
Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Jan 18, 2026 11:01 pm
વલસાડના વાંકલ ગામમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. ઉતારા ફળિયામાં ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ છે. સમગ્ર ઘટનાને પગલે ડીવાયએસપી સહિતનો કાફલો દોડી આવ્યો હતો. યુવતીની છેડતીને લઈને સમજાવવા જતાં હત્યા કરાઈ છે. ઘટનાને લઈને હોસ્પિટલમાં ગામ લોકોનું ટોળુ ઉમટ્યું છે. પોલીસે હુમલો કરનારની શોધખોળ હાથ ધરી છે.
Jan 18, 2026 10:51 pm
અમદાવાદના ગોતામાં રહેતા એક પરિવારને ઓસ્ટ્રેલિયા જવાની લાલચમાં 23 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ગઠિયાઓએ આ પરિવારનો વિશ્વાસ જીતીને ઠગાઈ આચરી હતી. આરોપીઓએ આ પરિવારને બે વખત બેંગકોક મોકલ્યો હતો. પરંતુ ત્યાંથી ઓસ્ટ્રેલિયા જવા નહીં મળતાં તેઓ પોતાના ખર્ચે અમદાવાદ પરત આવી ગયા હતાં. તેમને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાતા આનંદ નગર પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
Jan 18, 2026 10:30 pm
અમદાવાદમાં શીલજ રાંચરડા રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. દારૂના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ત્રણથી ચાર ટુવ્હિલરને ટક્કર મારી હતી. નીતિશ શાહ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. બોપલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
Jan 18, 2026 10:20 pm
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાઝામાં શાંતિ, પુનર્નિર્માણ અને શાસનને આગળ વધારવા માટે સ્થાપિત આંતરરાષ્ટ્રીય સંગઠન 'બોર્ડ ઓફ પીસ' ફોર ગાઝામાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું છે. ટ્રમ્પની 20-મુદ્દાની શાંતિ યોજનાના બીજા તબક્કાના ભાગ રૂપે 15 જાન્યુઆરીએ બોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. બોર્ડના પ્રાથમિક કાર્યો ગાઝાને શસ્ત્રોથી મુક્ત કરવા, માનવતાવાદી સહાય પહોંચાડવા, નાશ પામેલા માળખાનું પુનર્નિર્માણ કરવા અને ટેકનિકલ પેલેસ્ટિનિયન વહીવટ સ્થાપિત કરવાના છે. આ વહીવટની દેખરેખ NCAG (ગાઝાના વહીવટ માટે રાષ્ટ્રીય સમિતિ) દ્વારા કરવામાં આવશે, જેનું નેતૃત્વ ભૂતપૂર્વ પેલેસ્ટિનિયન અધિકારી અલી શાથ કરશે.
Jan 18, 2026 10:13 pm
ખેડામાં અકસ્માતમાં એક યુવક અને યવતીનું મોત નિપજ્યું છે. કપડવંજ ડાકોર રોડ પર અકસ્માત સર્જાયો હતો. આઈસર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પંજાબના યુવક અને યુવતીનું મોત નિપજ્યું હતું.
Jan 18, 2026 09:54 pm
પોરબંદરમાં પોલીસે દારૂની હેરાફેરી કરતા શખ્સો સામે કાર્યવાહી શરૂ કરી છે. દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા નીલેશ મુશારને પાસા હેઠળ ધરપકડ કરી અમદાવાદ જેલમાં ધકેલવામાં આવ્યો છે. પોલીસની તપાસ દરમિયાન રાણાવાવ વિસ્તારમાંથી 6.82 લાખની વિદેશી દારૂની 3840 બોટલ મળી આવી હતી. આ મામલે નિલેશ મુશાર સામે પોલીસે કાર્યવાહી કરી હતી. આરોપી સામે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની સૂચના હેઠળ પોરબંદર એલસીબીએ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જેને પોલીસ વડાએ પોરબંદર જિલ્લા મેજિસ્ટેટને મોકલી આપી હતી. જેને લઈને જિલ્લા મેજિસ્ટેટે આરોપીની પાસા હેઠળ અટકાયત કરવા હુકમ કર્યો હતો. આ હુકમને લઈ વોરંટ ઈશ્યુ થતાં એલસીપીએ આરોપીની અટકાયત કરી અમદાવાદ જેલ ખાતે મોકલી આપ્યો હતો.
Jan 18, 2026 09:39 pm
જામનગર એલસીબીએ જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. ધ્રોલમાં તુળજા ભવાની જ્વેલર્સમાં ઉત્તરાયણના દિવસે ચોરીનો બનાવ બન્યો હતો. દુકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. જેની દુકાનના માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે ચોરોને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. જામનગર એલસીબીએ ટેકનિકલ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરીને ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસે આરોપીઓને જોડિયા ધ્રોલ તરફ આવી રહ્યા હતાં તે દરમિયાન ધ્રોલના ચામુંડા પ્લોટ પાસેથી તેમને પકડી પાડ્યા હતાં. પોલીસે હિંમત મહિડા, શૈલેષ મહિડા, ટીનુ મહિડાને પકડી પાડયા હતાં. આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના કબજે કર્યા હતાં. આરોપીઓ પાસેથી પોલીસે 175 ગ્રામ સોનાના દાગીના, 11 કિલો ચાંદી સહિત કૂલ 27.96 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Jan 18, 2026 09:06 pm
મહેસાણાના કડીમાં ધનાલી ગામમાં મહાદેવના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતાં. હનુમાનજીના મંદિરના કમ્પાઉન્ડમાં સ્થિત મહાદેવના મંદિરમાં ચોરી કરી હતી. મંદિરની જાળીનું તાળુ તોડીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતાં. તસ્કરોએ મંદિરમાંથી સાઉન્ડ સિસ્ટમ, ડીવીઆર, પાણીની મોટરો અને પંખા મળીને કૂલ 60 હજાર રૂપિયાની ચોરી કરી હતી. રાત્રે 2.15થી 3.45 વાગ્યા દરમિયાન બે શખ્સો ચોરી કરતાં સીસીટીવીમાં કેદ થયા હતાં. મંદિરના પૂજારી ભગતગીરી ગોસ્વામીએ નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Jan 18, 2026 08:34 pm
વડોદરામાં પાંચ વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત નિપજ્યું છે. કફ સિરપને કારણે મોત થયાનો પરિવારે આક્ષેપ કર્યો છે. અનાથ બાળકી દાદા દાદી સાથે રહેતી હતી. બાળકીને શરદી થતાં કફ સિરપ આપી હતી. બે દિવસ બાદ તબિયત લથડતાં હોસ્પિટલમાં ખસેડાઈ હતી. હોસ્પિટલમાં તબિબે બાળકીને મૃત જાહેર કરી છે.
Jan 18, 2026 08:27 pm
બનાસકાંઠામાં થરાદના યુવકે કેનાલમાં ઝંપલાવ્યુ હતું. આ કેસમાં આ યુવકના પરિવારજનો એસપી કચેરીએ પહોંચ્યા હતાં. યુવકના મોત મામલે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા માગ કરી હતી. મહિલાઓ સહિત બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં.
Jan 18, 2026 07:42 pm
પાટણમાં ડીજેના માલિકોની મીટીંગ યોજાઇ હતી.મીટિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.ડીજે સંચાલકો દ્વારા ચીમકી અપાઇ છે.ડીજે સળગાવવાની વાતો કરે છે તે યોગ્ય નથી.બીજા લોકો ધંધો કરે તેમને અમે નડતા નથી.અમારા ધંધાને સળગાવવાની ધમકી આપવી નહીં.ડીજે સળગાવતા વીડિયો બનાવનાર માપમાં રહેજો
Jan 18, 2026 07:23 pm
રાજકોટમાં પોલીસ પર હુમલો કરનાર ઝડપાયા છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર બોટલ ફેંકી હતી. હુમલાની ઘટનામાં પાંચ આરોપીની અટકાયત કરવામાં આવી છે. રૈયા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. હુમલાખોરો પાસે જાહેરમાં માફી મંગાવી હતી. આરોપી જેનિસ મહાજન સહિત સાગરિતોને જેલ હવાલે કરાયા છે.
Jan 18, 2026 07:04 pm
વડોદરા જિલ્લાના પાદરા પાલીકાની કામગીરી સામે લોકોમાં રોષ ફેલાયો છે. બિસમાર ગટર લાઈનથી માર્ગો પર ભૂવા પડ્યા હોવાથી લોકો રોષે ભરાયા છે. યોગ્ય આયોજન વિના ખોદકામ કરવાથી લોકો પરેશાન થયા છે. તંત્રની બેદરકારીથી ઠેર ઠેર અકસ્માતનો ભય ફેલાયો છે.
Jan 18, 2026 06:30 pm
વલસાડ જિલ્લાના વાપી ઉધોગનગરમાં ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો છે. સારોલી પોલીસે આરોપી પવનકુમાર વાગારામ ગુર્જરને ઝડપી પાડ્યો છે.પોલીસે આરોપી પાસેથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 14.39નો મુદામાલ જપ્ત કર્યો છે.આરોપીએ અન્ય કઈ કઈ જગ્યાએ ચોરીને અંજામ આપ્યો છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
Jan 18, 2026 06:15 pm
સુરેન્દ્રનગરના થાનગઢમાં ડ્રોના નામે ઠગાઈના કેસમાં સાત સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં પોલીસ જ ફરિયાદી બની હોવાનું સામે આવ્યું છે. ડ્રો સંચાલકોની ઓફિસથી કોમ્પ્યુટર અને ટિકિટ પણ જપ્ત કરાઈ છે.
Jan 18, 2026 06:04 pm
1. Madhya Pradesh News: જબલપુરમાં માર્ગ અકસ્માતમાં કારે બે મહિલાને કચડી, 20 લોકો ઘાયલ
3. Delhi : આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનો ભાંડો ફૂટ્યો, 2 નાઈજીરિયન નાગરિકની કરાઈ ધરપકડ
4. WhatsApp Update: હવે કવર ફોટો અને સ્ટેટસ પર મળશે વધુ પ્રાઇવસી, 5 નવા ધમાકેદાર ફીચર્સ
5. Auto News: 500 કિમીથી વધુ રેન્જ વાળી ટોયોટાની આ નવી ઇલેક્ટ્રિક SUV ક્યારે થશે લોન્ચ?
6. Dwarka News: ફરસાણની દુકાનમાં આખલા યુદ્ધનો વીડિયો થયો વાયરલ
7. Ind Vs NZ: ભારતીય ધરતી પર આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો ન્યુઝીલેન્ડનો ખેલાડી
8. World News: સાઉદીમાં હવે આ તમામ વસ્તુઓ પર નહી લખી શકાય 'અલ્લાહ'નું નામ, જાણો શું છે કારણ?
10. Junagadh News:ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જૂતૂ ફેંકનાર શખ્સને કેટલાક લોકોએ માર મારતો વીડિયો વાયરલ
Jan 18, 2026 05:53 pm
વડગામ તાલુકાના ભૂખલા ગામે આજે બનાસ ડેરી દ્વારા એક અનોખા અને ખેડૂતોને સીધી આવક આપતા બાયો સી એન જી પ્લાન્ટનું લોકાર્પણ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવદત્ત ,વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને કૃષિ મંત્રી જીતુ વાઘણીની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું શ્વેત ક્રાંતિ બાદ હવે બનાસમાં ગોબર ક્રાંતિ ની શરૂઆત થઈ હોવાનું મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું
Jan 18, 2026 05:40 pm
દ્વારકામાં રખડતા પશુઓનો આતંક સામે આવ્યો છે. જામ ખંભાળિયાના સલાયા ગામમાં બે આખલાઓએ આતંક મચાવ્યો હતો. બે આખલા યુદ્ધ કરતા કરતા ફરસાણની દુકાનમાં ઘૂસ્યા હતાં. ફરસાણની દુકાનમાં આખલાએ ઉથલપાથલ મચાવી હતી. દુકાનમાં રહેલો માલસામાન વેર વિખેર કરી નાંખ્યો હતો.
Jan 18, 2026 05:01 pm
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે દિલ્હીથી કેજરીવાલ આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તેઓ બુથ સંમેલન યોજવા જઈ રહ્યાં છે અને ચૂંટણીને લઈને નવી રણનીતિ બનાવશે ત્યારે વલસાડના ભાજપના સાંસદ ધવલ પટેલે નાનાપૌંઢામાં યોજાયેલા આદિવાસી સંમેલનમાં એક નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્રની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ છે. દિલ્હીમાં એમની દુકાનોને તાળા વાગ્યા છે. હવે ગુજરાતમાં વિસાવદર વાળી નહીં મહારાષ્ટ્ર અને દિલ્હી વાળી થશે. આપ હોય કે કોંગ્રેસ સૂપડા સાફ થવાના છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાશે.
Jan 18, 2026 04:42 pm
વલસાડમાં યોજાયેલા આદિવાસી સંમેલનમાં રાજ્ય સરકારના મંત્રી નરેશ પટેલે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીને સંબોધીને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જીતુભાઈને પૂછો એમજ ભાજપમાં નથી આવ્યા અને અવાતુ પણ નથી. એ લોકો તો અત્યારે ચૂંટાયા છે. એ લોકોને શું ખબર પડે કે આવતી વખતે આવે કે નહીં આવે એ એક સવાલ છે. તેમણે નામ લીધા વિના વિપક્ષના નેતાઓ પર પ્રહાર કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, એમને એમ મસીહા પણ નથી બનાતુ. કૂવામાં હોય તો હવાડામાં આવે આ કૂવો ભાજપ પાસે છે.નાગરીકો આવા ઠગ લોકોથી ચેતી જજો.જેની પાસે કશું છે જ નહીં તેઓ ખોટા વાયદાઓ કરે છે. પવન જોઈને સૂપડું મુકવુ જોઈએ.
Jan 18, 2026 04:18 pm
વડોદરામાં લાખોની લૂંટ કરતી ગેંગ ઝડપાઈ છે. ક્રાઈમ બ્રાંચે લૂંટના પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ભારતીય વિદેશી ચલણ જપ્ત કરવામાં આવ્યું છે. આંખમાં મરચું નાંખીને આ ગેંગ લૂંટ ચલાવતી હતી. સમગ્ર મામલે ડીસીપી હિમાંશું વર્માએ કહ્યું હતું કે, આ ઘટના બની ત્યારે રાહુલ મારવાડીને ઝડપી પાડ્યો હતો. આરોપીઓ પાસેથી 20 દેશોની કરન્સી પકડાઈ છે. પોલીસે મુખ્ય આરોપી સનાભાઈ વાઘેલાને પણ પકડી પાડ્યો છે. કૂલ સાત આરોપીઓને ઝડપીને બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Jan 18, 2026 04:08 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધરતી રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં છે. સામાજિક જીવનમાં નિઃસ્વાર્થ ઉત્કૃષ્ઠ યોગદાન આપનારા લોકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક ખાતે એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
Jan 18, 2026 03:35 pm
જૂતું ફેકનારને કેટલાક લોકોએ માર માર્યો, શબીર મીરને માર મારતો વીડિયો વાયરલ, પોલીસ તપાસ વચ્ચે વીડિયો આવ્યો સામે, આરોપીએ નિવેદન પણ બે વાર બદલ્યું, માર મારનાર કોણ છે તે અંગે તપાસ શરુ.
Jan 18, 2026 03:29 pm
‘મહારાષ્ટ્રની ચૂંટણીમાં AAPની ડિપોઝીટ ડૂલ’, દિલ્હીમાં એમની દુકાનને તાળા લાગ્યા છેઃ સાંસદ, ગુજરાતમાં મહારાષ્ટ્ર-દિલ્હીવાળી થશેઃ સાંસદ, આપ હોય કે કોંગ્રેસ સૂપડા સાફ થવાના છેઃ સાંસદ, ‘સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાશે’.
Jan 18, 2026 03:19 pm
જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ હોવાની આશંકા, આતંકીઓએ સેના પર ગોળીબાર પણ કર્યો, સેનાએ વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન શરુ કર્યુ.
Jan 18, 2026 03:05 pm
પાલોડ ગામે બોગસ ડૉક્ટર ક્લિનિક ચલાવતો, અશોકકુમાર ગોંડ નામનો બોગસ ડૉક્ટર ઝડપાયો, મેડિકલ સાધનો, દવાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત.
Jan 18, 2026 02:57 pm
પોલીસે 15 પૈકી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા, પોલીસે આરોપીઓને ઝડપી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુ, તુરખા ગામે પરિવાર પર 15 લોકોએ હુમલો કર્યો હતો, હુમલામાં નાનીબેન પરમારનું મોત નીપજ્યું હતું, સગીરાને ભગાડી જવા મુદ્દે દાઝ રાખી હુમલો કર્યો હતો.
Jan 18, 2026 02:49 pm
બિહાર અને મહારાષ્ટ્રમાં 11 ગુનાઓને આપ્યો હતો અંજામ, ગોપાલ શેખાવત, મોહમ્મદ જિઆઉદ્દીનની કરી ધરપકડ, આરોપીઓ વિરુદ્ધ આખા દેશમાં કુલ-54 ગુનાઓ, 800 કરોડથી વધુનું કૌભાંડનો ગુનો પણ નોંધાઈ ચૂક્યા છે.
Jan 18, 2026 02:42 pm
06 - World News: Erfan Soltaniની ફાંસી અંગે અમેરિકાનો હસ્તક્ષેપ, જાણો Donald Trumpએ શું કહ્યુ?
07 - Jammu Kashmir News: સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે અથડામણ, જમ્મુ-કાશ્મીરના જંગલોમાં ફાયરિંગ યથાવત્
08 - Vijay Hazare Trophy Final : સૌરાષ્ટ્રની ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો
09 - World News: કોણ છે નાઝનીન બરાદરન?, જેણે ઇરાનમાં અલી ખામેનેઇ સરકારના પાયા હચમચાવ્યા
10 - Bangladeshની આવામી લીગના નેતાઓની Delhiમાં પ્રેસ કોન્ફરન્સ, જાણો શું કરાયો દાવો?
Jan 18, 2026 02:30 pm
પત્રમાં ઇમરાન ખેડાવાલાએ લગાવ્યા ગંભીર આક્ષેપ, BLA 2એ 21 હજાર લોકોના નામ કમી કરવા ફોર્મ આપ્યા, એક વ્યક્તિ એક સમયે 10 ફોર્મ જ આપી શકે છે:ખેડાવાલા, ‘ગઈકાલે રાત્રે અમને જાણ થઈ છે 21 હજાર ફોર્મ આપ્યા છે’, ‘દરિયાપુરમાં 29 હજાર લઘુમતી લોકોને ફોર્મ આપી દેવાયા’ ‘મારા વિસ્તારમાં ચોક્કસ સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યા’ મને ચોક્કસ લાગે છે કે વોટ ચોરી થાય છે: ખેડાવાલા, ‘લોકોના મતદાનનો અધિકાર છીનવવા પ્રયાસ થયો છે’
Jan 18, 2026 02:12 pm
MPના કોંગ્રેસી MLA ફુલસિંગ બારીયાને સાંસદનો જવાબ, મહિલાઓ માટે આપેલા નિવેદનને ધવલ પટેલે વખોડ્યું, કોંગ્રેસે કોઈ એક્સન લીધા નથી: ધવલ પટેલ, આદિવાસી સમાજે સમજી જવું જોઈએ: ધવલ પટેલ, ‘આદિવાસી સમાજનું આરક્ષણ કોણ લેવા માગે છે’, વિકાસ કોણ કરવા માંગે છે સાથે કોણ ઉભું છે: ધવલ પટેલ, ‘માનસિકતા બતાવે છે કે તેઓની વિચારધારા કેટલી ખરાબ’.
Jan 18, 2026 01:50 pm
નડિયાદમાં સત્સંગ પાર્ટી પ્લોટ ખાતે દિવ્યાંગોને "પ્રોસ્થેટીક લિંબ્સ" સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો અને રાજ્યના મહેસુલ મંત્રી અને નડિયાદના ધારાસભ્યની હાજરીમાં સાંસદ દેવુસિંહે કહ્યું કે, સ્વાથ્યની ચિંતા સુખદેવ સ્વામી કરે છે. અમારે તો તલાટી, TDO, DDO, કલેક્ટર, ધારાસભ્ય, પછી સાંસદ સભ્ય પછી આવા કાર્યક્રમ થાય, જ્યારે સ્વામીએ એકલા હાથે કર્યું. સરકારનો ભાવ હોતો નથી અને એક આખી ચેનલ મારફતે કામ કરવા જઈએ ત્યારેય આવું કામ નથી થતું.
Jan 18, 2026 01:49 pm
સ્વામિનારાયણના સંતો અને નગરજનોની હાજરીમાં સાંસદે કહ્યું કે, દિવ્યાંગોની સેવાનું કામ સરકારનું છે જો આવું કામ સરકાર કરવા જાય તો પાંચ વર્ષ નીકળી જાય અને ગુજરાત સરકાર અને અમે નબળા છીએ સરકારના પેરેલલ કામ સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા કરવામાં આવે છે અને જે કામ સરકારે અને અમારે કરવું જોઈએ તેં સંતો કરે છે તે જ બતાવે છે કે અમે કેટલા નબળા છીએ.
Jan 18, 2026 01:48 pm
ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જાહેર સ્ટેજ પરથી કહ્યું, ગુજરાત સરકાર અને અમે નબળા છીએ કેમકે, દિવ્યાંગ સેવાનું કામ કરતા 5 વર્ષ નીકળી જાય. સાંસદે કહ્યું કે, જે કામ સરકારે કરવું જોઈએ એ કામ અહીં સંતો કરે છે, અને અમારે કોઈ કામ કરાવવું હોય તો TDO, DDO, કલેક્ટર, ધારાસભ્યનો સાથ લેવો પડે છે, સરકારે કરવાનું કામ સ્વામીએ એકલા હાથે કર્યુ છે, સાસંદના આ નિવેદનથી ખેડામાં ખળભળાટ મચ્યો છે.
Jan 18, 2026 01:33 pm
ચિલોડા પાસે ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત, એક્ટિવા પર સવાર મહિલાનું ઘટનાસ્થળે મોત, પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.
Jan 18, 2026 01:20 pm
એસ્ટ્રોન ચોકમાં અલગ અલગ મોબાઈલની પેઢીમાં રેડ, ઉમિયા, મેહુલ ટેલિકોમ સહિત પેઢીમાં GSTના દરોડા, GSTની કાર્યવાહીથી મોબાઇલ પેઢીના માલિકોમાં ફફડાટ, બિલિંગ વગર મોબાઈલ વેચતા હોવાની બાતમી મળી હતી, GST વિભાગ દ્વારા હાર્ડડિસ્ક સહિતનું સાહિત્ય કબ્જે.
Jan 18, 2026 01:08 pm
3 દિવસ સુધી રાજયમાં બેવડી ઋતુની અસર રહેશે, પવનની દિશા બદલાતા ઠંડીથી આંશિક રાહત મળશે, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રહેશે બેવડી ઋતુની અસર, મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની નીચું રહેશે, ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની નીચું રહેશે.
Jan 18, 2026 12:58 pm
સ્વામી અવિમુક્તેશ્વરાનંદને સંગમમાં પ્રવેશતા અટકાવ્યા, શોભાયાત્રા કાઢવાની વાતને લઈ રથને સંગમ પહેલા રોક્યો, શંકરાચાર્યના સમર્થકો અને પોલીસ વચ્ચે ઉગ્ર દલીલ થઈ, પોલીસ, વહીવટીતંત્રે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને રોક્યા, કેટલાક સાધુઓની અટકાયત, હાલ તણાવપૂર્ણ સ્થિતિ.
Jan 18, 2026 12:55 pm
લોદરિયાલ ગામે બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, સાણંદ - બાવળા રોડ પર યોજાશે બુથ કાર્યકર્તા સંમેલન યોજાઈ શકે છે, અગાઉ નરોડા - નિકોલમાં યોજાવાનું હતું સંમેલન અને અચાનક જ બુથ કાર્યકર્તા સંમેલનનું સ્થળ બદલાયું છે અને સંમેલનમાં AAP સંયોજક કેજરીવાલ રહેશે હાજર, ગોપાલ ઈટાલિયાનું કહેવું છે કે, 25 દિવસ પહેલા કાર્યક્રમની રૂપરેખા તૈયાર હતી.
Jan 18, 2026 12:55 pm
અમદાવાદમાં AAPના સંમેલન પહેલાં મોટો વિવાદ થયો છે અને કાર્યક્રમ સ્થળે "રાજકીય પ્રોગ્રામ નથી" તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે, ‘રાજકીય પ્રોગ્રામ નથી' પોસ્ટર કોણે લગાવ્યા તે સવાલ છે. કાર્યક્રમ સ્થળ પર કોઈ ન આવે તે માટે લગાવાયા બોર્ડ અને કાર્યક્રમ સ્થળ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે, AAP કાર્યક્રમના બેનર પણ હટાવતા વિવાદ વકર્યો છે અને AAPના સંયોજક કેજરીવાલ અમદાવાદની મુલાકાતે છે, AAP પાર્ટીના બુથ કાર્યકરોનું સંમેલન નિકોલમાં યોજાશે.
Jan 18, 2026 12:43 pm
વાત કરવામાં આવે તો મૃતક મહિલા ડોગને રમાડી રહ્યાં હતા તે દરમિયાન તેમને હડકવાની અસર થઈ હતી અને તેમને સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને 10 થી 15 દિવસની સારવાર લીધા બાદ તેમનું મોત થયું છે, આશરે 50 વર્ષીય મહિલા છેલ્લા પંદર દિવસથી રેબીઝની બીમારીમાં સપડાયા હતા. આ બનાવમાં શોકિંગ વાત એ છે કે, ચાર મહિના પહેલા મહિલા જ્યારે બીગલ ડોગને રમાડી રહ્યા હતા ત્યારે ચેપ લાગ્યો હતો.
Jan 18, 2026 12:39 pm
ગાંધીનગરમાં પૂર્વ IAS સુબ્બારાવની પુત્રીનું હડકવાના કારણે મોત થયું છે અને પેટ ડોગે બચકુ ભરતા રેબિસની અસર થઇ હતી અને રેબિસના કારણે શિક્ષિકાનું મોત નીપજ્યું છે. પેટ ડોગને રમાડતા સમયે સંક્રમણ થયું હતું તેવી વાત સામે આવી છે. ગાંધીનગરમાં રહેતા અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિવૃત આઈએએસ અધિકારીના પરણિત પુત્રીને શ્વાન કરડયા બાદ હડકવાથી મોત થયું હોવાની વાત સામે આવી છે, મૃતક મહિલા ગાંધીનગરમાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતા અને તેમના પિતા વર્ષ 2001માં નિવૃત થયા હતા, મૃતકનું સારવાર દરમિયાન મોત થયું છે.
Jan 18, 2026 12:12 pm
ધીરજ પાન પાર્લરમાં ઉધાર આપવાની ના પાડતા તોડફોડ, ઉધાર આપવાની ના પાડતા બે લોકોએ તોડફોડ કરી, પાનપાર્લરમાં તોડફોડ કરી બે લોકોએ હુમલો કર્યો, હુમલામાં પાન પાર્લરના માલિક-દીકરાને ઇજા, તોડફોડ-હુમલાની ઘટના CCTVમાં કેદ, સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
Jan 18, 2026 12:03 pm
બોટાદમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે કોમર્શીયલ સેન્ટરો, હોટલ–ગેસ્ટહાઉસ વગેરે જેવા સ્થળોએ CCTV કેમેરા મુકવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.માનવ જીંદગીની ખુંવારી ન થાય અને લોકોની માલ મિલકતને નુકસાન ન થાય તે માટે તકેદારીના પગલાંરૂપે તમામ બેંકીંગ સંસ્થાઓ, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાત વેચનાર તથા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ, થિયેટર, શોપીંગ સેન્ટરો, કોમર્શીયલ સેન્ટરો, હોટલ/ગેસ્ટ હાઉસ/લોજીંગ –બોર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, બહુમાળી બિલ્ડીંગો તેમજ જ્યાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જતા હોય તેવા સ્કુલ/કોલેજો અને ટ્યુશન ક્લાસિસો, મોટા ધાર્મિક સ્થળો વગેરે જગ્યાઓ ઉપર પુરતા પ્રમાણમાં CCTV કેમેરા લગાડવા તથા લોકોનું ચેકિંગ કરવાની જરૂરીયાત જણાતાં બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે પોતાને મળેલી સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.
Jan 18, 2026 11:56 am
વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બોટાદ ARTO કચેરી દ્વારા આજે વિશેષ માર્ગ સમીક્ષા હાથ ધરવામાં આવી. આ સમીક્ષા દરમિયાન શહેરનાં મહત્વનાં શૈક્ષણિક વિસ્તારો, ખાસ કરીને સેંટ ઝેવિયર્સ સ્કૂલ અને મોડલ સ્કૂલ નજીકના માર્ગોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. માર્ગ સમીક્ષા દરમિયાન શાળા આવતાં-જતાં વિદ્યાર્થીઓને વાહનવ્યવહારથી કોઈ જોખમ ન સર્જાય તે હેતુથી વિવિધ ટ્રાફિક સલામતી પગલાં અમલમાં મૂકવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. જેમાં મુખ્યત્વે વાહનોની ગતિ નિયંત્રણ, ઝેબ્રા ક્રોસિંગની વ્યવસ્થા, માર્ગ ચિહ્નો (ટ્રાફિક સાઇન બોર્ડ) સ્થાપિત કરવા તથા અન્ય જરૂરી સુરક્ષા ઉપાયો પર ભાર મૂકવામાં આવ્યો હતો.
Jan 18, 2026 11:55 am
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ–૨૦૨૬ના ઉપક્રમે બોટાદ ખાતે ARTO કચેરી દ્વારા વાહનોમાં રેડિયમ લગાવવાની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી. આ કામગીરીનો મુખ્ય હેતુ રાત્રિ દરમિયાન વાહનો વધુ સ્પષ્ટ રીતે દેખાય અને માર્ગ અકસ્માતોની શક્યતા ઘટાડવાનો હતો. આ અભિયાન અંતર્ગત વિવિધ પ્રકારનાં વાહનોમાં રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી, જેથી અંધકારમાં પણ વાહનો દૂરથી જ નજરે પડે અને અન્ય વાહનચાલકો સમયસર સાવચેત બની શકે. ખાસ કરીને રાત્રિ દરમિયાન થનારા અકસ્માતોને અટકાવવા માટે આ પગલું અસરકારક સાબિત થાય તે દિશામાં પ્રયાસ કરવામાં આવ્યો.
Jan 18, 2026 11:40 am
SG હાઈવે પર એસટી બસ, 2 કાર વચ્ચે અકસ્માત, ભાજપના પૂર્વ મહામંત્રીના પુત્રએ સર્જ્યો અકસ્માત, કારચાલક મૃતક ભાજપના પૂર્વ મહામંત્રીનો પુત્ર છે અને અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા, ફોર્ચ્યુનર કારમાં સવાર યુવતીને ગંભીર ઈજાઓ છે, ઈજાગ્રસ્ત યુવતીને સોલા સિવિલ ખસેડાઈ, અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
Jan 18, 2026 11:38 am
04 - Weather News : ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો, પવનની ગતિમાં વધારો થતા ઠંડીનું પ્રમાણ વધ્યું
07 - Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવ આજે પણ સ્થિર, જાણો તમારા શહેરનો લેટેસ્ટ ભાવ
08 - Vijay Hazare Trophy Final : આજે સૌરાષ્ટ્ર અને વિદર્ભ વચ્ચે ફાઇનલ મેચ,જાણો કોણ બનશે ચેમ્પિયન
10 - IND vs NZ 3rd ODI: RO-KO ઈન્દોરમાં રમશે સિરીઝની છેલ્લી મેચ! છ મહિના સુધી ભારત માટે નહીં રમે!
Jan 18, 2026 11:20 am
•ટ્રેન સંખ્યા 19406/19405 ગાંધીધામ–પાલનપુર–ગાંધીધામ એક્સપ્રેસ સંપૂર્ણ રીતે રદ રહી.
•ટ્રેન સંખ્યા 12959 બાંદ્રા ટર્મિનસ–ભુજ એક્સપ્રેસને ભિલડી–મહેસાણા–વિરમગામ–સામાખ્યાલી ના પરિવર્તિત માર્ગ પર ચલાવવામાં આવી.
•ટ્રેન સંખ્યા 20984 દિલ્હી સરાય રોહિલ્લા–ભુજ એક્સપ્રેસને ભિલડી–મહેસાણા–વિરમગામ–સામાખ્યાલી ના પરિવર્તિત માર્ગ પર ચલાવવામાં આવી.
•ટ્રેન સંખ્યા 22483 ભગત કી કોઠી–ગાંધીધામ એક્સપ્રેસને ભિલડી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી.
Jan 18, 2026 11:20 am
અમદાવાદ મંડળના પાલનપુર–સામાખ્યાલી ખંડમાં કિડીયાનગર સ્ટેશન (સામાખ્યાલીથી ચોથું સ્ટેશન) પર તારીખ 18.01.2026ના રોજ સવારે 02:25 વાગ્યે ડાઉન લાઇનમાં જતી માલગાડી સંખ્યા STPP/MDCC (લોકો સંખ્યા 49384)ના બે વેગન પાટા પરથી ઉતરી જવાથી અપ અને ડાઉન બંને લાઇન પર રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
Jan 18, 2026 11:20 am
માલગાડીના બે વેગન પાટા પરથી ઉતર્યા છે અને ટ્રેન અકસ્માતના પગલે પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે, ટ્રેન વ્યવહાર શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી અને અકસ્માતને પગલે ગાંધીધામ–પાલનપુર ટ્રેન સંપૂર્ણ રદ કરાઈ છે ટ્રેન નંબર ૧૨૯૫૯ બાંદ્રા ટર્મિનસ ભીલડી–મહેસાણા–વિરમગામ–સામખિયાળી થઈને ડાયવર્ટ કરવામાં આવી અને ટ્રેન નંબર ૨૦૯૮૪ દિલ્હી સરાઈ રોહિલ્લા ભીલડી–મહેસાણા–વિરમગામ–સામાંખિયાળી થઈને ડાયવર્ટ કરવામાં આવી છે અને ટ્રેન નંબર ૨૨૪૮૩ ભગત કી કોઠી ભીલડી સ્ટેશન સુધી જ દોડાવવામાં આવશે.
Jan 18, 2026 11:19 am
કચ્છના રાપરમાં માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી અને કીડીયાનગર પાસે માલગાડી પાટા પરથી ઉતરતા રેલવેનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો, પ્રાપ્ત માહિતી અનુસાર માલગાડીના બે વેગન પાટા પરથી ઉતર્યા હતા અને ક્રેઈનની મદદથી તેને સાઈડમાં ખસેડવામાં આવ્યા છે. ટ્રેનના વેગન નીચે ઉતરવાથી પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહારને અસર થઈ હતી અને ટ્રેન વ્યવહાર શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને અકસ્માતને પગલે ગાંધીધામ–પાલનપુર ટ્રેન સંપૂર્ણ રદ કરવામાં આવી છે અને અકસ્માને પગલે અન્ય ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ રાહત ટ્રેન સ્થળ પર રવાના કરવામાં આવી હતી અને મંડળ રેલ પ્રબંધક પોતાના વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચ્યા હતા.
Jan 18, 2026 11:04 am
એજન્સીઓએ મોટા ગોટાળા કર્યાની ITને આશંકા, કતપુર ટોલ પ્લાઝાની ઓફિસ સહિત સંલગ્ન સ્થળોએ સર્ચ, સંચાલકોના મોટા ગોટાળા બહાર આવે તેવી સંભાવના, આર્થિક વ્યવહારોમાં ગરબડ કરતા હોવાની આશંકાઓ.
Jan 18, 2026 10:54 am
માનતા પૂરી કરવા માટે ઘરમાં પશુની બલિ અપાઇ, જીવદયા પ્રેમીએ બાપુનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી, પોલીસે પશુ માલિકની ધરપકડ કરી તપાસ હાથ ધરી.
Jan 18, 2026 10:41 am
ઉપસ્થિત મહાનુભાવો, એસ.ટી. નિગમના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં વિધિવત પૂજન સાથે વર્કશોપના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ નવું વર્કશોપ કાર્યરત થવાથી અમદાવાદ શહેર અને આસપાસના રૂટ પર દોડતી એસ.ટી. બસોની સેવા વધુ સુદ્રઢ બનશે. આ ખાતમુહૂર્ત સમારોહમાં અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ, એસ.ટી. વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Jan 18, 2026 10:41 am
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અમદાવાદના ચંડોળા મુકામે નવનિર્મિત થનાર એસ.ટી. ડેપો વર્કશોપનો ખાતમુહૂર્ત સમારોહ રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રીદર્શનાબહેન વાઘેલા અને સાંસદ દિનેશભાઈ મકવાણાની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે સંબોધન કરતા મંત્રી દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના નેતૃત્વમાં એસ.ટી. નિગમ હાલ ખૂબ જ પ્રસંશનીય કામગીરી કરી રહ્યું છે. નાગરિકોની સુવિધા માટે નિગમ દ્વારા અત્યાધુનિક વોલ્વો જેવી બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ બસોના સુચારુ સંચાલન માટે શ્રેષ્ઠ સર્વિસિંગ અને જાળવણી પણ તેટલી જ અનિવાર્ય છે. મુસાફરોની સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે તે હેતુથી ચંડોળા ખાતે આ આધુનિક વર્કશોપનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેથી બસોનું સમયસર અને ગુણવત્તાયુક્ત મેન્ટેનન્સ થઈ શકે.
Jan 18, 2026 10:40 am
ગાગોદરમાં મકાનમાંથી 2.61 લાખનો દારુ ઝડપાયો, મકાનમાં પલંગ નીચે ભૂગર્ભ ટાંકામાં દારુ છુપાવ્યો હતો, આરોપીએ પલંગ નીચે ભોંયરુ બનાવી દારૂ છુપાવ્યો, પોલીસે પલંગનું પાટિયું હટાવતા ગુપ્ત ભોંયરૂ મળ્યું, બુટલેગર વાસુદેવસિંહના મકાનમાંથી દારૂનો જથ્થો મળ્યો, ફરાર ત્રણ આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી.
Jan 18, 2026 10:26 am
ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું હતું કે સુધારેલ સમયપત્રકની વિગત સંબંધિત સ્ટેશનો પર પ્રદર્શિત કરવામાં આવી રહી છે તેમજ રેલવેના અધિકૃત માધ્યમો દ્વારા વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે, જેથી યાત્રીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય. યાત્રીઓને વિનંતી છે કે મુસાફરી પૂર્વે નવીનતમ સમયપત્રકની માહિતી અવશ્ય મેળવી લે.
Jan 18, 2026 10:26 am
01-ટ્રેન નંબર 52946 જૂનાગઢ–વેરાવળ મીટર ગેજ ટ્રેન તારીખ 19.01.2026થી જૂનાગઢ સ્ટેશન પરથી 06.15 કલાકે પ્રસ્થાન કરશે અને વેરાવળ સ્ટેશન પર 10.25 કલાકે પહોંચશે.
02-ટ્રેન નંબર 52955 વેરાવળ–જૂનાગઢ મીટર ગેજ ટ્રેન તારીખ 19.01.2026થી વેરાવળ સ્ટેશન પરથી 06.15 કલાકે પ્રસ્થાન કરશે અને જૂનાગઢ સ્ટેશન પર 10.25 કલાકે પહોંચશે.
03-ટ્રેન નંબર 52933 વેરાવળ–જૂનાગઢ મીટર ગેજ ટ્રેન તારીખ 19.01.2026થી વેરાવળ સ્ટેશન પરથી 14.45 કલાકે પ્રસ્થાન કરશે અને જૂનાગઢ સ્ટેશન પર 18.55 કલાકે પહોંચશે.
04-ટ્રેન નંબર 52956 જૂનાગઢ–વેરાવળ મીટર ગેજ ટ્રેન તારીખ 20.01.2026થી જૂનાગઢ સ્ટેશન પરથી 08.00 કલાકે પ્રસ્થાન કરશે અને વેરાવળ સ્ટેશન પર 12.10 કલાકે પહોંચશે.
Jan 18, 2026 10:25 am
યાત્રીઓને જાણ કરવામાં આવે છે કે યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળના મીટર ગેજ (MG) સેક્શનની કેટલીક ટ્રેન સેવાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર તારીખ 19 જાન્યુઆરી, 2026થી અમલમાં આવશે. યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને વેરાવળથી દેલવાડા મુસાફરી કરનાર યાત્રીઓ માટે ટ્રેન નંબર 52949/52950 (વેરાવળ–દેલવાડા–વેરાવળ)ના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેન પોતાના નિર્ધારિત સમય અનુસાર જ ચાલતી રહેશે.
Jan 18, 2026 10:07 am
તો મૃતકની કારની નંબર પ્લેટ જીજે 18 છે એટલે કે તે ગાંધીનગર જિલ્લાનો રહેવાસી હોઈ શકે છે અને આ ઘટનામાં મૃતકના મૃતદહેને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, અમદાવાદના એસજી હાઈવે પર જે નવા બ્રિજ બન્યા છે તેની પર વારંવાર અકસ્માત થતા હોય છે અને ઘણા લોકોના મોત પણ થયા છે, ક્રેઈનની મદદથી એસટી બસ અને કારને ખસેડવામાં આવી છે, આ ઘટનામાં એક વ્યકિતની હાલત ગંભીર છે.
Jan 18, 2026 10:07 am
આસપાસના લોકોનું કહેવું છે કે, એસટી બસ ડિવાઈડર કૂદીને ફોર્ચ્યુનર કારને અથડાઈ હતી અને પાછળ આવેલી એક કાર પણ તેની સાથે અથડાઈ હતી, તો ઘટનાની જાણ થતાની સાથે ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે, તો એસટી બસના ડ્રાઈવરની પણ અટકાયત કરવામાં આવી છે, સાથે સાથે આસપાસના લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે, રાજકોટથી એસટી બસ હિંમતનગર તરફ જઈ રહી હતી.
Jan 18, 2026 10:07 am
અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે અકસ્માત સર્જાયો છે અને એસટી બસ અને બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં એકનું મોત થયું છે, તો કારમાં સવાર યુવતીને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે ખસેડાઈ છે. અમદાવાદના એસજી હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં ફોર્ચ્યુનર કારચાલકનું મોત થયું છે અને SG હાઈવે પર એસટી બસ, 2 કાર વચ્ચે અકસ્માત થયો છે જેમાં ડિવાઇડર કૂદીને એસટી બસ કાર સાથે અથડાઈ હતી જેમાં બે કારને મોટું નુકસાન થયું છે અને ફોર્ચ્યુનર કારના ચાલકનું મોત થયું છે, ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે.
Jan 18, 2026 09:50 am
સુરતમાં સરેરાશ AQI 279ને પાર પહોંચ્યો, ખટોદરામાં 250 AQI, અલથાણમાં 200 AQI, વેસુ વીઆઇપીમાં 209, પાંડેસરામાં 205 AQI, સચિનમાં 199 AQI, કતારગામ 220 AQI.
Jan 18, 2026 09:38 am
તેમાં સીટી સર્વેના ૭૫૩ સર્વે નંબર અને ૩૮ રેવન્યુ સર્વે નંબરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સર્વે નંબરમાં લાગુ કરવામાં આવેલ અશાંતધારાના કારણે જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજુરી વગર મિલક્તનું ખરીદ-વેંચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અચાનક અશાંતધારાની અમલવારીના કારણે રાજકોટના સેંકડો મિલ્કતધારકોના સોદાઓ રદ કરવા પડયા હતા. હવે પાંચ વર્ષની મુદ્દત પુરી થતા ૨૮ સોસાયટીઓમાં ફરીથી મુદત વધારવાની દરખાસ્ત જિલ્લા કલેક્ટર દ્વારા ગૃહ વિભાગને કરવામાં આવી છે. આગામી ૧૩ જાન્યુઆરીના બુધવારે મુદ્દત પુરી થાય તે પહેલા ગૃહ વિભાગ દ્વારા બે વર્ષ માટે મુદ્દત વધારવામાં આવે તેવા નિર્દેશ મળી રહ્યા હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું છે.
Jan 18, 2026 09:37 am
રાજકોટમાં વર્ષ ૨૦૨૧માં મહાપાલિકાની ચૂંટણી દરમિયાન જ અશાંતધારો લાગુ કરવામાં આવ્યો હતો. હિન્દુ બહુમતિવાળા વિસ્તારમાં અચાનક લઘુમતિ સમાજ દ્વારા મોટા પાયે મિલક્તનું ખરીદ-વેંચાણ કરવામાં આવ્યું હોવાના સરકારી તંત્રના અહેવાલ બાદ મકરસંક્રાતિની પૂર્વ સંધ્યાએ ગુજરાત સરકાર દ્વારા એક સાથે ૨૮ સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો હતો. સરકારી સુત્રોએ જણાવ્યું હતું કે, જે ૨૮ સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે.
Jan 18, 2026 09:37 am
રાજકોટમાં અશાંતધારાની મુદ્દત લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, અશાંતધારાની મુદ્દત 13 જાન્યુઆરી 2026ના રોજ પૂર્ણ થઈ હતી અને 28 સોસાયટીને લઈ સરકારને દરખાસ્ત કરાઈ હતી અને પશ્ચિમ વિસ્તારામાં અશાંતધારાની મુદ્દત લંબાવાઈ છે. રાજકોટ શહેરના ઈતિહાસમાં સૌ પ્રથમ વોર્ડ નં.૪ની એક ડઝન સોસાયટી અને વોર્ડ નં.રની ૧૬ સોસાયટી સહિત કુલ ૨૮ સોસાયટીમાં ૧૩ જાન્યુઆરી-૨૦૨૧માં લાગુ કરવામાં આવેલ અશાંતધારાની મુદ્દત આગામી બુધવારે સમાપ્ત થાય છે. પાંચ વર્ષ માટે લાગુ કરવામાં આવેલ અશાંતધારાને લંબાવવા જિલ્લા કલેક્ટર દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે જેને ગૃહ વિભાગ દ્વારા બે વર્ષ માટે લંબાવવામાં આવે તેવા નિર્દેશ મળી રહ્યા છે.
Jan 18, 2026 09:28 am
જાહેરમાં બાળકીનું અપહરણ કોઈ મદદે ન આવ્યું, બાળકોને ભોળવીને લઈ ગયા, લોકો મૂક પ્રેક્ષક, લોકોમાં જાગૃતિ લાવવા માટે એક વિશેષ પ્રયોગ, એક શોર્ટ ફિલ્મ દ્વારા પોલીસનો જાગૃતિ માટે પ્રયાસ.
Jan 18, 2026 09:17 am
રજાના દિવસોની હાજરી ગણી પગાર ચુકવાયો, RTIમાં માગેલી માહિતીમાં વિગતો ઉજાગર થઈ, 7 કર્મચારીઓને 365 પૈકી 362 દિવસનો પગાર ચુકવાયો, ચીફ ઓફીસરે ગેરરીતિ કર્યાનો અરજદારનો આક્ષેપ, 7 કર્મચારીઓને 362 દિવસની હાજરી ગણી પગાર ચૂકવાયો, પાલિકાના 190 કર્મચારીઓની માહિતી માંગવામા આવી, ચીફ ઓફીસરે માત્ર 7 કર્મચારીઓની જ માહિતી આપી, ચીફ ઓફીસરને ફરજ મુક્ત કરી કાયદેસર કાર્યવાહી કરવા માંગ, COની પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરવામાં આવી.
Jan 18, 2026 09:05 am
સુરતમાં રમતા રમતા બાળકી સિક્કો ગળી ગઈ, લીંબાયતમાં બાળકીના ગાળામાં સિક્કો ફસાયો, 5 વર્ષની બાળકીના ગાળામાં સિક્કો ફસાયો, બાળકીને સારવાર માટે નવી સિવિલ ખસેડાઈ.
Jan 18, 2026 08:43 am
સરકારના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા સરકારી અધિકારી/કર્મચારીઓ દવારા કાયદેસરના મહેનતાણા સિવાય જાહેર જનતા પાસે જો કોઇ ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવે તો તેવા સરકારી અધિકારી/ કર્મચારીઓ અંગેની જાણ એ.સી.બી. ટોલ ફ્રી નંબર ૧૦૬૪, ફોન નંબર ૦૭૯-૨૨૮૬૯૨૨૮, ફેક્સ નંબર ૦૭૯-૨૨૮૬૬૭૭૨, ઇ-મેઇલ [email protected], મોબાઇલ નંબર ૯૦૯૯૯ ૧૧૦૫૫ ઉપર કરવા જાગૃત જનતાને આહવાન કરવામાં આવે છે.
Jan 18, 2026 08:43 am
જે તેઓની કાયદેસરની આવકની સરખામણીમાં +૭૪.૯૯ % જેટલી વધુની અપ્રમાણસર મિલકત વસાવેલ હોવાનું તપાસ દરમ્યાન જણાય આવેલ છે. આરોપી સ્નેહલકુમાર જશવંતલાલ શાહ, નાયબ કાર્યપાલક ઈજનેર, પાનમ સિંચાઈ પેટા વિભાગ નં.૩ ગોધરા વર્ગ-૨ નાઓ વિરૂધ્ધ સરકાર તરફે ફરીયાદ આપતા પંચમહાલ એ.સી.બી.પો.સ્ટે.ગોધરા ગુ.ર.નં.૦૨/૨૦૨૬ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૧૩(૧)(ઇ) તથા ૧૩(૨) સાથે વાચતા સુધારા અધિનિયમ ૨૦૧૮ ની કલમ ૧૩(૧)(બી) તથા ૧૩(૨)મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.
Jan 18, 2026 08:42 am
આરોપી સ્નેહલકુમાર જશવંતલાલ શાહ, નાયબ કાર્યપાલક ઈજનેર, પાનમ સિંચાઈ પેટા વિભાગ નં.3 ગોધરા વર્ગ-2 નાઓએ પોતાની ફરજ કાર્યકાળ દરમ્યાન તા.૦૧/૦૪/૨૦૦૪ થી તા.૩૧/૦૩/૨૦૧૫ સુધી પોતાની કાયદેસરની કુલ આવકની સામે રૂ.૩૩,૭૩,૩૦૧/-(અંકે તેત્રીસ લાખ તોત્તેર હજાર ત્રણસો એક રૂપીયા) ની અપ્રમાણસર મિલકત તેઓએ આર્થિક ફાયદા માટે પોતાની ફરજ કાર્યકાળ દરમ્યાન ગેરકાયદેસર ઇરાદાપુર્વક તેમજ વિવિધ પ્રકારની રીતરસમો અપનાવી, સમૃધ્ધ બની, ગુનાહીત ગેરવર્તણુંક આચરી, અપ્રમાણસર મિલકતનો ગુનો આચરેલ હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન જણાય આવેલ.
Jan 18, 2026 08:42 am
પંચમહાલમાં અપ્રમાણસર મિલકતને લઈ એસીબીની કાર્યવાહી સામે આવી છે જેમાં નાયબ કાર્યપાલ ઈનજરે સ્નેહલ શાહ સામે ફરિયાદ નોંધવામાં આવી છે, પાનમ સિંચાઈ પેટા વિભાગમાં નાયબ કાર્યપાલ ઈજનેર અને 74.99 ટકા અપ્રમાણસર મિલકત મળતા ફરિયાદ નોંધાઈ છે. આરોપી સ્નેહલકુમાર જશવંતલાલ શાહ, નાયબ કાર્યપાલક ઈજનેર, પાનમ સિંચાઈ પેટા વિભાગ નં.3 ગોધરા વર્ગ-2 વિરૂધ્ધ રૂ.33,73,301/- (74.99 %)ની અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો દાખલ કરતી પંચમહાલ એ.સી.બી. પોલીસ.
Jan 18, 2026 08:31 am
આ બંને શખ્સોએ ફરિયાદી પાસે ₹50,000ની માંગણી કરી હતી, જેનો ઈનકાર કરતા જ તેઓએ લૂંટનું કાવતરું ઘડ્યું હતું, વૃદ્ધ પાસે સોનાના દાગીના હોવાની જાણ હોવાથી, મિલન અને વસીમે અન્ય 5 સાગરીતો સાથે મળી મોડી રાત્રે તાળા તોડી, લાજ-શરમ નેવે મૂકી આ વૃદ્ધને લૂંટી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલા સોનાના તમામ દાગીના જપ્ત કર્યા છે. આ શખ્સો વિરુદ્ધ BNS ની કલમ 309(6), 331(6), 351(3) અને 54 હેઠળ ગુનો નોંધી જેલ હવાલે કરવામાં આવ્યા છે.
Jan 18, 2026 08:30 am
તસ્કરોએ ઘરમાંથી અંદાજે 10 તોલા સોનાના દાગીના કિંમત રૂ. 8.06 લાખ અને મિલકતના અગત્યના દસ્તાવેજો લૂંટી લીધા હતા. લૂંટ ચલાવ્યા બાદ તમામ શખ્સો અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા, આ ફરિયાદ નોંધવામાં આવતાં પોલીસે ચક્રો ગતિમાન કર્યાં અને 7 શખ્સોને ઝડપી લીધા છે, જેમાં મિલન, વસીમ, રાજ, કાનો, અનિલ, કમલેશ અને છગન નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, લૂંટનો મુખ્ય સૂત્રધાર ફરિયાદીનો પરિચિત જ નીકળ્યો છે. સિંચાઈ વિભાગના નિવૃત્ત કર્મચારી સતીષગીરી (રહે. શાંતિનગર, ગડુ)ના ઘરે આરોપી મિલન અને વસીમે અગાઉ પરિચય કેળવ્યો હતો.
Jan 18, 2026 08:30 am
ગડુના ખેરા ગામ રોડ ઉપર આવેલા શાંતિનગર વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝન સતીશગીરી ગોસ્વામી જ્યારે ઘરમાં નિદ્રાધીન હતા, ત્યારે ચાર શખ્સોએ મકાનની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ગ્રીલ તૂટવાનો અવાજ આવતા સતીશગીરી જાગી ગયા હતા, પરંતુ કંઈ પણ પ્રતિકાર કરે તે પહેલા જ ત્રણ તસ્કરોએ તેમને દબોચી લીધા હતા. લૂંટારુઓએ વૃદ્ધને બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપીને સોના-ચાંદીના દાગીના ક્યાં છે તેમ કહી લૂંટ ચલાવી હતી.
Jan 18, 2026 08:30 am
જૂનાગઢના ગડુમાં લૂંટ કરનાર 7આરોપીઓ ઝડપાયા છે, જેમાં સિંચાઈ વિભાગના નિવૃત કર્મચારીને લૂંટયા હોવાની વાત સામે આવી છે અને ગ્રીલ તોડી ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને ગ્રીલ તૂટવાના અવાજથી મકાન માલિક જાગ્યા હતા. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગડુ ગામમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક ઘટના સામે આવી છે. શાંતિનગર વિસ્તારમાં તસ્કરોએ ભારે આતંક મચાવી, એક વૃદ્ધને નિશાન બનાવી લાખોની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતા, જેમાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
Jan 18, 2026 07:57 am
તા.1 જાન્યુઆરીના રોજ આ બાબતે ગુમસુમ રહેલા કરશનભાઈએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીપો હતો, તેના ખિસ્સામાંથી ત્રણ પાનાની એક સ્યુસાઈડ નોટ મળી આવેલી જેમાં તમામના નામ લખ્યા હતા. અને જમીન નામે કરી દેવા દબાદલ કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેના આધારે પોલીસે તપાસ કરીને અંતે કરશનભાઈને મરી જવા મજબુર કર્યાનો ગુનો દાખલ કર્યો છે.
Jan 18, 2026 07:57 am
મૃતકના પુત્રએ જણાવ્યું છે કે, તેમના પિતા કરશનભાઇ અને બે ફઈના નામે વંથલીના ગાદોઈ ગામની સીમમાં સંયુક્ત માલિકીની જમીન આવેલી છે. જે જમીન ૨૦ વર્ષ પહેલા કરશનભાઈએ તેના કાકા દીકરા દુર્લભભાઈને વાવવા માટે આપી હતી. બાદમાં તેનો કબજો લેવા માટે વાત કરતા તેઓએ જમીન આપવાની ના પાડી દીધી હતી, જેથી કરશનભાઇએ વંથલી પોલીસમાં અરજી કરતા તે સમળે જમીન પરત આપી દીધી હતી, અને ફરીથી તેને જ વાવવા માટે આપી હલેથી હતી, પરંતુ આ વખતે દુર્લભભાઈએ આ જમીન તેમના પત્ની મૅશુબેનના નામે કરી દેવા માટે કરશનભાઈ ઉપર અવાર નવાર દબાણ કરતા અને માનસિક ત્રાસ આપતા હતા.
Jan 18, 2026 07:57 am
વંથળીના ગાદોઈ ગામની સીમમાં આવેલ ખેતીની જમીન નામે કરી દેવા કાકાના દીકરા અને એસઆરપી કર્મી સહિતના સાત શખ્સોના માનસિક ત્રાસથી કંટાળીને જૂનાગઢના એક ખેડૂતે 16 દિવસ પહેલા પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધાનું સામે આવતા પોલીસમાં પાંચ શબ્દો સામે મરી જવા મજબુર કયાનો ગુનો નોધાયો છે. જૂનાગઢના ચપુરમ મંગલધામમાં રહેતા અને કડીયાકામ કરતા લીલાભાઈ ઉર્ફે નિલેષભાઈ કરશનભાઈ કટારીયા ઉ.૪૦ એ વંથવી પોલીસમાં જીયુ રાજી કટારીયા, રાજા કાળા કટારીયા, દુર્લભ પીઠા કટારીયા, મહેશ દુર્રમ કટારીયા, મંજુબેન દુર્લબ કટારીયા સામે ફરિયાદ નોંધાવી છે.
Jan 18, 2026 07:57 am
જૂનાગઢના વંથલીમાં જમીન વિવાદમાં વૃદ્ધે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, જમીન પચાવી પાડવાના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો છે અને અઢી વીઘા જમીન માટે કાકાના દીકરાએ ત્રાસ આપ્યો હોવાનો પરિજનોનો આક્ષેપ છે. 20 વર્ષ જૂના જમીન વિવાદે આખરે એકનો જીવ લીધો છે અને ગાદોઈ ગામની જમીન કૌટુંબીએ પડાવી લેવા આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, મૃતકના પુત્રએ 5 શખ્સો વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ અને મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે અને વંથલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
Jan 18, 2026 07:42 am
નગર નિગમ ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો, એકનાથ શિંદેએ BMC કોર્પોરેટરોને હોટલમાં ખસેડયા, ભાજપે કુલ 1414 બેઠકો જીતી, શિંદેની શિવસેના 404 બેઠકો સાથે બીજા ક્રમે, કોંગ્રેસ પક્ષ 318 બેઠક સાથે ત્રીજા ક્રમે, મુંબઈ અને નવી મુંબઈમાં ભાજપનો દબદબો. શિવસેનાના વિભાજન બાદ શિંદે જૂથનો પ્રભાવ.
Jan 18, 2026 07:39 am
ધારાસભ્યએ મુલાકાત દરમિયાન ઓવરબ્રિજના કામમાં વિલંબ થવા પાછળના કારણો જાણવા સંબંધિત વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા હતા. તેમણે કામગીરી ધીમી પડવા પાછળના તકનીકી અને વહીવટી કારણો અંગે ઝીણવટભરી પૂછપરછ કરી હતી. ધારાસભ્યએ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ માર્ગો શહેરની જીવાદોરી સમાન છે અને કામમાં વિલંબને કારણે ટ્રાફિક જામ તેમજ ધૂળની ડમરીઓથી લોકો પરેશાન થઈ રહ્યા છે.
Jan 18, 2026 07:39 am
ધારાસભ્યએ એન્જિનિયરને સ્થળ પર બોલાવ્યો હતો અને કહ્યું કે, 24 વર્ષની રાજનીતિમાં કેટલાય એન્જિનિયર આવીને ગયા તમે કામ નથી કર્યું એટલે મારે આવવું પડ્યું છે, તું ખોટી મારી પાસે દલીલ ના કરતો અને તારી ખોટી દલીલ નહી ચાલે, અને અને હું પાછળ પડીશ ને તો ખોટા બીજા કામે લાગી જઈશ, ખોટી હોશિયારી મારી પાસે કરવામાં તારી બુદ્ધિ વાપરમાં એમ કહી ઉધડો લીધો.
Jan 18, 2026 07:39 am
ગીર સોમનાથના વેરાવળમાં બ્રિજની કામગીરી ગોકળગતિએ ચાલતા MLA મેદાને ઉતર્યા હતા અને ગોકળગતિ કામથી MLA વિમલ ચુડાસમા અકળાયા અને GUDCના એન્જિનિયરનો જાહેરમાં ઉધડો લીધો. વેરાવળમાં બ્રિજની કામગીરી ગોકળગતિએ ચાલતા લોકોમાં અને ધારાસભ્યમાં રોષ જોવા મળ્યો છે, GUDC હસ્તક 2 રેલવે ફાટક પર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે અને દોઢ વર્ષની ટાઈમ લિમિટ વાળા કામ 3.5 વર્ષે પણ અધૂરા રહેતા ધારાસભ્ય અકળાયા હતા, એન્જિનિયર નયન પરમારે દલીલ કરતાં MLA અકળાયા.
Jan 18, 2026 07:28 am
પૂરપાટ ઝડપે રીક્ષાએ રાહદારી મહિલને લીધી અડફેટે, મહિલાને ગંભીર ઇજા થતા સારવાર અર્થે ખસેડાઇ, બેફામ રીક્ષાચાલક અકસ્માત સર્જીને ફરાર થયો, પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.
Jan 18, 2026 07:21 am
ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું.
Jan 18, 2026 07:21 am
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે.
Jan 18, 2026 07:21 am
હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે.
Jan 18, 2026 07:21 am
આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. રાજસ્થાનનું પિલાની દેશનું સૌથી ઠંડુ શહેર રહ્યુંહતું તે દિલ્હીના આયાનગરમાં પારો ૨.૯ ડિગ્રી રેકોર્ડ થયો હતો. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે.
Jan 18, 2026 07:20 am
ઘણા પહાડી વિસ્તારોમાં બરફની ચાદર છવાઇ ગઇ છે તો મેદાન વિસ્તારોમાં ગાત્રો થીજવતી ઠંડીએ લોકોને કંપારી છોડાવી દીધી છે. દેશના ઘણા વિસ્તારોમાં ભીષણ ઠંડીને કારણે પારો શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી ગયો છે અને ઘણા સ્થળોએ ઠંડીએ રેકોર્ડ તોડયો છે. ઉત્તર ભારતમાં આકરી ઠંડી પડી રહી છે. અહીં બે દિવસ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં શીતલહેરની ચેતવણી અપાઈ છે. ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં 14 જાન્યુઆરીએ પણ ભારે ઠંડી પડશે. જોકે, તે બાદ તેમાં રાહત મળશે અને ઠંડીમાં કમી આવશે.
Jan 18, 2026 07:20 am
રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે અને પવનોની દિશાના બદલાતા ઠંડીમાં વધારો થયો હોવાની વાત સામે આવી છે, નલિયા 10.03 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે અને પવનોની દિશા બદલાતા ઠંડી વધી છે. પવનની ગતિમાં વધારો થતા ઠંડીનો અહેસાસ છે, નલિયામાં 10.3 ડિગ્રી, અમરેલીમાં 10.8 ડિગ્રી, કંડલામાં 12 ડિગ્રી, પોરબંદરમાં 12.8.ડિગ્રી, ડીસામાં 12.4 ડિગ્રી, ગાંધીનગરમાં 12.6 ડિગ્રી, અમદાવાદમાં 14.5 ડિગ્રી, દીવમાં 11.8 ડિગ્રી, રાજકોટમાં 13.3 ડિગ્રી, કેશોદમાં 13.9 ડિગ્રી, મુન્દ્રામાં 13.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી ઠંડી નોંધાઈ છે.
Jan 18, 2026 07:02 am
સંગમ તટ પર આસ્થાનું ઘોડાપૂર ઉમટ્યું, 3.5 કરોડ શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા, મૌની અમાસનું પવિત્ર શાહી સ્નાન. ચુસ્ત સુરક્ષા વચ્ચે ભાવિકોએ લગાવી ડૂબકી, વહીવટીતંત્રે ભીડ નિયંત્રણ માટે વ્યવસ્થા કરી, પવિત્ર ત્રિવેણી સંગમ ભક્તિમય માહોલમાં રંગાયું.
Jan 18, 2026 07:01 am
ગ્રીનલેન્ડ મુદ્દે ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી, 27 દેશોના રાજદૂતો ટેરિફ પર તાત્કાલિક ચર્ચા કરશે, અમેરિકાના 10 ટકા ટેરિફ સામે રણનીતિ ઘડાશે, બ્રસેલ્સમાં યુરોપિયન નેતાઓ સંયુક્ત પ્રતિસાદ આપશે, વૈશ્વિક વ્યાપાર યુદ્ધની આશંકાથી ભારે તણાવ સર્જાયો.
Jan 18, 2026 07:01 am
ઇન્ડોનેશિયાના વિમાનનો રડાર સાથે સંપર્ક તૂટ્યો, લાપતા વિમાનમાં કુલ 11 લોકો સવાર હતા, ખરાબ હવામાનના કારણે સંપર્ક તૂટ્યાની આશંકા, સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન તાત્કાલિક શરૂ.
Jan 18, 2026 07:00 am
ઈરિગેશન વિભાગના નિવૃત્ત કર્મચારીને લૂંટ્યા હતા, ગ્રીલ તોડી ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, ગ્રીલ તૂટવાના અવાજથી મકાન માલિક જાગ્યા હતા, પ્રતિકાર કરે તે પહેલા જ તસ્કરોએ દબોચી લીધા હતા, લૂંટારુઓએ વૃદ્ધને બેફામ માર મારી લૂંટ ચલાવી હતી, આરોપી મિલન, વસીમે અગાઉ પરિચય કેળવ્યો હતો, ફરિયાદી પાસે રૂ. 50000ની માંગણી કરી હતી, પૈસા આપવાનો ઈન્કાર કરતા લૂંટનું કાવતરું ઘડ્યું હતું.
Jan 18, 2026 07:00 am
મનપાએ બાકી વેરો ધરાવતી 7 મિલકત કરી સીલ, લાંબા સમયથી વેરો ન ભરનાર સામે કાર્યવાહી, નોટિસ આપવા છતાં બાકીદારોએ રકમ ન ભરી, વેરો વસૂલવા વિવિધ વિસ્તારોમાં કડક તપાસ.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Dabhoi: ડભોઇ સેવા સદન પાસે જ રોડ પર ખાડાથી હાલાકી

Panchmahal: બોડેલી સેવાસદન ખાતે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું

Dabhoi: ડભોઈના બજારોમાં પ્લાસ્ટિકની તાડપત્રી ખરીદવા ઘરાકી નીકળી

Vadodara: વાઘોડિયાના વિકાસપથ પર તૂટેલી રેલિંગ વાહન ચાલકો માટે જોખમી

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

મને વિદ્યા આપો તો તમારું કામ કરી આપું

મૈસૂરનું દૈવી અને સાંસ્કૃતિક ગૌરવ શ્રી ચામુંડેશ્વરી દેવીનું મંદિર

કર્મના સોફ્ટવેરને સમજવું

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો