
Gandhinagar News: ‘વિકસિત ભારત યુવા સંવાદ’ માં CMનું મોટું નિવેદન

Sep 19, 2025 11:58 pm
અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો, શાંતાબા હોસ્પિટલમાં પાણી ભરાયા
અમરેલી જિલ્લામાં
રાત્રે થયેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. અમરેલી શહેરમાં વરસાદને કારણે શાંતાબા જનરલ હોસ્પિટલમાં પાણી ભરાયા છે. જેનાથી રોગચાળાની ભીતિ વધી છે. બીજી તરફ બાબરાના ચરખા, ચમારડી, અને ઘૂઘરાળા ગામોમાં પણ વરસાદ પડ્યો છે. જેના કારણે કાળુભાર નદીમાં પૂર આવ્યું છે. આ નદીનું પાણી
બાબરાના બુધવારી પુલ સુધી પહોંચ્યું છે.
Sep 19, 2025 10:52 pm
ગોધરામાં વિવાદાસ્પદ પોસ્ટ બાદ પોલીસ સ્ટેશન પર હોબાળો
ગોધરામાં એક યુવકે
વિવાદાસ્પદ પોસ્ટ મૂક્યા બાદ પોલીસે તેની અટકાયત કરી છે. યુવકે પોલીસ પર માર
મારવાનો આરોપ મૂકી અન્ય એક પોસ્ટ મૂકતા તેના સમર્થનમાં લોકોનું ટોળું ગોધરા બી
ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યું છે. ટોળાએ હોબાળો મચાવતા પોલીસે ટીયર ગેસના સેલ
છોડી મામલો શાંત પાડ્યો છે. આઇજી, એસપી, અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે
પહોંચ્યા છે.
Sep 19, 2025 09:33 pm
પશ્ચિમ કચ્છ પોલીસે
દારૂબંધીના કાયદાનો ભંગ કરતા બે લિસ્ટેડ બુટલેગરોની ધરપકડ કરીને મોટી સફળતા હાંસલ
કરી છે. લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ યુવરાજસિંહ જાડેજા અને જીતુભા સોઢાને
પોલીસે દબોચી લીધા છે. આ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશનના અસંખ્ય ગુના નોંધાયેલા
છે. પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે આ મામલે વધુ તપાસ
હાથ ધરી છે.
Sep 19, 2025 09:01 pm
જામનગર જિલ્લાના કાલાવડ
તાલુકાના બેરાજા ગામના મહિલા સરપંચના પતિ દિનેશ તેજા અને એક વચેટિયો રૂપિયા 75,000ની
લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. આ લાંચ લીઝ પર ચાલતી ખાણના માલિકને હેરાન ન કરવા
માટે માંગવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
Sep 19, 2025 09:00 pm
આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના
ભાવનગર પ્રવાસને લઈને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. SPG દ્વારા
ભાવનગર એરપોર્ટથી લઈને જવાહર મેદાન ખાતેના સભા સ્થળ સુધીના રોડ શોના રૂટ પર
રિહર્સલ કરવામાં આવ્યું હતું. સવારે 10 વાગ્યે પ્રધાનમંત્રી મહિલા કોલેજ સર્કલથી રોડ શોની શરૂઆત કરીને
જાહેર સભાને સંબોધન કરશે. તેમના આગમનને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં
આવ્યો છે.
Sep 19, 2025 08:36 pm
થરાદ તાલુકાના ડોડગામ ગામની સીમમાં આવેલા રોડ પાસેથી બે અજાણ્યા
યુવકોના કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ
થરાદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવ્યો હતો. પોલીસે
મૃતકોની ઓળખ કરવા અને આ ઘટના પાછળનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
Sep 19, 2025 08:16 pm
વલસાડ જિલ્લાના વાપી GIDC વિસ્તારમાં
આવેલી એન.આર.અગ્રવાલ યુનિટ-1માં ભીષણ
આગ લાગી છે. આગના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ
ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો શરૂ
કરવામાં આવ્યા છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જોકે આગનું
કારણ જાણવા માટે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.
Sep 19, 2025 08:12 pm
સુરતમાં ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારીને કારને 200 ફૂટ સુધી ઢસડી
સુરતના કિમ
વિસ્તારમાં આવેલા મૂળદ પાટિયા પાસે એક ભયાનક અકસ્માત થયો હતો. એક ટ્રક ચાલકે
પાછળથી કારને એટલી જોરદાર ટક્કર મારી કે કાર 200 ફૂટ સુધી ઢસડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ
નીકળી ગયો હતો. પરંતુ સદનસીબે કાર ચાલકનો ચમત્કારિક રીતે
આબાદ બચાવ થયો હતો.
Sep 19, 2025 07:46 pm
દ્વારકાના જામ ખંભાળિયા તાલુકામાં PGVCLની ઘોર બેદરકારીને કારણે બે ખેડૂતોએ જીવ ગુમાવ્યો છે. સોનારડી ગામે
ખેતરમાં કામ કરી રહેલા રામસંગ જાડેજા અને તખુભા જાડેજા પર અચાનક વીજળીનો વાયર તૂટી
પડ્યો હતો. જેના કારણે વીજ કરંટ લાગતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું. ગ્રામજનોએ
PGVCLની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને
જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
Sep 19, 2025 07:05 pm
આણંદના ઉમરીનગર વિસ્તારમાં એક પિતાએ પોતાના નશાખોર પુત્રની હત્યા
કરી નાખી. પુત્ર દારૂ પીને ઘરમાં ઝઘડા કરતો હતો જેનાથી કંટાળીને વૃદ્ધ પિતાએ આ ભયંકર પગલું ભર્યું. મૃતક પુત્ર
લૂંટના ગુનામાં 8 વર્ષની સજા ભોગવી ચૂક્યો
હતો. પોલીસને આ ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને હત્યા
કરનાર પિતાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Sep 19, 2025 06:46 pm
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગોંડલના અનિરુદ્ધસિંહ
જાડેજાએ આજે ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું છે. આત્મસમર્પણ બાદ તેમને તાત્કાલિક
જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે. અનિરુદ્ધસિંહ સામેના કેસમાં સુપ્રીમ કોર્ટે સરેન્ડર કરવાનો આદેશ
આપ્યો હતો. જેનું પાલન કરીને તેમણે
આજે કોર્ટમાં હાજર થઈને સરેન્ડર કર્યું છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ
તેમને જૂનાગઢ જેલ લઈ જવા માટે પોલીસની ટીમ રવાના થઈ છે.
Sep 19, 2025 06:10 pm
ગાંધીનગરમાં ઠાકોર સમાજની બેઠકનું આયોજન, અનેક મોટા નિર્ણયો લેવામાં આવશે!
ગાંધીનગરમાં આગામી દિવસોમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની એક મહત્વપૂર્ણ બેઠક મળવાની છે. આ બેઠકમાં સંગઠનને ફરીથી સક્રિય કરવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવશે. સૂત્રો અનુસાર, આ બેઠકમાં રાજ્યભરમાંથી 500થી વધુ હોદ્દેદારો હાજર રહેશે, જ્યાં આગામી સમયના કાર્યક્રમો અને રણનીતિ અંગે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે.
Sep 19, 2025 05:55 pm
વાંચો બપોરના 3 થી સાંજના 6 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર
01. Vadodara માં બે પાણીપુરી ઓછી આપતા મહિલા વિફરી, ચાલુ રસ્તા પર ધરણાં પર બેસી...
03. Ankleswarમાં ઢોર ચરાવવા ગયેલી મહિલાનું વીજળી પડતા કરુણ મોત નીપજ્યું
04. Ahmedabad News : સતત બીજા દિવસે AMC કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન, 19 પડતર માંગણીઓને લઈને આંદોલન
05. Mehsanaમાં સીતાની અગ્નિ પરીક્ષા જેવી ઘટના, શંકાના આધારે પરિણીતાને ગરમ તેલમાં નંખાવ્યા હાથ
08. Anand News : બોરસદના વતની કિરણબેનની ગોળી મારી કરાઈ હત્યા, પરિવારજનોએ કડક કાર્યવાહીની માંગ કરી
09. Ahmedabadમાં AMCના ડમ્પરની અડફેટે યુવકનું કરુણ મોત, પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી
Sep 19, 2025 05:36 pm
AMCની સામાન્ય સભામાં DYMCની ગેરહાજરી પર વિવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સામાન્ય સભામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (DYMC)ની ગેરહાજરીને લઈને વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે. સભામાં કુલ 11 DYMCમાંથી માત્ર 4 હાજર રહેતા વિપક્ષના નેતા શહેઝાદ પઠાણે આ ગેરહાજરીને ગંભીર બાબત ગણાવી છે.
Sep 19, 2025 05:36 pm
વડોદરામાં પાણીપુરી ઓછી આપતા મહિલાના ધરણાં
વડોદરામાં પાણીપુરી ઓછી આપવા બદલ એક હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. બે દિવસથી પાણીપુરી ખાવા આવતી એક મહિલાએ પાણીપુરી ઓછી આપતા દુકાનદાર સામે રોડ વચ્ચે જ ધરણાં પર બેસી ગઈ હતી. આ મામલો બિચકતા પોલીસે દરમિયાનગીરી કરીને બંને પક્ષોને સમજાવ્યા અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
Sep 19, 2025 05:36 pm
વડોદરામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
વડોદરા શહેરમાં ફરી એકવાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને ગોરવા વિસ્તારમાં આવેલા દશામાં ચાર રસ્તા પાસે વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, હાલ વરસાદે વિરામ લીધો છે, જેના કારણે લોકોને થોડી રાહત મળી છે. વડોદરા શહેરમાં ફરી એકવાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને ગોરવા વિસ્તારમાં આવેલા દશામાં ચાર રસ્તા પાસે વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
Sep 19, 2025 05:36 pm
અમદાવાદમાં AMC કર્મચારીઓનો વિરોધ યથાવત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કર્મચારીઓનું નોકર મંડળ પોતાની 19 પડતર માંગણીઓને લઈને સતત બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. કર્મચારીઓએ કમિશનર સમક્ષ રજૂઆત કરી હોવા છતાં તેમની માંગણીઓ સ્વીકારવામાં ન આવતા તેઓએ આ વિરોધ ચાલુ રાખ્યો છે. ગઈકાલે પણ મોટી સંખ્યામાં કર્મચારીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, અને આજે પણ આ પ્રદર્શન ચાલુ છે.
Sep 19, 2025 05:36 pm
ઊંઝામાં અચાનક વરસાદી ઝાપટું
મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જેના પગલે વરસાદનું ઝાપટું પડ્યું હતું. આ અચાનક આવેલા વરસાદથી ગરમીનું પ્રમાણ ઘટ્યું છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતો અને સ્થાનિક લોકોમાં આ વરસાદને કારણે ખુશી જોવા મળી હતી.
Sep 19, 2025 05:36 pm
અંકલેશ્વરમાં વીજળી પડવાથી મહિલાનું મોત
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં વીજળી પડવાની દુર્ઘટનામાં એક મહિલાનું કરુણ મોત થયું છે. વીજળી પડવાની આ ઘટના અંકલેશ્વરના ગોવાલી ગામની સીમમાં બની હતી. મળતી માહિતી મુજબ, વર્ષાબેન અરવિંદભાઈ પટેલ નામની મહિલા પોતાના ઢોર ચરાવી રહ્યા હતા તે સમયે અચાનક વીજળી પડતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.
Sep 19, 2025 04:51 pm
પેટલાદમાં રસ્તા મામલે લોકો રોષે ભરાયા
પેટલાદ તાલુકાના જોગણ ગામે જગદીશપુરા નહેર ઉપર જવાનો રસ્તો તંત્ર દ્વારા પાકો બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ યોગ્ય ખોદકામ કર્યા વગર રસ્તો બનાવવામાં આવતા સ્થાનિકોએ નબળી ગુણવત્તા વાળો રસ્તો થશે તેવા આક્ષેપો કર્યા છે. આ વિસ્તારમાં અનેક પરિવારો વસવાટ કરે છે. હાલ તંત્ર દ્વારા રસ્તો બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે યોગ્ય ખોદકામ અને પુરાણ કર્યા વગર રસ્તો બનાવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.
Sep 19, 2025 04:41 pm
ગાંધીનગરમાં આશા વર્કર બહેનોના ધામા
ગાંધીનગરમાં આશા વર્કર બહેનોએ ધામા નાંખ્યાં છે. મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ આશા વર્કર બહેનો ભેગી થઈ છે. ઓનલાઈન કામગીરી બંધ કરવા માગ કરવામાં આવી છે. આશાવર્કર બહેનોનું કહેવું છે કે, અમને મોંઘા મોબાઈલ વાપરવા દબાણ કરાય છે. બે હજાર રૂપિયાના ઈન્સેન્ટિવમાં મોબાઈલ કેવી રીતે લાવીએ. વર્ગ ચારનું મહેકમ ઉભુ કરી કાયમી કર્મચારી બનાવો.
Sep 19, 2025 04:37 pm
GUJCOST દ્વારા રાષ્ટ્રીય STEM ક્વિઝ 4.0નું લોન્ચિંગ કરાયું
વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા, વિશ્લેષણાત્મક વિચારશક્તિ અને સમસ્યા ઉકેલવાની કુશળતા વિકસે તે હેતુસર ‘રાષ્ટ્રીય STEM ક્વિઝ ૪.૦: નવી પેઢીની નવી સફર’ તરીકે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને વિવિધ સ્વરૂપે કુલ રૂ. ૨ કરોડ સુધીના ઇનામો જીતવાની સુવર્ણ તક મળશે. આ ઉપરાંત વિજેતાઓને BARC-મુંબઈ, DRDO, SAC-ISRO, NFSU-ગાંધીનગર જેવી અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત લેવાની તેમજ ટોચના ૨૦૦ વિદ્યાર્થીઓ માટે STEM બુટ કેમ્પમાં ભાગ લેવાની પણ સોનેરી તક મળશે, તેમ ‘રાષ્ટ્રીય STEM ક્વિઝ ૪.૦’ના લોન્ચિંગ પ્રસંગે DST સચિવ પી. ભારતીએ જણાવ્યું હતું.
Sep 19, 2025 04:26 pm
અમદાવાદમાં BRTS કોરિડોર હટાવવા માગ
અમદાવાદ મહાનગર પાલિકામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં સારંગપુર-વિક્ટોરિયા ગાર્ડન સુધીનો BRTS કોરિડોર હટાવવા માગ કરવામાં આવી છે. પશ્ચિમથી કાલુપુર સ્ટેશન જતાં ભારે ટ્રાફિક નડે છે. કોરિડોર હટાવાય તો ટ્રાફિક સમસ્યા હલ થઈ શકે છે.
Sep 19, 2025 04:00 pm
થરાદના વાવમાં વરસાદી પાણી યથાવત
થરાદના વાવમાં બાલુત્રી ગામે હજી વરસાદી પાણી ઓસર્યા નથી. પાણી ભરાઈ રહેતા રોગચાળો વકરવાની દહેશત ફેલાઈ છે. પાણી નિકાલ માટે વ્યવસ્થા નહીં કરાતા ગ્રામજનો રોષે ભરાયા છે. છેલ્લા 15 દિવસથી પાણી ભરાઈ રહેતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગામમાં અનેક જગ્યાએ હજી ઘૂંટણસમા પાણી ભરાઈ ગયાં છે.
Sep 19, 2025 03:55 pm
કલર કરવાને બહાને ઘરમા ચોરી કરતી ગેંગ ઝડપાઈ
દિવાળી પહેલા જો તમે તમારા ઘરે કલર કામ કરાવવાની તૈયારી કરી રહ્યા છો તો ચેતી જજો.કારણકે પોલીસે એક એવી ગેંગ પકડી છે જે કલર કામ કરવાના બહાને ઘરમાં આવશે અને ઘરની રેકી કરીને ચોરીને અંજામ આપશે. મૂળ મધ્યપ્રદેશની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે આરોપીઓ ચોરી સમયે પોતાની પાસે હથિયાર પણ રાખતા હતા જે પોલીસે કબજે કર્યું છે.
Sep 19, 2025 03:47 pm
અનિરૂદ્ધસિંહ જાડેજાએ કર્યું સરેન્ડર
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠીયાની હત્યાના કેસમાં રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કર્યું છે. ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું છે. સુપ્રીમ કોર્ટે સાત દિવસનો સ્ટે હટાવતા તેમણે સરેન્ડર કર્યું છે. સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા ફરમાવવામાં આવી છે.
Sep 19, 2025 03:45 pm
અરવલ્લીના મેઘરજમાં વીજકર્મી લાંચ લેતા ઝડપાયો
અરવલ્લીના મેઘરજમાં વીજ કર્મી લાંચ લેતા ઝડપાયો છે. ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીએ 500 રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયો છે. મીટર લગાવવા માટે કર્મચારીએ લાંચ માગી હતી. મોડાસા એસીબીએ આચ તાબિયાડને ઝડપી પાડ્યો હતો.
Sep 19, 2025 03:32 pm
પાટણની કેન્દ્રીય વિદ્યાલયમાં મારામારી મુદ્દે તપાસ
પાટણની કેન્દ્રીય વિદ્યાલયમાં મારામારીની ઘટના મુદ્દે તપાસ હાથ ધરાઈ છે. સુરતથી શિક્ષણ મંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાએ કહ્યું હતું કે, આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને તપાસ માટે સૂચના આપી છે. વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને તે ચિંતાજનક છે. આ બાબતે ગંભીરતા દાખવી અવેરનેસ લવાશે. શિક્ષકો વિદ્યાર્થીઓ પર વોચ રાખીને સંકલન કરે.
Sep 19, 2025 03:27 pm
ગોધરામાં બાળકીનો જન્મ થતા જ તેનો વેચી માર્યાનો આક્ષેપ
પંચમહાલના ગોધરામાં માનવ તસ્કરીનો પર્દાફાશ થયો છે. ગોધરામાં દીપ મેટરનીટી અને ચિલ્ડ્રન હોમમાં માનવ તસ્કરીનો મામલો સામે આવ્યો છે. જન્મતાની સાથે જ બાળકીને વેચી દેવાનો આક્ષેપ કરાયો છે. બાળકીને જન્મ આપી માતા ફરાર થઈ ગઈ હતી. બાળકીને ગેરકાયદેસર રીતે દત્તક રાખનાર દંપતી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત હોસ્પિટલના સ્ટાફ સહિત આઠ લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે.
Sep 19, 2025 03:11 pm
ભરૂચમાં દૂધધારા ડેરીની ચૂંટણી માટે મતદાન પૂર્ણ
ભરૂચમાં દૂધધારા ડેરીની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં 100 ટકા મતદાન થયું છે. દૂધધારા ડેરીની 14 બેઠકો માટે મતદાન યોજાયું હતું.ડેરીમાં 30 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાયો હતો. ચૂંટણી પ્રક્રિયામાં કૂલ 296 મતદારોએ મતદાન કર્યું હતું. આવતીકાલે ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ ચૂંટણીમાં ભાજપના બે નેતાઓના જૂથ આમને સામને છે. ઘનશ્યામ પટેલ સામે અરૂણસિંહ ચૂંટણી લડી રહ્યાં છે.
Sep 19, 2025 03:05 pm
અમદાવાદના સાબરમતીમાં ડિમોલિશન
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં અચેર ડેપો નજીક તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. અચેર ડેપો નજીક સુભાષનગરમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. 100થી વધુ મકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા હતાં.
Sep 19, 2025 03:00 pm
વાંચો 03 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
01. World News: રશિયાના આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે? Putinએ ઉત્તરાધિકાર યોજના કરી જાહેર
05. Gandhinagar News: હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયેલા વિધર્મીને પોલીસે આસામથી ઝડપ્યો
06. India News : પ્રત્યાર્પણથી બચવા નીરવ મોદીની નવી ચાલ, ભારતના પ્રયાસોને લાગી શકે છે ઝટકો
07. Gold Silver Rate Today: સોનાની ચમક વધી, 19 સપ્ટેમ્બરે કેટલા છે 24 અને 22 કેરેટ સોનાની કિંમત
08. Char Dham Yatra Helicopter Services: શ્રદ્ધાળુઓને આનંદો, ફરીથી શરૂ થશે હેલિકોપ્ટર સેવા
Sep 19, 2025 02:56 pm
AMCની સંકલન સમિતિમાં PGનો મુદ્દો ઉઠ્યો
અમદાવાદ મહાનગર પાલિકાની સંકલન સમિતિની બેઠકમાં પીજીનો મુદ્દો ઉઠ્યો હતો. સાંસદ નરહરી અમિને પીજીના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે આ મુદ્દે અધિકારીઓ પાસે જવાબ માગ્યો હતો. તેમણે PGને કોમર્શિયલ ટેક્સ બિલ આપવા રજૂઆત કરી હતી. PG સંચાલકો નિયમનો ઉલાળિયો કરે છે અધિકારીઓ કાર્યવાહી કેમ નથી કરતા.PG અંગે મ્યુનિ. કમિશનરની અધિકારીઓને સૂચના મળી છે. ઉલ્લંઘન થતું હોય તો કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.
Sep 19, 2025 02:49 pm
સામાન્ય કરતાં 24 ટકા વધુ વરસાદ ખાબક્યો
હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતાઓ નહિવત છે. આગામી પાંચ દિવસ પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 24 ટકા વધુ વરસાદ ખાબક્યો છે.
Sep 19, 2025 02:31 pm
ખેડાના ગળતેશ્વરમાં ખેડૂતોનો હોબાળો
ખેડાના ગળતેશ્વરમાં સબરજિસ્ટ્રાર ઓફિસમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. ખેડૂતોની જાણ બહાર જ બોગસ દસ્તાવેજ બની જતાં ચકચાર મચી જવા પામી છે. રજિસ્ટ્રાર દ્વારા જ બોગસ દસ્તાવેજ કરાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભૂમાફિયા અને અધિકારીઓની મીલીભગતનો આક્ષેપ કરાયો છે. ખેડૂતોએ સમગ્ર મામલે નિષ્પક્ષ અને કડક તપાસની માગ કરી છે.
Sep 19, 2025 02:21 pm
1.92 લાખ ખેડૂતોને ટ્રેક્ટર સહિતની મશીનરી ખરીદવા માટે રાજ્ય સરકારે પૂર્વ મંજૂરી હુકમ આપ્યા
રાજ્યના બજેટમાંથી ખેડૂતોને મહત્તમ લાભ મળે તે માટે ચાલુ વર્ષે ગુજરાત સરકારે બજેટ જોગવાઈમાં અત્યારસુધીનો સર્વોચ્ચ વધારો કરીને ટ્રેક્ટરની ખરીદી માટે રાજ્યના 80 હજાર ખેડૂતોને સહાય આપવાના લક્ષ્યાંક સાથે 800 કરોડની નાણાકીય સહાય આપવાની જોગવાઈ મંજૂર કરી છે.ગત વર્ષની બજેટ જોગવાઈની સરખામણીએ બમણી છે.આ ઉપરાંત કંબાઈન હાર્વેસ્ટર, પાવર ટીલર તેમજ રોટાવેટર, ઓટોમેટીક ઓરણી, પ્લાઉ, થ્રેશર જેવા ટ્રેક્ટર સંચાલિત સાધનો માટે પણ બજેટમાં રૂ. 590.98 કરોડની જોગવાઈ મંજૂર કરવામાં આવી છે.જે ગત વર્ષની જોગવાઈની સાપેક્ષે બમણાથી પણ વધુ છે.
Sep 19, 2025 02:10 pm
અમદાવાદમાં મહાનગર પાલિકાનો કરોડોનો ખર્ચ પાણીમાં
અમદાવાદમાં મહાનગર પાલિકાનો કરોડોનો ખર્ચ પાણીમાં ગયો છે. શહેરના પ્રહલાદનગરમાં કરોડોના ખર્ચે તૈયાર કરાયેલું વેજીટેબલ માર્કેટ ધૂળ ખાઈ રહ્યું છે. આ માર્કેટ રહેણાંક વિસ્તારથી દૂર હોવાથી લોકો ખરીદી કરવા જતા નથી. માર્કેટ બનાવ્યા પહેલા તેનો સરવે નહીં કરાતા આજે માર્કેટ બંધ હાલતમાં છે. ફેરિયાઓ ફૂટપાથ પર લારીઓ મુકીને ધંધો કરી રહ્યાં છે.
Sep 19, 2025 01:53 pm
સુરતમાં ધોધમાર વરસાદથી ભારે હાલાકી
સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ ખાબકતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. શહેરના લિંબાયતનું ઓમનગર વરસાદી પાણીમાં ગરકાવ થયું છે. લોકોના ઘરમાં પાણી ઘૂસતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.લિંબાયતમાં બે કલાકમાં 4.50 ઇંચ વરસાદ ખાબક્યો છે.વરસાદી પાણી ભરાતા વાહનો બંધ પડ્યા છે.
Sep 19, 2025 01:49 pm
બનાસ ડેરીની ચૂંટણીને લઈ ભાજપના દિગ્ગજો મેદાને
બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજો મેદાનમાં ઉતર્યા છે. પૂર્વ કેન્દ્રિય મંત્રી હરિ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે. પાલનપુર બેઠક પરથી તેમણે ઉમેદવારી નોંધાવી છે. પોતાના સમર્થકો સાથે તેઓ ઉમેદવારી નોંધાવી છે.
Sep 19, 2025 01:38 pm
ગાંધીનગરમાં ૩૦૦ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બે દિવસથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા થયેલી કાર્યવાહી માં નોટીસ બાદ ૧૬૨ મકાનો દૂર કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા જાહેર થયેલી માહિતી મુજબ રૂપિયા ૩૦૦ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે. પેથાપુર વિસ્તાર માં જીઈબી પાછળ કરવામાં આવેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી ગુરુવારે વહેલી સવારે કરવામાં આવી હતી. ગાંધીનગર પોલીસ ની સઘન સુરક્ષા વચ્ચે ડેમોલિશન ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ૧૩૬ રહેણાંક, ૨૩ વાણિજ્ય અને ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે. દબાણ કર્તાઓને ગત ઓગસ્ટ માસ સહિત બે વખત મોટી ફટકારાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પાંચ એક્ઝેક્યુટિવ મેજીસ્ટ્રેટ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.
Sep 19, 2025 01:23 pm
અમદાવાદના બગોદરામાં દારૂની મહેફિલ ઝડપાઈ
અમદાવાદના બગોદરામાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. ગોરાણી ફાર્મમાં દારૂની મહેફિલ માણતા 12 નબીરાઓ ઝડપાયા છે. બગોદરા પોલીસે દરોડા પાડીને નબીરાઓની મહેફિલ ઝડપી પાડી કૂલ 35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે
Sep 19, 2025 12:46 pm
યુવતીને ભગાડી જનાર આસામનો વિધર્મી યુવાન ઝડપાયો
ગાંધીનગર પોલીસે એક સનસનીખેજ ઓપરેશન પાર પાડીને આસામથી આ આરોપીને શોધી પાડી યુવતીને સુરક્ષિત પરત લાવી તેના પરિવારને સોંપી છે.ગાંધીનગર જીલ્લા પોલીસની ટીમોએ એક અઠવાડિયા સુધી આસામના જુદા જુદા જિલ્લાઓમાં આરોપીને શોધ્યો હતો.યુવતીને ભગાડીને વિધર્મી આરોપી આસામ પહોંચી ગયો હતો.આ યુવક જેનું નામ સોઈફ અબ્દુલ મનાફ ઉદીન છે. તે ગાંધીનગરની એક હોટલમાં સફાઈ સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો.આ આરોપીને શોધી કાઢવામાં આવ્યો અને યુવતીને સુરક્ષિત રીતે તેની પાસેથી મુક્ત કરી ગાંધીનગર પરત લાવી તેના પરિવારને સોંપી દેવામાં આવી છે.
Sep 19, 2025 12:20 pm
મહેસુલી પ્રશ્નોને લઈ ગાંધીનગર ખાતે બેઠક
ગુજરાતમાં મહેસૂલી પ્રશ્નોને લઈને ગાંધીનગર ખાતે મુખ્ય સચિવે જિલ્લા કલેક્ટરો સાથે બેઠક યોજી છે. આ બેઠકમાં મહેસૂલી પ્રશ્નોના નિરાકરણ પર ચર્ચાઓ કરવામાં આવી છે. બિન ખેતી પ્રશ્નો અને પ્રિમિયમના પ્રશ્નો પર સમીક્ષા હાથ ધરાઈ છે. પડતર અરજીઓ સહિતાના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી છે.
Sep 19, 2025 12:00 pm
વાંચો 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
06. Asia Cup 2025 : ટીમ ઈન્ડિયા એક કે બે નહીં પણ પાંચ મેચ રમી શકે છે! જુઓ આખું શેડ્યૂલ
08. Pakistan: પાકિસ્તાનમાં થોડા કલાકોના અંતરે બે મોટા બોમ્બ વિસ્ફોટ, 8 લોકોના મોત, 23 ઘાયલ
09. Petrol Diesel Price Today: પેટ્રોલ ડીઝલના ભાવમાં આવ્યો બદલાવ, જાણો તમારા શહેરમાં કેટલો છે?
10. Stock Market Opening: ઘટાડા સાથે ખૂલ્યુ માર્કેટ, સેન્સેક્સમાં 236.69 પોઇન્ટનો ઘટાડો
Sep 19, 2025 11:58 am
જામ ખંભાળીયામાં ઇકો કાર ખાડીમાં ખાબકી
દેવભૂમી દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં ઈકો કાર ખાડીમાં ખાબકી હતી. જામ સલાયા ગોઈઝ માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવરે કાબુ ગુમાવતા ઈકો કાર ખાડીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનીની વિગતો સામે આવી હતી. કારને જેસીબી દ્વારા ખાડીમાંથી બહાર કાઢવામાં આવી રહી છે.
Sep 19, 2025 11:54 am
કચ્છનું ધોરડો રાજ્યમાં ચોથુ સોલાર વિલેજ બન્યું
યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે.આગામી 20 સપ્ટેમ્બર 2025ના રોજ ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે. મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ બાદ, ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું છે.
Sep 19, 2025 11:51 am
અમદાવાદમાં ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થવાના આરે
અમદાવાદમાં ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થવાને આરે છે. શહેરની 16 સ્કૂલોએ વર્ગ ઘટાડવા અરજી કરી હતી. શાળામાં વિદ્યાર્થીઓ નહીં હોવાથી વર્ગ ઘટાડવાની માગ કરાઈ છે. કેટલીક શાળાઓમાં માત્ર 50 જેટલા વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે. વર્ગ ઘટાડાને ળઈને આવતીકાલે જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ સુનાવણી હાથ ધરાશે. શાળા સંચાલક મંડળના પ્રમખ ભાસ્કર પટેલે કહ્યું હતું કે, શિક્ષકોની ભરતી નહીં થતાં વાલીઓ ખાનગી શાળાઓ તરફ વળ્યા છે. શિક્ષકોની 12 હજારથી વધુ જગ્યાઓ ખાલી છે. ત્રણ મહિના થવા છતાં જ્ઞાન સહાયકો ફળવાયા નથી.
Sep 19, 2025 11:35 am
સુરતમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ
સુરત શહેરમા સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરમાં ઉધના, મગદલ્લા રોડ, ખટોદરા, અલથાણા, પાંડેસરા, ખજોદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ ગયાં છે. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
Sep 19, 2025 11:22 am
રાજકોટમાં માનીતા નેતાઓને હોદ્દા આપ્યાનો આક્ષેપ
રાજકોટ શહેર ભાજપમાં જૂથવાદ ઉકળ્યો હોવાની વિગતો સામે આવી છે. શહેરના પુનિતનગર વિસ્તારમાં મહાનગર પાલિકાના વોર્ડ ઓફિસ અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યક્રમમાં શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ ભાવુક થઈ ગયા હતાં. તેમણે કહ્યું હતું કે, મારી છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મને બદનામ કરવામાં આવી રહી છે. સમય આવશે ત્યારે હું ખુલીને બધી વાત કરીશ. લીલુબેન જાદવે મીનાબેન આચાર્ય સાથે મળી ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને સમય માંગ્યો છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે અમારા ચોક્કસ લોકો જ અમને બદનામ કરી રહ્યાં છે.
Sep 19, 2025 11:13 am
કરજણમાં જૈન મંદિરમાં 27 કિલો ચાંદીની ચોરી
કરજણમાં જૈન દેરાસરમાંથી ચોરીનો બનાવ સામે આવ્યો છે. શાંતિનાથ જૈન દિગંબર દેરાસરમાં 27 કિલો ચાંદીની ચોરી થઈ છે. તસ્કરોએ દેરાસરમાંથી મૂર્તિઓ સહિત 27 કિલો ચાંદીની ચોરી કરી છે. દેરાસરમાંથી 40 લાખ જેટલી રકમની મત્તા ચોરાઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આઠ મહિના પહેલા પણ આ દેરાસરમાં ચોરીની ઘટના બની હતી. પોલીસે ચોરીને લઇ વધુ તપાસ હાથ ધરી છે.
Sep 19, 2025 11:03 am
દૂધધારા ડેરીની ચૂંટણીને લઈ મોટા સમાચાર
ભરૂચમાં દૂધ ધારા ડેરીની ચૂંટણીમાં મોટો વળાંક સામે આવ્યો છે.અપક્ષ ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કર્યો છે. મહેશ વસાવા અને તેમની પેનલે ભાજપને ટેકો જાહેર કર્યો છે. તેમણે પેનલના ચાર ઉમેદવારોની પેનલે ટેકો જાહેર કર્યો છે. તેમણે કહ્યું હતું કે, જીતીશું તો ઘનશ્યામ પટેલની પેનલને ટેકો આપીશું.
Sep 19, 2025 10:54 am
કામના કલાકો વધારવાનો સખત વિરોધ
વડોદરામાં ભારતીય મજદૂર સંઘ દ્વારા ન્યૂ વર્કિંગ અવર પોલીસીને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. કામદારોના આઠ કલાકને બદલે 12 કલાક કામ કરવાની પોલીસીનો ભારતીય મજદૂર સંઘે વિરોધ કર્યો હતો. સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરવામા આવેલા બિલનો મજદૂર સંઘ દ્વારા હોળી કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. કામદારોના કામના કલાકો વધારવાનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો.
Sep 19, 2025 10:38 am
દૂધ ધારા ડેરીની ચૂંટણીમાં મતદાન શરૂ
ભરૂચમાં દૂધ ધારા ડેરીની ચૂંટણીમાં મતદાન શરૂ થયું છે. નર્મદા જિલ્લાની પાંચ બેઠકો પર મતદાન શરૂ થયું છે. ચેરમેન ઘનશ્યામ પટેલ અને સુનિલ પટેલ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. સુનિલ પટેલે ઉમેદવારી કરતાં ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતાં. બંને ઉમેદવારોએ પોતાની જીતનો દાવો કર્યો છે.
Sep 19, 2025 10:35 am
ગીર સોમનાથમાં ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થતા રોષ
ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થતાં રોષ ફેલાયો છે. ખેડૂતોને નોંધણી રદ થયાના મેસેજ આવતાં ખેડૂતો રોષે ભરાયા છે. સેટેલાઈટ ઈમેજમાં પાક નહીં બતાવતા હોવાની ફરિયાદ કરાઈ છે. 48552 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. 10275 ખેડૂતોએ સોયાબીનનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સરકાર ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવે તેવી માગ કરવામાં આવી છે.
Sep 19, 2025 10:21 am
રાજકોટમાં 26 વિદ્યાર્થીઓને કેન્સરની બીમારીનું સામે આવ્યું
રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની ખાનગી અને સરકારી શાળાના 1.90 લાખ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન 26 વિદ્યાર્થીઓને કેન્સરની બીમારી હોવાનું સામે આવ્યું હતું. જ્યારે 38 જેટલા વિદ્યાર્થીઓને કિડનીની બિમારી હોવાનું જણાયું હતું. આ ઉપરાંત 126 વિદ્યાર્થીઓને હૃદયની બીમારી હોવાનુ સામે આવ્યું હતું.
Sep 19, 2025 10:10 am
વડોદરામાં પાણીપુરી માટે હાઇવોલ્ટેજ ડ્રામા
વડોદરામાં પાણીપુરી માટે હાઈ વોલ્ટેજ ડ્રામા સામે આવ્યો છે. એક મહિલાને વેપારીએ બે પાણીપુરી ઓછી આપતા વિવાદ સર્જાયો હતો. મહિલા બે દિવસથી પાણીપુરી ખાવા માટે આવતી હતી. પાણી પુરી ઓછી આપતાં મહિલાએ રોડ વચ્ચે બેસીને ધરણાં કર્યા હતાં. પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો.
Sep 19, 2025 09:57 am
બહુચરાજીમાં પોલીસે રિક્ષા ચાલકને કાયદાનું ભાન કરાવ્યું
બહુચરાજીમાં મુસાફરોને પકડી પકડીને રિક્ષામાં બેસાડનાર અને કોઈ મુસાફર તેની રિક્ષામાં ના બેસે તેને માર મારનાર રિક્ષા ચાલકને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. બહુચરાજીમાં એક રિક્ષા ચાલકે કેટલાક મુસાફરોને પકડીને બળજબરીથી પોતાની રિક્ષામાં બેસાડવા દબાણ કર્યું હતું અને મુસાફર રિક્ષામાં બેસવાનો ઈનકાર કરે તો તેને માર મારતો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં બહુચરાજી પોલીસે રિક્ષા ચાલકને પકડીને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે ફરિયાદી અને ભોગ બનનારની માફી મગાવી હતી.
Sep 19, 2025 09:43 am
મૃતકના પરિવારને આર્થિક સહાય આપવા પત્ર
રાધનપુરમાં ખુલ્લી ગટરમા પડી જતાં મહિલાનું મોત નિપજ્યું છે. મૃતકના પરિવારને આર્થિક સહાય આપવા મુખ્યમંત્રીને પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ પત્ર લખ્યો છએ. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થિક સહાય આપવા પત્ર લખી માગ કરવામાં આવી છે.
Sep 19, 2025 09:25 am
સુરતમાં ટેમ્પોએ રિક્ષાને ટક્કર મારતા અકસ્માત
સુરતમાં કેળા ભરેલા ટેમ્પોએ રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ રોડ પર કેળા વિખરાઈ ગયા હતાં. રિક્ષામાં બેઠેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં.
Sep 19, 2025 09:23 am
બનાસ ડેરીની ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયું
બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. બનાસ ડેરીમાં ડિરેક્ટર બનવા માટે નેતાઓ સક્રિય થઈ ગયાં છે. ભાજપના નેતાઓ મેદાનમાં ઉતર્યા છે જેના કારણે સહકારી ક્ષેત્રમાં હલચલ વધી છે. પૂર્વ ધારાસભ્ય અને સાંસદ પણ ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે. ડિરેક્ટર બનવા માટે ભાજપના નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. વડગામ બેઠક પર આંતરિક ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. દાંતીવાડા બેઠક પર દાવેદારોની સંખ્યા પણ વધી છે.
Sep 19, 2025 09:20 am
ભાવનગરમાં ભાજપ-કોંગ્રેસના નેતા વચ્ચે રકઝક
ભાવનગરમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે રકઝક સામે આવી છે. ભાજપના નગર સેવક અને કોંગ્રેસના આગેવાન સામ સામે આવી ગયા હતાં. કુંભારવાડા નારી રોડ પર નાળુ બેસી જતા વિવાદ સર્જાયો હતો.કોંગ્રેસે તાત્કાલિક માર્ગ બંધ કરી ડાયવર્ઝન આપવાની માગ કરી હતી. નરેશ ચાવડા અને પારૂલ ત્રિવેદી વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી. ભાજપ નગરસેવક રોડ રીપેર કરાવવા માટે ગયા હતા
Sep 19, 2025 08:59 am
દાહોદમાં ગ્રા.પં. ચૂંટણીમાં પરિણામને લઇ નવો વળાંક
દાહોદ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામને લઈને નવો વળાંક આવ્યો છે. ઝાલોદ તાલુકાની બે ગ્રામ પંચાયતમાં ફરી મતગણતરી હાથ ધરાશે. લીમડી અને જેતપુર ગ્રામ પંચાયતમાં ફરી મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી બાદ હારેલા ઉમેદવારોએ કોર્ટમા પીટીશન દાખલ કરીને ફેર મતગણતરીની માગ કરી હતી. કોર્ટે બંને પંચાયતોની મતગણતરી ફરીથી કરવા હુકમ કર્યો છે. આ માટે કોર્ટ દ્વારા પીટીશનરની નિમણૂંક કરવામાં આવી છે.
Sep 19, 2025 08:43 am
અમદાવાદની પ્રતિષ્ઠિત કર્ણાવતી ક્લબની ચૂંટણી
અમદાવાદની પ્રતિષ્ઠિત કર્ણાવતી ક્લબની ચૂંટણી યોજાશે. 10 ડાયરેક્ટરના પદ માટે ચૂંટણીનું આયોજન કરાયું છે. આજથી 21 સપ્ટેમ્બર સુધી ચૂંટણી યોજાશે. ક્લબ મેમ્બરો દ્વારા ઈ વોટિંગ કરી મતદાન કરાશે. ક્લબ ફેર ફેમિલિ અને મેમ્બર પાવર પેનલ વચ્ચે જંગ ખેલાશે.
Sep 19, 2025 08:40 am
અમદાવાદમાં ડમ્પરની અડફેટે યુવકનું મોત
અમદાવાદમાં ડમ્પરની અડફેટે યુવકનું મોત નિપજ્યું છે. દાણીલીમડા પોલીસ લાઈન પાસે અકસ્માત સર્જાયો છે. અમદાવાદ મહાનગર પાલિકાના ડમ્પરે અમન શેખ નામના વ્યક્તિને અડફેટે લીધો હતો. ડમ્પરની અડફેટે આવતા અમન શેખનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Sep 19, 2025 08:32 am
રાજકોટના જસદણમાં ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ
રાજકોટના જસદણમાં ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થતાં રોષ ફેલાયો છે. ટેકાના ભાવે ખરીદી માટે કરાવેલા રજિસ્ટ્રેશન રદ થયાના ખેડૂતોને મેસેજ મળતાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી કરતાં સરવેમાં રજિસ્ટ્રેશન રદ થયાં છે. મગફળી ટેકાના ભાવે વેચવા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. રજિસ્ટ્રેશન રદ થયાના મેસેજ મળતાં ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યાં છે.
Sep 19, 2025 08:30 am
આણંદમાં 2 કરોડની છેતરપિંડીનો આરોપી ઝડપાયો
આણંદમાં બે કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપી ઝડપાયો છે. બોરસદ પોલીસે આરોપી કમલેશ ઉર્ફે કમો પટેલને પકડી પાડ્યો છે. આરોપી કમલેશ સામે ઠગાઈના 6 કેસ નોંધાયા છે. તેણે અલગ અલગ રીતે ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે. તમાકુના ઊંચા ભાવની લાલચ આપીને વેપારીઓ પાસેથી માલ લઈ જતો હતો અને બાદમાં છેતરપિંડી આચરતો હતો.
Sep 19, 2025 08:14 am
મોરબીના ટીકરમાં નરાધમે આખલાને કુહાડી મારી
મોરબીના ટીકરમાં નરાધમે આખલાને કુહાડી માર્યાનો બનાવ સામે આવ્યો છે. રાત્રિના સમયે અજાણ્યા ઈસમે આખલાને કુહાડી મારી હતી. આ ઘટનાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. નરાધમ સામે કાર્યવાહી કરવા માગ કરાઈ છે.
Sep 19, 2025 08:09 am
રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૧૪૫ ડેમ હાઈએલર્ટ
સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૧૪૫ ડેમ હાઈએલર્ટ એટલે કે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૧૨ ડેમ એલર્ટ પર તેમજ ૧૭ ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૯૩ ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે. ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ કુલ ૯૭.૭૨ ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ૨૨ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં ૨૦ લાખ હેક્ટરમાં કપાસ જ્યારે ત્રીજા ક્રમમાં ૦૯ લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે.
Sep 19, 2025 08:00 am
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા
અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. બોરસદના સિંગલાવની એક મહિલાની હત્યા કરાઈ છે. સાઉથ કેરોલીના યુનિયન કાઉન્ટીમાં હત્યા કરાઈ છે. મહિલા જીવ બચાવવા માટે સ્ટોર બહાર ભાગી હતી. બુકાની ધારીએ ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને તેની હત્યા કરી નાંખી છે. 23 વર્ષથી તેઓ અમેરિકામાં સ્થાયી થયા હતાં. મૃતકના લગ્ન પેટલાદના આશી ગામે થયા હતાં.
Sep 19, 2025 07:58 am
ગીર સોમનાથમાં મહિલાના આપઘાત કેસમાં કાર્યવાહી
ગીર સોમનાથમાં મહિલાના આપઘાત કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. વેરાવળ પોલીસે મધ્યપ્રદેશથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ડિજિટલ એરેસ્ટનો ભોગ બનતા મહિલાએ આપઘાત કર્યો હતો. વિક્રમ અહરવાર અને રોહિત ઉર્ફે છોટુ રૈકવાર ઝડપાયો છે. 1.15 લાખ પડાવ્યા બાદ પણ માનસિક ત્રાસ આપતા હતાં. મહિલાને ફસાવવાની ધમકી આપતા બે લોકોને ઝડપી પાડવામાં આવ્યાં છે.
Sep 19, 2025 07:54 am
આણંદમાં આડાસંબંધની શંકાએ વિધવા મહિલાની હત્યા
આણંદમાં આડા સંબંધની શંકાએ કણભાઈપુરામાં એક મહિલાએ વિધવા મહિલાની હત્યા કરી નાંખી છે. પરીણિતાના પતિ સાથે આડા સંબંધની શંકાએ હત્યા કરી નાંખી છે. મહિલાએ કરેલી હુમલામાં વિધવા મહિલાના સસરા અને બાળકી ઘાયલ થઈ છે. બંનેને સારવાર માટે ઓડ ગામની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ખંભોળજ પોલીસે આરોપી મહિલાને ઝડપી પાડી છે.પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Sep 19, 2025 07:48 am
ચોમાસાની વિદાય વચ્ચે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસાના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અરવલ્લી,ખેડા, આણંદ,પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલી,સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીરસોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Sep 19, 2025 07:48 am
આજે દૂધધારા ડેરીની ચૂંટણી માટે મતદાન
આજે ભરૂચની દૂધ ધારા ડેરીની ચૂંટણી માટેનું મતદાન યોજાશે. ડેરીમાં 30 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. આજે સવારે 9થી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન ચાલશે. ભરૂચ અને નર્મદાના બે મથકો પર મતદાન થશે. ચૂંટણી પ્રક્રિયામાં કૂલ 296 મતદારો મતદાન કરશે. ભાજપના જ બે નેતાઓ ચૂંટણીમાં આમને સામને છે. ઘનશ્યામ પટેલ સામે અરૂણસિંહ રાણા મેદાનમાં છે. બીટીપીના મહેશ વસાવા પણ આ ચૂંટણીમાં મેદાનમાં છે. ઉમલ્લા બેઠક પર પ્રકાશ દેસાઈ બિનહરિફ થયાં છે.
Sep 19, 2025 07:48 am
વડોદરામાં નવરાત્રિને પોલીસ એક્શનમાં
આગામી 22 સપ્ટેમ્બરથી નવરાત્રિનું પર્વ શરૂ થઈ રહ્યું છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા વડોદરા પોલીસ એક્શનમાં આવી છે. નવલખી મેદાનમાં પોલીસ કમિશ્નરની હાજરીમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. પોલીસની 100 જેટલી પીસીઆર વાન અને 150 ટુવ્હીલર પર પોલીસે ફ્લેગ માર્ચ યોજી હતી. બ્રેથ એનલાઈઝર અને ડ્રગ્સ ચેકિંગ કીટ ચેકિંગ માટે પોલીસ સાથે રાખશે.
Sep 19, 2025 07:48 am
બનાસકાંઠાના વાવમાં વરસાદી પાણીમાં કાર ફસાઈ
બનાસકાંઠાના વાવમાં ટડાવ માવસરી રોડ પર હજી વરસાદી પાણી ઓસર્યા નથી. આ પાણીમાં એક કાર સાથે બે યુવકો ફસાયા હતાં. ફાયર વિભાગની ટીમે ભારે જહેમતે મોડી રાત્રે બંને યુવકોનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતું. બંને યુવકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતાં. રાજસ્થાનના ભલગાવથી પરત ફરતી વખતે આ યુવકો ફસાયા હતાં.

Gandhinagar News: ‘વિકસિત ભારત યુવા સંવાદ’ માં CMનું મોટું નિવેદન

Amreli News: બગસરામાં રખડતા શ્વાનનો આતંક, 10 લોકોને બચકા ભર્યા

Morbi : જેતપુરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, વીજપોલ વળતર મુદ્દે બેસણું કરી પ્રદર્શન

Gandhinagar News: વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, 71 કર્મચારીઓની થઈ બદલી

Surat News: સીઆર પાટીલ અને હર્ષ સંઘવીના હસ્તે 98 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ, હીરાબાગ બ્રિજનો રેમ્પ ખુલ્લો મુકાયો

Team Indiaએ ક્લીન સ્વીપ કરવાની સાથે બનાવ્યો રેકોર્ડ, 200 પ્લસ ટાર્ગેટમાં સૌથી મોટી જીત

Gurnoor Brarએ પહેલી ODI સિરીઝમાં રચ્યો ઈતિહાસ, દિગ્ગજ ખેલાડીઓને છોડ્યા પાછળ

Rohit Sharmaએ રચ્યો ઈતિહાસ, તોડ્યા ઘણા મોટા રેકોર્ડ્સ

વાંચો 21 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે

NEET-UG 2026: 21 જૂને 22 લાખથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા, 1,38,560 CCTV કેમેરાથી રહેશે નજર

Team Indiaએ ક્લીન સ્વીપ કરવાની સાથે બનાવ્યો રેકોર્ડ, 200 પ્લસ ટાર્ગેટમાં સૌથી મોટી જીત