વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ગાંધીનગરમાં ડિજિટલ ઈન્ડિયા વીક-2022નું ઉદ્ઘાટન કરવા માટે અમદાવાદ આવી પહોંચ્યા છે. તો બીજી બાજુ ગુજરાતે વર્ષ 2019 અને 2020ની જેમ States Startup Ranking માં બાજી મારી છે અને શ્રેષ્ઠ રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ ગુજરાતમાં જોરદાર અષાઢી માહોલ જામ્યો છે. ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જીલ્લાના ધોરાજીના પાટણવાવ ઓસમ પર્વતના નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યા છે. તો બીજી બાજુ, અમદાવાદમાં આજે લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. તો, સતત વરસાદને પગલે નર્મદા જિલ્લામાં આવેલો ઝરવાણીનો ધોધ જીવંત થયો છે. દેશના મહત્વના સમાચારોની વાત કરીએ તો સિદ્ધુ મુસેવાલા પર સૌથી નજીક ગોળીબાર કરનારની ધરપકડ કરી લેવામાં આવી છે તો જ્ઞાનવાપી કેસમાં વધુ એક સુનાવણી થઇ હતી...ની સાથે સાથે વાંચો રાજ્ય સહીત દેશ દુનિયાના 6 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિક પર....
વધુ વાંચો: PM મોદીનું અમદાવાદમાં આગમન, ગાંધીનગરમાં ‘ડિજિટલ ઈન્ડિયા વીક’નું કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ગાંધીનગરમાં ડિજિટલ ઈન્ડિયા વીક-2022નું ઉદ્ઘાટન કરવા માટે અમદાવાદ આવી પહોંચ્યા છે. ગાંધીનગરના મહાત્મા મંદિર કોન્વેશન અને એક્ઝીબિશન સેન્ટરમાં સાંજે 5:30 કલાકે આ કાર્યક્રમ શરૂ થશે.
વધુ વાંચો: States Startup Ranking 2021માં ગુજરાત ફરી બન્યું વિજેતા
આજે અશોક હોટલ, નવી દિલ્હી ખાતે વાણિજ્ય અને ઉદ્યોગ, કાપડ અને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના માનનીય મંત્રી પીયૂષ ગોયલ દ્વારા સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021 ના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.
વધુ વાંચો: જ્ઞાનવાપી કેસના મેરિટ પર સુનાવણી 12 જુલાઇ સુધી મુલતવી
કાશી વિશ્વનાથ મંદિરને લગતા જ્ઞાનવાપી કેસના મેરિટ પર વારાણસી જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 30 મેના રોજ, કોર્ટે મુસ્લિમ પક્ષની દલીલો સાંભળ્યા પછી,સુનાવણી 4 જુલાઈ સુધી મુલતવી રાખી હતી.
વધુ વાંચો: સિદ્ધુ મુસેવાલા પર સૌથી નજીકથી ગોળી મારનાર અંકિત સિરસા ઝડપાયો
સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસનું કોકડું જેમ-જેમ ઉકેલાઈ રહ્યું છે તેમ-તેમ ચોંકાવનારા ખુલાસો થઇ રહ્યા છે હવે મુસેવાલાને સૌથી નજીકથી ગોળી મારનાર શૂટર અંકિત સિરસાની ધરપકડ કરી લેવામાં આવી છે.
વધુ વાંચો: સુપ્રીમ કોર્ટ અગ્નિપથ યોજના વિરુદ્ધ દાખલ અરજી પર સુનાવણી કરશે
સેનામાં ભરતી અંગેની અગ્નિપથ યોજનાના વિરોધમાં દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે સ્વીકારી લીધી છે. સુપ્રીમ કોર્ટમાં આવતા અઠવાડિયે ઉનાળુ વેકેશન સમાપ્ત થયા બાદ કેસની સુનાવણી થશે.
વધુ વાંચો: ધોરાજીના પાટણવાવમાં ધોધમાર વરસાદ વચ્ચે અદભુત નજારો
રાજકોટ જીલ્લાના ધોરાજીના પાટણવાવ ઓસમ પર્વતના નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યા છે. જેમાં પાટણવાવમાં આવેલ ટપકેશ્રવર મહાદેવ મંદિર પાસે ધોધનો વીડિયો સામે આવ્યો છે.
વધુ વાંચો: માલેગાંવ-સુરતની એસટી બસને નડ્યો અકસ્માત, બાળકો સહિત 20 ઈજાગ્રસ્ત
ગુજરાતની GSRTCની માલેગાંવ-સુરત બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં બાળકો સહિત 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
વધુ વાંચો: અમદાવાદમાં વિરામ બાદ વરસાદી ઝાપટું, વાતાવરણમાં ઠંડક
અમદાવાદમાં આજે લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. આજે બપોરે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જે બાદ અચાનક વરસાદ શરૂ થઈ ગયો હતો.
વધુ વાંચો: ગીરના ગામડામાં શિકારની શોધમાં સિંહો ગામમાં ઘુસ્યા
અમરેલી-ધારી ગીરના ગામડામાં શિકારની શોધમાં સિંહો ગામમાં ઘુસ્યા હતા. જેમાં ધારીના ભાડેર ગામમાં સિંહ બેલડીએ શિકાર માટે લટાર મારી છે. ચોમાસાની ઋતુમાં ભૂખ ભાંગવા સિંહ બેલડીએ ગામમાં લટાર મારતા ગામલોકોમાં ભય ફેલાયો છે.
વધુ વાંચો: ઉપલેટામાં 3 કલાકમાં 5 ઈંચ વરસાદ, અનેક ગામો બેટમાં ફેરવાયા
ગુજરાતમાં ચોમાસું સત્તાવાર બેસી ગયું છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાયું છે, જે મધ્ય પ્રદેશથી ગુજરાત તરફ આવી રહ્યું છે. જેના કારણે આગામી 7 અને 8 જુલાઈના રોજ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ વાંચો: અમદાવાદમાં ઓનલાઈન ફાર્મસી વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
અમદાવાદમાં ઓનલાઇન દવા વેચાતી ઈ-કોમર્સ ફાર્મસીઓ વિરૂદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. જેમાં દવાઓના ઓનલાઈન વેચાણ ઉપર પ્રતિબંધ લાદવાની માંગ કરવામાં આવી છે.
વધુ વાંચો: અષાઢમાં નર્મદામાં આવેલો ઝરવાણીનો ધોધ સોળે કળાએ ખીલ્યો, પ્રવાસીઓનો ધસારો
ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ચૂક્યું છે. મેઘરાજાએ અષાઢી બીજનું મુહૂર્ત સાચવ્યા બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘ કૃપા વરસી રહી છે. સતત વરસાદને પગલે નર્મદા જિલ્લામાં આવેલો ઝરવાણીનો ધોધ જીવંત થયો છે.
વધુ વાંચો: વલસાડના કાંજણહારી ગામે દારૂની મહેફિલમાં દરોડા, 41 લોકોની ધરપકડ થઇ
વલસાડના કાંજણહારી ગામે દારૂની મહેફિલમાં દરોડા પડ્યા છે. જેમાં જિલ્લા LCBએ દરોડા કરી 41 લોકોની ધરપકડ કરી છે. તેમજ વલસાડ સરપંચ સંઘના પ્રમુખ વિનોદ પટેલની ધરપકડ કરવામાં આવી છે.
વધુ વાંચો: પાકિસ્તાનના કબ્જામાં રહેલ ગુજરાતનાં 633 માછીમાર, 1100 બોટને મુક્ત અર્જુન મોઢવાડિયાની માંગ
પાકિસ્તાન સરકાર દ્વારા કરવામાં આવેલ કબુલાત મુજબ ગુજરાતનાં 633 માછીમાર ભાઈઓ અને 1100થી વધુ બોટ અત્યારે તેમના કબ્જામાં છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ ગુજરાતના આ માછીમાર ભાઈઓ અને બોટોને મુક્ત કરાવવાની માંગ કરી છે.
વધુ વાંચો: USના વૈજ્ઞાનિકોએ કલાકોમાં કોવિડ વેરિયન્ટ શોધી કાઢે તેવા ટેસ્ટનું સંશોધન કર્યું
USમાં વૈજ્ઞાનિકોએ કોરોનાના વર્તમાન સમયના તમામ વેરિયન્ટ માત્ર ગણતરીના કલાકોમાં શોધી કાઢે તેવા સચોટ ટેસ્ટનું સંશોધન કર્યું છે. CoVarScan ટેસ્ટ - SARS-CoV-2 વાયરસ પરના આઠ હોટસ્પોટ્સની શોધ કરે છે, જેને કોવિડ-19 માટે જવાબદાર માનવામાં આવે છે.
વધુ વાંચો: ડેશિન મોલમાં થયેલી ગોળીબારની ઘટના આતંકી કૃત્ય નથી - પોલીસ
ડેનિશ પોલીસે સોમવારે જણાવ્યું હતું કે વર્તમાન સમયે મળી આવેલા પુરાવવા પ્રમાણે ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં આવેલા શોપિંગ મોલમાં થયેલી ગોળીબારની ઘટના આતંકી કૃત્ય ન હોવાનું જણાવ્યું હતું. આ ગોળીબારની ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યાં હતા.
વધુ વાંચો: પુતિન 4 જુલાઈના રોજ બાઈડેને શુભેચ્છાઓ નહિ પાઠવે – ક્રેમલીન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન યુએસના સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રપતિ જો બાઈડેનને શુભેચ્છાઓ નહિ પાઠવે. આ અંગેની સત્તાવાર જાહેરાત ક્રેમલીને જણાવ્યું કે વોંશિગ્ટન દ્વારા કરવામાં આવેલા બિનમૈત્રીપૂર્ણ વ્યવાહારના જવાબમાં મોસ્કો આવું કરશે.
વધુ વાંચો: પોપ ફ્રાંસિસે નજીકના સમયમાં રાજીનામાની વાતને ફગાવી
વેટિકન સિટીના રહીશ પોપ ફ્રાંસિસે નજીકના સમયમાં રાજીનામા આપવાની વાતને ફગાવતા જણાવ્યું હતું કે ચાલુ મહિને તેઓ કેનેડા પ્રવાસે જવાનું આયોજન કરી રહ્યાં છે અને ત્યારપછી મોસ્કો અને કીવની મુલાકાતે જવાની આશા વ્યકત કરી હતી.










