ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 27 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 27 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.
May 27, 2025 11:44 pm
RCBએ લખનૌને હરાવીને પ્લેઓફમાં ટોપ-2માં કર્યું ક્વોલિફાય
RCBએ લખનૌને હરાવીને પ્લેઓફમાં ટોપ-2માં કર્યું ક્વોલિફાય છે. વિરાટ કોહલી-જિતેશ શર્માએ ધમાકેદાર ફિફ્ટી ફટકારી છે.
May 27, 2025 11:32 pm
Mitchell Marshએ રચ્યો ઈતિહાસ, ખેલાડીએ તોડ્યો કેએલ રાહુલનો રેકોર્ડ
આ મેચ લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં, LSG ના ઓપનર મિચેલ માર્શે ઈતિહાસ રચ્યો છે. આરસીબી સામેની મેચમાં માર્શે માત્ર 37 બોલમાં 67 રન બનાવ્યા હતા. આ સાથે તેને બે મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા. મિચેલ માર્શે બેંગ્લુરુ સામેની 67 રનની ઈનિંગમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આ સિઝનમાં આ તેનો સાતમો 50 થી વધુનો સ્કોર હતો. માર્શ હવે એક જ IPL સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ માટે સૌથી વધુ 50 થી વધુ સ્કોર બનાવનાર બેટ્સમેન બની ગયો છે. મિચેલ માર્શે IPL 2025 ની 13 મેચોમાં 627 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, મિચેલ માર્શની એવરેજ 48.23 અને સ્ટ્રાઈક રેટ 163.71 હતો. માર્શ હવે લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી એક જ IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ કેએલ રાહુલના નામે હતો. રાહુલે IPL 2022 માં લખનૌ માટે 616 રન બનાવ્યા હતા.
May 27, 2025 11:14 pm
DRDOએ QTRC કેન્દ્રનું કર્યુ ઉદ્ઘાટન
DRDOએ 27 મે, 2025ના રોજ દિલ્હીના મેટકાફ હાઉસ ખાતે ક્વોન્ટમ ટેકનોલોજી સંશોધન કેન્દ્ર (QTRC)નું ઉદ્ઘાટન કર્યું છે. આ કેન્દ્રનું ઉદ્ઘાટન સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ અને DRDOના અધ્યક્ષ ડૉ. સમીર વી કામત દ્વારા કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય વ્યૂહાત્મક અને સંરક્ષણ એપ્લિકેશનો માટે સ્વદેશી ક્વોન્ટમ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવાનો હતો. QTRC અત્યાધુનિક પ્રાયોગિક સેટ-અપથી સજ્જ છે જે મહત્વપૂર્ણ ક્વોન્ટમ ડોમેન્સમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે.
May 27, 2025 10:53 pm
વેરાવળમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
May 27, 2025 10:34 pm
Sidhu Moose Walaના પિતા 2027માં પંજાબ વિધાનસભાની ચૂંટણી લડશે
દિવગંત પંજાબી ગાયક કલાકાર સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે તેમના પુત્રની ત્રીજી પુણ્યતિથિના બે દિવસ પહેલા મોટી જાહેરાત કરી છે. તેમને જાણકારી આપતા કહ્યું કે તેઓ 2027માં આગામી પંજાબ વિધાનસભાની ચૂંટણી લડશે. તેઓ માનસા બેઠક પરથી પોતાનું ફોર્મ ભરશે અને રાજકારણમાં એન્ટ્રી કરશે. બલકૌર સિંહે કહ્યું, 'હા, ચોક્કસ, હું ચૂંટણી લડીશ.' આપણે સિસ્ટમમાં આવ્યા પછી જ ન્યાય વિશે વાત કરીશું.
May 27, 2025 10:16 pm
ગુજરાત ફોરેસ્ટ વિભાગમાં બઢતી સાથે બદલી
May 27, 2025 09:58 pm
FPI Investment: મે મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય માર્કેટમાં 14,429 કરોડનું કર્યુ રોકાણ
ભારતીય શેરબજાર માટે મે મહિનો અત્યાર સુધી ખુબ જ સારો રહ્યો છે, મે મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારો (FPIs)એ ભારતીય શેરમાર્કેટમાં લગભગ 14,429 કરોડ રૂપિયાનું તગડું રોકાણ કર્યું છે, જે છેલ્લા 8 મહિનામાં સૌથી વધુ છે. અગાઉ, સપ્ટેમ્બર 2024 પહેલા વિદેશી રોકાણકારો દ્વારા બજારમાં મોટી રકમનું રોકાણ કરવામાં આવ્યું હતું. હકીકતમાં મે 2025 માં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)એ ભારતીય ઇક્વિટી બજારમાં ₹14,429 કરોડનું રોકાણ કર્યું હતું, જે સપ્ટેમ્બર 2024 પછીનો સૌથી વધુ છે. આ સતત ત્રીજો મહિનો છે જ્યારે FPIs ભારતીય બજારોમાં ચોખ્ખા ખરીદદારો રહ્યા છે.
May 27, 2025 09:45 pm
એક જ પરિવારના સાત સભ્યોના મૃતદેહ મળતાં સનસનાટી મચી ગઈ
આ બાબતે વધુ માહિતી આપતાં દેહરાદૂન એસએસપીએ જણાવ્યું કે મૃતક પરિવાર મૂળ પંચકુલાનો રહેવાસી હતો અને તેઓ લાંબા સમયથી દહેરાદૂનમાં રહેતા ન હતા, તેથી અહીંના લોકો તેમના વિશે વધુ જાણતા ન હતા. મૃતક પરિવારના પડોશીઓને પણ આ પરિવાર વિશે કોઈ વધારે જાણકારી નહતી. તેમણે કહ્યું કે પંચકુલા પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને દેહરાદૂન પાસેથી કેટલીક માહિતી માગવામાં આવી છે.
May 27, 2025 09:31 pm
Haryana: એક જ પરિવારના 7 લોકોએ કરી આત્મહત્યા
હરિયાણાના પંચકુલામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પંચકુલામાં એક જ પરિવારના 7 લોકોના મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. આ કેસની તપાસમાં જાણવા મળ્યું છે કે જે કારમાં મૃતદેહો મળી આવ્યા હતા તે કાર ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે રજીસ્ટર થયેલી હતી. આ કાર માટે નેગી નામના વ્યક્તિએ નાણાં પૂરા પાડ્યા હતા, જ્યારે તેના હપ્તા મૃતક પરિવાર દ્વારા ચૂકવવામાં આવતા હતા.
May 27, 2025 09:17 pm
જૂનાગઢમાં કોરોનાની એન્ટ્રી
May 27, 2025 09:06 pm
રદ કરવામાં આવી રહેલા 30 કરારોમાં 9 ફેડરલ એજન્સીઓના કાર્યક્રમોનો સમાવેશ
ટ્રમ્પ વહીવટીતંત્રે હાર્વર્ડને $2.6 બિલિયનથી વધુ રાજ્ય ભંડોળ પહેલાથી જ અટકાવી દીધું હતું. એપ્રિલ મહિનામાં જ્યારે હાર્વર્ડે ટ્રમ્પ વહીવટીતંત્રની યુનિવર્સિટીના નેતૃત્વ, શાસન અને પ્રવેશ પ્રક્રિયામાં ફેરફારની માગણીઓ સામે દાવો દાખલ કર્યો ત્યારે આ વિવાદ વધુ ઘેરો બન્યો. તે પછી ટ્રમ્પ વહીવટીતંત્રે ભંડોળમાં ઘટાડો કર્યો છે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશને પ્રતિબંધિત કરવાનો પ્રયાસ કર્યો છે અને યુનિવર્સિટી પાસેથી કર રાહત છીનવી લીધી છે. હવે રદ કરવામાં આવી રહેલા 30 કરારોમાં 9 ફેડરલ એજન્સીઓના કાર્યક્રમોનો સમાવેશ થાય છે, જેમાં વૈજ્ઞાનિક સંશોધન, સ્નાતક વિદ્યાર્થી સેવાઓ અને હોમલેન્ડ સિક્યુરિટી અધિકારીઓ માટે નેતૃત્વ તાલીમનો સમાવેશ થાય છે. અન્ય એક વહીવટી અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાક મુખ્ય કરાર તાત્કાલિક રદ કરવામાં આવશે નહીં, પરંતુ અન્ય વેન્ડર્સને સોંપવામાં આવશે. નોંધનીય છે કે ટ્રમ્પ દ્વારા આ પગલું તાજેતરનું છે અને તે ફક્ત એવા ફેડરલ કરારોને લાગુ પડે છે જેની વેલ્યુ 100 મિલિયન ડોલર છે.
May 27, 2025 08:51 pm
Harvard University સાથેના 100 મિલિયન ડોલરના કોન્ટ્રાક્ટને રદ કરવાનો ટ્રમ્પે આપ્યો નિર્દેશ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચે ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. એક વરિષ્ઠ વહીવટી અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે ફેડરલ એજન્સીઓને હાર્વર્ડ સાથે લગભગ $100 મિલિયનના કરાર રદ કરવા કહેવામાં આવ્યું છે. જનરલ સર્વિસીસ એડમિનિસ્ટ્રેશન (GSA)એ ફેડરલ વિભાગોને એક પત્ર મોકલીને હાર્વર્ડ સાથે ચાલી રહેલા કરારોની સમીક્ષા કરવા માટે અને તેને સમાપ્ત કરવા અને વિકલ્પો શોધવાનો નિર્દેશ પણ આપ્યો છે.
May 27, 2025 08:43 pm
Pakistan Earthquake: ભારતે જ્યાં છોડ્યુ હતુ બ્રહ્મોસ, તેનાથી થોડે દુર ધ્રુજી ધરા
પાકિસ્તાનમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેંમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી છે. પરંતુ આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર ભૂકંપ અને બ્રહ્મોસ હુમલાની ચર્ચા થઈ રહી છે. ભૂકંપનું કેન્દ્ર ઝાંગ સદરથી 19 કિમી પૂર્વમાં નોંધવામાં આવ્યુ છે. ઝાંગ સદર પાકિસ્તાનના પંજાબ પ્રાંતનું એક મહત્વપૂર્ણ શહેર છે અને તે ફૈસલાબાદ વિભાગમાં ચિનાબ નદીના કિનારે આવેલું છે. પરંતુ આ ભૂકંપ ફક્ત ભૌગોલિક ઘટના નથી. તે વ્યૂહાત્મક રીતે ખૂબ જ સંવેદનશીલ વિસ્તારમાં થયો છે.
May 27, 2025 08:21 pm
વાપીના સુલપડમાં યુવક પર હુમલાનો કેસ
May 27, 2025 08:00 pm
સુરતમાં ડાંગર પકવતા ખેડૂતોને માથે આફત
સુરત જિલ્લા માં થઇ રહેલા કમોસમી વરસાદ ને કારણે ડાંગર પકવતા ખેડૂતોને માથે આફત આવી છે , ગત વર્ષે પણ આજ સમય હતો અને પાક લેવાની તૈયારી હતી અને વરસાદી માવઠાને કારણે ખેડૂતો ના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો અને ચાલુ વર્ષે પણ આવી જ પરિસ્થિતિ નું નિર્માણ થયું છે , છેલ્લા એક સપ્તાહ થી વરસી રહેલા સતત કમોસમી વરસાદના કારણે ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે.
May 27, 2025 07:47 pm
રાજકોટમાં દારુબંધીના દાવા પોકળ
May 27, 2025 07:36 pm
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર ટ્રેક કામગીરી બની વેગવંતિ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર ટ્રેક બિછાવવાનું કામ ઝડપ પકડતું જાય છે. ગુજરાતના વિવિધ સ્થળોએ વાયડક્ટ પર ટ્રેક સ્લેબ બિછાવવાનો તથા સીએએમ(સિમેન્ટ એસ્ફાલ્ટ મોર્ટાર) ભરવાનો આરંભ થઈ ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધી આશરે 160 કિમી ટ્રેક બેડ બાંધકામ પૂર્ણ થયું છે. આશરે 39,500 ટ્રેક સ્લેબ કાસ્ટ કરવામાં આવ્યા છે, જે લગભગ 197 કિમી ટ્રેક જેટલા છે.
May 27, 2025 07:24 pm
ભરૂચમાં કરંટ લાગતા આખલાનું મોત
May 27, 2025 07:10 pm
ગીરસોમનાથના તાલાલામાં પ્રસૂતાના મોતનો કેસ
May 27, 2025 06:57 pm
સુરત શહેરને શર્મસાર કરતી વધુ એક ઘટના
સુરત શહેરને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. ઈચ્છાપોરમાં 6 વર્ષની દીકરી પર આધેડે દુષ્કર્મ આચર્યુ છે. પાડોશમાં રહેતા નરાધમે અપહરણ કરી દુષ્કર્મ કર્યુ છે. 45 વર્ષીય જયમંગલ પાસવાન સામે ફરિયાદ નોંધાઈ છે. બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. પોલીસે આરોપીને ઝડપવા માટે કાર્યવાહી શરુ કરી છે.
May 27, 2025 06:47 pm
અમદાવાદમાં ફાયર વિભાગની મોકડ્રિલ યોજાઈ
અમદાવાદમાં ફાયર સેફટીની જાગૃતિ લાવવા ફાયર વિભાગે મોકડ્રિલ યોજી હતી. શહેરની હોટેલ ક્રાઉન પ્લાઝામાં મોકડ્રિલ યોજાઈ હતી. આગ લાગે ત્યારે જનતાએ શું કરવું તે અંગે ફાયર વિભાગે માહિતી અપાઈ હતી, આગમાં ફસાયેલા હોય ત્યારે ગભરાવવા કરતા શું કરવું? તે અંગે માર્ગદર્શન સાથે ડેમો સાથે અપાયું હતું.
May 27, 2025 06:37 pm
અંકલેશ્વરમાં વરસાદથી ડાંગરના પાકને નુકસાન
May 27, 2025 06:23 pm
પાટણમાં તળાવમાં ડૂબવાથી 2 બાળકીના મોત
May 27, 2025 06:12 pm
પોરબંદરના સમુદ્રમાં કરંટ છતાં લોકો બેફિકર
May 27, 2025 05:51 pm
સાંજે 6 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
1. Bhavnagarમાં પ્રિ-મોન્સૂનની 90 ટકા કામગીરી પૂર્ણ, 70 લાખનો ખર્ચ થવાનો અંદાજ
2. Surat: બેંકે સીલ માર્યું તે સ્કૂલની DEO તપાસ કરશે, કમિટી બનાવાઈ
3. Corona: અમદાવાદમાં કોરોનાના 17 તો રાજકોટમાં 4 કેસ નોંધાયા, દર્દીઓ સારવાર હેઠળ
4. Bharuch: વાગરામાં ફાર્મ હાઉસમાં બેઠેલા વ્યક્તિ પર 5 લોકોએ હુમલો કર્યો
5. Surat: ડાંગર પકવતા ખેડૂતોની હાલત દયનીય, કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન
6. Weather: દમણનો દરિયો બન્યો તોફાની, દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા
7. Kalolમાં અલગ અલગ બનાવમાં કુલ 5 લોકોના મોત, તંત્ર દોડતું થયું
8. CBDTએ ITR ફાઈલ કરવાની અંતિમ તારીખમાં કર્યો વધારો, જાણો નવી તારીખ
9. Operation Sindoor હાલ રોકવામાં આવ્યુ, પાકિસ્તાને તો....આતંક પર એક્શન અંગે બોલ્યા રવિશંકર
10. J&K: આતંકવાદ કાશ્મીરમાં પર્યટનને રોકી શકશે નહીં, બોલ્યા CM ઉમર અબ્દુલ્લા
May 27, 2025 05:42 pm
કરદાતાઓ દંડ ભર્યા વગર રિટર્ન ફાઈલ કરી શકશે
જો કે નવી તારીખ અમલમાં આવ્યા પછી જો કોઈને કરદાતા 15 સપ્ટેમ્બર, 2025 સુધીમાં ITR ફાઈલ કરે છે તો તેને કોઈ દંડ ચૂકવવો પડશે નહીં. આનો અર્થ એ થયો કે હવે કરદાતાઓને તેમની કર જવાબદારીઓ પૂર્ણ કરવા માટે વધુ સમય મળ્યો છે અને તે પણ દંડ વિના. જો કે આ સમયમર્યાદા લંબાવવાથી ખાસ કરીને વ્યક્તિગત કરદાતાઓ અને નાના વ્યવસાયોને ફાયદો થશે જેમના ખાતાઓનું ઓડિટ ફરજિયાત નથી. એટલે કે, પગારદાર વર્ગ, ફ્રીલાન્સર્સ, નાના વેપારીઓ, વ્યાવસાયિકો વગેરેને આનો ફાયદો થશે.
May 27, 2025 05:36 pm
કેમ તારીખ લંબાવવામાં આવી?
તમને જણાવી દઈએ કે સીબીડીટીએ આ નિર્ણય તાજેતરમાં આઈટીઆર ફોર્મમાં થયેલા મોટા ફેરફારો, સિસ્ટમ અપગ્રેડ અને ટીડીએસ (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) ક્રેડિટમાં થયેલી ભૂલોને કારણે લીધો છે. આ વિસ્તરણનો હેતુ કરદાતાઓને સાચા અને સરળ રિટર્ન ફાઈલ કરવા માટે વધારાનો સમય પૂરો પાડવાનો છે. આ વર્ષે ITR ફોર્મમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. આ સાથે આવકવેરા ફાઈલિંગ પોર્ટલ પર સિસ્ટમ અપગ્રેડનું કામ પણ કરવામાં આવ્યું છે. આ ટેકનિકલ ફેરફારોને કારણે કરદાતાઓને સમયસર સાચી માહિતી ભરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. વધુમાં, ઘણા કરદાતાઓને TDS ક્રેડિટ મેચ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો, જેના પરિણામે ખોટો ટેક્સ ભરવાની સ્થિતિ ઊભી થતી હતી.
May 27, 2025 05:31 pm
CBDTએ ITR ફાઈલ કરવાની અંતિમ તારીખમાં કર્યો વધારો
ઈન્કમટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરનારા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ નાણાકીય વર્ષ 2024-25 (એસેસમેન્ટ વર્ષ 2025-26) માટે ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ લંબાવી દીધી છે. હવે જે કરદાતાઓના એકાઉન્ટનું ઓડિટ થયું નથી (નોન-ઓડિટ કરદાતાઓ) તેઓ 31 જુલાઈ 2025ને બદલે 15 સપ્ટેમ્બર 2025 સુધીમાં ITR ફાઈલ કરી શકશે.
May 27, 2025 05:19 pm
સુરતમાં ડુમ્મસના દરિયા કિનારે નિયમોના ધજાગરા
May 27, 2025 05:13 pm
Bhavnagarમાં પ્રિ-મોન્સૂનની 90 ટકા કામગીરી પૂર્ણ, 70 લાખનો ખર્ચ થવાનો અંદાજ
ઉનાળાની ઋતુ વિદાય લેવાની કગાર ઉપર છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા 15 જુનથી નિયમ પ્રમાણે શરૂ થતાં ચોમાસાને પગલે પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી હતી. શહેરના મહાનગરપાલિકાના 13 વોર્ડમાં અંદાજિત 70 લાખના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે દર વર્ષે પ્રિ-મોન્સૂનની કામગીરી માત્રને માત્ર કાગળ ઉપર હોય છે. દર વર્ષે પ્રિ મોન્સૂન કામગીરી કરવામાં આવે છે તેમ છતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે. પ્રિમોન્સુન કામગીરીને લઈને મહાનગરપાલિકાના વિભાગના અધિકારી એન.બી.વઢવાણિયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે જે પ્રિમોન્સૂન કામગીરી કરી હતી, તેમાં 70 લાખ જેટલો ખર્ચ થયો હતો. આ વર્ષે પણ શહેરના 13 વોર્ડમાં કામગીરીને લઈને પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને આ વર્ષે પણ અંદાજિત 70 લાખનો ખર્ચ થવાનો પણ અંદાજ છે.
May 27, 2025 04:56 pm
રાજકોટમાં કોરોનાના નવા ચાર કેસ નોંધાયા
રાજકોટમાં કોરોનાના નવા ચાર કેસ નોંધાયા છે. એક મહિલા અને એક પુરુષ કોરોનાથી સંક્રમિત થાય છે. હાલ ચારેય દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. કોરોનાને લઈ સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરાયો છે. ઓક્સિજન સાથે 20 બેડની વ્યવસ્થા પણ કરાઈ છે.
May 27, 2025 04:45 pm
ખાંભામાં ગેરકાયદેસર રેશનીંગનો જથ્થો ઝડપાયો
May 27, 2025 04:34 pm
અમદાવાદમાં વધુ 17 કોરોના કેસ નોંધાયા
અમદાવાદ વધુ 17 કોરોના કેસ નોંધાયા છે. બે દર્દીઓ સારવાર હેઠળ છે. હાલમાં શહેરમાં 76 એક્ટિવ કેસ છે. ચાલુ માસમાં 89 કોરોનાના કેસ નોંધાયા છે. ત્યારે 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
May 27, 2025 04:21 pm
સુરતમાં લિફ્ટ ખોટકાતા 7 યુવતીઓ ફસાઈ
સુરતના ડીંડોલીમાં આવેલ સ્વસ્તિક સોસાયટીની લિફ્ટ ખોટકાતા 7 યુવતીઓ ફસાઈ હતી.ફાયર ટીમે ભારે જહેમતે યુવતીઓનું રેસ્ક્યુ કર્યુ હતું. યુવતીઓ લિફ્ટમાં ફસાઈ જતા હોબાળો મચ્યો હતો
May 27, 2025 03:59 pm
સાંસદ મનસુખ વસાવાએ DSP પર કર્યા આક્ષેપ
ભરૂચમાં સગીરા સાથે શિક્ષકના અડપલાનો કેસમાં પીડિત પરિવારને સાંસદ મનસુખ વસાવા મળવા પહોંચ્યા હતાં.સાંસદ મનસુખ વસાવાએ DSP પર ગંભીર આક્ષેપ કર્યા હતાં. રાજપારડીના PIને છાવરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. સાંસદે હર્ષ સંઘવી અને સરકાર સમક્ષ આવા અધિકારીઓ સામે પગલા ભરવા માગ કરી હતી. તેમણે પોલીસ હપ્તા વસૂલતી હોવાના આક્ષેપ કર્યા હતાં.
May 27, 2025 03:50 pm
દિવ અને સોમનાથના દરિયામાં ભારે કરંટ વચ્ચે પ્રવાસીઓની જોખમી મોજ
ગુજરાતમાં એક સાથે ત્રણેક સિસ્ટમો સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. વરસાદી સિસ્ટમને કારણે દરિયામાં ઊંછા મોજા ઉછળવાની પણ શક્યતાઓ છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચનાઓ પણ આપી છે. ત્યારે સોમનાથ અને દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. આવા સમયે પ્રવાસીઓ દરિયામાં જોખમી મોજ માણી રહ્યાં છે.
May 27, 2025 03:00 pm
વાંચો 03 વાગ્યાના મહત્વના સામાચાર
1. Weather: વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દરિયામાં મોજા ઉછળી શકે, માછીમારોને ચેતવણી
2. Surat: બેંકે સીલ માર્યું છે તે શાળાને RTE પ્રવેશ માટે પસંદ કરી
3. PM Narendra Modi Live: ગુજરાતે રણમાં પણ ટુરિઝમ બનાવ્યું છે
4. Surat: અનૈતિક સંબંધની આશંકામાં પતિએ પત્નીના સંબંધીની કરી હત્યા, પછી..
5. India Bangladesh સીમાએ BSF એ 14 લોકોને ‘નો મેન્સ લેન્ડ’માં મૂક્યા
6. Business News: TATAએ કર્યો મોટો સોદો, વિમાન બાદ હેલિકોપ્ટર પણ ભરશે ઉડાણ
7. IPL 2025: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય સેનાના પ્રમુખોનું કરાશે સન્માન
8. Alert: ડોનાલ્ડ ટ્રમ્પના નામે ફેક એપ બનાવી 200થી વધુ લોકો સાથે ઠગાઈ
9. Operation Sindoor: સ્વદેશી ટેકનિક અને વિદેશી હથિયાર સાથે ભારતે પાકિસ્તાનને યુદ્ધમાં પછાડ્યુ
10. PM Modi In Gujarat: ગાંધીનગર હોમપીચથી PM Modiનો મેડ ઈન ઈન્ડિયાનો હુંકાર
May 27, 2025 02:48 pm
પોરબંદરના દરિયાકિનારે રેતી ચોરી ઝડપાઇ
પોરબંદરના દરિયાકિનારે રેતી ચોરી ઝડપાઇ છે.કાટલા ગામમાં દરિયાકિનારે રેતી ચોરી થતી હતી. ખાણ ખનીજ વિભાગે JCB, રેતી ભરેલી ટ્રકો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.ખાણ-ખનીજ વિભાગ દ્વારા JCB અને રેતી થી ભરેલ ટ્રકો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
May 27, 2025 02:20 pm
ગાંધીનગરમાં ભારત માતા મંદીરના ગેટ સાથે કાર ધડાકાભેર ટકરાઈ
ગાંધીનગરમાં ભારત માતા મંદિરના ગેટ સાથે એક કાર અચાનક ધડાકાભેર અથડાઈ હતી. આ દરમિયાન ગેટ પાસે એક નાનુ બાળક રમી રહ્યું હતું. તેનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. સેક્ટર સાત પોલીસ મથકમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે.
May 27, 2025 02:10 pm
ઉના ગ્રામ પંચાયતની સિંચાઈ પેટા વિભાગની ઓફિસ સીલ
ઉના ગ્રામ પંચાયતની સિંચાઈ પેટા વિભાગની ઓફિસને જિલ્લા વિકાસ અધિકારીએ અડધી રાત્રે સીલ મારી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કાર્યપાલક ઈજનેર સુનિલ રાઠોડે ડીડીઓ પર ભેદભાવ રાખીને ઓફિસ સીલ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, કલેક્ટર દ્વારા રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હું ગયો નહોતો. જેથી તેનો ભેદભાવ રાખીને ઓફિસને સીલ કરાઈ છે. ડીડીઓએ કોઈપણ કારણ આપ્યા વિના ઓફિસ સીલ કરી દીધી છે.
May 27, 2025 02:04 pm
વડોદરાના શિનોરમાં ભારે પવન સાથે વરસાદ
વડોદરાના શિનોરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે શિનોરમાં ગણેશ મંદિરના પતરાનો શેડ ઉડ્યો છે. આ ઉપરાંત 10 મકાનોના પતરા પણ ઉડી ગયા છે. મંદિર અને મકાનના પતરા ઉડી જતાં કુદરતી આપદા સામે સરકાર સહાય કરે તેવી માગ કરાઈ છે.
May 27, 2025 02:01 pm
વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 24 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે. 50-60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વરસાદી સિસ્ટમને પગલે દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. મધ્યપ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. ત્રણ સિસ્ટમ સક્રિય થતા દ.ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે.
May 27, 2025 01:57 pm
બેંકે સીલ માર્યું છે તે શાળાને RTE પ્રવેશ માટે પસંદ કરી
ગુજરાતમાં ખાનગી સ્કૂલોમાં આરટીઈ હેઠળ પ્રવેશ ફાળવવામાં આવ્યાં છે. ત્યારે સુરતમાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારીનો જીવતો દાખલો સામે આવ્યો છે. શિક્ષણ વિભાગે તપાસ કર્યા વિના જ આરટીઈ પ્રવેશ માટે શાળાની પસંદગી કરી છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં દેલાડવા ગામમાં બંધ ખાનગી શાળામાં આરટીઈ અંતર્ગત પ્રવેશ ફાળવી દેવાયો છે. આ શાળાને બેંક 1.66 કરોડની રિકવરી કાઢીને સીલ મારી દીધું છે. વાલીઓ જ્યારે શાળાએ ગયા ત્યારે સીલ વાગેલુ જોવા મળ્યું હતું.
May 27, 2025 01:37 pm
ઓપરેશન સિંદૂર પર યુપી સરકારનો મોટો નિર્ણય
ઓપરેશન સિંદૂર પર યુપી સરકારનો મોટો નિર્ણય લીધો છે. દુલ્હનને લગ્નમાં ભેટ તરીકે સિંદૂરદાની મળશે. આતંકી હુમલાને લઇ ઓપરેશન સિંદૂર ચાલાવ્યુ હતું. પહલગામ આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા હતા, આતંકી હુમલા બાદ ભારતે વળતો જવાબ આપ્યો હતો, આતંકીઓ સામે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું
May 27, 2025 01:35 pm
કલોલમાં અલગ અલગ બનાવવામાં કુલ પાંચના મોત
કલોલમાં અલગ અલગ બનાવવામાં કુલ પાંચના મોત નિપજ્યા છે. પીઝાની દુકાનમાં કામ કરતા કામદારનું બેભાન થતા મોત થયું છે. છત્રાલમાં વૃદ્ધનું છાતીમાં દુખાવા બાદ મોત નીપજ્યુ છે. ધાનોટની બંધ કંપનીની ઓરડીમાંથી કારીગરની લાશ મળી છે. અમદાવાદના યુવકની લાશ ગણતપુરા કેનાલમાંથી મળી છે. ગણપતપુરા કેનાલમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી છે.
May 27, 2025 12:52 pm
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 28મેથી રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફારો આવશે.3 જૂન સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થશે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને મ.ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આજે પવનની ગતિ 50 કિમી પ્રતિકલાક સુધી જશે.
May 27, 2025 12:40 pm
મેડ ઇન ઇન્ડિયા પર ગર્વ હોવો જોઇએ- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે વિદેશી વસ્તુઓ આપણા રોજિંદા જીવનમાં વણાઇ ગઇ છે. હેરપિનથી લઇને દાંતમાં વપરાતી તમામ વસ્તુઓ. વિદેશી છોડો .. દેશમાં બનેલી વસ્તુઓ અપનાવો. હા, જે છે તમારી પાસે તે ફેંકો નહી, પણ હવે નવી ન લો. એકાદ બે વસ્તુઓ જ એવી છે કે બહારથી લેવી પડે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે વિદેશથી કોઇ આવે ત્યારે પૂછે છે કે શું લાવુ તમારા માટે. તમારે ના કહી દેવી જોઇએ કે ના કંઇજ નહી.
May 27, 2025 12:38 pm
આ સિંદૂરીયા મિજાજ છે..સિંદૂરિયા સ્પિરિટ છે- પીએમ મોદી
આ સિંદૂરીયા મિજાજ છે..સિંદૂરિયા સ્પિરિટ છે. 6મેની રાત્રે ઓપરેશન સિંદૂર સૈન્ય બળથી પ્રારંભ થયો હતો. પરંતુ હવે તે જનબળથી આગળ વધશે. જનબળનો અર્થ છે જન જન.. દેશના વિકાસ માટે ભાગીદાર બને. આપણે એટલુ નક્કી કરી લઇએ 2047માં જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થશે . હવે અમે કોઇ વિદેશી વસ્તુઓનો ઉપયોગ નહી કરીએ.
May 27, 2025 12:35 pm
હુ દેશના સામર્થ્યને જોઇ શકુ છું- પીએમ મોદી
મારા મનમાં નિરાશા જેવી વસ્તુઓ આવતી નથી. હું દેશના સામર્થ્યને જોઇ શકુ છું. તેના ભરોસો જ મોટો બદલાવ લાવી શકીએ છીએ, ગુજરાત સરકારનો આભારી છું કે અહીં આવવાનો મોકો મળ્યો. જૂની વાતો યાદ કરવાનો મોકો મળ્યો. ગુજરાતની મોટી જવાબદારી છે આપણે આપનારા લોકો છીએ. ગુજરાતને ઊંચાઇ પર લઇ જવુ જોઇએ, મને વિશ્વાસ છે કે ગુજરાત એક નવા સામર્થ્ય સાથે, નવી કલ્પના સાથે આગળ વધશે. મારુ ભાષણ લાંબુ થઇ ગયુ હશે. પરંતુ મીડિયામાં બે ત્રણ વસ્તુઓ જ આવશે..
May 27, 2025 12:31 pm
2005માં ગિફ્ટ સિટીનો આઇડિયા સ્વીકાર્યો- પીએમ મોદી
2005નો એ સમયછે જ્યારે ગિફ્ટ સિટીના આઇડિયાને સ્વીકારવામાં આવ્યો. તે વખતે મને મારા લોકો જ પૂછી રહ્યા હતા કે આટલા મોટા બિલ્ડિંગ અને ટાવરો બનશે. તેનુ પ્રેઝન્ટેશન હુ બતાવતો ત્યારે મને કહેતા કે ભારતજેવા દેશમાં આ શું કરો છો તમે.. અત્યારે ગિફ્ટ સીટી જોઇને દરેક રાજ્યો ઇચ્છે છે કે અમારા રાજ્યમાં પણ ગિફ્ટ સિટી હોવી જોઇએ.
May 27, 2025 12:22 pm
પાનની પિચકારી જોઇને ગુસ્સો આવ્યો- પીએમ મોદી
પીએમ મોદીએ અટલ બ્રિજના લોકાર્પણનો સમય યાદ કરતા કહ્યું કે લોકાર્પણ થયુ ન હતું ને મેતેની પર પાનની પિચકારી મારેલી જોઇ. આ જોઇને મને જબરદસ્ત ગુસ્સો આવ્યો. મે લોકાર્પણ થયા બાદ નેતાઓને ફોન કરીને કહ્યું કે તમે અટલ બ્રિજ જોવા જવા માટેની ટિકિટ રાખો.. લોકોએ કહ્યું આ વર્ષે ચૂંટણી છે, હારી જઈશુ. મેં કહ્યું અટલ બ્રિજને સાચવવો હોય તો ટિકિટ લગાવોઅમે ચૂંટણી પણ જીત્યા.. અટલ બ્રિજ પણ સચવાયો.
May 27, 2025 12:20 pm
ગેરકાયદેસણ દબાણને લઇને બોલ્યા પીએમ મોદી
ગેરકાયદેસર દબાણને લઇને પીએમ મોદીએ કહ્યુ કે 2005ને અર્બન ડેવલપમેન્ટ યર જાહેર કર્યુ. જ્યારે ગેરકાયદેસર દબાણ તોડવામાં આવ્યુ હતું. તે વખતે ચૂંટણી આવતી હતી. વિરોધ થયા આંદોલનો થયા. મુશ્કેલીઓ પણ આવી. હું દેશભરના રાજનેતાઓને કહુ છું કે સદનિષ્ટાથી લોકોની ભલાઇ માટે કામ કરો છો તો હાલ ભલે ખરાબ લાગે પરંતુ ભલુ જ થાય છે. તે વખતે અમે બહુમતીથી ચૂંટણી જીત્યા.
May 27, 2025 12:15 pm
લાલ બસને લઇને શેર કર્યો કિસ્સો
પીએમ મોદીએ પ્રહલાદ પટેલને યાદ કરતા કહ્યું કે હું જ્યારે રાજનીતિમાં આવ્યો ત્યારે , તે વખતે ચીમનભાઇ પટેલની સરકાર હતી. લાલ બસ અમદાવાદની છે તેને અમદાવાદની બહાર જવા દેવાય તે રજૂઆત લઇને અમે ચીમનભાઇને મળવા ગયા. અમે આ વિશે બહુ ચર્ચા કરી. બોપલ, ઘુમા, લાંભા.. જેવી રીતે સચિવોનો સ્વભાવ હોય છે. લાલ બસને લઇને અમે વારંવાર અરજી કરી. 3-4મહિના માથાકૂટ ચાલી અને અંતે લાલબસને એક્સટેન્શન મળ્યુ. પરિણામે અમદાવાદનો વિસ્તાર અને વિકાસ તેજીથી થયો.
May 27, 2025 12:11 pm
મીઠાથી હીરા સુધી ગુજરાતની સફર- પીએમ મોદી
પીએમ મોદીએ ગુજરાતને લઇને લોકો એમ કહેતા કે ગુજરાતના વેપારી લોકો તો એક જગ્યાએથી માલ લઇને બીજે વેચે છે. વચ્ચે દલાલી ખાય છે. ગુજરાત દલાલી પર જ જીવે છે. પરંતુ હવે તમે જુઓ. એક સમયે ગુજરાત પાસે મીઠા સિવાય કંઇ ન હતું. પરંતુ હવે ગુજરાત હીરા માટે ઓળખાય છે. મીઠાથી લઇને હીરા સુધીની સફર ગુજરાતે કાપી છે.
May 27, 2025 12:04 pm
હવે ત્રીજા નંબરે પહોંચવાનું દબાણ વધ્યુ- પીએમ મોદી
આજે દુનિયાની ચોથી ઇકોનોમી બન્યા. જાપાનને પાછળ છોડ્યુ. અત્યારે 4 નંબરે પહોંચવાનો આનંદ હોવો જોઇએ તેના કરતા 3જા નંબરે ક્યારે પહોંચશો તેનુ દબાણ વધી રહ્યુ છે. પીએમ મોદીએ કહ્યું કે 2047 હિંદુસ્તાન વિકસિત થવુ જ જોઇએ. આઝાદીના 100 વર્ષ એમ જ નહી ઉજવીએ .એવી રીતે ઉજવીશુ કે દુનિયામાં વિકસિત ભારતનો ઝંડો લહેરાય.
May 27, 2025 12:00 pm
ઓછા સમયમાં 4થા નંબરે પહોંચ્યા- પીએમ મોદી
અમે એક નિષ્ટ ભાવથી કોટિ કોટિ ભારતીયોના કલ્યાણ માટે પ્રતિબદ્ધતાથી કામ કરીએ છીએ. 26મે 2014ના રોજ, મને પહેલીવાર દેશના પીએમ તરીકે શપથ લેવાનો મોકો મળ્યો અને ત્યારે ભારતની ઇકોનોમી દુનિયામાં 11 નંબર પર હતી. કોરોનાથી લડાઇ લડી, કુદરતી આપદા સહી, પાડોશીથી મુશ્કેલી વેઠી તેમ છતાં પણ આપણે બહુ ઓછા સમયમાં 11 નંબરથી સીધા 4 નંબરે પહોંચી ગયા.
May 27, 2025 11:57 am
હવે કોઇ પુરાવા માંગી નહી શકે-પીએમ મોદી
PM મોદીએ વધુમાં કહ્યું કે પાડોશી સારી રીતે રહે તેમ અમે ઇચ્છીએ છીએ. ભારત વીરોની ધરતી છે. આવખતે જે થયુ તે કેમેરાની સામે થયુ. એટલે આ વખતે તો કોઇ પુરાવા નહી માંગી શકે.
May 27, 2025 11:55 am
આ પ્રોક્સી વોર નથી- પીએમ મોદી
આ પ્રોક્સી વોર ન કહી શકાય. કારણ કે આતંકવાદના જનાજા નીકળ્યા, 6મે પછી જેનુ કત્લ થયુ તે જનાજાને પાકિસ્તાનમાં સ્ટેટ ઓનર અપાયુ. તેના કોફિન પર પાકિસ્તાનના ઝંડા લગાવવામાં આવ્યા. સેનાએ સેલ્યુટ આપ્યુ. જે સિદ્ધ કરે છે આતંકવાદી ગતિવિધિ પ્રોક્સી યુદ્ધ નથી. આ તમારી સમજી વિચારેલી યુદ્ધની રણનીતિ છે. તેનો જવાબ પણ તેજ રીતે મળશે.
May 27, 2025 11:53 am
9 ઠેકાણા 22 મિનિટમાં ધ્વસ્ત-પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે વારંવાર જ્યારે આપણા સામર્થ્યને લલકારવામાં આવે તો આ દેશ વીરોની ભૂમિ છે. આતંકવાદના 9 ઠેકાણાને 22 મિનિટમાં જ ધ્વસ્ત કરી દીધા.
May 27, 2025 11:49 am
સિંદૂરી સાગરની ગર્જના જોવા મળી રહી છે- પીએમ મોદી
પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે દરેક જગ્યાએ દેશભક્તિની લહેર જોવા મળી રહી છે. દરેક દેશવાસીના દિલમાં દેશભક્તિ છે. દેશભક્તિની અગન લોકોના દિલમાં જોવા મળી રહી છે. સિંદૂરી સાગરની ગર્જના જોવા મળી રહી છે.
May 27, 2025 11:27 am
અમદાવાદના જમાલપુર રિવરફ્રન્ટ પર અકસ્માત
અમદાવાદના જમાલપુર ખાતેના રિવરફ્રન્ટ પર અકસ્માત સર્જાયો છે. બાઈક ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. બાઈક ચાલક થાંભલા સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચી છે.
May 27, 2025 11:23 am
આણંદમાં આઈસરમાં જુગાર રમતા 16 ઝડપાયા
આણંદમાં આઈસર ટ્રકમાં જુગાર રમતા 16 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. સાવલીથી ઉમરેઠ તરફ લાલપુરા ચેક પોસ્ટ પાસેથી આઈસર ટ્રકમાં જુગાર રમતા 16 લોકો ઝડપાયા છે. 16 જુગારીઓ 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા છે.
May 27, 2025 11:12 am
ખેડામાં ઉઘરાણા કેસમાં બે પોલીસકર્મી સસ્પેન્ડ
ખેડામાં ઉઘરાણા કેસમાં ASI નિલેશ પાટીલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.LRD જવાન રાહુલને પણ સસ્પેન્ડ કરાયો છે. જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક અસરથી બંને કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. સેવાલિયા નજીક વાહનચાલક પાસેથી આ પોલીસ કર્મીઓએ પૈસા લીધા હતાં.હેલ્મેટ ન પહેરવા બદલ 200 રૂપિયા પડાવ્યા હતા.નડીયાદ DySPને વધુ તપાસ સોંપવામાં આવી છે.
May 27, 2025 11:09 am
સુરતમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે આફત બન્યો
સુરતમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે આફત બન્યો છે. બીજી વખત ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થયો છે. અગાઉ તળાદ મંડળીએ ડાંગરનો પાક લેવાની ના પાડી હતી.ખેડૂતોના મોઢે આવેલો કોળિયો વરસાદમાં છીનવાયો છે. નુકસાનીનો સર્વે કરાવવા ખેડૂતોએ માગ કરી છે.સરકાર સર્વે કરી સહાય આપે તેવી ખેડૂતોની માગ છે.
May 27, 2025 10:57 am
ભાવનગરમાં બહુમાળી ભવનમાં સ્લેબ ધરાશાયી
ભાવનગર ખાતે આવેલા બહુમાળી ભવનમાં સ્લેબ ધરાશાયી થયો છે. નાયબ ખેતીવાડી નિયામકની ઓફીસમાં સ્લેબ ધરાશાયી થયો છે. સ્લેબ ધરાશાયી થતા ઓફીસમાં રહેલા કોમ્પ્યુટર સહિતના સાધનોમાં નુકશાન થયું છે. સવારના સમયે ઓફીસ બંધ હોવાથી સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી છે.
May 27, 2025 10:55 am
હવામાન વિભાગે બપોરના 1 વાગ્યુ સુધીનું નાઉકાસ્ટ બુલેટિન જાહેર કર્યું
હવામાન વિભાગ દ્વારા બપોરના એક વાગ્યા સુધીનું નાઉકાસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. 13 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ અપાયુ છે. 10 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયુ છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
May 27, 2025 10:33 am
ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીનો રોડ શો
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાયો છે. આ રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. રાજભવનથી શરૂ થયેલો રોડ શો મહાત્મા મંદિર સુધી યોજાશે. ત્યાર બાદ મહાત્મા મંદિર ખાતેથી વડાપ્રધાન વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
May 27, 2025 10:19 am
રાજકોટમાં બાળકને છત પરથી નીચે લટકાવાનો કેસ
રાજકોટમાં બાળકને છત પરથી નીચે લટકાવાનો કેસમાં મોટો ખુલાસો થયો છે. પતિ-પત્ની વચ્ચે ગૃહકંકાસમાં મહિલાએ કૃત્ય કર્યુ હોવાનું સામે આવ્યું છે. બાળકને નીચે ફેંકે તે પહેલાં જ બચાવી લેવાયું હતું.વીડિયો વાયરલ થયા બાદ પોલીસે નિવેદન લીધા છે. મહિલા બાળકને ડરાવતી હોવાનો ખુલાસો કર્યો છે. થોડીવાર પહેલાં જ પાડોશી સાથે ઝઘડો પણ થયો હતો.ગોકુલધામ આવાસ યોજનાનો વીડિયો વાયરલ થયો હતો
May 27, 2025 09:54 am
વરસાદને લઈ ભરુચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જિલ્લા કલેક્ટરે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. લોકોને બીનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરવામાં આવી છે.
May 27, 2025 09:45 am
છોટાઉદેપુરમાં શાકમાર્કેટના બાંધેલા તંબુ પવન સાથે ફંગોળાયા
છોટા ઉદેપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થવાથી શાક માર્કેટના બાંધેલા તંબુ પવન સાથે ફંગોળાયા હતાં. જેના કારણે હાલ શાકભાજી વેચતા આદિવાસીઓ ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યાં છે. શાકભાજી વેચતા દુકાનદારોને ઉચિત વ્યવસ્થા કરી આપવા માગ કરાઈ છે. શાકભાજી માર્કેટના વેપારીઓ છોટાઉદેપુર તળાવ પાસે બેસવા મજબુર બન્યાં છે.
May 27, 2025 09:21 am
કચ્છમાં ભુજની પાલારા જેલમાંથી મોબાઈલ મળ્યો
કચ્છમાં ભુજની પાલારા જેલની બેરેક નંબર 9 નજીક ડોલમાંથી મોબાઈલ મળી આવતા જેલતંત્ર દોડતુ થયું હતું. સીમકાર્ડ સાથે મોબાઈલ મળી આવતા ફરિયાદ નોંધાઈ છે. ભુજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
May 27, 2025 09:16 am
રાજકોટમાં પ્રિ મોન્સુનની કામગીરી કાગળ ઉપર
રાજ્યમાં ચોમાસાની ઘડીયો ગણાઈ રહી છે. ત્યારે રાજકોટમાં પ્રિ મોન્સૂનની કામગીરી કાગળ પર જોવા મળી છે. શહેરના અનેક વિસ્તારોમાં સફાઈના નામે મીંડુ હોવાની સ્થિતિ દેખાઈ રહી છે. વોકળાના કામો અધૂર રહેતા જળબંબાકારની ભીતિ સર્જાય તેવી સ્થિતિ છે. 48 પૈકી 18 વોકળામાં પ્રિ-મોન્સુનની કામગીરી પૂર્ણ કરાઈ છે.વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કાગળ ઉપર જોવા મળી છે.
May 27, 2025 09:05 am
ભાવનગરના તળાજામાં વરસાદ
ભાવનગરના તળાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અલંગ, ભાંખલ, સરતાનપર બંદરે વરસાદ થયો છે. પંથકમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં સહેજ ખુશી જોવા મળી છે.
May 27, 2025 08:51 am
ભાવનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ
ભાવનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે.અલંગ,ત્રાપજ,તણસા સહિતના પંથકોમાં વરસાદ થયો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.વરસાદ પડતા ગરમી-બફારાથી લોકોને રાહત મળી છે.
May 27, 2025 08:49 am
અમદાવાદમાં બનશે સૌથી મોટી હોસ્પિટલ
વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યાં છે. તેમણે દાહોદ અને ભુજ ખાતેથી કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી હતી. આજે પણ તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જેમાં અમદાવાદ ખાતેની સિવિલ મેડિસીટીમાં રુ.588 કરોડના ખર્ચે 1800 બેડની સૌથી મોટી હોસ્પિટલ તૈયાર થશે તેનું ઇ-ખાતમુહૂર્ત કરશે.
May 27, 2025 08:35 am
હવામાન વિભાગનું નાઉકાસ્ટ બુલેટિન
વરસાદ અંગે હવામાન વિભાગનું નાઉકાસ્ટ બુલેટિન જાહેર કરાયું છે. સવારના 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની આગાહી કરાઈ છે. ભાવનગર, આણંદ,વડોદરા,પંચમહાલ,દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કેટલાક જિલ્લાઓમાં 70-80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.અમદાવાદ, ગાંધીનગર, વલસાડમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.નવસારી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, બોટાદ, ખેડા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર,મોરબી, જામનગર,દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
May 27, 2025 08:27 am
ભાવનગરના દરિયામાં ડોલ્ફીન માછલીઓ જોવા મળી
ભાવનગરના દરિયામાં માછીમારી કરતા માછીમારને ડોલ્ફીનનું ઝૂંડ જોવા મળ્યું હતું.અગાઉ ઘોઘા, કોળિયાકમાં ડોલ્ફીન જોવા મળી હતી. દરિયામાં ફરી એકવાર 4થી5 ડોલ્ફીન ઉછળકૂદ કરતી જોવા મળી છે.
May 27, 2025 08:26 am
સુરતમાં કાફેમાં ચોરીને અંજામ આપનાર ચોર ઝડપાયો
સુરતના કાફેમાં ચોરીને અંજામ આપનાર ચોરને પોલીસે ફૂલવાડી પાસેથી ઝડપી પાડ્યો હતો. રોહિત ડીમર કાફેમાં નોકરી કરી રેકી કર્યા બાદ ચોરીને અંજામ આપતો હતો. અગાઉ સુરત, મધ્યપ્રદેશમાં 9 વખત ઝડપાઈ ચુક્યો છે
May 27, 2025 08:09 am
અમરેલી જીલ્લામાં ફરી જામ્યો વરસાદી માહોલ
અમરેલી જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ધારી, જર, મોરજર, છતડીયા, ખીચા ગામોમાં વરસાદ થયો છે. જિલ્લાના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.
May 27, 2025 07:54 am
સુરત જિલ્લામાં મોડી રાતથી જ વરસાદ
સુરત જિલ્લામાં મોડી રાતથી જ વરસાદ શરૂ થયો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.દારીયા કિનારે આવેલ મોર ભગવા ગામે વરસાદ થતાં પાણી ભરાઈ ગયા હતાં.ઓલપાડ, કામરેજ, કીમ, કોસંબામાં પણ વરસાદ વરસ્યો હતો. ભારે પવનથી તૈયાર થયેલા ડાંગરના પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
May 27, 2025 07:51 am
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. બીજા દિવસની શરૂઆત પણ રોડ શોથી થશે.ગાંધીનગરમાં રાજભવનથી મહાત્મા મંદિર સુધી તેમનો રોડ શો યોજાશે. મોટી સંખ્યામાં સ્થાનિકો રોડ શોમાં જોડાશે. તેઓ મહાત્મા મંદિરથી 5536 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમૂહૂર્ત કરશે. 22,055 આવાસોનું લોકાર્પણ અને સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3નું ખાતમુહૂર્ત કરશે. મ્યુનિસિપલ સંસ્થાઓને 3300 કરોડના ચેક વિતરણ થશે.
May 27, 2025 07:51 am
ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગર,સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર,દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ,નવસારી, વલસાડ, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ ખાબકી શકે છે. અન્ય જિલ્લાઓમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
May 27, 2025 07:50 am
વડોદરાના અકોટા ચાર રસ્તા પાસે ભૂવો પડ્યો
વડોદરાના અકોટા ચાર રસ્તા પાસે ડ્રેનેજ લાઈનમાં ભંગાણ સર્જાતા 10 થી 12 ફૂટ ઊંડો, 5 ફૂટ પહોળો ભુવો પડ્યો છે.ભુવામાં કોર્પોરેશનનું જેટિંગ મશીન ફસાયુ છે.જેટિંગ મશીન બહાર કાઢવા ક્રેન મંગાવવી પડી હતી.

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા

Surat: MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસે 80 લાખ પડાવ્યા

Rajkot : હડમતાળાની ફાર્મા કંપનીમાં EDના ધામા, કરોડોના હવાલા કૌભાંડમાં કનેક્શન ખુલતા તપાસ તેજ

Rajkot : નવનિર્મિત સાંઢિયા પુલની ઢીલી કામગીરી અને નબળા ફિનિશિંગ બદલ ચેતન કન્સ્ટ્રક્શન અને PMC ને કોર્પોરેશને ફટકારી નોટિસ

Gujarat: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓનું મહા-ઓપરેશન ડેલ્ટા હન્ટ, રાજ્યભરમાંથી 424 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા

Stock Market Opening: US Iran વચ્ચે તણાવથી શેરબજારમાં ચિંતા, સેન્સેક્સ 299.46 પોઇન્ટ ઘટ્યો

Vaibhav Suryavanshiના ક્રેઝ આગળ બ્રોડકાસ્ટર્સ ઝૂક્યા, ભારત-શ્રીલંકા ટ્રાય-સિરીઝનું થશે લાઈવ ટેલિકાસ્ટ

Petrol Diesel Price Today: પેટ્રોલ ડીઝલ 2.5 રૂપિયા મોંઘુ થવાની આશંકા વચ્ચે જાહેર થયા નવા ભાવ, જાણી લો 4 જૂનનો રેટ

India Weather Forecast : કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીની તૈયારી, હિમાચલમાં ઓરેન્જ એલર્ટ, જાણો દેશભરના હવામાનની સ્થિતિ

Bihar: મુઝફ્ફરપુરમાં પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ,3 દર્દી જીવતા ભુંજાયા,સ્ટાફ દર્દીઓને તડપતા છોડી ભાગી છૂટ્યો

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા