આજનું સંદેશમાં મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ પ્રેરિત વિપક્ષના ધારાસભ્યોના રાજીનામાના ખેલમાં બુધવારે ભાજપના મોટાગજાના નેતાનો જ દાવ થઈ ગયો છે. આ સિવાય અન્ય સમાચારમાં ઉત્તરાયણના તહેવારને લઈને દોરી રંગાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. તો અન્ય સમાચારમાં રાજ્યમાં અને દેશમાં ઠંડીનું જોર વધ્યું છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર પર એક નજર.
વધુ વાંચો: હવે ભરપૂર કાચની કરચોથી રંગેલો પતંગનો માંજો ચાઈનીઝ-દોરી કરતાં પણ વધુ ઘાતક
નવરાત્રિ અને દિવાળી ઉતરતાં જ અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઉત્તરાયણના પર્વની તૈયારી પેટે દોરી રંગાવાનું ઠેર ઠેર શરૂ થઈ જાય છે. શરૂઆતમાં ચાઈનીઝ દોરીએ પતંગબાજોને ઘેલું લગાવેલું. પરંતુ આ દોરી અત્યંત જીવલેણ બનતાં તેના પર રાજ્ય સરકારે પ્રતિબંધ મુકી દીધો એટલે બજારમાં છૂટથી મળતી બંધ થઈ
વધુ વાંચો: બુધવારે ત્રીજા MLAનું રાજીનામું ન પડતા ભાજપનો દાવ થઈ ગયો !
ભાજપ પ્રેરિત વિપક્ષના ધારાસભ્યોના રાજીનામાના ખેલમાં બુધવારે ભાજપના મોટાગજાના નેતાનો જ દાવ થઈ ગયો છે. મંગળવારે ખંભાતથી કોંગ્રેસના ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સમક્ષ રાજીનામુ આપ્યા બાદ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ બુધવારે વિપક્ષમાંથી વધુ એક ધારાસભ્યનું રાજીનામુ પડશે એવો દાવો કર્યો હતો.
વધુ વાંચો: દસ દિવસ કંપનીની ટૂરમાં જવાનું કહી વૃદ્ધ માતાને ઘરમાં પૂરી પુત્રી ગાયબ
કઠલાલ વિસ્તારમાં દોઢ મહિનાથી મકાનમાં બંધ વૃદ્ધાને મહિલા સોશિયલ વર્કરે પોલીસની મદદથી તાળું તોડીને બચાવ્યા હતા. પગે ચાલી ના શકતા વૃદ્ધાની હાલત એટલી ખરાબ હતી કે, તે પથારીમાં શૌચક્રીયા કરવા માટે મજબૂર બન્યા હતા. દસ દિવસનું કહીને પાંચ વર્ષના પૌત્રને લઈને નિકળેલી પુત્રી દોઢ મહિના સુધી પરત ના આવતા વૃદ્ધાની હાલત સતત ખરાબ થઈ ગઈ હતી.
વધુ વાંચો: અમદાવાદ જિલ્લાના ચાર મોટા બાર એસોસિયેશનમાં ચૂંટણીનું રણશિંગું ફૂંકાયું
ગુજરાતભરના 272 થી વધુ વકીલ એસોસિયેશનમાં 22મી ડિસેમ્બરના રોજ ચૂંટણીઓ યોજવાની જાહેરાતના પગલે અમદાવાદના ચાર મોટા બાર એસોસિયેશનમાં પણ ચૂંટણી યોજાવાની છે.
વધુ વાંચો: વડોદરા-સુરત વચ્ચે 16 કલાક ટ્રાફિકજામ વાહનોની 15 કિમી સુધીની લાંબી લાઈનો
કરજણના બામણ ગામ નજીક બે કન્ટેનર વચ્ચે ગઈકાલે મોડી રાતે એક વાગે અકસ્માત થયો હતો. જેના પગલે 16 કલાક સુધી હાઇવ પર ટ્રાફિક જામ થયો હતો. જાંબુવાથી કરજણ વચ્ચે લગભગ 15 km સુધી વાહનોની લાંબી કતાર પડી હતી.
વધુ વાંચો: આહુતિ આપી દઇશ પણ મારા સમાજનું અપમાન સહન નહીં કરું : ધનખડ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનરજી દ્વારા પોતાની મિમિક્રી અને રાહુલ ગાંધી દ્વારા તેનો વીડિયો ઉતારવા મુદ્દે બુધવારે રાજ્યસભામાં પણ નારાજગી વ્યક્ત કરી.
વધુ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં ઠંડીનું જોર હજુ વધશે, આજથી 40 દિવસ સુધી 'ચિલ્લઇ કલાં'
કાશ્મીર ખીણના ઘણા ભાગોમાં ઠંડીનો પારો માઇનસમાં પહોંચી ચૂક્યો છે ત્યારે ગુરુવારથી 'ચિલ્લઇ કલાં'નો 40 દિવસનો સમયગાળો શરૂ થતો હોઇ ઠંડીનું જોર હજુ વધશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.
વધુ વાંચો: આકાર-પટેલ, AIIPL સહિત 8 આરોપી સામે IPC, FCRAની કલમો હેઠળ ગુના દાખલ
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયા પ્રા. લિ. (AIIPL) અને તેના તત્કાલીન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આકાર પટેલ સામેની ફોરેન કોન્ટ્રિબ્યૂશન રેગ્યુલેશન એક્ટ (FCRA) ભંગની તપાસ સંદર્ભે સીબીઆઇએ પૂરક ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં તેણે અન્ય ડાયરેક્ટર્સ તથા સહી કરનારાઓની ભૂમિકાની વિગતો રજૂ કરી હોવાનું કહેવાય છે.
વધુ વાંચો: અમેરિકાના 1,100 મંદિરોમાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગની ઉજવણી થશે
આવતા મહિને 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામમંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. સાત સમુદ્ર દૂર અમેરિકી મંદિરોમાં પણ એક સપ્તાહ સુધી આ પ્રંસગની ધામધૂમથી ઉજવણી થશે.
વધુ વાંચો: લઘુતમ તાપમાન વધ્યું પણ મહત્તમ તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો વધ્યો
અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.4 ડિગ્રી ઓછુ નોંધાતા દિવસ દરમિયાન લોકો થથરી ઉઠયાં હતા. અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી ભર બપોરે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે.










