
ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

Jan 08, 2026 11:00 pm
અંબિકા નદી પર 50 કરોડના નવા મેજર બ્રિજના કામની મંજૂરી
એરુ ચાર રસ્તા હાંસાપોર અબ્રામા અમલસાડ બીલીમોરા રોડ ઉપર અંબિકા નદી પર બીલીમોરા શહેર અને ભાઠા ગામની વચ્ચે અંબિકા નદી ઉપર ૧૯૭૧-૭૨ માં બનેલ હયાત બ્રિજ આશરે ૪૦૦ મીટરનો આવેલ છે. સદર રસ્તાની ડામરની પહોળાઈ ૧૦ મીટર છે અને બ્રિજની બહારથી બહારની પડે માત્ર ૦૭ જ મીટર હોય પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા ઉભી થાય છે.અંબિકા નદીમાં દર વર્ષે ચોમાસામાં બે થી ત્રણ વાર પૂરની પરિસ્થિતિ સર્જાય છે. જેને ધ્યાને લઈ સરકારના માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર દ્વારા રૂ.૫૦ કરોડના નવા મેજર બ્રિજના કામને મંજૂર કરવામાં આવેલ છે.
Jan 08, 2026 10:26 pm
અમદાવાદમાં વોચમેન દ્વાર 3 લાખની લાંચ લેવાનો કેસ
અમદાવાદમાં વોચમેન દ્વારા ત્રણ લાખની લાંચ લેવાના કેસમાં એમએમ પટેલ કોલેજમાં આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે. કોર્ટે ત્રણ દિવસની સામે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં કોલેજના ટ્રસ્ટી હજી ફરાર છે.
Jan 08, 2026 10:03 pm
દ્વારકાના જામ ખંભાળીયામાં રખડતા ઢોરનો આતંક
દ્વારકાના જામ ખંભાળિયામાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. સલાયા ગામમાં લગ્નપ્રસંગમાં આખલો ઘૂસતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. લગ્નની જાનમાં અચાનક આખલો ઘુસ્યો હતો. આખલાએ અડફેટે લેતા 8 થી 10 જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખસેડાયા છે.એક વ્યક્તિને માથામાં ગંભીર ઇજા પહોંચી છે.
Jan 08, 2026 09:11 pm
Surat: મનપાને મેગા અને મિલિયન પ્લસ સિટી કેટેગરીમાં એવોર્ડ, રાજ્ય કક્ષાએ સેકન્ડ બેસ્ટ પરફોર્મર શહેર
સુરત મહાનગરપાલિકાને રાજ્ય સ્તરે PM SVANIDHI PRAISED AWARD 2023-24 એનાયત કરવામાં આવ્યો છે.આ એવોર્ડ કેન્દ્ર સરકારની PM SVANIDHI યોજનાના અસરકારક અમલીકરણ માટે મળ્યો છે. આ યોજનાનો મુખ્ય હેતુ શેરી ફેરિયાઓને કોઈ પણ જામીનગીરી વગર કાર્યકારી મૂડી પૂરી પાડવાનો છે.ગુજરાત સરકાર દ્વારા ઉજવાતા શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત આ સન્માન અપાયું છે.
Jan 08, 2026 08:44 pm
ગાંધીનગર જિલ્લામાં કોંગો ફિવરનો કેસ નોંધાયો
ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડનો હાહાકાર મચી જવા પામ્યો છે. રોજ નવા કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે જિલ્લામાં કોંગો ફિવરનો કેસ સામે આવતા ફફડાટ ફેલાયો છે. પીંડારડા ગામમાં કોંગો ફિવરનો કેસ નોંધાયો છે. કેસ પોઝિટિવ આવતા દર્દીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં આવ્યો છે.
Jan 08, 2026 08:18 pm
ટાઈફોઈડના કેસોને લઈ માનવ અધિકાર પંચે રાજ્યના મુખ્ય સચિવને નોટીસ આપી
ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ટાઈફોઈડના કેસ વધ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આજે નવા 14 કેસ સામે આવ્યા છે અને 18 દર્દીઓને રજા આપવામાં આવી છે. શહેરમાં ટાઈફોઈડના કૂલ કેસનો આંકડો 167 પર પહોંચ્યો છે. ટાઈફોઈડના કેસો વધતાં નેશનલ હ્યુમન રાઈટ કમિશને રાજ્યના મુખ્ય સચિવને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે ટાઈફોઈડના કેસો વધતાં નેશનલ હ્યુમન રાઈટ કમિશને રાજ્યના મુખ્ય સચિવને નોટીસ ફટકારી છે. મુખ્ય સચિવ પાસે બે સપ્તાહમાં વિસ્તૃત રિપોર્ટ માંગવામાં આવ્યો છે. માનવ અધિકાર પંચે ટાઈફોઈડના કેસોમાં લેવાયેલા પગલાની વિગતો પણ માગી છે. આ ઉપરાંત દર્દીઓના સ્વાસ્થ્યની સ્થિતિ અંગેનો પણ રિપોર્ટ માંગવામા આવ્યો છે.
Jan 08, 2026 08:02 pm
કોસંબામાં 1999માં લૂંટ કરીને ફરાર થયેલો આરોપી 31 વર્ષે રાજસ્થાનથી પકડાયો
સુરતના કોસંબામાં લૂંટના ગુનાનો આરોપી 31 વર્ષે પકડાયો છે. આરોપી બ્રિજભાન લોધી રાજસ્થાનથી ઝડપાઈ ગયો છે. 1999માં આરોપીએ તેના સાગરિતો સાથે મળીને કોસંબા ખાતે અલગ અલગ જગ્યાએ લૂંટ કરી હતી. ત્યાર બાદ તે ફરાર થઈ ગયો હતો અને પોલીસથી બચવા માટે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં મજૂરી કરતો હતો. પોલીસને બાતમી મળતાં જ તેને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો.
Jan 08, 2026 07:45 pm
વડોદરામા પકોડીની લારી ચલાવનારનો આપઘાતનો પ્રયાસ
વડોદરામાં કોર્પોરેશને પકોડીની લારી ઉઠાવી લેતા લારી વાળાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દબાણ ખાતાએ લારી ઉઠાવતા યુવક અકળાયો હતો. યુવકે આપઘાત કરવા સુરસાગર તળાવ તરફ દોટ મુકી હતી. લારી ચાલક તળાવમાં કૂદે તે પહેલા જ તેને સિક્યુરિટી ગાર્ડે પકડ્યો હતો. તેને પોલીસને હવાલે કર્યો હતો.
Jan 08, 2026 07:29 pm
મની લોન્ડરિંગ કેસમાં અમદાવાદ EDની કાર્યવાહી
અમદાવાદમાં મની લોન્ડરિંગને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ED દ્વારા પૂર્વ GLDC અધિકારીની 4.92 કરોડની મિલકતો જપ્ત કરવામાં આવી છે. PMLA હેઠળ વ્યાવસાયિક દુકાન, રહેણાંક મકાન, ખેતીની જમીન અને જલાશ્રય રિસોર્ટ અસ્થાયી રીતે જપ્ત કરવામાં આવ્યો છે. ACBની FIR બાદ EDએ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં પૂર્વ GLDC અધિકારી ધીરુભાઈ શર્માની 4.92 કરોડની મિલકતો જપ્ત કરવામાં આવી છે. ACB દ્વારા ફરિયાદ નોંધાયા બાદ ED દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. PMLA હેઠળ વ્યાવસાયિક દુકાન, રહેણાંક મકાન, ખેતીની જમીન અને જલાશ્રય રિસોર્ટ અસ્થાયી રીતે જપ્ત કરવામાં આવ્યો છે. ધીરુભાઈ પર આવક કરતાં 354.56 ટકા વધુ સંપત્તિ હોવાનો આરોપ છે. તેમણે 2006થી 2018 સુધી અપ્રમાણસર સંપત્તિ એકઠી કરી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. રિસોર્ટ માટે કરોડોની લોન લીધા બાદ ચૂકવણી પણ રોકડમાં કરી હતી. તેમના પરિવારજનો અને ખાનગી કંપનીઓ મારફતે ફંડ લેયરિંગનો આરોપ છે. વીમા પોલિસીમાં પણ રોકડ પ્રીમિયમ ભર્યાનો ખુલાસો થયો છે.
Jan 08, 2026 07:14 pm
AMCમાં ઇ ગવર્નન્સ કમિટીની રચના કરાઈ
અમદાવાદ મહાનગર પાલિકામાં ઈ ગવર્નન્સ કમિટીની રચના કરવામાં આવી છે. મટીરીયલ મેનેજમેન્ટ સાથે મર્જ કરી કમિટી બનાવાઈ છે. સામાન્ય સભામાં મંજૂરી મેળવી સરકારમાં મોકલાશે. સરકારમાંથી એપૃવલ આવ્યા બાદ નવી ટર્મમાં ઈ ગવર્નન્સ કમિટી અલગથી બનશે.
Jan 08, 2026 06:59 pm
ચોટીલામાં સગીરા પર દુષ્કર્મનો કેસ
ચોટીલામાં સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપી કમલેશ રાઠોડને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. મહેસાણા સ્પેશિયલ પોક્સો કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપીને 34 હજારનો દંડ પણ ફટકાર્યો છે. આરોપી વિજાપુરની સગીરાને લઈને ચોટીલા ગયો હતો. કોર્ટે સગીરાને ત્રણ લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
Jan 08, 2026 06:37 pm
હાઈ બ્રીડ ગાંજાના કેસમાં 2 વોન્ટેડ ઝડપાયા
હાઈબ્રિડ ગાંજાના કેસમાં બે વોન્ટેડ આરોપી ઝડપાયા છે. એસએમસીએ અમદાવાદના ચાંગોદરમાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. શેલામાં 15.12 લાખનો ગાંજો ઝડપાયો હતો. લકઝરી કાર સાથે ત્રણ આરોપી ઝડપાયા હતાં. ગાંજો વેચનાર ચીન્મય સોની અને ડિલીવરી કરનાર અર્ચિત અગ્રવાલની ધરપકડ કરવામાં આવી છે.
Jan 08, 2026 06:30 pm
અમદાવાદમાં ટ્રાફિક પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ
અમદાવાદમાં ટ્રાફિક પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભાડજ ચાર રસ્તા પાસે આ બનાવ બન્યો છે. નંબર પ્લેટ વિનાની કારને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. કાર ચાલક પોલીસ કર્મીને બોનેટ પર બેસાડીને આગળ લઈ ગયો હતો. પોલીસે ત્રણ આરોપીઓ વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.
Jan 08, 2026 06:12 pm
વાઘના શિકારનો પર્દાફાશ
રાજપીપળા શહેર નજીક આવેલ ધરમેશ્વર મહાદેવ મંદિરના જુના મકાનમાંથી 40થી વધુ વાઘના ચામડા અને નખ મળ્યાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. આ મામલે
મંદિરના ટ્રસ્ટી દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં હતી.રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશ સોની અને તેમની ટીમ દ્વારા મંદિર ખાતે જઈને તપાસ કરી હતી. તપાસ માં 37 વાઘના ચામડા આખા, 4 ચામડાના ટુકડા અને 133 જેટલા વાઘના નખ મળી આવ્યા છે.
Jan 08, 2026 05:58 pm
વાંચો 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
1.Gandhinagar માં ટાઈફોઈડનો કહેર, કુલ આંકડો 167 પર પહોંચ્યો, વધુ 14 નવા કેસ નોંધાતા ફફડાટ
3. WTC 2025-27 પોઈન્ટ ટેબલમાં સિડની ટેસ્ટ બાદ થયો મોટો ફેરફાર, આ નંબર પર છે ટીમ ઈન્ડિયા
4. America સામે 31 સાથી દેશો? નાટો અને ટ્રમ્પ વચ્ચે વધતો તણાવ
5. PM મોદીએ 12 ભારતીય AI સ્ટાર્ટઅપની સાથે યોજી બેઠક, શું બનાવ્યો પ્લાન?
6. Kutch News: કચ્છમાં શિક્ષણની કથળતી સ્થિતિ, 2300થી વધુ જગ્યાઓ ખાલી
7. CMA Foundation Result : અમદાવાદ ચેપ્ટર 56.52% સાથે વેસ્ટર્ન રિજનમાં અવ્વલ, પ્રથમ મોદી સિટી ટોપર
9. Gandhinagar: રોજ એક જિલ્લાના SP અને રેન્જ IG સાથે રાજ્યના DGP બેઠક કરશે
10. iPhone પ્રેમીઓ માટે ખુશીના સમાચાર, શું 2028માં આવશે 200MP કેમેરાવાળો iPhone 21?
Jan 08, 2026 05:57 pm
ડભોઇ નર્મદા કેનાલમાં બાઇક સવાર ખાબક્યો
ડભોઈની નર્મદા કેનાલમાં બાઈક સવાર ખાબક્યો હતો. બે બાઈક સવાર પૈકી એકનું કેનાલમાં ડૂબી જતાં મોત નિપજ્યું છે. વડજ પાસે માયનોર કેનાલમાં આ ઘટના બની હતી.બાઈક ચાલકે કાબુ ગુમાવતા કેનાલમાં ખાબક્યો હતો. ફાયર વિભાગે મૃતદેહની શોધખોળ આદરી છે.
Jan 08, 2026 05:27 pm
સુરતથી વેરાવળ સ્પેશિયલ ટ્રેનને ફલેગ ઓફ
સુરતથી વેરાવળ સ્પેશિયલ ટ્રેનને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ફ્લેગ ઓફ આપવામાં આવ્યું છે. સુરત અને તાપી જિલ્લાના 1200થી વધુ શ્રદ્ધાળુઓ આ ટ્રેનમાં સોમનાથ દાદાના દર્શને જશે. સોમનાથમાં આઠમીથી 11મી જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વ યોજાઈ રહ્યો છે. ગઈકેલ અમદાવાદથી ભાજપના કાર્યકરો સોમનાથ ખાતે ટ્રેનમાં પહોંચ્યા હતાં. આજે સોમનાથમાં ઋષિ કુમારો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં અને ઓમકાર જાપથી સમગ્ર સોમનાથ પરિસર ગૂંજી ઉઠ્યું હતું.
Jan 08, 2026 05:05 pm
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સોમનાથમાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી
દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગની ભૂમિ પર વડાપ્રધાન મોદી તા.10 અને 11મી જાન્યુઆરીના રોજ સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થવા માટે પધારવાના છે,ત્યારે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે વડાપ્રધાનના સોમનાથ પ્રવાસ અને શૌર્ય યાત્રાના રૂટ સહિત વિવિધ કાર્યક્રમો અંગે સ્થળ સમિક્ષા કરી અન્ય તૈયારીઓની વિગતો મેળવી હતી.
Jan 08, 2026 04:56 pm
ધાનેરામા ફાયર સેફટીને લઇ નપાની કાર્યવાહી
બનાસકાંઠાના ધાનેરામાં ફાયર સેફ્ટીને લઈને નગર પાલિકાએ કાર્યવાહી કરી છે. ફાયર સેફ્ટી વિનાનું કોમ્પલેક્સ સીલ મારી દેવામાં આવ્યું છે. ફાયર સેફ્ટી વગર દુકાનો ધસમસતી હતી. નગરપાલિકા દ્વારા જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે.
Jan 08, 2026 04:44 pm
રોજ એક જિલ્લાના SP અને રેન્જ IG સાથે રાજ્યના DGP બેઠક કરશે
જિલ્લા સ્તરે પોલીસ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી અને સ્થાનિક સ્તરે જમીની હકીકતોને સીધી રીતે સમજવા માટે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ દ્વારા One Day One District એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ દ્વારા સંબંધિત જિલ્લાના પોલીસ અધિક્ષક તથા રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ સાથે સીધી બેઠક યોજવામાં આવશે. જેથી જિલ્લાના વિશિષ્ટ પોલીસિંગ સંબંધિત જરૂરિયાતો અને પડકારોને પ્રત્યક્ષ રીતે સમજી શકાય. જિલ્લાની હકીકતોને આધારે નીતિગત નિર્ણય અને સંસાધનોનું આયોજન થાય તે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ છે.
Jan 08, 2026 04:28 pm
જુનાગઢના વંથલીમાં બાઇક-ટ્રેક્ટર વચ્ચે અકસ્માત
જૂનાગઢના વંથલીમાં બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 23 વર્ષિય હર્ષ ટાંક નામના યુવકનું મોત નિપજ્યું છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસે સમગ્ર બનાવને લઈને તપાસ હાથ ધરી છે.
Jan 08, 2026 04:14 pm
અમરેલીના લીલીયામાં બાઇક ખાડામાં ખાબક્યું
અમરેલીના લીલીયામાં બાઈક ખાડામાં ખાબક્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. બાઈક પર સવાર એક પુરૂષ અને બે મહિલાઓ ખાડામાં ખાબકી હતી. ફાયર વિભાગે તમામને ખાડામાંથી બહાર કાઢ્યા હતાં. ખાડામાં પડેલા લોકોને ઈજા પહોંચી હતી. જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. બે મહિલાની હોસ્પિટલમાં સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
Jan 08, 2026 03:58 pm
ટ્રકમાં પથ્થર લઈ જતા હોવાના વિડીયો વાયરલ
ધ્રાંગધ્રા ગ્રામ્યમાં ગેરકાયદે પથ્થરનું ખનન થઈ રહ્યું છે. ટ્રકમાં પથ્થર લઈ જવાતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. કલેક્ટર કચેરી નજીકથી પથ્થર ભરેલી ટ્રક પસાર થાય છે. પરમીટ વિના જ પથ્થરો લઈ જતી ટ્રકો સામે કાર્યવાહી ક્યારે થશે. 300થી વધુ ટ્રક રોજ ગેરકાયદે પથ્થર ખનન કરે છે
Jan 08, 2026 03:49 pm
અમદાવાદમાં આવતીકાલે સ્પોર્ટ્સ ગવર્નન્સ કોન્ક્લેવ
અમદાવાદમાં આવતીકાલે સ્પોર્ટસ ગવર્નન્સ કોન્કલેવ યોજાશે. આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કાર્યક્રમોની તૈયારીની સમીક્ષા થશે. 2030 કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક 2036 પર ચર્ચા કરાશે. ફેડરેશનની વધતી જવાબદારીઓ પર ચર્ચાઓ કરાશે. ગુજરાત સરકાર અને ઓલિમ્પિક એસો.કોન્ક્લેવમાં ભાગ લેશે.વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોન્ક્લેવ યોજાશે
Jan 08, 2026 03:40 pm
LRD જિલ્લા પસંદગીને લઈ મહત્વના સમાચાર
ojas વેબસાઈટ પર જઈને ઉમેદવારે 5 વિકલ્પ આપવાના રહેશે, 8 થી 12 જાન્યુઆરી સુધી વિકલ્પ આપવા પડશે, વિકલ્પ અને મેરિટના આધારે થશે ફાળવણી.
Jan 08, 2026 03:35 pm
અમદાવાદમાં આવતીકાલે સ્પોર્ટ્સ ગવર્નન્સ કોન્ક્લેવ
આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કાર્યક્રમોની તૈયારીની સમીક્ષા થશે, 2030 કોમનવેલ્થ ગેમ્સ અને Olympic 2036 પર ચર્ચા, ફેડરેશનની વધતી જવાબદારીઓ પર ચર્ચા થશે, રમતગમત મંત્રાલય, તમામ રમતગમત સંગઠનો લેશે ભાગ, ગુજરાત સરકાર અને ઓલિમ્પિક એસો.કોન્ક્લેવમાં લેશે ભાગ, ગુજરાત તરફથી DYCM હર્ષ સંઘવી ભાગ લેશે, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોન્ક્લેવ યોજાશે.
Jan 08, 2026 03:30 pm
સુરતમાં મંકી માસ્ક પહેરી ચોરી કરનારો ઝડપાયો
લાલા ઉર્ફે નેલુ દંડપાની બિશ્નોઇની ધરપકડ, 80 હજાર રોકડ, લોખંડના ઓજાર સહિતનો મુદ્દામાલ જપ્ત, 22 નવેમ્બરે સચિન વિસ્તારમાં કરી હતી ચોરી, આરોપીએ કારખાનામાંથી 1.96 લાખની રોકડ ચોરી હતી, આરોપી વિરુદ્ધ 30થી વધુ ઘરફોડ ચોરીના ગુના નોંધાયા છે.
Jan 08, 2026 03:25 pm
અંકલેશ્વરના જીતાલી ગામ નજીક આગ
ગોડાઉનમાં ભીષણ આગથી નાસભાગ, દૂરદૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા, ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું.
Jan 08, 2026 03:17 pm
પશુમારણ કેસમાં વળતરને લઇને મામલતદારને રજૂઆત
લીલીયાના માલધારી સમાજ દ્વારા પાઠવાયું આવેદનપત્ર, વનવિભાગ યોગ્ય વળતર ન આપતું હોવાની રજૂઆત, ગૌચરમાં થઈ રહેલા ગેરકાયદેસર દબાણો સામે રોષ, મામલતદાર અને વનવિભાગને આવેદનપત્ર પાઠવ્યું.
Jan 08, 2026 03:09 pm
અમદાવાદમાં ગંદા પાણીને લઇ કોંગ્રેસનો વિરોધ
પોસ્ટર અને ગંદા પાણીની બોટલો સાથે વિરોધ, 26 વિસ્તારમાં ગંદુ પાણી આવતું હોવાનો આક્ષેપ, કોંગ્રેસના શહેર પ્રમુખ, કાઉન્સિલર સહિતનો વિરોધ.
Jan 08, 2026 02:48 pm
વિંછીયાના ઓરી ગામે ફાયરિંગમાં તપાસ તેજ
રાજકોટ ગ્રામ્ય પોલીસે 5 આરોપીઓને ઝડપ્યા, બંને પક્ષના 9 વ્યક્તિ સામે નામજોગ ફરિયાદ, બે જૂથે 4થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું, પવનચક્કીના ધંધા બાબતે બબાલમાં ફાયરિંગ, હત્યાના પ્રયાસ, રાયોટીંગનો ગુનો નોંધાયો, લઘુ ધાધલ, પ્રતાપ અને કુલદિપ ખાચર સામે ફરિયાદ.
Jan 08, 2026 02:40 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
02 - Extra Comment : ચીનનું સેક્સ રેકેટ : છોકરીઓને ફસાવો, પોર્ન બનાવો
07 - Ed Raids Ipac: I-PACની ઑફિસ પર EDના દરોડા, મમતા બેનર્જીએ દર્શાવી નારાજગી, જાણો મામલો
Jan 08, 2026 02:32 pm
વડોદરાના ભાજપના 5 ધારાસભ્યોનો CMને પત્ર
અધિકારી, કર્મચારીઓની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ, પ્રજાના કામની વાત ન સાંભળતા હોવાનો આક્ષેપ, કલેક્ટર, DDO, SP, કમિશનરની સામે રજૂઆત, ‘જોયા જાણ્યા વગર પરિસ્થિતિનું ગુલાબી ચિત્ર બતાવે છે’, સરકારને હકીકતથી દૂર રખાય છે : ધારાસભ્ય, ‘પોતાને સરકારી અધિકારી માની અંધાધૂન વહીવટ કરે છે’, MLA શૈલેષ મહેતા, ચૈતન્ય ઝાલા, કેતન ઇનામદારનો પત્ર, MLA અક્ષય પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ લખ્યો પત્ર.
Jan 08, 2026 02:26 pm
વડોદરાના ભાજપના 5 ધારાસભ્યોનો CMને પત્ર
અધિકારી, કર્મચારીઓની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ, પ્રજાના કામની વાત ન સાંભળતા હોવાનો આક્ષેપ, કલેક્ટર, DDO, SP, કમિશનરની સામે રજૂઆત, ‘જોયા જાણ્યા વગર પરિસ્થિતિનું ગુલાબી ચિત્ર બતાવે છે’, સરકારને હકીકતથી દૂર રખાય છે : ધારાસભ્ય, ‘પોતાને સરકારી અધિકારી માની અંધાધૂન વહીવટ કરે છે’, MLA શૈલેષ મહેતા, ચૈતન્ય ઝાલા, કેતન ઇનામદારનો પત્ર, MLA અક્ષય પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ લખ્યો પત્ર.
Jan 08, 2026 02:18 pm
રાજકોટમાં EDની ટીમ દ્વારા દરોડા
સરકારી નોકરીના નામે ઠગાઈને લઈ EDના દરોડા, 6 રાજ્યમાં 15 સ્થળોએ EDની ટીમો ત્રાટકી, રાજકોટ, ગોરખપુરમાં 2 સ્થળોએ EDનું સર્ચ ઓપરેશન, ઈલાહાબાદ અને લખનૌમાં 1 - 1 સ્થળે EDના દરોડા, બિહારના મુઝફ્ફરપુર, મોતિહારીમાં 2 સ્થળે દરોડા, કોલકાતામાં 2, ચેન્નઇ, કેરળમાં EDના દરોડા, ગેંગ દ્વારા સરકારી નોકરીના નામે લોકો સાથે ઠગાઈ, નોકરીના બહાને નકલી કોલ લેટર, નિયુક્તિ પત્ર અપાયા, રેલ્વે, અન્ય 10 જેટલી સરકારી ભરતીના નામે ઠગાઈ, ખોટા ઇમેઇલ એકાઉન્ટ બનાવીને નિયુક્તિ પત્ર મોકલ્યા, લોકોને વિશ્વાસમાં બેસાડવા માટે પગાર પણ ચૂકવાયો, 2 - 3 મહિના સુધી કેટલાકના એકાઉન્ટમાં પગાર ચૂકવાયો.
Jan 08, 2026 02:09 pm
છોટાઉદેપુરમાં ભાજપની રેલીમાં ગાય ઘૂસી
કવાંટમાં ભાજપની રેલીમાં ગાય ઘૂસતા નાસભાગ, ડીજે અને ઢોલ-નગારા સાથે નીકળી હતી રેલી, ગાયે અનેક લોકોને અડફેટે લીધા, ગાય ઘૂસતા લોકો જીવ બચાવવા દોડ્યા.
Jan 08, 2026 01:41 pm
સુરતમાં ફરી એક વખત બિલ્ડરની મનમાની
કેલીકુંજ વેદિકા પ્રોજેક્ટના બિલ્ડરની મનમાની, મનપાની મંજૂરી વગર ખાડો ખોદી નાખ્યાના આક્ષેપ, યોગી હાઈટ્સના 200 પરિવાર દ્વારા વિરોધ પ્રદર્શન, મનપાએ તાત્કાલિક અસરથી કામગીરી અટકાવી, 7 દિવસમાં બિલ્ડરને ખુલાસો આપવા નોટિસ ફટકારી.
Jan 08, 2026 01:31 pm
રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે
રાજ્યના હવામાન વિભાગની આગાહી, નલિયામાં સૌથી નીચું તાપમાન રહેશે, પવનની ગતિમાં વધારો રહેતા ઠંડી વધશે, અમદાવાદમાં 15 ડિગ્રી નીચું તાપમાન રહેશે, ગાંધીનગર, વડોદરામાં 15 ડિગ્રી નીચું તાપમાન રહેશે.
Jan 08, 2026 01:19 pm
ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ EDના દરોડા
રેલવે, સરકારી કચેરીમાં નોકરી આપવા મુદ્દે કાર્યવાહી, નકલી કોલ લેટર બનાવી છેતરપિંડી કરી હોવાની શંકા, રાજકોટમાં પણ ED દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું.
Jan 08, 2026 01:03 pm
પાંચ લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવશે
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ-૨૦૨૫માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે સમગ્ર ગુજરાતમાં ૩.૮૩ લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષ્યા હતા, ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ દ્વારા ગુજરાત ટૂરિઝમ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે અગ્રણી સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬માં અંદાજિત પાંચ લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવશે તેમ ગુજરાત ટૂરિઝમની યાદીમાં જણાવાયું છે.
Jan 08, 2026 01:03 pm
વડોદરા ખાતે 13 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે પતંગ ઉત્સવ
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬માં ૫૦ દેશોના ૧૩૫ આંતરરાષ્ટ્રીય પતંગબાજો, ભારતના ૧૩ રાજ્યોમાંથી ૬૫ તથા ગુજરાતના ૧૬ જિલ્લાઓમાંથી ૮૭૧ પતંગબાજો એમ કુલ મળીને ૧,૦૭૧ પતંગ રસિયાઓ ભાગ લેશે. આ મહોત્સવ દરમિયાન ૨૫ હસ્તકલા સ્ટોલ અને ૧૫ ફૂડ સ્ટોલ કાર્યરત રહેશે, જે સ્થાનિક કલા, હસ્તકલા અને સ્થાનિક વ્યંજનોને પ્રોત્સાહન આપશે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬ અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત અને કચ્છના ધોળાવીરામાં તા.૧૦ જાન્યુઆરી ૨૦૨૬, વડનગર, શિવરાજપુર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તા.૧૧ જાન્યુઆરી ૨૦૨૬ તેમજ વડોદરા ખાતે તા.૧૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ યોજાશે.
Jan 08, 2026 01:03 pm
આ ઉપરાંત 13 જાન્યુઆરીના રોજ રાત્રિ પતંગ ઉડાન કરવામાં આવશે
અમદાવાદની વારસાગત સ્થાપત્ય પરંપરાને દર્શાવતી હેરિટેજ હવેલી અને પૌરાણિક પોળ, રંગબેરંગી હસ્તકલા બજાર, હેરિટેજ વોક-વે પર રચાયેલ પતંગ મ્યુઝિયમ, આકર્ષક આઈકોનિક ફોટો વોલ ઇન્સ્ટોલેશન્સની સાથોસાથ સાંજે ૦૭:૦૦ વાગ્યાથી વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો નગરજનોને આકર્ષિત કરશે. જેમાં સુપ્રસિદ્ધ લોક ગાયિકા કિંજલબેન દવે પ્રસ્તુતિ કરશે.
Jan 08, 2026 01:02 pm
અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશના 135 પતંગબાજો સહભાગી થશે
ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહત્વ છે. સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે. આ વર્ષે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬’નો ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તા.૧૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સવારે સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે કરવામાં આવશે. આ ઉદ્ઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની પ્રેરક ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬’નું આયોજન પુરજોશમાં કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ ખાતે તા.૧૨ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાનાર ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬’ના મુખ્ય આકર્ષણના કેન્દ્રોમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો વિવિધ પ્રકારના શ્રેષ્ઠ મોટા પતંગોની ઉડાન કરશે.
Jan 08, 2026 01:00 pm
કોલકાતામાં TMC ઓફિસમાં EDની રેડ
ED TMCની ઓફિસમાંથી IT દસ્તાવેજો લઇ ગઇ, EDના દરોડા અંગે મમતાએ દર્શાવી નારાજગી, ED પાર્ટી સાથે સંબંધિત દસ્તાવેજો લઇ ગઇઃ મમતા, IPAC પ્રમુખ પ્રતિક જૈન ઘરે EDની રેડ, નાણાકીય અનિયમિતતા સંદર્ભે EDની કાર્યવાહી, EDની કાર્યવાહી દરમિયાન મમતા બેનરજી પહોંચ્યા, ED મમતા બેનરજી સામે કાર્યવાહી કરેઃ શુભેન્દુ, મમતા તપાસમાં અડચણ નાંખી રહી છેઃ શુભેન્દુ.
Jan 08, 2026 12:49 pm
સુરતમાં ડ્રગ્સ માફિયા શિવા ઝાલા ફરી જેલ હવાલે
જેલમાંથી છૂટ્યા બાદ શિવા ઝાલાએ કર્યા હતા તાયફા, ફટાકડા ફોડી કારના કાફલા સાથે ઉજવણી કરી હતી, વીડિયો વાયરલ થતા સલાબતપુરા પોલીસની કાર્યવાહી, જામીન મળતા તાયફા કરી પોલીસને પડકાર ફેંક્યો હતો, જાહેરનામા ભંગનો ગુનો નોંધી શિવા ઝાલાની ધરપકડ.
Jan 08, 2026 12:40 pm
સાણંદના મોરૈયામાં બે કંપનીમાં ભીષણ આગ
પિનાગ્સ અને શ્રી હરી પેપર કંપનીમાં આગ, આગ લાગતા ફાયરની 5 ગાડી ઘટનાસ્થળે, અમદાવાદ, સાણંદ, બાવળાની ફાયર ટીમ પહોંચી, વહેલી સવારથી કંપનીમાં લાગી છે આગ, ફાયરે આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યા.
Jan 08, 2026 12:38 pm
ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવ મંદીરથી શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા ભૂપેન્દ્ર પટેલ
આ શૌર્યતા અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનો ગૌરવ મહિમા સોમનાથ સ્વાભિમાન પર્વથી વડાપ્રધાનશ્રીના પ્રેરણા માર્ગદર્શનમાં થઈ રહ્યો છે. આ પર્વમાં ઓમકાર નાદની ઊર્જા સામૂહિક ઓમકાર નાદથી જોડવા મંદિરોમાં 72 કલાક ઓમકાર નાદના ગુંજારવથી ભક્તિમય વાતાવરણનું નિર્માણ થવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ ઓમકાર નાદમાં ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવ મંદીરથી શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા.
Jan 08, 2026 12:38 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુરાણ પ્રસિદ્ધ ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ઓમકારનાદમાં ઉપસ્થિત રહ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ સ્વાભિમાન પર્વ અન્વયે 72 કલાકના સામૂહિક ઓમકાર નાદનો પ્રારંભ ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવના પુરાણ પ્રસિદ્ધ મંદિરથી કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ સોમનાથ સ્વાભિમાન પર્વની ત્રિ-દિવસિય ઉજવણીની ગુરૂવારથી શરૂઆત થઈ છે. આજથી એક હજાર વર્ષ પહેલા 1026માં સોમનાથ મંદિર પર થયેલા હુમલા સામે અતૂટ શ્રદ્ધા અને આસ્થા તથા સામૂહિક શક્તિના સંકલ્પથી આજે સોમનાથ મંદિર ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક રૂપે અડીખમ ઊભું છે.
Jan 08, 2026 12:24 pm
સુરત બિટકોઇન કેસમાં પૂર્વ MLAના જામીન મંજૂર
નલિન કોટડિયાના હાઇકોર્ટે જામીન કર્યા મંજૂર, નલિન કોટડિયાને 50 હજારના બોન્ડ ઉપર જામીન, બિલ્ડરનું અપહરણ કરી ખંડણી માંગવાનો હતો ગુનો, 14 આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી, અમદાવાદ ACB કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી, 176 બિટકોઇન ટ્રાન્સફર કરવા, 32 કરોડની ખંડણી માંગી.
Jan 08, 2026 12:19 pm
રાજકોટમાં રહીશોને નોટિસ બાદ મામલતદાર કચેરીએ લાઈન
જંગલેશ્વરના રહીશોની મામલતદાર કચેરી બહાર લાંબી લાઈન, અલગ અલગ આધાર પુરાવા રજૂ કરવા માટે અરજદારો પહોંચ્યા, જંગલેશ્વર વિસ્તારમાં બે વખત નોટિસ તંત્ર દ્વારા અપાઈ હતી, કલેક્ટર તંત્ર દ્વારા આધાર પુરાવા રજૂ કરવા અપાઈ છે તક, અત્યાર સુધીમાં 1300થી વધુ દબાણકર્તાઓને નોટિસ ફટકારી, લાઇટ બિલ, મકાન વેરા સહિતના પુરાવા રજૂ કરવા આદેશ.
Jan 08, 2026 12:16 pm
ઋષિ કુમારોની સાથે ઓમકાર જાપમાં બેસી શિવ ભક્તોને સહભાગી થવા અનુરોધ
જેના પ્રથમ સત્રનો ભવ્ય પ્રારંભ થયો હતો. આ સાથે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત સહિત દેશના શિવાલયોમાં સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ઓમકાર જાપનું પઠન કરવામાં આવ્યું હતું. પવિત્ર અગ્નિની સાક્ષીએ શંખનાદ, ડમરુના નાદ અને ઋષિ કુમારો દ્વારા સતત ઉચ્ચારાયેલા પવિત્ર ઓમકારના નાદ થી સમગ્ર વાતાવરણ આધ્યાત્મભર્યું બન્યું હતું. ઋષિકુમારો સાથે આ ઓમકારના પવિત્ર નાદમાં યાત્રાળુઓ પણ ભાવપૂર્વક જોડાયા હતા. મંત્રીઓએ પણ પ્રતિકરુપ શંખ વગાડી ઋષિ કુમારોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવત, મંત્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા સહિત મહાનુભાવો પણ ઋષિ કુમારોની સાથે ઓમકાર જાપમાં બેસી શિવ ભક્તોને સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
Jan 08, 2026 12:16 pm
2500 જેટલા ઋષિ કુમારો દ્વારા 72 કલાક સુધી અખંડ ઓમકારનો નાદ ગુંજશે
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતજી સહિત કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા અને જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ શંખનાદમાં સહભાગી બની 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નો પ્રારંભ કરાવ્યો હતો. સ્વયંના અંતરનો નાદ એટલે ઓમકાર સ્વમાં તલ્લીન કરી પરમચેતનાને ઉજાગર કરતો નાદ એટલે ઓમકારનાદ...'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત ગુજરાતભરમાંથી સોમનાથ પધારેલા આશરે ૨૫૦૦ જેટલા ઋષિ કુમારો દ્વારા ૭૨ કલાક સુધી અખંડ ઓમકારનો નાદ ગુંજશે.
Jan 08, 2026 12:16 pm
સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં શંખનાદ સાથે 72 કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ થયો
સમગ્ર ભારતના સ્વાભિમાન એવા દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે. જે અંતર્ગત આજે તા.૮ જાન્યુઆરી સવારે સોમનાથ મહાદેવ સમક્ષ ભવ્ય અને દિવ્ય 72 કલાકના અખંડ ઓમકાર જાપ મંત્રોચ્ચારનો પ્રારંભ થયો હતો. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતજીની ઉપસ્થિતિમાં ગગન ગજાવતા શંખનાદ અને શિવજીને પ્રિય તાલવાદ્ય એવા ડમરૂના નાદ સહિત અખંડ ઓમકારના ગૂંજારવ સાથે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નો પ્રારંભ થયો હતો.
Jan 08, 2026 11:51 am
રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
ત્રણ ન્યાયાધીશોની ખાસ બેન્ચ દ્વારા સુનાવણી, 16 રાજ્યએ પોતાના જવાબો કર્યા છે રજૂ, સિનિયર વકીલ સીયુ સિંહની કોર્ટમાં દલીલ, 4 રાજ્યોએ ઔપચારિક વાંધો ઉઠાવ્યો:વકીલ, ‘દિલ્હી ઉંદરો, વાંદરાના ભયનો સામનો કરી રહ્યું છે’, કૂતરાઓ સંતુલન જાળવી રાખે છે : વકીલ, વકીલને જસ્ટિસ મહેતાની હળવી ટિપ્પણી, ‘આપણે બિલાડીઓને પ્રોત્સાહન આપવું જોઈએ’, કારણ કે બિલાડીઓ ઉંદરોની દુશ્મન છે: જસ્ટિસ.
Jan 08, 2026 11:49 am
આ માર્ગ પરની સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ ચર્ચા કરી હતી પોલીસે
ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને બીસીએના પ્રમુખ પ્રણવ અમીન સહિતના પદાધિકારીઓ વચ્ચે સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખેલાડીઓ, પ્રેક્ષકોની સુરક્ષા વ્યવસ્થા માટે ચર્ચા થઇ હતી. આ ઉપરાંત મેચના દિવસે ટ્રાફિક નિયમન અને મેચ જોવા આવનાર માટે પાર્કિંગ વ્યવસ્થાની ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર ગ્રાઉન્ડ પર પોલીસ શ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ઊભી કરનાર છે. આ માટે ૨૦૦૦ પોલીસ કર્મીઓ તહેનાત કરવામાં આવશે.
Jan 08, 2026 11:49 am
પોલીસ અધિકારીઓએ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી
શહેર નજીક કોટંબી ખાતે બીસીએના ગ્રાઉન્ડ પર ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે તા.૧૧મીના રોજ વન ડે મેચ યોજાનાર છે. આ મેચમાં આંતર રાષ્ટ્રીય ખ્યાતી ધરાવનાર ક્રિકેટરોની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ચૂક ના રહી જાય તે માટે રેન્જ આઇજી સંદિપસીંઘ અને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ સહિતના પોલીસ અધિકારીઓએ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. ગ્રાઉન્ડ પર એન્ટ્રી ઍકિઝટ સહિતના રસ્તાઓની મુલાકાત લીધી હતી. ડ્રેસિંગ રૂમમાંથી ગ્રાઉન્ડ પર જવા-આવવાના રસ્તાની પણ મુલાકાત લીધી હતી.
Jan 08, 2026 11:49 am
વડોદરામાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચને લઈ ઉત્સાહ, રોહિત શર્મા, કે.એલ. રાહુલ વડોદરા એરપોર્ટ પહોંચ્યા
વડોદરામાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચને લઈ ઉત્સાહ જોવા મળ્યો છે અને ભારતીય ખેલાડીઓને જોવા માટે લોકો થયા ક્રેઝી, રોહિત શર્મા, કે.એલ. રાહુલ વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા અને સ્ટાર ખેલાડીઓના આગમનથી ચાહકોમાં ઉત્સાહ છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે તા.૧૧મીના રોજ રવિવારે યોજાનારી વન ડે મેચ દરમિયાન અભેદ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવા માટે બુધવારે રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગ્રાઉન્ડની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થા ટ્રાફિક અને પાર્કિંગ સહિતના મુદ્દે બીસીએના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મેચ જોવા માટે ૩૦,૦૦૦ પ્રેક્ષકો આવનાર હોવાથી તે પ્રમાણે ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કરાયું છે.
Jan 08, 2026 11:42 am
સુરતના કામરેજના આંબોલીમાં ઝુંપડાઓમાં આગ
આગ લાગતા 50થી વધુ ઝુંપડા બળીને થયા ખાખ, ચૂલામાંથી તણખલા ઉડતા આગ લાગ્યાનું અનુમાન, આગના પગલે ઘર વખરીનો સામાન બળીને ખાખ. ફાયરની ટીમે ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો.
Jan 08, 2026 11:41 am
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
05 - Weather News : ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો
06 - Gold Price Today: સોના ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો 8 જાન્યુઆરીનો લેટેસ્ટ રેટ
08 - Delhi : તુર્કમાન ગેટ હિંસા કેસ, 30 પથ્થરમારો કરનારાઓની ઓળખ, 450 વીડિયો સ્કેન
Jan 08, 2026 11:34 am
સાવલી વડોદરા રોડ પર ડમ્પરમાં આગ લાગી
ગોઠડા ગામ પાસે પસાર થતા ડમ્પરમાં આગ, 2 ફાયર ફાયટર દ્વારા આગ પર કાબૂ મેળવાયો, શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન.
Jan 08, 2026 11:33 am
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ મળ્યા
કુખ્યાત ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીની બેરેકમાંથી મળ્યા ફોન, સેન્ટ્રલ જેલમાંથી આઈફોન સહિત 2 મોબાઈલ મળી આવ્યા, 2 મોબાઈલ અને 2 સીમકાર્ડ પણ મળતા ઉઠ્યા સવાલો, વિશાલ ગોસ્વામી લૂંટ, ફાયરિંગ, હત્યાના ગુનામાં સંડોવાયેલો, હાઈ સિક્યુરિટી ઝોનમાં કેદી પાસેથી આઈફોન મળતા ચકચાર, દિવાલમાં બાકોરું પાડી પ્લાસ્ટિકના ડબ્બામાં છુપાવ્યા ફોન, રાણીપ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.
Jan 08, 2026 11:33 am
જામનગરમાં 6 મહિનાથી દૂષિત પાણીની સમસ્યા
પટેલ કોલોનીમાં નળમાં દૂષિત પાણી આવતા રોષ, પાણીનો રંગ કાળો અને અત્યંત દુર્ગંધ મારતા રોષ, દૂષિત પાણીને લઈ રોગચાળાનો પણ ખતરો, હાલ સ્થાનિકોબહારની પાણી લાવીને પીવા મજબૂર.
Jan 08, 2026 10:39 am
દિલ્હીમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીની બેઠક યોજાશે
તમામ રાજ્યના માર્ગ પરિવહન મંત્રીઓ સાથે બેઠક, ભારત મંડપમમાં નીતિન ગડકરીની અધ્યક્ષતામાં બેઠક, બેઠક બાદ સાંજે 4:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજાશે.
Jan 08, 2026 10:36 am
અશાંતધારાના કારણે જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજુરી વગર મિલક્તનું ખરીદ-વેંચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો
તેમાં સીટી સર્વેના ૭૫૩ સર્વે નંબર અને ૩૮ રેવન્યુ સર્વે નંબરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સર્વે નંબરમાં લાગુ કરવામાં આવેલ અશાંતધારાના કારણે જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજુરી વગર મિલક્તનું ખરીદ-વેંચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અચાનક અશાંતધારાની અમલવારીના કારણે રાજકોટના સેંકડો મિલ્કતધારકોના સોદાઓ રદ કરવા પડયા હતા. હવે પાંચ વર્ષની મુદ્દત પુરી થતા ૨૮ સોસાયટીઓમાં ફરીથી મુદત વધારવાની દરખાસ્ત જિલ્લા કલેક્ટર દ્વારા ગૃહ વિભાગને કરવામાં આવી છે. આગામી ૧૩ જાન્યુઆરીના બુધવારે મુદ્દત પુરી થાય તે પહેલા ગૃહ વિભાગ દ્વારા બે વર્ષ માટે મુદ્દત વધારવામાં આવે તેવા નિર્દેશ મળી રહ્યા હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું છે.
Jan 08, 2026 10:36 am
જેનું જાહેરનામુ બે-ત્રણ દિવસમાં જ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે
રાજકોટમાં વર્ષ ૨૦૨૧માં મહાપાલિકાની ચૂંટણી દરમિયાન જ અશાંતધારો લાગુ કરવામાં આવ્યો હતો. હિન્દુ બહુમતિવાળા વિસ્તારમાં અચાનક લઘુમતિ સમાજ દ્વારા મોટા પાયે મિલક્તનું ખરીદ-વેંચાણ કરવામાં આવ્યું હોવાના સરકારી તંત્રના અહેવાલ બાદ મકરસંક્રાતિની પૂર્વ સંધ્યાએ ગુજરાત સરકાર દ્વારા એક સાથે ૨૮ સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો હતો. સરકારી સુત્રોએ જણાવ્યું હતું કે, જે ૨૮ સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે.
Jan 08, 2026 10:35 am
રાજકોટની 28 સોસાયટીમાં અશાંતધારાની મુદત વધારવા કલેકટરની સરકારમાં દરખાસ્ત, 13 જાન્યુઆરીએ અશાંતધારાની મુદ્દત થાય છે પૂર્ણ
રાજકોટમાં અશાંતધારાની મુદ્દત વધારવા દરખાસ્ત કરવામાં આવી છે અને કલેકટરે સરકારને દરખાસ્ત મોકલી આવી છે, 28 સોસાયટીઓને લઈ કલેક્ટરની સરકારને દરખાસ્ત અને વર્ષ 2021ની ચૂંટણી વખતે અશાંતધારો લાગુ કરાયો હતો. રાજકોટ શહેરના ઈતિહાસમાં સૌ પ્રથમ વોર્ડ નં.૪ની એક ડઝન સોસાયટી અને વોર્ડ નં.રની ૧૬ સોસાયટી સહિત કુલ ૨૮ સોસાયટીમાં ૧૩ જાન્યુઆરી-૨૦૨૧માં લાગુ કરવામાં આવેલ અશાંતધારાની મુદ્દત આગામી બુધવારે સમાપ્ત થાય છે. પાંચ વર્ષ માટે લાગુ કરવામાં આવેલ અશાંતધારાને લંબાવવા જિલ્લા કલેક્ટર દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે જેને ગૃહ વિભાગ દ્વારા બે વર્ષ માટે લંબાવવામાં આવે તેવા નિર્દેશ મળી રહ્યા છે.
Jan 08, 2026 10:25 am
સોમનાથમાં PM મોદીના આગમનને લઈ તૈયારીઓ
11 જાન્યુઆરીએ PM મોદીની શૌર્ય યાત્રા અને સભા, રોડ શોમાં શૌર્યના પ્રતીક સમાન અશ્વો પણ જોડાશે, ગુજરાત પોલીસના 108 તાલીમબદ્ધ અશ્વો આકર્ષણ, 108 અશ્વો સોમનાથ શંખસર્કલથી મંદિર સુધી પહોંચશે, અશ્વોના સવાર કેસરી સાફા, ડ્રેશ કોડ સાથે જોડાશે.
Jan 08, 2026 10:19 am
સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક
નવી હોસ્પિટલમાં રોજના 130 કેસ નોંધાયા, સૌથી વધુ કૂતરા કરડવાના કેસ નાના બાળકોમાં, સુરતમાં નથી અટકી રહ્યો કુતરાઓનો આતંક, રખડતા કૂતરાઓને લઈ SCનું પણ કડક વલણ.
Jan 08, 2026 10:10 am
આ કાર્યવાહી પૂર્વે તમામ સભ્યોને ત્રણ વખત નોટિસ આપી પૂરતી તક આપવામાં આવી હતી
જો કોઈ પાત્રતા ધરાવતા નાગરિકનું નામ ભૂલથી રદ થયું હોય, તો તેઓ મામલતદાર કચેરી ખાતે પુરાવા સાથે અરજી કરી શકે છે, જેની દર મહિને મળતી કમિટીમાં સમીક્ષા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ડમી અને અપાત્ર નામો દૂર કરી છેવાડાના સાચા લાભાર્થી સુધી અનાજ પહોંચાડવાનો છે. આમ પુરવઠા વિભાગે ગેરકાયદે રેશનકાર્ડ ધરાવતા લોકો સરકારી યોજનાનો ગેરલાભ ઉઠાવતા હતા તેમને દૂર કરી દેવામાં આવતા હવે યોગ્ય અને પાત્રતા ધરાવતા લોકોને સરકારી યોજનાનો લાભ મળી રહે છે.
Jan 08, 2026 10:10 am
આ પ્રક્રિયા દરમિયાન વિભાગને અંદાજે 1,37,000 જેટલા સભ્યોનો ડેટા શંકાસ્પદ જણાયો હતો
સરકારના નિયત માપદંડો જેવા કે મર્યાદાથી વધુ જમીન ધરાવવી, વધુ આવક હોવી અથવા સભ્યનું અવસાન થયું હોવા છતાં નામ ચાલુ હોવા જેવી બાબતોને ધ્યાને રાખી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસના અંતે ૩૩,૬૭૮ સભ્યો યોજના માટે અપાત્ર ઠર્યા છે, જેમને તાત્કાલિક અસરથી NFSA (નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ) ની યાદીમાંથી દૂર કરી 'Non-NFSA' શ્રેણીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
Jan 08, 2026 10:10 am
જૂનાગઢ જિલ્લામાં રેશનકાર્ડમાં E-KYC બાદ મોટાપાયે કાર્યવાહી, પાત્રતા વગરના 33 હજારથી વધુ સભ્યોની યાદી રદ કરાઈ
જૂનાગઢ જિલ્લામાં રેશનકાર્ડમાં ઈ કેવાયસી બાદ મોટાપાયે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 33 હજારથી પાત્રતા વગરના વધુ સભ્યોને યાદી માંથી બહાર કાઢી નાખવામાં આવ્યા છે. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સરકારી અનાજ યોજનાનો લાભ ખરેખર જરૂરિયાતમંદ લોકોને મળે તે હેતુથી હાથ ધરવામાં આવેલી ઈ-કેવાયસી (e-KYC) અને ડેટા ચકાસણીની કામગીરીમાં મોટી સફળતા મળી છે. જિલ્લામાં નોંધાયેલા કુલ ૯,૩૨,૦૦૦ NFSA સભ્યોમાંથી ૯ લાખથી વધુ સભ્યોનું આધાર લિંકિંગ અને ખરાઈની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે.
Jan 08, 2026 09:55 am
ઉત્તરાયણ પહેલા હાઇકોર્ટનો રાજ્ય સરકારને આદેશ
પ્રતિબંધિત વસ્તુઓના અમલ માટે કડક આદેશ આપ્યો છે, ચાઈનીઝ દોરી, તુક્કલ સહિતની વસ્તુઓના વેચાણ પર રોક અને વેચાણ અને સંગ્રહ કરનાર સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે, સરકારે કરેલી કામગીરીનો અહેવાલ કોર્ટમાં રજૂ કરાયો છે અને 59 FIR નોંધી 36.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોઃ સરકાર, 'ચાઈનીઝ વસ્તુઓ રાખનાર, વેચનાર સામે કાર્યવાહી કરાઇ અને ઉત્તરાયણ સંબંધિત વસ્તુઓના વેચાણને લઇ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે અને જિલ્લા પોલીસ વડાને ડે-ટુ-ડે રિપોર્ટ કરવા કોર્ટે આપ્યા નિર્દેશ.
Jan 08, 2026 09:55 am
રાજકોટમાં 25 ચાઈનીઝ ફિરકી સાથે યુવક ઝડપાયો, દોરીના વેપારીને ત્યાં પોલીસનું ચેકિંગ
રાજકોટમાં 25 ચાઈનીઝ ફિરકી સાથે યુવકને પોલીસે ઝડપી પાડયો છે અને ઉત્તરાયણને લઈ દોરીના વેપારીને ત્યાં પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલ વેચાણને લઈ ચેકિંગ કરવામાં આવ્યું છે. પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરાયું છે અને 25 ચાઈનીઝ ફિરકી સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે, ઉતરાયણના તહેવારને લઈને રાજકોટ પોલીસ દ્વારા પતંગ દોરીના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને શહેરના પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી તેમજ તુક્કલના વેચાણને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, પોલીસ ટીમ દ્વારા સદર બજારમાં પતંગ-દોરી વેચાણની જગ્યાઓમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું છે.
Jan 08, 2026 09:35 am
દર વર્ષે મહા સુદ બારસ, તેરસ અને ચૌદસના દિવસે ઉજવણી કરાય છે.
તેમણે જિલ્લા વહીવટી તંત્ર તરફથી માઈ ભક્તોને આગામી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પધારવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેકટરે વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી બાબતે જરૂરી સૂચનો કર્યા હતા. જેમાં બસનું સંચાલન, સ્વચ્છતા, પાણી અને પાર્કિંગની વ્યવસ્થા, પ્રચાર પ્રસાર, શ્રદ્ધાળુઓનું નિશુલ્ક ભોજન વ્યવસ્થા વગેરે બાબતે ચર્ચા કરાઈ હતી. આ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા જાળવવા માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સી.પી.પટેલ, અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી, સર્વે પ્રાંત અધિકારીઓ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Jan 08, 2026 09:35 am
અંબાજી ગબ્બર પરિક્રમા પથ
આ મહોત્સવના સુચારુ, સુવ્યવસ્થિત અને સુંદર આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે તેમણે જિલ્લાના સબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા કલેકટરે શ્રદ્ધાળુઓને સંબોધીને જણાવ્યું કે, એક જ જન્મમાં, એક જ દિવસે અને એક જ સ્થળે આધ્યાત્મિક દર્શનનો ભક્તોને લાભ મળી રહે તે માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રમોદીના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ અંબાજી ગબ્બર પરિક્રમા પથ ખાતે ૫૧ શક્તિપીઠનું નિર્માણ કરાયું હતું.
Jan 08, 2026 09:35 am
૩૦ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી ત્રણ દિવસીય 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬'નું આયોજન કરાશે
શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર અંબાજી ખાતે ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬'નું આયોજન કરાશે. સમગ્ર પરિક્રમા મહોત્સવના સુચારુ આયોજનને લઈને આજરોજ જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ૩૦ જાન્યુઆરી થી ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી ત્રણ દિવસીય 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬'નું આયોજન કરાશે.
Jan 08, 2026 09:18 am
સ્થાનિક તંત્રની ભૂમિકા પર સવાલો
આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને તંત્રની કામગીરી પર પણ પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે. ગત 10 ડિસેમ્બરે પણ ખનીજ વિભાગે દરોડો પાડ્યો હતો. નંબર પ્લેટ વગરના વાહનો બિન્દાસ્ત ફરી રહ્યા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી, તે ચર્ચાનો વિષય બન્યો છે. હાલ તો ખાણ-ખનીજ વિભાગે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. શું આ ખરેખર વિકાસના કામ માટેનું ખોદકામ હતું કે પછી વિકાસના નામે ખનીજ ચોરી? તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
Jan 08, 2026 09:18 am
ગામના સરપંચે કહ્યું, મને ફસાવવાનો કારસો છે
જપ્ત કરાયેલા વાહનો જેના છે તે સરપંચ પ્રતિનિધિ ભૂપતભાઈ ડાભીએ આ મામલે મૌન તોડ્યું છે. તેમણે ખનીજ માફિયાઓ સામે મોરચો માંડતા જણાવ્યું કે ખાનગી જમીન પર ખેતર સપાટ કરવાનું કામ ચાલતું હતું. તેમાંથી નીકળેલી માટીનો ઉપયોગ ગામમાં બની રહેલા બગીચાના પુરાણ માટે કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં રિલાયન્સ ફાઉન્ડેશનનો પણ સહયોગ છે. ભૂપતભાઈના મતે, તેમણે અગાઉ ગામમાં ચાલતી ખનીજ ચોરી બંધ કરાવી હોવાથી ખનીજ માફિયાઓ તેમનાથી નારાજ છે અને તેમને બદનામ કરવા ખોટા પેંતરા રચી રહ્યા છે. મેં આખા તાલુકામાં મોટા ઉમવાડાથી થતી ખનીજ ચોરી બંધ કરાવી છે, એટલે માફિયાઓના પેટમાં તેલ રેડાયું છે. આ બધું કામ પંચાયતના ઠરાવ મુજબ જ થઈ રહ્યું છે." - ભૂપતભાઈ ડાભી (સરપંચ પ્રતિનિધિ)
Jan 08, 2026 09:17 am
ખાનગી માલિકની જમીન હતી અને તેના પર ખનન ચાલતું હતુ
રોયલ્ટી ઇન્સપેક્ટર કિશનભાઈ રાણાવા અને જૈમિનભાઈ બી. પટેલની આગેવાની હેઠળની ટીમે મોટા ઉમવાળા ગામે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન એક JCB મશીન અને બે ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા વાહનોની અંદાજિત કિંમત રૂ. 32 લાખ આંકવામાં આવી છે. આશ્ચર્યજનક રીતે, પકડાયેલા તમામ વાહનો પર નંબર પ્લેટ ગાયબ હતી, જે ગેરકાયદેસર પ્રવૃત્તિ તરફ આંગળી ચીંધે છે. આ ખનન પ્રવૃત્તિ કોઈની ખાનગી માલિકીની જમીન પર ચાલી રહી હતી. વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો દંડ ભરવામાં નહીં આવે, તો પોલીસ ફરિયાદ નોંધીને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Jan 08, 2026 09:17 am
ગોંડલના મોટા ઉમવાળામાં ખનીજ વિભાગના દરોડા, નંબર પ્લેટ વગરના 1 JCB અને 2 ટ્રેક્ટર કબજે લેવાયા
રાજકોટના ગોંડલના મોટા ઉમવાળામાં ખનીજ વિભાગના દરોડા સામે આવ્યા છે, ખાણ ખનીજ વિભાગે બાતમીના આધારે દરોડા પાડયા હતા રેતી ચોરી ઝડપી પાડી છે. રાજકોટ ખાણ અને ખનીજ વિભાગે ગોંડલ તાલુકાના મોટા ઉમવાળા ગામે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. ખાણ ખનિદ વિભાગની ટીમે ઓચિંતા દરોડા પાડીને રૂ. 32 લાખનો મુદ્દામાલ જપ્ત કરતા ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જોકે, આ કાર્યવાહી બાદ સ્થાનિક સરપંચ પ્રતિનિધિએ પોતાની સ્પષ્ટતા રજૂ કરતા મામલામાં નવો વળાંક આવ્યો છે.
Jan 08, 2026 09:05 am
સુરતથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હાઉસફૂલ
હોળીના તહેવાર પહેલા એડવાન્સ બુકિંગ ફૂલ, એડવાન્સ બુકિંગ ખૂલતાની સાથે જ હાઉસફૂલ, તાપ્તીગંગા, દાનાપુરની વેઇટિંગ ટિકિટ મળવી મુશ્કેલ, 60 દિવસ પહેલા જ તમામ ટિકિટો બુક થઇ ગઇ.
Jan 08, 2026 08:59 am
8 સાગરીતો સામે એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે
ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. આર.જી.જાડેજાએ જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમના કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવેલા આરોપીઓનો ભૂતકાળ ગુનાહિત છે. ટોળકી સંગઠિત થઈને ઓર્ગેનાઈઝઝ્ડ ક્રાઈમ કરતી હતી. છેલ્લાં ૧૦ વર્ષમાં સાગરીતોએ ભેગા મળીને ૧૫૨ ગુનાઓને અંજામ આપ્યો છે. આરોપીઓ જેલમાંથી જામીન ઉપર મુક્ત થયાં પછી પણ ક્રાઈમ કરતાં હતાં. હાલમાં 8 સાગરીતો સામે એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે. જે પૈકીના ૫ આરોપીને ગિરફતાર કરવામાં આવ્યા છે. બીજા કેટલાક આરોપી રાજ્યની અન્ય જેલમાં છે. આરોપીઓની તલસ્પર્શી પૂછપરછ કરવા માટે રિમાન્ડ મેળવાશે.
Jan 08, 2026 08:59 am
વડોદરામાં પ્રથમ ગુનો વર્ષ 2026માં ગુજસીટોકનો નોંધાયો
વડોદરા શહેર તથા જિલ્લામાં ઘરફોડ ચોરીઓ કરતી વધુ એક સિકલીગર ગેંગ સામે મકરપુરા પોલીસ મથકે ગુજસીટૉકના વિશેષ કાયદા હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ ફરિયાદના ૮ આરોપીઓ પૈકીના ૫ આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ પહેલાં પણ સિકલીગર ટોળકી સામે ગુજસીટૉકનો ગુનો નોંધાયો હતો. વર્ષ ૨૦૨૬ના પ્રારંભ સાથે આ પ્રથમ ગુજસીટૉકનો કેસ રજિસ્ટર થયો છે.
Jan 08, 2026 08:59 am
વડોદરામાં ઘરફોડ ચોરી કરતી સિકલીગર ગેંગના 8 આરોપી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
વડોદરામાં સિકલીગર ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, 8 માંથી 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 2 આરોપી જેલ હવાલે છે, અન્ય એક આરોપીને પકડવા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઝડપાયેલા આરોપી મિલકત, શરીર સબંધી ગુનાઓમાં રીઢા ગુનેગાર છે અને 100થી વધુ ગુનાઓ આચર્યા હોવાની વિગતો આવી બહાર અને હિંમતનગર, ગોધરા, સાબરકાંઠામાં ગુનાઓને આપ્યો અંજામ, ગાંધીનગર, અમદાવાદમાં ગુનાખોરીને આપ્યો હતો અંજામ. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વર્ષ 2026માં પહેલો ગુજસીટોકનો ગુનો દાખલ કરાયો છે.
Jan 08, 2026 08:50 am
જંબુસરના મંગણાદમાં નિલગાયની અડફેટે યુવકનું મોત
બાઈકસવારને અડફેટે લેતા યુવક કાર સાથે અથડાયો, યુવકને હોસ્પિટલ લઈ જવાતા તબીબે મૃત જાહેર કર્યો.
Jan 08, 2026 08:37 am
વડોદરામાં ગેસ બિલ ન ભરનાર સામે કાર્યવાહી
એક જ દિવસમાં 10 લાખની વસૂલાત કરાઈ, ફતેપુરા, યાકુતપુરા, પાણીગેટ વિસ્તારમાં કાર્યવાહી, અત્યાર સુધી 61 કનેકશન બંધ કરી 30 લાખ વસૂલ્યા, સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે તપાસ.
Jan 08, 2026 08:27 am
ગઈકાલે સુરતમાંથી ઝડપાઈ હતી ડ્રગ્સ બનાવતી લેબોરેટરી
ડ્રગ્સ હેવન બની રહેલા સુરત શહેરમાં મેફેડ્રોન બનાવતી લેબોરેટરી મળી આવી હતી. લક્ઝરી એસો.ના પૂર્વ પ્રમુખ અને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદમાં ગુજરાતના વ્યાપારી અધ્યક્ષ દિનેશ અણઘણની પુત્રીએ પરવટ પાટિયાના પોલારીસ મોલમાં શરૂ કરેલી ડીક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબોરેટરીમાં એસ.ઓ.જી.એ રેડ કરી હાઈપ્યોરિટી મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાનું નેટવર્ક ઝડપી પાડયું હતું. પોલીસે અહીં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના નામે લેબનો એક પોર્શન રાખનાર ટેકનિશિયન સહિત ત્રણની ધરપકડ કરી ૧૭ ગ્રામ મેફેડ્રોન અને તે બનાવવા માટે ઉપયોગી રો-મટીરિયલ સહિત ૨.૯૨ લાખની મતા સીઝ્ડ કરી હતી. એક વર્ષથી અભ્યાસ માટે લંડન ગયેલો અમરોલીનો જનક જાગાણી માસ્ટરમાઇન્ડ હોવાનું બહાર આવ્યું હતું.
Jan 08, 2026 08:27 am
સુરતના રાંદેર વિસ્તારમાંથી ઝડપાયું MD ડ્રગ્સ
સુરતના તાડવાડી શાકભાજી માર્કેટમાં વેચાતું હતું MD ડ્રગ્સ અને પોલીસને બાતમી મળતા કાર્યવાહી કરવામાં આવી છે, આરોપી અલગ-અલગ વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતો હતો અને આ ડ્રગ્સ કયાંથી લાવી કોને આપતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, ડ્રગ્સ કેસને લઈ પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો પણ નોંધ્યો છે. ડ્રગ્સ આપનાર બે ઈસમોને પોલીસે વોન્ટેડ બતાવી શોધખોળ હાથ ધરી છે.
Jan 08, 2026 08:26 am
સુરતના રાંદેરના શાકભાજી માર્કેટમાંથી MD ડ્રગ્સ ઝડપાયું, પોલીસે આરોપી નઝીલ રશીદ સયૈદની ધરપકડ કરી
સુરતમાં ડ્રગ્સ ઝડપાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે અને રાંદેર વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાયું હોવાની વાત સામે આવી છે, પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે. સુરતના રાંદેરમાં તાડવાડી શાકભાજી માર્કેટમાંથી ડ્રગ્સ ઝડપાયું છે અને ડ્રગ્સની બાતમી મળતાની સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જેની પાસેથી રૂ. 53 હજારનું ડ્રગ્સ મળી આવ્યું છે અને 95 હજારનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે, પોલીસે આરોપી નઝીલ રશીલ સૈયદની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.
Jan 08, 2026 08:07 am
ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ વ્યાપક બન્યો
અંકલેશ્વરમાં વધારે ઉધોગો આવેલા છે અને સ્થાનિકોનું કહેવું છે કે, રખડતા ઢોરના કારણે ખૂબ તકલીફ પડી રહી છે, કયારેક ઢોર પાછળથી પણ હુમલો કરે છે, અત્યાર સુધી અવાર-નવાર અનેક કિસ્સા સામે આવ્યા છે જેમાં રખડતા ઢોરે હુમલો કર્યો છે અને લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બીજી તરફ ખેડબ્રહ્મા શહેરમાં નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ હતી. ઢોર પકડવાની પ્રક્રિયા દરમિયાન પશુઓ ભડકીને દોડવા લાગતા રસ્તે ચાલતા એક મહિલા તેની હડફેટે આવી ગયા હતા.
Jan 08, 2026 08:06 am
સ્થાનિકો અને બાઈકચાલકો પાછળ પણ દોડ મૂકી
રખડતા ઢોરના કારણે 5 લોકોને ઈજા પહોંચી છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, સતત 15 મિનિટ સુધી ઢોર દંપતીને બાનમાં લેતો રહ્યું અને લોકો બચાવવા માટે પણ પહોંચે છે પણ ઢોર જગ્યાએથી હઠતું નથી, ત્યારે આ ઘટના બનતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે અને સ્થાનિકોનો આક્ષેપ છે કે, રખડતા ઢોરને નગરપાલિકા સમય પ્રમાણે ઢોર ડબ્બામાં પૂરતા નથી તેના કારણે ઢોર હુમલા કરતા હોય છે.
Jan 08, 2026 08:06 am
અંકલેશ્વરમાં રખડતા ઢોરનો આતંક, મંદિરે દર્શન કરવા આવેલા દંપતીને ઢોરે બાનમાં લીધા
અંકલેશ્વરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે, દંપતી દર્શન કરવા માટે મંદિરે આવ્યું હતુ તે સમયે ઢોરે તેમને બાનમાં લીધા હતા અને ઢોરે ઈજા પહોંચાડી હતી. ભરૂચના અંકલેશ્વરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે, ગડખોલના ઐયપ્પા મંદિર નજીક ઢોરનો આતંક સામે આવ્યો છે, મંદિરે આવેલા દંપતીને રખડતા ઢોરે બાનમાં લીધું અને રખડતા ઢોરે મહિલા પર કર્યો અચાનક હુમલો બીજી તરફ પતિ બચાવવા જતા તેમના પર પણ હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે.
Jan 08, 2026 07:52 am
સમગ્ર ગુજરાતમાંથી શિવ ભક્તો ટ્રેન અને બસ મારફતે સોમનાથ આવી રહ્યા છે
ત્યારે ત્રણ દિવસના અખંડ ઓમકાર મંત્રોચ્ચારથી સોમનાથનું વાતાવરણ અલૌકિક અનુભૂતિ સાથે દિવ્યમય બન્યું છે. ૧૦૨૬ થી ૨૦૨૬ સંઘર્ષ, શોર્યતા, વીરતા, સ્વાભિમાન અને અતૂટ શ્રદ્ધાના ૧૦૦૦ વર્ષ સાથે સ્વાભિમાન પર્વનો આ સંદેશ નવી પેઢીમાં ભારતની શાશ્વત સનાતન સંસ્કૃતિની ગાથાને આત્મસાત કરવાની પ્રેરણા આપે છે.
Jan 08, 2026 07:52 am
શિવજીની મૂર્તિઓ સહિત વિવિધ તૈયારીઓથી સમગ્ર સોમનાથ સજજ થયું છે
તા.7 જાન્યુઆરી-૨૦૨૬ના રોજ રાત્રે સોમનાથના વિવિધ માર્ગો ખૂબ જ સુંદર રીતે રોશની અને આધ્યાત્મિક ચેતનાના પ્રતિકો સાથે શણગારવામાં આવ્યા હતા. ત્રિવેણી રોડ, હમીરસિંહ સર્કલ, શંખ સર્કલ, ભીડીયા પાટણ રોડ તેમજ સર્કિટ હાઉસ રોડ અને સોમનાથ મંદિર વિસ્તાર માર્ગ સુશોભન, રોશની, શિવ આરાધના ના ચિત્રો, ધજાઓ, રોડ પર શિવજીની મૂર્તિઓ સહિત વિવિધ તૈયારીઓથી સમગ્ર સોમનાથ સજજ થયું છે.
Jan 08, 2026 07:51 am
સ્વાભિમાન પર્વમાં શિવ ભક્તોને આવકારવા સોમનાથ સજજ, જય સોમનાથના નાદ સાથે તૈયારીઓ પૂર્ણ
સોમનાથ સ્વાભિમાન પર્વ, અતૂટ આસ્થાના ૧૦૦૦ વર્ષ નિમિત્તે સોમનાથમાં આજ તા.૮ થી તા.૧૦ જાન્યુઆરી ૨૦૨૬ સુધી સ્વાભિમાન પર્વની શ્રદ્ધાભેર ઉજવણીનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.૧૦-૧૧ જાન્યુઆરીના રોજ સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે ઉપસ્થિત રહેશે. સોમનાથ સ્વાભિમાન પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર સોમનાથ વિસ્તારમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
Jan 08, 2026 07:43 am
થરાદ પંથકમાં ઠંડીથી બચવા લોકો તાપણાના સહારે
થરાદમાં 16 ડિગ્રી તાપમાન સાથે લોકો ઠંડીમાં ઠુંઠવાયા, સરહદી વિસ્તારમાં તાપમાન ઘટતાં ઠંડીનો ચમકારો, કડકડતી ઠંડીથી બચવા માટે લોકો તાપણાના સહારે.
Jan 08, 2026 07:32 am
રાજકોટથી વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ પહોંચ્યા હજારો શિવભકતો, જય સોમનાથ, હર હર ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યું સમગ્ર સ્ટેશન પરિસર
ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને અજેય આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રીસોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજ તા. ૦૮ જાન્યુઆરીથી ૧૧ જાન્યુઆરી સુધી "સોમનાથ સ્વાભિમાન પર્વ"ની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે. આ મહોત્સવ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સોમનાથના એક હજાર વર્ષના સંઘર્ષ, બલિદાન અને પુનઃનિર્માણની અપ્રતિમ ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે. આ પર્વમાં જોડાવા માટે રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોથી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે. જેના ભાગરૂપે આજે રાજકોટથી વિશેષ ટ્રેન સોમનાથ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. 'હર હર ભોલે' અને 'જય સોમનાથ'ના ગગનભેદી નાદથી સમગ્ર સ્ટેશન પરિસર ગૂંજી ઉઠ્યું હતું.
Jan 08, 2026 07:25 am
ભારતની સાંસ્કૃતિક પુનર્જાગૃતિનું પ્રતીક
પ્રોમેનાડ (વોક-વે): સમુદ્ર કિનારે બનેલો સુંદર પદયાત્રી માર્ગ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
ટેકનોલોજી: ભવ્ય 'લાઈટ એન્ડ સાઉન્ડ શો' દ્વારા ઇતિહાસને જીવંત રાખવાના પ્રયાસો થયા છે.
સંરક્ષણ: દરિયાઈ ક્ષાર અને કાટથી મંદિરને બચાવવા માટે વિશેષ તકનીકી પગલાં લેવામાં આવ્યા છે.
Jan 08, 2026 07:25 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન અને આધુનિક વિકાસની નવી ક્ષિતિજો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા બાદ સોમનાથના વિકાસમાં એક નવો આધુનિક અધ્યાય શરૂ થયો છે. તેમના દૂરંદેશી આયોજન હેઠળ મંદિર પરિસરને વૈશ્વિક કક્ષાનું પર્યટન સ્થળ બનાવવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ માટે ડિજિટલ દર્શન, સુરક્ષા અને સુવિધાઓમાં અભૂતપૂર્વ વધારો કરાયો છે. આજે સોમનાથ મંદિર એ પરંપરાગત મૂલ્યો અને આધુનિક વિકાસના સુમેળનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બનીને વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને રાષ્ટ્રીય આત્મગૌરવનું જીવંત પ્રતીક બનીને ઊભું છે.
Jan 08, 2026 07:18 am
સ્વતંત્રતા અને રાષ્ટ્રીય ગૌરવનું પુનઃસ્થાપન
ભારતની આઝાદી બાદ સોમનાથ મંદિરનું નવસર્જન એ રાષ્ટ્રીય આત્મગૌરવનો વિષય બન્યો હતો. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે 1947માં મંદિરને તેના મૂળ ગૌરવ સાથે પુનઃનિર્મિત કરવાનો સંકલ્પ કર્યો. તેમના માર્ગદર્શન હેઠળ પ્રખ્યાત શિલ્પકાર પ્રભાશંકર સોમપુરાએ પરંપરાગત ચાલુક્ય શૈલીમાં ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. ઈ.સ. 1951માં પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે જ્યારે મંદિરનું લોકાર્પણ થયું, ત્યારે તેમણે તેને ભારતની સાંસ્કૃતિક પુનર્જાગૃતિનું પ્રતીક ગણાવ્યું હતું.
Jan 08, 2026 07:18 am
વિનાશ સામે આસ્થાના વિજયની અમર ગાથા, ગઝનવીના આક્રમણથી લઈ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આધુનિક વિઝન સુધીની વિકાસયાત્રા
ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના કેન્દ્રસમાન સોમનાથ મંદિરનો ઇતિહાસ અડગ શ્રદ્ધા અને અવિરત પુનર્નિર્માણની અપ્રતિમ કહાની છે. દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવતું આ પવિત્ર ધામ સદીઓથી ભારતીય અસ્મિતાનું રક્ષક રહ્યું છે. સોમનાથ મંદિરની ભવ્યતા અને સમૃદ્ધિ જ પ્રાચીન સમયમાં આક્રમણખોરો માટે આકર્ષણનું કારણ બની હતી. ઈ.સ. 1025–26માં અફઘાનિસ્તાનના ગઝની પ્રાંતના સુલતાન મહમદ ગઝનવીએ સોમનાથ પર તેનું સૌથી વિનાશક આક્રમણ કર્યું હતું. તે સમયે સોમનાથ અતિ સમૃદ્ધ ધાર્મિક કેન્દ્ર હતું, જેને લૂંટવા માટે ગઝનવીએ રણપ્રદેશના કઠિન માર્ગો પાર કર્યા હતા. સ્થાનિક શાસકો અને પ્રજાએ વીરતાપૂર્વક પ્રતિકાર કર્યો, પરંતુ ગઝનીએ મંદિરને ભારે નુકસાન પહોંચાડી સંપત્તિની લૂંટ ચલાવી. તેમ છતાં, ગઝની આસ્થાને ખતમ કરવામાં નિષ્ફળ રહ્યો. તેના ગયા બાદ તુરંત જ ચૌલુક્ય (સોલંકી) શાસકોએ મંદિરનું પુનઃનિર્માણ કરી સંસ્કૃતિને જીવંત રાખી હતી.
Jan 08, 2026 07:11 am
અનેક રાજ્યો માટે શીતલહેર અને ધુમ્મસની ચેતવણી
IMDએ અનેક રાજ્યો માટે શીતલહેર અને ધુમ્મસની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં ‘કોલ્ડ ડે’ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જ્યાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું રહેશે. જ્યારે પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહારમાં સવારના સમયે ઘનથી અતિઘન ધુમ્મસ છવાવાની શક્યતા છે.
Jan 08, 2026 07:11 am
આગામી 5 દિવસોમાં ઠંડી વધુ વધવાની શક્યતા
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી 5 દિવસોમાં ઠંડી વધુ વધવાની શક્યતા છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. ખાસ કરીને રાત અને સવારના સમયે શીતલહેરનો પ્રભાવ વધુ તીવ્ર બનશે. પર્વતીય વિસ્તારોમાં થઈ રહેલી બરફબારીનો અસર મેદાની વિસ્તારોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે, જેના કારણે ઠંડી પવન ફૂંકાઈ રહ્યા છે અને ઠંડીનો અહેસાસ વધુ વધી ગયો છે.
Jan 08, 2026 07:10 am
આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું
ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું.
Jan 08, 2026 07:10 am
ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે.
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે.
Jan 08, 2026 07:10 am
કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો?
હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે.
Jan 08, 2026 07:10 am
ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો
ગુજરાતવાસીઓ ઠંડીમાં ઠુંઠવાયા છે અને કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ છે, અમરેલી અને નલિયા 9 ડિગ્રી સાથે ઠંડુંગાર શહેર બન્યું છે, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે. અમદાવાદમાં 13 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, રાજકોટમાં 10.1 ડિગ્રી, કંડલામાં 10.7 ડિગ્રી, કેશોદમાં 11.8 ડિગ્રી, ભુજમાં 11.8 ડિગ્રી, ડીસામાં 12.3 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી, મહુવામાં 13.9 ડિગ્રી, વડોદરામાં 14.6 ડિગ્રી, ભાવનગરમાં 14.7 ડિગ્રી, મુન્દ્રામાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Jan 08, 2026 06:58 am
વિસાવદરના નાની મોણપરીમાં સિંહણ પાંજરે પૂરાઈ
વન વિભાગે સિંહણને રેસ્ક્યુ કરી પાંજરે પૂરી, સિંહણને સીમર એનિમલ કેર સેન્ટર ખસેડાઈ, સિંહણને પકડવા જતા ઘાયલ ટ્રેકરનું મોત થયું હતું જંગલમાં છોડવી કે નહીં તેનો નિર્ણય પછી થશે, વન વિભાગ અશરફ ચૌહાણના પરિવારની વ્હારે, તમામ કર્મી એક દિવસનો પગાર પરિવારને આપશે.
Jan 08, 2026 06:57 am
જુનાગઢના વંથલીના નાવડામાં દીપડાઓના આંટાફેરા
કોબા વિસ્તારમાં 3 દીપડાઓ દેખાતા ભયનો માહોલ, રાહદારીઓએ દીપડાના વીડિયો બનાવી કર્યા વાયરલ, દીપડાને પકડવા પાંજરું મૂકવા સ્થાનિકોની માંગ, વનવિભાગની ટીમ દ્વારા નાઈટ પેટ્રોલિંગ શરૂ, ગ્રામજનોને સાવચેત રહેવા તંત્રએ આપી સૂચના.
Jan 08, 2026 06:57 am
USમાં ભણતા ભારતીય વિધાર્થીઓને કાઢી મુકવાની ધમકી
USના કાયદા તોડવાના કારણે સ્ટુડન્ટ વિઝા રદ થઈ શકે, અમેરીકન દૂતાવાસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું, દેશમાંથી કાઢી મુકવામાં પણ આવે : અમેરીકન દૂતાવાસ, અમેરીકન દૂતાવાસે X પોસ્ટ કરી હતી, અમેરીકાના નિયમનું પાલન કરો : અમેરીકન દૂતાવાસ, તમારા પ્રવાસને ભયમાં ન મુકો : અમેરીકન દૂતાવાસ, અમેરીકા વિઝા એક સુવિધા છે કોઈ અધિકાર નથી.
Jan 08, 2026 06:56 am
સોમનાથ મંદિરમાં સ્વાભિમાન પર્વની ઉજવણી
રાજકોટથી યાત્રાળુઓ ભરેલી ટ્રેન સોમનાથ માટે રવાના, સોમનાથ મહાદેવ મંદિરના જીર્ણોધ્ધારને 75 વર્ષ થયા છે, સોમનાથ મંદિર પર હુમલોને 1 હજાર વર્ષ થયા છે પૂર્ણ, મંદિરની રક્ષા માટે અનેક વીરોએ બલિદાન આપ્યા હતા, PM મોદી 11 જાન્યુઆરીએ સોમનાથની મુલાકાત લેશે, 8 થી 11 જાન્યુઆરી સુધી સ્વાભિમાન પર્વની ઉજવણી.
Jan 08, 2026 06:55 am
સ્વાભિમાન પર્વને લઈ સોમનાથ દુલ્હનની જેમ શણગારાયું
સ્વાભિમાન પર્વની પૂર્વ સંધ્યાએ દિવ્યતાથી ઝળહળ્યું, PM મોદીની ઉપસ્થિતિમાં યોજાશે શૌર્ય યાત્રા અને સભા, સોમનાથના મુખ્ય માર્ગ લાઇટિંગ, બેનરોની શણગાર્યા, મંદિર પરિસર, આસપાસમાં ભાવિકોની સુવિધા માટે વ્યવસ્થા, સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ, આરોગ્ય સેવાઓ માટે તંત્ર સજ્જ, સ્વાભિમાન પર્વ : આસ્થા, ગૌરવ અને શૌર્યનું વિરાટ પ્રતિક, સોમનાથમાં આસ્થા, ઇતિહાસ અને રાષ્ટ્રગૌરવનો સંગમ.

ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

કુકરમુંડામાં ખેતી માટે નિયમિત વીજ આપવા ખેડૂતોની માંગણી

તાપી જિલ્લાના કાળાવ્યારા, ઝાંખરી અને કણજા સહિતના અનેક વિસ્તારોમાં બેફામ રેતીખનન

તાપી જિલ્લામાં યુરિયા ખાતર મેળવવા રઝળપાટ રાતથી એગ્રો સેન્ટરોની બહાર ખેડૂતોના ધામા

અસનાડ ગામ પાસે ફાર્મમાં રમતા છ ઝડપાયા, મહિલા સહિત 10 ફરાર

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!

પ્રગતિ માટે વ્યાપક બદલાવો - કાયમી પરિણામો

મનનો મલક અને એનું પા..પાઇ પગલી વિજ્ઞાન

Suryakumar Yadav પાસેથી છીનવાશે કેપ્ટનશીપ? કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન

Britainમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, રોયલ નેવીના 3 સભ્યોનું મોત

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!