આજનું સંદેશમાં વાંચો દેશ-વિદેશ-ગુજરાતના મહત્ત્વના સમાચાર

વધુ વાંચો: કોર્પોરેશનની સ્થાયીની બેઠકમાં ટેન્ડરોને લઇ સભ્યોએ વહિવટી તંત્રનો ઉઘડો લીધો

ગાંધીનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્થાયિ સમિતીની બેઠકમાં સભ્યોએ વહિવટીતંત્રના ઉપસ્થિત અધિકારીઓનો રીતસરનો ઉઘડો લઇ લીધો હતો. કેટલાક ટેન્ડર કરવામાં વિલંબ, જે ટેન્ડરો થયા છે તે પૈકી કેટલાક ટેન્ડરોના ઉંચા ભાવો તેમજ સભ્યોની ગ્રાંટમાંથી કરવાની થતી ખરીદીમાં વિલંબ જેવી બાબતોએ સભ્યો ઉકળ્યા હતા. 

વધુ વાંચો: ભાડુઆતનો ભારાંક દૂર થતાં રહેણાંકના 31,716 મિલકતધારકોને રાહત મળી

રહેણાંક મિલકતોમાં ભાડુઆતનો દોઢ ટકા ભારાંક દૂર કરવાનો નિર્ણય આજની સ્થાયી સમિતીમાં કરવામાં આવ્યો પરંતુ આ ભાડુઆતનું પરિબળ હટાવવાથી કોર્પોરેશનની મિલકત વેરાની આવક બે કરોડ જેટલી ઘટી જશે. આ આવક ક્યાંથી મેળવી શકાય તે માટેના સ્ત્રોત શોધી કાઢવા સ્થાયી સમિતી દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.

વધુ વાંચો: આરોગ્યની જગ્યાઓની ભરતી પ્રક્રિયાની કામગીરી જીટીયુ પાસેથી આંચકી લેવાઈ

ગાંધીનગર મહાપાલિકામાં આરોગ્યની જુદાજુદા સંવર્ગની 73 જેટલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા જીટીયુ પાસેથી આંચકી લઈને હવે જીપીએસસી અને ગૌણ સેવા પસંદગી મંડળને સોંપાશે. આજની સ્થાયી સમિતીની બેઠકમાં સભ્યો દ્વારા જ જીટીયુને સોંપાયેલી ભરતી પ્રક્રિયા બાબતે ઉગ્ર વિરોધ

વધુ વાંચો: સ્ટ્રીટ લાઇટમાં 30 ટકા વીજ વપરાશ ઘટાડવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો

ગાંધીનગરમાં સ્ટ્રીટ લાઇટના વીજ વપરાશથી લઇને તેના મેન્ટેનન્સનો પ્રશ્ન છે. આ પ્રશ્નના નિરાકરણ માટે મનપાએ એક એજન્સીને કામ સોંપાયુ છે. આ એજન્સી દ્વારા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના અમુક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના પોલ ઉભા કરવામાં આવ્યા છે. 

વધુ વાંચો: કોબા પાસે રસ્તો ક્રોસ કરતા વૃધ્ધનું વાહન ટક્કરથી મોત

કોબા નજીક સાંજે રસ્તો ક્રોસ કરવા જતા એક વૃધ્ધને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. આ બનાવમાં વૃધ્ધનું મોત નિપજ્યુ હતું. અકસ્માત બાદ ચાલક વાહન લઇને ફરાર થઇ ગયો હતો. જે મામલે મૃતકના પુત્રે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

વધુ વાંચો: ભવ્ય ઉજવણી : પરેડથી લઈ લોકનૃત્ય સુધી

દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ નવી દિલ્હીસ્થિત રાજપથ પર પરેડનું આયોજન કરવામાં આવે છે. પરેડ જોવા આવનારા લોકોની સંખ્યા આશરે બે લાખની આસપાસ હોય છે. પરેડની શરૂઆત રાયસીના હિલ્સથી થાય છે. 

વધુ વાંચો: ભારતનું બંધારણ ભારતનો સર્વોચ્ચ કાયદો

બંધારણ એ ભારતનો સર્વોચ્ચ કાયદો છે, રાજકીય સિદ્ધાંતો, કાર્યવાહી, ફરજો અને સરકારની સત્તાઓનું માળખું છે. બંધારણમાં ઘણા પ્રકારના અધિકારો અને નિયમોની ચર્ચા કરવામાં આવી છે, જે સીધી રીતે પ્રજા, લોકોને સ્પર્શે છે, સામાન્યજનના જીવનને પ્રભાવિત કરે છે.

વધુ વાંચો: સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસમાં શું તફાવત છે જાણો છો?

સ્વતંત્રતા દિવસ એટલે કે પંદરમી ઓગસ્ટ અને પ્રજાસત્તાક દિવસ એટલે 26 જાન્યુઆરી. સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ બંને રાષ્ટ્રીય પર્વ છે. દેશમાં આ બંને દિવસને ધૂમધામથી ઉજવવામાં આવે છે. નવાઈની વાત તો એ છે કે લોકો સ્વતંત્ર અને પ્રજાસત્તાક દિવસને લઇને કન્ફ્યૂઝ રહે છે. આ બંને દિવસ અલગ અલગ છે. તેને ઊજવવાની રીત પણ અલગ અલગ હોય છે.

વધુ વાંચો: સૈન્યના ધ્વજ અને સેલ્યૂટ વિશે જાણવા જેવું...

પ્રજાસત્તાક દિવસની પરેડ તમે જોઈ જ હશે, પરંતુ આ પરેડમાં કેટલીક ખાસિયત પણ રહેલી છે, પરંતુ તેના તરફ લોકોનું ધ્યાન બહુ ઓછું જાય છે. જેમ કે, સૈન્ય પરેડમાં પોતાના ધ્વજ લઈને ભાગ લે છે અને સેલ્યૂટ પણ વિશેષ રીતે કરે છે. આપણા સૈન્ય સાથે જોડાયેલી આ બંને બાબતોને તમારે ચોક્કસપણે જાણવી જોઈએ

વધુ વાંચો: ટ્રૂડો સરકારનો ફરી અપપ્રચાર : અમારી રાષ્ટ્રીય ચૂંટણીમાં ભારતે હસ્તક્ષેપ કર્યો

કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંઘ નિજ્જરની હત્યા માટે ભારત જવાબદાર હોવાના કેનેડાના વાહિયાત આક્ષેપ બાદ બંને દેશો વચ્ચે સંબંધો વણસેલા છે ત્યાં કેનેડાની જસ્ટિન ટ્રૂડો સરકારે ત્યાંની ચૂંટણીમાં ચીન તથા રશિયાની સાથોસાથ ભારતે પણ હસ્તક્ષેપ કર્યો હોવાનું જણાવ્યું છે

  • Follow us on: