
Gandhinagar News: ‘વિકસિત ભારત યુવા સંવાદ’ માં CMનું મોટું નિવેદન

Oct 03, 2025 11:40 pm
ભાવનગરમાં ઢોર પાર્ટી પર હુમલો
ભાવનગરમાં રખડતા પશુઓને પકડવા ગયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની "ઢોર પાર્ટી" પર હુમલો કરનારા ચાર આરોપીઓ પૈકી બેની વરતેજ પોલીસે ધરપકડ કરી છે. આ હુમલાની ઘટના ચિત્રા સિદસર રોડ ઉપર બની હતી, જ્યાં પશુ પકડવાની કામગીરી દરમિયાન ટીમને નિશાન બનાવાઈ હતી.
Oct 03, 2025 11:14 pm
છોટાઉદેપુરમાં મહિલા પર રીંછનો હુમલો
છોટાઉદેપુરમાં દુન ગામે મહિલા પર રીંછનો હુમલો, રીંછના હુમલામાં મહિલા ગંભીર રીતે રીતે ઘાયલ, ઘાયલ મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઇ.
Oct 03, 2025 10:47 pm
જામનગર હાઇવે પર અકસ્માતમાં બેના મોત
જામનગર હાઇવે પર અકસ્માતમાં બેના મોત, ધૂતારપુર-પીઠડીયા રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત, અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત, અકસ્માતમાં એક બાળકીની હાલત ગંભીર, પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી.
Oct 03, 2025 10:26 pm
અરબ સાગરમાં બન્યું શક્તિ વાવાઝોડું
અરબ સાગરમાં બન્યું શક્તિ વાવાઝોડું, અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાનનું હવામાન વિભાગનું એલર્ટ, સમુદ્ર પર ઊંડું દબાણ ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થયું, 12 કિમીની ઝડપે પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધશે, 24 કલાકમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડું બનવાની ધારણા, ભારે પવન ફૂંકાવવાની સાથે દરિયામાં ઊંડા મોજા ઉછળશે, 55-65 કિમી. પ્રતિ કલાકની ઝડપે હવાનું જોર વધ્યું: IMD
Oct 03, 2025 10:06 pm
વાપીમાં ભંગારના ગોડાઉનમાં આગ
વલસાડના વાપીમાં ભંગારના ગોડાઉનમાં આગ, સલવાવ નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, ત્રણથી ચાર ભંગારના ગોડાઉન આવ્યા ચપેટમાં, ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી, ગોડાઉનમાં આગ લાગવા પાછળનું કારણ અકબંધ.
Oct 03, 2025 09:45 pm
કારેલીબાગ વિસ્તારના મંદિરમાંથી દાનપેટીની ચોરી
વડોદરામાં મંદિરમાંથી એકસાથે બે દાનપેટીની ચોરી, કારેલીબાગ વિસ્તારના અંબા માતા મંદિરની ઘટના, તસકરો એક જ મિનિટ મા આવી બે દાન પેટી ચોરી ગયા,સવારે 5 વાગ્યે ત્રાટક્યા હતા તસકરો, પૂજારીએ દાનપેટી ન દેખા દેતા સીસીટીવી ચેક કરતા ભાંડો ફૂટ્યો, કારેલીબાગ પોલીસે સીસીટીવી ફૂટેજ ને આધારે તપાસ હાથ ધરી.
Oct 03, 2025 09:35 pm
વડોદરામાં પોલીસે 12 જુગારીઓને ઝડપ્યા
વડોદરામાં કથિત બિલ્ડરો જુગાર રમતા ઝડપાયા, તાલુકા પોલીસે દરોડા પાડી 12 જુગારીઓને ઝડપ્યા, કિશન એલ્ટીઝ સાઈટની બંધ ઓફિસમાં જુગાર રમતા,આરોપીઓ પાસેથી રૂ.1 લાખ રોકડ મળી આવી, આરોપીઓ પાસેથી કુલ 3.50 લાખનો મુદ્દામાલ જપ્ત, તમામ 12 આરોપીઓ જામીન પર મુક્ત.
Oct 03, 2025 08:44 pm
રાજકોટમાં ડમ્પરચાલકે યુવકનો જીવ લીધો
રાજકોટમાં બેફામ ડમ્પરચાલકે યુવકનો જીવ લીધો, મોરબી રોડ પાસે 3થી 4 વાહનોને અડફેટે લીધા, અકસ્માતમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત, રોંગ સાઈડ આવતા ડમ્પરચાલકે સર્જ્યો અકસ્માત, અકસ્માત બાદ ડમ્પરચાલક ઘટનાસ્થળેથી ફરાર, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Oct 03, 2025 08:07 pm
સિહોરમા ઝડપાયો નકલી દૂધનો માવો
ભાવનગરના સિહોરમા ઝડપાયો નકલી દૂધનો માવો, દેવગાણામાં નકલી દૂધનો માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ, LCB અને ખાદ્ય વિભાગની સંયુક્ત ટીમે પાડ્યો દરોડો, આશરે 1,220 કિલો નકલી દૂધનો માવો કરાયો કબજે, 2.58 લાખના મુદ્દામાલ સાથે કલ્પેશ બરૈયાંની ધરપકડ.
Oct 03, 2025 07:28 pm
જામનગરમાં GST વિભાગના દરોડા
જામનગરમાં અમદાવાદ GSTની મોટી કાર્યવાહી, એકસાથે 25 પેઢીઓમાં GST વિભાગના દરોડા, બેનામી હિસાબો ચાલી રહ્યા હોવાની આશંકા, પેઢીના સંચાલકો તાળા મારીને રફૂચક્કર થયા, CA અલ્કેશ પેઢડીયાના નિવાસસ્થાને પણ કાર્યવાહી, 100 કરોડથી વધુના નાણાંકીય વ્યવહારની ચકાસણી, કરોડો રૂપિયાનું મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા, કેટલીક બોગસ પેઢીઓ ચાલી રહી હોવાની પણ આશંકા.
Oct 03, 2025 07:04 pm
રાજકોટમાં સોનાની લૂંટના આરોપી ઝડપાયા
રાજકોટમાં સોનાની લૂંટના આરોપી ઝડપાયા, 2 યુવતીઓ સહિત ચાર લોકોની ધરપકડ, જામનગર રોડ પરના પાર્ટી પ્લોટમાં થઇ હતી લૂંટ, પાર્ટી પ્લોટ ભાડે રાખવાના બહાને ચલાવી હતી લૂંટ, પાર્ટી પ્લોટના માલિકને છરી બતાવી કરી હતી લૂંટ, શીતલ પાર્ક વિસ્તારમાંથી ચારની ધરપકડ, 4 લાખનો સોનાનો હાર, લૂંટમાં વપરાયેલી કાર કબજે.
Oct 03, 2025 06:52 pm
જૂનાગઢમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું
જૂનાગઢમાં અભ્યાસ કરતી એક યુવતીને આર્થિક મદદ અને નોકરી આપવાની લાલચ આપીને બે યુવકોએ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી એક આરોપીની ધરપકડ કરી છે.
Oct 03, 2025 06:48 pm
ભાજપ નેતાની ચૈતર વસાવા સાથે મુલાકાત
છોટાઉદેપુરમાં ભાજપ નેતાની ચૈતર વસાવા સાથે મુલાકાત, બોડેલી સર્કિટ હાઉસમાં રાજેશ રાઠવા ચૈતર વસાવાને મળ્યા, બોડેલી સર્કિટ હાઉસમાં આપની મીટિંગમાં થઇ મુલાકાત, ચૈતર વસાવાની મુલાકાત બાબતે ગોળ ગોળ જવાબ, રાજેશ રાઠવાએ અગાઉ ભાજપ છોડવાની વાત કરી હતી, કંઈ પાર્ટીમાં જોડાવું તે સવાલ કરતી પણ પોસ્ટ મૂકી હતી.
Oct 03, 2025 06:32 pm
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની રાજ્યોને એડવાઇઝરી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની રાજ્યોને એડવાઇઝરી, બાળકોની કફ સિરપને લઇને એડવાઇઝરી, કફ સિરપના તર્કસંગત ઉપયોગને લઇ એડવાઇઝરી, 2 વર્ષથી નીચેના બાળકોને શરદી-ખાંસીની દવા ન આપો, બાળકોમાં ખાંસી દવા વગર જ મટી જાય છેઃ એડવાઇઝરી.
Oct 03, 2025 06:11 pm
હિંમતનગરમાં પેઢી સામે કરોડોની છેતરપિંડીની ફરિયાદ
સાબરકાંઠાના હિંમતનગરમાં એ.આર.કન્સલ્ટન્સી નામની પેઢી સામે કરોડોની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. લોભિયા હોય ત્યાં ધુતારા દુખે ન મળે તે સૂત્રને એ.આર.કન્સલ્ટન્સી નામની પેઢીએ હિંમતનગરમાં સાર્થક કરી બતાવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી માસિક 3 થી 10 ટકા સુધીનું ઉંચુ વ્યાજદર આપનાર લોભિયાઓ સામે 3 કરોડ 42 લાખ 91 હજારની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા ખડભરાટ વ્યાપ્યો છે.
Oct 03, 2025 06:04 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
03. Valsad: વાપીમાંથી ₹30 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ATSએ મેફેડ્રોન ફેક્ટરીનો પર્દાફાશ કર્યો
04. શુભમન ગિલ બન્યો રન મશીન, સુનીલ ગાવસ્કર બાદ આવું કરનાર બીજો ભારતીય કેપ્ટન બન્યો
07. Vadodara: જૈન દેરાસરોમાં ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, 15.60 લાખનો મુદ્દામાલ જપ્ત
10. India vs West Indies : અમદાવાદની ધરા પર રવિન્દ્ર જાડેજાની ઐતિહાસિક સદી ફટકારી
Oct 03, 2025 05:46 pm
જૂનાગઢ શહેરમાં એક કુતુહર સર્જતો કિસ્સો સામે આવ્યો
શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખા વચ્ચે જૂનાગઢ શહેરમાં એક કુતુહર સર્જતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના ગોધાવાવ પાર્ટી વિસ્તાર પાસે આવેલી ગેબનશાહ પીરની દરગાહ ખાતે મઝારની ચાદર અચાનક હલવા લાગી હતી. આટલું જ નહીં, મઝારમાંથી કોઈ વ્યક્તિ શ્વાસ લઈ રહ્યું હોય તેવા દૃશ્યો સર્જાતાં આ બનાવને 'ચમત્કાર' માનીને મોટી સંખ્યામાં લોકોનાં ટોળેટોળાં દરગાહ ખાતે ઊમટી પડ્યાં હતાં.
Oct 03, 2025 05:40 pm
વાપીમાંથી 30 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ વલસાડ જિલ્લાના વાપી ખાતે એક મોટી કાર્યવાહી કરીને ₹30 કરોડની કિંમતનું મેફેડ્રોન (MD) ડ્રગ્સ અને તેની ફેક્ટરી ઝડપી પાડી છે. ATSની આ સફળ કામગીરીમાં ડ્રગ્સના ઉત્પાદન અને સંગ્રહના મુખ્ય સ્થળનો પર્દાફાશ થયો છે, જેણે ગુજરાત અને મુંબઈના ડ્રગ્સ નેટવર્કને મોટો ફટકો આપ્યો છે.
Oct 03, 2025 05:30 pm
ઉપેન્દ્ર દ્વિવેદીનો પાકિસ્તાનને સીધો સંદેશ.
ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીનો પાકિસ્તાનને સીધો સંદેશ, પાકિસ્તાને ભૂગોળમાં રહેવું છે કે નહીં તે વિચારી લેઃ સેનાધ્યક્ષ, હવે હુમલો કરીશું તો પાકિસ્તાનો નકશો બદલાઇ જશેઃ સેનાધ્યક્ષ, ભૂગોળમાં રહેવું હોય તો પાકિસ્તાન આતંકવાદને રોકેઃ સેનાધ્યક્ષ, ઓપરેશન સિંદૂર 2.0માં સંયમ નહીં રાખીએઃ સેનાધ્યક્ષ.
Oct 03, 2025 05:21 pm
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પદ માટે ફોર્મ ભરાયું
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પદ માટે ફોર્મ ભરાયું, પ્રદેશ અધ્યક્ષ પદ માટે મંત્રી જગદીશ વિશ્વકર્માએ ફોર્મ ભર્યુ, રાષ્ટ્રીય પરિષદ સભ્ય પદ માટે પણ ફોર્મ ભરાયા, ફોર્મ પરત ખેંચવા માટેનો સમય થયો પૂર્ણ, પ્રદેશ અધ્યક્ષ પદ માટે 1,પરિષદ માટે 39 ફોર્મ ભરાયા, રાષ્ટ્રીય પરિષદના સભ્ય માટે 39 ફોર્મ ભરાયા,તમામ સભ્યો સાથે એક-એક ટેકેદારોએ પણ ફોર્મ ભર્યા.
Oct 03, 2025 05:11 pm
રાજકોટમાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાત
રાજકોટમાં ફરજ બજાવતા એક મહિલા કોન્સ્ટેબલ દ્વારા આત્મહત્યા કરી લેવાનો કરુણ બનાવ સામે આવ્યો છે, જેને પગલે સમગ્ર પોલીસ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. સેન્ટ્રલ જેલની પાછળ આવેલ માઉન્ટેન પોલીસ લાઇન ખાતેના પોતાના ક્વાર્ટરમાં ૨૭ વર્ષીય ભૂમિકાબા કનકસિંહ ચૌહાણે આ આત્મઘાતી પગલું ભર્યું હતું.
Oct 03, 2025 05:03 pm
વડોદરામાં જૈન દેરાસરમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ
વડોદરામાં જૈન દેરાસરમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ, કરજણના કંડારીમાં દેરાસરમાં ચોરીને આપ્યો અંજામ, વડોદરા ગ્રામ્ય પોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ, અમદાવાદના જૈન દેરાસરમાં પણ ચોરી કર્યાનું ખુલ્યું, આરોપીઓ પાસેથી કુલ 15.60 લાખનો મુદ્દામાલ જપ્ત, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Oct 03, 2025 04:53 pm
સચિવાલયમાં વિકાસ સપ્તાહ અંતર્ગત બેઠક
સચિવાલયમાં વિકાસ સપ્તાહ અંતર્ગત બેઠક, સ્વર્ણિમ સંકુલમાં બેઠકમાં જગદીશ વિશ્વકર્મા હાજર, વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમના આયોજનની ચર્ચા, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ, મુળુ બેરા રહ્યા ઉપસ્થિત, મુખ્ય સચિવ પંકજ જોશી સહિતના અધિકારીઓ હાજર.
Oct 03, 2025 04:43 pm
વાપીમાં ATSની રેડ મુદ્દે મોટા સમાચાર
વાપીમાં એટીએસને રેડ મુદ્દે મોટા સમાચારો સામે આવ્યાં છે. વાપીમાં ઝડપાયેલું ડ્રગ્સ દમણથી આવતુ હતું. વાપીમાં રો મટીરિયલને પેક કરવામાં આવતુ હતું. વાપીના ચલાના એક બંગલામાં ફેક્ટરી ચાલતી હતી. જ્યારે દમણના એક ફાર્મ હાઉસમાં કામ ચાલતુ હતું. વાપીથી રાજ્યમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતુ હતું. ઝડપાયેલો આરોપી પેરોલ પર બહાર આવ્યો હતો. ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીના સંયુક્ત ઓપરેશનમાં સિન્થેટિક ડ્રગ્સનો કૂલ 6 કિલો જથ્થો મળ્યો છે.
Oct 03, 2025 04:35 pm
હત્યાના આરોપીની રાજસ્થાનથી ધરપકડ
અમદાવાદમાં નવરાત્રીમાં પાર્કિંગ ની નોકરી કેમ કરે છે તેની અદાવતમાં થયેલા હુમલામાં એક યુવકનું મોત નીપજ્યું હતું. જે મામલે બોપલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. હત્યાના આગળની રાત્રે પણ આરોપીઓ અને મૃતક વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી.જે વાતની અદાવત રાખી સવારે હુમલો કરવામાં આવ્યો.જેમાં છરીનો ઘા મારતા શ્રમિકનું મૃત્યુ થયું હતું. જે અંગે પોલીસ એ વધુ તપાસ શરૂ કરી છે.
Oct 03, 2025 04:29 pm
વડોદરામાં પાથરણાવાળાનો પાલિકા સામે વિરોધ
વડોદરામાં પાથરણાવાળાનો પાલિકા સામે વિરોધ શરૂ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ ખાતાની ટીમનો કમાટીબાગમાં વિરોધ કરવામાં આવ્યો છે.પાથરણાવાળાઓએ રોડ પર સુઈને વિરોધ કર્યો છે. પાથરણાવાળાનું કહેવું છે કે, ધંધો કરીએ તો પાલિકા હેરાન કરે છે. અમે પરસેવો પાડીને કમાણી કરીએ છીએ તો પણ વાંધો છે. અન્ય સ્થળે કોઈને દબાણો દેખાતા નથી.
Oct 03, 2025 04:08 pm
મોડાસામાં પોલીસે વકીલને માર મારતા વિરોધ
જિલ્લા કોર્ટ ખાતે બાર એસોસિયેશનનો ઉગ્ર વિરોધ, પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો, તમામ વકીલો કામકાજથી અળગા રહ્યા, વકીલ ગોપાલ ભરવાડને પોલીસે ફટકાર્યો હતો, ટાઉન પોલીસ સ્ટેશન ખાતે વકીલને માર માર્યો હતો,વકીલ ફરિયાદી સાથે પોલીસ સ્ટેશન ગયો હતો, પોલીસ મથકમાં પોલીસની વકીલ સાથે થઈ હતી બબાલ, ઘાયલ વકીલને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો.
Oct 03, 2025 04:05 pm
વલસાડના વાપીમાં ATSની રેડનો મામલો
ATS અને વલસાડ SOGનું સંયુક્ત ઓપરેશન, સિન્થેટિક ડ્રગ્સનો કુલ 6 કિલો જથ્થો મળ્યો, ચલામાં આવેલ બંગલામાં ચાલતી હતી ડ્રગ્સની કંપની, બહારથી રો મટીરીયલ લાવી બનાવવામાં આવતું હતું ડ્રગ્સ, ATSએ કુલ 10 લોકોને શંકાના દાયરામાં લીધા, પૂછપરછમાં આંતરરાષ્ટ્રીય રેકટનો પર્દાફાશ થશે.
Oct 03, 2025 04:00 pm
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની માગ
કેન્દ્રના ધોરણે કર્મચારીઓને DA આપવા માગ, શિક્ષક સંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, ગુજરાત સરકારના કર્મચારીઓને DA આપવા માગ, એરીયર્સ સાથે દિવાળી પહેલા DA આપવા માગ, કેન્દ્રના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 58 ટકા થયું છે.
Oct 03, 2025 03:55 pm
સુરત હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, જાપાનના મંત્રી મુલાકાતે, સુરત હાઇ-સ્પીડ રેલ બાંધકામ સ્થળની મુલાકાત લીધી, બન્ને મંત્રીઓએ પ્રોજેક્ટના મુખ્ય ભાગોની સમીક્ષા કરી, કામની ગુણવત્તા, બાંધકામની ઝડપી ગતિની પ્રશંસા કરી, સુરતથી મુંબઈ સુધી વંદે ભારત ટ્રેનમાં કરી મુસાફરી, અશ્વિની વૈષ્ણવ અને હિરોમાસા નાકાનોએ કરી મુસાફરી.
Oct 03, 2025 03:50 pm
ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીનું મોટું નિવેદન
ભારતીય સેના પ્રમુખની પાકિસ્તાનને ચીમકી, 'પાકિસ્તાને ભૂગોળમાં રહેવું છે કે નહીં તે વિચારે', 'હવે હુમલો કરીશું તો પાકિસ્તાનો નકશો બદલાઇ જશે', 'ભૂગોળમાં રહેવું હોય તો આતંકવાદને રોકે પાકિસ્તાન', 'ઓપરેશન સિંદૂર 2.0માં સંયમ નહીં રાખીએ'.
Oct 03, 2025 03:45 pm
મંત્રી જગદીશ વિશ્વકર્મા સચિવાલય પહોંચ્યા
સ્વર્ણિમ સંકુલમાં બેઠકમાં જગદીશ વિશ્વકર્મા હાજર, વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમના આયોજનની ચર્ચા, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ, મુળુ બેરા ઉપસ્થિત, મુખ્ય સચિવ પંકજ જોશી સહિતના અધિકારીઓ હાજર.
Oct 03, 2025 03:40 pm
અમદાવાદના બાવળામાં સિલિન્ડર બ્લાસ્ટ
સિલિન્ડર બ્લાસ્ટમાં બેને ઇજા, એક ગંભીર, પ્રચંડ ધડાકા સાથે બાટલો ફાટતા 4 મકાનો ક્ષતિગ્રસ્ત, સિલિન્ડર બ્લાસ્ટથી મકાનોની દીવાલ ધરાશાયી, આંબા તળાવ વિસ્તારમાં બન્યો બનાવ, પરિવાર રસોઈ બનાવી રહ્યો હતો ત્યારે બન્યો બનાવ.
Oct 03, 2025 03:35 pm
દહેજમાં 381 કરોડથી વધુ નાર્કોટિક્સના જથ્થાનો નાશ
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ડ્રગ્સનો નાશ, દહેજની બેઈલ કંપનીમાં ડ્રગ્સના જથ્થાનો કરાયો નાશ, 17 જિલ્લાના 442 ગુનાઓમાં જપ્ત કરાયું હતું ડ્રગ્સ, સમાજને ખોખલો કરી રહેલા ડ્રગ્સ રૂપી દાનવનું દહન, મેન્ટર પ્રોજેક્ટ, માનસ હેલ્પલાઈન વધુ સઘન બનાવાશે.
Oct 03, 2025 03:30 pm
ધ્રાંગધ્રામાં ગેરકાયદે ફટાકડાના વિક્રેતા સામે કાર્યવાહી
હોલસેલ અને રિટેલ સ્ટોલ પર પ્રાંત અધિકારીનું ચેકિંગ, તંત્ર દ્વારા રાજકમલ ચોકમાં દુકાનો સીલ કરવામાં આવી, 1.50 લાખના ફાટકડાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, લાયસન્સ વગરની દુકાન સામે તપાસ હાથ ધરાઈ.
Oct 03, 2025 03:25 pm
દૂધ સંજીવની યોજના હેઠળ અત્યાર સુધીમાં રાજ્યના 9.75 લાખથી વધુ બાળકોને મળ્યો લાભ
ગુજરાતમાં દૂધ સંજીવની યોજના હેઠળ અત્યાર સુધીમાં રાજ્યના ૯.૭૫ લાખથી વધુ બાળકોને મળ્યો લાભ, રાજ્યના ૨૦ જિલ્લાના ૧૦૫ આદિજાતિ અને ૩૬ વિકાસશીલ ઘટકોને મળી કુલ ૧૪૧ ઘટકોમાં આ યોજના કાર્યરત, આંગણવાડીમાં નોંધાયેલા ૬ માસથી ૬ વર્ષના બાળકોને અઠવાડિયામાં પાંચ દિવસ અપાય છે ૧૦૦ મિ.લિ. પોશ્ચ્યુરાઇઝડ ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ દૂધ.
Oct 03, 2025 03:09 pm
ગુજરાતમં મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ
સુરત શહેરના અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે અને મોડી રાત્રે હળવી ઠંડી અનુભવાઈ રહી છે. ત્યારે શિયાળાએ દસ્તક આપી હોવાનું માની શકાય તેમ છે. આમ તો સાતમી ઓક્ટોબર બાદ ઠંડીની આરંભ થઈ જશે. હાલ ત્રણથી ચાર દિવસ વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળી શકે છે. તેમજ કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પણ પડી શકે છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં પડેલા વરસાદ બાદ બફારો એકાએક ગાયબ થઈ ગયો છે. વીતેલા એક સપ્તાહથી વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી છે. આગામી દિવસમાં ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ કરીને સાતમી ઓક્ટોબર બાદ ઠંડીનું જોર વધી શકે છે.
Oct 03, 2025 03:08 pm
અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થતા વરસાદની આગાહી
અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે, 3 કલાકમાં ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાશે અને પશ્ચિમ ભાગમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા રહેલી છે, ઓડિશા પાસે ડિપ્રેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે, વેરાવળ, ભરૂચ પાસે મોન્સૂન વિડ્રોઅલ લાઈન પહોંચી છે.
Oct 03, 2025 03:08 pm
ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કડાકા ભડાકા સાથે પડી શકે છે વરસાદ
વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે, આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની શકયતા રહેલી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડશે અને માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, દરિયાકાંઠે 40 થી 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે અને 24 કલાક માટે વેરાવળ અને અન્ય બંદરો પર LCS-3 સિગ્નલ લગાવાયું છે, દક્ષિણના દરિયાકાંઠે DC-1સિગ્નલ લગાવાયું છે, અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.
Oct 03, 2025 02:53 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
07 - શું અમિતાભ બચ્ચન અને રેખા એકબીજાના પ્રેમમાં હતા પાગલ? જયા બચ્ચને કર્યો શોકિંગ ખુલાસો
08 - Chardham Yatra 2025: ચારધામના કપાટ ક્યારે થશે બંધ? જાણી લો તારીખ અને શુભ સમય
Oct 03, 2025 02:52 pm
ગાંધીનગરમાં નેશનલ કોન્ફરન્સ ઓન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમન્ટનો પ્રારંભ
ભૂમિ વ્યવસ્થાપન અને આપદા પ્રબંધનની રાષ્ટ્રીય પરિષદ સુશાસન સાથે સતત વિકાસ-આર્થિક પ્રગતિ અને સામાજિક ન્યાયની આવશ્યક્તાને અનુરૂપ છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, આપણી જમીન સભ્યતાનો આધાર અને અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. એટલું જ નહીં, ખેડૂતોની આજીવિકા, ઉદ્યોગ વ્યાપારના રોકાણો અને લોકોના અધિકારનું પ્રમાણ પણ જમીન છે. આ પ્રમાણ ત્રુટિહિન અને સુગમ હોય તેની પ્રાથમિકતા સુનિશ્ચિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકારે શરૂ કરેલો ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ ઉપયુક્ત બન્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
Oct 03, 2025 02:44 pm
અમદાવાદમાં છરી બતાવનાર કારચાલક સામે ફરિયાદ
સાબરમતી ડી. કેબિન પાસે બની હતી ઘટના, કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, અકસ્માત બાદ કારચાલકે છરી બતાવી હતી, હથિયાર સાથેનો વીડિયો વાયરલ થતા ફરિયાદ, ભાસ્કર ઉર્ફે રફ્તાર વ્યાસ વિરુદ્ધ ફરિયાદ.
Oct 03, 2025 02:29 pm
‘વોકલ ફોર લોકલ’: ભારત બનશે એક મજબૂત, આત્મનિર્ભર અર્થતંત્ર
‘વોકલ ફોર લોકલ’ એ કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય ઝુંબેશ છે, જે લોકોને ભારતીય બનાવટની ચીજવસ્તુઓ અને સેવાઓને સમર્થન આપવા પર ભાર મૂકે છે. આત્મનિર્ભર ભારતના વિઝનને અનુરૂપ આ અભિયાનનો ઉદ્દેશ સ્થાનિક વ્યવસાયોને ટેકો આપવાનો, રોજગારીનું સર્જન કરવાનો અને ભારતના ઉત્પાદન ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે. ‘વોકલ ફોર લોકલ’ની ઝુંબેશ સ્થાનિક ઉત્પાદનને વેગ આપશે, આયાતમાં ઘટાડો કરશે અને ભારતને એક મજબૂત, આત્મનિર્ભર અર્થતંત્ર બનવાની દિશામાં લઈ જશે.
Oct 03, 2025 02:29 pm
દેશભરમાં પીએમ એકતા મોલ માટે ₹5000 કરોડની ફાળવણી
સુરતમાં નિર્માણાધીન પીએમ એકતા મોલ એ નાણાં મંત્રાલયના ‘મૂડી રોકાણ માટે રાજ્યોને ખાસ સહાય માટેની યોજના 2023-24’ હેઠળ એક મુખ્ય પ્રોજેક્ટ છે. દેશભરમાં આવા મોલ્સ માટે ₹5,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. સુરત એક મુખ્ય નાણાંકીય અને પ્રવાસન શહેર છે અને એકતા મોલના નિર્માણ બાદ તે ઘણાં મુલાકાતીઓને આકર્ષે તેવી અપેક્ષા છે. તેમાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ માટે વિશેષ શોરૂમ હશે, જ્યાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) અને GI-ટૅગ કેટેગરીની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવશે. આ સાંસ્કૃતિક વિનિમય અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે. આ મોલ સ્થાનિક કારીગરોને ભારત અને વિશ્વભરના ખરીદદારો સાથે જોડશે, જેથી તેમના વેચાણમાં વધારો થશે અને 'મેઇક ઇન ઇન્ડિયા' મિશનને વેગ મળશે. પીએમ એકતા મોલ એ માત્ર એક બજાર નથી, પણ ભારતના વૈવિધ્ય અને ઉદ્યોગસાહસિક ભાવનાનું પ્રતીક છે. તે સ્વદેશી ઉત્પાદનો અને નવીનતાને પ્રોત્સાહન આપીને વિકસિત ભારતના વિઝનમાં યોગદાન આપે છે.
Oct 03, 2025 02:29 pm
સુરત સ્થિત પીએમ એકતા મોલ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને નવી તકો પ્રદાન કરશે
વડાપ્રધાને ‘વોકલ ફોર લોકલ’ની મુહિમને સતત આગળ ધપાવતાં નાગરિકોને ભારતીય બનાવટની ચીજવસ્તુઓ અને સેવાઓને સમર્થન આપવા માટે વિનંતી કરી છે. સુરતમાં નિર્માણાધીન એકતા મોલ આ ઝુંબેશને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પહેલ ODOP (એક જિલ્લો, એક ઉત્પાદન), GI-ટૅગ કેટેગરીની વસ્તુઓ અને દેશના દરેક ખૂણામાંથી પરંપરાગત હસ્તકલાને પ્રદર્શિત કરવા માટે એક રાષ્ટ્રીય પ્લૅટફોર્મ પૂરું પાડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પીએમ એકતા મોલના નિર્માણની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને નવી તકો પ્રદાન કરશે અને કારીગરોને વધુ સશક્ત બનાવશે.
Oct 03, 2025 02:28 pm
સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક કારીગરોને સશક્ત બનાવવા માટેના રાષ્ટ્રવ્યાપી અભિયાન
આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી ઉત્પાદનોને ટેકો આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વોકલ ફોર લોકલ’ના વિઝન પર ભાર મૂક્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત આ વિઝનને સાર્થક કરવા માટે નોંધપાત્ર પગલાં લઈ રહ્યું છે. આ પહેલના ભાગરૂપે, સુરતમાં ₹202 કરોડના ખર્ચે અત્યાધુનિક પીએમ એકતા મોલનું નિર્માણ થઈ રહ્યું છે. એકતા મોલનું નિર્માણ એ 2023-24ના કેન્દ્રીય બજેટમાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક કારીગરોને સશક્ત બનાવવા માટેના રાષ્ટ્રવ્યાપી અભિયાનનો ભાગ છે.
Oct 03, 2025 02:28 pm
સુરતમાં ₹202 કરોડના ખર્ચે બનશે PM એકતા મોલ, સ્વદેશી ઉત્પાદનો અને સ્થાનિક કારીગરોને મળશે પ્રોત્સાહન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ વિઝનને સાકાર કરી રહ્યું છે ગુજરાત, સુરતમાં ₹202 કરોડના ખર્ચે બનશે પીએમ એકતા મોલ, સ્વદેશી ઉત્પાદનો અને સ્થાનિક કારીગરોને મળશે પ્રોત્સાહન, ODOP, GI-ટૅગ કેટેગરીની વસ્તુઓ અને દેશના દરેક ખૂણામાંથી પરંપરાગત હસ્તકલાને પ્રદર્શિત કરવા માટેનું રાષ્ટ્રીય પ્લૅટફોર્મ.
Oct 03, 2025 02:19 pm
વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી, અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની શકયતા, સૌરાષ્ટ્ર, કચ્છમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડશે, માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના, દરિયાકાંઠે 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે, 24 કલાક માટે વેરાવળ,અન્ય બંદરો પર LCS-3 લાગુ, દક્ષિણના દરિયાકાંઠે DC-1સિગ્નલ લગાવાયું, અમદાવાદમાં હળવા વરસાદની આગાહી, અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય, 3 કલાકમાં ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાશે, પશ્ચિમ ભાગમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા, ઓડિશા પાસે ડિપ્રેશન સક્રિય થતા વરસાદની આગાહી, વેરાવળ, ભરૂચ પાસે મોન્સૂન વિડ્રોઅલ લાઈન પહોંચી.
Oct 03, 2025 02:00 pm
આંકલાવ પોલીસે હત્યારાઓને ઝડપી લીધા
જમીનને લઈ બોલાચાલી થતા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાંથી જીતેન્દ્રભાઈએ તેમની પાસે રહેલું ધારિયું મહેન્દ્રભાઈને માથાના ભાગે મારી દીધું હતું. મહેન્દ્રભાઈ લોહીથી લથપથ હાલતમાં જમીન ઉપર પટકાયા હતા. આસપાસથી લોકો આવી જતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. લોહીથી લથપથ બેભાન હાલતમાં વૃદ્ધને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા. જ્યાં સારવાર દરમ્યાન વૃદ્ધ મહેન્દ્રભાઈ પટેલનું મોત નિપજ્યુ હતું. સમગ્ર બનાવવાની જાણ આંકલાવ પોલીસને થતા,સમગ્ર ઘટનાને લઈ આંકલાવ પોલીસે હત્યારાને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
Oct 03, 2025 02:00 pm
આણંદના આંકલાવમાં જમીનમાં ચાલતા વિવાદમાં વૃદ્ધની હત્યા, પોલીસે 3 આરોપીની કરી ધરપકડ
આણંદના આંકલાવના ભેટાસી તળપદમાં ખરીદેલી જમીનમાં ચાલતા વિવાદમાં 67 વર્ષીય વૃદ્ધની હત્યા કરી નાખવામાં આવી છે. જમીનની વાડ સાફ સફાઇ કરી ફેન્સિંગ મારતા સમયે ઝગડો થયો હતો અને માથામાં ધારીયું મારી દેતા વૃદ્ધને ગંભીર જાઓ થઈ હતી અને ગંભીર ઇજાઓ તથા તેમનું મોત થયું હતું.
Oct 03, 2025 01:46 pm
સાબરકાંઠાના હિંમતનગરમાં પોન્ઝી સ્કીમ જેવું કૌભાંડ
AR કન્સલ્ટન્સીની પોન્ઝી સ્કીમમાં રોકેલા પૈસા ફસાયા, 3 કરોડ કરતા વધુની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો, બેંકના વ્યાજદર કરતા વધુ વ્યાજ આપવાની સ્કીમ, રોકાણકારોને 3થી 10 ટકા માસિક વ્યાજ અપાતું, સો. મીડિયા પર લોભામણી જાહેરાત કરરવામાં આવતી, અનેક લોકોને એજન્ટ બનાવી રોકાણ કરાવ્યાની આશંકા, જિલ્લામાં કરોડોનું ફૂલેકું ફેરવી લોભિયા ટોળકી પલાયન, હિંમતનગર એ ડિવિઝન પોલીસે સંચાલક સામે ગુનો નોંધ્યો, અજય મકવાણા, રજુ મકવાણા, વનરાજ ઝાલા સામે ફરિયાદ.
Oct 03, 2025 01:45 pm
પોલીસે સીસીટીવી પણ તપાસ્યા
પોલીસે સમગ્ર ઘટનાને લઈ લોકો પાયલોટનું નિવેદન નોંધ્યું છે અને રેલવે પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે, મહત્વનું છે કે સમગ્ર ઘટનાને લઈ ટ્રેન થોડી લેટ ચાલી હતી અને ડિંડોલી પોલીસ અને રેલવે પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ્યા છે, રાતનો સમય હોવાથી પોલીસ માટે પણ થોડું અઘરૂ બનશે કે કોણે આ કૃત્ય કર્યુ છે, મહત્વનું છે કે, રેલવે પોલીસે પણ પેટ્રોલિંગ વધારવું જોઈએ.
Oct 03, 2025 01:44 pm
ગુડસ ટ્રેન બરોડાથી મુંબઈ તરફ જતી હતી
પ્રાથમિક માહિતી પ્રમાણે વાત કરીએ તો ટ્રેન બરોડાથી મુંબઈ તરફ જતી હતી અને ટ્રેકના પાટા પર લોંખડનો પટ્ટો આડો મૂકયો હતો, ટ્રેન પસાર થઈ રહી હતી તે દરમિયાન આ પટ્ટો આડો આવી જતા લોકો પાયલોટને જાણ થઈ હતી અને નીચે ઉતરીને જોતા સામે આવ્યું કે કોઈએ લોંખડનો પટ્ટો મૂકયો છે અને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો છે, જોકે ટ્રેનની સ્પીડ ઓછી હોવાના કારણે મોટો અકસ્માત ટળયો હતો, આ ગંભીર ઘટનાને ધ્યાને લઈ ડિંડોલી પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ ગંભીર ઘટનાને લઈ ડિંડોલી પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Oct 03, 2025 01:44 pm
સુરતના ડિંડોલી વિસ્તારમાં ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે
અજાણ્યા શખ્સે ગુડસ ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકી હતી અને ટ્રેનને નુકસાન થાય તેવો પ્રયત્ન કર્યો હતો, જોકે ટ્રેનની સ્પીડ ધીમી હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી, ટ્રેન નીચે પાટો ફસાઈ જતા ટ્રેનના લોકો પાયલટ દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરાઈ હતી, જ્યાં ડિંડોલી પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Oct 03, 2025 01:44 pm
સુરતના ડિંડોલીમાં પાટા પર લોખંડની ચેનલ મૂકી ગુડસ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, મોટી દુર્ઘટના ટળી
સુરતના ડિંડોલીમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે, જેમાં પાટા પર લોખંડની ચેનલ મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, અજાણ્યા વ્યક્તિએ પાટા પર લોખંડની ચેનલ મૂકી હતી અને સદનસીબે ટ્રેન ધીમી હોવાથી દુર્ઘટના ટળી છે, ડિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Oct 03, 2025 01:29 pm
નોટિસમાં દર્શાવેલા ટેક્સ રેટ પ્રમાણે કરવેરો ભરવો પડશે
વલસાડના જાણીતા રંગતાળી ગ્રુપને પણ નોટિસ અપાઈ છે, જેમાં CGST નંબર તથા કેઝ્યુઅલ ડીલર તરીકેની વિગતો માંગવામાં આવી છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, CGST ACTની કલમ 27(1) તથા (3) હેઠળ કેઝ્યુઅલ ડીલર તરીકે નોંધણી ફરજિયાત છે અને વેરાકીય જવાબદારી અદા કરવી પડે છે. નોટિસમાં ઉલ્લેખ કર્યો છે કે, CGST NOTIFICATION 11/2017 મુજબ દર્શાવેલા ટેક્સ રેટ પ્રમાણે કરવેરો ભરવો પડશે.
Oct 03, 2025 01:29 pm
Valsadમાં વેરા વિભાગની આયોજકોને નોટિસ
વલસાડમાં વેરા વિભાગે આયોજકોને નોટિસ ફટકારી છે, ગરબા આયોજકો પાસે નોંધણીની વિગતો માગી છે અને વલસાડના રંગતાળી ગ્રુપને મળી નોટિસ અને ડીલર તરીકે નોંધણી અને CGST નંબર મુદ્દે નોટિસ મળી હોવાની વાત સામે આવી છે, ગુજરાત સ્ટેટ ટેક્ષ વિભાગ દ્વારા અપાઇ નોટિસ.
Oct 03, 2025 12:51 pm
ભાજપ પ્રદેશ પ્રમુખને લઇને મોટા સમાચાર
જગદીશ વિશ્વકર્મા પ્રમુખ પદ માટે કરી ઉમેદવારી, ચૂંટણી અધિકારી ઉદય કાનગડને ફોર્મ સોંપ્યું, મોટી સંખ્યામાં નેતાઓ કમલમ ખાતે ઉપસ્થિત, આગામી ચૂંટણીઓને ધ્યાને રાખી બનાવી શકે છે પ્રમુખ, જગદીશ વિશ્વકર્મા OBC સમાજનો ચહેરો, અન્ય કોઇ નેતા પ્રમુખ પદ માટે ઉમેદવારી નહી કરેઃ સૂત્ર, સિનિયર નેતાઓએ જગદીશ વિશ્વકર્માને શુભેચ્છા પાઠવી, વિશ્વકર્મા અમદાવાદ શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે, જગદીશ વિશ્વકર્મા હાલ રાજ્ય સહકાર મંત્રી છે, સાંજે અથવા આવતીકાલે સત્તાવાર જાહેરાત કરાશે, નવા પ્રમુખનો આવતીકાલે પદભાર સમારોહ યોજાશે.
Oct 03, 2025 12:48 pm
સુરતના વરાછામાં મીની બજારના હીરા બજારમાં બની ઘટના
વેપારીની ઓફિસમાંથી અજાણ્યા ચોરે ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને ઓફિસમાં પ્રવેશ કરી ચોરી કરી હતી, ઓફિસમાંથી આશરે 13.65 લાખના 6129 કેરેટના કાચા અને તૈયાર હીરા ચોરાઈ ગયા હતા અને પોલીસે તપાસ દરમિયાન પૂર્વ કારીગર અને હાલ બેકાર રત્નકલાકારની ધરપકડ કરી છે, ફરિયાદી આશરે 12 વાગ્યે મોબાઈલમાં ઓફિસના સીસીટીવી કેમેરા તપાસતા કંઈ જ દેખાતું નહોતું અને તેઓને નેટવર્કની સમસ્યા લાગી, પરંતુ રિવર્સ કરીને જોતા રાત્રે 10 વાગ્યે બાદ અજાણ્યા વ્યક્તિએ ઓફિસમાં પ્રવેશ કરીને સીસીટીવીમાં કંઈક હરકત કરી હોવાનું જણાયું હતું.
Oct 03, 2025 12:47 pm
Suratમાં હીરાની ચોરી કરનાર આરોપી ઝડપાયો
સુરતમાં હીરાની ચોરી કરનાર આરોપી ઝડપાયો છે, પૂર્વ કારીગરે જ ઓફિસમાંથી ચોરી કરી હોવાની વાત સામે આવી છે, વરાછા મીની બજારમાં આવેલી ઓફિસમાં ચોરી કરી હોવાની વાત સામે આવી છે, ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલીને ચોરી કરી. સુરતમાં હીરા વેપારીના ત્યાં ચોરી કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે, 13 લાખથી વધુના કાચા અને તૈયાર હીરાની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે, પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથધરી છે, નકલી ચાવી બનાવીને તાળું ખોલી દીધુ હતુ અને ઓફીસમાં રહેલ હીરાની ચોરી કરી હતી.
Oct 03, 2025 12:27 pm
ખાદ્ય વસ્તુઓ સામે ઉભા થયા સવાલો
છેલ્લા કેટલાય દિવસોથી દેશમાં એક અલગ જ સમસ્યા ઊભી થઈ છે. લોકોને ખાદ્ય પદાર્થોમાં એવી વસ્તુઓ મળી રહી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે અને ખાદ્ય સુરક્ષા પર સવાલો ઉભા કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં, દેશના વિવિધ ભાગોમાંથી લોકોને ખાદ્ય ચીજોમાં સાપ, કાપેલી આંગળી અને બ્લેડ જ્યારે 19મી જૂને તો ગુજરાતના જામનગરમાં વેફરના પેકેટમાંથી મરેલો દેડકો મળી આવ્યો હતો. ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, લોકોના જીવ સાથે આ કેવા પ્રકારની રમત રમાઈ રહી છે?
Oct 03, 2025 12:26 pm
બહારનું ખાવાના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સો
અમદાવાદમાં બહારનું ખાવાના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે જેમાં પનીર ચીલી મંગાવ્યું હતુ અને યુવકને નોનવેજ પીરસાયું હતુ, વસ્ત્રાપુરની ધ પાર્ક રેસીડેન્સી હોટલમાં યુવક ને કડવો અનુભવ થયો છે, જૈન યુવકે પનીર ચીલી મંગાવ્યું અને હોટેલ ચિકન ખવડાવી દીધું છે, તો સમગ્ર ઘટનામાં કોર્પોરેશનના અધિકારીઓએ પણ હોટલ સામે કોઈ કાર્યવાહી કરી નથી અને હોટેલ પાર્ક રેસીડેન્સી વેજ અને નોનવેજ એક જ કિચનમાં બનાવતા હોવાનું સામે આવ્યું છે, ગ્રાહકો પાસેથી ઊંચા રૂપિયા વસૂલતી હોટેલ પાર્ક રેસીડેન્સી સામે AMC કરશે કાર્યવાહી ?
Oct 03, 2025 12:26 pm
અમદાવાદમાં યુવકે હોટલમાં વેજ મંગાવતા નોનવેજ પીરસાયું, પનીર ચીલી મંગાવતા ચિકન ચીલી પીરસાયું
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હોટલ ધ પાર્ક રેસિડન્સીમાં યુવક જમવા જાય છે અને કેને કડવો અનુભવ થાય છે, યુવકે વેજ મંગાવતા નોનવેજ પીરસવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે. અમદાવાદની હોટલમાં યુવકે વેજ મંગાવતા નોનવેજ પીરસાયું હોવાની વાત સામે આવી છે, યુવકે પનીર ચીલી મંગાવતા ચિકન ચીલી પીરસાયું હતુ, વસ્ત્રાપુરની ધ પાર્ક રેસિડેન્સી હોટલની બેદરકારી સામે આવી છે જેમાં વેજ-નોનવેજ એક કિચનમાં બનતું હોવાનું સામે આવ્યું છે, તો હોટલ સામે AMC કાર્યવાહી કરે તેવી માગ યુવકે કરી છે.
Oct 03, 2025 12:14 pm
પ્રદેશ ભાજપ પ્રમુખ મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
ફોર્મ ભરાશે તેના આધારે નક્કી થશેઃ ઋષિકેશ પટેલ, હાઇકમાન્ડ બેસી પ્રમુખનું નામ કરશેઃ ઋષિકેશ પટેલ, ત્રણ વર્ષ માટે પ્રમુખની નિમણૂંક કરાશેઃ ઋષિકેશ પટેલ, ‘ભારતીય જનતા પાર્ટી પાસે ઘણા બધા કાર્યકર્તાઓ છે’, જે પ્રમુખ બનશે તેને બધા સમર્થન કરશેઃ ઋષિકેશ પટેલ.
Oct 03, 2025 11:55 am
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
06 - IND vs WI : KL રાહુલ આ મામલે બન્યો નંબર 1, 2025માં મચાવી તબાહી, આ બેટ્સમેનને છોડી દીધો પાછળ
08 - US બાદ ફ્રાન્સમાં શટડાઉન! ખર્ચ ઘટાડા સામે 200 શહેરોમાં હડતાળ, એફિલ ટાવર પણ બંધ
09 - Alia Bhatt દિકરી રાહાને 18 વર્ષની થશે ત્યારે આપશે આ ખાસ ભેટ? અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
Oct 03, 2025 11:38 am
ગીર સોમનાથમાં અજાણ્યા ઇસમોએ કાર સળગાવી
વેરાવળ નજીક ડાભોર રોડ પરની ઘટના, મકાન પાસે પાર્ક કરેલ કાર સળગાવતા ચકચાર, દરજી સમાજના અગ્રણી મોહન ઘેરવડાની કાર સળગાવી, ચોક્કસ લોકોએ કાર સળગાવ્યાનો મોહન ઘેરવડાનો આક્ષેપ, સમાજમાં ચાલતી માથાકૂટમાં કૃત્ય કર્યાની આશંકા, પ્રભાસપાટણ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી.
Oct 03, 2025 11:29 am
વડોદરામાં કોન્ટ્રાક્ટરે ખોદેલા ખાડામાં કાર ખાબકી
જયરત્ન બિલ્ડિંગ ચાર રસ્તા પાસેની ઘટના, બેરિકેટ કે સુરક્ષા વગર જ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી, કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ, વરસાદી ગટરની કામગીરી દરમ્યાન કાર ખાડામાં ખાબકી, કામગીરીને લઇ સ્થાનિકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા.
Oct 03, 2025 11:02 am
ભાવનગરમાં ઢોર પાર્ટી પર હુમલો કરનાર ઝડપાયા
પશુ પકડવા ગયેલી ટીમ પર કર્યો હતો હુમલો, ચારમાંથી 2 આરોપીને વરતેજ પોલીસે ઝડપ્યા, આરોપીઓને સાથે રાખી પોલીસે રી-કન્સ્ટ્રક્શન કર્યુ, હુમલાખોરોને જોવા માટે લોકોના ટોળા એકઠા થયા.
Oct 03, 2025 10:52 am
મોરબીના મચ્છુ-2 ડેમના 2 દરવાજા ખોલાયા
મચ્છુ-2 ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા, મોરબી અને માળિયાના 29 ગામોને કરાયા એલર્ટ, મચ્છુ-2 ડેમમાં 2592 ક્યુસેક પાણીની આવક, ડેમ સંપૂર્ણ ભરાતા પાણીનું સંકટ દૂર થયું.
Oct 03, 2025 10:49 am
સુરતમાં હીરાની ચોરી કરનાર ઝડપાયો
પૂર્વ કારીગરે જ ઓફિસમાંથી કરી ચોરી, વરાછા મીની બજારમાં આવેલી ઓફિસમાં ચોરી, ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલીને ચોરી કરી, 13 લાખથી વધુના કાચા અને તૈયાર હીરાની ચોરી, પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી.
Oct 03, 2025 10:38 am
ભાજપ પ્રદેશ પ્રમુખને લઇને મોટા સમાચાર
જગદીશ વિશ્વકર્મા બની શકે છે પ્રદેશ પ્રમુખ, જગદીશ વિશ્વકર્મા પ્રમુખ પદ માટે ભરશે ફોર્મ, 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે, જગદીશ વિશ્વકર્મા હાલ રાજ્ય સહકાર મંત્રી છે, વિશ્વકર્મા અમદાવાદ શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે, જગદીશ વિશ્વકર્મા પાસે સહકાર, મીઠા ઉદ્યોગનો સ્વતંત્ર હવાલો, જગદીશ વિશ્વકર્મા પાસે પ્રોટોકોલ મંત્રીનો સ્વતંત્ર હવાલો, MSME, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી પણ છે, નાગરિક ઉડ્ડયન રાજ્યકક્ષાના મંત્રી પણ છે.
Oct 03, 2025 10:37 am
આરોપી પાવડો લઈને મારવા આવ્યો હતો
અંશ કે જે હાથમાં પાવડો લઈને મારવા માટે આવ્યો હોવાની વાત પણ સામે આવી છે, અને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી, તો ફરિયાદીના પતિને છાતીમાં ગભરામણ થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પિતા-પુત્ર પોતાની જાતને શું સમજતા હશે તે ખબર ના પડી, પણ એ વાત નક્કી છે કે, સોસાયટી એક તરફ અને પિતા-પુત્ર એક તરફ હતા અને સ્થાનિકોનો આક્ષેપ છે કે આ પિતા-પુત્ર અવાર-નવાર બબાલ કરતા હોય છે.
Oct 03, 2025 10:37 am
પિતા-પુત્રએ ધમાલ મચાવીને સોસાયટી માથે લીધી
કૃષ્ણનગરમાં જય ભગવાન સોસાયટીમાં રહેતા દર્શનાબેન નિરવભાઈ પટેલે તેમની સોસાયટીમાં રહેતા કલ્પેશ પટેલ અને તેમના દીકરા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદીની ફરિયાદ પ્રમાણે વાત કરીએ તો મ્યુઝિક સિસ્ટમને લઈ આ બબાલ થઈ હતી, વાત એટલી વધી ગઈ કે મારામારી સુધીની ઘટના પહોંચી ગઈ અને આ દરમિયાન કલ્પેશનો પુત્ર ત્યાં હાજર હોય તે દોડી આવી બંને સાથે મળી નિરવભાઈને ગળું પકડીને ઢોર માર માર્યો હતો. બીજી તરફ દર્શનાબેનના જેઠએ ફોન કરીને પોલીસને બોલાવતાં બંને આરોપી પોલીસ આવે તે પહેલાં ધમકી આપીને ત્યાંથી નાસી ગયાં હતાં.
Oct 03, 2025 10:37 am
અમદાવાદના કૃષ્ણનગરમાં ગરબા દરમિયાન થઈ બબાલ
કૃષ્ણનગરની સોસાયટીમાં ગરબા ચાલી રહ્યાં હતા અને મ્યુઝિક સિસ્ટમ પર સોસાયટીના સ્થાનિકો ગરબે ઘૂમી રહ્યાં હતા તે દરમિયાન આરોપીને કોઈ વાતને લઈ તકલીફ પડી હતી અને તેઓ ચાલુ ગરબામાં દોડી આવ્યા હતા અને મ્યુઝિક સિસ્ટમ બંધ કરાવીને ઝઘડો કરવા લાગ્યા હતા, તો મહિલાઓએ કીધુ કે, સિસ્ટમ બંધ ના કરતો અને પિતા-પુત્રએ ઝઘડો કર્યો હતો આ દરમિયાન મારામારીની પણ ઘટના બની હતી જેના કારણે સોસાયટીમાં ભયનો માહોલ ઉભો થયો હતો.
Oct 03, 2025 10:37 am
અમદાવાદના કૃષ્ણનગરમાં સોસાયટીના ગરબા દરમિયાન પિતા-પુત્રએ મ્યુઝિક બંધ કરાવી દાદાગીરી કરી
અમદાવાદના કૃષ્ણનગરમાં 30 સપ્ટેમ્બરના રોજ જય ભગવાન સોસાયટીમાં પિતા-પુત્રએ ગરબામાં મ્યુઝિક સિસ્ટમ બંધ કરાવવાને લઈ માથાકૂટ કરી હતી અને આખી સોસાયટી બાનમાં લીધી હતી, તો પિતા-પુત્ર એટલા ઉશ્કેરાઈ ગયા હતા કે લોકોને ગાળો પણ બોલતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અમદાવાદના કૃષ્ણનગરમાં સોસાયટીમાં ગરબાના આયોજન દરમિયાન પિતા-પુત્રએ મ્યુઝિક સિસ્ટમ બંધ કરાવીને ધમાલ મચાવી હતી, તો સોસાયટીના લોકોએ ભેગા મળીને તેમને સમજાવવા ગયા તે દરમિયાન કલ્પેશ પટેલ અને અંશ પટેલનો ગુસ્સો ઉકળતો સામે આવ્યો હતો અને મહિલાઓને ગાળો બોલવા લાગ્યા હતા અને સોસાયટીના સભ્યોએ પોલીસ બોલાવી હતી.
Oct 03, 2025 10:20 am
જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે સંમેલન
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં બે દિવસ રાષ્ટ્રીય સંમેલન, CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સંમેલનનું આયોજન, કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ હાજર, મહેસૂલી અને આપત્તિ વ્યવસ્થાપનના અધિકારી હાજર, હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશીના મંત્ર સાથે સંમેલન, ભૂમિ રેકોર્ડનું આધુનિકીકરણ અંગે માર્ગદર્શન અપાશે, નવી ટેક્નોલોજીનો ઉપયોગ અંગે માર્ગદર્શન અપાશે, નાગરિકોને સારી સેવાઓ પૂરી પાડવાનો ઉદ્દેશ્ય, નવી રેવન્યુ ઓફિસો-રહેઠાણોનું ઉદ્ઘાટન કરાશે.
Oct 03, 2025 10:03 am
4 યુવકોને પ્રેમ કરવાની મળી તાલીબાની સજા !
સાંતલપુરના લોદરા ગામમાં યુવતીને મળવા પહોંચેલા યુવકોને તાલીબાની સજા મળી છે, લોદરા ગામના ગ્રામજનોએ 4 યુવકોને પકડીને માથાના વાળ કાપી મુંડન કર્યું છે અને કાંકરેજ તાલુકાના ઉણ ગામના 4 યુવકો પ્રેમ પ્રકરણમાં યુવતીને મળવા લોદરા પહોચ્યા હતા અને 4 યુવકોને તાલિબાની સજા આપતા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ બાદ પણ તંત્ર અજાણ અને જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી, પોલીસ પણ ફરિયાદ નોંધતી નથી, 4 યુવકોને તાલિબાની સજા આપવાનો અધિકાર ગ્રામજનોજે કોને આપ્યો. ????
Oct 03, 2025 10:03 am
પાટણના સાંતલપુરમાં યુવકોને તાલીબાની સજા
ગામડાઓમાં હજી પણ યુવક-યુવતીને મળવું હોય અને જો કોઈ ગ્રામજન જોઈ જાય તો તેમને કોઈ પણ રીતની સજા આપીને સબક આપવામાં આવે છે, પરંતુ જમાનો બદલાયો પણ ગામડા ગામોમાં હજી લોકો બદલાયા નથી, આવી જ એક ઘટના પાટણમાં બની હતી જેમાં યુવતીને મળવા પહોંચેલા યુવકોને ઝડપી પાડ્યા હતા અને 4 યુવકોને પકડીને સ્થાનિકોએ મુંડન કર્યા, યુવકોના મુંડન કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે, અને કાંકરેજના 4 યુવકો યુવતીને મળવા ગયા હતા.
Oct 03, 2025 10:02 am
પાટણની આ ઘટનાએ માનવતાને શરમાવી, 4 યુવકો યુવતીને મળવા જતા ગ્રામજનોએ ઝડપી મુંડન કર્યા
પાટણમાં એક એવી ઘટના બની છે જે જાણીને આપણને એમ થશે કે, હજી પણ લોકો જૂના જમાનામાં જીવી રહ્યાં છે, પાટણના સાંતલપુરમાં યુવકોને તાલીબાની સજા આપવામાં આવી છે એ પણ યુવતીને મળવા જતા હતા તે દરમિયાન આ ઘટના બની છે. પાટણના સાંતલપુરમાં 4 યુવકો યુવતીને મળવા માટે જઈ રહ્યાં હતા તે દરમિયાન ગ્રામજનોએ તેમની પૂછપરછ કરી હતી અને 4 યુવકોને ઝડપ્યા હતા, તમે કેમ યુવતીને મળવા આવ્યા તેમ કહી તાલીબાની સજા આપી અને ગામની વચ્ચે બેસાડીને 4 યુવકોના મુંડન કરતા પાટણમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
Oct 03, 2025 09:43 am
અમદાવાદમાં વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ
છીપા સોસાયટી ચાર સસ્તાથી દાણીલીમડા ચાર રસ્તા તરફ આવતો માર્ગ તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ
01 -નારોલથી દાણીલીમડા સર્કલ તરફ આવતા નાના તથા મધ્યમ પ્રકારના વાહનો ચંડોળા તળાવ ત્રણ રસ્તાથી બી.આર.ટી.એસ. કોરીડોરનો ઉપયોગ કરી દાણીલીમડા ચાર રસ્તા તરફ અવર-જવર કરી શકશે.
02- નારોલથી દાણીલીમડા સર્કલ તરફ આવતા ભારે વાહનો ચંડોળા તળાવથી શાહઆલમ દરવાજાથી શાહઆલમ ટોલનાકાથી પીરકમલ મસ્જીદથી દાણીલીમડા ચાર રસ્તા તરફ અવર-જવર કરી શકશે. જે અંગેની તમામ નાગરિકોને જાણ કરવામાં આવે છે.
Oct 03, 2025 09:43 am
બહેરામપુરા વોર્ડમાં છીપા સોસાયટી ચાર રસ્તાથી દાણીલીમડા ચાર રસ્તા સુધી વાહન વ્યવહાર અવરજવર પ્રતિબંધિતને લઈ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું
અમદાવાદ શહેરમાં દક્ષિણ ઝોન બહેરામપુરા વોર્ડમાં બી.આર.ટી.એસ. રૂટ ઉપર આવેલ છીપા સોસાયટી ચાર રસ્તાથી દાણીલીમડા ચાર રસ્તા સુધીના વિસ્તારનું ડ્રેનેજનું પાણી અમન ઇલેક્ટ્રીક પાસે આવેલ સમ્પમાંથી નિકાલ થાય છે.
Oct 03, 2025 09:26 am
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસ ગુજરાત આવશે
10, 11 ઓક્ટોબરે સાસણ-સોમનાથની મુલાકાત લેશે, 9 ઓક્ટોબરે રાજકોટમાં રાત્રિ રોકાણ કરશે, સિંહ દર્શન અને સોમનાથ મહાદેવના દર્શન કરશે, રાષ્ટ્રપતિના પ્રવાસને લઇ તંત્ર દ્વારા તૈયારીઓ શરુ.
Oct 03, 2025 09:25 am
ઝડપાયેલ આરોપી રીઢો ગુનેગાર છે
પોલીસે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી નરાધમની શોધખોળ આદરી હતી. પોલીસે સીસીટીવી ચેક કરતા આરોપી ઓળખાઇ ગયો હતો. ડિંડોલી પોલીસે સુનિલ ઉર્ફે લોખંડિયા ગુલાબ ખરે (ઉ.વ.૨૨, રહે. ચેતનનગર, ડિંડોલી)ને પકડી પાડયો હતો. સુનિલ રીઢો ગુનેગાર છે. તેની સામે હત્યા, હત્યાની કોશિશ, ચોરી સહિતના પાંચ ગુના નોંધાઈ ચૂક્યા છે.
Oct 03, 2025 09:25 am
બાળકો પરત ફરી રહ્યા હતા ત્યારે એક અજાણ્યો યુવક તેમની પાસે આવ્યો હતો
બંને બાળકોને ચોકલેટ ખવડાવવાની લાલચ આપી ફોસલાવી ચેતનનગરમાં મહાદેવ મંદિર પાસે રેલવે પટરી પર લઈ ગયો હતો. જ્યાં પોતાનો પેન્ટ કાઢી આ યુવકે બંને બાળકો પાસે મુખમૈથુન કરાવ્યું હતું. બાળકો સાથે વિકૃત હરકત કર્યા બાદ કોઈને પણ કહેશો તો ચાકુથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી. બીજી વખત પણ મારી પાસે આવી હરકતો કરશો તો પૈસા આપીશ એવું પણ કહ્યું હતું. પુત્રની વાત સાંભળી પિતા સમસમી ઉઠ્યા હતા અને સમગ્ર મામલો ડિંડોલી પોલીસ મથકે પહોંચ્યો હતો.
Oct 03, 2025 09:25 am
ડિંડોલી પોલીસે રીઢા ગુનેગાર સુનિલ ઉર્ફે લોખંડિયા ખરેની ધરપકડ કરી
ડિંડોલીમાં ચોકલેટની લાલચ આપી બે બાળકોને રેલવે પટરી પર લઈ જઈ નરાધમે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ હતું. પોલીસે ગણતરીના સમયમાં આરોપીને પકડી પાડયો હતો. મળતી વિગતો પ્રમાણે ડિંડોલીમાં રહેતા વ્યકતિ કે જેઓ મૂળ નંદુરબારના વતની છે. ડ્રાઇવિંગ કામ કરતા દિનેશભાઈને સંતાનમાં બે દીકરા છે. ગત તા. 25મીએ સાંજે તેમનો 10 વર્ષીન દીકરો તેમની પાસે આવ્યો હતો. બાળકે પિતાને કહ્યું કે, તે અને તેનો મિત્ર ત્રિપાઠી હોસ્પિટલ પાસે બ્રિજ નીચે વડાપાંઉ ખાવા ગયો હતો.
Oct 03, 2025 09:24 am
સુરતમાં બાળકો સાથે બદકામ કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો, ચોકલેટની લાલચ આપી કરતો આવા કામ
સુરતમાં બાળકો સાથે ખરાબ કૃત્ય કરનાર ઝડપાયો છે, ચોકલેટની લાલચે બે બાળકો સાથે બદકામ કર્યુ હતુ અને રીઢો ગુનેગાર સુનિલ ઉર્ફે લોખંડિયા ખરે ઝડપાયો છે, નરાધમે બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી. સુરતના ડિંડોલીમાં ચોકલેટની લાલચે બે બાળકો સાથે બદકામ કરનાર ઝડપાયો છે, ડિંડોલી પોલીસે રીઢા ગુનેગાર સુનિલ ઉર્ફે લોખંડિયા ખરેને ઝડપી પાડ્યો છે, તો આરોપીએ બે બાળકોને રેલવે પટરી પર લઈ જઈ કર્યું હતું બદકામ અને તે ઉપરાંત નરાધમે બંને બાળકોને ચાકુથી મારી નાખવાની આપી હતી ધમકી.
Oct 03, 2025 09:09 am
નશા-મુક્ત ગુજરાત'ના નિર્માણ માટેના સંકલ્પને દોહરાવશે
રાજ્ય સરકારની 'રીવોર્ડ પોલીસી' હેઠળ, 7 મોટા કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરનાર 92 પોલીસ જવાનોને ₹29.67 લાખની ઇનામની રકમ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમ થકી રાજ્ય સરકાર ડ્રગ્સના કારોબારીઓને કડક ચેતવણી આપશે અને 'નશા-મુક્ત ગુજરાત'ના નિર્માણ માટેના સંકલ્પને દોહરાવશે.
Oct 03, 2025 09:08 am
ડ્રગ્સ સામેની લડાઈમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ જવાનોને બિરદાવવામાં આવશે
આ ઉપરાંત, રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ પોલીસિંગના અભિગમ હેઠળ ચાલી રહેલા 'મેન્ટર પ્રોજેક્ટ' ને વધુ સઘન બનાવવાની જાહેરાત કરાશે, જે અંતર્ગત જામીન પર છૂટેલા 2640 જેટલા નાર્કોટિક્સના આરોપીઓ પર 1978 પોલીસ મેન્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. જનભાગીદારી વધારવા માટે કેન્દ્ર સરકારની 'માનસ' હેલ્પલાઇન નંબર 1933 ને ગુજરાતમાં વધુ અસરકારક બનાવવાની સાથે, તેના પર આવતી માહિતી સીધી જ મંત્રીના કાર્યાલયને મળે તેવી નવી સિસ્ટમની પણ જાહેરાત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ડ્રગ્સ સામેની લડાઈમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ જવાનોને બિરદાવવામાં આવશે.
Oct 03, 2025 09:08 am
ગુજરાતમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)નો વિધિવત પ્રારંભ કરાશે
જે રીતે તાજેતરમાં વિજયા દશમીના પર્વ પર રાવણ રૂપી બુરાઈનું દહન કરવામાં આવ્યું, તે જ રીતે સમાજને ખોખલો કરી રહેલા ડ્રગ્સ રૂપી દાનવનું દહન કરીને ગુજરાત સરકાર નશા વિરોધી અભિયાન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના 'ડ્રગ્સ-ફ્રી ઇન્ડિયા'ના આહ્વાન અને 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અંતર્ગત આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાંઓની જાહેરાત પણ કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે ગુજરાતમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)નો વિધિવત પ્રારંભ કરાશે. ગાંધીનગરમાં મુખ્ય મથક અને 6 ઝોનલ કચેરીઓ સાથેની આ ફોર્સમાં 213 જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ-કર્મચારીઓ માત્ર નાર્કોટિક્સના ગુનાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે.
Oct 03, 2025 09:08 am
એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)નો થશે પ્રારંભ
'મેન્ટર પ્રોજેક્ટ' અને 'માનસ હેલ્પલાઇનને બનાવાશે વધુ સઘન બનાવાશે, તો રાવણ દહનની જેમ ડ્રગ્સ રૂપી બુરાઈનું પણ દહન કરવામાં આવશે, ઉત્કૃષ્ટ કામગીરી બદલ 92 પોલીસ જવાનોનું કરાશે સન્માન. આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસ દ્વારા જુદા-જુદા 442 ગુનાઓમાં જપ્ત કરાયેલા ₹381 કરોડથી વધુની કિંમતના, 8000 કિલોગ્રામથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો નાશ કરવામાં આવશે.
Oct 03, 2025 09:07 am
ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરુચમાં આજે ₹381કરોડના ડ્રગ્સનો નાશ કરાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 'નશા-મુક્ત ગુજરાત' સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે, રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે, શુક્રવાર, તારીખ ૩ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ભરૂચ ખાતે એક મોટા ડ્રગ્સ નાબુદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
Oct 03, 2025 08:58 am
સેવન્થ ડે સ્કૂલમાં આજથી ઑફલાઇન શિક્ષણ શરૂ
ધો.10-12નું ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયું, વિદ્યાર્થીઓની સુરક્ષા,સલામતી સાથે સ્કૂલ શરૂ, બેગને મેટલ ડિટેક્ટરથી ચેક કરી પ્રવેશ અપાયો, સ્કૂલમાં એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવી, DEOએ આપેલા આદેશોનું પાલન કરવામાં આવ્યું, આર્મીમેનની સિક્યુરિટી શાળામાં રાખવામાં આવી, બાળકોની સુરક્ષા માટેની તમામ વ્યવસ્થા કરાઇઃ ટ્રેઝરર, મેટલ ડિટેકટર, એમ્બયુલન્સની વ્યવસ્થા કરીઃ ટ્રેઝરર.
Oct 03, 2025 08:41 am
વડોદરામાં કન્સ્ટ્રક્શન વેસ્ટ અને ગંદકીવાળા સ્પોટ પર વૃક્ષો ઉગાડી બ્યુટીફેક્શન કરાયું
કારેલીબાગ જૈન દેરાસરથી ચંદ્રાવલી સર્કલ તરફના ડિવાઇડરમાં 85 જેટલા જેકેરેંડાના વૃક્ષો તથા ફુટપાથ સાઇડના ભાગમાં ૧૫૦ લીમડા અને ગરમાળાનું વૃક્ષારોપણ આજે કરાયું હતું. તેમજ આર્યકન્યા સ્કુલ પાછળ ઘણાં સમયથી રોડા-છારૂ અને કચરો ફેંકી ગંદકી કરાતી હતી. જેથી અહીં ૨૧ જેટલા મોટા વૃક્ષો અને ૧૦૦ ચંપા લગાવાયા હતા. નવા બનાવેલા ગાર્ડનની બહાર પણ કચરો અને ગંદકી થતી હોવાથી દિવાલ કરી લેન્ડ સ્કેપિંગની કરાયું હતું. આજના પ્રસંગે અલગ-અલગ સંસ્થાઓ, વ્યક્તિ અને કર્મચારી દ્વારા પર્યાવરણ સંવર્ધન પેટે નિસ્વાર્થ ભાવના અને સમર્પણ માટે ૨૦ જેટલા ગ્રીન કમાન્ડો, 06 શ્રેષ્ઠ ગાર્ડન માળી અને 08 કર્મચારીઓને સન્માન પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
Oct 03, 2025 08:41 am
વડોદરામાં વોર્ડ નંબર 6નો વિસ્તાર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો
સ્થાનિકોનો આક્ષેપ છે કે, સમસ્યાઓ ઘણી છે તેમ છતાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કે કોર્પોરેટરો મળવા પણ નથી આવતા જેને લઈ વારસિયા વિસ્તારના વિવિધ મહોલ્લા અને ચાલીમાં દુર્ગંધ યુક્ત પાણી આવતા વિસ્તારના લોકોએ મોરચો કાઢયો હતો અને પીવાના શુદ્ધ પાણીની માગ પણ કરી છે, શીતળામાતા મોહલ્લા, નરસિંહ ટેકરી, યાકુતપુરા, જોગણી માતા મોહલ્લામાં આવે છે દુર્ગંધ યુક્ત પાણી, તો દુર્ગંધ યુક્ત પાણીની સાથે લો પ્રેશરથી પાણી આવતા રહીશો પોકારી ઊઠ્યા હતા ત્રાહિમામ.
Oct 03, 2025 08:41 am
વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના વોર્ડમાં જ દુર્ગંધયુક્ત પાણીથી સ્થાનિકો પરેશાન
વડોદરામાં દુર્ગંધયુક્ત પાણીથી સ્થાનિકો પરેશાન થયા છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના વોર્ડ 6માં જ લોકોને હાલાકી પડી રહી છે અને વારસિયા અને અન્ય વિસ્તારના લોકોએ કાઢ્યો મોરચો, દુર્ગંધયુક્ત પાણી આવતા ગંદુ પાણી લઈ સ્થાનિકોએ પંપિંગ સ્ટેશને જઈ કર્ચમારીને રજૂઆત કરી છે, ચેરમેન-કાઉન્સિલર મળવા ન આવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. વડોદરામાં ગંદા અને દૂષિત પાણીને લઈ સ્થાનિકોએ હોબાળો કર્યો હતો, લોકોએ હલ્લાબોલ કરી શુદ્ધ પાણી આપવા માગ કરી છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે વોર્ડના કાઉન્સીલર છે ત્યાંના સ્થાનિકોને ચોખ્ખુ પાણી મળતુ નથી અને દુર્ગંધયુક્ત પાણી પીવાથી રોગ થઇ રહ્યા છે તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે. સ્માર્ટ સિટી વડોદરાના ઇલેક્શન વોર્ડ નંબર 6માં આવ્યું દુર્ગંધ યુક્ત પાણી.
Oct 03, 2025 08:24 am
છેલ્લા 24 કલાકમાં 123 તાલુકામાં વરસાદ
સૌથી વધુ જૂનાગઢના વંથલીમાં 3.43 ઇંચ વરસાદ, ચોટીલામાં 3.11 ઇંચ, મેંદરડામાં 2.24 ઇંચ વરસાદ, જૂનાગઢમાં 2.13 ઇંચ, મોરબીમાં 1.89 ઇંચ વરસાદ, કેશોદમાં 1.77 ઇંચ, દ્વારકામાં 1.73 ઇંચ વરસાદ, અંજારમાં 1.57 ઇંચ, ગોંડલમાં 1.57 ઇંચ વરસાદ, જામજોધપુરમાં 1.5 ઇંચ, માળિયાહાટીનામાં 1.5 ઇંચ વરસાદ.
Oct 03, 2025 08:22 am
ફાઈટ અગેઈન્સ્ટ ડ્રગ્સ
ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને એટલે જ તે ડ્રગ્સ પકડવામાં દેશભરમાં અગ્રેસર છે. ગુજરાત માદક પદાર્થોના દુરુપયોગને રોકવાના હેતુથી બાતમીદારો માટે રિવોર્ડ પોલિસી શરૂ કરનારું પહેલું રાજ્ય છે. ડ્રગ્સને નેસ્તનાબૂદ કરવાના પ્રયાસોમાં પોલીસ, કર્મચારીઓ/અધિકારીઓ અને બાતમીદારો પણ મહત્વનો ભાગ ભજવે છે. બાતમીદારોના જોખમને ધ્યાનમાં લેતાં અને રાજ્યમાં કેફી પદાર્થોનો વ્યાપાર અટકાવવા માટે ગુજરાત સરકારે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બાતમીદારોને પ્રોત્સાહન આપવા માટે નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી શરૂ કરી હતી. આ રિવોર્ડ પોલિસીનું અમલીકરણ સરકારના ગૃહ વિભાગ હેઠળ થાય છે.
Oct 03, 2025 08:22 am
ડ્રગ્સનું દૂષણ સમાજમાંથી કરો દૂર
નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી દ્વારા ગુજરાત યુવાનોને કેફી દ્રવ્યોની ચુંગાલમાંથી છોડાવવાની અને ડ્રગ્સ પેડલરોને સકંજામાં લેવાની દિશામાં આગળ વધ્યું છે.નાર્કો રિવોર્ડ પોલિસી લૉન્ચ કરતી વખતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એવું જણાવ્યું હતું કે, “ડ્રગનું દૂષણ આપણા સમાજને નબળો પાડશે અને યુવાનો તેનાથી દૂર રહે એ જરૂરી છે. ડ્રગ્સ અસ્થાયી રૂપે હાઈ ફીલિંગ આપી શકે છે પરંતુ લાંબા ગાળે તે આપણા શરીરને ભયંકર નુકસાન કરે છે. કોઈ જગ્યાએ ડ્રગ્સ વેચાતું હોય અને એ અંગે યુવાનોને જાણ થાય તો તેમણે પોલીસ અને રાજ્યના ગૃહ વિભાગને માહિતગાર કરવા જોઈએ."
Oct 03, 2025 08:22 am
વલસાડના વાપીમાં ATSની રેડ
વાપી પોલીસ ઊંઘતી રહી અને ગુજરાત ATS પહોંચી ગઈ, વાપીના પોશ વિસ્તાર ગણાતા ચલામાં એક બંગલામાં છાપો માર્યો છે અને મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપી પાડયું છે, બે લોકોની અટકાયત કરીને તેમની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે, ગઈકાલે સાંજે ગુજરાત એટીએસએ દરોડા પાડયા હતા, એમડી ડ્રગ્સ લાવીને તેને સપ્લાય કરવામાં આવતું હોવાની વાત સામે આવી છે, તો ગુજરાતમાં કયા કયા જિલ્લામાં આ ડ્રગ્સને સપ્લાય કરવામાં આવતું હતુ તેને લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે.
Oct 03, 2025 08:22 am
વાપીના પોશ વિસ્તારના ચલામાં એક મકાનમાં રેડ પાડવામાં આવી છે ડ્રગ્સને લઈ
ATSની ટીમે મોટી માત્રમાં ડ્રગ્સ ઝડપ્યું છે અને ATS ટીમે બે લોકોની અટકાયત કરી છે, ડ્રગ્સ લાવી અલગ-અલગ જગ્યાએ સપ્લાય થતું હોવાની માહિતી ગુજરાત એટીએસને મળી હતી અને કાર્યવાહી કરવામાં આવી છે, પૂછપરછમાં મોટા નામ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, વલસાડ SOGની ટીમ સાથે ATSએ સંયુકત ઓપરેશન પાર પાડયું છે. તો મોટા નામો કયા સામે આવે છે તે જોવાનું રહ્યું.
Oct 03, 2025 08:21 am
વાપીના પોશ વિસ્તારમાં ATSની રેડ, મકાનમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપી 2 શખ્સોની કરી અટકાયત
વલસાડના વાપીમાં ડ્રગ્સને લઈ એટીએસએ રેડ કરી છે, વાપીના પોશ વિસ્તારમાં એક બંગ્લામાં ડ્રગ્સ લાવી તેનું સપ્લાય થતું હોવાની વાત સામે આવી હતી અને તેના આધારે દરોડા પાડવામાં આવ્યા છે.
Oct 03, 2025 08:07 am
સવા વર્ષ પછી અધ્યક્ષની નિમણૂંક માટેનો કાર્યક્રમ-ચૂંટણીને નામે જાહેર કર્યો છે
આ ઔપચારિકતા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ૨૯૨ મતદારોની યાદી પણ જાહેર કરવામા આવી છે. જો કે, ચૂંટણી કે મતદાન લેવાયા વગર જ નવા અધ્યક્ષની નિમણૂંક થઈ જશે. ઉલ્લેખનીય છે કે, પ્રદેશ ભાજપે પોતાનુ નવુ સંગઠન રચના ગતવર્ષે જૂલાઈ મહિનાથી જેના સવા વર્ષ પછી અધ્યક્ષની નિમણૂંક માટેનો કાર્યક્રમ-ચૂંટણીને નામે જાહેર કર્યો છે.
Oct 03, 2025 08:06 am
મંત્રીમંડળના વિસ્તરણ- ફેરફાર પણ ખુબ ઝડપથી થાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી
ગુરૂવારે રાષ્ટ્રીય સંગઠને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો તેની સાથે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માનુ નામ ઉપસીને બહાર આવ્યુ છે. અલબત્ત આ અંગે સત્તાવારપણે ગુરૂવારે મોડી રાત સુધી સર્મથન મળ્યુ નથી. આવા અનેક OBC ચહેરા ભાજપના નવા સુકાની તરીકે ચર્ચામાં છે ત્યારે હાઈકમાન્ડ કાર્યકરોને ફરી ચોકાવી પણ શકે છે. અત્રે એ નિર્દેશ કરવો અનિવાર્ય છે કે, જો રાજ્ય સરકારમાંથી કોઈ મંત્રીને સંગઠન અધ્યક્ષની જવાબદારી સોંપાય તો આવનારા સમયમાં મંત્રીમંડળના વિસ્તરણ- ફેરફાર પણ ખુબ ઝડપથી થાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
Oct 03, 2025 08:06 am
ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે લાંબા સમયથી બક્ષીપંચ- OBC સમુહને તક મળશે તેવી ચર્ચાઓ
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર.પાટિલના ઉત્તરાધિકારીની પસંદગી કરવા માટે કેન્દ્રીય ભાજપ સંગઠને છેવટે પ્રક્રિયા આરંભી છે. ગુરૂવારે દશેરાના દિવસે કેન્દ્રીય સંગઠને ગુજરાતમાં નવા પ્રદેશ અધ્યક્ષની વરણી માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેમાં શુક્રવારની બપોરે બે વાગ્યા સુધીમાં નવા અધ્યક્ષ માટે ઉમેદવારી ફોર્મ ભરવા કહેવાયુ છે. જો એકથી વધુ ઉમેદવારી થશે તો શનિવારે મતદાન બાદ નવા અધ્યક્ષની જાહેરાત થશે. પરંતુ, ભાજપમાં સર્વસહમતિથી પ્રદેશ અધ્યક્ષની વરણી થતી હોવાથી શુક્રવારે બપોર સુધીમાં જ ચિત્ર સ્પષ્ટ થશે. એમ જાણવા મળ્યુ છે. પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ તરીકે લાંબા સમયથી બક્ષીપંચ- OBC સમુહને તક મળશે તેવી ચર્ચાઓ છે.
Oct 03, 2025 08:06 am
નવા પ્રદેશ અધ્યક્ષના નામ વિષે ભાજપમાં એક જ ચર્ચા છે, OBC ચહેરો જ પસંદ થશે
નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે હાઈકમાન્ડ કોને ઉમેદવારી ફોર્મ ભરવાની સૂચના આપે છે તે મોડી રાત સુધી રહસ્યમય રહ્યું છે. જો કે, ભાજપમાં કાર્યકરો એવુ ચોક્કસપણે માને છે કે, અધ્યક્ષના પદે OBC સમુહમાંથી આવતા નેતાની જ પસંદગી થશે. આ કારણોસર સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માથી લઈને OBC સમૂહની નાની જ્ઞાતિના નેતાઓના નામ ચર્ચામાં છે.
Oct 03, 2025 08:06 am
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણીના આજે ફોર્મ ભરાશે અને ફોર્મ પાછા ખેંચાશે
સવારે 11થી 2 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે અને બપોરે 3 થી 4 વાગ્યા સુધી ફોર્મ ચકાસણી કરાશે અને સાંજે 5થી 5.30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચી શકાશે, આવતીકાલે મતદાન અને મતગણતરી યોજાશે અને ચૂંટણીમાં કુલ 229 મતદારો મતદાન કરાશે, લોકસભા, રાજ્યસભાના 10% સભ્યો મતદાર બનશે અને વિધાનસભામાં ચૂંટાયેલા પૈકી 10% સભ્યો મતદાર બનશે.
Oct 03, 2025 08:05 am
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની આજે ચૂંટણી, ચૂંટણીમાં કુલ 229 મતદારો મતદાન કરાશે
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની આજે ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં આજે ચૂંટણીના રાષ્ટ્રીય અધિકારીઓ ગુજરાત આવશે અને ભૂપેન્દ્ર યાદવ અને કે લક્ષ્મણ ગુજરાત આવશે અને ગુજરાત ભાજપ પ્રમુખના નામની જાહેરાત સમયે હાજર રહેશે.
Oct 03, 2025 07:56 am
સાબરકાંઠામાં રાજેન્દ્રનગર નજીક હિટ એન્ડ રન
બેફામ કારચાલકે બાઈકચાલકને લીધો અડફેટે, બાઈકચાલકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત, કારચાલક અકસ્માત સર્જી ઘટનાસ્થળેથી ફરાર, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Oct 03, 2025 07:43 am
સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે ૧૪૬ ડેમ હાઇ એલર્ટ, ૧૭ ડેમ એલર્ટ અને ૧૪ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે
કચ્છમાં સૌથી વધુ ૧૪૦.૨૩ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૨૦.૧૯ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૧૫.૫૭ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૨૧.૭૨ ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં ૧૦૧.૯૬ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આવેલ નર્મદા ડેમ ૯૭.૩૨ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૯૫.૧૦ ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે ૧૪૬ ડેમ હાઇ એલર્ટ, ૧૭ ડેમ એલર્ટ અને ૧૪ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.
Oct 03, 2025 07:42 am
ગુજરાતમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 115 ટકા નોંધાયો, સૌથી વધુ કચ્છમાં 140.23 ટકા સરેરાશ વરસાદ
રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 115 ટકા નોંધાયો છે, સૌથી વધુ કચ્છમાં 140.23 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે, નર્મદા ડેમ 97.32 ટકા તેમજ અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 95.10 ટકા જેટલા ભરાયા છે.
Oct 03, 2025 07:42 am
સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટીએ છલકાયો
સરદાર સરોવર નર્મદા ડેમ ૨૦૧૭માં રાષ્ટ્રાર્પણ પછી ૬ઠ્ઠી વાર ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો, મુખ્યમંત્રીએ ૧૦,૪૫૩ ગામો, ૧૯૦ શહેરો તથા ૦૭ મહાનગર પાલિકાઓને એમ કુલ મળીને ગુજરાતની આશરે ૪ કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પુરું પાડતા આ સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેક્ટનું જળાશય પૂર્ણ સપાટીએ છલકાતાં જળ રાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યુ હતું.
Oct 03, 2025 07:42 am
ગુલાબી ઠંડીની ધીરે ધીરે શરૂઆત થશે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો વરસાદી સિસ્ટમો દૂર થતા ઠંડીનો ચમકારો શરૂ થશે અને 7 ઓકટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજયમાં ભારે વરસાદની હાલ કોઈ સિસ્ટમ નથી, તો 10 ઓકટોબર સુધીમાં વરસાદી સિસ્ટમ સંપૂર્ણ રીતે દૂર થશે અને ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ શરૂ થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે, રાજસ્થાન અને કચ્છમાંથી વરસાદે વિદાય લીધી છે.
Oct 03, 2025 07:40 am
ગુજરાતમાં ટૂંક સમયમાં વરસાદી સિસ્ટમ દૂર થતા ઠંડીનો ચમકારો શરૂ થશે, ગુજરાતમાં આજે હળવા વરસાદની આગાહી
રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે, બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બનતા વરસાદની આગાહી કરાઈ છે.
Oct 03, 2025 07:26 am
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીને લઇ તૈયારીઓ
આજે ચૂંટણીમાં ફોર્મ ભરાશે અને ફોર્મ પાછા ખેંચાશે, સવારે 11થી 2 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે, બપોરે 3થી 4 વાગ્યા સુધી ફોર્મ ચકાસણી કરાશે, સાંજે 5થી 5.30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચી શકાશે, આવતીકાલે મતદાન અને મતગણતરી યોજાશે, ચૂંટણીમાં કુલ 229 મતદારો મતદાન કરાશે, લોકસભા, રાજ્યસભાના 10% સભ્યો મતદાર બનશે, વિધાનસભામાં ચૂંટાયેલા પૈકી 10% સભ્યો મતદાર બનશે, પ્રદેશ પરિષદના પ્રતિનિધિઓ ચૂંટણીમાં મતદાર રહેશે, ચૂંટણી અધિકારી કે.લક્ષ્મણ, ભુપેન્દ્ર યાદવ ગુજરાત આવશે, જો એક જ ફોર્મ આવશે તો તે બિનહરીફ જાહેર થશે.
Oct 03, 2025 07:25 am
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની આજે ચૂંટણી
આજે ચૂંટણીના રાષ્ટ્રીય અધિકારીઓ ગુજરાત આવશે, ભૂપેન્દ્ર યાદવ અને કે લક્ષ્મણ ગુજરાત આવશે, પ્રમુખના નામની જાહેરાત સમયે હાજર રહેશે.
Oct 03, 2025 07:25 am
મધ્યપ્રદેશના ખંડવામાં તળાવમાં ડ઼ૂબી જતા 11ના મોત
દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, ખંડવાના પંઢણા નજીક અર્દલા ગામની ઘટના, પુલ પર પાર્ક કરેલ ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પલટી, ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા લોકો પાણીમાં ડૂબ્યા, પાણીમાં ડૂબી જવાથી 11 લોકોના મોત નીપજ્યા, ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
Oct 03, 2025 07:24 am
ભારત-ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ શરુ થશે
26 ઓક્ટોબરથી બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્ શરુ થશે, કોલકાતાથી ગુઆંગઝુ સુધી દૈનિક ફ્લાઇટ્સ શરુ થશે, કોરોનાકાળ દરમિયાન સેવા સ્થગિત કરાઇ હતી, ટૂંક સમયમાં દિલ્હી-ગુઆંગઝુ વચ્ચે ફ્લાઇટ્સ શરુ થશે, ચીનના વિદેશ મંત્રીની મુલાકાત બાદ નિર્ણય કરાયો.
Oct 03, 2025 07:24 am
બ્રિટનમાં યહૂદી પ્રાર્થના સ્થળની બહાર હુમલો
હુમલામાં બે લોકોના મોત, ત્રણ લોકો ઘાયલ, માન્ચેસ્ટરમાં સિનાગોગની બહાર મોટો હુમલો, ક્રમ્પ્સોલ વિસ્તારમાં લોકો પ્રાર્થના માટે એકઠા થયા હતા, હુમલાખોરે કાર લોકો વચ્ચે ઘૂસાડી ગોળીબાર કર્યો, પોલીસે એન્કાઉન્ટરમાં હુમલાખોરને ઠાર કર્યો, ભારતે હુમલાની કડક નિંદા કરી.

Gandhinagar News: ‘વિકસિત ભારત યુવા સંવાદ’ માં CMનું મોટું નિવેદન

Amreli News: બગસરામાં રખડતા શ્વાનનો આતંક, 10 લોકોને બચકા ભર્યા

Morbi : જેતપુરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, વીજપોલ વળતર મુદ્દે બેસણું કરી પ્રદર્શન

Gandhinagar News: વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, 71 કર્મચારીઓની થઈ બદલી

Surat News: સીઆર પાટીલ અને હર્ષ સંઘવીના હસ્તે 98 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ, હીરાબાગ બ્રિજનો રેમ્પ ખુલ્લો મુકાયો

Team Indiaએ ક્લીન સ્વીપ કરવાની સાથે બનાવ્યો રેકોર્ડ, 200 પ્લસ ટાર્ગેટમાં સૌથી મોટી જીત

Gurnoor Brarએ પહેલી ODI સિરીઝમાં રચ્યો ઈતિહાસ, દિગ્ગજ ખેલાડીઓને છોડ્યા પાછળ

Rohit Sharmaએ રચ્યો ઈતિહાસ, તોડ્યા ઘણા મોટા રેકોર્ડ્સ

વાંચો 21 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે

NEET-UG 2026: 21 જૂને 22 લાખથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા, 1,38,560 CCTV કેમેરાથી રહેશે નજર

Team Indiaએ ક્લીન સ્વીપ કરવાની સાથે બનાવ્યો રેકોર્ડ, 200 પ્લસ ટાર્ગેટમાં સૌથી મોટી જીત