આજનું સંદેશમાં મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કોરોના સંક્રમણ ધીમે ધીમે ફેલાઈ રહ્યું છે.ગઇકાલે રાજ્યમાં 24 નવા કેસ આવ્યા છે જેમાં વધારે અમદાવાદના છે. આ સિવાયના અન્ય સમાચારમાં 2023ના આખરી દિવસે રવિવારે રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત ઉત્તર ભારતના સાત રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. તો સાથે જ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ નવા વર્ષના આગમનને લઈને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર પર એક નજર.


વધુ વાંચો: નવા ઉત્સાહ, અરમાનો સાથે 2024નું આગમન

રવિવારે રાત્રે બરાબર 12ના ટકોરે અનેક પડકારો તેમજ સમસ્યાઓના નિવારણ સાથે 2023ના વર્ષે વિદાય લીધી હતી. વિશ્વનાં ટાવરોમાં 12નાં ટકોરે ઘંટારવ થતાની સાથે જ ભારતની ઉત્સાહી પ્રજા દ્વારા નવા વર્ષ 2024નાં આગમનને નવી આશાઓ અને અરમાનો સાથે વધાવવામાં આવ્યું હતું. 

વધુ વાંચો: ગુજરાતમાં વધી રહેલું કોરોના સંક્રમણ, એક જ દિવસમાં 24 પોઝિટિવ કેસ

ગુજરાતમાં કોરોના સંક્રમણ ધીમે ધીમે ફેલાઈ રહ્યું છે, દસેક દિવસ પહેલાં ગુજરાતમાં માંડ 23 કેસ એક્ટિવ હતા, જોકે રવિવારે છેલ્લા 24 કલાકમાં જ ગુજરાતમાં નવા 24 કેસ નોંધાયા છે, આમાં મોટા ભાગના કેસ તો અમદાવાદ શહેરમાં છે. 

વધુ વાંચો: બાંગ્લાદેશ ન્યૂઝીલેન્ડમાં ટી-20 સિરીઝ ન જીતી શક્યું, વર્ષના અંતિમ દિવસે પરાજય મળ્યો

બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ ટી-20 મેચની સિરીઝની અંતિમ મેચ રવિવારે રમાઇ હતી. વર્ષના અંતિમ દિવસે રમાયેલી અને વરસાદથી પ્રભાવિત મેચમાં યજમાન ટીમે જીત મેળવી હતી.

વધુ વાંચો: ભાજપ રામમંદિરના અવસરે અયોધ્યાની મફત યાત્રા કરાવશે; ઘરે ઘરે અક્ષત આપશે

બાવીસ જાન્યુઆરી, 2024એ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. આગામી લોકસભા ચૂંટણી પહેલાં થનારા આ કાર્યક્રમ માટે ભાજપ દ્વારા મોટા પાયે તૈયારીઓ થઈ રહી છે.

વધુ વાંચો: આજે દેશનો ખૂણેખૂણો આત્મવિશ્વાસથી છલકાય છે : PM

કેલેન્ડર વર્ષના છેલ્લા રવિવારે મન કી બાતમાં બોલતાં પીએમએ દેશવાસીઓને 2024ની શુભેચ્છા પાઠવી હતી. વર્ષના આખરી મન કી બાત કાર્યક્રમમાં બોલતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે પોતાના પરિવારના લોકોને મળીને જેવું લાગે તેવું જ મને આપ લોકોને આ રેડિયો કાર્યક્રમ મારફત વાત કરીને લાગે છે. 

વધુ વાંચો: મધ્યપ્રદેશ-રાજસ્થાન સહિત ઉત્તર ભારતનાં સાત રાજ્યોમાં ગાઢ ધુમ્મસ

2023ના આખરી દિવસે રવિવારે રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત ઉત્તર ભારતના સાત રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. આસામના જોરહાટ, પંજાબના પઠાણકોટ-ભટિંડા, જમ્મુ અને આગરામાં ઝીરો વિઝિબિલિટી રેકોર્ડ કરવામાં આવી હતી.

વધુ વાંચો: ભારત આજે XPoSat ઉપગ્રહ લૉન્ચ કરશે, બ્રહ્માંડનાં રહસ્યો ઉકેલાશે

આજે પહેલી જાન્યુઆરીએ એટલે કે વર્ષ 2024ના પહેલા દિવસે જ ઇસરો કમાલ કરવાનું છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચવાથી માંડીને સોલર મિશન લૉન્ચ કરવા સહિતના સફળ મિશનો બાદ ઇસરો આજે PSLV-C58-XPoSat મિશન લૉન્ચ કરવાની તૈયારીમાં છે.

વધુ વાંચો: પંકજ પટેલ : રૂ. 52,400 કરોડનું માર્કેટ કેપ ધરાવતી ફાર્મા કંપનીના બાહોશ

ભારતમાં ઘણા ખ્યાતનામ ઉદ્યોગપતિઓ છે, જેમની ધંધાકીય કુનેહ અને સાહસની ગાથા સેંકડો લોકોને જીવનમાં મોટું જોખમ લેવાની અને પોતાના સપના સાકાર કરવાની પ્રેરણા આપે છે. આજે આપણે આવા જ એક ઉદ્યોગપતિ પંકજ પટેલ વિશે વાત કરીશું, જેઓ અબજોપતિ બિઝનેસમેન છે. 

વધુ વાંચો: ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ : 500 કંપનીના માલિકો-સંચાલકો, કાયમી કર્મીને લાભ થશે

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છુટછાટની અમલવારી માટે નશાબંધી અને આબકારી નિયામકે ગેઝેટ પ્રસિદ્ધ કર્યું છે. ગિફ્ટ સિટીમાં 500 જેટલી કંપનીઓ છે અને 12 હજાર જેટલા કર્મચારી છે. 

વધુ વાંચો: વર્ષ 2024ની પ્રથમ કિરણ સાથે આજે ઝાલાવાડમાં ચાર સ્થળોએ સામૂહિક સૂર્ય નમસ્કાર

સુર્ય નમસ્કારને વિશ્વસ્તરીય બનાવવા માટે આજે તા. 1લી જાન્યુઆરીએ વિશ્વ વિક્રમ અભિયાન અંતર્ગત સામુહીક સુર્ય નમસ્કારના કાર્યક્રમનું આયોજન કરાયુ છે. સોમવારે સવારે 7થી 8-45 કલાક જિલ્લામાં 4 સ્થળે આ કાર્યક્રમ યોજાનાર છે.

  • Follow us on: