો અસંતુષ્ટ , 70% ફરિયાદો ઝાડ ટ્રીમિંગ, ડ્રેનેજ સંબંધીત, AMCની સાપ્તાહિક બેઠકમાં સર્વે બાબતે થઈ ચર્ચા
Apr 22, 2026 11:44 pm
તંત્રની સતર્કતા બાદ લગ્ન અટકાવવામા આવ્યા , છોકરાની ઉંમર 21થી ઓછી હોવાથી લગ્ન અટકાવાયા , અધિકારીઓની સમજાવટ બાદ માતા પિતાએ લગ્ન મોકુફ રાખ્યા
Apr 22, 2026 11:43 pm
સરકારી કચેરીમાં જ બનાવવામાં આવ્યું નકલી મતદાન મથક , જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની કચેરીમાં નકલી મતદાન કેન્દ્ર , હોમગાર્ડ કમાન્ડન્ટ પ્રણવ સાગર દ્વારા બનાવાયું મતદાન કેન્દ્ર , સામૂહિક રીતે કરાવવામાં આવતું હતું મતદાન , મતદાન માટે પૂઠાંનું મતદાન કેન્દ્ર તેમજ પુઠાની મતપેટી બનાવાઇ, જેમાં તમામ હોમગાર્ડ પોતાના મત આપી બેલેટ પેપર નાખતા હતા , વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ પરીખે કરી ફરિયાદ, વોર્ડ નં.6ના છાયા પ્રજાપતિએ ચૂંટણી અધિકારીને કરી ફરિયાદ
Apr 22, 2026 11:34 pm
ભાજપ અને કોંગ્રેસ આમને સામને , સિંધી સમાજના મંદિરે હતો ભંડારો , પ્રેમ પ્રકાશ તીર્થમાં ભાજપ - કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા , ભક્તોને પેમ્પલેટ આપતા થયો વિવાદ , ભાજપ ઉમેદવાર પવન હેમનાની પર આરોપ , કોંગ્રેસી મહિલા કાર્યકરોને ધક્કા માર્યાના આરોપ , મંદિરમાં પ્રવેશવાને લઇ ધક્કામુક્કી
Apr 22, 2026 11:28 pm
7થી વધુ લોકો સામે નોંધાયો ગુનો, મુખ્ય આરોપી મિહિર, ધારા અને ગીતા પરીખ વિરુધ ફરિયાદ , ફરિયાદી અને તેમની માતાને જુદીજુદી જગ્યાએ રોકાણ કરાવ્યું, અલગ અલગ જગ્યા રોકાણ કરવાના બહાને કરી છેતરપિંડી, આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી, મિહિર વિરુદ્ધ બે અલગ અલગ ફરિયાદ નોધાઈ
Apr 22, 2026 11:27 pm
જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજય ગોહિલે કર્યા સસ્પેન્ડ, ભાજપના કુલ 26 હોદ્દેદારોને સસ્પેન્ડ કરાયા, સસ્પેન્ડ થયેલા હોદ્દેદારોએ અપક્ષ ઉમેદવારી કરી હતી
Apr 22, 2026 11:16 pm
ભાજપના દિગ્ગજ નેતા પુરષોતમ રૂપાલા સુરતમાં , કતારગામ વિસ્તારમાં વિશાળ જાહેર સભા કરી , વોર્ડ નંબર 12, સૈદપુરા કુબેરનગર, મહિધરપુરામાં સભા , કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરસોત્તમ રૂપાલાનું નિવેદન, ભારે મતદાન કરી ભાજપના ઉમેદવારોને જીતાડો, કાંટાની ટક્કરની વાતો છેલ્લા દસ પંદર વર્ષથી ચાલે છે, કાંટો ક્યાંય આવ્યો નથી,, ભાજપનો પ્રચંડ વિજય નિશ્ચિત છે, અમે વિકાસની વાત લઇ લોકો પાસે મત માંગી રહ્યા છીએ, વિપક્ષે મહિલ આરક્ષણ બિલ પાસ ન થવા દીધું
Apr 22, 2026 11:14 pm
જૂની અદાવતમાં ખેડૂતની જમીન પર તોડફોડ, ઓરડીનું કામ કરતા મજૂરને જાનથી મારી નાખવાની ધમકી, મહેસાણા ડિ. કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં નુકસાન કર્યું , બાવલુ પોલીસે હીરાભાઈ ચમાર વિરુદ્ધ ગુનો નોંધ્યો
Apr 22, 2026 11:13 pm
ગત 16 એપ્રિલે ડભોઉ પેટ્રોલ પંપ પાસે મળી હતી લાશ, 38 વર્ષીય ગોપાલ સોલંકીની લાશ મળી હતી, પેટલાદના પાળજ ગામના વહાણવટીપુરામા રહેતા હતા, શાકભાજીનો ધંધો કરતા હોવાથી શાકભાજી લેવા ગયા હતા, પોલીસે CCTV શકમંદોની પૂછપરછ હાથ ધરી
Apr 22, 2026 10:54 pm
આતંક મચાવતા નબીરાનો વીડિયો વાયરલ , સોમનાથ મંદીર પરીસરમાં નબીરાઓના સ્ટન્ટ , એકસાથે 10થી વધુ ગાડી ફુલ સ્પીડમાં ચલાવી , કાળાકાચ, નંબર પ્લેટ વગરની ગાડી લઇ રોલા પાડ્યા , યુવાનોને સ્ટન્ટ કરતા જોઈને લોકોમાં ડરનો માહોલ
Apr 22, 2026 10:41 pm
52 વર્ષીય દિલિપ માળીનું કેદારનાથમાં મોત , હાર્ટ એટેક આવતા મોત , મૃતદેહ વડોદરા લાવવાની તૈયારી કરાઈ
Apr 22, 2026 10:27 pm
અલ્તાફ ખફીએ કરેલું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું, ટીટોડીવાડીમાં કરવામાં આવેલું દબાણ દૂર કરવામાં આવ્યું, 12 હજાર સ્કવેર ફુટ જગ્યા પર દબાણ કરવામાં આવ્યું હતું, ગેરકાયદેસર રીતે બનાવેલા ફાર્મ હાઉસને તોડી પડાયું
Apr 22, 2026 10:04 pm
આવતીકાલે થશે પેટા ચૂંટણી માટે મતદાન , 2.45 લાખ મતદારો અજમાવશે મતાધિકાર , સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન, ઉમરેઠમાં કુલ 2,45,623 મતદારો, 4174 મતદારો પહેલીવાર મતદાન કરશે , 1644 સિનિયર સિટીઝન મતદારો , 306 મતદાન મથકો પર મતદાન થશે , 6 ઉમેદવારો વચ્ચે ઉમરેઠમાં જંગ , 3 CRPF કંપની, 500થી વધુ પોલીસનો બંદોબસ્ત
Apr 22, 2026 09:52 pm
આવતીકાલની ઇન્ટરસિટી ટ્રેન રદ્દ થશે , બુલેટ ટ્રેન માટે બિંબની કામગીરી શરૂ , બ્લોકેજને પગલે ઇન્ટરસિટી ટ્રેન રદ
Apr 22, 2026 09:40 pm
29 હજાર બિલ્ડિંગમાં મતદાન થવાનું છે , 60 હજારથી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં રહેશે , પોલીસ, હોમગાર્ડ અને GRD જવાનો બંદોબસ્તમાં રહેશે , 1 હજાર કરતા વધુ કેસ તડીપાર, ભાગેડુ કેદીના કરાયા , અતિસંવેદનશીલ મતદાન મથકો પર હથિયારી પોલીસ હશે , અતિસંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 1251 , સંવેદનશીલ મતદાન મથકો 7166
Apr 22, 2026 09:26 pm
જિ.તા. અને નપાને ચૂંટણીને લઇ બેઠકો કરી, સાળંગપુર કષ્ટભંજન મંદિરના હોલમાં બેઠક, સહકારી અને સામાજિક આગેવાનો સાથે બેઠક , મુખ્યમંત્રીએ સાળંગપુર હનુમાનજી મંદિરે કર્યા દર્શન, ભૂપેન્દ્ર પટેલે સાળંગપુર BAPS મંદિરે કર્યા દર્શન
Apr 22, 2026 08:57 pm
અકસ્માતમાં અત્યાર સુધી 8 લોકોના મોત, મૃતકો ગીરગામના હોવાનું સામે આવ્યું, ઘાયલોમાં ઘણાં લોકોની હાલત ગંભીર, ઘાયલોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
Apr 22, 2026 08:55 pm
નુરપુરાથી જુનાગઢ જતી ટ્રકમાં કડીવાલા નજીક આગ , ટ્રકની ઊંચાઈ વધુ હોવાને કારણે વીજતારને અડકતા આગ , હિંમતનગર ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
Apr 22, 2026 08:36 pm
DGP કે.એલ.એન રાવનું નિવેદન, છેલ્લા બે સપ્તાહમાં 40 લોકોની ધરપકડ, 1040 ગુનામાં આરોપીઓની ધરપકડ, ભાવનગર બેંક ફ્રોડ મામલે બે આરોપીની ધરપકડ, મોબાઈલ ફોન, લેપટોપ, આઈડી, બનાવટી બિલ મળ્યા , એપીએમસી ઉંઝા સાયબર ફ્રોડ ઝડપાયું, ફેક અકાઉન્ટ ખોલી ઓપરેટ કરવા મામલે બેની ધરપકડ , 114 કરોડના સાયબર ફ્રોડમાં કાર્યવાહી થઈ , રાજકોટમાં બંધન બેંકના મેનેજરની ધરપકડ , કુલ 4 આરોપીની ધરપકડ થઈ છે
Apr 22, 2026 07:40 pm
કેરળના વિધર્મી યુવકે બનાવી શિકાર , પબજી ગેમ રમતી વખતે આવી હતી સંપર્કમાં , હિશામ મુનીર અબ્દુલ નામના યુવકે કર્યું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી કર્યું દુષ્કર્મ , પુણા પોલીસે વધુ તપાસ હાથ ધરી
Apr 22, 2026 07:04 pm
અમદાવાદના વટવામાં લેન્સકાર્ટ બ્રાંચ પર વિરોધ, લેન્સકાર્ટના કર્મચારીઓને તિલક કરી નોંધાવ્યો વિરોધ, પરિણીત મહિલા કર્મચારીને પણ સિંદુર લગાવાયું, લેન્સકાર્ટની કર્મચારી પોલીસીને લઈ ચાલી રહ્યો છે વિવાદ
Apr 22, 2026 07:03 pm
28 વર્ષીય ખ્યાતિ કેજરીવાલનો લગ્નના બે મહિનામાં આપઘાત, પરીણિતાએ પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી હતી, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી, મોતનું સચોટ કારણ જાણવા વિસેરા FSLમાં મોકલાયા , ઘરની તપાસ દરમિયાન કોઈ સુસાઈડ નોટ ન મળી, સસરા અશોક કેજરીવાલ સુરતના જાણીતા ઉદ્યોગપતિ, પોલીસ પિયર અને સાસરી પક્ષના નિવેદન લેશે
Apr 22, 2026 06:41 pm
સુરત ઇકોસેલ પોલીસે ભરત સિંધીની ધરપકડ કરી, ભરતે મળતીયા વિજય સાથે મળી દમણમાં સ્કીમ મૂકી, ફરિયાદીએ થ્રી સ્ટાર હોટેલ અને ફ્લેટમાં 1.7 કરોડ રોક્યા, આરોપીઓએ બાંધકામ અધૂરું મૂકી છેતરપિંડી કરી, ફ્લેટની જગ્યા પણ અન્યને વેચી છેતરપિંડી કરી, પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ કરી
Apr 22, 2026 06:12 pm
પ્રતાપનગર મેડિકલ સ્ટોર પર ચેકીંગ , કેફીન યુક્ત દવા ઓવર ધી કાઉન્ટર વેચાતી હતી , પ્રિસ્ક્રીપશન વગર કેફીન યુક્ત દવા અપાતી હતી , દવાઓના વેચાણનું રજીસ્ટર મેન્ટેન કરાતું ન હતું , 15 જેટલી કફ સીરપ અને ટેબ્લેટ કબ્જે કરાઈ , ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
Apr 22, 2026 06:11 pm
દુપટ્ટાથી બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર, સણધર પુલ નજીકથી યુવક-યુવતીના મૃતદેહ મળ્યા, ફાયર બ્રિગેડે બન્નેના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યા, હજુ સુધી યુવક-યુવતીના મૃતદેહની ઓળખ નથી થઇ
Apr 22, 2026 06:03 pm
સ્વામિનારાયણ સંપ્રદાયના 14 હરિભક્તો છેતરાયા , હરીભક્તો સાથે રુ.2.05 કરોડની છેતરપિંડી, રોકાણકારોને મહિને 4 થી 5 ટકાની નફાની લાલચ આપી , શરૂઆતમાં થોડું વળતર આપી વિશ્વાસ કેળવ્યો, પછી ઓફિસને તાળા મારીને ફરાર થઈ ગયા હતા, પોલીસે અશોક, જય અને જ્યોતિ સોલંકીની કરી ધરપકડ , ભાગીદાર વોન્ટેડ આરોપી ઋષિ પટેલ ફરાર, પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી
Apr 22, 2026 05:54 pm
જેહાદીઓએ હિન્દ-એ-વિલાયત નામનું બનાવ્યું હતું ગ્રુપ, ગ્રુપમાં સામેલ મેમ્બર્સ ભારતના અલગ અલગ રાજ્યના, સેન્ટ્રલ એજન્સી તેમજ મહારાષ્ટ્રની એજન્સી તપાસમાં જોડાઈ, જેહાદી માનસિકતા ફેલાવવાનો મુખ્ય સૂત્રધાર ઈરફાન પઠાણ, ઇરફાન પઠાણે જ જેહાદી માનસિકતા ફેલાવવા બનાવ્યું હતું ગ્રુપ
Apr 22, 2026 05:26 pm
હુમલાનો ભોગ બનનાર મહિલાઓની સુરક્ષાની માંગ, જોઈન્ટ પોલીસ કમિશનરને મળી સુરક્ષાની કરી માંગ , ભાજપ ઉમેદવાર હર્ષ મહેતાના સાથીદારોએ કર્યો હતો હુમલો , મહિલાઓની સુરક્ષાને લઈ રજૂઆત કરવામાં આવી , જોઈન્ટ CPએ મહિલાઓની સુરક્ષાની બાંહેધરી આપી
Apr 22, 2026 05:25 pm
જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચી ભાજપમાં પ્રવેશ લીધો, મંત્રી કૌશિક વેકરિયાના વિકાસના કામથી પ્રભાવત થયોઃ પરમાર, કોંગ્રેસમાં સેટિંગ થતા હોવાના ગંભીર આરોપો મુક્યા
Apr 22, 2026 05:24 pm
કંપનીના માલિકોને 1 વર્ષની કેદ, 8.85 લાખ ચૂકવવા કોર્ટનો આદેશ, રકમ ન ચૂકવે તો વધારાની 4 મહિનાની સજા, વેપારીઓ માટે કોર્ટની ટકોર, ધંધામાં નાણાકીય પ્રામાણિકતા જરૂરીઃ કોર્ટ
Apr 22, 2026 05:23 pm
આશિષ લાલકીયાએ ખરચિયાના સરપંચ પાસે ખંડણી માંગી હતી , બે મહિલા સરકારી કર્મચારીઓને હેરાન કરવાનો ગુનો દાખલ થયો હતો , જિલ્લા પોલીસ દ્વારા કથિત પત્રકારની ધરપકડ કરવામાં આવી , આશિષ લાલકીયાએ કેટલા લોકોને હેરાન કર્યા તેની તપાસ કરાશે
Apr 22, 2026 05:08 pm
3.4ની તીવ્રતાનો આંચકો , 4.35 કલાકે નોંધાયો આંચકો , ભૂકંપનું કેન્દ્ર આણંદથી 36 કિમી દૂર
Apr 22, 2026 05:01 pm
પીકવાન પલટતા 6ના મોત, 20થી વધુ ઘાયલ, કપરાડાના વીરશેત્ર ગામે પીકઅપ ગાડી પલટી , પીકઅપ વાનની બ્રેક ફેલ થતા સર્જાયો અકસ્માત , અકસ્માતમાં 10થી વધુ લોકોની હાલત ગંભીર , ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
Apr 22, 2026 04:41 pm
બોટાદથી સેથળી ગામ વચ્ચે અશ્વદળની વાન પલટી, અકસ્માતમાં અશ્વોને નાની-મોટી ઇજા પહોંચી, પોલીસે ઘટનાસ્થળે પહોંચી રસ્તો ખુલ્લો કરાવ્યો
Apr 22, 2026 04:28 pm
પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં સભા , ભાજપની સભામાં જગદીશ વિશ્વકર્માનું નિવેદન, ભુપેન્દ્ર પટેલ સરકારે 9 નવી મહાનગરપાલિકા બનાવી, નડીઆદ કોર્પોરેશનમાં ઇતિહાસ બનાવવાનો સમય, ભાજપની આખા રાજ્યમાં 746 બેઠકો બિનહરીફ, કાર્યકરો અને જનતા ઉપર મને ભરોસોઃ વિશ્વકર્મા, NRI આવે તો ભૂલો પડે તેવું નડીયાદ બનાવજો , વિકાસના કામો છેવાડાના માનવી સુધી પહોંચે:વિશ્વકર્મા , 4 કરોડ લોકોને પીએમ આવાસ યોજનાનો લાભ મળ્યો , ગુજરાતમાં સવા બે લાખ કીમી રોડનું નેટવર્ક: વિશ્વકર્મા, બુલેટ ટ્રેન આવનાર દિવસોમા દોડતી થશે: વિશ્વકર્મા
Apr 22, 2026 04:27 pm
112 જનરક્ષક વાનના જવાનોએ અપ્રતિમ કામગીરી કરી, છોગાળા ગામના ગણપતભાઇ આપઘાત કરવા જંગલમાં ગયા હતા, માનસિક તણાવના કારણે આપઘાત કરવાના ઈરાદે જંગલમાં ગયા , ભારે જહેમત અને શોધખોળ બાદ પોલીસને ગણપતભાઇ મળ્યા, પોલીસની ત્વરિત કામગીરીથી પરિવાર વિખેરાતા બચી ગયું
Apr 22, 2026 03:50 pm
બપોરે 12થી 4 દરમિયાન કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું.કામથી બહાર નીકળવાનું થાય ત્યારે માથા ઉપર ટોપી અથવા ભીનું કપડું રાખવું. હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરવા જે શરીરને ઠંડક આપે.વડીલો, બાળકો અને સગર્ભાઓની વિશેષ કાળજી લેવી અને તેમને ગરમીમાં સુરક્ષિત રાખવા.પુષ્કળ પ્રમાણમાં પાણી, છાસ, લીંબુ શરબત અને નાળિયેર પાણી જેવા પ્રવાહી પીણાનું સેવન કરવું.જો ચક્કર આવવા, ખૂબ તરસ લાગવી, માથાનો દુખાવો કે બેભાન થવા જેવા લક્ષણો દેખાય, તો વિલંબ કર્યા વગર નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.
Apr 22, 2026 03:35 pm
ડીસા ધાનેરા હાઈવે પર થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. પોલીસે લૂંટના પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.અમદાવાદના પેઢીના કર્મીઓની થઈ હતી લૂંટ,13 કિલો ચાંદીની લૂંટ કરી આરોપીઓ થયા હતા ફરાર,લૂંટારુઓએ પોલીસની કારને પણ ટક્કર મારી હતી,પેઢીમાંથી છૂટા થયેલા કર્મીએ રચ્યું હતું લૂંટનું કાવતરું,પોલીસે 5 આરોપીને ઝડપ્યા, માસ્ટર માઈન્ડ હજુ ફરાર છે.
Apr 22, 2026 03:01 pm
કચ્છના ભચાઉમાં છાડવારા ગામમાં સોલાર કંપનીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આગ લાગવાની ઘટનામાં દોડાદોડી મચી જવા પામી હતી. થોડા જ સમયમાં આગ ભીષણ બની હતી. ભચાઉ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. કયા કારણોસર આગ લાગી તે હજી અકબંધ છે.
Apr 22, 2026 02:56 pm
1. Amit Shah બંગાળમાં ગર્જયા, કહ્યુ કે રાહુલ સાથે હવે ખરગેની પણ ભાષા બગડી
3. Gujarat Weather News : અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી, 24 એપ્રિલથી ગરમીનો પ્રચંડ પ્રકોપ અનુભવાશે
4. India Heatwave : આકાશમાંથી વરસી રહી છે આગ! દુનિયાના 20 સૌથી ગરમ શહેરોમાં 19 તો ભારતના!
7. BAN vs NZ : ન્યુઝીલેન્ડ સામે T20I સીરિઝ માટે બાંગ્લાદેશની ટીમ જાહેર,આ ખેલાડીઓને મળી તક
8. Local body election: સુરત બાદ પંચમહાલમાં આમ આદમી પાર્ટીના 50 લાખ રૂપિયાની હેરાફેરી ઝડપાઈ
9. Local body election: જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે જાહેરમાં કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરી
Apr 22, 2026 02:48 pm
અમદાવાદમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. સગીરાને નાશ્તો કરાવવાના બહાને લઈ જઈને આરોપીએ દુષ્કર્મ આચર્યું છે. લગ્નની લાલચ આપી યુવકે સગીરા પર બે વખત દુષ્કર્મ આચર્યું હતું. આખી રાત સગીરાને ઘરમાં ગોંધી રાખી હતી.સગીરાની માતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Apr 22, 2026 02:36 pm
સુરત સાયબર ક્રાઈમ સેલ પોલીસે ATM ક્લોનિંગ અને બોગસ POS મશીન દ્વારા ફ્રોડ કરતી ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ બોગસ દસ્તાવેજોના આધારે બેંક પાસેથી POS મશીન મેળવી લોકોના ATM કાર્ડ ક્લોન કરીને લાખો રૂપિયાની હેરાફેરી કરી ફ્રોડ કરતા હતા.
Apr 22, 2026 02:32 pm
ભાવનગરમાં સભા દરમિયાન ગોપાલ ઈટાલિયાએ બોલેલા અપશબ્દોને લઈને મહિલાઓએ પ્રતિક્રિયા આપી હતી. ભાવનગર કલા અને સંસ્કારની નગરી છે. મહિલાઓના મોઢે કોઈ દિવસ અપશબ્દો ના હોય. ઇટાલીયા જાહેરમાં ભાવનગરની મહિલાઓની માફી માગે.ઇટાલીયાએ જાહેરમાં મહિલાઓનું અપમાન કર્યું છે.આમ આદમી પાર્ટી હાર ભાળી ગઈ છે.
Apr 22, 2026 02:15 pm
અંબાલાલ પટેલે ગરમીની આગાહી કરતાં કહ્યું હતું કે, 24 એપ્રિલથી ગરમીમાં પ્રચંડ વધારો થશે, મધ્ય ગુજરાતમાં પારો 42 ડિગ્રીને પાર પહોંચશે, પાટણ, સમી અને હારીજ, સાબરકાંઠા, અરવલ્લીમાં પારો 42 ડિગ્રી રહેશે. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેશે, જૂનાગઢ અને કચ્છમાં પારો 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભેજ વધતા બફારો રહેશે. 28 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવશે, રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની શક્યતા છે.
Apr 22, 2026 02:03 pm
નવસારીમાં વાંસદાના ભીનાર ગામે ભાઠેલ ફળિયાના મકાનમાં આગ લાગી છે. આગમાં તમામ ઘરવખરી બળીને રાખ થઈ ગઈ છે. મકાન નજીક પાર્ક કરેલા બાઈકમાં પણ આગ લાગી હતી. પરિવારના સભ્યો ઘરની બહાર હોવાથી બચાવ થયો હતો. આગ લાગવાનું કારણ હાલમાં અકબંધ છે
Apr 22, 2026 01:52 pm
જૂનાગઢમાં આંબેડર હોસ્ટેલમાં વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. 26 વર્ષિય જયેશ સોલંકી MSC પછીની તૈયાર કરતો હતો, સ્પર્ધાત્મક પરીક્ષા માટે હોસ્ટેલમાં રહેતો. તેણે રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
Apr 22, 2026 01:43 pm
વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 22 લાખથી વધુ મતદારો મતદાન કરશે. 11.5 લાખ પુરૂષ અને 10.6 લાખ મહિલા મતદારો મતદાન કરશે.2010થી વોર્ડમાં સીમાંકન બદલાયું છે.રોડ, પાણીની મુખ્ય સમસ્યા છે. મેયરનું પત્તુ કપાયુ અને નવા ચહેરાને તક મળી છે.
Apr 22, 2026 01:25 pm
અમદાવાદ એલસીબી ઝોન 7 એ ઠગ ભૂવાની ધરપકડ કરી છે. પાલનપુર અને રાજકોટમાં ભુવાએ ઠગાઈ આચરી હતી. આદ્યાત્મિક શક્તિનો દેખાવ કરી ઠગાઈ કરતો હતો. વાતોમાં ભોળવી સોનાના દાગીનાની ચોરી કરતો હતો. પોલીસે મુકેશનાથ નટવરનાથ વિરમનાથ ચૌહાણની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Apr 22, 2026 12:33 pm
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચાલુ ચૂંટણીમાં સુરતમાં રોડ બનાવવા માટે વિધાનસભા ઉપાધ્યક્ષને SMC કમિશનરને પત્ર લખાયો છે.પૂર્ણેશ મોદીએ ગ્રાન્ટ ફાળવવા પત્ર લખ્યો છે. પોતાની ગ્રાન્ટમાંથી 1 કરોડ ફાળવવા ભલામણ કરાઈ છે.ઝુલેલાલ મંદિરથી સતનામ સાક્ષી સર્કલ રોડ માટે પત્ર લખાયો છે.
Apr 22, 2026 12:20 pm
ગુજરાતમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. રાજ્યમાં કેટલાક જિલ્લમાં આજે 40થી 41 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. અમદાવાદ, અમરેલી અને કંડલામાં 41 ડિગ્રી ગરમીનો પારો પહોંચી શકે છે. જ્યારે ગાંધીનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી ગરમી રહી શકે છે.
Apr 22, 2026 12:09 pm
સુરતના કાપોદ્રામાં ફૂટપાથ પર સુતેલી બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે. 30 વર્ષનો યુવક બાળકીને લઈને ટ્રેનમાં બેસીને ફરાર થઈ ગયો હતો. પોલીસે સીસીટીવીના આધારે શોધખોળ હાથ ધરી છે.
Apr 22, 2026 11:55 am
2. IPL 2026માં SRHનો કેપ્ટન કોણ? હરભજન સિંહે ઇશાન કિશનને આપ્યું સમર્થન
3. Ahmedabad News: વિમાન દુર્ઘટનામાં પત્ની અને દીકરીને ગુમાવનાર ગુજરાતીને બ્રિટન છોડવાનો આદેશ
5. Rajpal Yadav Fraud Case: 250 ફિલ્મો કરનાર અભિનેતા કેમ જેલ ગયા, રાજપાલ યાદવે તોડયું મૌન
6. 22K 24K Gold Price Today: સોના ચાંદીની કિંમતમાં વધારો, જાણી લો 22 એપ્રિલનો લેટેસ્ટ રેટ
7. Local body election : આપના MLA ગોપાલ ઈટાલિયા ભાન ભૂલ્યા, ભાવનગરની સભામાં ગાળો બોલી
8. Local body election: અમદાવાદમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં, આગામી ત્રણ દિવસમાં 596 સભા સરઘસને મંજૂરી
10. Junagadh News: કેસર કેરીના ભાવમાં ઘટાડો થયો, જાણો 10 કિલોના બોક્સનો શું છે ભાવ?
Apr 22, 2026 11:43 am
જૂનાગઢમાં ભાજપના પ્રમુખે નિયમોની ઐસી તૈસી કરી નાંખી છે. તેમણે કેશોદના ચાર ચોકમાં જાહેરમાં કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરી છે. પ્રમુખ ચંદુ મકવાણા સહિત ભાજપ કાર્યકરોએ ઉજવણી કરી હતી. આચારસંહિતા હોવા છતાં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.કેશોદના ધારાસભ્ય દેવા માલમ પણ રહ્યા હાજર રહ્યા હતાં.
Apr 22, 2026 11:38 am
અમદાવાદના ચાંદખેડાના ખીરુ કાંડમાં બંને બાળકીઓના પીએમ રિપોર્ટ માટે હજી સમય લાગશે. એફએસએલના રિપોર્ટ બાદ પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટ પહેલા પોલીસે માતા અને પિતાની ઉલટ તપાસ કરી છે. 10થી વધુ વખત માતા અને પિતાના નિવેદન લેવાયા છે. તમામ નિવેદનોમાં માતા પિતાનો ઢોંસાનો જ ઉલ્લેખ છે. માતા-પિતાના એક સરખા નિવેદનથી પોલીસ ચકડોળે ચઢી છે.
Apr 22, 2026 11:09 am
અમદાવાદના નિકોલમાં વાહનના શો રૂમમાંથી 31 વાહનોમાં ચોરી કરવાની ઘટના સામે આવી છે. ગોડાઉનમાં મુકાયેલા વાહનો ચોરાયા છે. 23.25 લાખના વાહનોની ચોરીને લઇ નિકોલ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Apr 22, 2026 10:43 am
છોટા ઉદેપુરના નસવાડીના સાંકળમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. રોડ નહીં તો વોટ નહીં લખેલા બેનર સાથે ચૂંટણીનો બહિષ્કાર કરાયો છે. ગ્રામજનોએ હાથમાં બેનર લઈ સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી હતી.વર્ષો જૂનો તણખલા જવાનો રસ્તો બંધ કરી દેતા ભારે રોષ ફેલાયો છે.ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરી તંત્ર પાસે મદદ માગી છે.
Apr 22, 2026 10:16 am
કચ્છના માંડવીમાં ખેડૂતોની નારાજગી સામે આવી છે. સોલાર બિલ અને જમીન મુદ્દે નારાજગી સામે આવી છે. ખેડૂતોને સોલાર બિલ વધુ આપ્યા હોવાનો આરોપ લગાવાયો છે. ખેડૂતોને નર્મદાનું પાણી નથી મળતું, ખેડૂતોની શ્રી સરકાર જમીન પરત આપવા માગ કરાઈ છે.હેવી વીજ લાઇન પસાર થાય ત્યાં ખેડૂતોને નુકશાન થયું છે. કંપની વળતર ન આપતી હોવાનો આક્ષેપ કરાયો છે.
Apr 22, 2026 09:53 am
રાજકોટમાં ચૂંટણીના પ્રચાર વચ્ચે મહિલાઓ વીફરી હતી. ખરાબ રોડ અને રસ્તાને લઈને સ્થાનિક મહિલાઓએ થાળી વગાડીને વિરોધ કર્યો હતો. વોર્ડ નંબર 9માં કિસ્મતનગરમાં મહિલાઓએ વિરોધ કર્યો હતો. અનેક વખત કોર્પોરેટરો અને મનપામાં રજૂઆત કરી હોવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા મહિલાઓએ વિરોધ કર્યો હતો.
Apr 22, 2026 09:42 am
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભેંસાણમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ભાન ભૂલી જાહેર સભામાં અપશબ્દો બોલ્યા છે.બેશરમીની હદ તો ત્યાં છે કે માફી માગવાને બદલે ધારાસભ્ય ઈટાલિયા એવું કહે છે કે,ભાવનગરમાં ભાઈઓ-બહેનો આવું બોલતાં હોય છે અને તે સામાન્ય છે.
Apr 22, 2026 09:13 am
આવતીકાલે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન યોજાશે. 306 મતદાન મથકો પર મતદાન થશે, 2.45 લાખ મતદારો મતદાન કરી શકશે, પેટા ચૂંટણીમાં 6 ઉમેદવારો વચ્ચે જંગ, MLA ગોવિંદ પરમારના નિધનથી ખાલી પડી બેઠક
Apr 22, 2026 09:01 am
મેઘરજની બેલ્યો બેઠક પર ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ટિકિટ નહીં મળતા તાલુકા ભાજપ ઉપ પ્રમુખ નારાજ થયા છે. ભાજપે હીરાભાઈ ડામોરને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.સસ્પેન્ડ કરતા હીરાભાઈ ડામોરનો પક્ષ પર પ્રહાર,ટિકિટ ન મળતા મેં તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું, હવે સસ્પેન્ડ કરવાનો કોઈ અર્થ નથી,બેલ્યો બેઠક પર ભાજપમાં રાજકીય ગરમાવો વધ્યો
Apr 22, 2026 08:28 am
અમદાવાદના મેમનગરમાં હત્યાની ઘટના સામે આવી છે. માનવ મંદિર સામે જ વૃદ્ધની બોથડ પદાર્થના ઘા ઝિંકીને હત્યા કરાઈ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હત્યા કોણે કરી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. વાહન પાર્કિંગમાં જ હત્યા કરવામાં આવી છે.
Apr 22, 2026 08:21 am
સુરતમાં બાઈક વીજ પોલ સાથે ભટકાતા એકનું મોત નિપજ્યું છે. કામરેજના નવી પારડીના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આ ઘટના બની છે. બાઈક ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. બાઈક રોડની સાઈડના વીજપોલ સાથે ભટકાઈ હતી. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Apr 22, 2026 07:57 am
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મતદાનનો દિવસ જેમ નજીક આવી રહ્યો છે તે આક્ષેપોની સામે પ્રતિઆક્ષેપો અને ધાક-ધમકી, ચિમકીની આક્રમતા વધી રહી છે. ભાજપમાંથી આણંદના સાંસદ જિલ્લા પંચાયલના ઉમેદવારોની પ્રચાર સભામાં જાહેર મંચ ઉપરથી “જો અહીં આંકલાવમાંથી કોંગ્રેસનો ઉમેદવાર જીતશે તો તેને એક રૂપિયાની માન્ટ નહી મળે કહેતા રાજનીતિ ગરમાઈ છે.
Apr 22, 2026 07:41 am
મહેસાણાના 15 ગામના ખેડૂતોએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. વિવાદિત રિંગ રોડ પ્રોજેક્ટ નાબુદ કરવા રજૂઆત કરી હતી. જેની મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી. ઈન્ડસ્ટ્રીયલ ઝોન રદ કરી એગ્રિકલ્ચર ઝોનમાં ફેરવાશે.ખેડૂતોના વિરોધને પગલે મુખ્યમંત્રીએ આપી ખાતરી,મનપામાં ભળેલા ગામોના TP,DP સ્કીમમાં ફેરફાર કરાશે,CMની ખાતરી બાદ કુકસ ગામે ખેડૂત મહાસંમેલન યોજાયું હતું. સમિતિઓ સાથે ચર્ચા બાદ આંદોલન સમેટવા નિર્ણય લેવાશે,વચનો પૂરા નહીં થાય તો આંદોલન કરવાની ખેડૂતોની ચિમકી
Apr 22, 2026 07:32 am
વડોદરામાં પોલીસ જવાન પર હુમલો કરાયો છે. મુખ્યમંત્રીના બંદોબસ્ત દરમિયાન હુમલો કરાયો હતો. આ હુમલાને લઈને ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે. પોલીસ જવાનને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. કૌશિક પટેલ, ફાલ્ગુની પટેલ, પ્રેમલ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે.
Apr 22, 2026 07:22 am
સુરતમાં આમ આદમી પાર્ટીના હવાલા કૌભાંડનો સુત્રધાર આકાશ મિશ્રા દિલ્હીથી ભાગી છૂટ્યો છે. અજય તિવારી પણ ફોન બંધ કરી સંપર્ક વિહોણો થયો છે. પોલીસે આમ આદમી પાર્ટીના પોલિટીકલ ફંડિગ સાથે જોડાયેલા રેકેટમાં સકંજો કસ્યો છે. હિમાંશુ પાહુજા, આકાશ મિશ્રા અને અજય તિવારી દ્વારા દિલ્હીથી સુરત કરોડો રૂપિયા મોકલાયા હોવાની આશંકા છે. પોલીસની ભીંસ વધતા મુખ્ય કડી ગણાતા આરોપીઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
Apr 22, 2026 07:07 am
ગાંધીનગર કોર્ટે 2018ના સામુહિક દુષ્કર્મના કેસમાં ચુકાદો આપ્યો છે. ત્રણ દોષિતોને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારી છે. કોર્ટે કહ્યું હતું કે, પોલીસે મજબૂત ચાર્જશીટ તૈયાર કરી છે.સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.દુષ્કર્મ બાદ મારી નાંખવાની ધમકી પણ આપી હતી.વિપુલ ઠાકોર,અરવિંદ ઠાકોર, બળદેવજી ઠાકોર દોષિત છે. કોર્ટે ડોક્યુમેન્ટ અને પીડિતાની જુબાનીના આધારે સજા ફટકારી છે.
Apr 22, 2026 07:05 am
રાજકોટમાં ટ્રક ચાલકે શ્યામલ ઉપવન પાસે ચાર વાહનોને અડફેટે લીધા હતાં. ટ્રક ચાલક દારુના નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.સ્થાનિકોએ ચક્કાજામ કરી ટ્રક ચાલકને ફટકાર્યો હતો. અકસ્માતમાં એક્ટિવા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો.પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
Apr 22, 2026 07:00 am
ગુજરાતમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. રાજ્યમાં કેટલાક જિલ્લમાં આજે 40થી 41 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. અમદાવાદ, અમરેલી અને કંડલામાં 41 ડિગ્રી ગરમીનો પારો પહોંચી શકે છે. જ્યારે ગાંધીનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી ગરમી રહી શકે છે.
Apr 22, 2026 07:00 am
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ભુજના પ્રવાસે છે. તેઓ આજે ભુજમાં ચૂંટણીનો પ્રચાર કરશે. આ ઉપરાંત તેઓ રોડ શો પણ કરશે. જ્યુબીલી સર્કલથી છઢીબારી સુધી તેમનો રોડ શો યોજાશે.
Apr 22, 2026 07:00 am
રાજકોટમાં મહાનગર પાલિકાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણીમાં 2500 પોલીસ જવાનો તૈનાત રહેશે. જેમાં ચાર ડીસીપી, 8 એસીપી અને 12 પીઆઈ સહિતના અધિકારીઓ હાજર રહેશે. સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નજર રાખવામાં આવશે. આઠ ચેકપોસ્ટ પણ ઉભી કરવામાં આવી છે.

Mehsana News: SPએ એકસાથે 252 પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ જાહેર

21 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

Amreli News: સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

Ahmedabad News: Re-NEET પરીક્ષા દરમિયાન હિજાબ અને દોરા-ધાગા મામલે કેન્દ્ર સંચાલકે કર્યો મોટો ખુલાસો

વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Digital Safety For Children: 13 વર્ષની ઉંમર પહેલા બાળકોને શિખવો ઇન્ટરનેટની દુનિયાના સલામતીના નિયમો

Patan News: ઝેરોક્ષની દુકાનમાં ચાલતું હતું નકલી નોટોનું કારખાનું, સગીર સહિત બે ઝડપાયા

Harmanpreet Kaurએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 200 T20I મેચ રમનાર વિશ્વની પ્રથમ ક્રિકેટર બની

Ahmedabad News: રિલીફ રોડ પર યુવકની છરીના ઘા ઝીંકી જાહેરમાં હત્યા, આરોપીઓ ફરાર

Donald Trump Warns Iran: 'પીસ ટોક' વચ્ચે ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ, તેહરાનને આપી મોટા હુમલાની ધમકી

Digital Safety For Children: 13 વર્ષની ઉંમર પહેલા બાળકોને શિખવો ઇન્ટરનેટની દુનિયાના સલામતીના નિયમો