ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 20 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Gujarat Weather Update: વાવાઝોડા સાથે તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 20 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.
Apr 20, 2025 11:46 pm
Pakistanમાં હિન્દુ મંત્રી પણ સુરક્ષિત નહીં, કારના કાફલા પર લોકોએ કર્યો હુમલો
પાકિસ્તાનમાં સામાન્ય હિન્દુઓ પર અત્યાચારના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે, પરંતુ આ વખતે સિંધમાં એક હિન્દુ મંત્રી પર હુમલો થયાની ઘટના સામે આવી છે. વિરોધીઓ કેન્દ્ર સરકારના વિવાદાસ્પદ સિંચાઈ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા હતા અને તેમણે આરોપ લગાવ્યો હતો કે આ નહેર પ્રોજેક્ટ દક્ષિણ પ્રાંતમાં સિંચાઈ માટે મહત્વપૂર્ણ નદીઓના પ્રવાહને ઘટાડી દેશે. શનિવારે જ્યારે વડાપ્રધાન શાહબાઝ શરીફના નેતૃત્વ હેઠળની સરકારમાં ધાર્મિક બાબતોના રાજ્યમંત્રી ખેલ દાસ કોહિસ્તાની પ્રાંતના થટ્ટા જિલ્લામાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમના કાફલા પર ટામેટાં અને બટાકા ફેંકવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલામાં કોહિસ્તાનીને નુકસાન થયું નથી. વડાપ્રધાન શાહબાઝે કોહિસ્તાની પર થયેલા હુમલાને કડક શબ્દોમાં વખોડ્યો છે અને સમગ્ર ઘટનાની સંપૂર્ણ તપાસનું આશ્વાસન આપ્યું છે.
Apr 20, 2025 11:31 pm
જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ સુરક્ષિત
જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ સુરક્ષિત છે. ગુજરાત પોલીસે જમ્મૂ-કાશ્મીર પોલીસનો સંપર્ક કર્યો અને રામબન SSP સાથે સંપર્ક કરી પ્રવાસીઓની માહિતી મેળવી છે. પ્રવાસીઓ માટે જમવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શ્રીનગર-જમ્મુ ભુસ્ખલનમાં 50 ગુજરાતીઓ અટવાયા છે. ગાંધીનગરના 30, પાલનપુરના 20 લોકો અટવાયા છે. ગુજરાત પોલીસ, સેન્ટ્રલ IB, જમ્મૂ-કાશ્મીર પ્રસાશનના સંપર્કમાં છે.
Apr 20, 2025 11:14 pm
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો, આવતીકાલથી 57 શહેરમાં વિરોધ પ્રદર્શન શરૂ કરશે
નેશનલ હેરાલ્ડ કેસ પર કોંગ્રેસ આવતીકાલથી 24 એપ્રિલ સુધી 57 શહેરમાં વિરોધ પ્રદર્શન શરૂ કરશે. આ માટે પાર્ટીએ 57 નેતાઓને જવાબદારી સોંપી છે. આ માટે કોંગ્રેસના નેતાઓ દેશભરમાં ભાજપના જુઠ્ઠાણાઓનો પર્દાફાશ કરશે. કોંગ્રેસ નેતા પવન ખેરાએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
Apr 20, 2025 10:55 pm
MI Vs CSK: મુંબઈએ ચેન્નાઈને હરાવ્યું, રોહિત શર્મા-સૂર્યકુમાર યાદવે ફટકારી અડધી સદી
મુંબઈએ ચેન્નાઈને હરાવ્યું છે. રોહિત શર્મા-સૂર્યકુમાર યાદવે અડધી સદી ફટકારી છે. મુંબઈની ટીમે 9 વિકેટથી આ મેચમાં જીત મેળવી છે. મુંબઈ ઈન્ડિયન્સની આ સતત ત્રીજી જીત છે.
Apr 20, 2025 10:48 pm
અમદાવાદમાં ચોથા માળેથી નીચે પટકાતા મામાનું મોત
અમદાવાદમાં ચોથા માળેથી નીચે પટકાતા મામાનું મોત થયું છે. ભાણિયાને રમાડતા મામા ભાણિયા સાથે નીચે પટકાયા, જેમાં ભાણિયાને ઈજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ચાંગોદર વિસ્તારની કેસર સીટીમાં ઘટના બની છે.
Apr 20, 2025 10:23 pm
સુરતના કામરેજમાં ટીટોડીએ 5 ઇંડા મૂક્યા
સુરતના કામરેજમાં ટીટોડીએ 5 ઇંડા મૂક્યા છે. ચોર્યાસી ગામમાં ખેતરમાં ટીટોડીએ ઇંડા મૂક્યા છે. ટીટોડીએ ઇંડા મૂકતા સારા ચોમાસાની આશા છે. ચૈત્ર માસમાં ટીટોડીએ ઇંડા મૂકતા ખેડૂતો ખુશ છે. ચોમાસું વહેલું અને સારુ થવાની આશા છે.
Apr 20, 2025 10:01 pm
વડોદરાના શિનોરમાં હાઇવે પર કારમાં આગ
વડોદરાના શિનોરમાં હાઇવે પર કારમાં આગ લાગી છે. બીથલી અને મોલેથા હાઇવે પર કારમાં આગ લાગી છે. ગાડીમાં સવાર ચાર લોકોનો આબાદ બચાવ થયો છે. ભીષણ આગથી કાર બળીને ખાખ થઈ ગઈ છે.
Apr 20, 2025 09:42 pm
અમદાવાદમાં નિવૃત IPSની પત્ની સાથે છેતરપિંડી
અમદાવાદમાં નિવૃત IPSની પત્ની સાથે છેતરપિંડી થઈ છે. નિવૃત IPS મયંકસિંહ ચાવડાની પત્ની સાથે છેતરપિંડી થઈ છે. શીલજમાં જમીન વેચવાના બહાને 18 લાખ પડાવ્યા છે. ડ્રાઈવર ભાવિક પંચાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ચાંદખેડા પોલીસે ફરાર ડ્રાઈવરની શોધખોળ હાથ ધરી છે.
Apr 20, 2025 09:29 pm
અરવલ્લીના ભિલોડામાં પુત્રએ કરી પિતાની હત્યા
અરવલ્લીના ભિલોડામાં પુત્રએ પિતાની હત્યા કરી છે. પિતાએ પૈસા આપવાની ના પાડતા પુત્રએ હત્યા કરી છે. ભિલોડાના કિશનગઢ ગામમાં ઘટના બની છે. તીક્ષ્ણ હથિયારથી પિતાના માથા પર ઘા ઝીંકી હત્યા કરી છે. આરોપી પુત્ર પર પુરાવાનો નાશ કરવાનો આરોપ છે. આરોપી પુત્ર પિતાની હત્યા કરી ફરાર થયો છે.
Apr 20, 2025 09:09 pm
Kutch: આંતરરાષ્ટ્રીય બોર્ડર ઓળંગવાનો પ્રયાસ કરતો બિહારી શખ્સ ઝડપાયો
પૂર્વ કચ્છની આંતરરાષ્ટ્રીય બોર્ડર ક્રોસ કરવાનો પ્રયાસ કરતા બિહારી શખસને બીએસએફએ રણના ઝીરો પોઈન્ટ પરથી ઝડપી લઈ બાલાસર પોલીસને હવાલે કરતા પોલીસે પુછપરછ શરૂ કરી હતી. હાલમાં પોલીસે તેની પાસેથી મોબાઈલ, પાસપોર્ટ, બેન્કની બુક સહિતનું સાહિત્ય કબ્જે કર્યું હતું.
Apr 20, 2025 08:50 pm
ભુજમાં 1.70 લાખની કિંમતના 17 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓ પકડાયા
ગુજરાતમાં છાશવારે ડ્રગ્સની હેરાફેરી કરતાં પેડલરો પકડાતા હોય છે. કચ્છના ભુજમાં શેખપીર ત્રણ રસ્તા પાસેથી પોલીસે 17 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતાં. પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ડ્રગ્સ સહિત 17 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Apr 20, 2025 08:08 pm
લુણાવાડામાં પાનમ કેનાલમાં ત્રણ યુવકો ડૂબ્યા
લુણાવાડામાં ભાટપુરા ગામની પાનમ કેનાલમાં ત્રણ યુવકો હાથ પગ ધોવા માટે ઉતર્યા હતાં. આ દરમિયાન ત્રણેય યુવકો પાણીમાં ડૂબ્યા હતાં. ફાયર બ્રિગેડે બે વ્યક્તિઓના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યા હતાં. એક યુવાનને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ત્રણેય યુવાનો શહેરા તાલુકાના લાભી ગામના હોવાનું જાણવા મળ્યું છે.
Apr 20, 2025 07:47 pm
અમદાવાદમાં કાર ચાલકે ચાર લોકોને અડફેટે લીધા
અમદાવાદમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. શહેરમાં અનિલ સ્ટાર્ચ વિકાસ એસ્ટેટની સામે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે ચાર લોકોને અડફેટે લેતાં લોકોમાં રોષ ફેલાયો હતો. કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પાન પાર્લરમાં ઘૂસી ગઈ હતી. એક બાળકીને ગંભીર ઈજા પહોંચી હતી.અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
Apr 20, 2025 07:16 pm
જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનમાં 50 ગુજરાતીઓ અટવાયા
જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાથી પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે લાખોની સંપતિનું નુકસાન થયું છે. ભૂસ્ખલનને કારણે પહાડી વિસ્તારનો કાટમાળ ખરી રહ્યો છે અને રસ્તાઓ તથા રહેણાંક વિસ્તારો સુધી પહોંચ્યો છે. રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો લાગી છે. હોટેલ, ઘર અને કેટલીક ગાડીઓ અને ટેન્કર કાટમાળમાં દટાઈ ગયાં છે. આ ઘટના બાદ જમ્મુ અને શ્રીનગરમાં ફરવા માટે ગયેલા 50 ગુજરાતીઓ અટવાયા હોવાની માહિતી મળી છે.
Apr 20, 2025 06:52 pm
AMCનું રિવરફ્રન્ટ પર યુનિક ગાર્ડન બનાવવાનું આયોજન
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા રિવરફ્રન્ટ પર યુનિક ગાર્ડન બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. 22 કરોડના ખર્ચે સાત હજાર ચો.મી જમીનમાં ગાર્ડન તૈયાર કરવામાં આવશે. આ ગાર્ડનમાં ગ્લાસનો ઉપયોગ કરીને જુદા જુદા ડોમ બનાવવામાં આવશે. તે ઉપરાંત એલિવેટેડ રેમ્પ અને ગાઢ જંગલ થીમ પર વિવિધ આકર્ષણો તૈયાર કરાશે.
Apr 20, 2025 06:40 pm
ભુજમાં નર્મદા પાણીના એરવાલ્વની મંજૂરી રદ, 18 કરોડ ગયા પાણીમાં
ભુજ શહેરના વોર્ડ નંબર 7 અને 8ના 15 જેટલા વિસ્તારોને નિયમિત રીતે પાણી મળી રહે તે માટે પાલિકા દ્વારા આજથી બે વર્ષ પહેલા અમૃત યોજનામાંથી હિલગાર્ડન પાસે 50 લાખ લીટરની પાણીની ટાંકી તૈયાર કરવામાં આવી હતી. અહીં નર્મદાના એરવાલ્વમાંથી પાણી મેળવીને 15 જેટલા વિસ્તારના રહેવાસીઓને પાણી વિતરણની યોજના હતી. રૂ. 18 કરોડના ખર્ચે આ ટાંકીનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું, ત્યારે GWIL દ્વારા ટાંકી માટે નર્મદાના એરવાલ્વની મંજુરી આપવામાં આવી હતી, પરંતુ ટાંકી તૈયાર થઈ ગઈ, તમામ લાઇનો પણ પથરાઇ ગઈ અને તેનું બે વર્ષ પહેલા લોકાર્પણ પણ થઇ ગયું તે સમયે એરવાલ્વની મંજુરી અચાનક રદ કરી નાખવામાં આવતા હાલ આ ટાંકીનો ઉપયોગ પાલિકાને સરવાળે મોંઘો સાબિત થઈ રહ્યો છે.
Apr 20, 2025 06:19 pm
સુરેન્દ્રનગરના લખતરમાં નર્મદા વિભાગની બેદરકારી
સુરેન્દ્રનગરના લખતરમાં નર્મદા વિભાગની બેદરકારી સામે આવી છે. કેનાલનું કામ અધૂરૂ હોવા છતાં કેનાલમાં પાણી છોડાયું છે. કેનાલની આસપાસ ખેતરોમાં વાવણી કરેલી હોવાથી નર્મદા વિભાગની આ બેદરકારીને કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. કેનાલનું કામ અધૂરૂ હોવાથી પાણી આસપાસના ખેતરોમાં ફરી વળે તેવો ખેડૂતોને ડર છે. નર્મદા વિભાગ દ્વારા અચાનક રાત્રિના સમયે પાણી છોડી દેતા જામીન લેવલ થી 25 ફૂટ થી વધારે પાણી વહી રહ્યું છે.
Apr 20, 2025 06:00 pm
વાંચો 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
1. Ahmedabad: શહેરમાં ભુક્કા કાઢતી ગરમી, સ્વીમિંગ પૂલમાં લોકોની ભારે ભીડ જામી
2. Surat: કારખાનેદાર બાળકો પાસે 17 કલાક કાળી મજૂરી કરાવતો, બે લોકોની અટકાયત
3. Nadiadના રેલવે સ્ટેશન પર રેલ મેલ સર્વિસ બંધ કરાતા સ્થાનિકોમાં ભારે રોષ
4. Ahmedabad: જમાલપુરમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે સલીમખાન સહિત પાંચ આરોપીઓની ધરપકડ
5. india: કાશ..પુરુષો માટે પણ કાયદો હોત..!બીજા અતુલ સુભાષે પત્નીના ત્રાસથી કરી આત્મહત્યા
6. India: પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર, હવે શ્રીનગર સુધી દોડશે વંદે ભારત એક્સપ્રેસ
7. Rajkot: પદ્મિની બા સહિત ચાર આરોપીઓના જામીન મંજૂર, મુખ્ય આરોપી તેજલ ફરાર
8. Ahmedabad: ઓઢવમાં ઘરમાં ચર્ચ બનાવી પ્રેયર માટે સ્થાનિકોને ભેગા કરાતા
9. Gandhinagarના સરગાસણમાં લાગી ભીષણ આગ, આગને કાબૂમાં લેવા બિલ્ડીંગના કાચ તોડાયા
10. Gujarat સરકારે છેલ્લા 3 વર્ષમાં આટલા શ્રદ્ધાળુઓને તીર્થયાત્રા કરાવીને કર્યુ મોટું કામ
Apr 20, 2025 05:26 pm
GPSCની પરીક્ષા અંગે ચેરમેન હસમુખ પટેલનું નિવેદન
GPSCની પરીક્ષા અંગે ચેરમેન હસમુખ પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સલામતીને ધ્યાનમાં રાખીને કેટલાક ફેરફાર કર્યા હતા.ઉમેદવારોને કોલ લેટરમાં જ સમય અંગેની જાણ કરી હતી. 11:15 કલાક સુધી પરીક્ષા સ્થળે પહોંચવા કહ્યું હતું અને 11:30 સુધી પહોચેલા ઉમેદવારોને પ્રવેશ અપાયો છે. 11:45 કલાકથી OMR સીટ આપવાની હતી.સ્ટાફે આયોગની સૂચના મૂજબ કામ કર્યુ છે.
Apr 20, 2025 04:58 pm
અમદાવાદના સોલામાં ભર ઉનાળે ચોમાસાનો અનુભવ
અમદાવાદના સોલામાં ભર ઉનાળે ચોમાસાનો અનુભવ થઈ રહ્યો છે. સોલામાં ગટરના પાણી ચારે તરફ ફરી વળ્યા હોવાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સોલામાં ઘણા સમયથી ગટરના પાણી ઉભરાવાની સમસ્યા યથાવત છે. લોકો ગટરના ઉભરાયેલા ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યાં છે. અનેક રજૂઆતો કરવા છતાં આ સમસ્યા ઉકેલાતી નથી.
Apr 20, 2025 04:38 pm
પદ્મિનીબા વાળા સહિત ચાર આરોપીઓના જામીન મંજૂર
ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા સહિત ચાર આરોપીઓના ગોંડલના હનિટ્રેપના કેસમાં જામીન મંજૂર કરવામાં આવ્યાં છે. જ્યારે મુખ્ય આરોપી તેજલ છાયા હજી પોલીસ પકડથી દૂર છે. પદ્મિની બા સહિતના આરોપીઓએ ગોંડલના રમેશ અમરેલિયાને ફસાવીને 8 લાખની માગણી કરી હતી. તે ઉપરાંત તેને માર મારવાની અને મકાન પડાવી લેવાની પણ ધમકી આપી હતી. ત્યાર બાદ પોલીસે ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી.
Apr 20, 2025 04:22 pm
અમદાવાદના ઓઢવમાં ધર્માંતરણનો મુદ્દો ઉઠ્યો
અમદાવાદમાં ફરી ધર્માંતરણનો મુદ્દો ગુંજ્યો છે. શહેરના ઓઢવ વિસ્તારમાં સ્થાનિકોનું ધર્માંતરણ કરવામાં આવતું હોવાનો વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘરમાં ચર્ચ બનાવીને સ્થાનિકોને પ્રેયર માટે ભેગા કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે. યુવાનોને નાશ્તો કરાવવાની લાલચ આપીને ધર્માતરણ કરવામાં આવતું હોવાના આક્ષેપ બાદ વીએચપીના કાર્યકર્તાઓએ પોલીસમાં અરજી કરી હતી. પોલીસે આ અરજીને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Apr 20, 2025 04:08 pm
યુપીના મિર્ઝાપુરમાં શિવ મંદિરમાં ચોરી
આરોપી શેષ નાગની મૂર્તિ ચોરી ફરાર, ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ.
Apr 20, 2025 03:55 pm
અમરેલીમાં બાળકનો ટ્રેક્ટર ચલાવતો વીડિયો વાયરલ
નપાના કચરો એકત્રિત કરતા ટ્રેક્ટરને ચલાવી રહ્યો છે બાળક, જાગૃત નાગરિકે વીડિયો ઉતારી કર્યો વાયરલ, વાયરલ વીડિયોથી નગરપાલિકા પર ઉઠ્યા સવાલ, ટ્રેક્ટર ચલાવવાથી બાળક અને અન્યના જીવને જોખમ, શું સફાઇ કોન્ટ્રાક્ટર સામે નપા પગલા ભરશે?
Apr 20, 2025 03:51 pm
સુરતમાં વરાછામાં બાળમજૂરીનો પર્દાફાશ
નાના બાળકો પાસે મજૂરી કરાવાતી હોવાનું ખૂલ્યું, કારખાનામાં 17-17 કલાક બાળમજૂરી કરાવાતી હતી, 7 વર્ષના બાળકથી 17 વર્ષના સગીર મજૂર હતા, પુણાની બિલનાથ સોસાયટીમાંથી છોડાવાયા બાળમજૂર, સાડીના કારખાનામાં ગોંધી રાખી મજૂરી કરાવાતી હતી, શેઠના મારથી ત્રાસી બાળકો પોલીસ મથકે પહોંચ્યા, બે બાળકોએ ભાગીને પોલીસ મથકે કરી જાણ, પોલીસે કારખાનામાં જઇ અન્ય 3 બાળકોને મુક્ત કરાવ્યા પોલીસે બે વ્યક્તિઓની અટકાયત કરી.
Apr 20, 2025 03:44 pm
અમદાવાદમાં મિત્રની હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદ
સેશન્સ કોર્ટે આરોપી પૂનમ ઠાકોરને ફટકારી આજીવન કેદ, કોર્ટે આરોપીને 10 વર્ષની કેદ, 11 હજારનો દંડ ફટકાર્યો, બીડી પીવા જેવી નજીવી બાબતે મિત્રની કરી હતી હત્યા, પૂનમ ઠાકોર સહિત અન્ય 3 સામે નોંધાયો હતો ગુનો, વર્ષ 2022માં વાડજ પોલીસ મથકે નોંધાઇ હતી ફરિયાદ.
Apr 20, 2025 03:40 pm
સુરેન્દ્રનગરના લખતરમાં નર્મદા વિભાગની બેદરકારી
કેનાલનું કામ અધૂરું હોવા છતા કેનાલમાંથી પાણી છોડ્યું, લખતર તાલુકાના બજરંગપુરાને અનિદ્રા વચ્ચે કામગીરી, અધૂરી કામગીરીએ પાણી છોડતા ખેડૂતોમાં આક્રોશ, આસપાસના ખેતરમાં પાણી ફરી વળવાની શક્યતા.
Apr 20, 2025 03:34 pm
પોસ્ટ ઓફિસને પણ અન્ય સ્થળે ખસેડી
ખેડા જિલ્લાના નડિયાદ રેલવે સ્ટેશન ઉપર હંમેશા આરએમએસ સર્વિસનો લાભ લેતા નાગરિકો અચાનક સર્વિસ બંધ કરવામાં આવતા કંટાળી રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા જોકે નડિયાદ રેલવે સ્ટેશન ઉપર આરએમએસ સર્વિસની સાથે આ બિલ્ડીંગમાં ઉપરના માળે નડિયાદ પશ્ચિમ સબ પોસ્ટ ઓફિસ પણ આવેલી છે આ પોસ્ટ ઓફિસ ને પણ અન્યત્ર ખસેડવામાં આવશે જેને લઈને પોસ્ટ ઓફિસની મુલાકાતે આવતા અસંખ્ય મુસાફરો યોગ્ય સુવિધા આપવા માટે માંગ કરી રહ્યા છે.ખેડા જિલ્લા ના વડા મથક નડીયાદને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યો પરંતુ RMS જેવી મહત્વની સુવિધા છીનવાતા લોકોમાં રોષ જોવા મળ્યો.સ્થાનિક નેતાઓ દ્વારા સુવિધા પુનઃ સ્થાપિત કરાવવા માં આવે તેવી વ્યાપક માંગ જોવા મળી છે.
Apr 20, 2025 03:21 pm
રેલ મેલ સર્વિસ ઘણા વર્ષોથી કાર્યરત હતી
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે રેલવેમાં રેલ મેલ સર્વિસ ઘણા વર્ષોથી કાર્યરત હતી ખેડા જિલ્લામાં ભાજપના સાંસદ ચૂંટાયા બાદ પ્રથમ વખત આ સેવાને અટકાવી હતી અને આર એમ એસ કચેરીને આણંદ ખાતે ખસેડી દેવાઈ હતી,જોકે ખેડા જિલ્લાના નાગરિકોએ ભારે વિરોધ નોંધાવતા કેન્દ્રમાં સંચાર મંત્રી બનેલ દેવુંસિંહ ચૌહાણે આ સેવા શરૂ કરાવી હતી,આમ છતાં હવે નડિયાદમાં સ્ટેશનના આધુનિકરણ લઈને ફરી એક વખત નડિયાદ અને જિલ્લાની પ્રજાને અન્યાય કરવામાં આવ્યો છે,રાજકીય રીતે કોંગ્રેસ દ્વારા પણ આરએમએસ સર્વિસને છીનવી લેવાતા જિલ્લાની નબળી નેતાગીરી ઉપર સવાલ ઉભા કર્યા છે.
Apr 20, 2025 03:10 pm
Nadiadના રેલવે સ્ટેશન પર રેલ મેલ સર્વિસ બંધ કરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો
ખેડા જિલ્લાનું વડુ મથક નડિયાદ ખાતે રેલવે સ્ટેશન પર આવેલ રેલ મેલ સર્વિસ ફરીએકવાર બંધ કરી દેવામાં આવતા વિરોધ જોવા મળ્યો હતો,સમગ્ર ખેડા જિલ્લાના લોકો આ સેવાનો લાભ વર્ષોથી મેળવતા આવ્યા છે અને આ સુવિધા બંધ કરવામાં આવતા નાગરિકોમાં રોષ અને રાજકીય રીતે ટીકા પાત્ર નિર્ણય જોવા મળી રહ્યો છે.
Apr 20, 2025 03:00 pm
વાંચો 03 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
01 - Ankleshwarમાં બાળકી સાથે દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી
02 - Tapi: કલેક્ટરનો પરિપત્ર, સ્કૂલમાં ચોક્કસ ધર્મ આધારિત પ્રાર્થના કે ઉપદેશ ના આપવા
03 - Jammu kashmirમાં વાદળ ફાટતા પુરની સ્થિતિ, 3 ના મોત
04 - Banaskantha જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
05 - Suratમાંથી 50 લાખની કિંમતનું MD ડ્રગ્સ ઝડપાયું, પેડલર સહિત પાંચ ઝડપાયા
06 - sports: મોહમ્મદ શમી બાદ આ ભારતીય ક્રિકેટરની પત્નીએ લગાવ્યા ગંભીર આક્ષેપો, જાણો
07 - Kadi: 30 હજારની ઉઘરાણીથી કંટાળેલી માતાએ આઠ વર્ષની દીકરી સાથે જીવન ટૂંકાવ્યું
08 - Petrol-Diesel price today: ક્રુડ ઓઈલના ભાવમાં વધારો, જાણો આજનો પેટ્રોલ-ડિઝલનો ભાવ
09 - Entertainment: શું અનુપમાનો અનુજ હવે 'ક્યોકીં સાંસ ભી કભી બહુ થી"માં દેખાશે?
10 - IPL 2025માં લીગ સ્ટેજની અડધી સફર પૂરી, પ્લેઓફમાં સૌથી આગળ આ ટીમો
Apr 20, 2025 02:50 pm
શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ 34,846 સીનિયર સિટીઝનોએ લાભ લીધો
બોર્ડ તરફથી મળતી માહિતી મુજબ વર્ષ 2022-23માં શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ 34,846 સીનિયર સિટીઝનોએ 819 બસો થકી પ્રવાસ કર્યો. તેના માટે સરકારે વડીલોને ₹4 કરોડ 26 લાખ 7 હજારની સહાય ચૂકવી છે. તેવી જ રીતે; સિંધુ દર્શન યોજના હેઠળ 908 શ્રદ્ધાળુઓને ₹1 કરોડ 36 લાખ 20 હજારની સહાય ચૂકવવામાં આવી છે. વર્ષ 2023-24માં શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ 10,699 વડીલોએ 239 બસો થકી પ્રવાસ કર્યો, જેના માટે સરકારે તેમને ₹1 કરોડ 36 લાખ 17 હજારની સહાય ચૂકવી છે, તો સિંધુ દર્શન યોજના હેઠળ 300 શ્રદ્ધાળુઓને ₹45 લાખની સહાય ચૂકવવામાં આવી.ગત વર્ષ 2024-25માં શ્રવણ તીર્થ દર્શન યોજનાનો 15,537 વરિષ્ઠ નાગરિકોએ લાભ લઈ 327 બસોમાં પ્રવાસ કરી વિવિધ તીર્થસ્થાનોની યાત્રા કરી. સરકારે તેમને ₹1 કરોડ 97 લાખ 26 હજારની સહાય ચૂકવી, તો સિંધુ દર્શન યોજના હેઠળ 300 યાત્રાળુઓને ₹45 લાખની સહાય ચૂકવવામાં આવી છે. ગુજરાતી શ્રદ્ધાળુઓની તીર્થયાત્રાની ઈચ્છાપૂર્તિમાં ગુજરાત સરકાર મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
Apr 20, 2025 02:50 pm
રાજ્ય સરકારે આ શ્રદ્ધાળુઓને કુલ ₹9 કરોડ 86 લાખ 39 હજારની સહાય ચૂકવી છે
તેમાં સૌથી વધુ વડીલોએ આ યોજનાઓનો લાભ મેળવ્યો છે. છેલ્લા 3 વર્ષમાં કુલ 64,722 વડીલોએ 1,385 બસોમાં પ્રવાસ કરી તીર્થયાત્રાનો લાભ મેળવ્યો છે. રાજ્ય સરકારે આ વડીલો માટે ₹7 કરોડ 59 લાખ 50 હજારની સહાય ચૂકવી છે. આ ઉપરાંત; છેલ્લા ત્રણ વર્ષમાં સિંધુ દર્શન યોજનાનો 1508 તથા કૈલાશ માન સરોવર યાત્રા યોજનાનો 3 લોકોએ લાભ લીધો છે. રાજ્ય સરકારે સિંધુ દર્શન યોજનાના લાભાર્થીઓને ₹2 કરોડ 26 લાખ 20 હજાર તેમજ કૈલાશ માન સરોવર યોજનાના લાભાર્થીઓને ₹69 હજારની સહાય ચુકવી છે.
Apr 20, 2025 02:50 pm
શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત આ યોજનાઓનો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. વર્ષ 2017-18થી અત્યાર સુધીના આંકડા જોઇએ, તો ઉપરોક્ત ત્રણેય યોજનાઓ હેઠળ રાજ્ય સરકારે 1 લાખ 58 હજાર 760 શ્રદ્ધાળુઓને વિવિધ તીર્થસ્થળોની યાત્રાઓ કરાવી છે અને લાભાર્થી શ્રદ્ધાળુઓને ₹20 કરોડ, 62 લાખ 93 હજારની સહાય ચૂકવી છે.રાજ્યમાં આ તીર્થ દર્શન યોજનાઓને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષના આંકડા જોઇએ, તો વર્ષ 2022-23થી 2024-25 (માર્ચ-2025 સુધી) દરમિયાન કુલ 66 હજાર 233 શ્રદ્ધાળુઓએ આ યોજનાઓ હેઠળ તીર્થસ્થળોની યાત્રા કરી છે.
Apr 20, 2025 02:49 pm
સિંધુ દર્શન યોજના
રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ ચલાવી રહી છે કે જેના થકી રાજ્યની શ્રદ્ધાળુ પ્રજા સરકારી સહાય મેળવી રાજ્યમાં આવેલ પોતાના મનગમતા અને આસ્થા ધરાવતા તીર્થસ્થળો ઉપરાંત સિંધુ દર્શન તેમજ કૈલાશ માન સરોવર સુધીની યાત્રા કરી શકે. આવી યોજનાઓ રાજ્ય સરકાર પોતાના જાહેર સાહસ ‘ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ’ના માધ્યમથી સંચાલિત કરી રહી છે. વર્ષ 2017-18થી ચાલતી આ યોજનાઓમાં મુખ્યત્વે ‘શ્રવણ તીર્થ દર્શન યોજના’, ‘સિંધુ દર્શન યોજના’ અને ‘કૈલાશ માન સરોવર યોજના’નો સમાવેશ થાય છે.
Apr 20, 2025 02:49 pm
Gujarat સરકારે છેલ્લા 3 વર્ષમાં ₹9.86 કરોડથી વધુના ખર્ચે 66 હજારથી વધુ શ્રદ્ધાળુઓને તીર્થયાત્રા કરાવી
ગુજરાત સરકાર સામાન્ય પ્રજાની આસ્થા તેમજ શ્રદ્ધા પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે અને એટલે જ રાજ્યમાં જે લોકો પોતાના ખર્ચે તીર્થયાત્રાઓ કરી શકવામાં સક્ષમ નથી; તેવા શ્રદ્ધાળુઓની સાથે રહી સરકારી ખર્ચે રાજ્ય સરકાર તેમને તીર્થયાત્રા કરાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના આસ્થાપૂર્ણ અભિગમ સાથે એક બાજુ વડાપ્રધાનના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને ચરિતાર્થ કરી અનેક ધાર્મિક સ્થળોનો વિકાસ કરી રહ્યા છે, તો હજારો શ્રદ્ધાળુઓને તીર્થયાત્રાઓ કરવા માટે સહાયક બની રહ્યા છે.
Apr 20, 2025 02:24 pm
પુરાવાના આધારે કોર્ટે ફટકારી સજા
અંકલેશ્વરની એડીશનલ જિલ્લા એન્ડ સેસન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.જે કેસ નામદાર એડીશનલ જિલ્લા એન્ડ સેસન્સ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા નામદાર એડીશનલ જિલ્લા એન્ડ સેસન્સ કોર્ટના જજ એસ.ડી પાંડે સરકારી વકીલ પિયુષ રાજપૂતની ધારદાર દલીલો અને પુરાવા ઓને ગ્રાહ્ય રાખી રામુ પ્રભુદયાલ રાજપૂતને આજીવન કારાવાસ એટલે કે જીવે ત્યાં સુધી ની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો સાથે રૂપિયા ૧ લાખનો દંડ અને દંડ ન ભરે તો વધુ બે માસની સજાનો હુકમ કર્યો હતો.સાથે ગુજરાત વિક્ટિમ કમ્પૅન્સેશન સ્કીમ હેઠળ બાળકીને રૂ.૭લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.
Apr 20, 2025 02:23 pm
બાળકીને રમાડવા લઈ ગયો અને દુષ્કર્મ આચર્યુ હતુ
અંકલેશ્વરમાં ગત તા.૧૯ ઓગષ્ટ ૨૦૨૩ ના રોજ અંકલેશ્વરમાં રહેતા અને મૂળ યુપીના ૫૦ વર્ષીય રામુ પ્રભુદયાલ રાજપૂત પાડોશમાં રહેતા પરિવારની સડા ત્રણ વર્ષની બાળકીને રમાડવાના બહાને નવા બંધાતા મકાનમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.જે અંગે બાળકીના પરિવારજનોએ રામુ રાજપૂત વિરુદ્ધ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મની વિવિધ કલમો અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી નરાધમ રામુ રાજપૂતની ધરપકડ કરી હતી.
Apr 20, 2025 02:22 pm
Ankleshwarમાં બાળકી સાથે દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી
અંકલેશ્વરમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર પાડોશી આધેડને અંકલેશ્વરની એડીશનલ જિલ્લા એન્ડ સેસન્સ સ્પેશ્યલ પોક્સો કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી હતી તેમજ ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ હેઠળ બાળકીને રૂપિયા ૭ લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.
Apr 20, 2025 02:07 pm
ઈલેક્ટ્રીક ડકમાં આગ લાગે ત્યારે આગ ફેલાય છે
તાજેતરમાં જ ખોખરાના પરિષ્કાર એપાર્ટમેન્ટના ઈલેક્ટ્રીક ડકમાં ત્રીજા માળે લાગેલી આગ ફ્લેટના 8-9 માળ સુધી ફેલાઈ હતી જેને લઈને સમગ્ર એપાર્ટમેન્ટમાં અફરાતફરી મચી હતી જો કે સ્થાનિકોની જાગૃતિના કારણે આ આગમાં કોઈ મોટી જાનહાનિ નહોતી થઈ પરંતુ આવા બનાવો છાસવારે સામે આવતા હોય છે જેના માટે ઈલેક્ટ્રીક ડકમાં ઉચ્ચ ગુણવત્તા વાળા વાયરો વાપરવા તેમજ દરવર્ષે ઈલેક્ટ્રીક ડકનું ઓડિટ કરાવવુ ખૂબ જરૂરી છે જેનાથી આવા બનાવો ટાળી શકાય છે.
Apr 20, 2025 02:07 pm
અમદાવાદ શહેરમાં છેલ્લા 3 વર્ષમાં 6556 આગના બનાવો બન્યા છે
જેમાં 60 ટકા એટલે કે 3,933 આગના બનાવો શોર્ટ સર્કિટના કારણે લાગ્યા છે. આ બનાવોમાં મોટાભાગના બનાવો માર્ચથી જૂન મહિનામાં જ બનેલા છે..છેલ્લા ત્રણ વર્ષમાં માર્ચથી જૂન સુધીમાં કુલ 2,622 કોલ ફાયર બ્રિગેડને મળ્યા હતા. ફાયરબ્રિગેડને ત્રણ વર્ષમાં આગના 6,556 કોલ મળ્યા હતા, જેમાં ફસાયેલા 12,369 લોકોનું રેસ્ક્યૂ કરી તેમનો જીવ બચાવવામાં આવ્યો છે..કોમર્શિયલ તથા ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગમાંથી ફાયર બ્રિગેડે 7,421 લોકોને બચાવ્યા હતા.
Apr 20, 2025 02:06 pm
ઉનાળાની શરૂઆત થતા જ આગના બનાવો બને છે
ઉનાળાની શરુઆત થતા જ આગના બનાવો શહેરમાં વધી જતા હોય છે જેના કારણે ફાયરબ્રિગેડની કામગીરીમાં પણ વધારો થતો હોય છે. હાઈરાઈઝ બિલ્ડિંગમાં ઈલેક્ટ્રીક ડકમાં સૌથી વધુ આગના બનાવો શોર્ટ સર્કિટના કારણે જ બનતા હોય છે. જેના કારણે આગ સમગ્ર ફ્લેટમાં પ્રસરતી હોય છે. કેટલાક બિલ્ડરો રૂપિયા બચાવવા માટે ઈલેક્ટ્રીક ડકમાં કેબલિંગ વખતે હલ્કી ગુણવત્તા વાળા તેમજ ISI માર્કા વિનાના વાયર નાખીને કેબલિંગ કરાવતા હોય છે જેના કારણે ઉનાળાના સમયે ઈલેક્ટ્રિક લોડ વધવાના કારણે શોર્ટ સર્કિટથી આગ લાગતી હોય છે..આવા બનાવો રોકવા માટે ઉચ્ચ ગુણવત્તા વાળા ISI માર્કાના જ વાયરો વાપરવા જોઈએ. એક ઈલેક્ટ્રિક ડકથી બીજા ઈલેક્ટ્રિક ડક્ટ સુધી વાયર જતો હોય તેની વચ્ચે સિલન્ટ કરવું પણ ખૂબ જરૂરી છે..સાથે જ ઈલેક્ટ્રીક ડકનું દરવર્ષે ઓડિટ કરવુ પણ ખૂબ જરૂરી છે..
Apr 20, 2025 02:06 pm
Fire : ઉનાળામાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગવાના કારણો જાણો
ઉનાળાની સિઝનમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગવાના બનાવો છાસવારે બનતા હોય છે મોટા ભાગની ઘટનાઓ નાની ભૂલ અથવા રૂપિયા બચાવવા માટે બનતી હોય છે જેમાં મોટી જાનહાની પણ સર્જાતી હોય છે.
Apr 20, 2025 01:56 pm
કર્ણાટકના મેંગલુરુમાં મોટી દુર્ઘટના ટળી
રથનો ઉપરનો ભાગ તુટી નીચે પડ્યો, બ્રહ્મ મહોત્સવમાં ભારે પવનના કારણે બન્યો બનાવ, રથનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, સદનસીબે ઘટનામાં કોઇ જાનાહાની નહીં.
Apr 20, 2025 01:40 pm
અમદાવાદ રથયાત્રામાં મામેરાના મહેમાન પણ તૈયાર
અમદાવાદમાં જગન્નાથની રથયાત્રાને લઈ તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે,ત્યારે અમદાવાદની રથયાત્રા ફકત ગુજરાત જ નહી પરંતુ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે,આ વખતે 148મી રથયાત્રાનાં મામેરાનાં યજમાન જાગૃતિ ત્રિવેદીના બન્યા છે,જેમાં આજે અમદાવાદના સરસપુર રણછોડરાયજી મંદિરમાં ડ્રો થયો હતો અને તેમનું નામ ખુલ્યું હતુ,મામેરાના યજમાન બનવા 6 લોકોએ લખાવ્યું હતું નામ તો બીજી તરફ વર્ષ 2031 સુધી મામેરૂનું બુકીંગ થયું છે.
Apr 20, 2025 01:40 pm
Ahmedabadમાં રથયાત્રાને લઈ મહત્વના સમાચાર
અમદાવાદમાં રથયાત્રાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં ભગવાનનું મોસાળ તરીકે ઓળખાતું મંદિર બનશે વિશાળ અને આ રથયાત્રામાં ભગવાનનું મોસાળ હશે નવા રૂપરંગ સાથે હશે,સરસપુર રણછોડરાય મંદિર રી-ડેવલોપમેન્ટ કરવાનું શરૂ કરાયું છે,દર્શનાર્થીઓને હાલાકી ન પડે તે માટે મંદિર મોટું કરાશે અને મોસાળવાસીઓએ મંદિર નવું બનાવવાનો લીધો છે નિર્ણય.
Apr 20, 2025 01:29 pm
પ્રથમ વાર ન્યૂઝ પેપરનું લાયસન્સ રદ કરવા લખાયો પત્ર
સુરતમાં પ્રથમવાર ન્યૂઝ પેપરનું લાયસન્સ રદ કરવાને લઈ કલેકટરને પત્ર લખાયો છે,બે ક્થિત પત્રકારો પર જહાંગીરપુરા પોલીસે નોંધી ફરિયાદ તો અનાજના વેપારીને ભાજપમાંથી બરતરફ કરાવ્યો હતો અને તેની અદાવતમાં આ બન્ને પત્રકારોએ રૂપિયા લઈ તોડ પણ કર્યો છે, ન્યાય દર્શન દૈનિક પેપરના તંત્રી છે સુરેશ ઉર્ફે સૂર્યો રતનજી પટેલ તો હરિશ જમનાદાસ મદીયાર હાલ ફરાર છે.સુરત પોલીસ કમિશનરે કલેકટરને જાણ પણ કરી છે.RNI નં- GUJGUJ/2018/76292 ન્યૂઝ પેપર રદ કરવા લખ્યો પત્ર.હાલ બન્ને આરોપીઓ જેલના સળિયા ગણી રહ્યાં છે.
Apr 20, 2025 01:29 pm
Surat જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સંકલનની બેઠક યોજાઈ
સુરત જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સંકલનની બેઠક મળી હતી જેમાં તોડબાજ પત્રકારોનું રજિસ્ટ્રેશન રદ કરવા MLAએ અવાજ ઉઠાવ્યો હતો,ધારાસભ્યનું કહેવું છે કે,કથિત પત્રકાર ધાક ધમકી આપી ખંડણી ઉઘરાવે છે,સંકલનની બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ રજૂઆત કરી હતી,ધારાસભ્ય મનુ પટેલે આંતરિક રસ્તા બનાવવા કરી રજૂઆત અને મેયરને પણ ગેરકાયદે ઝૂંપડાના દબાણો દૂર કરવા માટે રજૂઆત કરી હતી,તાપી નદી કિનારે પારા પર ગેરકાયદે ઝૂંપડાના દબાણો છે.
Apr 20, 2025 01:12 pm
પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી
બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કતલખાને જતા પશુઓને જીવદયા પ્રેમીઓ અને બનાસકાંઠા પોલીસ વિભાગના સહયોગથી પકડીને શ્રી રાજપુર પાંજરાપોળ,ડીસા ખાતે મોકલવામાં આવેલ હતા તે પશુઓના નિભાવ હેતુ આ ગ્રાન્ટની ફાળવણી કરાઈ હતી. આ પાંજરાપોળ ખાતે લઇ જવાતા પશુઓને આશ્રય, ખોરાક, અને સારવાર આપી એક ઉતમ જીવ દયાનું કામ કર્યું છે. આ સાથે આ સોસાયટી દ્વારા જીવદયા અને પ્રાણી કલ્યાણના જુદા જુદા કાર્યક્રમો અધ્યક્ષ-વ-કલેકટર બનાસકાંઠા મિહિર પટેલ, ડૉ.એમ.એ.ગામી (નાયબ પશુપાલન નિયામક, જિલ્લાપંચાયત, બનાસકાંઠા), ડૉ.આનદ આર.મનવર (પશુ ચિકિત્સા અધિકારી SPCA) અને બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની ટીમ દ્વારા કરવામાં આવે છે.
Apr 20, 2025 01:12 pm
Banaskanthaમાં પશુઓના નિભાવ ખર્ચ પેટે રૂ.48.72 લાખનો ચેક અર્પણ કરતા જિલ્લા કલેકટર
બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા કતલખાને લઇ જવાતા પશુઓને બચાવી રાજપુર પાંજરાપોળ, ડીસા ખાતે મોકલવામાં આવતા હોય છે. આ પશુઓના નિભાવ ખર્ચ પેટે ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના અધ્યક્ષ-વ-જિલ્લા કલેકટર મિહિર પટેલ અને ઉપપ્રમુખ -વ-પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના હસ્તે વર્ષ ૨૦૨૪-૨૫ માટે રાજપુર પાંજરાપોળ, ડીસાને પશુઓના નિભાવ માટે કુલ ૪૮,૭૨,૧૫૦/- રૂ.નો ચેક સંસ્થાના ટ્રસ્ટી ભરતભાઈ વારિયા અને જગદીશભાઈ સોલંકીને અર્પણ કરાયો હતો.
Apr 20, 2025 01:03 pm
વાવમાં નર્મદાના પાણી તળાવમાં ભરાશે
આ બેઠકમાં સુઈગામ તથા વાવ તાલુકા પંચાયતના નવીન મકાન મંજૂરી બાબત, ટ્રાફિક સમસ્યા નિવારણ, વૃક્ષારોપણની કામગીરી, રોડ રસ્તા અને પાણીની કામગીરી, લાભાર્થીઓની સહાય બાબત, અટલ ભુજલ યોજના હેઠળની કામગીરી, સી.એસ.આર ફંડ બાબતની કામગીરી, નર્મદાના પાણીથી વાવ ભાભર અને સુઇગામ તાલુકાના તળાવ ભરવા અંગેની કામગીરી સહિતના પ્રશ્નો બાબતે કામગીરીની સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Apr 20, 2025 01:03 pm
જન કલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે બેઠકમાં સમીક્ષા કરાઇ હતી
અધ્યક્ષસ્થાનેથી પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચન કરાયા હતા. બેઠકમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, દીયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકર, કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર, દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા લોકહિત અને જન કલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે બેઠકમાં સમીક્ષા કરાઇ હતી.
Apr 20, 2025 01:03 pm
અધિકારીઓ પાસેથી રિવ્યૂ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો
આ બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબધિત અધિકારીઓ પાસેથી રિવ્યૂ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો. તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. રોડ રસ્તા, પાણી, કેનાલ સફાઈ, નેશનલ હાઇવે બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા/ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ સાથે તકેદારી, પેન્શન વગેરે બાબતોએ ત્વરિત કામગીરી કરવા સૂચન કરાયા હતા.
Apr 20, 2025 01:03 pm
Banaskantha જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, મિટિંગ હોલ, પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સાંસદ અને ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી.
Apr 20, 2025 12:42 pm
19 માર્ચે સુરતના સિંગણપોરમાંથી MD ડ્રગ્સ ઝડપાયું
19 માર્ચે સુરતના સિંગણપોરમાંથી MD ડ્રગ્સ ઝડપાયું હતું. રૂપિયા 7.80 લાખના ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરવામાં આવી હતી. અલ્પેશ મિયાણી નામના શખ્સને પોલીસે ઝડપી લીધો છે. વેડ વાયરાવ બ્રિજ પાસેથી પોલીસે યુવકને ઝડપી લીધો છે. કારમાં આરોપી ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યો હતો.
Apr 20, 2025 12:42 pm
30 માર્ચે 15.75 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું હતું
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ 30 માર્ચે સુરતમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. રૂપિયા 1.57 લાખના 15.75 ગ્રામ ડ્રગ્સ સાથે 1 વ્યક્તિ ઝડપાયો હતો. આરોપી પેડલર આસીફ મજીદ શાની ધરપકડ કરવામાં આવી હતી. અમરોલીથી ઉતરાણ બ્રિજ તરફથી આવતા યુવક પકડાયો હતો. અમરોલી આવાસના જાકીરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો અને કાપોદ્રા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Apr 20, 2025 12:42 pm
Suratમાંથી 50 લાખની કિંમતનું MD ડ્રગ્સ ઝડપાયું, પેડલર ઝમીર જંગલી સહિત પાંચ ઝડપાયા
સુરત ક્રાઇમ બ્રાન્ચે 50 લાખનું ડ્રગ્સ ઝડપી પાડયું છે,સુરતના ભાઠે વિસ્તારમાંથી આ ડ્ર્ગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે,પેડલર ઝમીર જંગલી સહિત પાંચ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કાર્યવાહી કરી છે,તો પોલીસે આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી કરી છે,ત્યારે જોવાનું એ રહ્યું કે આ કેસમાં શું ખુલાસો થાય છે.
Apr 20, 2025 12:22 pm
કડીની કેનાલમાંથી મળ્યો મૃતદેહ
કડીના રંગપુરડા પાવર સ્ટેશન નર્મદા કેનાલમાંથી બે મૃતદેહો મળ્યા હતા. જેમાં ત્રીજા ધોરણમાં ભણતી પુત્રીને લઈ માતા કેનાલમાં પડી હોવાની માહિતી મળતા જ તંત્ર અને પોલીસ દોડતી થઈ હતી. નર્મદા કેનાલમાં તપાસ કરતા કેનાલમાંથી માતા પુત્રીના મૃતદેહો મળ્યા હતા. જે બંને સાણંદના મખીયાવ ગામની રહેવાસી હોવાનું માલૂમ પડ્યું હતું. જે માતા પ્રીતિકાબેન અને પુત્રી પિનલનો મૃતદેહ મળ્યો હતો. કેનાલ પાસેથી ચિઠ્ઠી, મોબાઈલ અને એક થેલી મળી આવી હતી.ચિઠ્ઠીમાં કણજરી ગામના નટુભાઈ જોડેથી 30 હજાર રૂપિયા લેવાના છે જે આપતા નથી જેથી મને રસિકની બીક લાગે છે, હું કેનાલમાં પડું છું તેઓ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કડી પોલીસે ચિઠ્ઠી, મોબાઈલ અને થેલી કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે. એફએસએલ સહિતની મદદથી પોલીસે તપાસ કાર્યવાહી શરૂ કરી છે.
Apr 20, 2025 12:22 pm
30 હજાર રૂપિયા ના આપતા કર્યો આપઘાત
અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે ચક્રવૃદ્ધિ વ્યાજ ના ચક્કરમાં, 10, 20, 30 ટકા વ્યાજના ચક્કર માં કોઈએ આપઘાત કરી લીધો હશે. પરંતુ એક માતાએ 30,000 રૂપિયાની ઉઘરાણીથી કંટાળીને આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ ગઈ છે. મહેસાણાના કડી નજીક ત્રીજા ધોરણમાં ભણતી દીકરી સાથે માતાની આપઘાતનો આ કિસ્સો કોઈ ને પણ વિચારમાં મૂકી દે તેવો છે. માતા એ લખેલ ચિઠ્ઠી મુજબ 30,000 રૂપિયા આપતા નથી લખી માતાએ તેની દીકરી સાથે આપઘાત કરી લીધો છે.
Apr 20, 2025 12:21 pm
Mehsanaમાં માતાએ પુત્રી સાથે કેનાલમાં ઝંપલાવી કર્યો આપઘાત, 30 હજારની ઉઘરાણી ના આવતા ભર્યુ પગલું
મહેસાણાના કડી વિસ્તારમાં માત્ર 8 વર્ષની દીકરી લઈને માતાએ આપઘાત કરી દેવાનો અરેરાટી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. અને એમાં પણ માત્ર રૂપિયા 30,000ની ઉઘરાણીથી કંટાળેલી માતા એ પુત્રીને લઈ ને કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે.
Apr 20, 2025 12:00 pm
વાંચો 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
01 - Gujaratમાં કોંગ્રેસ અને આપ માટે અસતિત્વની લડાઈ ! વાંચો Special Story
02 - IPL 2025માં લીગ સ્ટેજની અડધી સફર પૂરી, પ્લેઓફમાં સૌથી આગળ આ ટીમો
03 - Amreli જિલ્લાના આ ગામોમાં પીવાના પાણીની ભયંકર સમસ્યા ! ખેડૂતોને પણ કંટાળ્યા
04 - Delhiથી હરીદ્રાર સુધી હવે ફક્ત દોઢ કલાકમાં પહોંચી શકાશે, જાણો કેવી રીતે
05 - Aligarh: ગામમાંથી કાઢી મુકાયા બાદ સાસુ-જમાઈને કોણે આપ્યો આશરો? જાણો કહાનીમાં ટ્વિસ્ટ
06 - Dawood અને મંદાકીનીના સિક્રેટ પુત્ર વિશે થયો ખૂલાસો, અભિનેત્રીનું કરિયર કર્યુ બરબાદ
07 - Gondalમાં ચકચારી હનીટ્રેપમાં પોલીસે પદ્મિનીબા વાળા સહિત 4ની કરી ધરપકડ, મુખ્ય-આરોપી ફરાર
08 - Americaમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા લોકો, જાણો શું છે કારણ
09 - Suratમાં શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી 20 લાખનો તોડ કરનારા 7 આરોપીઓ ઝડપાયા
10 - India : ઉત્તર ભારતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, ઉત્તરકાશીમાં વરસાદનું એલર્ટ
Apr 20, 2025 11:51 am
વાઘોડિયામાં ખેતરમાંથી મહિલાનો મળ્યો મૃતદેહ
વેશનીયા ગામના ખેતરમાંથી મૃતદેહ મળતા ચકચાર, ગઈકાલે ખેતરે ગયા પછી મહિલા ગુમ થતા શોધખોળ, ખેતરમાં મકાઈના પૂળા નીચેથી મહિલાનો મૃતદેહ મળ્યો, મહિલાના શરીરે ઈજાના નિશાન પણ મળી આવ્યા, પોલીસે હત્યાની આશંકાએ તપાસ હાથ ધરી.
Apr 20, 2025 11:50 am
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ નજીક વાહનમાં આગ
મનપાની ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીમાં આગ, આગ લગતા કચરા માટેની 7 ગાડીઓ બળીને ખાખ, ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો.
Apr 20, 2025 11:37 am
વર્ષ 2027ની ચૂંટણીમાં ગુજરાત કોને સાથ આપશે તે સમય બતાવશે
તો આ તરફ પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ ઉમેદવાર જાહેર કરનાર આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડીને બંન્ને પેટાચૂંટણીઓ તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ એકલા હાથે લડવા માટેની તૈયારી કરી લીધી છે..જેના ભાગરૂપે રાષ્ટ્રીય આપની 250 ટીમોએ સંગઠન મજબૂત કરવા ગુજરાતમાં ધામા નાંખ્યા છે.આગામી 3 વર્ષ માટે આમ આદમી પાર્ટીની 1250 ટીમો સંગઠન મજબૂત કરવા માટે મહેનત કરશે.આમ ગુજરાતના રાજકારણમાં છેલ્લા 30 વર્ષથી મૂળિયા પાકા કરનાર ભાજપને હરાવવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કમર કસી સંગઠન મજબૂત કરવાની કામગીરી હાથ ધરી છે..ત્યારે બંન્ને પાર્ટીઓની મહેનતથી ભાજપને કેટલુ નુકસાન થાય છે તે 2027 વિધાનસભાની ચૂંટણીના પરિણામ બતાવશે.
Apr 20, 2025 11:37 am
જાણો ગુજરાત કોંગ્રેસના પ્રમુખને લઈ શું નક્કી કરાયું
જિલ્લા/શહેર પ્રમુખો માટે કેવી લાયકાત નક્કી કરાઈ - હેડર
ઉંમરનો કોઈ બાધ નહિં
ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી કોંગ્રેસ માટે કામ કરેલુ હોવુ જરૂરી
સ્વચ્છ છબી જરૂરી
ભૂતકાળમાં ક્યારેય પક્ષ વિરોધી કામગીરી ન કરી હોવી જોઈએ,
Apr 20, 2025 11:36 am
ગુજરાત કોંગ્રેસ નક્કી કરાયેલી લાયકાત ધરાવતા પ્રમુખોની યાદી તૈયાર કરશે
છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તા હાસિલ કરી શકી નથી,જેના કારણે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓમાં નિરાશા અને આત્મવિશ્વાસની કમી જોવા મળી રહી છે જો કે હવે ગુજરાતમાં કોંગ્રેસમાં નવી ઉર્જાનું સંચાર કરવા તેમજ હાંસિયામાં ધકેલાઈ ગયેલી કોંગેસને બહાર કાઢવા ખૂદ રાહુલ ગાંધીએ ગુજરાતની કમાન સંભાળી છે જેના ભાગરૂપે ગુજરાતના તમામ જિલ્લા અને શહેરમાં નવા પ્રમુખો જે કોંગ્રેસને સફળતા અપાવી શકે તેવા પ્રમુખોની નિમણૂક માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે,જિલ્લા અને શહેર પ્રમુખની નિમણૂક માટે રાષ્ટ્રીય અને પ્રદેશના નિરિક્ષકોની નિમણૂક કરાઈ છે જેઓ તેમના જિલ્લામાં પ્રવાસ કરીને નક્કી કરાયેલી લાયકાત ધરાવતા પ્રમુખોની યાદી તૈયાર કરશે..
Apr 20, 2025 11:36 am
Gujaratમાં કોંગ્રેસ અને આપ માટે અસતિત્વની લડાઈ !
વર્ષ 2024 લોકસભાની ચૂંટણી ઈન્ડિયા ગઠબંધન હેઠળ લડનાર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંન્ને પક્ષોએ આવનારી બંન્ને પેટા ચૂંટણીઓ એકલા હાથે લડવાની તૈયારી કરી લીધી છે આ સાથે જ બંન્ને પક્ષોએ આવનારી વિધાનસભા 2027ની ચૂંટણી માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે,કેવી છે બંન્ને પક્ષોની વાંચીએ આ સ્ટોરીમાં.
Apr 20, 2025 11:13 am
બળબળતા ઉનાળાના તાપમાં લોકો પાણી વિના શું કરે ?
આવા સવાલો મીડિયા દ્વારા અધિકારીઓને વારંવાર પૂછવામાં આવે છે પરંતુ પાણી પુરવઠા વિભાગ કેમેરા સામે આવવાથી પણ ડરી રહ્યા છે, ગ્રુપ સુધારણા યોજના નીચે ગયા વર્ષે કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે પરંતુ ભ્રષ્ટ એજન્સીઓ અને તંત્રની મીલીભગત થી થયેલી કામગીરી માત્ર એક વર્ષના સમય ગાળામાં ભાંગીને ભુક્કો થઈ ગઈ અને પ્રજાન પૈસા પાણીમાં વહી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે, હાલ શેત્રુંજી નદીથી લઈ મોટા ગોખરવાળા ગામ સુધીના બે કિલોમીટરના અંતરમાં પીવાના પાણી રસ્તાઓ ,ખેતરો અને નદીઓમાં વહી રહ્યું છે ,ખેડૂતોના રસ્તાઓ ઉપર ગોઠણસમાં પાણી ફરી વળ્યા છે , ધોમ ધખતા તડકામાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું ત્યારે આ વિસ્તારમાં બેફામ પાણી વેડફાઈ રહ્યું છે, અને તંત્ર મીઠી નજરે નીચિંત થઈને જોઈ રહ્યું છે..
Apr 20, 2025 11:13 am
ખારાપાટ વિસ્તારમાં તળના પાણી પીવા લાયક નથી
અમરેલી તાલુકાનો કહેવાતા ખારાપાટ વિસ્તારમાં તળના પાણી પીવા લાયક નથી, પીવા માટે સરકાર દ્વારા અપાતું મહી પરી યોજનાનું પાણી બહાર વહી જવાના કારણે આસપાસના મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા, સોનારીયા, લાપાળીયા,ચાંદગઢ, સહિત પાંચ ગામો પાણી વિના વલખા મારી રહ્યા છે , અવાર નવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ છેલ્લા સાત વર્ષથી ગ્રામ્ય વિસ્તારોના લોકોનું કોઈ સાંભળતું નથી ત્યારે તાત્કાલિક આ પાંચ ગામોને પાણી શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.
Apr 20, 2025 11:13 am
મહીપરી યોજનાની પાઈપલાઈન લીકેજ છે
અમરેલી જિલ્લામાં નાના મોટા ઘણાબધા ડેમો આવેલા છે તેમાં પાણી પણ પૂરતા પ્રમાણમાં છે, જ્યારે હાલ ઇશ્વરીયા સુધારા યોજના દ્વારા તાલુકાના કેટલાક ગામોમાં મહી નદીનું પાણી પૂરું પાડવામાં આવે છે , પરંતુ અમરેલી સાવરકુંડલા રોડ ઉપર છેલ્લા સાત વર્ષથી મહીપરી યોજનાની પાઈપ બે કિલોમીટરના અંતરમાં તમામ જગ્યાએ લીકેજ થઈ રહ્યું છે જેના કારણે પીવાનું પાણી નદીઓની માફક વહી રહ્યું છે જેના કારણે આધારે 100 વિઘા જેટલી ખેડૂતોની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે પરિણામે ખેડૂતો સાત વર્ષથી આ જમીનમાં કોઈ પણ પ્રકારની વાવણી કરી શકતા નથી અને દર વર્ષે લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
Apr 20, 2025 11:12 am
Amreli જિલ્લાના આ ગામોમાં પીવાના પાણીની ભયંકર સમસ્યા ! ખેડૂતોને પણ નથી મળતું પાણી
આમ તો અમરેલી જિલ્લામાં પાણીની અછત ક્યાંય પણ નથી છતાં પણ અમરેલી પાણી પુરવઠા વિભાગના કારણે કેટલાક ગામો પીવાના પાણીથી વંચિત રહે છે, છેલ્લા સાત સાત વર્ષથી ઇશ્વરીયા સુધારા યોજના નીચે અપાતું મહી નદીનું પાણી નદીઓની માફક વહી રહ્યું છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં છેલ્લા એક મહિનાથી પાણી વિના વલખા મારે છે.
Apr 20, 2025 11:01 am
ગામમાં 50 હજાર લીટરની ઓવરહેડ ટાંકી બનાવવામાં આવી છે
પરંતુ આ ઓવરહેડ ટાંકી શોભાના ગાંઠીયા સમાન છે. ઓવરહેડ ટાંકીમાં પાણીનું એક ટીપું પણ હજુ સુધી ભરાયું નથી. ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી પૂરતાં પ્રમાણમાં મળે તે માટે કનેવાલ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ નવી પાઇપ લાઇન નાખવામાં આવી છે. પરંતુ આ પાઇપ લાઇન હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી. જો આ પાઇપ લાઇન ચાલુ કરવામાં આવે તો પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ છે.હાલ તો મહિલાઓ મધ્યરાત્રીના બે વાગ્યાથી પાણી ભરવા માટે તળાવે આવે છે અને વહેલી સવાર સુધી પાણી ભરે છે.
Apr 20, 2025 11:01 am
પશુઓ જયાં પાણી છે ત્યાંથી મહિલાઓ પાણી ભરે છે
ગામનાં જે તળાવમાં પશુઓ પાણી પીતા હોય ત્યાં મહિલાઓ કપડા ધોતી હોય તળાવના દૂષિત પાણીમાંથી પીવાનું પાણી લાવી દૂષિત પાણી પીવા ગ્રામજનો મજબૂર બન્યા છે. સ્વચ્છ પાણી નહીં મળવાના કારણે ગામના મહાદેવના મંદીરમાં છેલ્લા ચાર દીવસથી શિવલિંગ પર જળનો અભિષેક કરી શકાયો નથી.ગામનાં રામજી મંદિરમા ભગવાન શ્રીરામને સ્નાન કરાવી શકાયું નથી.
Apr 20, 2025 10:59 am
પાણીની લાઈન નંખાઈ પણ પાણી નથી આવતું
લાખો રૂપિયાના ખર્ચે પાણીની લાઈનો નંખાઈ છે પરંતુ એ લાઈનોમાં પાણી પહોંચે છે કે કેમ તેં જોવાનો અધિકારીઓ અને નેતાઓને રસ નથી.રાજકીય નેતાઓ ચૂંટણી સમયે મત લેવા આવે છે અને પાણીની સમસ્યાનું કાયમી નિકાલ લાવવાના વાયદા કરે છે પરંતુ ચૂંટણી બાદ તેઓ ગામમાં ડોકિયું પણ કરતા નથી જેને લઈ સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યું છે.
Apr 20, 2025 10:59 am
ખંભાતના આ ગામમાં પીવાના પાણીની સમસ્યા
કનેવાલ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ પાઇપ લાઇન દ્વારા તડા તળાવ ગામમાં પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ ઉનાળામાં છેવાડાનું ગામ હોવાના કારણે પૂરતા ફોર્સથી પાણી પહોચતું નથી જેનાં કારણે ગ્રામજનોને પીવાનું પાણી મેળવવા માટે વલખાં મારવા પડે છે. છેલ્લા ચાર દીવસથી પાઇપ લાઇનમાં પીવાના પાણી માટે ટીપું પણ પાણી નહીં આવતા ગ્રામજનોએ તળાવમાંથી પીવાનું પાણી ભરી લાવવું પડે છે.ગામની ઓવરહેડ ટાંકી અને ત્રણ જેટલા પાણીના સંપ માત્ર શોભાના ગાંઠિયા બની રહ્યા છે.
Apr 20, 2025 10:59 am
Anandના ખંભાત તાલુકાના ગામ તડા તળાવમાંથી સ્થાનિકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા !
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના છેવાડાના ગામ તડા તળાવ ગામમાં છેલ્લા ચાર દીવસથી પીવાનું પાણી નહીં મળતા ગ્રામજનો તળાવનું દુષિત પાણી પીવા મજબૂર બન્યા છે.મહિલાઓને રાત્રીના સુમારે ઉજાગરા કરી પાણી ભરવા જાઉં પડે છે.
Apr 20, 2025 10:09 am
અમદાવાદમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્
ઘનશ્યામસિંહ વાઘેલા, ગૌતમ શર્મા સામે ફરિયાદ, વ્યાજનું વ્યાજ ગણી રૂ.1.12 કરોડની માંગણી કરતા, કોરા ચેક, પ્રોમીસરી નોટ પણ લીધી હોવાનો આરોપ, ચેક રીટર્ન કરાવી કેસ કરવાની આપતા હતા ધમકી, મુડી કરતા વધુ કિંમતના ફ્લેટ, દુકાનના પડાવી લીધી, ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી.
Apr 20, 2025 09:52 am
નહેરોના બાંધકામ માટે સંપાદિત કરવામાં આવેલી જમીનમાં વાવેતર કરાશે નહી
આ ઉપરાંત નહેરોના બાંધકામ માટે સંપાદિત કરવામાં આવેલી જમીનમાં હવે પછી કોઈપણ પ્રકારનું વાવેતર કરવું નહિ. અગાઉ વાવેતર કરેલુ હોય તો આ જાહેર નોટિસની તારીખથી દિન-૩માં સંપાદિત જમીન ખુલ્લી કરી આપવા જણાવવામાં આવે છે. આ અંગે જો ભવિષ્યમાં કોઈપણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે અંગેની જવાબદારી જે-તે ખાતેદારની અંગત રહેશે એમ વધુમાં યાદીમાં જણાવ્યું છે.
Apr 20, 2025 09:52 am
Maliya શાખા નહેર પર પાણીને લઈ ખેડૂતોએ બિનઅધિકૃત રીતે દબાણો કર્યા હોય તો દૂર કરજો
કાર્યપાલક ઇજનેર, સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગ નં.૨/૧, ધ્રાંગધ્રાની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, મુખ્ય ઈજનેર, સૌરાષ્ટ્ર શાખા નહેર લીંબડીનાં કાર્યક્ષેત્રમાં આવતી અને મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ની માળીયા શાખા નહેર (સાંકળ -૦૦ કી.મી થી ૧૩૭.૯૩ કી.મી) તેમજ તેમાંથી નીકળતી પ્રશાખા, વિશાખા વિગેરે નહેરોમાંથી પાણીનો ઉપયોગ કરતાં ખાતેદારોએ નહેરો પર બિનઅધિકૃત રીતે મુકેલાં મશીનો/ પમ્પો/ બકનળીઓ હટાવી/ ખસેડી લેવાના રહેશે. અન્યથા કાયદાકીય રીતે તેમના મશીનો/ પમ્પો/ બકનળીઓ પોલીસની મદદથી જપ્ત કરી દંડ કરવામાં આવશે, જેની નોંધ લેવા જણાવવામાં આવે છે.
Apr 20, 2025 09:35 am
મુખ્ય આરોપી તેજલે ઝેર પીવાની ધમકી પણ આપી
રાજકોટ આવો માફીનો વિડીયો બનાવી માફીપત્ર લખી સેટલમેન્ટ કરી નાખીએ અમારું સાત-આઠ લાખનું દેણું ભરી દયો કહી પર્સમાંથી તેજલે દવાની સીસી કાઢી પી જવાની ધમકી આપી દબાણ કર્યું હતું અમને રાજકોટ બોલાવ્યા હતા પરંતુ અમે ગયા ન હતા અને અંતે ફરિયાદ નોંધાવી હતી જયારે ઉપરોક્ત ફરિયાદમાં જે યુવતી સામે ગુનો દાખલ થયો છે તે યુવતીએ પણ રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયા ઉ.૬૦ નામના વૃદ્ધ સામે વિડીયો કોલ કરી અવારનવાર મારી પાસે બીભત્સ માંગણી કરી છેડતી કર્યાની વળતી ફરિયાદ નોંધાવી હતી.
Apr 20, 2025 09:35 am
જાણો હનીટ્રેપ કેસમાં ફરિયાદીએ શું કીધુ
ફરિયાદીએ ફરિયાદ લખાવી છે કે,પંદર દિવસ પૂર્વે રાત્રે હું ઘર બહાર બેઠો હતો ત્યારે એક બહેન આવ્યા હતા અને મારો નંબર લઈને ગયા હતા અને ફોન કરી મારો ઘરવાળો મરી ગયો છે બાદમાં રાત્રે વીડિયો કોલ કરી મારૂ દેણું ભરી દયો હું તમારી સાથે સંબંધ બાંધવા તૈયાર છું કહી મેં આ મહિલાને કંઈક દેખાડ કહેતા તેણે અર્ધું ટી-શર્ટ ઊંચું કરી છાતી દેખાડી હતી અને ૧૬ તારીખે બપોરે યુવતી, પદ્મિનીબા અને તેનો દીકરો સહિત પાંચ લોકો ઘરમાં પરાણે ઘૂસી ગયા હતા અને પદ્મિનીબાએ કહેલ કે તમારાથી દીકરી સાથે આવું કેમ કરાય કહી રાડો પાડવા લાગ્યા હતા અને તને રોડ વચ્ચે નગ્ન કરીને મારીશ ગૃહમંત્રીને કહી બુલડોઝર ફેરવી તારું મકાન તોડી નાખીશ કહી ધમકી આપી હતી.
Apr 20, 2025 09:35 am
હની ટ્રેપમાં પદ્મીનીબા વાળાની પોલીસે કરી ધરપકડ
રાજકોટની તેજલ છૈયા,પદ્મીનીબા વાળા સહિત પાંચ વ્યક્તિઓ સામે બી'ડિવિઝનમાં ફરિયાદ કરતા ઈન્ચાર્જ પીઆઈ. ડામોરે તપાસ હાથ ધરી છે,પદ્મિનીબા વાળા અને તેના પુત્ર સત્યજીતસિંહ ગીરીરાજસિહ વાળા, શ્યામ સંજયભાઈ રાયચુરા તથા હિરેન હિતેશભાઈ દેવડીયાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.જ્યારે આ પ્રકરણની મુખ્ય આરોપી તેજલ છૈયા નાશી ગઈ હોય તેની શોધખોળ શરૂ કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલ રહેતા અને નિવૃત જીવન જીવતા રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયા ઉ.૬૦ નામના વૃદ્ધે એક યુવતી, પદ્મીનીબા વાળા, તેનો પૂત્ર, શ્યામ અને હિરેન સામે ફરિયાદ નોંધાવી છે.
Apr 20, 2025 09:34 am
Gondalમાં ચકચારી હનીટ્રેપમાં પોલીસે પદ્મિનીબા વાળા સહિત 4ની કરી ધરપકડ, મુખ્ય આરોપી ફરાર
ગોંડલનાં ચકચારી બનેલી હનીટ્રેપની ઘટનામાં પોલીસે ક્ષત્રીય આંદોલન વેળા બહુ ચર્ચિત બનેલા પદ્મીનીબા વાળા સહિત ચારની ધરપકડ કરીછે.જ્યારે આ ઘટનાનું મુખ્ય પાત્ર તેજલ પોલીસ પક્કડથી દુર હોવાથી તેને શોધવા કવાયત હાથ ધરી છે.ગોંડલનાં જેતપુર રોડ ગીતાનગરમાં રહેતા રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયાએ પોતાને હનીટ્રેપમાં ફ્સાવી રૂ. ૭ થી ૮ લાખ પડાવવા ધાકધમકી આપી હતી.
Apr 20, 2025 09:14 am
3 એપ્રિલના રોજ અલગ-અલગ દુકાનોમાંથી લીધા હતા કલરના નમૂના
સુરત શહેરમાં ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ગત 3 એપ્રિલના રોજ શહેર વિસ્તારમાં આવેલી સંસ્થાઓની સ્થળ તપાસ કરીને કુલ 13 સંસ્થાઓમાંથી આઈસડીશ, આઈસ ગોળા અને ક્રીમના કુલ 18 નમૂના લઈને પુથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગર પાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જે પૈકીના કુલ 4 નમૂના ધારાધોરણ મુજબ માલૂમ પડ્યા નથી.
Apr 20, 2025 09:14 am
સુરત શહેરમાં ગરમીમાં બરફ ગોળા ખાતા ચેતી જજો
ઉનાળાની સિઝનમાં ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણા અને બરફ ગોળાનો સહારો લેતા હોય છે પરંતુ વેપારીઓ વધુ રૂપિયા કમાવવાની લાલચમાં ગ્રાહકોને કોઈ પણ વસ્તુ ખવડાવી દેતા હોય છે,સુરત કોર્પોરેશન દ્વારા આ બાબતને લઈ ચેકિંગ કરવામાં આવ્યું હતુ,તો તેના રીપોર્ટમાં સામે આવ્યું કે 13 જગ્યાએથી જે નમૂના લીધા હતા તે ફેલ ગયા છે,કોર્પોરેશન દ્વારા સિલિંગ સુધીની કાર્યવાહી કરવામાં આવતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.
Apr 20, 2025 09:14 am
Suratમાં બરફ ગોળો ખાતા ચેતી જજો, નહીતર બીમાર પડવાનું નક્કી, આઈસ ગોળાના નમૂના ફેલ
સુરતમાં ગરમીમાં બરફ ગોળો ખાતા લોકો માટેના સમાચાર છે,જેમાં કોર્પોરેશનના ફૂડ વિભાગે લીધેલા નમૂના ફેલ થયા છે,સુરતમાં આઈસ ગોળાના 18માંથી 4 સેમ્પલ ફેલ થયા છે,તો મનપાએ અલગ અલગ 13 જગ્યાએથી લીધેલા નમૂના ફેલ થયા છે,35 કિલો સીરપ અને ક્રીમનો નાશ કરવામાં આવ્યો હતો તો લીધેલા નમૂનાનો રિપોર્ટ નેગેટિવ આવતા કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Apr 20, 2025 08:55 am
સાયબર સ્કેમર્સ કોઈપણને ફસાવી શકે છે. આને ટાળવા માટે, તમારી અને તમારા ડેટાની સુરક્ષાનું ધ્યાન રાખો
1-કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો.
2-કોઈપણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું ટાળો.
3-વ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખો.
4-કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં, કોઈપણ બિન-સત્તાવાર પ્લેટફોર્મ પરથી કંઈપણ ઇન્સ્ટોલ કરશો નહીં.
5-તમારા ઉપકરણને અપડેટ રાખો, તમારી બધી એપ્લિકેશનો અપડેટ રાખો.
Apr 20, 2025 08:54 am
ડિજિટલ ધરપકડ શું છે?
ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધ્યા છે,એમા પણ ડિજિટલ ધરપકડના કિસ્સાઓમાં વધારો થયો છે.સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમને ધરપકડનો ડર બતાવે છે. આમાં તેઓ તમને ઘરમાં કેદ રાખે છે. આવી સ્થિતિમાં, વીડિયો કોલ દરમિયાન, છેતરપિંડી કરનાર તેની પૃષ્ઠભૂમિને પોલીસ સ્ટેશનની જેમ બનાવે છે, આ જોઈને પીડિત ડરી જાય છે અને ડરના કારણે તે તેની વાતોથી પ્રભાવિત થઈ જાય છે.છેતરપિંડી કરનારાઓ જામીન માંગીને તમારી સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરે છે. છેતરપિંડી કરનાર પીડિતાને વિડિયો કૉલ છોડવા કે કોઈનો સંપર્ક કરવા દેતો નથી. પીડિતાને તેના જ ઘરમાં ધરપકડ કરવામાં આવે છે, પીડિતાને એવું કહીને ડરાવવામાં આવે છે કે તેના આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર કામ માટે કરવામાં આવ્યો છે. આ બધું થાય પછી તમને ડરાવવાની 'ગેમ' શરૂ થાય છે.
Apr 20, 2025 08:54 am
Suratમાં શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવનાર ઝડપાયા, 20 લાખ રૂપિયાનો કર્યો હતો તોડ
સુરતમાં શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવનાર 7 આરોપીની પોલીસે ધરપકડ કરી છે,શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા 7 લાખનો તોડ કર્યો હતો તમામ આરોપીની પોલીસે જામનગરથી ધરપકડ કરી છે,અગાઉ પણ 2 આરોપીઓને જામનગરથી જ પકડયા હતા સાથે સાથે શિક્ષકને ડ્રગ્સ અને મની લોન્ડરિંગના કેસમાં ફસાવવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા.
Apr 20, 2025 08:44 am
વાઘોડિયામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
ચોરીનો મુખ્ય સૂત્રધાર પાડોશી જ નીકળ્યો, ચોર રોડ પર આંટાફેરા મારતો CCTVમાં કેદ, બંધ મકાનમાંથી રૂ.27.56 લાખની કરી ચોરી સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી.
Apr 20, 2025 08:28 am
RTI એક્ટિવિસ્ટો અને કથિત પત્રકારો સામે અવાજ ઉઠાવ્યો હતો
સુરત જિલ્લા કલેક્ટર સૌરભપારઘીના અધ્યક્ષસ્થાને શનિવારે જિલ્લા સંકલનની બેઠક મળી હતી. આ બેઠકમાં મોટાભાગના ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. દરમિયાન ગેરહાજર ધારાસભ્યોના પ્રશ્નો પર ચર્ચા મુલતવી રાખવામાં આવી હતી. જ્યારે સંકલન બેઠકમાં હાજર સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ ખાનગી મિલકતોની માહિતી મેળવી પેપરમાં ફોટો છાપી બાંધકામ તોડાવી નાંખવાની ધમકી આપી રૂપિયા પડાવતા RTI એક્ટિવિસ્ટો અને કથિત પત્રકારો સામે અવાજ ઉઠાવ્યો હતો. શહેરના નાગરિકોને ધમકી આપી રૂપિયા પડાવતા તત્ત્વોને કોઈપણ ભોગે સાંખી નહીં લેવા જણાવ્યું હતું.ધારાસભ્યે આવા ન્યૂઝ પેપર ધરાવતા ઈસમોનું લાઈસન્સ રદ કરવા ભલામણ કરી હતી. તેઓની સામે નક્કર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જ્યારે શહેરના પ્રથમ નાગરિક દક્ષેશ માવાણીએ તાપીનદીની બંને કાઠે આવેલા ગેરકાયદે દબાણો દૂર કરવા ભલામણ કરી હતી.
Apr 20, 2025 08:28 am
અરવિંદ રાણાએ આ લિસ્ટ સંકલનમાં આપ્યું
૧. સુરેશ રજનીભાઈ પટેલ
૨. મુસ્તાક હુસૈન બેગ
૩. કિશોર હિમતભાઈ ઈસામલિયા
૪. ઝહીરખાન ઝમશેરખાન પઠાણ
૫. હબીબબુર રહેમાન ઉર્ફે હબીબ અબ્દુલગની સૈયદ
૬. સચિન પટેલ
૭. ફિરોઝ વાય
Apr 20, 2025 08:27 am
સાપ્તાહિક ન્યૂઝ પેપરનું લાઈસન્સ લઈ તોડબાજી કરનારાનું રજિસ્ટ્રેશન રદ કરો
સાપ્તાહિક, પાક્ષિક અને માસિક ન્યૂઝ પેપરનું લાઈસન્સ મેળવ્યા બાદ RTIનો હથિયાર તરીકે ઉપયોગ કરી બાંધકામ સહિતના પ્રશ્નો મુદ્દે શહેરના નાગરિકોને રંજાડતા તોડબાજો સામે સખતાઈથી કાર્યવાહી કરવા સંકલનમાં અવાજ ઉઠાવાયો હતો. ન્યૂઝ પેપરમાં ફોટા છાપી બાંધકામ તોડાવી નાંખવાની ધમકી આપી ખંડણી વસૂલતા આવા તોડબાજોના ન્યૂઝ પેપરનું લાઈસન્સ રદ કરવા સાથે સરકારનો એક્રેડેશન કાર્ડ પણ જપ્ત કરવા ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું હતું. આ સાથે જ ધારાસભ્યે કેટલાક ન્યૂઝ પેપરના નામનું લિસ્ટ આપી તેઓનું રજિસ્ટ્રેશન રદ કરવા RNI સાથે પત્રવ્યવહાર કરવા જિલ્લા કલેક્ટરને જણાવ્યું હતું.
Apr 20, 2025 08:27 am
બાંધકામ ગેરકાયદે હોવાનું કહી RTI કરી હતી
સુરત શહેરમાં આરટીઆઈ કરી ખંડણી માંગવાના કેસમાં વધારો થયો છે જેમાં કોંગ્રેસના નેતાએ પણ પૂર્વ કોર્પોરેટર સાથે સાઠગાંઠ રાખીને તોડ કર્યો હોવાથી પોલીસે તેની ધરપકડ કરી છે,જયસુખ કથીરીયાએ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તેને બોલાવી પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપી કોંગ્રેસી નેતાએ ખંડણી માંગી હતી.
Apr 20, 2025 08:27 am
Suratમાં RTI તોડકાંડમાં કોંગ્રેસ નેતાની ધરપકડ, પૂર્વ કોર્પોરેટરની પૂછપરછમાં અવધેશનું નામ ખુલ્યું
સુરત શહેરમાં આરટીઆઈ તોડકાંડમાં પોલીસે સુરત શહેર કોંગ્રેસ ઉપપ્રમુખની ધરપકડ કરી છે,જેમાં પોલીસે અવધેશ ઉર્ફે દાઢી શીવદેવસિંહ રાજપૂતની ધરપકડ કરી છે,પૂર્વ કોર્પોરેટરની પૂછપરછમાં અવધેશનું નામ ખુલ્યું છે જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી છે,પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈની પૂછપરછમાં ખુલાસો થયો છે જેમાં આરોપી પ્રકાશ દેસાઈ હાલ લાજપોર જેલમા બંધ છે,ઉધના પોલીસે ખંડણી પ્રકરણમાં કરી ધરપકડ.
Apr 20, 2025 08:12 am
104 મેડલ આપી વિધાર્થીઓને સન્માનિત કરાશે
આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ મુખ્ય મહેમાન પદે જમ્મુની શેર-એ-કાશ્મીર કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટીના કુલપતિ ડો. બી.એન. ત્રિપાઠી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.પદવીદાન સમારંભમાં કામધેનુ યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાના સ્નાતક કક્ષાના ૫૮૧ વિદ્યાર્થીઓ, અનુસ્નાતક કક્ષાના ૯૪ વિદ્યાર્થીઓને અને પીએચ.ડી.ના ૬૭ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત ૦૩ વિદ્યાર્થીઓને ચાન્સેલર સુવર્ણ ચંદ્રક, ૦૬ વિદ્યાર્થીઓને વાઈસ ચાન્સેલર સુવર્ણ ચંદ્રક તેમજ ૮૮ વિદ્યાર્થીઓને વિવિધ દાતાશ્રીઓ તરફથી સુવર્ણ મંડિત રજત ચંદ્રક એનાયત કરવામાં આવનાર છે. આ સમારંભમાં કુલ ૧૦૪ મેડલ એનાયત કરવામાં આવનાર છે. આ ઉપરાંત ૭ વિદ્યાર્થીઓને રોકડ ઇનામો પણ આપવામાં આવનાર છે તેમ, ગાંધીનગર સ્થિત કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એન. એચ. કેલાવાલાની યાદીમાં જણાવવાયું છે.
Apr 20, 2025 08:12 am
Gandhinagar : કામધેનુ યુનિવર્સિટીનો 24 એપ્રિલ-2025ના રોજ પદવીદાન સમારોહ યોજાશે
ગુજરાત સરકાર સંચાલિત કામધેનુ યુનિવર્સિટીનો ૧૧મો પદવીદાન સમારોહ આગામી તા.૨૪ એપ્રિલ-૨૦૨૫ના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં સવારે ૧૧:૦૦ કલાકે, ટાઉન હોલ, સેક્ટર-૧૭, ગાંધીનગર ખાતે યોજાશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દીક્ષાંત પ્રવચન આપશે.
Apr 20, 2025 07:57 am
વડોદરામાં 4296 પરીક્ષાર્થી પરીક્ષા આપશે
વડોદરામાં યોજાનારી GPSC વર્ગ 1 અને 2ની પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગ દ્વારા શહેરમાં આવેલ વિવિધ 18 સ્કૂલમાં પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પરીક્ષા માટે અગગ અલગ પાંચ રૂટ ફાળવવામાં આવ્યા છે. જ્યારે આ પરીક્ષા 18 પરીક્ષા કેન્દ્રો પર 179 બ્લોકમાં 4296 પરીક્ષાર્થી પરીક્ષા આપશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ પરીક્ષાર્થીઓની જવાબવહી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે લાવવામાં આવશે.
Apr 20, 2025 07:57 am
બપોરે 12 વાગ્યે GPSC વર્ગ 1-2ની પરીક્ષા શરૂ થશે
મહત્વની વાત તો એ છે કે બપોરે 12 વાગે આ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે જેમાં પોણા 2 કલાક પહેલા પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાશે સાથે સાથે દરેક કેન્દ્રમાં CCTV કેમેરાથી મોનિટરીંગ થશે અને 5 મિનિટ પહેલા નહીં પરંતુ ચોક્કસ સમયે પ્રશ્નપત્ર અપાશે જેમા સીલબંધ પ્રશ્નપત્ર ઉમેદવારોની હાજરીમાં ખોલાશે અને સીલબંધ કવરમાં ઉમેદવારોની સહી લેવામાં આવશે સાથે સાથે દિવ્યાંગ ઉમેદવારો માટે પણ ખાસ વ્યવસ્થા કરાઇ અને ઉમેદવારોની બાયોમેટ્રિક નહીં લેવામાં આવે તો OMR શીટમાં ઉમેદવારોની ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે.
Apr 20, 2025 07:57 am
Gujaratમાં આજે GPSC ક્લાસ 1-2ની યોજાશે પરીક્ષા, 21 જિલ્લામાં 97 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે
રાજ્યમાં આજે GPSC વર્ગ 1 અને 2ની પ્રીલિમ પરીક્ષા યોજાશે જેમાં બદલાયેલી પરીક્ષા પદ્ધતિ બાદ પ્રથમવાર પરીક્ષા યોજાવા જઈ રહી છે જેમાં વર્ગ 1ની 48 જગ્યા માટે જયારે વર્ગ 2ની 97 જગ્યાઓ માટે પરીક્ષા યોજાવા જઈ રહી છે,રાજ્યના 21 જિલ્લામાં GPSC વર્ગ 1-2ની પરીક્ષા યોજાશે જેમાં 405 કેન્દ્રો પર 97 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે.
Apr 20, 2025 07:39 am
હેરીએ રવિ પાસેથી કાર માંગી હતી અને બબાલ થઈ હતી
વારસીયાના એસ.કે. કોલોનીમાં રહેતો બુટલેગહર હેરી રમેશ લુઘવાણીની કાર 15 એપ્રિલે ચિન્ટુ રાણા પાસેથી રવિ દેવજાણી લઇ ગયો હતો.કાર પરત ના આવતા હેરીએ રવિ પાસેથી કાર માંગી હતી. જે અલ્પુ સિંધી લઇ ગયો હોવાનું તેણે વળતા જવાબમાં જણાવ્યું હતું. રાત્રે અલ્પુ જોડે કાર માંગતા તેણે બરાબર ગાળો આપી હતી. તે બાદ રાત્રે હેરી તેના મિત્રો સાથે તાંદલજાથી ઘરે જતો હતો. દરમિયાન ફતેગંજ બ્રિજ પર તેનું મોપેડ આંતરીને અલ્પુ સિંધી, મુકેશ ગોસ્વામી, રવિ દેવજાણી, અને રાજુએ રોક્યો હતો. આ ઘટના સમયે હેરીના મિત્રો ત્યાંથી નાસી છૂટ્યા હતા.
Apr 20, 2025 07:39 am
એ અગાઉ જેલમાં હતો ત્યારે હું બહાર હતો : હેરી
હેરીનું વધુમાં કહેવું છે કે, અલ્પુના સાગરીતોએ મને માથાના ભાગે ચપ્પાના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો છે અને શરીર પર પાઈપથી હુમલો પણ કર્યો હોવાની વાત સામે આવી છે.અલ્પુએ હેરીની કાર આંચકી લીધી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે,તો કાર પરત માંગતા અને ખંડણીને લઈ મારી પર ખાર રાખ્યો અને હુમલો થયો હોવાની વાત સામે આવી છે.કુખ્યાત અલ્પુ સિંધીને પૂર્વ કુખ્યાત ડોન મુકેશ હરજાણી બનવાના અભરખા છે.
Apr 20, 2025 07:39 am
બુટલેગર અલ્પુ સિંધી દારૂનો કુખ્યાત સપ્લાયર
વડોદરામાં અલ્પુ સિંધી દારૂનો કુખ્યાત સપ્લાયર તરીકે જાણી તો છે,તો બીજી તરફ ઈજાગ્રસ્ત બુટલેગર હેરી લુઘવાણીનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેનું કહેવું છે કે,અલ્પુ જયારે જેલમાં હતો ત્યારે હું બહાર હતો અને જેલમાંથી તેના સાગરીતોએ મારી સાથે ખંડણી માગી હતી,તો દારૂની એક પેટી પર રૂપિયા 500ની ખંડણી માગી હતી અને મારા મિત્રોને ધમકી પણ આપી હતી,તે ખંડણી મે આપી નથી તેના કારણે મારી પર હુમલો કરવામાં આવ્યો છે અને અંગત અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો છે.
Apr 20, 2025 07:39 am
Vadodaraના ફતેગંજમાં બુટલેગરો વચ્ચે ગેંગવોર, અલ્પુ સિંધી અને હેરી લુધવાણી વચ્ચે મારામારી
વડોદરાના ફતેગંજમાં બુટલેગરો વચ્ચે ગેંગવોર શરૂ થયું છે જેમાં અલ્પુ સિંધી અને હેરી લુઘવાણી વચ્ચે મારામારી થઈ છે,અલ્પુ સિંધીના સાગરીતોએ લુધવાણીને માર્યો છે જેના કારણે હેરી લુઘવાણીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે,તો સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને પોલીસ ફરિયાદ નોંધી છે.
Apr 20, 2025 07:23 am
રાજયમાં ગરમી વચ્ચે હવામાન વિભાગની વરસાદની આગાહી
26 એપ્રિલ પછી તીવ્ર ગરમી પડશે અને કેટલાક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. એપ્રિલ મહિનામાં હવામાન વારંવાર બદલાશે. રાજ્યમાં પવન જોરદાર રહેશે, જેના કારણે જૂનાગઢ અને અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહેશે.20 એપ્રિલે મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. જોકે, આ પછી તાપમાન ફરી વધવાની શક્યતા છે. આ ઉપરાંત, દિવસ દરમિયાન ભારે પવન ફૂંકાઈ શકે છે. તેથી યલો એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.
Apr 20, 2025 07:23 am
રાજ્યમાં ધૂળની ડમરી ઉડે એવો પવન ફૂંકાવાની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે અને આવતીકાલે કચ્છ - સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાશે,મધ્ય અને ઉ.ગુજરાતમાં ધૂળની ડમરી ઉડે તેવો પવન ફૂંકાશે,ગાંધીનગર, અમદાવાદમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે,કચ્છ, બનાસકાંઠા, પાટણમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે,મોરબી, સુરેન્દ્રનગરમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે,જામનગર, દ્વારકા, પોરબંદરમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે,જૂનાગઢ, ગીર સોમનાથમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે.
Apr 20, 2025 07:23 am
જાણો ગુજરાતમાં કયાં કેટલું તાપમાન નોંધાયું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 41 ડિગ્રી, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી,ડીસામાં 40.4 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 39.3 ડિગ્રી,વડોદરામાં 39.2 ડિગ્રી, સુરતમાં 34 ડિગ્રી,ભુજમાં 38.4 ડિગ્રી, નલિયામાં 35.4 ડિગ્રી,કંડલામાં 40.4 ડિગ્રી,અમરેલીમાં 40.8 ડિગ્રી,ભાવનગરમાં 37.4 ડિગ્રી, પોરબંદરમાં 33.7 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 39.3 ડિગ્રી, કેશોદમાં 39.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Apr 20, 2025 07:19 am
Weather : રાજયમાં ગરમીમાં થયો આંશિક ઘટાડો, મોટાભાગના જિલ્લામાં તાપમાનમાં 2 ડિગ્રી ઘટયું
રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે,તો બીજી તરફ મોટાભાગના જિલ્લામાં તાપમાનમાં 2 ડિગ્રી ઘટ્યું છે,પવનની ગતિમાં વધારો થતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે,સાથે સાથે આજથી બે દિવસ ભારે પવન ફૂંકવાની આગાહી કરવામાં આવી છે,પવનની સાથે સાથે રાજ્યમાં ધૂળની ડમરીઓ ઉડવાની પણ આગાહી કરાઈ છે.સૌથી વધુ તાપમાન રાજકોટમાં 41.2 ડિગ્રી નોંધાયું છે.
Apr 20, 2025 07:03 am
કચ્છમાં સાધુ 247 ગ્રામ ચરસ સાથે ઝડપાયો
માંડવીના રામેશ્વર મહાદેવ મંદિરનો સાધુ ઝડપાયો, સાધુને ચરસનું છૂટક વેચાણ કરતાં SOGએ ઝડપ્યો, કિશોરદાસ કાશીરામદાસ ચરસનુ વેચાણ કરતો હતો, 37 હજારના ચરસ સહિતનો મુદામાલ જપ્ત કરાયો.
Apr 20, 2025 07:02 am
અમદાવાદના જમાલપુરમાં ગેરકાયદે બાંધકામનો મુદ્દો
મુખ્ય આરોપી સલીમ સહિત તમામ આરોપીની ધરપકડ, કાચની મસ્જિદ સામે કોમ્પલેક્ષ બનાવાયુ હતુ, મનપા સ્કૂલના પ્લોટમાં કોમ્પલેક્ષ બનાવાયુ હતુ, સલીમ જુમ્મા ખાન પઠાણ સહીત 4 સામે નોંધાયો ગુનો, ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ, દુકાનો ભાડે આપી ઉઘરાવતા હતા રૂપિયા.
Apr 20, 2025 07:01 am
અમદાવાદના નરોડામાં ફ્લેટની લીફ્ટ પડી
દેવ આશિષ ફ્લેટની લીફ્ટ પડતા લોકો ફસાયા, ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી બહાર કઢાયા, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં.
Apr 20, 2025 07:01 am
સુરતમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી આગ
ડુંભાલ સ્થિત ઓમ નગરમાં ગોડાઉનમાં આગ, રહેણાંક સોસાયટીમાં ગેરકાયદે પ્લાસ્ટિકનું ગોડાઉન, સુરત મનપા તંત્ર હજૂ પણ ઘોર નિંદ્રામાં ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબુ.
Apr 20, 2025 07:00 am
રાજ્યમાં GPSC વર્ગ 1 અને 2ની પ્રીલિમ પરીક્ષા
બદલાયેલી પરીક્ષા પદ્ધતિ બાદ પ્રથમવાર પરીક્ષા, વર્ગ 1ની 48, વર્ગ 2ની 97 જગ્યાઓ માટે પરીક્ષા, રાજ્યના 21 જિલ્લામાં GPSC વર્ગ 1-2ની પરીક્ષા, 405 કેન્દ્રો પર 97 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે, બપોરે 12 વાગ્યે GPSC વર્ગ 1-2ની પરીક્ષા શરૂ થશે, પોણા 2 કલાક પહેલા પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાશે, દરેક કેન્દ્રમાં CCTV કેમેરાથી મોનિટરીંગ થશે, 5 મિનિટ પહેલા નહીં પરંતુ ચોક્કસ સમયે પ્રશ્નપત્ર અપાશે, સીલબંધ પ્રશ્નપત્ર ઉમેદવારોની હાજરીમાં ખોલાશે, સીલબંધ કવરમાં ઉમેદવારોની સહી લેવામાં આવશે, દિવ્યાંગ ઉમેદવારો માટે પણ ખાસ વ્યવસ્થા કરાઇ, ઉમેદવારોની બાયોમેટ્રિક નહીં લેવામાં આવે, OMR શીટમાં ઉમેદવારોની ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે.

Gujarat Weather Update: વાવાઝોડા સાથે તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

Vadodara : ડભોઈમાં અરજીની તપાસે ગયેલા પોલીસ કર્મીઓ પર ઈંટો વડે જીવલેણ હુમલો, 4 હુમલાખોરોની ધરપકડ

Ahmedabad News: ખાખીને શર્મસાર કરનારી PSI સોનલ રાઠોડ સસ્પેન્ડ, પ્રજ્ઞાચક્ષુ આધેડને માર્યો હતો માર

Rakot News: ધનાઢય વેપારીઓને પ્રેમની જાળમાં ફસાવતી હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધાર પ્રિયંકા ઉર્ફે પીયુ સહિત 11 ઝડપાયા

Gandhinagar : ગૃહ વિભાગનો મોટો નિર્ણય, 550 કિમી લાંબી બોર્ડર રેન્જનું કરાયું વિભાજન, નવી બનાસકાંઠા રેન્જ અસ્તિત્વમાં આવી

India Nepal Border Dispute: સરહદ વિવાદ મુદ્દે PM Balen Shah મૌન, સમસ્યા ઉકેલવા આ ફોર્મ્યુલાનો કરાશે ઉપયોગ

Amazon માં 30,000 કર્મચારીઓને કર્યા જોબલેસ અને AI પાછળ અબજોનો ખર્ચ

Sushmita Senના ગોલ્ડ ડિગર ટેગ પર લલિત મોદીનો જડબાતોડ જવાબ, કહ્યું- તે એક સેલ્ફ મેડ લેડી છે...!

Snake Myths: જમીન નીચે છુપાયેલા ખજાના પાસે સાપ કેમ નીકળે છે? તેનું રક્ષણ કરવાનું સત્ય શું?

Tech:સમુદ્રમાં તરતું શહેર! તેમાં 80,000 લોકો રહેશે, જેમાં શાળાઓ, હોસ્પિટલો અને સ્ટેડિયમ પણ હશે

India Nepal Border Dispute: સરહદ વિવાદ મુદ્દે PM Balen Shah મૌન, સમસ્યા ઉકેલવા આ ફોર્મ્યુલાનો કરાશે ઉપયોગ