
Rajkot : હડમતાળાની ફાર્મા કંપનીમાં EDના ધામા, કરોડોના હવાલા કૌભાંડમાં કનેક્શન ખુલતા તપાસ તેજ

Mar 03, 2025 11:57 am
Mar 02, 2025 11:38 pm
Mar 02, 2025 11:25 pm
Mar 02, 2025 11:17 pm
Mar 02, 2025 10:59 pm
Mar 02, 2025 10:40 pm
Mar 02, 2025 10:25 pm
Mar 02, 2025 09:52 pm
Mar 02, 2025 09:33 pm
Mar 02, 2025 09:16 pm
Mar 02, 2025 09:00 pm
Mar 02, 2025 08:36 pm
Mar 02, 2025 08:20 pm
Mar 02, 2025 07:55 pm
Mar 02, 2025 07:39 pm
Mar 02, 2025 07:25 pm
Mar 02, 2025 07:11 pm
Mar 02, 2025 06:52 pm
Mar 02, 2025 06:42 pm
Mar 02, 2025 06:34 pm
Mar 02, 2025 06:23 pm
Mar 02, 2025 06:13 pm
Mar 02, 2025 06:00 pm
Mar 02, 2025 05:50 pm
Mar 02, 2025 05:42 pm
Mar 02, 2025 05:36 pm
Mar 02, 2025 05:31 pm
Mar 02, 2025 05:25 pm
Mar 02, 2025 05:20 pm
Mar 02, 2025 05:12 pm
Mar 02, 2025 05:09 pm
Mar 02, 2025 05:06 pm
Mar 02, 2025 04:55 pm
Mar 02, 2025 04:44 pm
Mar 02, 2025 04:35 pm
Mar 02, 2025 04:25 pm
Mar 02, 2025 04:24 pm
સંતોએ આપ્યા નવ યુગલને આશીર્વાદ
આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર, સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, હિંમતનગર ધારાસભ્ય વી. ડી ઝાલા, ઇડર ધારાસભ્ય રમણલાલા વોરા, કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલા,બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, સાબરકાંઠા અગ્રણી કનુભાઈ પટેલ, અરવલ્લી અગ્રણી રાજેન્દ્રભાઈ પટેલ, સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, સહિત સંતો, સમાજના આગેવાનો તેમજ નવદંપતીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
Mar 02, 2025 04:18 pm
સાબરકાંઠાના સાંસદ રહ્યાં આયોજક તરીકે
આ કાર્યક્રમના આયોજક એવા સાંસદ શોભાનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, આજે અહીં પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો છે. આ નવયુગલોનું દાંપત્ય જીવન અખંડ રહે તેવી ભગવાનને પ્રાર્થના છે. સમાજમાં અંધશ્રદ્ધાઓનું પ્રમાણ ઘટે અને શિક્ષણ વધે તે માટે પ્રયત્નો કરવા જોઈએ. આજે સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના, બેટી બચાવો, બેટી પઢાવો જેવી અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આ યોજનાઓનો લાભ સમાજના દરેક વ્યક્તિ લઈ આગળ વધે તેવી અપીલ સાંસદશ્રીએ કરી હતી.
Mar 02, 2025 04:18 pm
વૈભવી લગ્નોએ સમાજની આર્થિક વ્યવસ્થામાં પડકારરૂપ છે
જેમાં સામુહિક લગ્ન ઉત્સવ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. સમાજમાં ભેદભાવ ન રહે અને એકતાનો ભાવ જળવાઈ રહે તે માટે સામૂહિક લગ્ન ઉત્સવ ઉત્તમ ઉદાહરણ છે. સરકાર દ્વારા સાત ફેરા સમૂહ લગ્ન યોજના અમલી બનાવાઈ છે જેનો લાભ રાજ્યની અનેક દીકરીઓએ મેળવ્યો છે.આ કાર્યક્રમમા દિવ-દમણ- દાદરાનગર હવેલી અને લક્ષદ્વિપ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે આજનો સાંસદ સમૂહ લગ્નઉત્સવએ સમાજની એકતા, સંવેદનશીલતા તથા સહકારીતાનું ઉત્તમ ઉદાહરણ છે. જે દરેક સમાજ માટે પ્રેરણારૂપ છે. લગ્નજીવનની શરૂઆત કરનારના નવયુગલોને અંતરના આશીર્વાદ આપ્યા હતા.
Mar 02, 2025 04:16 pm
આવા સમૂહ લગ્નોત્સવ પ્રેરણારૂપ છે
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમા સર્વ સમાવેશી વિકાસની નેમ સરકારની રહી છે. સામાન્ય વર્ગના લોકોના મંગલ અવસરને માનભેર ઉજવવા આ સાંસદ સમૂહ લગ્ન ઉત્સવ જેવા આયોજનોએ સૌનો સાથ, સૌના વિકાસના મંત્રને ચરિતાર્થ કર્યો છે. આજના આ મંગલ પ્રસંગે પ્રભુતામાં પગલાં પાડતા નવદંપતીઓનું જીવન સુખમય અને સમૃદ્ધ રહે તેવી શુભકામનાઓ મુખ્યમંત્રીએ પાઠવી હતી.વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તમામ વર્ગોમા એકતા અને સમરસતા રહે તે માટે આવા સમૂહ લગ્નોત્સવ પ્રેરણારૂપ છે.
Mar 02, 2025 04:15 pm
સમૂહ લગ્ન થવા જરૂરી છે
નવ યુગલોને દાંમ્પત્ય જીવનની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સમૂહ લગ્નનું આયોજન સામાજિક સમરસતાની દિશામાં એક પ્રશંસનીય પહેલ છે. સમૂહલગ્ન સમાજને નિકટ લાવવાનું કાર્ય કરે છે. સાદગીથી ઉજવાતા આવા અવસર સર્વ સમાજ માટે પ્રેરણારૂપ બની રહે છે. અતિ ખર્ચાળ લગ્ન સમારંભોને તિલાંજલિ આપી ઓછા ખર્ચે અને મધ્યમ તથા સામાન્ય વર્ગના લોકોને પોષાય તે રીતે સમૂહ લગ્નોત્સવોની પરંપરા આજે મોંઘવારીના સમયમાં ખૂબ અસરકારક સાબિત થઇ રહી છે.
Mar 02, 2025 04:06 pm
સાબરકાંઠાના પ્રાંતિજમાં યોજાયા સમૂહ લગ્ન, સીએમ ભૂપેન્દ્ર પટેલ રહ્યાં હાજર
સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા તેમજ દિવ- દમણ દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપ પ્રશાસક પ્રફુલભાઇ પટેલની ઉપસ્થિતિમાં સાબરકાંઠા - અરવલ્લી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજના સહયોગથી સાંસદ શોભનાબેન બારૈયા તેમજ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા આયોજિત 122 વ્હાલી દિકરીઓના વિવાહ માટે નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવ 2025 પ્રાંતિજના આમોદરા ખાતે યોજાયો હતો.
Mar 02, 2025 03:59 pm
અમિત શાહ પરિવાર સાથે રહ્યાં હાજર
આ પ્રસંગે અમિતભાઈ શાહના પુત્ર અને આઈ.સી.સી. અધ્યક્ષ જય શાહ સહિત પરિવારના સભ્યો, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ, અગ્રણી શ્રી ગીરીશભાઈ રાજગોર, જિલ્લા કલેકટર શ્રી એસ. કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. હસરત જૈસમીન, નિવાસી અધિક કલેકટર શ્રી જે.કે. જેગોડા, ટ્રસ્ટીશ્રીઓ વિદ્યાર્થીઓ તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Mar 02, 2025 03:58 pm
વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો
વિદ્યાભવનના લોકાર્પણ બાદ કેન્દ્રીય મંત્રીએ નવનિર્મિત વિદ્યાભવનમાં સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લેબ સહિત વિવિધ વર્ગખંડોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રી તેમજ તેમના પરિવારનું ટ્રસ્ટ દ્વારા સાલ અને વિદ્યાભવનનું સ્મૃતિ ચિન્હ આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યુ હતુ. વર્ષ ૧૯૨૭થી સંચાલિત આ શાળા વિશે વિગતો આપતા ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ ગુણવત્તાસભર શિક્ષણ મેળવી સમાજના આદર્શ નાગરિક બને તે આ સંસ્થાની નેમ છે તેમજ વર્ષ ૨૦૨૬મા સંસ્થાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે તેમ જણાવ્યું હતું..
Mar 02, 2025 03:58 pm
મહેસાણામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવનિર્મિત વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યુ
આજ રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ખાતે નવનિર્મિત વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું હતુ.કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે શેઠ ગિરધરલાલ ચુનીલાલ હાઇસ્કુલ ટ્રસ્ટ, પીલવાઈ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીની સ્મૃતિમાં નવનિર્મિત સુંદરલાલ મંગળદાસ શાહ સાંસ્કૃતિક ભવન અને અનિલચંદ્ર ગોકળદાસ શાહ વિદ્યાભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
Mar 02, 2025 03:28 pm
ગેરહાજર રહેશે તે ફેરિયાઓને તક નહી મળે
શેરી ફેરિયાઓની યાદી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનાં નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદીમાં સમાવિષ્ટ શેરી ફેરિયાઓને ડ્રોમાં હાજર રહેવા જણાવવામાં આવે છે.મહાનગરપાલિકા ખાતે ભરાયેલા ફોર્મ પૈકી પ્રાથમિક ચકાસણી બાદ જે ઓળખકાર્ડ ધારક ફેરીયાઓ છે, તેઓનો સમાવેશ ડ્રોમાં અગ્રતાના ધોરણે કરવામાં આવ્યો છે. આથી જાહેર યાદી મુજબના લાભાર્થીઓ પૈકી જે લાભાર્થીઓ ગેરહજાર રહેશે તેઓને અન્ય તક આપવામા આવશે નહી.આ ડ્રો દરમ્યાન જે ફેરિયાઓને જગ્યા ફાળવવામાં આવશે તે જગ્યાનો ઉપયોગ કરવાનો રહેશે. તેમજ જેતે ફેરિયાઓને ફાળવેલ જગ્યા અન્યને તબદીલ કરવામાં આવ્યાનું માલુમ પડશે તો તેઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે, જેની તમામે ખાસ નોંધ લેવા જણાવવામાં આવે છે.
Mar 02, 2025 03:27 pm
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા લારીધારકો માટે આવતીકાલે જગ્યા ફાળવણીને લઈ ડ્રો યોજાશે
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા લારીધારકો માટે વેજીટેબલ માર્કેટ, ફુટ માર્કેટ તથા અન્ય ફેરીયાઓ માટે આગાઉ એક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. જે અન્વયે શહેરના મુખ્ય માર્ગો ઉપર ધંધો કરતા ફેરીયાઓના ફોર્મ ભરાવીને સર્વે કરવામાં આવ્યો હતો. ફેરીયાઓને ધંઘો કરવા માટે જગ્યા ફાળવવા અંગે ડ્રો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ડ્રો આવતીકાલ તા.૦૩/૦૩/૨૦૨૫, સોમવાર સાંજે ૦૪:૦૦ કલાકે પાલિકા બજાર, ટાગોર બાગ પાછળ, સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવ્યો છે.
Mar 02, 2025 03:18 pm
એક મહિના અગાઉ અમદાવાદમાંથી પણ ઝડપાયું કેમિકલ કૌંભાડ
ઓઢવ રીંગ રોડ પર આવેલા એક ટેન્કર સર્વિસના ગોડાઉન પર સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ દરોડો પાડીને ગેરકાયદે કેમીકલ ચોરી કરીને બારોબાર વેચાણ કરવાના કૌભાંડને ઝડપીને ટેન્કર સર્વિસના માલિક સહિત ચાર લોકોને રૂપિયા ૪૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ભાવનગરથી ટેન્કરમાં કોસ્ટીક સોડાનો જથ્થો લઇને અમદાવાદ સપ્લાય કરવામાં આવે તે પહેલા તેને ગોડાઉનમાં લાવીને કેમીકલની ચોરી કરવામાં આવતી હતી. ત્યારે એસએમસીના અઘિકારીઓએ દરોડો પાડયો હતો.
Mar 02, 2025 03:18 pm
ગ્રામ્ય એલસીબીએ કેમિકલ ચોરીનું રેકેટ ઝડપ્યું
સુરત ગ્રામ્ય એલસીબીએ હાઈવે પરની હોટલોના પાર્કિગમાથી કેમિકલ ચોરીનું રેકેટ ઝડપી પાડયું છે,પોલીસે કેમિકલના 4 ટેન્કર સહીત 2.17 કરોડનો મુદામાલ જપ્ત કર્યો છે,આ સમગ્ર ઘટનામાં 4 આરોપીઓ ઝડપાયા છે અને અન્ય 3 આરોપીઓ ફરાર થઈ ગયા હોવાની વાત સામે આવી છે,મહત્વનું છે કે આ સમગ્ર કૌંભાડમાં અન્ય વેપારીઓને સસ્તા ભાવે કેમિકલ વેચી જેવામાં આવતું હોવાની પણ વાત સામે આવી છે.પોલીસે આ મામલે આરોપીઓની પૂછપરછ પણ શરૂ કરી છે.
Mar 02, 2025 03:18 pm
સુરતના સવા ગામ પાસે કેમિકલ ચોરીનું કૌંભાડ ઝડપાયું, 2.17 કરોડનો મુદામાલ જપ્ત
સુરતના સવા ગામ પાસે કેમિકલ ચોરીનું કૌભાંડ સુરત ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડયું છે,હોટલના પાર્કીંગમાં ટેન્કરમાંથી કેમિકલની ચોરી થતી હોવાની બાતમી પોલીસને મળી હતી અને તેના આધારે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે,ટેન્કર ચાલકો સાથે મળી આરોપીઓ ચોરી કરતા હોવાની વાત સામે આવી છે.હોટલના પાર્કિગમાં ટેન્કર લાવી કેમિકલ કાઢવામાં આવતું હોવાની વાત સામે આવી છે.
Mar 02, 2025 03:00 pm
વાંચો 03 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
01 - Bhavnagarમાં વિધર્મીએ હિંદુ મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ, પોલીસે આરોપીની કરી ધરપકડ
02 - Mayawatiએ ભત્રીજા આકાશ આનંદને તમામ પદોથી હટાવ્યો,.. કોને બનાવાયા નેશનલ કૉઓર્ડિનેટર?
03 - Rajkotની BRTS બસના ડ્રાઈવરે સ્ટેયરિંગ પર માવો ઘસતા તંત્રએ કર્યો ઘર ભેગો
04 - Suratમાં મહિલા પોલીસ કર્મચારી શેતલ ચૌધરીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
05 - PMJAYની ફરીયાદોને લઈ સરકારે હેલ્પલાઇન નંબર કર્યો જાહેર, હોસ્પિટલને લઈ મળશે જાણકારી
06 - Ramzan Mubarak: પવિત્ર મહિનો સમાજમાં શાંતિ અને..PM મોદી સહિત દિગ્ગજોએ શુભકામના પાઠવી
07 - PM Narendra Modi વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે આવતીકાલે ગીર-સોમનાથની મુલાકાત લેશે
08 - IND vs NZ: વિરાટ કોહલી રચશે ઇતિહાસ..રોહિત શર્મા પણ બનાવશે ખાસ રેકોર્ડ!
09 - Ambalal Patelની ગરમીને લઈ આગાહી, કહ્યું, રાજયમાં ઉનાળો બતાવશે આકરું તેવર
10 - Valsadના ધરમપુરમાં અંગત અદાવતમાં પાડોશીની હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપ્યો
Mar 02, 2025 02:53 pm
હજારો વાહન ચાલકોને ફાયદો થશે
લિંબાયત ઝોન વિસ્તારમાં ઉધના યાર્ડ ખાતે સુરત-ભુસાવલ રેલવે લાઈન પર સાંઈબાબા મંદિર પાસે લિંબાયતથી ડિંડોલી જવા માટે વાહન ચાલકોને લાંબો ચકરાવો કાપવો પડતો હતો. આ સમસ્યાને ધ્યાને રાખીને પાલિકા દ્વારા 2020માં 60 કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર રાજ્યમાં પહેલી વખત સૌથી અત્યાધુનિક રેલવે અંડરપાસ બનાવવાનું આયોજન કર્યું હતું.બંને વિસ્તારો વચ્ચે અવર-જવર કરનારા હજારો વાહન ચાલકોને ભારે રાહત મળશે.
Mar 02, 2025 02:53 pm
સુરત-ભુસાવલ રેલવે લાઈન પર બન્યો છે અંડરપાસ
લિંબાયત-ડીંડોલી રેલવે અંડરપાસનું નિર્માણ 60 કરોડ રૂપિયાના ખર્ચ કરવામાં આવ્યું છે. અંડરપાસમાંથી પસાર થતા વાહનચાલકોને ગરમી અને ધૂળમાંથી મુક્તિ મળે તે માટે “હિટેડ વેન્ટિલેટર એરકંડિશન (HVAC) સિસ્ટમ” ફીટ કરવામાં આવી છે. અંડરપાસ ખુલ્લો મૂકાતા દરરોજ અંદાજે 50 હજાર વાહનચાલકોને ટ્રાફિકમાં રાહત મળશે.અંડરપાસની અંદર પાણી ન ભરાય તે માટે 40,000 લિટરની બે વિશાળ ટાંકીઓ બનાવાઈ છે.
Mar 02, 2025 02:52 pm
સુરતમાં અત્યાધુનિક અંડરપાસ ખુલ્લો મૂકાયો, લીંબાયત-ડીંડોલીના સ્થાનિકોને ટ્રાફિકથી મળશે રાહત
સુરતમાં સૌથી લાંબા રેલવે અંડરપાસનું સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે,જેમાં લીંબાયત-ડીંડોલીને જોડતો આ રેલવે અંડરપાસ છે.જેમાં લીંબાયત-ડીંડોલી તથા આસપાસના સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે કેમકે લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મોટી મુક્તિ મળશે અને અંડરપાસની બંને તરફે ભૂગર્ભ સંપ બનાવાયા છે અને વિશેષ ફાયર ફાઈટિંગ સિસ્ટમનું કરાયું છે ઈન્સ્ટોલ.
Mar 02, 2025 02:31 pm
દ્રારકામા અગાઉ પણ ડિમોલેશનની કામગીરી કરાઈ
દ્વારકામાં અગાઉ પણ ડિમોલેશન કામગીરી દરમિયાન 272 ગેરકાયદે મકાનો અને 7 ધાર્મિક દબાણો હટાવવામાં આવ્યા હતા.7 વાણિજ્ય દબાણો મળી કુલ 286 દબાણો દુર કરાયા હતા. ચાર દિવસમાં દાદાના બુલડોઝરે 86391 ચો.મી સરકારી જમીન ખુલ્લી કરી. ખુલ્લી કરવામાં આવેલ જમીનની અંદાજિત કિંમત 471,516,000 (સુડતાળીસ કરોડ પંદર લાખ સોળ હજાર રૂપિયા) થાય છે. આજે પાંચમાં દિવસે પણ બેટ દ્વારકામાં ગેરકાયદેસર રહેણાંક મકાનો પર તંત્રની તવાઈ.
Mar 02, 2025 02:30 pm
દ્રારકાના જામ ખંભાળીયામાં ધાર્મિક સ્થળોને નોટિસ અપાઈ
દ્વારકા તાલુકાના 84 ધાર્મિક સ્થળોને તંત્રએ નોટિસ પાઠવી છે,સરકારી જમીન પર ગેરકાયદે દબાણો દૂર કરવા નોટિસ આપવામાં આવી હોવાની વાત સામે આવી છે જેમાં સ્વખર્ચે દબાણ દૂર કરવા 15 દિવસની મુદત અપાઇ છે.તંત્રનું કહેવું છે કે,મુદત પુર્ણ થતા ગેરકાયદે બાંધકામો તોડી પડાશે.આગામી દિવસોમાં તંત્ર દ્વારા વધુ એક ડિમોલેશનની કામગીરી કરવામાં આવશે.
Mar 02, 2025 02:20 pm
પોલીસે હાથધરી તપાસ
આ ઘટનામાં જાણવા મળતી વિગત મુજબ બંને પરણીત યુવક અને યુવતી એકબીજાના સંપર્કમાં હતા અને ત્યારબાદ મુસ્લિમ યુવકે હિંદુ પરિણીત મહિલાને શિહોર તાલુકાના અલગ-અલગ જગ્યાઓ ઉપર લઈ જઈને તેના પતિ અને પુત્રને મારી નાખવાની ધમકીઓ આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવતા પોલીસ દ્વારા ફરીયાદ નોંધવામાં આવી પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મહિલાની ફરિયાદ લઈને અરસદ દસાડીયા નામના વ્યક્તિની ધરપકડ કરી છે તપાસ કરનાર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે આ આરોપીના એક દિવસ ના રિમાન્ડ મંજૂર થયા છે અને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.
Mar 02, 2025 02:20 pm
ભાવનગરમાં વિધર્મીએ હિંદુ મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ, પોલીસે આરોપીની કરી ધરપકડ
ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ મથકમાં હિંદુ પરિણીત મહિલા સાથે દુષ્કર્મની ઘટના બની હોવાની ફરિયાદ નોંધાઈ છે આ ઘટનામાં રીક્ષા ચાલક અફઝલ દશાડીયા નામના આરોપીએ પરિણીત મહિલાને સિહોર તાલુકામાં જુદી જુદી જગ્યાઓ ઉપર લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.આ ઘટનામાં પોલીસે દુષ્કર્મ ગુજારનાર ઈસમની ધરપકડ કરી છે.પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરાતા એક દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે જોકે તપાસ અધિકારીનું કહેવું છે કે પરિણીત મહિલા અને મુસ્લિમ યુવક છેલ્લા એક દોઢ મહિનાથી સંપર્કમાં હતા,
Mar 02, 2025 02:07 pm
બે દિવસ પહેલા જ સર્જાયો હતો અકસ્માત
મોરી ઈન્દ્રજીતસિંહ અજીતસિંહ નામના આ ડ્રાઇવરને નવો આદેશ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તેમજ અન્ય ડ્રાઈવરોને પણ આવી કોઈ હરકત નહીં કરવાની તાકીદ કરવામાં આવી છે.બે દિવસ અગાઉ જ બજરંગવાડી નજીક સિટીબસનાં ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હોવાના સીસીટીવી પણ સામે આવ્યા હતા જેમાં એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડાયા છે,તો વારંવાર અકસ્માતની ઘટના સર્જાતી હોય છે અને સિટી બસ વિવાદમાં આવતી હોય છે.
Mar 02, 2025 02:07 pm
રાજકોટમાં BRTS બસચાલકની ગંભીર બેદરકારી
રાજકોટમાં સીટીબસના ડ્રાઇવરોએ હદ વટાવી હોય તેમ મુસાફરો ભરેલી ચાલુ સીટી બસમાં માવો ઘસતા હોવાનો એક વિડીયો ભારે વાયરલ થયો છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સીટીબસનો ડ્રાઈવર જ્યારે બસ ઉભી હોય ત્યારે માવો કાઢે છે. અને બાદમાં બસને રસ્તા પર હંકારે છે પરંતુ તેમ છતા માવો ઘસવાનું ચાલુ જ રાખે છે.આ ડ્રાઇવર E25 નંબરની BRTS બસ લઈને માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જઈ રહ્યો હતો.કોર્પોરેશને ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દીધો છે.
Mar 02, 2025 02:06 pm
રાજકોટની BRTS બસના ડ્રાઈવરે ચાલુ બસે સ્ટેયરિંગ પર માવો ઘસતા તંત્રએ કર્યો ઘર ભેગો
રાજકોટમાં BRTS બસચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે જેમા ડ્રાઈવરે ચાલુ બસે સ્ટેયરીંગ પર જ માવો ઘસતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તંત્રએ ડ્રાઈવરને ઘર ભેગો કર્યો છે,150 ફૂટ રિંગરોડ પર ચાલુ બસે ડ્રાઈર સ્ટેયરિંગ પર માવો ઘસતો નજરે પડયો હતો,જો સ્ટેયરિંગ ભુલથી ફરી જાય તો થઇ શકતો હતો મોટો અકસ્માત.મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હોવાની વાત પણ સામે આવી હતી.
Mar 02, 2025 01:55 pm
વડોદરા ન.પ્રા.શિક્ષણ સમિતિના પરિપત્રથી વિવાદ
રમજાનમાં સમય બદલવા બહાર પાડ્યો પરિપત્ર,સમિતિના નિર્ણય સામે VHPએ નોંધાવ્યો વિરોધ,હિન્દુ તહેવારોમાં પણ સમય બદલવા ફેંક્યો પડકાર,આવતીકાલે આવેદનપત્ર આપવાની ઉચ્ચારી ચીમકી
Mar 02, 2025 01:34 pm
આત્મહત્યાના પ્રયાસો અટકાવવા માટેના પગલાં
01-માતા -પિતા, શિક્ષકો, શાળા તથા કોલેજના સંચાલકોમાં આત્મહત્યા અંગે જાણકારી આપીને બાળકો, યુવાનો માં થતી આત્મહત્યાના બનાવો ઘટાડી શકાય છે.
02-સમાજમાં વિવિધ સંસ્થાઓ, કલબો, આત્મહત્યા નિવારણ અંગેના કાર્યક્રમોનું આયોજન કરી સમાજમાં જાગૃતિ લાવી શકાય, માનસિક 03-બીમારીઓ અને મનોવૈજ્ઞાનિક સમસ્યા એ આત્મહત્યાના અગત્યના કારણો છે જે માટે યોગ્ય પ્રોફેશનલ સલાહકાર ની સલાહ અને સારવાર લેવી જરૂરી છે. તે કોઈપણ શરમ, સંકોચ કે ડર વગર લેવાવા જોઈએ. આ અભિગમ સમાજમાં પ્રવર્તે તે ખુબ જરૂરી છે,જેથી માનસિક બીમારીઓ અને તેની સારવાર અંગેની ગેરમાન્યતા અને ડર ઓછા થાય તેવા પગલાં લેવા જરૂરી છે.
03-સરકાર પણ આત્મહત્યા નિવારણ માટે ઘણા પગલાઓ લઇ શકે જેમ કે અમુક જોખમકારક દવાઓ, પદાર્થો પર પ્રતિબંધ મૂકી શકાય, અમુક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ના જ મળે, જોખમી જગ્યાઓ પર સલામતિના પગલા લઇ શકાય. જેમકે, ઊંચા પુલ-મકાનો પર રેલીંગ લગાડવી. યોગ્ય કાયદાઓ દ્વારા હથિયારો પાર પ્રતિબંધ, આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન ચાલુ કરી શકાય.
04-બાળકો-યુવાનોમાં થતી આત્મહત્યાના નિવારણના એક પગલા સ્વરૂપે આજની શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારની જરૂરિયાત છે. સ્કૂલ, કોલેજના શિક્ષણની સાથે વ્યવસાયિક ટ્રેઇનિંગ આપવી જરૂરી છે.
Mar 02, 2025 01:34 pm
ઉમરા પોલીસે વધુ તપાસ હાથધરી
મહિલા પોલીસના આપઘાતને લઈ ઉમરા પોલીસે વધુ તપાસ હાથધરી છે,તો મૃતક મહિલાના બહેન પણ પોલીસ ભરતીને લઈ તૈયારી કરી રહ્યાં છે અને તેઓ પણ તેની સાથે જ રહેતા હોવાની વાત સામે આવી છે,મૃતક મહિલાના લગ્ન થયા નથી,ત્યારે પોલીસે મોબાઈલ ફોનના આધારે વધુ તપાસ કરી છે,અન્ય જે પોલીસ કર્મીઓ સાથે હતા નોકરીમાં તેમના પણ નિવેદન નોંધવામાં આવ્યા છે,ત્યારે આ ઘટનાને લઈ સુરત પોલીસમાં શોકની લાગણી છવાઈ છે,પોલીસની તપાસ બાદ જ આપઘાતનું સાચુ કારણ સામે આવશે.મૃતક મહિલા તેના બનેવી સાથે રહેતી હતી.
Mar 02, 2025 01:33 pm
મહિલા પોલીસકર્મીએ ઘરમાં ગળેફાંસો ખાધો
સુરત એરપોર્ટ પર ફરજ બજવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ શેતલ ચૌધરીએ આપઘાત કરી લેતા સુરત પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો હતો,મહિલા ઘરે એકલી હતી તે દરમિયાન તેનો મૃતદેહ મળી આવ્યો છે,મહિલા પાસેથી હજી સુધી કોઈ સ્યુસાઈડ નોટ પોલીસને મળી આવી નથી,હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે,મૃતદેહનું પીએમ થઈ ગયું છે અને પરિવારજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે,મહિલાનો મોબાઈલ ફોન પોલીસે વધુ તપાસ માટે જપ્ત કર્યો છે.
Mar 02, 2025 01:33 pm
સુરતમાં મહિલા પોલીસ કર્મચારી શેતલ ચૌધરીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
સુરતમાં મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે,પોલીસ કર્મચારી શેતલ ચૌધરીએ ગળે ફાંસો લગાવીને જીવન ટૂંકાવ્યું છે,મૃતક કોન્સ્ટેબલે અઠવાલાઇન્સ સ્થિત બસેરા હાઉસમાં આપઘાત કર્યો છે,તો પોલીસે આ મામલે મૃતક મહિલાને ગાર્ડ ઓફ ઓનર આપ્યું છે અને વધુ તપાસ હાથધરી છે.
Mar 02, 2025 01:10 pm
ગુજરાત વિધાનસભામાં દબાણને લઈ મુદ્દો ઉછળ્યો હતો
ગુજરાત વિધાનસભામાં સરકારી જમીનો પર ઉદ્યોગપતિઓ અને વગદારો દ્વારા થયેલા દબાણોનો મુદ્દો ઉછળ્યો હતો. કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય અમિત ચાવડાએ આરોપ મૂક્યો હતો કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગરીબોના ઝૂંપડા, કાચા પાકા મકાનો પર બુલડોઝર ફેરવી દેવાય છે, પરંતુ એક બે વર્ષ નહીં, 30થી 38 વર્ષથી સરકારી જમીનો પચાવી પાડનારા ઉદ્યોગપતિઓના દબાણો પર બુલડોઝર ફેરવાતું નથી.પ્રશ્નોત્તરીકાળમાં કોંગ્રેસના નેતા ચાવડાએ સુરત જિલ્લામાં સરકારી જમીનોમાં કેટલી ખાનગી કંપનીઓ તેમજ ઝીંગા ઉછેર ફાર્મ સંચાલકો દ્વારા કરાયેલા દબાણો અંગે પ્રશ્નો પૂછ્યા હતા. બે અલગ અલગ પ્રશ્નોના ઉત્તરમાં મહેસૂલ વિભાગે આપેલી લેખિત વિગતોને ટાંકીને ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, સુરતમાં આર્સેલર મિત્તલ નીપ્પોન સ્ટીલ ઈન્ડિયા દ્વારા સુરત જિલ્લામાં ચોર્યાસી તાલુકામાં 8,35,745 ચો.મી. જમીન ઉપર 30 વર્ષ કરતા વધુ સમયથી દબાણ કરેલું છે.
Mar 02, 2025 01:10 pm
દાહોદના ભીલવાડા ગામે દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ
દાહોદના ભીલવાડા ગામે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે,પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાએ દબાણ હટાવ્યું છે તો સરકારી જમીનમાં ઉભા કરાયેલા દબાણો તોડી પડાયા છે,દબાણ હટાવવા એક મહિના અગાઉ અપાઇ હતી નોટિસ તો નોટિસ બાદ દબાણ ન હટાવતા પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું છે.
Mar 02, 2025 01:02 pm
પોલીસે આરોપીની કરી ધરપકડ
ઘટનાની જાણ થતાં ધરમપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. ચંદુભાઈની લાશનું પેનલ પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ધરમપુર પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં આરોપી નીતિન ઉર્ફે લાલુ મોહનભાઈ પટેલની ધરપકડ કરી હતી પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ 3 વર્ષ જૂની અદાવતના કારણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
Mar 02, 2025 01:02 pm
ફરિયાદીનું સારવાર દરમિયાન મોત થયું
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બામટી ગામમાં 3 વર્ષ જૂની અદાવતમાં એક આધેડની હત્યા થઈ હતી. DJમાં નાચવાના મુદ્દે થયેલા ઝઘડાનો ખાર રાખી લાકડાના ફટકાથી હત્યા કરનાર આરોપીને ધરમપુર પોલીસે ઝડપી લીધો છે. 27મી ફેબ્રુઆરી 2025ની રાત્રે ફળિયામાં ચંદુભાઈ પટેલ અને નીતિન પટેલ વચ્ચે અચાનક મુલાકાત થઈ હતી. બંને વચ્ચે 3 વર્ષ પહેલા લગ્ન પ્રસંગમાં DJમાં નાચવાના મુદ્દે મારામારી થઈ હતી.જૂની અદાવતને કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા નીતિન પટેલે નજીકથી લાકડું લાવીને ચંદુભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.પરિવારના સભ્યોએ વચ્ચે પડીને બંનેને છૂટા પાડ્યા હતા. ઈજાગ્રસ્ત ચંદુભાઈને પહેલા નજીકની સરકારી હોસ્પિટલ અને પછી વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
Mar 02, 2025 01:02 pm
વલસાડના ધરમપુરમાં અંગત અદાવતમાં પાડોશીની હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપ્યો
વલસાડના ધરમપુરના બામટી ગામે જુનિયર અદાવતમાં DJમાં નાચવા મુદ્દે થયેલા ઝઘડાનો ખાર રાખી ગામમા યુવકે ગામમા જ રહેતા ઈસમ સાથે ઝગડો કરી લાકડાના ફટકાથી માર મારી તેની હત્યા નીપજાવી ફરાર થઇ ગયો હતો જોકે હત્યા કરનાર આરોપીને ધરમપુર પોલીસે અલગ-અલગ ટિમો બનાવીને ઝડપી પાડયો હતો.
Mar 02, 2025 12:44 pm
હેલ્પ લાઇનમાં કઇ માહિતી/ સુવિધાઓ મળશે ?
* 24* 7 ટોલ ફ્રી નંબર
* યોજનાકીય માહિતી
* કાર્ડ એનરોલમેન્ટ સેન્ટરની માહિતી
* કાર્ડ બેલેન્સ
* એમ્પેનલ હોસ્પિટલની માહિતી
* વિવિધ બીમારી અંતર્ગત ઉપલબ્ધ સારવાર તેમ જ પેકેજની માહિતી
* હોસ્પિટલમાં આરોગ્ય-મિત્ર તેમ જ જિલ્લા કક્ષાએ સંકલનની સુવિધા
* ફરિયાદ નોધણી, ટ્રેકિંગ અને મોનીટરીંગ
* ફરિયાદ યોગ્ય અધિકારી સુધી ઇ-મેલ અને SMS દ્વારા પહોચાડવા માટેની ટેક્નોલોજી સુવિધા
* યોજના અંતર્ગત આપવામાં આવતી આરોગ્યસેવામાં ખામીઓ અંગેની ફરિયાદ અને પ્રતિસાદ
* ફરિયાદોની વિગતોની ગુપ્તતા
અધિકારી માટે જરૂરી ડૉક્યુમેન્ટ જોડાણ કરવાની વ્યવસ્થા તેમ જ ફરિયાદી માટે પણ ડૉક્યુમેન્ટ અથવા પુરાવા મોકલવાની સગવડ
Mar 02, 2025 12:44 pm
રૂ. ૧૦ લાખની કેશલેસ સારવાર આપવામાં આવે છે
જરૂરી સ્ટેકહોલ્ડર/અધિકારી સાથે સંકલન કરી તેમને લિંકમાં જ ફરિયાદ નિરાકરણના જરૂરી ડૉક્યુમેન્ટ જોડાણ કરવાની વ્યવસ્થા તેમ જ ફરિયાદી માટે પણ ડૉક્યુમેન્ટ અથવા પુરાવા મોકલવાની સગવડ થકી ફરિયાદનું વેરિફિકેશન અને નિરાકરણ નિયત સમયમર્યાદામાં કરવામાં આવે છે.ત્યારબાદ હેલ્પલાઇનની ટીમ દ્વારા નિરાકરણની ખરાઈ ફરિયાદીને કોલ કરીને કરવામાં આવે છે અને પુર્તતા થયા બાદ જ ફરિયાદ બંધ કરવામાં આવે છે.અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં ૨.૬૭ કરોડ થી વધુ આયુષ્માન કાર્ડ ધારકો છે. રાજ્ય સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ અંતર્ગત રૂ. ૧૦ લાખની કેશલેસ સારવાર આપવામાં આવે છે.
Mar 02, 2025 12:43 pm
ઇમેલમાં લિંક થકી ફરિયાદની વિગતો મોકલવામાં આવશે
આ હેલ્પલાઇન સંદર્ભેની વધું વિગતો આપતા તેમણે જણાવ્યું હતુ કે, દર્દીની ફરિયાદ કોલ દ્વારા નોંધવામાં આવે છે. દર્દીને ફરિયાદની સફળ નોંધણી અને ફરિયાદની સ્થિતિને ટ્રેક કરવા માટે નોંધણી નંબરની જાણકારી આપતો SMS રજીસ્ટર્ડ કરેલ નંબર પર મોકલવામાં આવશે.આ હેલ્પપલાઇનથી મળેલ ફરિયાદના નિવારણ માટે, જિલ્લા/કોર્પોરેશન નોડલ તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી(CDHO)અને મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ, ઇન્સ્યોરન્સ કંપની, કાર્ડ એપ્રુવલ એજન્સીને SMS તથા ઇમેલમાં લિંક થકી ફરિયાદની વિગતો મોકલવામાં આવશે.
Mar 02, 2025 12:43 pm
PMJAYની ફરીયાદોને લઈ સરકારે હેલ્પલાઇન નંબર કર્યો જાહેર
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે PMJAY-મા યોજનાને લગતી ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી માટે “૦૭૯-૬૬૪૪-૦૧૦૪” હેલ્પલાઇન કાર્યરત કરાવતા જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલું “આયુષ્માન કાર્ડ” આપના અને આપના પરિવાર માટે ઉત્તમ- આરોગ્ય સેવાની ગેરંટી છે.આયુષ્માન કાર્ડ અને તેના અંતર્ગત આપવામાં આવતી સેવાને લગતી કોઇપણ ફરિયાદ, સમસ્યા અને માહિતી માટે આ હેલ્પલાઇન નંબર કાર્યરત કરાવવામાં આવ્યો હોવાનું જણાવી આ નંબર ૨૪ X ૭ કાર્યરત રહેશે તેમ તેમણે ઉમેર્યું છે.
Mar 02, 2025 12:29 pm
ફરી એકવાર PM નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે
7-8 માર્ચે PM મોદી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવશે,સુરત, નવસારીના કાર્યક્રમ માટે વિશેષ ડોમ તૈયાર કરાશે,લિબાયત નીલગીરી સર્કલમાં PMની સભાનું આયોજન,એક લાખથી વધુ લોકો ભેગા થવાની શક્યતા
Mar 02, 2025 12:00 pm
વાંચો 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
01 - Ambalal Patelની ગરમીને લઈ આગાહી, કહ્યું, રાજયમાં ઉનાળો બતાવશે આકરું તેવર
02 - Harsh Sanghviનું ગૃહમાં નિવેદન, 50 હજાર હેક થયેલા સીસીટીવીમાં પોલીસને મળી સફળતા
03 - Mehsanaની અર્બન બેંકમાં હોદ્દોદારોએ આપ્યાં રાજીનામા, કાર્યકાળ પૂર્ણ થતા લીધો નિર્ણય
04 - IND vs NZ: ભારતીય પ્લેઇંગ 11માં થશે બદલાવ? કેપ્ટન રોહિતનો પ્લાન શું?
05 - Jamnagarમાં આવેલ Vantara વિષે જાણો, પીએમ મોદીએ લીધી ખાસ મુલાકાત
06 - Chamoli Rescue Operation: હજુ પણ 4 લોકો દટાયેલા, 200 જવાનોએ સંભાળ્યો મોરચો
07 - Suratની ટેકસટાઈલ માર્કેટમાં લાગેલી આગમાં મૃતકના પરિવારને આર્થિક મદદની જરૂર
08 - Paytmને વધુ એક ઝટકો! EDએ કારણદર્શક નોટિસ ફટકારી, જાણો કેમ?
09 - આખુ બ્રિટન તમારી સાથે...ટ્રમ્પની ટક્કર વચ્ચે યુક્રેનને મળ્યો બ્રિટનનો સહારો
10 - PM Narendra Modi જામનગરના વનતારાની મુલાકાતે, બપોરનું ભોજન પણ વનતારામાં જ માણશે
Mar 02, 2025 11:53 am
ઇકો-ટુરિઝમથી સ્થાનિકોને મળે છે રોજગારીની ભરપૂર તકો
01-ગીરમાં સંરક્ષણ પ્રયાસો અને પ્રવાસનને સંતુલિત કરવા માટે 2017માં આંબરડી સફારી પાર્કની રચના કરવામાં આવી હતી. ગીર ઓનલાઈન પરમિટ બુકિંગ સિસ્ટમની શરૂઆત થયા બાદ સફારીનો અનુભવ વધુ સુવ્યવસ્થિત બન્યો છે.
02-ઇકો-ટુરિઝમના કારણે સાસણથી તાલાલા અને જૂનાગઢ સુધીના સ્થાનિક કારીગરો, હસ્તકલા કામદારો અને ખેડૂતોને પણ ફાયદો થયો છે, જેઓ તેમનાં ઉત્પાદનો સીધા મુલાકાતીઓને વેચી શકે છે. ગામના ઘણાં લોકો હવે પોતાની દુકાનોમાં સ્થાનિક માલના વેચાણ અને પરિવહન સેવાઓ દ્વારા કમાણી કરે છે, જેથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળ્યો છે.
03-આ વિસ્તારના કુલ 1000 જેટલા પરિવારો ઇકો-ટુરિઝમ સંબંધિત પ્રવૃત્તિઓ દ્વારા સીધી રોજગારી પ્રાપ્ત કરે છે, જ્યારે ગીરની આસપાસના લગભગ 15,400 પરિવારોને રોજગારીની દ્રષ્ટિએ અપ્રત્યક્ષ રીતે ફાયદો થાય છે. સ્થાનિક શેરડીમાંથી બનાવવામાં આવેલો ગોળ, ગીર પ્રદેશની કેસર કેરી, કેરીનો રસ અને તેના અન્ય ઉત્પાદનો, ગીર ગાયનું ઘી, ફળો, કેસુડાના ફૂલો વગેરે પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે.
Mar 02, 2025 11:53 am
ગીરમાં ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ગીરના સિંહોના વિસ્તારમાં ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપ્યું હતું. આ જ સમયગાળા દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ‘ખૂશ્બૂ ગુજરાત કી’ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું હતું. આ કેમ્પેઇને મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષિત કર્યા. ભારતભરના પ્રવાસીઓની સાથે અન્ય દેશોના પ્રવાસીઓને પણ આમંત્રિત કરીને ગીરના સંરક્ષિત ક્ષેત્રની વિઝિબિલિટીમાં વધારો કરવામાં આવ્યો, જેનાથી ગીર વૈશ્વિક પ્રવાસન નકશા પર આવી ગયું. ગીરમાં ઇકો-ટુરિઝમના વિકાસે વન્યજીવ સંરક્ષણમાં જ યોગદાન નથી આપ્યું, પરંતુ હજારો સ્થાનિક રહેવાસીઓની આવકમાં પણ હકારાત્મક પરિવર્તન આણ્યું છે, જેનાથી આ વિસ્તારનો ટકાઉ વિકાસને પ્રોત્સાહન મળ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ 33,15,637 પ્રવાસીઓએ ગીર સંરક્ષિત વિસ્તારની મુલાકાત લીધી છે.
Mar 02, 2025 11:53 am
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ 2007માં લેવામાં આવેલા મુખ્ય પગલાંઓ
01-2007માં થયેલા સિંહોના શિકારની ઘટના પછી, ગુજરાત સરકારે જૂનાગઢમાં ગ્રેટર ગીર વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ટાસ્ક ફોર્સ ડિવિઝનની સ્થાપના કરી, જેનો હેતુ વન્યજીવ ગુનાઓ પર દેખરેખ રાખવાનો, ગુપ્ત માહિતી એકત્રિત કરવાનો અને એશિયાઇ સિંહો તેમજ એશિયાઇ સિંહોના ક્ષેત્રમાં વસતા અન્ય વન્યજીવોના સંરક્ષણને મજબૂત બનાવવાનો હતો.
02-નરેન્દ્ર મોદીએ બૃહદ્ ગીરની સંકલ્પના આપી, જેમાં ગીર એટલે ફક્ત ગીર નેશનલ પાર્ક અને સેન્ચુરી જ નહીં, પરંતુ બરડાથી લઇને બોટાદ સુધીનો 30 હજાર ચોરસ કિમીમાં ફેલાયેલો વિસ્તાર, જ્યાં એશિયાઇ સિંહોની વસ્તી જોવા મળે છે.મોદીએ બૃહદ્ ગીરના વિકાસની સાથે ત્યાંના સ્થાનિક લોકોનો વિકાસ પણ સુનિશ્ચિત કર્યો છે.
03-તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગીર વિસ્તાર માટે સૌપ્રથમ વખત વન વિભાગમાં મહિલા બીટ ગાર્ડ અને ફોરેસ્ટરની ભરતી કરવામાં આવી. આજે, ગીરમાં લગભગ 111 મહિલાકર્મીઓ સક્રિય રીતે કાર્યરત છે.
04-ગીર વિસ્તાર અને ગીરના સિંહોની સ્થિતિ અંગે સમીક્ષા કરવા માટે ઇન્સ્પેક્ટર જનરલ (IG), જૂનાગઢ રેન્જની અધ્યક્ષતામાં માસિક સમીક્ષા બેઠક આયોજિત કરવાની શરૂઆત કરવામાં આવી.
05-વર્ષ 2007માં, ગુજરાત રાજ્ય સિંહ સંરક્ષણ સોસાયટી (GSLCS) ની સ્થાપના કરવામાં આવી હતી, જે જાહેર ભાગીદારી દ્વારા એશિયાઇ સિંહોના સંરક્ષણને ટેકો આપે છે. તે પશુચિકિત્સા અધિકારીઓ, પશુપાલકો, ટ્રેકર્સ અને સિંહ સંરક્ષણ માટે જરૂરી અન્ય લોકોને ભંડોળ પૂરું પાડે છે. ગીર ઇકો-ટુરિઝમમાંથી થતી આવક GSLCS ને આપવામાં આવે છે, જે વન્યજીવન સંરક્ષણ અને વન વિભાગની માળખાગત સુવિધાઓ માટે ભંડોળનો ઉપયોગ કરે છે.
06-ગુજરાત સરકારે સિંહ સંરક્ષણ પ્રયાસોને વધારવા માટે વન્ય પ્રાણી મિત્ર યોજના શરૂ કરી હતી. આ પહેલ જાગરૂકતા વધારવા, સિંહો અને અન્ય વન્યજીવોની હિલચાલ પર દેખરેખ રાખવા તેમજ બચાવ કામગીરી અને સંરક્ષણ પ્રયાસોમાં વન વિભાગને મદદરૂપ થવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
Mar 02, 2025 11:52 am
ગીરની વન્યજીવસૃષ્ટિની જાળવણી માટેના ભગીરથ પ્રયાસો આદર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વર્ષ 2022માં આયોજિત ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણીમાં લગભગ 13.53 લાખ લોકોએ ભાગ લીધો હતો અને તેના થકી એક વિશ્વ વિક્રમ બનાવવામાં આવ્યો હતો. માનવ-વન્યજીવન સંઘર્ષના મુદ્દા પર ફોકસ કરવા માટે આ પહેલ ખરેખર ખૂબ મહત્વપૂર્ણ છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સાસણગીરમાં વસતા એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે તેમજ ગીર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અનેક પ્રયાસો કર્યા હતા. તેમણે પોતે વર્ષ 2007માં ગીરના જંગલ વિસ્તારની મુલાકાત લીધી હતી, અને ત્યાંની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ, તેમણે ગિર વિસ્તારના સમગ્ર વિકાસ માટે, સિંહોના સંરક્ષણ માટે તેમજ ગીરની વન્યજીવસૃષ્ટિની જાળવણી માટેના ભગીરથ પ્રયાસો આદર્યા હતા.
Mar 02, 2025 11:52 am
237 બીટ ગાર્ડ્સની ભરતી કરવામાં આવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં વર્ષ 2024માં ગીર ખાતે 237 બીટ ગાર્ડ્સ (162 પુરુષો, 75 મહિલાઓ) ની ભરતી કરવામાં આવી હતી, જેઓ સંરક્ષિત વિસ્તારોમાં પેટ્રોલિંગ કરે છે અને સિંહોના રહેઠાણોનું રક્ષણ કરે છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં, ગીરના સ્થાનિક લોકોના નાના-નાના પ્રશ્નોના નિરાકરણ માટે ‘ગીર સંવાદ સેતુ’ કાર્યક્રમ ચલાવવામાં આવે છે, અને અત્યારસુધીમાં આવા 300 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, શાકાહારી પશુઓના સંવર્ધન માટે 9 બ્રીડીંગ સેન્ટર્સ પણ બનાવવામાં આવ્યા છે. શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ બૃહદ્ ગીર વિસ્તારમાં આવેલી રેલ્વે લાઇનો પર સિંહની અવર-જવરના કારણે સંભવિત અકસ્માત નિવારવા માટે રેલ્વે સાથે એસ.ઓ.પી. (SOP)ની રચના કરવામાં આવી છે, જેના લીધે અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
Mar 02, 2025 11:52 am
30,000 ચોરસ કિમી વિસ્તારમાં સિંહોની વસ્તી
હાલ ગુજરાતના 9 જિલ્લાઓના 53 તાલુકાઓમાં આશરે 30,000 ચોરસ કિમી વિસ્તારમાં સિંહોની વસ્તી છે. ગુજરાતમાં વસતા એશિયાઇ સિંહો તેમજ અન્ય વન્યજીવોના સંરક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, ભારત સરકારના પ્રોજેક્ટના ભાગરૂપે વન્યજીવોના આરોગ્ય માટે જૂનાગઢ જિલ્લાના નવા પીપળિયા ખાતે 20.24 હેક્ટરથી વધુ જમીન પર નેશનલ રેફરલ સેન્ટર બનવા જઇ રહ્યું છે. વધુમાં, સાસણમાં વન્યજીવન ટ્રેકિંગ માટે એક હાઇ-ટેક મોનિટરિંગ સેન્ટર અને એક અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.
Mar 02, 2025 11:52 am
PM Narendra Modi વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે આવતીકાલે ગીર-સોમનાથની મુલાકાત લેશે
આવતીકાલે એટલે કે 3 માર્ચના રોજ સમગ્ર વિશ્વ ‘વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણી કરશે, જેની 2025 માટેની થીમ છે, ‘વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ: ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ’ (વન્યજીવ સંરક્ષણ નાણા: લોકોમાં અને પૃથ્વી ગ્રહમાં રોકાણ). આ થીમ થકી વિશ્વ વન્યજીવ દિવસ વૈશ્વિક સંરક્ષણ પ્રયાસોમાં ટકાઉ ભંડોળની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. આ જ દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતીકાલે ગુજરાતમાં ગીર-સોમનાથની મુલાકાત લેશે.
Mar 02, 2025 11:37 am
અમરેલીના સાવરકુંડલામાં ડમી વિદ્યાર્થિની ઝડપાઇ
જે.વી.મોદી હાઈસ્કૂલમાં બોર્ડની પરીક્ષામાં ડમી વિદ્યાર્થિની,નાની બહેનના બદલે મોટી બહેન પરીક્ષા આપતા ઝડપાઈ,નાની બહેનને ટાઈફોડ થતા મોટી બહેન પરીક્ષા આપવા પહોંચી,ધો.10નું ગણિતનું પેપર આપવા પહોંચી હતી મોટી બહેન,બંને બહેનો સામે સાવરકુંડલા પોલીસે ફરિયાદ નોંધી
Mar 02, 2025 11:26 am
ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે : અંબાલાલ પટેલ
હાલ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં એક મધ્યમ કક્ષાનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ભારે પવન, બરફ વર્ષા, કરા સાથે વરસાદ થઈ રહી છે અને બે થી ત્રણ ઇંચ વરસાદ થવાની શક્યતા છે.ગુજરાતમાં વાદળો આવી શકે છે અને કંઈક મધ્ય ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, જામનગરના ભાગો, કચ્છના ભાગો વાદળો આવવાની શક્યતા રહેશે. રાજસ્થાનના ભાગોમાં વરસાદી છાંટા થવાની શક્યતાઓ રહેશે અને ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
Mar 02, 2025 11:25 am
કચ્છમાં 40 ડિગ્રી સુધી મહતમ તાપમાન નોંધાશે : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે,મધ્ય ગુજરાત અમદાવાદ ,ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, સહિત 41 ડિગ્રી સુધી ગરમી રહેશે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, દમણ સહિતના વિસ્તારોમાં 42 ડિગ્રી સુધી ગરમી રહી શકે છે,સૌરાષ્ટ્રના ભાગોમાં અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત 39 થી 40 ડિગ્રી રહેશે તો અગાઉ રાજ્યમાં નબળા પડેલા વેસ્ટર્ન ડિસ્ટર્બનસને લીધે માર્ચમાં ગરમી આકરી પડશે સાથે સાથે 3 થી 6 માર્ચમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસને લીધે વાદળછાયું વાતાવરણ રહેશે.
Mar 02, 2025 11:25 am
અંબાલાલ પટેલની ગરમીને લઈ આગાહી, કહ્યું, રાજયમાં ઉનાળો બતાવશે આકરું તેવર
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈ આગાહી કરી છે,અંબાલાલ પટેલનું માનવું છે કે આ વખતે રાજ્યમાં ઉનાળો આકરૂ તેવર બતાવશે તેમજ માર્ચ મહિનામાં ગરમી મહા મુસીબત બનશે 7 માર્ચથી મહત્તમ તાપમાનમાં વધારો થતાં ગરમી ભૂક્કા બોલાવશે તેવી આગાહી કરવામા આવી છે.તો બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ સહિતના ભાગોમાં મહતમ તાપમાન 38 થી 39 ડિગ્રી સુધી રહેશે .
Mar 02, 2025 11:08 am
હર્ષ સંઘવીએ કહ્યું યુનિક પાસવર્ડ રાખો
વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, મજબૂત અને યુનિક પાસવર્ડ રાખવો જોઈએ. ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશન આવે તેને ઈનેબલ કરવાથી તમે જરૂર સુરક્ષિત રહી શકશો. રિમોટ એક્સેસ જરૂર હોય તો VPNનો ઉપયોગ કરવો. વીડિયો રેકોર્ડર કે ડીવીઆર લોક કરેલા સ્થાને રાખવા જેથી અનધિકૃત એક્સેસ રોકી શકાય. હાર્ડવેર અને સોફ્ટવેર માટે ફાયરવોલનો ઉપયોગ કરવો.
Mar 02, 2025 11:08 am
હર્ષ સંઘવીએ ગૃહમાં સીસીટીવીને લઈ આપ્યો જવાબ
તાજેતરમાં જ રાજકોટની ખાનગી મેટરનીટી હોમમાં મહિલા દર્દીઓની સારવારના CCTV ફૂટેજના વીડિયો વાયરલ થવાની ઘટના બની હતી. ગુજરાત વિધાનસભા ગૃહમાં આ સંદર્ભે જાહેર અગત્યની બાબત પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપતા જણાવ્યું કે, હેકર્સ દેશવ્યાપી ષડયંત્ર કરે તે પહેલા જ ગુજરાત પોલીસે આ રેકેટના મુખ્ય સૂત્રધારને પકડીને આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો.મહિલા દર્દીઓની સારવારના CCTV વીડિયો વાયરલ થવાની ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ CCTV ફૂટેજને પોતાના ઘરોમાં, ઓફિસમાં કેવી રીતે સુરક્ષિત રાખવા, સાયબર એક્સપર્ટ પાસે તેનું ઓડિટ કરાવવું વગેરે બાબતોનું ધ્યાન રાખી કેવી રીતે મહિલાઓની સુરક્ષા અટકાવી શકાય છે તેના પર ગૃહમાં જવાબ આપ્યો હતો.
Mar 02, 2025 11:08 am
Harsh Sanghviનું ગૃહમાં નિવેદન, 50 હજાર હેક થયેલા સીસીટીવીમાં પોલીસને મળી સફળતા
વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સીસીટીવીને લઈ નિવેદન આપ્યું છે,હર્ષ સંઘવીએ કહ્યું કે,50 હજાર હેક થયેલા સીસીટીવી કેસમાં પોલીસને સફળતા મળી છે.CCTV હેક કરીને ગુના આચરતી ગેંગને અમદાવાદ સાયબર ક્રાઈમે ઝડપી પાડી છે તે બદલ ગુજરાત પોલીસ અને સાયબર ક્રાઈમને સલામ છે.
Mar 02, 2025 10:50 am
મહેસાણાની અર્બન બેંકમાં હોદ્દોદારોએ આપ્યા રાજીનામા, કાર્યકાળ પૂર્ણ થતા લીધો નિર્ણય
મહેસાણાની અર્બન બેંકમાં હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે,ચેરમેન,વાઇસ ચેરમેન અને ડિરેક્ટરોએ આપ્યું છે રાજીનામું,10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા તમામે આપ્યું રાજીનામું તો આરબીઆઈનો નિર્ણય છે તેને અનુસરીને રાજીનામું આપ્યું છે.ચેરમેન કે.કે પટેલ,વાઇસ ચેરમેન ડો.અનિલ પટેલ,ડિરેક્ટર ખોડાભાઈ પટેલ, કોકિલાબેન પટેલ, નરોત્તમભાઈ પટેલે પણ આપ્યું રાજીનામું.
Mar 02, 2025 10:32 am
પોલીસે આરોપીઓને શોધવા તપાસ કરી શરૂ
એક શખ્સે એરગનથી હવામાં ફાયરિંગ કર્યું અને રૂપિયા ભરેલી બેગની માગણી કરી. વેપારીએ બેગ આપવાની ના પાડી અને બુમાબુમ કરવા લાગ્યા. આથી લૂંટારુઓ ત્યાં ઊભેલી મોટરસાયકલ પર બેસીને ભાગી ગયા. નડિયાદ ટાઉન પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.સોની બજારમાં સુરજ ટચ નામની દુકાન ધરાવતા પૂર્ણાંક સાલુકે દુકાન બંધ કરીને 40 હજાર રૂપિયા રોકડા સાથે ઘરે જઈ રહ્યા હતા.
Mar 02, 2025 10:32 am
પૂર્ણાંક સાલુકે નામના વેપારીને લૂંટવાનો કર્યો પ્રયાસ
સમગ્ર ઘટનાને લઈ વાત કરીએ તો પૂર્ણાક સાલુકે નામનો વેપારી દુકાન બંધ કરીને ઘર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન વેપારી પાસે રોકડ ભરેલો થેલો હતો અને આરોપીઓ ત્યાં આવે છે અને થેલો હાથમાંથી ઝૂંટવી લેવાનો પ્રયાસ કરે છે ત્યારે વેપારી બુમાબુમ કરતા થેલો લઈને આરોપીઓ ભાગી શકતા નથી પરંતુ તેના બદલમાં એરગનથી હવામાં ફાયરિંગ કરતા દોડધામ મચી હતી સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી.
Mar 02, 2025 10:32 am
નડિયામાં સોની વેપારી સાથે લૂંટનો પ્રયાસ કરી આરોપીઓએ કર્યુ હવામાં ફાયરિંગ
નડિયાદના સાથ બજારમાં એરગનથી ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ થયો હોવાની વાત સામે આવી છે જેમાં લૂંટના પ્રયાસના CCTV ફૂટેજ સામે આવ્યા છે,બે લૂંટારુઓએ મોડી સાંજે જ્વેલર્સને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વેપારી બચી ગયો હતો,તો આરોપીઓએ એરગનથી હવામાં ફાયરિંગ કર્યુ હતુ,ધમધમતા માર્કેટમાં દુકાન બંધ કરતી વખતે આ ઘટના બનતા બજારમાં દોડધામ મચી હતી.
Mar 02, 2025 10:16 am
વન્યજીવ ગુના નિયંત્રણ બ્યૂરો પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવ્યા પછી આવાં પ્રાણીઓને લાવવામાં આવે
રેસ્ક્યુ અને એક્સચેન્જમાં કાયદાનું અનુસરણ બચાવાયેલાં તમામ પ્રાણીઓને ઝૂ રૂલ્સ, 2009ની માન્યતાઓ મુજબ તેમજ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ, 1972 હેઠળ સ્થાપિત જોગવાઈઓ અનુસાર સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઉપરાંત જે-તે રાજ્યના ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડનની આગોતરી મંજૂરીઓ મેળવ્યા બાદ વનતારા ખાતે લાવવામાં આવે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તરફથી અનુમતિ/ મંજૂરી મળે તે પછી તમામ પ્રાણીઓના એક્સચેન્જને હાથ ધરવામાં આવે છે. ભારતમાંની તેમજ વિદેશની અન્ય સંસ્થાઓ તરફથી મળતી એક્સચેન્જની વિનંતિઓને પણ વનતારાએ પ્રત્યુત્તર આપ્યા છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, વન-પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન મંત્રાલય, વિદેશ વ્યાપાર મહાનિદેશક, પશુ સંવર્ધન અને ડેરી વિભાગ તથા વન્યજીવ ગુના નિયંત્રણ બ્યૂરો પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવ્યા પછી આવાં પ્રાણીઓને લાવવામાં આવે છે.
Mar 02, 2025 10:16 am
300 ચિત્તા સહિત 43 પ્રજાતિઓ
2000થી વધુ પ્રાણી 43 પ્રજાતિઓના 2000થી વધુ પ્રાણીઓ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરની દેખરેખ હેઠળ છે. આ સેન્ટરે લુપ્તપ્રાય પ્રજાતિના સાત ભારતીય અને વિદેશી પ્રાણીઓનો કન્ઝર્વેશન બ્રીડિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે, તેનો ઉદ્દેશ આ લુપ્તપ્રાય પ્રાણીઓને તેમના મૂળ નિવાસસ્થાનોમાં પુનઃસ્થાપિત કરી શકાય તેટલી સંખ્યામાં તેમની અનામત સંખ્યા ઊભી કરવાનો છે. જેનાથી તેમને લુપ્ત થતાં બચાવી શકાય. આજે વનતારા ઇકોસિસ્ટમે 200 હાથીઓ, 300થી વધુ ચિત્તા, વાઘ, સિંહ, જગુઆર વગેરે, 300થી વધુ શાકાહારી પ્રાણીઓ જેમ કે હરણ અને 1200થી વધુ સરિસૃપ જેમ કે મગર, સાપ અને કાચબા માટે જીવન અને આશાનો સંચાર કર્યો છે.
Mar 02, 2025 10:15 am
1000થી વધુ મગરોને બચાવાયા છે
તમિલનાડુથી લાવ્યા 1000થી વધુ મગરો આ સેન્ટર દ્વારા તમિલનાડુમાં ખીચોખીચ અને ભીડભાડવાળી ફેસિલિટીમાંથી 1000થી વધુ મગરોને બચાવાયા છે. આ કેન્દ્રએ આફ્રિકામાં શિકારની જગ્યાઓમાંથી અને મેક્સિકોની ફેસિલિટીઝમાં ગંભીર રીતે પીડિત પ્રાણીઓને બચાવ્યા છે. આ સેન્ટર પાસે એક લાખ ચોરસ ફૂટની હોસ્પિટલ અને તબીબી સંશોધન કેન્દ્ર છે. આઇ.સી.યુ., એમ.આર.આઇ., સીટી સ્કેન, એક્સ-રે, અલ્ટ્રાસાઉન્ડ, એન્ડોસ્કોપી, ડેન્ટલ સ્કેલર, લિથોટ્રિપ્સી, ડાયાલિસિસ,સર્જરીઓ અને બ્લડ પ્લાઝ્મા સેપરેટર માટે લાઇવ વીડિયો કોન્ફરન્સીસ માટેની ઓઆરવન ટેક્નોલોજી આ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર પાસે છે.
Mar 02, 2025 10:15 am
650 એકરમાં ફેલાયેલું છે રેસ્ક્યુ સેન્ટર
સર્કસ અથવા ગીચ પ્રાણી સંગ્રહાલયમાં તૈનાત કરાયેલા જંગલી પ્રાણીઓ માટે 3000 એકર પરિસરમાં 650 એકરથી વધુનું એક રેસ્ક્યુ એન્ડ રીહેબિલિટેશન સેન્ટર વિકસાવવામાં આવ્યું છે. જ્યાં ભારત અને સમગ્ર વિશ્વમાંથી સતવાયેલા અને બચાવાયેલા પ્રાણીઓને અત્યાધુનિક વિશાળ આશ્રયસ્થાનોમાં રાખવામાં આવે છે. આશરે 2100થી વધુ કર્મચારીઓના સંખ્યાબળ સાથે રેસ્ક્યુ એન્ડ રીહેબિલિટેશન સેન્ટરે સમગ્ર ભારતમાંથી માર્ગ અકસ્માતો અથવા માનવ-જંગલી પ્રાણી વચ્ચેના સંઘર્ષમાં ઇજાગ્રસ્ત થયેલા લગભગ 200 દીપડાઓને બચાવ્યા છે.
Mar 02, 2025 10:15 am
આ છે હાથીઓની હોસ્પિટલ
આ સેન્ટર પાસે 25,000 ચોરસ ફૂટની વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલ છે, જે પોર્ટેબલ એક્સ-રે મશીનો, વિવિધ સારવાર માટેના લેસર મશીનો, સંપૂર્ણ સજ્જ ફાર્મસી, તમામ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ માટે પેથોલોજી, નિદાન માટે આયાતી એલિફન્ટ રિસ્ટ્રેઇનિંગ ડિવાઇસ, હાઇડ્રોલિક પુલી અને ક્રેન્સ, હાઇડ્રોલિક સર્જિકલ ટેબલ અને હાથીઓ માટે હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બર સાથે સજ્જ છે. આ હોસ્પિટલ કેટરેક અને એન્ડોસ્કોપિક ગાઇડેડ સર્જરીઝ કરે છે(તેના પ્રકારના પ્રથમ ખાસ ડિઝાઇન કરાયેલા એન્ડોસ્કોપી સાધન સાથે)અને જરૂરી કોઈપણ શસ્ત્રક્રિયા કરવા સક્ષમ છે. હાથીઓ માટે 14 હજાર સ્કવેર ફૂટનું કિચન આ સેન્ટર પાસે 14000 ચોરસ ફૂટથી વધુનું વિશેષ રસોડું છે. જે દરેક હાથીની ઓરલ હેલ્થ સહિત તેમની અત્યંત આવશ્યક શારીરિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખાસ પસંદ કરવામાં આવેલો આહાર તૈયાર કરે છે.આ સેન્ટર હાથીઓની સંભાળ માટે આયુર્વેદિક પદ્ધતિ પણ અજમાવે છે, ગરમ તેલના મસાજથી લઈને મુલતાની માટી સુધીના ઉપચારો સાથે આયુર્વેદ પ્રેક્ટિશનરો હાથીઓ માટે ચોવીસ કલાક કામ કરે છે.
Mar 02, 2025 10:14 am
પશુ ચિકિત્સક-ન્યૂટ્રિશિયાનિસ્ટ સહિત 500 લોકોનો સ્ટાફ
વનતારા ખાતે હાથીઓ માટેનું સેન્ટર 3000 એકરના પરિસરમાં અત્યાધુનિક શેલ્ટર્સ, વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરાયેલા દિવસ અને રાત્રિના એસ્ક્લોઝર્સ, હાઇડ્રોથેરાપી પૂલ્સ, જળાશયો અને હાથીઓના આર્થરાઇટિસની સારવાર માટેના એક વિશાળ એલિફન્ટ જકુઝી સાથે ફેલાયેલું છે. આ સેન્ટર 200થી વધુ હાથીઓનું ઘર બન્યું છે. જ્યાં તેમની પશુચિકિત્સકો, બાયોલોજિસ્ટ, પેથોલોજિસ્ટ, ન્યૂટ્રીશિયાનિસ્ટ અને નેચરાલિસ્ટ સહિત 500થી વધુ લોકોના વિશિષ્ટ અને પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા ચોવીસ કલાક સંભાળ રાખવામાં આવે છે.
Mar 02, 2025 10:14 am
પ્રાણીઓની સંભાળ ઇશ્વર અને માનવતાની સેવા
વનતારાની સ્થાપના માટે પ્રેરણા આપનાર ફિલસૂફી અંગે સમજાવતા અનંત અંબાણીએ જણાવ્યું કે, હું જીવ સેવા (પ્રાણીઓની સંભાળ)ને ભગવાન અને માનવતાની સેવા તરીકે જોઉં છું. વનતારામાં હાથીઓ માટેનું કેન્દ્ર અને સિંહ, વાઘ, મગર, દિપડા વગેરે સહિત અન્ય મોટી-નાની પ્રજાતિઓ માટેની સુવિધાઓ છે.
Mar 02, 2025 10:14 am
વનતારા વૈશ્વિક સ્તરે આશાનું કિરણ બની રહે
'વનતારાનો હેતુ ભારતના તમામ 150થી વધુ પ્રાણીસંગ્રહાલયોને તાલીમ, ક્ષમતા નિર્માણ અને પ્રાણીઓની સંભાળના માળખાના સંદર્ભમાં સુધાર લાવવા માટે ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને અન્ય સંબંધિત સરકારી સંસ્થાઓ સાથે ભાગીદારી કરવાનો છે. અમે આશા રાખીએ છીએ કે વનતારા વૈશ્વિક સ્તરે આશાનું કિરણ બની રહે અને દર્શાવે કે કેવી રીતે ઉદ્દાત વિચારો ધરાવતી સંસ્થા વૈશ્વિક જૈવ વિવિધતા (ગ્લોબલ બાયોડાઇવર્સિટી) સંરક્ષણ પહેલને મદદ કરી શકે છે.'
Mar 02, 2025 10:14 am
અમારા પ્રયાસોને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળીઃ અનંત અંબાણી
આ પ્રસંગે અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, ખૂબ જ નાની ઉંમરે મારા માટે પેશન તરીકે જે કાર્ય શરૂ થયું હતું તે હવે વનતારા અને અમારી તેજસ્વી અને પ્રતિબદ્ધ ટીમ સાથે એક મિશન બની ગયું છે. અમે ભારતીય મૂળની લુપ્તપ્રાય પ્રજાતિઓના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે મહત્વપૂર્ણ રહેઠાણોને પુનઃસ્થાપિત કરવા અને પ્રજાતિઓ માટેના જોખમોને નિવારવા અને વનતારાને અગ્રણી સંરક્ષણ કાર્યક્રમ તરીકે સ્થાપિત કરવા માંગીએ છીએ. અમને આનંદ છે કે અમારા પ્રયાસોને ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. ભારતના અને વિશ્વના કેટલાક ટોચના પ્રાણીશાસ્ત્રી અને તબીબી નિષ્ણાતો અમારા મિશનમાં જોડાયા છે અને અમે ભાગ્યશાળી છીએ કે અમને સરકારી સંસ્થાઓ, સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓના સક્રિય સહયોગ અને માર્ગદર્શન પ્રાપ્ત થયા છે.
Mar 02, 2025 10:13 am
200થી વધુ હાથીઓને આપ્યો છે આશરો
છેલ્લા કેટલાક વર્ષોમાં, આ પ્રોગ્રામ હેઠળ 200થી વધુ હાથી અને હજારો અન્ય પ્રાણીઓ, સરિસૃપો અને પક્ષીઓને અસુરક્ષિત પરિસ્થિતિઓમાંથી બહાર કાઢીને બચાવ્યા છે. આ પહેલમાં ગેંડા, ચિત્તા અને મગર સહિતની મુખ્ય પ્રજાતિઓના પુનર્વસનની કામગીરી પણ કરવામાં આવી છે. તાજેતરમાં, વનતારાએ મેક્સિકો, વેનેઝુએલા વગેરે દેશોમાં વિદેશી બચાવ મિશનમાં પણ ભાગ લીધો છે. તાજેતરમાં મધ્ય અમેરિકન ઝૂ ઓથોરિટીના મદદના સાદને પ્રતિભાવ આપતાં ત્યાંથી ઘણાં મોટા પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. આ પ્રકારના તમામ બચાવ અને પુનર્વસન મિશન ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે કડક કાયદાકીય અને નિયમનકારી માળખા હેઠળ હાથ ધરવામાં આવે છે.
Mar 02, 2025 10:13 am
પ્રાણીઓના આરોગ્યની સંભાળ માટે આધુનિક હોસ્પિટલ
વનતારા અત્યાધુનિક હેલ્થકેર, હોસ્પિટલો, સંશોધન અને શૈક્ષણિક કેન્દ્રોના સમાવેશ સહિત પોતાની શ્રેણીમાં શ્રેષ્ઠતમ પ્રાણી સંરક્ષણ અને સંભાળ નિર્ધારીત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેના કાર્યક્રમોમાં, વનતારા અદ્યતન સંશોધન અને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ જેમ કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) અને વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ ફોર નેચર (WWF) સાથે અદ્યતન સંશોધન અને સહયોગને એકીકૃત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.
Mar 02, 2025 10:13 am
અનંત અંબાણીનો ડ્રીમ પ્રોજેક્ટ
વનતારાનો મૂળ વિચાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશનના ડાયરેક્ટર એવા અનંત અંબાણી દ્વારા રોપવામાં આવ્યો હતો. આ ઉપરાંત અનંત અંબાણી રિલાયન્સના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા રિન્યૂએબલ એનર્જીના બિઝનેસનું પણ નેતૃત્વ કરી રહ્યા છે અને તે ક્ષમતામાં, 2035 સુધીમાં નેટ કાર્બન ઝીરો કંપની બનવાની રિલાયન્સની સફરનું નેતૃત્વ કરે છે.
Mar 02, 2025 10:12 am
3000 એકરના ગ્રીનબેલ્ટમાં આવેલું છે રેસ્ક્યુ સેન્ટર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અનંત અંબાણીના સપના સમાન વનતારા(સ્ટાર ઓફ ફોરેસ્ટ)પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે.આ પ્રોગ્રામ હેઠળ દેશ અને વિદેશમાં ઇજાગ્રસ્ત પ્રાણીઓનો બચાવ, સારવાર, સારસંભાળ અને પૂનર્વસનનું કાર્ય કરવામાં આવશે. રિલાયન્સની જામનગર સ્થિત રિફાઇનરીના સંકુલના 3000 એકરના ગ્રીનબેલ્ટમાં આ રેસ્ક્યુ સેન્ટર ફેલાયેલું છે. પ્રાકૃતિક અને હરિયાળું વાતાવરણ પૂરું પાડે છે વનતારા વનતારાનું લક્ષ્ય એનિમલ કેર અને વેલ્ફેરના એક્સપર્ટ્સ સાથે કામ કરીને વૈશ્વિક સ્તરે થતા પ્રાણી સંરક્ષણમાં યોગદાન આપવાનું છે. વનતારાએ બચાવાયેલા પ્રાણીઓને પ્રાકૃતિક અને હરિયાળું વાતાવરણ પૂરું પડે તે માટે 3000 એકર જમીન પર જંગલ ઉભું કર્યું છે.
Mar 02, 2025 10:12 am
ખાવડી નજીક વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યૂ સેન્ટર
જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી ખાવડી નજીક વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યૂ સેન્ટર બનાવવામાં આવ્યું છે. દેશમાં આ પ્રકારનું આ પહેલું એનિમલ રેસ્ક્યૂ સેન્ટર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સામાજિક ઉત્તરદાયિત્વની કામગીરીનો ભાગ છે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અનંત અંબાણીના સપના સમાન વનતારા(સ્ટાર ઓફ ફોરેસ્ટ)પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે.આ પ્રોગ્રામ હેઠળ દેશ અને વિદેશમાં ઇજાગ્રસ્ત પ્રાણીઓનો બચાવ, સારવાર, સારસંભાળ અને પૂનર્વસનનું કાર્ય કરવામાં આવશે
Mar 02, 2025 10:12 am
સૌથી મોટું હાથી ઘર
આ છે જામનગર નજીક આવેલ વિશ્વનું સૌથી મોટું હાથી ઘર અને પક્ષી-પ્રાણીઓ માટેનું રેસ્ક્યુ સેન્ટર. રિલાયન્સ રિફાઇનરીને સલગ્ન વિસ્તારમાં આવેલી 600 એકર જમીનમાં આ સેવા પ્રવૃત્તિ ચલાવતા આનંદભાઈ અંબાણીએ પત્રકારો સાથે હાથી કેમ્પ ખાતે જ વાર્તાલાપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ પ્રવૃત્તિ એ કોઈ ધંધો નથી પરંતુ સેવાનું કામ છે. જીવદયા અંગે અનંતભાઈએ વધુમાં જણાવેલ કે હું જ્યારે 8 વર્ષનો હતો ત્યારે મારા માતૃશ્રી એ મને બે એનિમલ એમ્બ્યુલન્સ બર્થ ડે ગિફ્ટમાં આપી જે અમે મુંબઈમાં રખડતા પ્રાણીઓ કુતરા, ગાય, બિલાડી વગેરેની સેવામાં મુકેલ છે. ત્યાંથી મને પ્રાણીઓની સેવા ગમે છે. હું નાનો હતો ત્યારે દાદાજી (ધીરુભાઈ) સાથે દેવનાથ કતલખાને પહેલી વખત ગયેલ અને ત્યાં રૂપિયા આપી કેટલાક જીવોને છોડાવી લાવ્યા હતા. એનિમલ કેમ્પની વિશ્વની સૌથી મોટી આધુનિક હોસ્પિટલમાં હાઇડ્રોલિક પ્લેટફોર્મ મોબાઈલ સીટી સ્કેનર એક્સ રે યુનિટ ઓપરેશન થિયેટર છે.
Mar 02, 2025 10:11 am
જામનગરમાં આવેલ વનતારા વિષે જાણો, પીએમ મોદીએ લીધી ખાસ મુલાકાત
જામનગરની ભાગોળે આવેલી વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરીના વિસ્તારમાં રિલાયન્સના સેવાભાવી ટ્રસ્ટ દ્વારા દુનિયાના સૌથી મોટા એલિફન્ટ કેમ્પ અને હોસ્પિટલમાં 200 જેટલા હાથીઓની સારસંભાળ લેવાઈ રહી છે. આ ઉપરાંત અનેક દેશોમાંથી રેફ્યુઝ કરીને લેવાયેલા હાથી, ચિતા, વાઘ, સિંહ અને હિપોપોટેમોસ સહિતના 700થી વધુ વન્ય પ્રાણીઓની સેવા સારવાર અને સંભાળ કરવામાં આવે છે. આ કામગીરીને ટ્રસ્ટના સંચાલક અને પ્રાણીપ્રેમી એવા અનંતભાઈ અંબાણીએ સેવાલય ગણાવ્યું છે.
Mar 02, 2025 09:57 am
વેપારીઓને થયું મોટું નુકસાન
શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ બે દિવસ એટલે કે 48 કલાક બાદ કાબુમાં આવતા તંત્ર અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આ આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની અનેક ટીમો છેલ્લા 48 કલાકોથી ખડેપગે હતી. ચાર માળની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની ઇમારતમાં 850 જેટલી દુકાનો આવેલી છે. જેમાંથી મોટાભાગની દુકાનો બળીને ખાખ થઈ ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. અહીંના કાપડના વેપારીઓને 1000 કરોડથી વધુનું નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે.
Mar 02, 2025 09:57 am
મંત્રી હર્ષ સંઘવીએ ફાયર બ્રિગેડના જવાનોનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતુ.
સુરત શહેરના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં થયેલી મોટી આગની દુર્ઘટનાને ફાયર બ્રિગેડ અને વહીવટી તંત્રની ટીમોએ સતત બે દિવસની ભારે જહેમત બાદ કાબૂમાં લઈ લીધી છે. આ દુર્ઘટનામાં અનેક વેપારીઓને આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઘટના સ્થળની મુલાકાત લીધી અને વેપારીઓ સાથે સંવાદ સાધી તેમને સાંત્વના પાઠવી હતી. તેમણે આગને કાબૂમાં લેવા માટે દિવસ-રાત એક કરનાર ફાયર બ્રિગેડના જવાનોના પ્રશંસનીય કાર્યની સરાહના કરી હતી. આ ઉપરાંત, મંત્રીએ ફાયર બ્રિગેડના જવાનોનું સાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું.
Mar 02, 2025 09:56 am
ફાયર ઓફિસરને હાથમાં ઓપરેશન કરવું પડયું
શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ 32 કલાક બાદ કાબુમાં આવી હતી. આ આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ આગને કાબુમાં લેવા ફાયર કર્મચારીઓએ તનતોડ મહેનત કરી હતી અને ખડેપગે ફરજ બજાવી હતી. આ આગની ઘટનામાં એક ફાયર ઓફિસર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમના હાથમાં એક ઓપરેશન કરવામાં આવ્યું છે.
Mar 02, 2025 09:54 am
આગને લઈ સર્વે કરાશે
સુરતમાં શિવશક્તિ માર્કેટનો હવાલો પોલીસને સોંપાયો છે જેમાં પોલીસ અને ફાયર FSLને સાથે રાખી સરવે કરી રહી છે,માર્કેટમાં ભીષણ આગ લાગતા કરોડો રુપિયાનું નુકસાન થયું છે,સરવે કરી આગનું સાચું કારણ શોધવામાં આવશે અને આગને પગલે 700 જેટલી દુકાનોમાં થયું નુકસાન થયું છે.
Mar 02, 2025 09:53 am
આગમાં ગુંગળામણથી મહેન્દ્રભાઈનું થયું હતું મોત
મહેન્દ્રભાઈ 10 દિવસ અગાઉ નોકરી પર લાગ્યા હતા અને સવારે નોકરી પર નીકળ્યા બાદ તેઓનો મૃતદેહ સીધો ઘરે પહોંચતા પરિવારમાં આક્રંદ છવાયો હતો,પત્નીએ મહેન્દ્રભાઈના પેન્ટ પરથી મૃતદેહ ઓળખ્યો હતો,સંદેશ ન્યૂઝે મૃતકના પરિવારજનો સાથે કરી વાતચીત અને તેમનું કહેવું છે કે હાલ ઘરની આર્થિક સ્થિતિ સારી નથી અને પરિવારે ઘરનો આધાર ગુમાવ્યો છે.પત્ની, એક પુત્ર અને પુત્રીનો પરિવારમાં સમાવેશ,લોકો મદદ કરે તેવી આશા રાખી બેઠો છે પરિવાર.
Mar 02, 2025 09:53 am
સુરતની ટેકસટાઈલ માર્કેટમાં લાગેલી આગમાં મૃતકના પરિવારને આર્થિક મદદની જરૂર
સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં આગમાં મૃતક ભૂલાયા કે શું તેવું લાગી રહ્યું છે.મંત્રીથી લઈ ફોસ્ટા, ફોગવાએ મૃતકના પરિવાર ભુલી ગયો હોય તેમ લાગી રહ્યું છે.42 કલાક ચાલેલી આગમાં મૃતક મહેન્દ્રભાઈનું ગુંગળામણથી મોત થયું છે,તો મૃતક મહેન્દ્રભાઈ 10 દિવસ અગાઉ જ નોકરી પર લાગ્યા હતા અને આગમાં તેઓ બહાર નીકળી શકયા નહી અને તેમનું મોત થયું છે,ત્યારે પરિવાર આર્થિક મદદની ગુહાર લગાવી રહ્યો છે.
Mar 02, 2025 09:30 am
સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપી
નોંધનીય છે કે, નર્મદા જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક અરવિંદભાઈ મછારના માર્ગદર્શન હેઠળ મહિસાગર જિલ્લાના કલાકારો દ્વારા મેળામાં આવતા શ્રદ્ધાળુઓને લોકડાયરાના માધ્યમથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપી હતી. ઉપરાંત, કર્મયોગીઓ દ્વારા સરકારની પ્રજાલક્ષી યોજનાઓ, સિદ્ધિઓ-ઉપલબ્ધીઓનો પરિચય કરાવતું સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું.
Mar 02, 2025 09:29 am
તમામ વ્યવસ્થાઓનું ૪૦૦ સ્વયંસેવકોએ મોબિલાઈઝેશન કર્યું હતું
આકસ્મિક ઘટના ન બને અને જો આવી પરિસ્થિતિ થાય તો તેને તાત્કાલિક કાબુમાં લઈને નુકસાન ટાળી શકાય તે માટે પણ તંત્રએ પુરતી વ્યવસ્થા ગોઠવી હતી.મોમાઈ દેવમોગરા ટ્રસ્ટ, દેવમોગરાના પ્રમુખ મંત્રી અને ટ્રસ્ટીગણ પણ રાતદિવસ મેળાના સુચારું આયોજન કરીને દર્શનાર્થીઓ માટે સરાહનીય કામગીરી કરી હતી. ઉપરાંત, દેવમોગરા મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે થયેલ તમામ વ્યવસ્થાઓનું ૪૦૦ સ્વયંસેવકોએ મોબિલાઈઝેશન કર્યું હતું.
Mar 02, 2025 09:29 am
વ્યવસ્થાના ભાગરૂપે અસરકારક આયોજન કર્યું હતું
નોંધનીય છે કે, નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ પણ દર્શનાર્થીઓની સુરક્ષા, સ્વાસ્થ્ય અને વ્યવસ્થાના ભાગરૂપે અસરકારક આયોજન કર્યું હતું. પોલીસ વિભાગ રાઉન્ડ-ધી-ક્લોક સુરક્ષાની સાથે હેલ્પ ડેસ્ક ઉભું કરીને શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. રાત્રિ રોકાણ કરી માતાજીના સાનિધ્યમાં રહી ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુઓના આરોગ્યની ચિંતા કરીને નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં પ્રાથમિક સારવારની દવાઓ તેમજ અત્યાધુનિક એમ્બ્યુલન્સ સાથે મેડિકલ સ્ટાફ ખડે પગે રહી શ્રદ્ધાળુઓને સેવા પૂરી પાડી હતી.
Mar 02, 2025 09:29 am
નર્મદા જિલ્લામાં પાંચ દિવસ ચાલેલો દેવમોગરા મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
આદિવાસી સમાજની કુળદેવી યાહા મોગી માતાના દર્શનાર્થે ગુજરાત, મહારાષ્ટ્ર, અને મધ્યમપ્રદેશના આદિવાસી સમુદાય સહિત લાખોની સંખ્યામાં ભાવિભક્તો આસ્થાના કેન્દ્ર દેવમોગરા ખાતે ઉમટી પડે છે. આ વર્ષે મહાશિવરાત્રીના પાવન પર્વે તા. ૨૫ ફેબ્રુઆરીથી તા. ૧ માર્ચ, ૨૦૨૫ દરમિયાન દેવમોગરા ખાતે પરંપરાગત ભાતીગળ મેળાનું ભવ્ય આયોજન કરાયું હતું. મહા શિવરાત્રીથી પ્રારંભાયેલા પાંચ દિવસીય મેળામાં આસપાસના રાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુઓએ આસ્થા સાથે નર્મદા જિલ્લાની આ પાવન ભૂમિ પર પધારીને પાંડોરી માતાના દર્શન કર્યા હતા.
Mar 02, 2025 09:13 am
ગુજરાતમાં હુક્કાને લગતા નિયમ પર નજર
વિજય રૂપાણી સરકારે હુક્કાબાર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો હતો.વર્ષ 2016માં વટહૂકમ બહાર પાડી દંડની જોગવાઈ કરાઈ હતી,જેમાં કાયદાનું ઉલ્લંઘન કરનારાને 3 વર્ષની જેલ અને 50 હજારના દંડની જોગવાઇ પણ કરવામાં આવી હતી.COTPA (Cigarettes and Other Tobacco Products Act) 2003માં સુધારો કરીનો આ નવો કાયદો બનાવવામાં આવ્યો હતો.બાદમાં ગુજરાત સરકારે COTPAમાં હુક્કાનો સમાવેશ કર્યો.જો કે હુક્કા સંચાલકોએ ગુજરાત હાઇકોર્ટમાંથી હર્બલ હુક્કા માટેની મંજૂરી લીધી હતી, પણ હવે હર્બલ હુક્કાના નામે નિકોટીન હુક્કા વેચતા પોલીસ હરકતમાં આવી છે.
Mar 02, 2025 09:12 am
બ્રુ રોસ્ટ કેફેમાં હુક્કાના રસિયાઓ માટે કરાતું હતુ ખાસ આયોજન
અમદાવાદમાં ફરીથી હુક્કાબાર ધમધમતા થયા છે કે શું તેને લઈ સવાલો ઉભા થઈ રહ્યાં છે,નામાંકિત કેફેની આડમાં હુક્કાબારનો ધંધો ચાલતો હતો અને સ્થાનિક પોલીસ આ બાબતથી અજાણ હતી,પીસીબીની તપાસમાં સામે આવ્યું છે કે,હર્બલ હુક્કાના નામે નિકોટીન યુક્ત હુક્કાઓની અહીંયા ખાસ સવલતો સાથે પીરસવામાં આવતી હતી અને પ્રાથમિક તબક્કે સંખ્યાબંધ ગ્રાહકો હુકકા પિતા નજરે પડયા હતા.
Mar 02, 2025 09:12 am
નિકોટીન યુક્ત ફ્લેવરના હુક્કા ઝડપાયા
અમદાવાદ પીસીબીની ટીમ એ સીધી અમદાવાદ પોલીસ કમિશનરની ટીમ હેઠળ કામ કરતી હોય છે ત્યારે અમદાવાદના સરખેજ વિસ્તારમાં અને સિંધુ ભવન રોડ પર વિવિધ કેફે આવેલા છે,સરખેજના બ્રુ રોસ્ટ કેફેમાં ગતરાત્રે પીસીબી પોલીસે દરોડા પાડીને નિકોટીન યુક્ત ફ્લેવરના હુક્કા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં ફ્લેવર્સમાં નિકોટીનનું પ્રમાણ જાણવા FSLની મદદ લેવામાં આવી છે,પીસીબીએ સંખ્યાબંધ હુક્કાઓ અને ફ્લેવર જપ્ત કરી છે અને હુક્કાઓને FSLમાં તપાસ માટે મોકલ્યા છે.
Mar 02, 2025 09:11 am
અમદાવાદના સરખેજ વિસ્તારમાં બ્રુ રોસ્ટ કેફેમાંથી ઝડપાયું હુક્કાબાર, પીસીબીએ પાડયા દરોડા
અમદાવાદના સરખેજ વિસ્તારમાં અમદાવાદ પીસીબીએ દરોડા પાડીને હુક્કાબાર ઝડપી પાડયું છે,જેમાં સરખેજમાં બ્રુ રોસ્ટ કાફેમાં ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચાલતુ હતુ અને તેની પર પોલીસે દરોડા પાડયા હતા,સરખેજ પોલીસ ઉંઘતી રહી અને બહારની પોલીસની એજન્સી દરોડા પાડીને ચાલી ગઈ હતી,સરખેજ પોલીસને આ હુક્કાબાર ચાલે છે તેની કોઈ ખબર જ ન હતી કે પછી પાછલા બારણે પોલીસે જ પરમિશન આપી હતી !
Mar 02, 2025 08:55 am
ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મળી
રાજ્યપાલે ધનલક્ષ્મી ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળાની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગી જીવામૃત અને ઘનજીવામૃત કેવી રીતે તૈયાર થાય છે તેના વિશે જાણકારી મેળવીને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. રાજ્યપાલે ફાર્મ ખાતે પ્રાકૃતિક નર્સરી, વાડીના વિવિધ ફળ તથા શાકભાજીના પાકનું નિરિક્ષણ કર્યું હતું. મોડેલ ફાર્મથી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મળે તે પ્રકારના પ્રયાસો કરવા રાજ્યપાલે સૂચન કર્યું હતું.આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિ ગોહિલ, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી.કે.તલાટી, શેઠિયા ફાર્મના ખેડૂત હિતેશભાઈ વોરા, અગ્રણી હરેશભાઈ ઠક્કર સહિત ખેડૂતો, પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Mar 02, 2025 08:55 am
ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કર્યું
રાજ્યપાલે લોકોના કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ મોડેલને અપનાવવા ખેડૂતોને અપીલ કરી હતી. આજે અનેક ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે અને તેના સારા પરિણામો મળી રહ્યા છે. વૈજ્ઞાનિક તારણો અનુસાર કુદરતી રીતે જમીનનો ઑર્ગેનિક કાર્બન વધારવા માટે પ્રાકૃતિક ખેતી મહત્વનું પરિબળ સાબિત થઈ છે. વિવિધ પ્રકારની પાકની બીમારીઓ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની મદદથી અટકાવી શકાય છે એમ રાજ્યપાલે દ્રઢ વિશ્વાસ સાથે કહ્યું હતું. રાજ્યપાલે કચ્છ સહિત સમગ્ર રાજ્યના વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કર્યું હતું.
Mar 02, 2025 08:54 am
પ્રાકૃતિક કૃષિ મહત્વની કૃષિ
પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પણ કચ્છના ખેડૂતો જાગૃત બની વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે ત્યારે કચ્છના ગુણાતિતપુર ગામે પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની રાજ્યપાલે મુલાકાત લઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.રાજ્યપાલે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાનું અભિયાન સરકાર દ્વારા શરૂ કરાયું છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને 'રાષ્ટ્રીય મિશન' બનાવ્યું છે.
Mar 02, 2025 08:54 am
કચ્છના ગુણાતિતપુર કાતે પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની રાજયપાલે લીધી મુલાકાત
કચ્છની મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભચાઉના ગુણાતિતપુર ગામે પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ શેઠિયા નેચરલ ફાર્મ અને નર્સરીની મુલાકાત લીધી હતી.એક સમયે સુકો મલક ગણાતો કચ્છ વિસ્તાર હાલ ખેતી ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યો છે. અહીંની કેરી તથા દાડમ સહિતના ફળ સરહદ વટાવી વિદેશમાં પહોંચ્યા છે. વિદેશોમાં કચ્છી ખેત પેદાશોની માંગ પણ એટલી જ છે.
Mar 02, 2025 08:39 am
વનતારાની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના દર્શન કરવા જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે સોમનાથ હેલિપેડ ખાતે ઉતરાણ કરશે. ત્યારબાદ હેલિપેડથી હમીરજી સર્કલ સુધી એક કિલોમીટરનો રોડ શો યોજાશે. બાદમાં તેઓ દર્શન-પૂજન અને મંદિરના વિકાસ કાર્યો અંગેની સ્થાનિક તંત્ર સાથે ચર્ચા વિચારણા કરે તેવી સંભાવના છે.
Mar 02, 2025 08:39 am
વનતારા' 998 એકરમાં ફેલાયેલું
આ પુરસ્કારનું કેન્દ્રબિંદુ વનતારામાં આવેલું હાથી સંભાળ કેન્દ્ર છે, જે 240થી વધુ બચાવાયેલા હાથીઓ માટે આશ્રયસ્થાન છે. આ કેન્દ્રમાં સર્કસના 30 હાથી, લાકડા ઉદ્યોગના 100થી વધુ હાથીઓ અને સવારી અને શેરીમાં ભીખ માગવા જેવી શોષણકારી પ્રથાઓમાંથી બચાવેલા અન્ય હાથીઓ રહે છે. ખાસ રચાયેલ જંગલ 'વનતારા' 998 એકરમાં ફેલાયેલું છે, જ્યાં હાથીઓને મુક્તપણે ફરવાની સ્વતંત્રતા છે. વનતારાના હાથીઓને વિશ્વ કક્ષાની પશુચિકિત્સા સંભાળ અને સારવાર મળે છે.
Mar 02, 2025 08:38 am
જાણો વનતારા પ્રોજેકટ શું છે
રિલાયન્સ ફાઉન્ડેશને વનતારા નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ભારતમાં આ પ્રકારનો આ પહેલો પ્રોજેક્ટ છે. જેમાં ઘાયલ, ત્યજી દેવાયેલા અને શિકાર કરાયેલા પ્રાણીઓને બચાવવા, સારવાર આપવા, સાચવવા અને પુનર્વસન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પ્રોજેક્ટ હેઠળ, ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રાણીઓને બચાવવામાં આવી રહ્યા છે.
Mar 02, 2025 08:38 am
PM Narendra Modi જામનગરના વનતારાની મુલાકાતે પહોંચ્યા
PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે ગઈકાલે રાતથી પહોંચી ગયા છે,ગત રાત્રે જામનગર એરપોર્ટ પર તેમનું સ્વાગત પણ કરાયું હતુ તો,PM મોદી જામનગરના વનતારાની મુલાકાતે પહોંચ્યા છે અને બપોરે 1:00 વાગ્યા સુધી વનતારાની મુલાકાતે છે અને બપોરનું ભોજન પણ વનતારામાં જ માણશે અને ત્યારબાદ સોમનાથ મહાદેવ મંદિરે જશે અને ભગવાન શિવની આરતી, પૂજન અને દર્શન કરશે.
Mar 02, 2025 08:20 am
અગાઉ ડ્રોનની મદદથી ગાંજો ઝડપ્યો હતો
દાહોદ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ડ્રોન કેમેરાની મદદથી નાડાતોડ ગામમાંથી 79 લાખથી વધુની કિંમતનો ગાંજો પકડી પાડ્યો હતો,બાતમીના આધારે દેવગઢ બારિયા તાલુકાના નાડાતોડ ગામ નજીક માદક પદાર્થની તીવ્ર દુર્ગંધની તપાસ કરવામાં આવી હતી, જેમાં આરોપી દાદા પ્રેમ પટેલે ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હતું. જ્યારે પૌત્ર શૈલેષ સૂકા ગાંજાનું પેકિંગ કરીને વેચાણ કરતો હતો. બંનેની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરી હતી.
Mar 02, 2025 08:19 am
લોકલ ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓને પકડયા
દાહોદની લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે છતીસગઝના મુગેલીથી ડમ્પર ચોરી કરીને બે આરોપીઓ ગુજરાતની બોર્ડર પર પહોંચ્યા છે,ત્યારે પોલીસે આ બે આરોપીની ધરપકડ કરી લીધી છે,પોલીસને બાતમી હતી કે બન્ને આરોપીઓ ખેતરમાં ઘુસી ગયા છે અને ખેતરની વચ્ચે બેઠા છે ત્યારે પોલીસે ડ્રોન ઉડાવી આરોપીઓને ખેતરની અંદર જઈને ઝડપી પાડયા છે.દાહોદ પોલીસે વધુ એક વખત ડ્રોન ઉડાવીને આરોપીઓને ઝડપી પાડયા છે.
Mar 02, 2025 08:19 am
દાહોદમાં ડ્રોનની મદદથી પોલીસે ચોરીના આરોપીઓ ઝડપ્યા, છૂપાયા હતા ખેતરમાં
દાહોદમાં ડ્રોનની મદદથી આરોપી પકડયા છે,દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે,આરોપીઓએ છતીસગઢના મુગેલીથી ડમ્પર ચોર્યુ હતુ અને તેની ચોરી કરીને દાહોદ સુધી પહોંચ્યા હતા.હરિયાણાના બે આરોપીની દાહોદ એલસીબી પોલીસે ધરપકડ કરી છે,ત્યારે આ સમગ્ર મામલે ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે દાહોદ પોલીસને અભિનંદન પાઠવ્યા છે.
Mar 02, 2025 07:57 am
મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્રભાઈ મોદીનું વિઝન પર્યાવરણના જતનની સાથે વિકસિત ભારત, સમૃધ્ધ ભારતનું છે. દેશના લોકોની સાથે ઉદ્યોગો પણ સમુદ્રી માર્ગે પરિવહન થકી તેમના ઉદ્યોગ-ધંધાનો વિકાસ કરી શકે અને તેની સાથે સાથે પર્યાવરણનું પણ જતન કરી શકાય નરેન્દ્રભાઈની દીર્ઘ દ્રષ્ટિના કારણે ઘોઘાથી હજીરા વચ્ચે રોરો ફેરી સેવા શરૂ કરાઇ હતી,આ પ્રસંગે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન ડો.મીનેશ શાહ, એકિઝકયુટિવ ડિરેક્ટર એસ.રાજીવ, એસ.રઘુપતિ, એનડીડીબી ડેરી સર્વિસીસના મેનેજીંગ ડિરેકટર ડો.સી.પી.દેવાનંદ, એકિઝકયુટિવ ડિરેક્ટર રઘુ માલેગૌડા, એન.ડી.ડી.બી.ના એડવાઈઝર કે.એમ.ઝાલા, માહી ડેરીના ચેરમેન વિજયભાઇ ઓડેદરા, ચીફ એકિઝકયુટિવ આલોક કુમાર ગુપ્તા સહિત ડેરી ક્ષેત્રના તજજ્ઞો, ડી.જી. સી કનેક્ટના વરુણભાઈ કોન્ટ્રાકટર, હિરલ દેસાઈ અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા.
Mar 02, 2025 07:57 am
વિવિધ જિલ્લાઓમાં કુલ મળીને ૪૭૩ બાયો ગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી
અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં કુલ મળીને ૪૭૩ બાયો ગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. તેના થકી રસોઈ માટે વપરાતા ઈધણ અને વીજ પ્રકાશ બાબતે અનેક ખેડૂતો આત્મનિર્ભર બની શક્યા છે. બાયો ગેસ પ્લાન્ટમાં પશુઓના છાણ અને અન્ય કચરાનો ઉપયોગ કરાતા ગામડાઓમાં સ્વચ્છતા તો વધી જ છે પરંતુ તેની સાથે સાથે પર્યાવરણમાંથી કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે ઘટાડી શકાયું છે ત્યારે હવે કાચા દૂધને સમુદ્રી માર્ગે ભાવનગરથી સુરત મોકલી અને તેના થકી સમય અને ખર્ચમાં બચતની સાથે પર્યાવરણ ક્ષેત્રે પણ કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટેના કાર્યનો સૌ પ્રથમવાર પ્રારંભ કરાતા કેન્દ્ર સરકારના કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસોને વધુ વેગ મળશે.
Mar 02, 2025 07:57 am
બાયોગેસ પ્લાન્ટની સ્થાપનાને પ્રાથમિકતા
અત્રે ઉલ્લેખનીય છે કે માહી ડેરીએ દૂધ એકત્રીકરણ કેન્દ્રો, દૂધ શીત કેન્દ્રો તેમજ પશુદાણ ફેકટરીમાં સોલાર પાવર સિસ્ટમનો ઉપયોગ શરૂ કરેલો છે. આ સોલાર પાવર સિસ્ટમના કારણે રિન્યુએબલ એનર્જીનો વપરાશ વધતા વાતાવરણમાંથી કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડવામાં ડેરીએ નોંધપાત્ર પ્રદાન કર્યુ છે. આ ઉપરાંત, બાયોગેસ પ્લાન્ટની સ્થાપનાને પ્રાથમિકતા આપી ખેડૂતોને બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવા વિવિધ પ્રોત્સાહનો પણ આપવામાં આવી રહ્યા છે.
Mar 02, 2025 07:56 am
બચત સાથે દૂધ ઝડપથી પહોંચતા તેની ગુણવત્તા પણ વધુ સારી રાખી શકાશે
આત્મનિર્ભરતા અને ડિજિટલાઈઝેશન ક્ષેત્રે ઊંચી ઉડાન ભરીને માહી ડેરીએ અન્યો માટે રાહ ચિંધ્યો છે. સમયાંતરે માહીએ નવા નવા ક્ષેત્રે પગરણ માંડી, ડેરી સેકટરમાં સરળતા અને સુગમતા ઉભી કરવા અનેક કાર્યો હાથ ધર્યા છે ત્યારે હવે દૂધ પરિવહન ક્ષેત્રે પણ માહી ડેરીએ નવો ઇતિહાસ રચ્યો છે. ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા ખાતે કાચા દૂધને જળમાર્ગે પહોંચાડવાના ક્રાંતિકારી કાર્યનો તા.૧ માર્ચના રોજ એન.ડી.ડી.બી.ના ચેરમેન ડો. મીનેશ શાહના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે. દૂધને જળમાર્ગે સુરત પહોંચાડવાના આ કાર્ય અંતર્ગત સમયની બચત સાથે દૂધ ઝડપથી પહોંચતા તેની ગુણવત્તા પણ વધુ સારી રાખી શકાશે.
Mar 02, 2025 07:56 am
ભાવનગરથી સુરત સમુદ્રી માર્ગે કાચુ દૂધ મોકલવાના ઐતિહાસિક કાર્યનો થયો પ્રારંભ
ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા ખાતે કાચા દૂધને જળમાર્ગે પહોંચાડવાના ક્રાંતિકારી કાર્યનો પ્રારંભ થયો છે. દૂધ ઉત્પાદકોની સંસ્થા માહી ડેરી દ્વારા સૌરાષ્ટ્રના દૂધને સમુદ્રી માર્ગે દક્ષિણ ગુજરાત પહોંચાડવાનું શરૂ કરાતા દૂધ પરિવહન ક્ષેત્રે ઇતિહાસ રચાયો છે.આ ઐતિહાસિક કાર્યથી સમયમાં બચત અને પરિવહન ખર્ચમાં તો ઘટાડો થશે જ પરંતુ તેની સાથે સાથે કાર્બન ઉત્સર્જન ઘટતા પર્યાવરણનું પણ રક્ષણ થઇ શકશે.
Mar 02, 2025 07:44 am
24 કલાક પછી તાપમાન 2થી 3 ડિગ્રી ઘટવાની આગાહી
24 કલાક બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સાથે લઘુતમ તાપમાનમાં પણ આગામી 5 દિવસ દરમિયાન 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. તાપમાનમાં આ ઘટાડાની સાથે લોકોને ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
Mar 02, 2025 07:44 am
ઉત્તર પૂર્વીય પવન ફુંકાઈ રહ્યા છે
હાલતમાં ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વીય પવન ફુંકાઈ રહ્યા છે જેના કારણે બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે,ગુજરાતમાં ઠંડી ધીરે ધીરે વિદાય લઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે.
Mar 02, 2025 07:44 am
આ વર્ષે પડી શકે છે આકરી ગરમી
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, માર્ચ મહિનામાં જ રાજ્યમાં મે મહિનાની ગરમીનો અનુભવ થવાની શક્યતા છે. દર વર્ષની સરખામણીએ વર્ષ 2025ના ઉનાળામાં ગરમી ભુક્કા બોલાવે તો નવાઈ નહીં, કારણ કે આ વર્ષે તાપમાન સામાન્ય તાપમાન કરતાં ત્રણથી ચાર ડિગ્રી વધારે રહેશે, એટલે કે આકરી ગરમીનો અનુભવ થશે.માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે.
Mar 02, 2025 07:43 am
જાણો કયા કેટલું તાપમાન નોંધાયું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 36.6 ડિગ્રી, ગાંધીનગર 34.7 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગરમાં 35.8 ડિગ્રી,ડીસામાં 34.4 ડિગ્રી, વડોદરામાં 34.8 ડિગ્રી,સુરતમાં 33.8 ડિગ્રી, દમણમાં 30.4 ડિગ્રી,અમરેલીમાં 35.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 35.4 ડિગ્રી,રાજકોટમાં 35.5 ડિગ્રી, કેશોદમાં 35.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Mar 02, 2025 07:43 am
Gujarat Weather : રાજયમાં ઉનાળાની શરૂઆત સાથે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ
રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળાની શરૂઆત સાથે કાળઝાળ ગરમીનો અહેસાસ શહેરીજનોને થઈ રહ્યો છે,ત્યારે બે દિવસ બાદ રાજ્યમાં મહતમ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટતા ગરમી વધશે,સાથે સાથે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં ગરમી વધશે તેવું પૂર્વાનુમાન હવામાન વિભાગ લગાવી રહ્યું છે.
Mar 02, 2025 07:24 am
નડિયાદના સાથ બજારમાં ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ
બે લૂંટારુઓએ જ્વેલર્સને લૂંટવાનો કર્યો પ્રયાસ,વ્યસ્ત માર્કેટમાં દુકાન બંધ કરતી વખતે બની ઘટના,પૂર્ણાંક સાલુકે નામના વેપારીને લૂંટવાનો કર્યો પ્રયાસ,લૂંટારુઓએ હવામાં ફાયરિંગ કરી લૂંટનો કર્યો પ્રયાસ,વેપારી પાસેથી 50,000નો રોકડ ભરેલો થેલો ઝૂંટવાનો પ્રયાસ,નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન પહોંચી ઘટનાસ્થળે,પોલીસ CCTV ફૂટેજ મેળવવાનો કરી રહી છે પ્રયાસ
Mar 02, 2025 07:24 am
અરવલ્લીમાં પોન્ઝી સ્કીમ હેઠળ વધુ એક ફરિયાદ
યશ એન્ટરપ્રાઇઝમાં રોકાણકારો સાથે છેતરપિંડી,યશ અને કમલેશ પરમાર પિતા પુત્રનું મોટું ફ્રોડ,રોકાણ પર ગ્રાહકોને પ્રતિમાસ 7%ના વ્યાજની લાલચ આપી,મોડાસાના પાંચથી વધુ ગ્રાહકો સાથે 6 લાખથી વધુની ઠગાઇ,મેઘરજ રોડ પર શ્રીજી સ્કવેરમાં યશ એન્ટરપ્રાઈઝને તાળા,રોકાણકારોએ મોડાસા રુલર પોલીસમાં નોંધાવી ફરિયાદ
Mar 02, 2025 07:23 am
અમદાવાદના સરખેજ વિસ્તારમાં પીસીબીના દરોડા
બ્રુ રોસ્ટ કાફેમાં ચાલતું હતું ગેરકાયસર હુક્કાબાર,નિકોટીન યુક્ત ફ્લેવરના હુક્કા સહિતનો મુદ્દામાલ જપ્ત,ફ્લેવર્સમાં નિકોટીનનું પ્રમાણ જાણવા FSLની લેવાઈ મદદ,સંખ્યાબંધ હુક્કાઓ અને ફ્લેવર જપ્ત કરવામાં આવ્યા
Mar 02, 2025 07:22 am
દાહોદમાં ડ્રોનની મદદથી આરોપી પકડાયો
લોકલ ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓને પકડ્યા,છત્તીસગઢના મુગેલીથી ડમ્પર ચોર્યું હતું,ડમ્પર સાથે હરિયાણાના 2 આરોપીને ઝડપ્યા,DGPએ દાહોદ પોલીસને આપ્યા અભિનંદન
Mar 02, 2025 07:22 am
PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે
PM મોદી જામનગરના વનતારાની મુલાકાતે,બપોરે 1:00 વાગ્યા સુધી વનતારાની મુલાકાતે,બપોરનું ભોજન પણ વનતારામાં જ માણશે,ત્યારબાદ સોમનાથ મહાદેવ મંદિરે જશે,ભગવાન શિવની આરતી, પૂજન અને દર્શન કરશે

Rajkot : હડમતાળાની ફાર્મા કંપનીમાં EDના ધામા, કરોડોના હવાલા કૌભાંડમાં કનેક્શન ખુલતા તપાસ તેજ

Rajkot : નવનિર્મિત સાંઢિયા પુલની ઢીલી કામગીરી અને નબળા ફિનિશિંગ બદલ ચેતન કન્સ્ટ્રક્શન અને PMC ને કોર્પોરેશને ફટકારી નોટિસ

Gujarat: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓનું મહા-ઓપરેશન ડેલ્ટા હન્ટ, રાજ્યભરમાંથી 424 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા

Weather Forecast : ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આજે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધબધબાટી બોલશે

Gujarat Latest News live : રાજ્યમાં વરસાદની આગાહી

Bihar: મુઝફ્ફરપુરમાં પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ,3 દર્દી જીવતા ભુંજાયા,સ્ટાફ દર્દીઓને તડપતા છોડી ભાગી છૂટ્યો

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

મને વિદ્યા આપો તો તમારું કામ કરી આપું

મૈસૂરનું દૈવી અને સાંસ્કૃતિક ગૌરવ શ્રી ચામુંડેશ્વરી દેવીનું મંદિર

Rajkot : હડમતાળાની ફાર્મા કંપનીમાં EDના ધામા, કરોડોના હવાલા કૌભાંડમાં કનેક્શન ખુલતા તપાસ તેજ