જાણો કઈ સ્પેશિયલ ટ્રેન દોડશે
01-ટ્રેન નંબર 09013 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ મંગળવાર, 29 એપ્રિલ, 2025ના રોજ 07:25 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે 09:00 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
02-તેવી જ રીતે, ટ્રેન નંબર 09014 ભાવનગર ટર્મિનસ - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ બુધવાર, 30 એપ્રિલ, 2025 ના રોજ ભાવનગર ટર્મિનસથી 5:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 07:25 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
03-આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાઢ, નવસારી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર ગેટ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર (ગુજરાત) સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે.આ ટ્રેનમાં થર્ડ એસી અને એસી ચેયરકાર કોચ હશે.ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.