ઈસરોએ રચ્યો ઈતિહાસ, અવકાશમાં 100મું મિશન સફળ, NVS-02 નેવિગેશન સેટેલાઈટ લોન્ચ અંતરિક્ષમાં ઈસરોનું 100મું મિશન સફળ રહ્યું છે. ISRO એ ટ્વિટ કર્યું છે કે GSLV-F15/NVS-02 મિશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. સ્પેસ નેવિગેશનમાં ભારત નવી ઊંચાઈએ પહોંચ્યું છે.ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ સવારે 6.23 કલાકે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી NVS-02 વહન કરતું તેનું GSLV-F15 સફળતાપૂર્વક લોન્ચ કર્યું. દેશના અંતરિક્ષ કેન્દ્રમાંથી આ ISROનું 100મું પ્રક્ષેપણ છે. ઈસરોનું આ મિશન સફળ રહ્યું છે. ઈસરોએ આ મિશન વિશે કહ્યું છે કે મિશન સફળ રહ્યું છે. સ્પેસ નેવિગેશનમાં ભારત નવી ઊંચાઈએ પહોંચ્યું છે.પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગને કારણે 10થી વધુ શ્રધ્ધાળુઓના મોતની આશંકા સેવાઈ રહી છે.PM મોદીએ CM યોગી સાથે વાત કરી છે અને શું પરિસ્થિતિ છે તેને લઈ તાગ પણ મેળવ્યો છે.મૌની અમાવસ્યા પર મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ હતી અને તેમાં આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.રાત્રે 1 વાગ્યે સંગમ સ્થળે થઈ હતી ભાગદોડ.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં











